________________
આગમચાર– ઉતરાર્ધ
(૪) મોહનીય – આત્માને મોહ બુદ્ધિ બનાવીને કુશ્રદ્ધા, કુમાન્યતા અસદાચરણોમાં કષાયોમાં તેમજ વિકારોમાં પલટાવનારા. (૫) આયુષ્ય:- કોઈ ને કોઈ સાંસારિક ગતિમાં ભવસ્થિતિ સુધી જબરદસ્તીથી રોકી રાખનારા. (૬) નામકર્મ - દૈહિક વિચિત્ર અવસ્થાઓને પ્રાપ્ત કરાવનારા. સુંદર–ખરાબ, શક્તિસંપન-નિર્બળ શરીરોને તેમજ વિભિન્ન સંયોગોને પ્રાપ્ત કરાવનારા. (૭) ગોત્રકર્મ – ઊંચ-નીચ જાતિ કુલ તેમજ હીનાધિક બલ, રૂપ આદિ પ્રાપ્ત કરાવનારા. (૮) અંતરાય:- દાન, લાભ, ભોગ, ઉપભોગ આદિમાં બાધક અવસ્થાઓને ઉત્પન કરાવનારા. કર્મબંધ પરંપરા તેમજ મુક્તિ - એક કર્મના ઉદયથી બીજા કર્મનો ઉદય પ્રાપ્ત થતો રહે છે. કર્મોના ઉદયથી જીવની મતિ અને પરિણતી તેવી થતી રહે છે. અર્થાત્ કર્મનો ઉદય અન્ય ઉદયને પ્રેરિત કરે છે અને ઉદયથી આત્માની પરિણતિ પ્રભાવિત થાય છે. પરિણતિની તારતમ્યતાથી ફરી નવા કર્મોનો બંધ થતો રહે છે આ પ્રકારે આઠ પ્રકારના કર્મ બંધનથી અને ઉદયથી આ સંસાર ચક્ર ચાલતું રહે છે.
જો આત્મા પોતાની વિશિષ્ટજ્ઞાન-વિવેક શક્તિથી સશક્ત બની જાય તો તે કર્મોદય પ્રેરિત બુદ્ધિ તેમજ તેવી પરિણતિવાળો ન થતા સજાગ રહે છે તેમજ પૂર્ણ વિવેક સાથે કર્મ બંધન પરંપરાને અવરુદ્ધ કરવામાં સફલ થઈ જાય છે. ત્યારે ક્રમથી કર્મોથી મુક્ત બનતો જાય છે. નવા કર્મબંધ ઓછા થાય છે. તેનું ફળ પણ ઓછું થઈ જાય છે તેથી એક દિવસ કર્મોનો પ્રભાવ પૂર્ણરૂપથી ધ્વસ્ત–નષ્ટ થઈ જાય છે અને આત્મા સદાને માટે કર્મોથી તેમજ કર્મબંધ અને તેના ફળ ભોગવવાથી દૂર થઈ જાય છે અર્થાત્ પૂર્ણરૂપે મુક્ત થઈ જાય છે. તે શાશ્વત સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી લે છે. કર્મોનું વેદન તેમજ કર્મફળના પ્રકાર - ૨૪ દંડકના સમસ્ત જીવ જ્ઞાનાવરણીય આદિ આઠે ય કર્મોનું વેદન કરે છે. તે કર્મ સ્વયં જીવના દ્વારા બાંધેલા અને સંચિત કરેલા હોય છે અને તે સ્વતઃ વિપાકને-ઉદયને પ્રાપ્ત થાય છે. આ રીતે તે કર્મ જીવથી જ કૃત, નિવર્તિત તેમજ પરિણામિત હોય છે, સ્વતઃ ઉદીરિત હોય છે અથવા પરથી પણ ઉદારિત હોય છે, તેમજ તેને યોગ્ય ગતિ, સ્થિતિ, ભવને પ્રાપ્ત થઈને તે કર્મ પોતાના વિશિષ્ટ ફળને પ્રગટ કરે છે. જેમ કે- નરક ગતિને પ્રાપ્ત થતાં વિશિષ્ટ અશાતા વેદનીય, મનુષ્ય-તિર્યંચ ભવમાં વિશિષ્ટ નિદ્રા, દેવભવમાં વિશિષ્ટ સુખ આદિ અનુભવ કરાવે છે. આઠે કર્મોના વિપાકના અનેક પ્રકાર છે જેમકે૧. જ્ઞાનાવરણીય કર્મના ૧૦ પ્રકારના વિપાક – જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ તેમજ કેવલ આ પાંચે પ્રકારના જ્ઞાનનું આવરણ હોય છે. પ્રસ્તુતમાં જ્ઞાનાવરણીયના વિપાક દર્શાવતાં મતિજ્ઞાનવરણીયના પરિણામ રૂ૫ ૧૦ પ્રકાર કહ્યા, છે. જે પાંચ ઇન્દ્રિયોથી સંબંધિત છે.
