________________
આગમસાર– ઉતરાર્ધ
(૪) ત્રણ વિકલેન્દ્રિય મનુષ્યમાં ઉત્પન્ન થાય છે, ધર્મશ્રવણ આદિ મન:પર્યવ– જ્ઞાન સુધીની ઉપલબ્ધિ તેને થઈ શકે છે, કેવળજ્ઞાન થતું નથી.
(૫) તિર્યંચ પંચેન્દ્રિયના જીવ નારકી, દેવતામાં ઉત્પન્ન થાય છે. ત્યાં પણ ધર્મશ્રવણ, બોધિ–શ્રદ્ધા, મતિજ્ઞાન આદિ ૩ જ્ઞાન પ્રાપ્ત કરે છે. વ્રત પ્રત્યાખ્યાન કરતા નથી. નારકીને દેવો દ્વારા ધર્મશ્રવણ વગેરે પ્રાપ્ત થાય છે.
તિર્યંચ પંચેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિયમાં તેમજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે ત્યાં નારકી જીવની સમાન તિર્યંચમાં અવધિજ્ઞાન સુધી તેમજ મનુષ્યમાં મોક્ષ સુધી ઉપલબ્ધિ કરે છે.
(૬) મનુષ્યનું કથન પણ તિર્યંચની સમાન છે. વિશેષતાએ છે કે કેટલાય જીવ તે જ ભવે મુક્તિ પ્રાપ્ત કરે છે.
-
૧ તીર્થંકરત્વ આદિ ઉપલબ્ધિ :– પહેલી, બીજી, ત્રીજી નરક તેમજ વૈમાનિક દેવ, મનુષ્ય ભવમાં ઉત્પન્ન થઈને તીર્થંકર બની શકે છે. તેના સિવાય કોઈ પણ જીવ તીર્થંકર બનતા નથી. પરંતુ અન્ય ધર્મ શ્રવણાદિ ઉપલબ્ધિ ઉપર કહેલ અનુસાર પ્રાપ્ત કરે છે.
૨ ચક્રવર્તી :– પહેલી નરક તેમજ ભવનપતિ–વ્યંતર—–જ્યોતિષી–વૈમાનિક દેવ મનુષ્ય ભવમાં આવીને ચક્રવર્તી બની શકે છે. ૩ બળદેવ :— પહેલી બીજી નરક અને બધા દેવલોકથી આવીને મનુષ્ય બનવા– વાળા જીવ બળદેવ બની શકે છે.
૪ વાસુદેવ :– પહેલી—બીજી નરકના જીવ તેમજ અનુત્તર વિમાન છોડીને બાકીના વૈમાનિક દેવ મનુષ્યભવમાં આવીને વાસુદેવ બની શકે છે. અર્થાત્ ભવનપતિ– વ્યંતર–જ્યોતિષી દેવ વાસુદેવ બનતા નથી.
૫ માંડલિક રાજા :– સાતમી નરક અને તેઉકાય વાયુકાયને છોડીને બાકી સમસ્ત સ્થાનોથી મનુષ્યભવમાં આવનારા જીવ માંડલિક રાજા બની શકે છે.
૬ સેનાપતિ, ગાથાપતિ, બઢઈ(વાર્ષિક), પુરોહિત તેમજ સ્ત્રી રત્ન આ પાંચ ચક્રવર્તીના પંચેન્દ્રિય રત્નઃ- - તેઉ—વાયુ, સાતમી નરક, પાંચ અનુત્તર દેવને છોડીને બાકી સમસ્ત સ્થાનોમાંથી આવીને મનુષ્ય બનનારા જીવ સેનાપતિ આદિ પાંચેય બની શકે છે.
૭ હસ્તિરત્ન તેમજ અશ્વરત્ન ઃ– નવમા દેવલોકથી ઉપરના દેવોને છોડીને બાકી સમસ્ત સ્થાનોથી આવીને તિર્યંચ થનારા હસ્તિરત્ન, અશ્વરત્ન બની શકે છે.
૮ સાત એકેન્દ્રિય રત્ન ઃ– સાત નરક તેમજ ત્રીજા દેવલોકથી ઉપરના દેવલોકને છોડીને સમસ્ત સ્થાનોથી આવીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થનારા જીવ સાતેય એકેન્દ્રિય રત્ન બની શકે છે. સાત રત્ન આ પ્રમાણે છે– ૧. ચક્રરત્ન ૨. છત્રરત્ન ૩. ચર્મરત્ન ૪. ઇંડરત્ન પ. અસિરત્ન ૬. મણિરત્ન, ૭. કાંગિણી(કાંકિણી) રત્ન.
