________________
આગમસાર- ઉતરાર્ધ
અર્થાત્ દેવતા–નારકીમાં ત્રણ-ત્રણ કષાય અશાશ્વત છે. અકષાયી જીવમાં એક ભંગ, મનુષ્યમાં ત્રણ ભંગ, સિદ્ધ અણાહારક જ હોય
છે.
(૮) જ્ઞાન :- સજ્ઞાની, મતિ, શ્રત અવધિજ્ઞાનીમાં જેટલા દંડક છે તેમાં ત્રણ ભંગ હોય છે પરંતુ વિકસેન્દ્રિયમાં ૬ ભંગ હોય છે. સજ્ઞાની જીવમાં એક ભંગ હોય છે. (કેવળજ્ઞાનની અપેક્ષા) આહારક–અણાહારક બંને ઘણા હોય છે. મન:પર્યવજ્ઞાની નિયમા આહારક હોય છે. કેવળજ્ઞાની મનુષ્યમાં ત્રણ ભંગ, જીવમાં એક ભંગ, સિદ્ધ અણાહારક જ હોય છે.
અજ્ઞાન– અજ્ઞાની, મતિશ્રત અજ્ઞાની જીવ એકેન્દ્રિયમાં એક ભંગ, બાકી બધામાં ત્રણ ભંગ, વિર્ભાગજ્ઞાનીમાં મનુષ્ય-તિર્યંચ આહારક જ હોય છે. બાકી બધા (૧૪ દંડક)માં ત્રણ ભંગ. (૯) યોગ :- સયોગી, કાયયોગીમાં જીવ એકેન્દ્રિયમાં એક ભંગ, બાકી બધામાં ૩ ભંગ, વચનમનયોગી આહારક જ હોય છે. અયોગી અણાહારક જ હોય છે. (૧૦) ઉપયોગ:- બંને ઉપયોગમાં જીવ અને એકેન્દ્રિયમાં એક ભંગ, બાકીમાં ત્રણ ભંગ હોય છે. સિદ્ધ અણાહારક જ હોય છે. (૧૧) વેદઃ- સવેદી અને નપુંસક વેદી– જીવ, એકેન્દ્રિયમાં એક ભંગ; બાકી બધામાં ત્રણ ભંગ. સ્ત્રી વેદ-પુરુષ વેદ બધા દંડકમાં ત્રણ ભંગ, અવેદી- જીવમાં એક ભંગ, મનુષ્યમાં ત્રણ ભંગ, સિદ્ધ અણાહારક જ હોય છે. (૧૨) શરીર - સશરીરી તેમજ તૈજસ-કાશ્મણ શરીરી જીવ અને એકેન્દ્રિયમાં એક ભંગ બાકી બધા દંડકમાં ત્રણ ભંગ.
ઔદારિક, વૈક્રિય, આહારક, ત્રણે શરીર આહારક જ હોય છે, પરંતુ ઔદારિક શરીર મનુષ્યમાં આહારક અણાહારક બંને હોય છે, તેમાં ત્રણ ભંગ હોય છે. (૧૩) પર્યાપ્તિ – છએ પર્યાપ્તિના પર્યાપ્ત બધા આહારક જ હોય છે. મનુષ્યમાં આહારક, અણાહારક બંને હોય છે. તેમાં ત્રણ ભંગ હોય છે. જે દંડકમાં જેટલી પર્યાપ્તિ હોય તેટલી સમજી લેવી.
આહાર પર્યાપ્તિના અપર્યાપ્ત બધા દંડકમાં અણાહારક હોય છે. બાકી પાંચ પર્યાપ્તિના અપર્યાપ્ત આહારક, અણાહારક બંને હોય છે. તેમાં એકેન્દ્રિયમાં એક ભંગ, નારકી–દેવતા–મનુષ્યમાં ૬ મંગ, બાકીમાં ૩ ભંગ હોય છે. સમુચ્ચય જીવને ભાષા, મન પર્યાપ્તિના અપર્યાપ્તમાં ત્રણ ભંગ હોય છે. ૩ પર્યાપ્તિના અપર્યાપ્તમાં ૧ ભંગ હોય છે. આહાર પર્યાપ્તિના અપર્યાપ્ત અણાહારક જ હોય છે.
