________________
આગમસાર– ઉતરાર્ધ
૪
૫
66
પરિતાપનિકી પ્રથમ ત્રણ
પ્રાણાતિપાતિકી પ્રથમ ચારે
પાંચમી
S
અક્રિયા
નહીં
નહીં
આ ક્રિયાઓની નિયમા ભજનાથી સંબંધિત સંપૂર્ણ જીવોના ચાર વિભાગ થાય છે. ક્રમશઃ ૧ ત્રણ ક્રિયાવાળા, ૨ ક્રમથી ચાર ક્રિયાવાળા, ૩ પાંચેય ક્રિયા– વાળા, ૪ પાંચેય ક્રિયા રહિત.
૧. જે જીવને ૨.જે સમયમાં ૩. જે દેશમાં તેમજ ૪. જે પ્રદેશમાં આ ચારે અપેક્ષાથી પણ આ પાંચે ક્રિયાઓમાં કહેલ પ્રકારથી નિયમા ભજના હોય છે.
આયોજિત ઃ– આ પાંચ ક્રિયાઓને આયોજિત ક્રિયા પણ કહેવાય છે અર્થાત્ જીવોને સંસારમાં જોડવાવાળી આ ક્રિયાઓ છે. ક્રિયા અને કર્મ બંધ :– દરેક જીવ પ્રાણાતિપાત આદિ પાપ ક્રિયા કરતો થકો સાત અથવા આઠ કર્મોનો બંધ કરે છે.
=
-
તે અનેક જીવોની અપેક્ષા ત્રણ ભંગ :– ૧ બધા સાત કર્મબાંધનારા, ૨ સાત કર્મ બાંધનારા વધારે અને આઠ કર્મ બાંધનારો એક, ૩ સાત કર્મ બાંધનારા પણ વધારે અને આઠ કર્મ બાંધનારા પણ વધારે.
આયુષ્ય । કર્મ જીવ એક ભવમાં એકવાર બાંધે છે, બાકી સાત કર્મ હંમેશાં બાંધતો રહે છે, માટે ઉપર કહેલ વિકલ્પ બને છે.
દંડકની અપેક્ષાએ ૧૯ દંડકમાં ત્રણ વિકલ્પ થાય છે. સમુચ્ચય જીવ અને એકેન્દ્રિયમાં ત્રણ વિકલ્પ હોતા નથી, કારણ કે તેમાં જીવોની સંખ્યા અધિક હોવાથી આયુષ્યના બંધક હંમેશા મળે છે.
અઢાર પાપ સેવનથી જ્ઞાનાવરણીય આદિ બંધ કરતા થકા જીવોને કાયિકી આદિ ક્રિયાઓ ૩–૪ અથવા ૫ હોય છે, અક્રિય હોતા નથી.
અઢાર પાપથી વિરત જીવને જ્ઞાનાવરણીય આદિ સાત કર્મ બંધ કરતા થકા ૩-૪ અથવા ૫ ક્રિયા લાગે છે અને વેદનીય કર્મ બાંધતા ૩–૪–૫ ક્રિયા લાગે છે અથવા અક્રિય હોય છે.
=
આરંભિકી આદિ પાંચ ક્રિયાઓ પાંચ ક્રિયાઓ આ પ્રમાણે છે જેમ કે– ૧ આરંભિકી, ૨ પરિગ્રહિકી, ૩ માયાપ્રત્યયિકી, ૪ અપ્રત્યાખ્યાન પ્રત્યયિકી પ મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા.
(૧) આરંભિકી :– જીવ હિંસાનો સંકલ્પ તેમજ પ્રયત્ન–પ્રવૃત્તિથી તથા અહિંસામાં અનુધમ અનુપયોગથી આ ક્રિયા લાગે છે. સંસારી જીવોને તેમજ પ્રમત્તસંયત સુધીના મનુષ્યોને આ ક્રિયા લાગે છે. અપ્રમત્ત સંયતને આ ક્રિયા લાગતી નથી.
