________________
64
આગમસાર- ઉતરાર્ધ ૪. આ દેવો પોતાના મિત્ર દેવોની સાથે ઉપર બારમાં દેવલોક સુધી જઈ શકે છે. ત્યાંથી મારણાંતિક સમુદ્યાત કરે તો તે અપેક્ષાથી ઉપર ૧રમો દેવલોક કહેવામાં આવ્યો છે. પ. તે દેવ મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. વપ્રા, સલિલાવતી વિજય નીચા લોકમાં છે, તેમાં મનુષ્યરૂપમાં ઉત્પન્ન થાય છે, ત્યાં સુધી મારણાંતિક સમુદ્યાત કરવા તે નીચેની અવગાહના હોય છે. તે દેવોની જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગની અવગાહના મનુષ્યાણીની યોનિની અતિ નજીક હોવાથી જ થઈ શકે છે. કોઈ કારણવશ ત્યાં પ્રવેશેલ દેવનું આયુષ્ય સમાપ્ત થવાની અપેક્ષાએ સમજવું જોઇએ. ધ્યાનમાં રહે કે આ દેવોને કાય પરિચારણા હોતી નથી. તેથી ક્ષેત્ર શુદ્ધિ કરવાને કારણે જ પ્રવેશવાનું સમજવું જોઈએ. તે દેવ કેવલ મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. તિર્યંચ અથવા એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી. ૬. રૈવેયક તેમજ અત્તર દેવ ઉત્તર વૈક્રિય કરતા નથી, કયાંય જતા નથી. તેથી તેની જઘન્ય અવગાહના પણ પોતાના સ્થાનથી જ છે. તેઓ મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. પોતાના સ્થાનથી નજીકમાં નજીક મનુષ્ય ક્ષેત્ર વિદ્યાધરોની શ્રેણી હોય છે તેથી તેને જઘન્યમાં કહેલ છે. શરીરમાં પુદ્ગલોનું ચયન આદિ – દારિક આદિ પાંચે શરીરમાં પુગલોની આવશ્યકતા હોય છે. તેના નિર્માણમાં પુગલોનો “ ચય થાય છે. વૃદ્ધિગત થવામાં પુદ્ગલોનો ઉપચય થાય છે અને ક્ષીણ થવામાં પુદ્ગલોનો અપચય થાય છે.
તે ચય, ઉપચય અને અપચય રૂ૫ યુગલોનું આગમન અને નિગમન છ એ દિશાઓથી થાય છે. લોકાંતમાં રહેલા જીવોની. એક તરફ, બે તરફ, ત્રણ તરફ લોકાંત હોઈ શકે છે. અલોકમાં પુદ્ગલ નથી તેથી ત્યાંથી પુદ્ગલોનું આગમન નિગમન હોતું નથી. આ અપેક્ષાથી ઔદારિક, તૈજસ અને કાર્મણ શરીરમાં અલોકના વ્યાઘાત(રુકાવટ)ના કારણે કયારેક ત્રણ ચાર અથવા પાંચ દિશાથી પુગલોનું ચય આદિ થાય છે. લોકાંતના સિવાય ક્યાંય પણ રહેતા જીવના ઔદારિક, તૈજસ, કાર્મણ શરીરમાં નિયમો છે એ દિશાઓના પુગલોનું આગમન નિગમન હોય છે. શરીરમાં શરીરની નિયમા ભજના:શરીર | નિયમો
ભજના
નાતિ ઔદારિકમાં તૈજસ, કાર્પણ
વૈક્રિય, આહારક | વૈક્રિયમાં | તેજસ, કામણ
ઔદારિક
આહારક | આહારકમાં | ઔદારિક, તૈજસ, કાર્મણ ૪
વિક્રિય તૈજસમાં | કાર્પણ
દારિક, વૈક્રિય આહારક ૪ કામણમાં | તૈજસ
