________________
jainology II
આગમસાર મંત્ર-તંત્ર, પીર-ફકીર, કે ભૂવા-ડાકલા નો સહારો ન લેતાં ધર્મનું શરણું જ આવી સ્થીતિમાં લેવું જોઇએ. દરદીને જેટલી સંજ્ઞા કે ભાન હોય તે પ્રમાણે તેની પાસે ધર્માચરણનું કર્તવ્ય કરાવવું જોઈએ. સાથે યોગ્ય સાયક્રેટીસ્ટ ડોકટરની દવા લેવાથી સારું થઈ જવાની શકયતા છે. અબુધ અજ્ઞાની કે ફકત જન્મ જૈન હોય તેવાને માટે આમાં મનુષ્ય ભવ હારી જવા જેવું થાય છે.
૩. વેદનીય કર્મના ૧૬ પ્રકારના વિપાક :- (૧) શાતાવેદનીય- (૧થી૫) મનોજ્ઞ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શના પદાર્થોનો સંયોગ મળવો, (૬) મનથી પ્રસન્ન રહેવાનો સંયોગ થવો, (૭) બોલવાની હેરાનગતિથી રહિત સંયોગ થવો અર્થાત્ બોલવામાં પણ આનંદ શાંતિનો સંયોગ થવો, (૮) શરીરના સુખ અથવા સેવાનો સંયોગ પ્રાપ્ત થવો. (૨) અશાતાવેદનીય– ઉપર કહેલા આઠેયનું વિપરીત પ્રાપ્ત થવું. ૪. મોહનીય કર્મના ૫ પ્રકારના વિપાક:- (૧) મિથ્યાત્વ- મિથ્થાબુદ્ધિ થવી, વિપરીત શ્રદ્ધા માન્યતા થવી.(૨) મિશ્ર મિશ્રબુદ્ધિ, મિશ્રશ્રદ્ધા માન્યતા થવી. (૩) સમ્યકત્વ મોહનીય- ક્ષાયિક સમકિત પ્રાપ્તિમાં બાધક થવું. (૪) કષાય- ૧૬ પ્રકારના કષાય ભાવોમાં પરિણામોમાં જોડાવું. (૫) નોકષાય- વેદ, હાસ્ય, ભય આદિ ૯ પ્રકારની વિકૃત અવસ્થાઓમાં જોડાવું. આ પ્રકારે મુખ્ય પાંચ પ્રકારના મોહકર્મનો વિપાક હોય છે. ૫. આયુષ્ય કર્મના ૪ પ્રકારના વિપાક:- (૧) નરકાયુ, (૨) તિર્યંચાયુ, (૩) મનુષ્યાયુ, (૪) દેવાયુ રૂપથી આયુષ્યકર્મના ચાર પ્રકારના પરિણામ છે. 5. નામકર્મના ૨૮ પ્રકારના વિપાક:- (૧) શુભનામ- (૧થી૫) પોતાના શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શનું ઈષ્ટ હોવું. આ પ્રકારે (૬) પોતાની ગતિ (ચાલ), (૭) સ્થિતિ(અવસ્થાન), (૮) લાવણ્ય, (૯) યશ, (૧૦) ઉત્થાન કર્મ, બલ, વીર્ય, પુરુષાર્થ–પરાક્રમ આદિ મન પસંદ થવું, (૧૧થી૧૪) ઇષ્ટ, કાંત, પ્રિય તેમજ મનોજ્ઞ સ્વર હોવો. (૨) અશુભનામ- ઉપર કહેલ ૧૪નું વિપરીત પ્રાપ્ત થવું. ૭. ગોત્રકર્મના ૧૬ પ્રકારના વિપાક – (૧) ઊંચગોત્ર- (૧) જાતિ, (૨) કુલ, (૩) બલ, (૪) રૂપ, (૫) તપ, (૬) શ્રત, (૭) લાભ, (૮) ઐશ્વર્ય, આ આઠનું શ્રેષ્ઠ–શ્રેષ્ઠતમ મળવું. (૨)નીચગોત્ર- ઉપરના કહેલ આઠની હલકાપણાની ઉપલબ્ધિ(પ્રાપ્તિ) થવી. ૮. અંતરાય કર્મના ૫ પ્રકારના વિપાક:- (૧) દાન, (૨) લાભ, (૩) ભોગ, (૪) ઉપભોગ, (૫) વીર્ય-પુરુષાર્થમાં બાધા ઉત્પન્ન થવી, વિધ્ધ થવા અથવા સંયોગ ન થવો. ઇચ્છા હોવા છતાં અથવા સંયોગ મળવા છતાં પણ કાર્ય ન કરી શકે, તે અંતરાય કર્મનો વિપાક-ફળ છે. વિશેષ જ્ઞાતવ્ય:(૧) મદિરા આદિ સેવનથી જ્ઞાનનો લોપ થવો, બ્રાહ્મી સેવનથી બુદ્ધિ કે સ્મરણ શક્તિ વિકસિત થવી, ખાદ્ય પદાર્થોથી નિદ્રા-અનિદ્રા, રોગ, નિરોગ થવા; ઔષધ, અને ચશમાના પ્રયોગથી દષ્ટિનું તેજ થવું