(૨) પરિગ્રહિકી :- પદાર્થોમાં મમત્વ મૂર્છાભાવ હોય, તેને ગ્રહણ ધારણમાં આસક્ત ભાવ હોય તો આ ક્રિયા લાગે છે અથવા ધાર્મિક આવશ્યક ઉપકરણો સિવાય પદાર્થનો સંગ્રહ કરનારા તેમજ ગામો, ઘરો અને ભક્તો અથવા શિષ્યોમાં મમત્વ ભાવ, મારાપણાની આસક્તિના પરિણામ રાખનારાને પરિગ્રહિકી ક્રિયા લાગે છે. પ્રથમ ગુણસ્થાનથી પાંચમાં દેશવિરત ગુણસ્થાન સુધી જ આ ક્રિયા લાગે છે. ગુણસ્થાનની અપેક્ષાએ છઠ્ઠા ગુણસ્થાનમાં આ ક્રિયા નથી લાગતી.
(૩) માયા પ્રત્યયિકી :– સૂક્ષ્મ અથવા સ્થૂલ કષાયના અસ્તિત્વ–સદ્ભાવમાં આ ક્રિયા લાગે છે. પહેલા ગુણસ્થાનથી દશમા ગુણસ્થાન સુધી આ ક્રિયા લાગે છે. માયા શબ્દથી ચારે કષાયોનું ગ્રહણ સમજી લેવું.
(૪) અપ્રત્યાખ્યાન પ્રત્યયિકી ક્રિયા :– પ્રત્યાખ્યાન ન કરનારા બધા અવિરત જીવોને આ ક્રિયા લાગે છે, અપ્રત્યાખ્યાન જ તેનું નિમિત્ત કારણ છે. પહેલા ગુણસ્થાનથી ચોથા ગુણસ્થાન સુધી આ ક્રિયા લાગે છે. દેશવિરતમાં આ ક્રિયા લાગતી નથી.
(૫) મિથ્યાદર્શન પ્રત્યયિકી :– પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનવર્તી મિથ્યાદષ્ટિ જીવોને આ ક્રિયા લાગે છે. તેનું મિથ્યાત્વ કે અસમ્યકત્વ જ આ ક્રિયાનું કારણ છે. સંશી જીવોની અપેક્ષાએ મિથ્યા સમજ, માન્યતા, વિપરીત તત્ત્વોની શ્રદ્ધા, તેનું કારણ હોય છે. જિનેશ્વરોએ કહેલા તત્ત્વોમાં અશ્રદ્ધાન પણ આ ક્રિયાનું કારણ હોય છે. મિશ્ર દૃષ્ટિને પણ આ ક્રિયા લાગે છે.
ચોવીસ દંડકમાં આરંભિકી આદિ ક્રિયા :–
બધા દંડકોમાં ઉપર કહેલ પાંચે ક્રિયાઓ હોય છે.
નિયમા ભજનાની અપેક્ષા :– નારકી દેવતાઓમાં પહેલી ચાર ક્રિયા નિયમા હોય છે. પાંચમી મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા મિથ્યાદષ્ટિને હોય છે અને સમ્યગ્દષ્ટિને હોતી નથી.
પાંચ સ્થાવર ત્રણ વિકલેન્દ્રિયમાં પાંચે ય ક્રિયા નિયમા હોય છે.
તિર્યંચ પંચેન્દ્રિયમાં પહેલી ત્રણ ક્રિયા નિયમા હોય છે, ચોથી પાંચમી ક્રિયા ભજનાથી હોય છે. અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવોને પાંચમી ક્રિયા નથી હોતી ચાર નિયમા હોય છે. દેશ વિરતિ શ્રાવકને અથવા કોઈ પણ વ્રત પ્રત્યાખ્યાન કરનારાને ચોથી, પાંચમી ક્રિયા હોતી નથી, ત્રણ ક્રિયા જ હોય છે.
નિયમા
ત્રીજી
પરિગ્રહિકી પહેલી, ત્રીજી માયાપ્રત્યયિકી ×
અપ્રત્યાખ્યાન પહેલી, બીજી, ત્રીજી
મિથ્યાદર્શન
ચારે નહીં
અક્રિયા
મનુષ્ય અને । સમુચ્ચય જીવમાં પાંચે ક્રિયા ભજનાથી હોય છે. અર્થાત્ ૧–૨–૩–૪ યા –૫ અથવા અક્રિય પણ હોય છે. ક્રિયામાં ક્રિયાની નિયમા ભજના :–
ક્રમ ક્રિયા
૧ આરંભિકી
૨
૩
૪
૫
S
ભજના
બીજી, ચોથી, પાંચમી
ચોથી, પાંચમી
ચારે
પાંચમી
X
નહીં