________________
આગમસાર- ઉતરાર્ધ
(૭) જ્ઞાન માર્ગણા–ત્રણ જ્ઞાનમાં સમુચ્ચય ૭૯નો બંધ. સમુચ્ચયના બંધની ચોથા ગુણસ્થાનની ૭૭ પ્રકૃતિ અને આહારક દ્વિક વધે. ચોથા ગુણસ્થાનથી બારમાં ગુણસ્થાન સુધી બંધ પ્રકૃતિ ઓઘવત. મનઃ પર્યવજ્ઞાનમાં સમુચ્ચયમાં ૬૫ પ્રકૃતિનો બંધ. છઠ્ઠા ગુણસ્થાનથી ૧૨મા સુધી ઓઘવત. કેવળ જ્ઞાનમાં ૧૩મા ગુણસ્થાનમાં બંધ એક પ્રકૃતિનો, ૧૪મા ગુણસ્થાનમાં બંધ નથી.
ત્રણ અજ્ઞાનમાં સમુચ્ચય ૧૧૭ પ્રકૃતિનો બંધ. પહેલા અને ત્રીજા ગુણસ્થાનમાં બંધ ઓઘ પ્રકૃતિવતું. (૮) સંયમ માર્ગણા- સામાયિક, છેદોપસ્થાપનીયમાં સમુચ્ચય ૫ પ્રકૃતિનો બંધ. છઠાથી નવ ગુણસ્થાન સુધી ઓઘવત. પરિહાર વિશુદ્ધિ ચારિત્રમાં સમુચ્ચય ૬૫. છઠા, સાતમાં ગુણસ્થાનમાં ઓઘવત. સૂક્ષ્મ સંપરા ચારિત્રમાં સમુચ્ચય ૧૭ અને દશમાં ગુણસ્થાનમાં ૧૭. યથાખ્યાતમાં ૧નો બંધ. દેશ વિરતિમાં ઓઘ અને પાંચમાં ગુણસ્થાનમાં ૬૭નો બંધ. અસંયમમાં સમુચ્ચય ૧૧૮નો બંધ, આહારક દ્વિક નથી. ચોથા ગુણસ્થાન સુધી ઓઘવત. (૯) દર્શન માર્ગણા- ચક્ષુ દર્શન અચક્ષુ દર્શનમાં ૧૨ ગુણસ્થાન સુધી ઓઘવત. અવધિ દર્શનમાં સમુચ્ચય બંધ ૭૦નો. ચોથાથી ૧૨માં ગુણસ્થાન સુધી સમુચ્ચય. કેવળ દર્શનમાં એક પ્રકૃતિનો બંધ. (૧૦) લેગ્યા માર્ગણા– કૃષ્ણ, નીલ, કાપોત લેગ્યામાં સમુચ્ચય ૧૧૮નો બંધ હોય છે. આહારક દ્વિક નહીં. ૪ ગુણસ્થાનમાં ઓઘવતું. તેજોલેશ્યામાં સમુચ્ચય ૧૧૧ પ્રકૃતિનો બંધ. સૂક્ષ્મત્રિક, વિકસેન્દ્રિય ત્રિક, નરક ત્રિક એમ નવ જાય. પહેલા ગુણસ્થાનમાં ૧૦૮નો બંધ આહારક દ્રિક અને જિન નામ નહીં. બીજા ગુણસ્થાનમાં ૧૦૧નો બંધ. નપુંસક ચોક, એકેન્દ્રિયત્રિક એ ૭ જાય. આગળ ૭માં ગુણસ્થાન સુધી ઓઘવત. પદ્મ લેગ્યામાં સમુચ્ચય ૧૦૮નો બંધ ૪ ત્રિકની ૧૨ પ્રકૃતિ જાય. પહેલા ગુણસ્થાનમાં ૧૦૫ આહારક ધિક જિન નામ જાય. બીજા ગુણસ્થાનથી સાતમાં ગુણસ્થાન સુધી ઓઘવત. શુક્લ લેગ્યામાં સમુચ્ચય ૧૦૪ પ્રકૃતિનો બંધ ૧૬ જાય. તિર્યંચ ત્રિક, ઉદ્યોત નામ, નરક ત્રિક, સૂક્ષ્મ ત્રિક, વિકલત્રિક એકેન્દ્રિય ત્રિક. પહેલા ગુણસ્થાનમાં ૧૦૧ ઓઘ વાળી ત્રણ જાય. બીજા ગુણસ્થાનમાં ૯૭ નપુસંક ચૌક નથી. ત્રીજામાં ૭૪, ચોથામાં ૭૭ યાવત્ ઓઘવત. (૧૧) ભવી માર્ગણા–ભવી પર્યાપ્તામાં ઓઘવત. અપર્યાપ્તામાં ઓઘ તથા પહેલા ગુણસ્થાનમાં ૧૦૯. જિન એકાદશ નથી. બીજા ગુણસ્થાનમાં ૯૬ તથા ૯૪. ચોથા ગુણસ્થાનમાં ૭૧નો બંધ હોય છે. ચોવીસ જાય, જિન નામ વધે. અભવી પર્યાપ્તામાં સમુચ્ચય તથા પહેલા ગણસ્થાનમાં ૧૧૭નો બંધ. અપર્યાપ્તામાં ૧૦૯ જિન એકાદશ જાય. (૧૨) સમકિત માર્ગણા- લાયક સમકિતમાં સમુચ્ચય ૭૯ પ્રકૃતિનો બંધ. ચોથા ગુણસ્થાનથી ૧૩મા ગુણસ્થાન સુધી ઓઘવતું. ક્ષયોપશમ સમકિતમાં સમુચ્ચય ૭૯નો બંધ. ગુણસ્થાન ચારથી ૭ સુધી ઓઘવત. ઉપશમ સમકિતમાં ૭૭નો બંધ ૭૯માંથી ૨ આયુષ્ય ઓછા. ચોથા ગુણસ્થાનમાં ૭૫, આહારક શ્ચિક જાય. પાંચમામાં ૬૬ ઓઘ મા દેવાયુ ઓછા. છઠ્ઠા ગુણસ્થાનમાં દર પ્રત્યાખ્યાની ચૌક જાય. સાતમામાં ૫૮ ઓઘવત યાવત્ ૧૧માં ગુણસ્થાન સુધી ઓઘવત. સાસ્વાદાન સમકિતમાં સમુચ્ચય તથા બીજા ગુણસ્થાનમાં ૧૦૧. પ્રકૃતિનો બંધ. તે જ રીતે મિશ્રમાં ૭૪નો બંધ. મિથ્યાત્વમાં ૧૧૭નો બંધ. (૧૩) સન્ની માર્ગણા- પર્યાપ્તામાં ઓઘવતું. સની અપર્યાપ્તમાં સમુચ્ચય ૧૦૯. પહેલા ગુણસ્થાનમાં ૧૦૯. બીજામાં ૯૬. ચોથામાં ૭૦ તથા ૭૭. છવીસ વર્જી તો ૭૦ અને જિન પંચક તિર્યંચ-મનુષ્યાયુ વધે તો ૭૭. અસનીના પર્યાપ્તા પહેલા ગુણસ્થાનમાં ૧૧૭નો બંધ. અપર્યાપ્તામાં પહેલા ગુણસ્થાનમાં ૧૦૯નો બંધ. બીજામાં ૯૬ તથા ૯૪નો બંધ. (૧૪) આહાર માર્ગણા– આહાર પર્યાપ્તા ઓઘવતુ. આહારના અપર્યાપ્તા થતા નથી. કેમ કે તેના પર્યાપ્તા બંનેમાં એક સમયે થાય છે. અણાહારક અપર્યાપ્તા ૧૧૨નો બંધ ૮ જાય. નરક ત્રિક, આહારક દ્રિક, તીન આયુ. પહેલામાં ૧૦૭ જિન પંચક નથી. બીજામાં ૯૪ સૂક્ષ્મ ત્રયોદશી વર્જી. ચોથામાં ૭૫ ઓઘવત. પર્યાપ્તામાં તેરમાં ગણમાં એકનો બંધ.
કર્મ નિષેક ઉદયમાં આવતાં પહેલા કર્મની ઉદીરણા થાય છે. ત્યાર પછી તે પુદગલોના વિવિધ ભૌમિતિક આકારનાં કર્મનિષેક બને છે. દિવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ પ્રમાણે તે કર્મપુદગલોનાં પ્રભાવથી જીવ શુભ કે અશુભ કર્મફળ ભોગવે છે. તે જેવા રસે બાંધ્યા હોય તેવા તેનાં ચૂર્ણિભેદ, ખંડભેદ, પ્રતરભેદ થાય છે. કર્મની ઉદવર્તન અને અપવર્તના પણ આત્માનાં શુભ અશુભ ભાવોથી થાય છે.
છે કમેં ગ્રંથ ૨-૩ સારાંશ પૂર્ણ .
ચોવીસમું કર્મબંધ પદ (બાંધતો બાંધે) એક કર્મ બાંધતો થકો જીવ બીજા કેટલા અને ક્યા કમનો બંધ કરે છે તેનું આ પદમાં વર્ણન કરવામાં આવ્યું છે. તેથી આ પદના વિષયનું ટૂંકમાં નામ બાંધતો બાંધે એવું કહેવામાં આવે છે. (૧) સપ્તવિધબંધક - આયુષ્ય કર્મને છોડીને બાકીના સાત કર્મ બાંધવાવાળા. (૨) અષ્ટવિધબંધક :- બધા કર્મ બાંધવાવાળા. (૩) છ વિધબંધક - આયુ અને મોહકર્મ છોડીને બાકીના કર્મ બાંધનારા. (૪) એકવિધબંધક:- વેદનીય કર્મ બાંધવાવાળા. (૫) અબંધક – ૧૪માં ગુણ સ્થાનવર્તી તેમજ સિદ્ધ. નારકી દેવતાનો જીવ બાંધતો બાંધે - જ્ઞાનાવરણીય કર્મ બાંધતા થકા એક નારકી સપ્તવિધબંધક છે અથવા અષ્ટવિધબંધક છે. અનેક નારકી જીવની અપેક્ષા-૧. બધા સપ્તવિધબંધક છે અથવા ૨. ઘણા સપ્તવિધબંધક અને એક અષ્ટવિધબંધક અથવા ૩. ઘણા સપ્તવિધબંધક અને અનેક અષ્ટ વિધબંધક છે. આ રીતે ત્રણ ભંગ છે. આ જ રીતે દર્શનાવરણીય આદિ કર્મના બાંધતો– બાંધેનું કથન છે. આયુષ્યકર્મ બાંધતા થકા નિયમા આઠકર્મના બંધક હોય છે.