આ સાત પંચેન્દ્રિય અને સાત એકેન્દ્રિય રત્ન ચક્રવર્તીને આધીન હોય છે.
દેવોત્પત્તિના ૧૪ બોલ :–સંયમના આરાધક, વિરાધક, સંયમાસંયમના આરાધક, વિરાધક, અસંયત, અકામ નિર્જરાવાળા તાપસ, કાંદર્ષિક, પરિવ્રાજક તેમજ સમકિતનું વમન કરી દેનારા પણ દેવગતિમાં જઈ શકે છે. તેનો સાર એ છે કે આંતરિક યોગ્યતા, શુદ્ધિથી તો દેવત્વ તેમજ મુક્તિની પ્રાપ્તિ થાય જ છે, પરંતુ કેવળ બાહ્ય આચરણથી પણ જો અસંક્લિષ્ટ પરિણામ ન હોય તો દેવત્વની પ્રાપ્તિ થઈ શકે છે.
દેવોત્પત્તિના ચૌદ બોલ –
ક્રમાંક નામ
૧
૨
૩
૪
૫
ç
૭
८
62
2
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
અસંયત ભવ્ય દ્રવ્ય દેવ
સંયમ આરાધક
સંયમ વિરાધક
દેશવિરત આરાધક
દેશવિરત વિરાધક
અકામનિર્જરાવાળા તેમજ અસંજ્ઞીતિર્યંચ
તાપસ
કાન્તર્ષિક
પરિવ્રાજક કિવિપી
સંજ્ઞી તિર્યંચ
ગોશાલા પંથી(આજીવિક) આભિયોગિક
જઘન્ય ગતિ ભવનપતિ પહેલો દેવલોક ભવનપતિ
પહેલો દેવલોક
ભવનપતિ
ભવનપતિ
ભવનપતિ
ભવનપતિ
ભવનપતિ
પહેલો દેવલોક ભવનપતિ
ઉત્કૃષ્ટ ગતિ ગ્રેવેયક દેવ અનુત્તર વિમાન
પહેલો દેવલોક
બારમો દેવલોક
જ્યોતિષી
વાણવ્યંતર
જ્યોતિષી
પહેલો દેવલોક
પાંચમો દેવલોક
છઠ્ઠો દેવલોક આઠમો દેવલોક બારમો દેવલોક
બારમો દેવલોક
ભવનપતિ ભવનપતિ ભવનપતિ ત્રૈવેયક દેવ
સ્વલિંગી સમકિત રહિત આ સાધકોનો વિસ્તારથી પરિચય ઔપપાતિક સૂત્રમાં છે, તથા ભગવતી સૂત્ર શતક ૧ ઉદ્દેશક ૨માં પણ આ રીતે સંક્ષિપ્ત કથન છે.
ઉપર કહેલ ૧૪ બોલના જીવોમાંથી પહેલા, બીજા, ચોથા, નિયમા દેવગતિમાં જાય છે. બાકી બોલ દેવગતિમાં જ જાય એવો નિયમ નથી અર્થાત્ તે ચારે ગતિમાં જઈ શકે છે. દેવગતિમાં જાય તો ઉપર કહેલ દેવલોકોમાં જઈ શકે છે એવું સમજવું જોઇએ.
ભવ્ય દ્રવ્ય દેવના બોલમાં દેવનો આયુષ્ય બંધ કરેલા બધા પ્રકારના જીવોનો સમાવેશ થઈ જાય છે. પરંતુ પ્રથમ બોલમાં અસંયત’ વિશેષણ લાગી ગયું છે તેથી દેશવ્રતી અને સર્વવ્રતીને છોડીને અન્ય દેવોત્પત્તિવાળાનો સમાવેશ તેમાં સમજવો જોઇએ અર્થાત્ બીજા, ચોથા બોલને છોડીને બાકી ૧૧ બોલોનો સમાવેશ અસંયત ભવ્ય દ્રવ્ય દેવમાં થાય છે, એથી સાર એ નીકળે છે કે પહેલા ગુણસ્થાનથી ચોથા ગુણસ્થાન સુધીના જીવ જેમણે દેવાયુનો બંધ કરેલ હોય છે, તે અસંયત ભવ્ય દ્રવ્ય દેવ છે.