________________
jainology II
73
આગમસાર
જેનો સમુચ્ચય જીવમાં જઘન્ય બંધ અંતર્મુહૂર્ત આદિ છે, તે મનુષ્યમાં પણ તેટલો જ છે. જેનો જઘન્ય બંધ સાગરોપમમાં છે, તેનો મનુષ્યમાં અંતઃ ક્રોડાક્રોડી સાગરોપમ છે. આયુબંધ સંજ્ઞીમાં
નારકી—દેવતામાં— તિર્યંચાયુબંધ જઘન્ય અંતર્મુહૂર્ત + ૬ માસ, ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વ + ૬ માસ. મનુષ્યાયુ બંધ જઘન્ય અનેક માસ (અથવા અનેક વર્ષ) + ૬ માસ, ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વ + ૬ માસ. તિર્યંચમાં- ત્રણ ગતિનું આયુષ્ય સમુચ્ચયની સમાન તેમજ દેવાયુબંધ ઉત્કૃષ્ટ ૧૮ સાગરોપમ + ૧/૩ કરોડ પૂર્વ છે. મનુષ્યમાં ચારે ગતિનું આયુષ્ય સમુચ્ચયની સમાન છે. જઘન્ય કર્મ બંધક :– આયુકર્મ– અસંક્ષેપદ્મા (અંતિમ અંતર્મુહૂર્ત) પ્રવિષ્ટ જીવ સર્વ જઘન્ય આયુષ્ય બંધ કરે છે. મોહકર્મ– આઠમા નવમા ગુણ સ્થાનવાળા મનુષ્ય સર્વ જઘન્ય મોહકર્મનો બંધ કરે છે.
શેષ છ કર્મ :- દશમા ગુણ સ્થાનવાળા સર્વ જઘન્ય બંધ કરે છે.
-:
ઉત્કૃષ્ટ કર્મબંધક : સંશી પંચેન્દ્રિય પર્યાપ્ત, જાગૃત, સાકારોપયુક્ત, મિથ્યાદષ્ટિ, કૃષ્ણલેશી, ઉત્કૃષ્ટ સંકિલષ્ટ પરિણામી અને કંઈક ન્યૂન (મધ્યમ) સંક્લિષ્ટ પરિણામી નારકી, દેવતા—દેવી, કર્મભૂમિ તિર્યંચ—તિર્યંચાણી, મનુષ્ય મનુષ્યાણી ઉત્કૃષ્ટ સાતે કર્મનો બંધ કરે છે.(નોંધ : પુણ્યના ઉદયથી મળેલ સંશિપણામાં, પંચેન્દ્રીયપણામાં સર્વોતકૃષ્ટ કર્મબંધ થાય છે. વિશિષ્ટ બુધ્ધિમતિ IQ ધરાવતા લોકો વધારે કર્મોનો બંધ કરી શકે છે.પુણ્યના ઉદયને પચાવવું મુશકેલ છે.)
આયુષ્ય કર્મ : :- ૧. કર્મભૂમિ સંશી તિર્યંચ-મનુષ્ય(પુરુષ), પર્યાપ્ત, જાગૃત સાકારોપયુક્ત, મિથ્યાદષ્ટિ, પરમ કૃષ્ણલેશી, ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ પરિણામી જ ઉત્કૃષ્ટ ૩૩ સાગર નરકના આયુષ્યનો બંધ કરે છે. ૨. તથા મનુષ્ય સમ્યગ્દષ્ટિ, શુક્લલેશી, અપ્રમત્ત સંયત વિશુદ્ધ પરિણામી પણ ૩૩ સાગર સર્વાર્થસિદ્ધ અણુત્તર વિમાનના આયુષ્યનો બંધ કરે છે, અર્થાત્ મનુષ્ય નરક દેવ બંનેનો ઉત્કૃષ્ટ આયુષ્ય બંધ કરે છે. ૩. મનુષ્યાણી પર્યાપ્ત, જાગૃત, સમ્યગ્દષ્ટિ, શુક્લલેશી, અપ્રમત્ત સંયત, ઉત્કૃષ્ટ ૩૩ સાગર સર્વાર્થસિદ્ધ અણુત્તર વિમાનના આયુષ્યનો બંધ કરે છે, નારકીનો ઉતકૃષ્ટ આયુબંધ સ્ત્રીવેદમાં થતો નથી.
