________________
jainology II
આગમસાર
અસંશી આયુષ્ય- અસંશી તિર્યંચ પંચેન્દ્રિય ચારેગતિનું આયુષ્ય બાંધે છે. નરકમાં–પ્રથમ નરકનું, દેવમાં–ભવનપતિ, વ્યંતરનું, તિર્યંચમાં–ખેચર જુગલિયા તિર્યંચ સુધીનું, તેમજ મનુષ્યમાં અંતર્દીપના યુગલિક મનુષ્ય સુધીના આયુષ્યનો બંધ કરે છે. ચારેગતિમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગનો ઉત્કૃષ્ટ આયુષ્યનો બંધ કરે છે. પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ સર્વ જગ્યાએ સમાન નથી, તેમાં અંતર છે. તેનું અલ્પબહુત્વ આ પ્રકારે છે.
બધાથી થોડું દેવ અસંજ્ઞી આયુષ્ય, તેનાથી મનુષ્ય અસંજ્ઞી આયુષ્ય અસંખ્યાતગણું, તેનાથી તિર્યંચ યોનિક અસંજ્ઞી આયુષ્ય અસંખ્યાતગણું, તેનાથી નૈરયિક અસંજ્ઞી આયુષ્ય અસંખ્યાતગણું.
તાત્પર્ય એ છે કે અસંજ્ઞી તિર્યંચ દેવતાનું આયુષ્ય અતિઅલ્પ ઉપાર્જન કરે છે અને નરકનું આયુ સર્વાધિક ઉપાર્જન કરે છે. એકવીસમું : અવગાહના—સંસ્થાન પદ
=
ઔદારિક શરીર - મનુષ્ય તેમજ તિર્યંચમાં ઔદારિક શરીર હોય છે, આમ તિર્યંચની અપેક્ષાએ ૪૬ ભેદ તેમજ મનુષ્યના ત્રણ ભેદ, એ ઔદારિક શરીરના કુલ ૪૯ પ્રકાર કહ્યા છે.
આ ૪૯ પ્રકારના ઔદારિક શરીરની અવગાહના અને તેના સંસ્થાન (આકાર) અલગ-અલગ છે.
તેનું વર્ણન જીવાભિગમસૂત્રની પ્રથમ પ્રતિપત્તિમાં કરેલ છે.
વૈક્રિય શરીર :– એકેન્દ્રિય તેમજ પંચેન્દ્રિય એમ વૈક્રિયશરીરના મૂળભેદ બે છે. ગતિની અપેક્ષા ચારે ય ગતિમાં હોય છે– (૧) ચૌદ પ્રકારના નારકીને, (૨) બાદર વાયુકાયના પર્યાપ્ત અને પાંચ સંશી તિર્યંચ પંચેન્દ્રિયના પર્યાપ્ત એમ છ તિર્યંચને, (૩) એક કર્મભૂમિજ મનુષ્યના પર્યાપ્તાને, (૪) ૧૦ ભવનપતિ, ૮ વ્યંતર, ૫ જ્યોતિષી અને ૨૬ વૈમાનિક(૧૨ + ૯ + ૫) એમ ૪૯ દેવોના પર્યાપ્ત અપર્યાપ્ત ૯૮ દેવોને વૈક્રિય શરીર હોય છે. આ રીતે ૧૪ + ૬ + ૧ + ૯૮ ઊ ૧૧૯ જીવોને અહીં વૈક્રિય શરીરનું કથન છે. તે જીવોના સંસ્થાન અને અવગાહના આદિ આ સૂત્રમાં વર્ણવેલ છે. જેને આ જ પુસ્તકમાં જીવાભિગમ સૂત્ર સારાંશના વર્ણનમાં જુઓ.
આહારક શરી૨ :– તેનો કેવલ એક જ પ્રકાર છે. સંશી મનુષ્ય પર્યાપ્ત અર્થાત્ કર્મભૂમિ ઋદ્ધિ પ્રાપ્ત પ્રમત્ત સંયત.
=
તૈજસ-કાર્મણ શરીર :– ચારગતિના જીવોના જેટલા ભેદ હોય છે. તેટલા જ તૈજસ-કાર્પણ શરીરના પ્રકાર હોય છે, તેથી તેના ૫૬૩ ભેદ થાય છે. પ્રસ્તુત પ્રકરણ અનુસાર તેના ૧૬૭–૧૬૭ ભેદ થાય છે. મનુષ્યના ૯ ભેદ મુખ્ય છે. સમસ્ત સંસારી જીવોને આ બંને શરીર હોય છે. તે બંનેના સંસ્થાન તેમજ અવગાહના એક સમાન હોય છે. તે ઔદારિક, વૈક્રિય, આહારક ત્રણે શરીરોની સાથે અવશ્ય હોય છે. મારણાંતિક સમુદ્દાતમાં તેમજ ભવાંતરમાં જતા સમયે માર્ગમાં આ ત્રણ શરીરોના અભાવમાં સ્વતંત્ર પણ રહે છે, તેથી તેની અવગાહના બંને અપેક્ષાથી છે– (૧) ત્રણે શરીરોની અવગાહના જેટલી અવગાહના (૨) ત્રણે શરીરથી સ્વતંત્ર મારણાંતિક સમુદ્દાતમાં અવગાહના.