વગેરે પુગલજન્ય પર નિમિત્ત કર્મવિપાક પણ હોય છે. તેમજ સ્વતઃ અવધિ આદિ જ્ઞાનનું ઉત્પન્ન ન થવું, સ્વતઃ રોગ આવી જવો વગેરે પોતાનો કર્મ વિપાક છે. (૨) બેઈન્દ્રિય જીવોને કાન, નાક, આંખનો લબ્ધિ ઉપયોગનો અભાવ હોય છે. આ પ્રકારે તેઇન્દ્રિય આદિનું પણ સમજી લેવું. કોઢ રોગથી ઘેરાયેલ શરીર અથવા લકવાથી(પક્ષાઘાત)થી ઘેરાયેલ શરીરને સ્પર્શેન્દ્રિયનો લબ્ધિ ઉપયોગ આવરિત હોય છે. જન્મથી બહેરા, અંધ, મૂંગા હોય અથવા પછી થઈ ગયા હોય તેને શ્રોત, ચક્ષુ, જીલ્લા આદિ ઇન્દ્રિયોના લબ્ધિ ઉપયોગનું આવરણ સમજવું જોઇએ. (૩) ચક્ષુ, અચક્ષુ દર્શનાવરણીયમાં સામાન્ય ઉપયોગ બાધિત હોય છે તેમજ જ્ઞાનાવરણીયમાં વિશેષ ઉપયોગ, વિશિષ્ટ અવબોધ આવરિત હોય છે. (૪) કર્મોનો ઉદય, ક્ષયોપશમ આદિ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, ભવથી પણ પ્રભાવિત હોય છે. જેમ કે ઠંડીમાં અથવા સવારે અધ્યયન
સ્મરણની સુલભતા; શાંત, એકાંત સ્થાનમાં તત્ત્વજ્ઞાનની ધ્યાનની અનુપ્રેક્ષા વિશેષ ગુણવર્ધક હોય છે નિદ્રા આવવા પર અથવા એકાગ્રચિત્ત થઈ જવા પર વેદનીય કર્મ સુસુપ્ત થઈ જાય છે. વગેરે વિવિધ ઉદાહરણ, પ્રસંગ સમજી લેવા જોઇએ. (૫) ઉત્થાન – શરીર સંબંધી ચેષ્ટા, કર્મ – ભ્રમણ–ગમન આદિ, બલ – શારીરિક શક્તિ, વીર્ય – આત્મામાં ઉત્પન થનારું સામર્થ્ય, પુરુષાકાર – આત્મજન્ય સ્વાભિમાન વિશેષ, પરાક્રમ – પોતાના કાર્ય–લક્ષ્યમાં સફળતા પ્રાપ્ત કરી લેવી, આ ઉત્થાન-કર્મ-બલ–વીર્ય-પુરુષકાર પરાક્રમનો અર્થ છે. (૬) નામ કર્મમાં- પોતાને મન પસંદ શબ્દાદિ હોવું, તે ઇષ્ટશબ્દ આદિ છે. ઈષ્ટ, કાંત આદિ સ્વરનો અર્થ છે વિણાની સમાન વલ્લભ સ્વર હોવો, કોયલની સમાન મધુર સ્વર હોવો, આ પ્રકારે બીજાઓને અભિલેષણીય સ્વર હોવો. આ ઈષ્ટ શબ્દ અને ઈષ્ટ સ્વર આદિમાં અંતર સમજવું જોઇએ. (૭) વેદનીય કર્મમાં બીજાઓના મનોજ્ઞ અમનોજ્ઞ શબ્દાદિનો સંયોગ મળતો હોય છે અને નામકર્મમાં પોતાના શરીરથી સંબંધિત શબ્દાદિ હોય છે. આ બંનેના મનોજ્ઞ અને ઇષ્ટ શબ્દોમાં તફાવત છે. (૮) ગધેડો, ઊંટ, કૂતરો વગેરે શબ્દો અનિષ્ટ હોય છે, કોયલ, પોપટ, મયૂર વગેરે શબ્દ ઈષ્ટ હોય છે.
- આ પ્રકારે આ પ્રથમ ઉદ્દેશકમાં આઠ મૂલ કર્મ પ્રકૃતિ, તેનું સ્વરૂપ, બંધ સ્વરૂપ તેમજ ઉદયના પ્રકાર અર્થાત્ કર્મફળ દેવાના પ્રકાર બતાવ્યા છે. આગળ બીજા ઉદ્દેશકમાં આઠ મૂળ કર્મ પ્રકૃતિની ઉત્તર પ્રવૃતિઓ અને તેના ભેદ-પ્રભેદોનું વર્ણન કરવામાં આવ્યું છે સાથે જ તેની સમસ્ત પ્રકૃતિઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંધ સ્થિતિઓ બતાવી છે.
બીજો ઉદ્દેશક કની ઉત્તર પ્રવૃતિઓ – આઠ કર્મોમાં જ્ઞાનાવરણીય કર્મ, આયુષ્યકર્મ અને અંતરાયકર્મની ફક્ત ઉત્તર પ્રવૃતિઓ કહેવામાં આવી છે. તેના ફરી ભેદ કહ્યા નથી. શેષ પાંચ કર્મોની ઉત્તર પ્રવૃતિઓના અનેક ભેદ કરવામાં આવ્યા છે.