ઔદારિક, વૈક્રિય આહારક| X અલ્પબદુત્વ :દ્રવ્યની અપેક્ષા:- ૧ બધાથી ઓછા આહારક, ૨ વૈક્રિય અસંખ્યાતગણા, ૩ ઔદારિક અસંખ્યાતગણા, તેજસ કાર્પણ (બંને પરસ્પર સમાન) અનંતગણો. પ્રદેશની અપેક્ષા :- ૧ થી ૩ ઉપર પ્રમાણે, ૪તૈજસના પ્રદેશ અનંતગણા, ૫ કાર્પણના પ્રદેશ અનંતગણા. દ્રવ્ય-પ્રદેશની અપેક્ષા:- ૧ થી ૩ ઉપર મજબ, ૪ આહારકપ્રદેશ અનંતગણા, ૫ વૈક્રિય પ્રદેશ અસંખ્યાતગણા, ૬ ઔદારિકપ્રદેશ અસંખ્યાતગણા, ૭ તૈજસ કાર્મણ દ્રવ્ય અનંતગણા, ૮ તૈજસપ્રદેશ અનંતગણા, ૯ કાર્મણપ્રદેશ અનંતગણા. જઘન્ય અવગાહનાની અપેક્ષા :- સૌથી થોડી ઔદારિકની ૨ તેજસ કાર્મણની વિશેષાધિક, ૩ વૈક્રિયની અસંખ્યાતગણી, ૪ આહારકની અસંખ્યગણી. ઉત્કૃષ્ટ અવગાહનાની અપેક્ષા:- ૧ સૌથી થોડી આહારકની(૧ હાથ), ૨ ઔદારિકની સંખ્યાતગણી(સાધિક ૧૦૦૦ યોજન), ૩ વૈદિયની સંખ્યાતગણી ,૪ તૈજસ-કાશ્મણની અસંખ્યાતગણી. ભેગાની અપેક્ષા – આહારકની જઘન્યથી આહારકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક, બાકી ક્રમ પહેલાની જેમ.
બાવીસમું : ક્રિયા પદ ક્રિયા સ્વરૂપ - કષાય તેમજ યોગ જન્ય પ્રવૃત્તિઓથી ક્રિયાઓ લાગે છે અને ક્રિયાઓથી કમનો બંધ થાય છે. કર્મ જ સંસાર છે તેમજ સંસાર છે તો મુક્તિ નથી; આત્મસુખ, આત્મ આનંદ પણ નથી; તેથી આત્મવિકાસ માટે અવરોધક, બાધારૂપ થનારી આ ક્રિયાઓનું જ્ઞાન તેમજ ત્યાગ કરવો આવશ્યક છે. ત્યારે આત્મા મુક્ત થઈ શકે છે. સર્વ ત્યાગી સાધુને પણ જ્યાં સુધી પ્રમાદ અને યોગ છે ત્યાં સુધી ક્રિયા લાગે છે અને જ્યાં સુધી ક્રિયા છે ત્યાં સુધી કર્મબંધ પણ થતો રહે છે. આગમોમાં ક્રિયાઓ – ક્રિયાઓના પ્રકાર વિવિધ રૂપથી આગમોમાં ઉપલબ્ધ છે. વધારેમાં વધારે ૨૫ ક્રિયાઓ ઠાણાંગ સૂત્રના પાંચમા ઠાણામાં વર્ણવેલ છે. સૂયગડાંગસૂત્રમાં અપેક્ષાથી ૧૩ ક્રિયાઓ વર્ણવેલ છે. ભગવતી સૂત્રમાં સંક્ષિપ્તી- કરણ કરીને સમસ્ત ક્રિયાઓનો બે પ્રકારમાં સમાવેશ કરી દીધો છે. જેમ કે– ૧. સાંપરાયિક, ૨. ઈરિયાવહિ.
પ્રસ્તુત પ્રકરણમાં પ–પ કરીને કુલ ૧૦ ક્રિયાઓનું વર્ણન છે. આ પાંચ ક્રિયાઓનું બીજા આગમોમાં પણ જ્યાં જ્યાં વર્ણન આવે છે તેનો સમાવેશ ઠાણાંગમાં કહેલ ૨૫માં છે.
- ભગવતી સૂત્રમાં બતાવી દીધું છે કે કાયિકી આદિ પાંચ ક્રિયાઓ એવી છે કે મરણ પ્રાપ્ત જીવના શરીરથી પણ થનારી ક્રિયા તેને પરભવમાં પણ પહોંચી જાય છે. (દા.ત. કુલહાડી દ્વારા થઇ રહેલી હિંસાની ક્રિયા તેના હાથાના પૂર્વના વનસ્પતિકાયના જીવોને અને લોઢાના પૂર્વના પૃથ્વીકાયના જીવોને પણ લાગે છે, તે સાથે કુલહાડી ચલાવનારને તો લાગે જ છે.) સાથે જ તેને ન લાગવાનો