________________
આગમસારે
jainology 11
65 ઉપાય પણ એ બતાવી દીધો છે કે મરણ સમય નજીક જાણીને આ શરીરનો ત્યાગ કરી દેવો જોઈએ, તેના પરથી મમત્વ હટાવીને તેને વોસરાવી દેવું જોઇએ.
કાયિકી આદિ પાંચ ક્રિયાઓ - (૧) કાયિકી - શરીરની સૂક્ષ્મ-બાદર પ્રવૃત્તિઓથી થનારી ક્રિયા. તેના બે પ્રકાર છે, જેમ કે અનુપરત– (પ્રવૃત્તિનો અત્યાગ), દુષ્પવૃત્ત. (૨) અધિકરિણિકી – દૂષિત અનુષ્ઠાનથી, જીવોના શસ્ત્રભૂત અનુષ્ઠાનથી થનારી ક્રિયા. તેના બે પ્રકાર છે– ૧. શસ્ત્રભૂત મન કે શસ્ત્રભૂત પદાર્થોના સંયોજન રૂ૫, ૨. શસ્ત્ર ભૂત મન અથવા પદાર્થોની નિષ્પત્તિરૂપ. (૩) પ્રષિકી - અકુશલ પરિણામથી થનારી ક્રિયા. તેના ત્રણ પ્રકાર છે– ૧. પોતાના પર, ૨. બીજાપર, ૩. બંને ઉપર. (અશુભ વિચારો કરવાથી). (૪) પરિતાપનિકીઃ કષ્ટ પહોંચાડવાથી, અશાતા ઉત્પન્ન કરવાથી થનારી ક્રિયા તે પણ સ્વપરની અપેક્ષાથી ત્રણ પ્રકારની હોય છે. (૫) પ્રાણાતિપાતિકી :- કષ્ટ પહોંચાડવાની સીમાનું અતિક્રમણ થઈને જીવોના પ્રાણોનો નાશ થઈ જવાથી અર્થાત્ તેનું મૃત્યુ થઈ જવાથી લાગનારી ક્રિયા. તે પણ સ્વ, પર, ઉભયની અપેક્ષાએ ત્રણ પ્રકારની છે. ક્રિયાઓ પર અનુપ્રેક્ષા:- પ્રથમની ત્રણ ક્રિયાઓ સ્વરૂપમાં એટલી સૂક્ષ્મતમ છે કે સંસારના સમસ્ત જીવોને પ્રતિસમય નિરંતર લાગતી રહે છે. અપ્રમત્ત અવસ્થા પછી દશમાં ગુણસ્થાન સુધી આ ત્રણે ક્રિયાઓનું અસ્તિત્વ માનવામાં આવ્યું છે. પાછલી બે ક્રિયાઓ તદઅર્થક પ્રવૃત્તિ થવા પર અથવા કરવા પર જ લાગે છે. અન્ય સમયમાં અથવા અન્ય જીવોથી બંને ક્રિયાઓ લાગતી નથી. પોતાને મારવા પીટવા અથવા શસ્ત્ર પ્રહાર આદિ કરવાથી પોતાના નિમિત્તે પરિતાપનિકી ક્રિયા લાગે છે. તેમજ આત્મઘાત. કરવાથી સ્વનિમિત્તક પ્રાણાતિપાતિકી ક્રિયા લાગે છે. પાછલી બંને ક્રિયાઓ છઘસ્થોને આભોગ(મનસહિત) તેમજ અનાભોગ(વિના મને) બંને પ્રકારે લાગી જાય છે અર્થાત્ સંકલ્પ વિના કોઈ જીવને કષ્ટ થઈ જાય અથવા તે મરી જાય તો પણ ચોથી પાંચમી ક્રિયા લાગે છે.
વીતરાગ અવસ્થામાં આ પાંચ ક્રિયાઓનો નિષેધ છે. ત્યાં માત્ર એક ઇરિયાવહિ ક્રિયા જ કહી છે. જેને પ્રથમ કાયિકી ક્રિયામાં એક અપેક્ષાથી લક્ષિત કરવામાં આવે છે કારણ કે ઇરિયાવહિ ક્રિયા પણ કાયાની સૂક્ષ્મ બાદર પ્રવૃત્તિઓથી જ સંબંધિત છે. તો પણ તેનો અલગાવ એટલા માટે આવશ્યક છે કે ઇરિયાવહિ ક્રિયામાં કાયિકક્રિયાની સમાન અનુપરત અને દુષ્પવૃત્ત આ બે વિભાગ થઈ શકતા નથી. આ બંનેથી સ્વતંત્ર જ અવસ્થા ઇરિયાવહિ ક્રિયાની વીતરાગ આત્માઓને હોય છે.