ત્રણે શરીરોની અવગાહના તેના વર્ણનમાં કહેલ અનુસાર છે. બંનેની સ્વતંત્ર અવગાહનાની લંબાઈ ચાર્ટ પ્રમાણે છે, પહોળાઈ બધાની શરીર પ્રમાણ છે. તૈજસ કાર્મણ શરીર
જઘન્ય ઉત્કૃષ્ટ અવગાહના
જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ બધી દિશાઓમાં લોકાન્તથી લોકાન્ત સુધી. જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ બધી દિશાઓમાં લોકાન્તથી લોકાન્ત સુધી. જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ તિર્થાલોકથી લોકાન્ત સુધી ચારે ય બાજુ.
જઘન્ય ૧૦૦૦ યો. સાધિક, ઉત્કૃષ્ટ નીચે સાતમી નરક સુધી, ઉપર પંડક વનની વાવડીઓ સુધી, તિ સ્વયંભૂરમણ સમુદ્રની વેદિકા સુધી.
જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ તિર્કાલોકથી લોકાન્ત સુધી ચારે ય બાજુ. જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ મનુષ્ય ક્ષેત્રથી લોકાન્ત સુધી ચારે ય બાજુ.
સમુચ્ચય જીવ એકેન્દ્રિય વિગલેન્દ્રિય (૧) નારકી (૨)
63
તિર્યંચ પંચેન્દ્રિય
મનુષ્ય
ભવનપતિથી (૩) જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ નીચે
બીજો
દેવલોક
૩ થી ૮ દેવલોક
(૪)
૯ થી ૧૨ દેવલોક
(૫)
ત્રૈવેયક અનુત્તર દેવ
(૬)
ત્રીજી નરકના ચરમાંત સુધી, ઉપર સિદ્ધ શિલા સુધી, તિર્છા સ્વયંભૂરમણ સમુદ્રની વેદિકા સુધી.
જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ નીચે મહાપાતાલ કળશના ૨/૩ ભાગ સુધી, ઉપર ૧૨મા દેવલોક સુધી, તિર્છા સ્વયંભૂરમણ સમુદ્રની વેદિકા સુધી.
જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ તિર્છા મનુષ્ય ક્ષેત્ર, નીચે વપ્રા–સલિલાવતી વિજય, ઉપર ૧૨મા દેવલોક સુધી.
જઘન્ય વિદ્યાધરની શ્રેણી સુધી, ઉત્કૃષ્ટ નીચે સલિલાવતી–વપ્રા વિજય સુધી, ઉપર પોતાના વિમાન સુધી, તિ મનુષ્ય ક્ષેત્ર સુધી. ટિપણાંક અનુસાર સ્પષ્ટીકરણ :
૧. વિગલેન્દ્રિય તિńલોકમાં રહે છે. ૧૦૦૦ યોજન ઊંડા સમુદ્રોમાં તેમજ મેરુપર્વત આદિની વાવડીઓમાં હોય છે. તિń સ્વયંભૂરમણ સમુદ્રની વેદિકા સુધી હોય છે. તે સ્થાનોથી લોકાન્ત સુધી છ દિશાઓમાં બેઇન્દ્રિયાદિના તૈજસ કાર્યણ શરીરની અવગાહના મારણાંતિક સમુદ્દાતના સમયે હોય છે.
૨. પાતાલ કળશોની ભીંત ૧૦૦૦ યોજનની છે, તેની નજીક રહેલ નૈરયિક તેના અંદરમાં રહેલ પાણીમાં પંચેન્દ્રિયરૂપે ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય તૈજસ કાર્મણની અવગાહના હોય છે.
૩. ભવનપતિ આદિની જઘન્ય તેમજ ઉત્કૃષ્ટ અવગાહના પૃથ્વી-પાણીમાં ઉત્પન્ન થવાની અપેક્ષાએ બને છે. દેવતાઓની ઉત્કૃષ્ટ અવગાહના નીચે–ઉપર તિરછે સ્વસ્થાનથી સમજવી.