________________
આગમસાર
jainology II પાપ સ્થાનોની વિરતિ તેમજ કર્મબંધઃવિરતિ – છ(ષડ) જીવનીકાય આદિ જે દ્રવ્યોમાં પાપ કરાય છે, પાપની વિરતિ પણ તેની જ અપેક્ષાએ હોય છે. અર્થાત્ ૧૫ પાપની વિરતિ સર્વ દ્રવ્યોની અપેક્ષાએ હોય છે અને હિંસા, અદત્ત, મૈથુન આ ત્રણની વિરતિ ક્રમશઃ છ કાયા, ગ્રહણ–ધારણ યોગ્ય પદાર્થ તેમજ રૂપ અને રૂપસહગત પદાર્થોની અપેક્ષાએ હોય છે.
અહીં વિરતિ ભાવ સર્વ વિરતિની અપેક્ષાએ છે, તેથી મનુષ્ય સિવાય ૨૩ દંડકમાં ૧૭ પાપથી વિરતિ હોતી નથી. ૧૮માં મિથ્યાત્વ પાપથી વિરતિ પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિયમાં નથી, શેષ ૧૬ દંડકમાં છે અર્થાત્ નારકી, દેવતા, મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં મિથ્યાત્વથી વિરતિ સમ્યગુંદષ્ટિ જીવોની હોય છે. ૧૭ પાપથી વિરતિ સંયત મનુષ્યને જ હોય છે. કર્મબંધ:- મિથ્યાદર્શનથી વિરત ત્રેવીસ દંડકના જીવ કોઈ આઠ કર્મ બાંધનારા હોય છે અને કોઈ સાત કર્મ બાંધનારા હોય છે. ૧૮ પાપના ત્યાગવાળા મનુષ્ય:- (૧) સાત કર્મ બાંધનારા, (૨) આઠ કર્મ બાંધનારા, (૩) છ કર્મ બાંધનારા, (૪) એક કર્મ બાંધનારા અને (૫) અબંધક પણ હોય છે.
સાત કર્મબંધક-આયુષ્ય કર્મ નથી બાંધતા, આઠ કર્મબંધક–બધા કર્મ બાંધે છે. છ કર્મબંધક-આયુષ્ય અને મોહકર્મ નથી. બાંધતા(દસમું ગુણસ્થાન), એક કર્મબંધક–વેદનીય કર્મ બાંધે છે(૧૧-૧૨-૧૩મું ગુણસ્થાન), અબંધક– કોઈ પણ કર્મ બાંધતા નથી (૧૪મું ગુણસ્થાન). પાપ સ્થાનોથી વિરતિ તેમજ ક્રિયા:૧૭ પાપની વિરતિમાં જીવ અને મનુષ્યમાં આરંભિકી તેમજ માયાપ્રત્યયિકી આ બે ક્રિયાની ભજના, પરિગ્રહિક આદિ ત્રણ ક્રિયા હોતી નથી.
૧૮મા મિથ્યાત્વ પાપથી વિરતિમાં જીવ મનધ્યમાં ચાર ક્રિયાની ભજના તેમજ મિધ્વાત્વની ક્રિયા હોતી નથી. બાકી ૧૫ દંડકના જીવોમાં ૪ ક્રિયાની નિયમાં હોય છે, મિથ્યાત્વની ક્રિયા હોતી નથી. આઠ દંડકમાં એક પણ પાપની વિરતિ હોતી નથી.
ક્રિયા- આશ્રવ નોંધઃ મ્યુનિસીપલ કોર્પોરેશન કતલખાનું ચલાવે છે, જેમાં રોજ સેંકડો જાનવરોની કરપીણ હત્યા થાય છે. આપણે મ્યુનિસીપલને
પીએ છીએ, મ્યુનિસીપલનું પાણી વાપરીએ છીએ, તેથી ઓછામાં ઓછી એક કોટીએ તો તેની અનુમોદના થાય જ છે. શહેરની હજારો કી.મી. લાંબી ગટરો એકબીજીથી અને દરિયા સાથે સંકળાયેલી છે. જેમાં અસંખ્ય સમુઠ્ઠીમ જીવોની વિરાધના થાય છે. શહેરી જીવન અને હવે તો ગામડાઓમાં પણ ખૂલામાં જવાને બદલે ટોયલેટજ વપરાય છે. જેના કારણે કર્મબંધનાં કારણો વધ્યા છે. દેશ આખાની ઈલેકટ્રીક સંકળાયેલી છે. રેલ્વેની ટીકીટ લેતાં કે મુસાફરી કરતાં આખા તંત્રની અનુમોદના થઈ જાય છે. આથી અગ્નિ કાયનાં મહાઆરંભની અનુમોદના થાય છે. આવા આ શહેરી જીવનમાં સમકિત પણ ટકવું કઠીન છે.