જોકે દ્રવ્યેન્દ્રિયો નામ કર્મથી સંબંધિત છે તો પણ ભાવેદ્રિયનો સંબંધ જ્ઞાનાવરણીયથી છે. ઉપકરણરૂપ જે બાહ્ય આત્યંતર શ્રોતેન્દ્રિય(કાન) છે તે નામ કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે. તેમજ તેની લબ્ધિ અને ઉપયોગ ભાવેન્દ્રિય છે, તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. તેનું (ભાવેન્દ્રિયનું) આવરણ થવું તે જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી થાય છે. તેના ક્ષયોપશમની પ્રાપ્તિ તે "લબ્ધિ' રૂપ છે અને તેનાથી પ્રાપ્ત વિષયમાં ઉપયુક્ત થવું, તે વિષયને સારી રીતે ગ્રહણ કરવું, સમજવું તે “ઉપયોગ' રૂપ છે.
(૧થી૫) પાંચ ઇન્દ્રિયોના ક્ષયોપશમને આવરિત(બાધિત) કરવું. (૬થી૧૦) પાંચ ઇન્દ્રિયોના ઉપયોગને અર્થાત્ તેનાથી થનારા જ્ઞાનને બાધિત કરવું. આ દશ પ્રકારનો વિપાક જ્ઞાનાવરણીય કર્મના ઉદયનો બતાવી દીધેલ છે. આ કર્મના ઉદયથી જીવ જાણવા યોગ્યને પણ જાણી શકતો નથી, જાણવાની ઇચ્છા હોવા છતાં પણ જાણી શકતો નથી અને જાણીને પણ ફરી જાણી શકતો નથી અર્થાત્ ઉપયોગ કરી શકતો નથી. તેનું પૂર્વનું તે જ્ઞાન નાશ થઈ જાય છે. ૨. દર્શનાવરણીય કર્મના ૯ પ્રકારના વિપાક:- (૧ થી ૪) ચક્ષુ, અચકું, અવધિ અને કેવલ આ ચાર દર્શનને બાધિત કરવા. (૫) નિદ્રા –સામાન્ય સ્વાભાવિક નીંદર આવવી (૬) નિદ્રા-નિદ્રા-પ્રગાઢ નિદ્રા આવવી (૭) પ્રચલા –બેઠા-બેઠા નીંદર આવવી (૮) પ્રચલા–પ્રચલા –ચાલતાં-ચાલતાં નીંદર આવવી (૯) સ્વાનદ્ધિ નિદ્રા-મહાનિદ્રા આવવી. દિવસમાં વિચારેલા કે ચિંતવેલા. અસાધારણ કાર્ય રાતમાં ઉઠીને જે નિદ્રામાં જ કરી લે તેમજ ફરીને તે વ્યક્તિ સૂઈ જાય છે. આ નવ પ્રકારના દર્શનાવરણીય કર્મના ઉદય જન્ય વિપાક છે. આ કર્મના ઉદયથી જીવ જોવા યોગ્ય પદાર્થોને જોઈ શકતો નથી. જોવા ઇચ્છે તો પણ જોઈ શકતો નથી અને જોઈને પણ પછી નથી જોતો એટલે કે ભૂલી જાય છે.
વળગાળ – થિસંધી નિદ્રા દર્શનાવરણીય કર્મનો પ્રકાર નિંદ્રા અને તેનો પ્રકાર સ્તાનગધિ નિંદ્રા અને તેનો પણ એક પ્રકાર, આ ડીપ્રેશન છે અથવા જેને વળગાળ માનવામાં આવે છે. જેમાં શરીરમાં અનેક ઘણું બળ આવી જાય છે, અથવા ચિતભ્રમ દશા હોય છે. મગજ અસ્થિર થવાથી સમયકત્વ પણ ટકતું નથી. આ સ્થિતિ માં આયુષ્યનો બંધ પડે તો જીવની અવગતી થવાની શકયતા છે. નરકમાં જવાની વાત શાસ્ત્રોમાં વજરુષભ નારી સંઘયણ વાળાઓ માટે કહી છે. સામાન્ય રીતે શ્રાવકોને ન હોય, તેટલા મધ્યમ(મોટા) કદનું આ મોહનીય કર્મ પણ છે. સંક્રમણથી બધાજ કર્મોનો વિપાક ઉદય હોય છે. એક પ્રકારની સ્તાનગધિ નિંદ્રા અને એ નિંદ્રામાં (જાગતાં) આવતાં સ્વપ્ન, એટલેજ વળગાળ કે ભૂતપિશાચનો શરીરમાં પ્રવેશ કહેવાય છે. કોઈ મિથ્યાત્વી દેવ કે યક્ષનો શરીર પ્રવેશ આમાં જવલેજ હોય છે. દેવ કે યક્ષ પણ શરીર પ્રવેશ તો ક્ષણ માત્રજ કરે છે. ત્યાર પછી તે મગજમાં તેવા પ્રકારના પુદગલો પ્રક્ષેપ(ઇનજેકટ) કરી ચાલી જાય છે. આ પુદગલોથી થયેલા ઉનમાદનાં કારણે ભકતો ઠેકડા મારી ને નાચે છે. પોતાના મનમાં ઉઠતા તરંગો કહે છે. કોઇ પ્રક્ષેપ કરાયેલા અશુભ પુદગલોની અસર વધારે સમય સુધી પણ રહે છે. પણ કાયમની અસર તો મગજને ક્ષતિ પહોંચી હોય તો જ રહે છે.બહુધા તો એ શરીરની માનસીક બીમારી હોય છે આંખમાં જામર આવવાથી જેમ દેખાતું નથી તેમ મગજમાં કેમીકલનો સ્ત્રાવ થવાથી વિચાર અવ્યવસ્થીત થઈ જાય છે.