ગુણસ્થાનો પર બંધ ઉદય ઉદીરણા સત્તા [કમૅ ગ્રંથ–૨]
૧ બંધ વિચાર :-સમુચ્ચય ૧૨૦ પ્રકૃતિના બંધ હોય છે. ૧૪૮માંથી ૨૮ કાઢી. ૫ બંધન ૫ સંઘાતન ૧૬ વર્ણાદિ, સમકિત, મિશ્ર મોહનીય, આ ૨૮નો બંધ થતો નથી.
૧. પહેલા ગુણસ્થાનમાં :– ૧૧૭ પ્રકૃતિના બંધ હોય છે. ૧૨૦માંથી આહારકદ્ધિક અને તીર્થંકર નામ આ ૩ ઓછા થયા.
૨. બીજા ગુણસ્થાનમાં :- ૧૦૧ પ્રકૃતિનો બંધ. ૧૧૭માંથી ૧૬ પ્રકૃતિ કાઢી. જાતિ ચતુષ્ક, સ્થાવર ચતુષ્ક, નપુંસક ચતુષ્ક, નરક ત્રિક, આતપ નામ, આ ૪+૪+૪+૩+૧ ઊ ૧૬.
૩. ત્રીજા ગુણસ્થાનમાં :– ૭૪ પ્રકૃતિનો બંધ હોય છે. ૧૦૧માંથી ૨૭ કાઢી ત્યારે ૭૪ રહી. અનંતાનુબંધી ચૌક, મધ્યમના ચાર સંઘયણ, ચાર સંઠાણ, દુર્ભગત્રિક, નિંદ્રા ત્રિક, તિર્યંચ ત્રિક, નીચ ગોત્ર, ઉદ્યોત નામ, અશુભ વિહાયોગતિ, સ્ત્રી વેદ, મનુષ્યાયુ, દેવાયુ. આ ૪+૪+૪+૩+૩+૩+૧+૧+૧+૧+૧+૧+ ઊ ૨૭.
૪. ચોથા ગુણસ્થાનમાં :- ૭૭ પ્રકૃતિનો બંધ હોય છે. ૭૪ પૂર્વની અને મનુષ્યાય, દેવાયુ, તીર્થંકર નામ, આ ૩ વધવાથી ૭૭ થઈ. ૫. પાંચમા ગુણસ્થાનમાં :– ૬૭ પ્રકૃતિનો બંધ હોય છે. ૭૭માંથી ૧૦ કાઢી. અપ્રત્યાખ્યાની ચૌક, મનુષ્ય ત્રિક, ઔદારિક દ્વિક, વજ્રઋષભનારાચ સંઘયણ. આ ૪+૩+ર+૧ ઊ ૧૦ કાઢી.
૬. છઠ્ઠા ગુણસ્થાનમાં :– ૬૩ પ્રકૃતિનો બંધ હોય છે. ૬૭માંથી પ્રત્યાખ્યાની ચૌક નીકળ્યો.
૭. સાતમા ગુણસ્થાનમાં :– ૫૯ અને ૫૮ પ્રકૃતિનો બંધ હોય છે. અતિ, શોક, અસાતાવેદનીય, અસ્થિર, અશુભ, અયશોકીર્તિ, આ ૬ નીકળ્યા અને આહારક દ્વિક વધ્યા ત્યારે ૬૩-૬ ઊ ૫૭ + ૨ ઊ ૫૯, દેવાયુના બંધ છટ્ટે ગુણસ્થાનમાં શુરુ કર્યું હોય તો સાતમા ગુણસ્થાનમાં હોય છે. આ માટે ૫૯ અને દેવાયુનો બંધ શરુ ન કર્યું હોય તો ૫૮ પ્રકૃતિનો બંધ.