અમે કોઈજ પાપનું કામ નથી કરતાં, અમે સારા થવામાં માનીએ છીએ. આવા વાકયો બોલનાર ખરેખર તો ક્રિયા-આશ્રવ I અજાણ છે. આરંભ-હિંસા કરવી. સંરંભ-હિંસાનો સંકલ્પ કે કલ્પના કરવી. સમારંભ-આરંભ સરખું એટલે કે હિંસા કરાવવી, કરતાનું અનુમોદન કરવું તથા હિંસાની સંકલ્પના કરવી.
નાનું પ્રતિક્રમણ શહેરી વ્યસ્ત જીવનમાં જે લોકો સવારનાં પ્રતિક્રમણ નથી કરી શકતાં, તેમના માટે નિંદાવિધિ અને સુતી વખતે રાત્રીવિધિ બે નાના પ્રતિક્રમણનાં પ્રકાર કહી શકાય. કોઈ દોષ લાગે કે અશુભ ભાવ થાય તો તુરંતજ તેનું મિચ્છામીદુક્કડમ કે પ્રતિક્રમણ તેના અનુસંધાનનાં સૂત્રપાઠથી કરી લેવું. સૂત્રપાઠો જેને ન આવડતાં હોય તેણે પણ ભાવપૂર્વક પાપની નિંદા ગહ કરી, પ્રતિક્રમણ કરી લેવું. પાપથી પાછા હઠવું એ પ્રતિક્રમણ. ઈરિયાવહિનો ત્રીજો પાઠ, ક્ષમણસૂત્ર પહેલું, ચોથું, પાંચમું તથા ઈચ્છામિ પડિકણું જો મે દેવસિયો અઈયારો ક્યો – નાં પાઠના આધારથી નાનું પ્રતિક્રમણ કરી શકાય.
ત્રેવીસમું કર્મ પ્રકૃતિ પદ – પ્રથમ ઉદ્દેશક કમૅ ગ્રંથ-૧] મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, આ પાંચમાંથી કોઈ પણ નિમિત્તથી આત્મામાં જે અચેતન દ્રવ્ય આવે છે, તે કર્મ દ્રવ્ય છે. રાગદ્વેષના સંયોગથી તે આત્માની સાથે બંધાઈ જાય છે. સમય પાકતા તે કર્મ પોતાના સ્વભાવ અનુસાર ફળ આપે છે. રાગદ્વેષ જનિત માનસિક પ્રવૃત્તિ અનુસાર ક્રોધાદિ કષાય વશ શારીરિક વાચિક ક્રિયા થાય છે, તે દ્રવ્ય કર્મોપાર્જનનું કારણ બને છે. વસ્તુતઃ કષાય પ્રેરિત અથવા કષાય રહિત મન વચન કાયાની પ્રવૃત્તિથી જ આત્મામાં કર્મોનું આગમન થાય છે. તે કર્મ પરમાણુનો ચાર પ્રકારે બંધ થાય છે. (૧) પ્રકૃતિબંધ – આત્માના જ્ઞાન આદિ ગુણોને ઢાંકવારૂપ અથવા સુખદુઃખ દેવા રૂપ મુખ્ય આઠ પ્રકારના સ્વભાવોનો બંધ “પ્રકૃતિ બંધ' કહેવાય છે. (૨) સ્થિતિબંધ - કર્મોના વિપાકની–ફળ દેવાની અવધિનો નિશ્ચય કરવો, બંધ કરવો સ્થિતિબંધ' કહેવાય છે. (૩) અનુભાગબંધ - કર્મરૂપમાં ગ્રહણ કરેલા પુદ્ગલોની ફળ દેવાની શક્તિનું તીવ્ર મંદ થવું ‘અનુભાગ બંધ' કહેવાય છે.
સ્વભાવવાળા કર્મપ્રદેશોની સંખ્યાન નિર્ધારણ થર્વ આત્માની સાથે બંધ થવો “પ્રદેશબંધ' કહેવાય છે. આઠકર્મ પ્રકૃતિ:- કર્મોના સ્વભાવથી જ તેનું વિભાજન વર્ગીકરણ કરવામાં આવે છે. તેથી પ્રકૃતિની અપેક્ષાએ કર્મોના મુખ્ય આઠ પ્રકાર છે અર્થાત્ કર્મોની મૂળ પ્રકૃતિ આઠ છે. જેમ કે(૧) જ્ઞાનાવરણીય - આત્માના જ્ઞાનગુણને ઢાંકનારા. (૨) દર્શનાવરણીય:- દર્શનગુણ તેમજ જાગૃતિને રોકનારા. (૩) વેદનીય:- સુખદુઃખની વિભિન્ન અવસ્થાને આપનારા.