ઓગણત્રીસમુંઃ ઉપયોગ પદ ઉપયોગના ભેદ-પ્રભેદ – ઉપયોગના બે પ્રકાર છે– ૧ સાકાર ઉપયોગ, ૨ અનાકાર ઉપયોગ. (૧) સાકારોપયોગના આઠ ભેદ– પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન. (૨) અનાકારોપયોગના ચાર ભેદ– ૪ દર્શન. ચક્ષુદર્શન,અચક્ષુદર્શન,અવધીદર્શન અને કેવલ દર્શન. દંડકોમાં ઉપયોગ(૧૨માંથી) :
| નારકીમાં- | ૯ | ૩ જ્ઞાન ૩ અજ્ઞાન) ૩ દર્શન દેવતામાં- | ૯ | ૩ જ્ઞાન ૩ અજ્ઞાન ૩ દર્શન પાંચ સ્થાવરમાં | ૩ | --- | ૨ અજ્ઞાન | ૧ દર્શન ત્રણ વિગલેન્દ્રિયમાં– ૫/૬ ૨ જ્ઞાન | ૨ અજ્ઞાન દર્શન ૧/૨ તિર્યંચ પંચેન્દ્રિયમાં- | ૯ | ૩ જ્ઞાન ૩ અજ્ઞાન ૩ દર્શન
મનુષ્યમાં- | ૧૨ | ૫ જ્ઞાન ૩ અજ્ઞાન ૪ દર્શન વિશેષ જાણકારી - જ્યારે જીવ જ્ઞાન-અજ્ઞાનના ઉપયોગમાં જોડાય છે ત્યારે સાકારોપયુક્ત અર્થાત્ સાકારોપયોગવાળો હોય છે. તેમજ જ્યારે દર્શનના ઉપયોગમાં જોડાય છે ત્યારે અનાકાર ઉપયોગવાળો હોય છે.
ત્રીસમું: પશ્યત્તા પદ (ત્રકાલીક અને પ્રત્યક્ષ) પશ્યત્તાનું સ્વરૂપ અને ભેદ-પ્રભેદ:- ઉપયોગની સમાન જ "પશ્યત્તા"નું વર્ણન છે અર્થાત્ પશ્યત્તાના પણ બે પ્રકાર છે. ૧ સાકાર પશ્યત્તા, ૨ અનાકાર પશ્યત્તા. (૧) સાકાર પશ્યત્તાના ૬ ભેદ છે– ૪ જ્ઞાન, ૨ અજ્ઞાન (૨) અનાકાર પશ્યત્તાના ૩ ભેદ છે– ૩ દર્શન
મતિજ્ઞાન, મતિઅજ્ઞાન અને અચકું દર્શન આ ત્રણ ઉપયોગ પશ્યત્તામાં હોતા નથી. આ ત્રણે ઉપયોગ બુદ્ધિ ગ્રાહ્ય છે, મતિજ્ઞાન, મતિઅજ્ઞાન અને અચકું દર્શન આ ત્રણ સૈકાલીક નહિં પણ ક્ષણીક હોય છે.તેથી પશ્યત્તામાં તેનો સમાવેશ થતો નથી. શ્રુતજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, ચક્ષુ દર્શન; આ ત્રણે ઇન્દ્રિય ગ્રાહ્ય(ઇન્દ્રિય પ્રત્યક્ષ) હોવાથી તેમજ બાકી ૬ જ્ઞાન-દર્શન આત્મ પ્રત્યક્ષીભૂત હોવાથી તેને પશ્યક–પશ્યત્તા કહેવાય છે. દંડકોમાં પશ્યતા:
દેવતા, નારકી અને તિર્યંચ પંચેન્દ્રિયમાં ૬] ૨ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૨ દર્શન. મનુષ્યમાં
૯ | ૪ જ્ઞાન, ૨ અજ્ઞાન, ૩ દર્શન. પાંચ સ્થાવરમાં
| ૧ | શ્રત અજ્ઞાન. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિયમાં
૨ | શ્રુતજ્ઞાન, શ્રત અજ્ઞાન. ચોરેન્દ્રિયમાં
૩શ્રુતજ્ઞાન, શ્રત અજ્ઞાન, ચક્ષુ દર્શન. વિશેષ જ્ઞાતવ્ય:- જ્ઞાનોપયોગવાળા સાકાર પશ્યત્તા કહેવાય છે અને દર્શનોપયોગવાળા અનાકાર પશ્યત્તા કહેવાય છે.