૮. આઠમા ગુણસ્થાનમાં :– આ ગુણસ્થાનમાં સાત ભાગ છે. પહેલા ભાગમાં ૫૮ પ્રકૃતિનો બંધ. બીજાથી છઠ્ઠા ભાગ સુધી ૫૬ પ્રકૃતિનો બંધ હોય છે, બે નિદ્રા ઘટી. ૭મા ભાગમાં ૨૬નો બંધ હોય છે, ૩૦ પ્રકૃતિ ઘટી. યથા- સુરદ્ધિક, પંચેન્દ્રિયજાતિ, શુભવિહાયોગતિ, ત્રસનવક (યશોકીર્તિને છોડીને), શરીર ચતુષ્ક, ઔદારિક છોડીને) અંગોપાંગ દ્વિક (વૈક્રિય અને આહારક), પ્રથમ સંસ્થાન, વર્ણચતુષ્ક, પ્રત્યેક નામની ૬ પ્રકૃતિ (અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, જનનામ, નિર્વાણનામ) આ કુલ ૨+૧+૧+૯+૪+૨+૧+૪+૬ ઊ ૩૦ પ્રકૃતિ ગઈ. ૫ જ્ઞાનાવરણીય, ૫ અંતરાય, ૪ દર્શનાવરણીય, હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા, સંજ્વલચતુષ્ક, સાતાવેદનીય, ઉચ્ચગોત્ર, યશોકીર્તિ, પુરુષ વેદ. આ કુલ ૫+૫+ ૪+૧+૧+૧+૧+૪+૧+૧+૧+૧ ઊ ૨૬નો
બંધ છે.
(૯) નવમા ગુણસ્થાનમાં :– એના ૫ ભાગ છે. પહેલા ભાગમાં ૨૨ પ્રકૃતિનો બંધ થાય છે. હાસ્યાદિ ૪ ઘટી. બીજા ભાગમાં ૨૧, એક પુરુષ વેદ ઘટયો. ત્રીજામાં ક્રોધ છોડીને ૨૦નો બંધ. ચોથા ભાગમાં માન છોડીને ૧૯ પ્રકૃતિનો બંધ. પાંચમા ભાગમાં માયા છોડીને ૧૮ પ્રકૃતિનો બંધ થાય છે.
(૧૦) દસમા ગુણસ્થાનમાં ઃ– ઉપરોક્ત ૧૮ પ્રકૃતિમાંથી સંજ્વલન લોભ વર્જીને ૧૭ પ્રકૃતિનો બંધ થાય છે. (૧૧,૧૨,૧૩) ગુણસ્થાનમાં :– માત્ર સાતા વેદનીયનો બંધ થાય છે, ૧૬ ઘટી. જ્ઞાનાવરણીયાદિ ત્રણ કર્મની ૧૪ તથા યશોકીર્તિ, ઉચ્ચગૌત્ર એમ કુલ ૧૬ જાય. ૧૪મા ગુણસ્થાનમાં બંધ થતો નથી.
=
૨. ઉદય વિચાર ઃ
-
સમુચ્ચય ૧૨૨ પ્રકૃતિનો ઉદય હોય છે– ૧૨૦ પહેલાંની તથા સમકિત મોહનીય અને મિશ્ર મોહનીય આ બે વધી. (૧) પહેલા ગુણસ્થાનમાં :– ૧૧૭ પ્રકૃતિનો ઉદય. બંધની સમાન.
(૨) બીજા ગુણસ્થાનમાં :– ૧૧૧ પ્રકૃતિનો ઉદય, ૧૧૭માંથી ૬ ઘટી મિથ્યાત્વ મોહનીય વૈક્રિય પંચક.