વીતરાગ છધસ્થ આત્માઓને પંચેન્દ્રિય પ્રાણી પગની નીચે એકાએક દબાઈ જાય તો પણ પરિતાપનિકી અથવા પ્રાણાતિપાતિકી ક્રિયા લાગતી નથી, કેવલ ઇરિયાવહિ ક્રિયા જ લાગે છે. તેમજ પરિતાપ અથવા હિંસ કેવલ ઇરિયાવહિ ક્રિયા નિમિત્તક અતિઅલ્પ બે સમયનો શાતાવેદનીય કર્મનો બંધ થાય છે. ક્રિયા નિમિત્તક પાપ અને તેનો વિષય:- પાપ અઢાર છે જેમ કે ૧ પ્રાણાતિપાત યાવત્ ૧૮ મિથ્યાદર્શન શલ્ય.
છ જવનિકાય અર્થાત્ છ કાયાના જીવ પ્રાણાતિપાતનો વિષય છે. ગ્રહણ ધારણ યોગ્ય પદાર્થ અદત્તાદાનના વિષયરૂપ છે. રૂપ અને રૂપ સહગત પદાર્થ મૈથુન-કુશીલના વિષયભૂત છે. અર્થાત્ મૈથુન ક્રિયાને કારણભૂત અધ્યવસાય ચિત્ર, ચલચિત્ર, મૂર્તિ, પૂતળા આદિ રૂપોમાં અથવા સાક્ષાત સ્ત્રી આદિના વિષયમાં હોય છે. બાકી ૧૫ પાપ સર્વ દ્રવ્ય (૬ દ્રવ્ય)નો વિષય કરે છે. ૨૪ દંડકમાં ક્રિયા - આ અઢાર પાપસ્થાનોથી ૨૪ દંડકના જીવોને ક્રિયાઓ લાગે છે. અહીંયા ભલામણ પાઠ છે જેથી એકેન્દ્રિય આદિમાં પણ ૧૮ પાપ ગણ્યા છે. તે અવ્યક્ત ભાવની અપેક્ષા તેમજ અવિરતભાવની અપેક્ષા સમજી શકાય છે. વ્યક્તભાવની અપેક્ષા તો જેને મન તેમજ વચનનો યોગ નથી, ચલુ તેમજ ચક્ષુનો વિષય નથી તેના મૃષાવાદ મૈથુન આદિ પાપ દષ્ટિગોચર થતા નથી. સક્રિય અક્રિય – જીવ અને મનુષ્ય સક્રિય પણ હોય છે અને અક્રિય પણ હોય છે. બાકી ૨૩ દંડકના જીવ સક્રિય જ હોય છે, અક્રિય હોતા નથી. જીવ પણ મનુષ્યની અપેક્ષા અને મનુષ્ય પણ ૧૪માં ગુણસ્થાનની અપેક્ષા અક્રિય હોય છે. સિદ્ધ બધા અક્રિય છે. કાયિકી આદિ ક્રિયા ૨૪ દંડકમાં – ચોવીસે દંડકમાં કાયિકી આદિ પાંચે ક્રિયાઓ હોય છે. એક જીવમાં એક સમયમાં કયારેક ત્રણ, કયારેક ચાર તેમજ કયારેક પાંચ ક્રિયા હોય છે. મનુષ્યમાં કયારેક ત્રણ, કયારેક ચાર,ક્યારેક પાંચ તેમજ કયારેક અક્રિય પણ હોય છે
નારકી, દેવતાથી કોઈને પણ પ્રાણાતિપાતિકી ક્રિયા લાગતી નથી, તેથી તેની અપેક્ષા ત્રેવીસ દંડકના જીવોને ક્યારેક ત્રણ ક્રિયા અને કયારેક ચાર ક્રિયા લાગે છે. મનુષ્યમાં ક્યારેક ત્રણ ક્રિયા, ક્યારેક ચાર ક્રિયા લાગે છે તેમજ ક્યારેક અક્રિય પણ હોય છે.
ઔદારિકના દશ દંડકોની અપેક્ષા ૨૩ દંડકના જીવોને ક્યારેક ત્રણ,કયારેક ચાર ક્રિયા, કયારેક પાંચ ક્રિયા લાગે છે. મનુષ્યમાં અક્રિયનો વિકલ્પ અધિક છે. એક જીવને એક જીવની અપેક્ષા, એક જીવને અનેક જીવની અપેક્ષા, અનેક જીવને એક જીવની અપેક્ષા અને અનેક જીવને અનેક જીવની અપેક્ષા પણ ૩-૪-૫ ક્રિયાનું કથન સમજી લેવું. ચોથા વિકલ્પમાં કયારેક ત્રણ, ક્યારેક ચાર એવું ન કહેતાં ત્રણ પણ, ચાર પણ, એવું કથન કરવું જોઇએ. ક્રિયામાં ક્રિયાની નિયમા ભજના:
ક્રમ ક્રિયા | નિયમો ભજના ૧ | કાયિકી બીજી, ત્રીજી | ચોથી, પાંચમી
અધિકરણિકી | પહેલી, ત્રીજી ચોથી, પાંચમી પ્રાષિકી પહેલી, બીજી ચોથી, પાંચમી
|
| છ