________________
jainology II
61
નામ
જઘન્ય X
ઉત્કૃષ્ટ સાદિ અનંત ૬ ૬ સાગર સાધિક ૬ આવલિકા
અંતર્મુહૂર્ત
૧ સમય
૧ સમય
BLE
અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત
ક્ષાયક સમકિત ક્ષયોપશમ સમકિત સાસ્વાદન સમકિત ઉપશમ સમિકત ક્ષયોપશમ વેદક સમકિત ૧ સમય ક્ષાયક વેદક સમકિત સામાયિક ચારિત્ર છેદોપસ્થાપનીય ચારિત્ર પરિહાર વિશુદ્ધ ચારિત્ર સૂક્ષ્મ સંપરાય ચારિત્ર | યથાખ્યાત ચારિત્ર
૧ સમય
૧ સમય
૧ સમય
દેશોન ક્રોડપૂર્વ અંતર્મુહૂર્ત દેશોન ક્રોડપૂર્વ અંતર્મુહૂર્ત (૧૮ માસ) દેશોન ક્રોડપૂર્વ અંતર્મુહૂર્ત દેશોન ક્રોડપૂર્વ
૧ સમય
૧ સમય
સિદ્ધોમાં એક(ક્ષાયિક) સમ્યગ્દષ્ટ.
નોંધ :– એક સમયમાં એક જીવને એક જ દૃષ્ટિ હોય છે.
ઓગણીસમું : સમ્યક્ત્વ પદ
જિનેશ્વર દ્વારા પ્રરૂપેલ જીવાદિ સંપૂર્ણ તત્ત્વોના વિષયમાં જેની દષ્ટિ, સમજ, બુદ્ધિ અવિપરીત હોય, સમ્યક હોય, તેને સમ્યગ્દષ્ટિ કહે છે. જિનેશ્વર પ્રરૂપિત તત્ત્વોના વિષયમાં થોડી પણ વિપરીત દષ્ટિ, સમજ, શ્રદ્ધા હોય તેને મિથ્યા દષ્ટિ કહે છે. જિનેશ્વર પ્રરૂપિત તત્ત્વોના વિષયમાં વિપરીત અને અવિપરીત એમ અસ્થિર દષ્ટિ, બુદ્ધિ, સમજણ, શ્રદ્ધા હોય અથવા વિપરીત અને અવિપરીત બંને પ્રકારની બુદ્ધિવાળાનું અનુસરણ કરવાવાળા હોય તેમજ બંનેને સત્ય સમજવાવાળા હોય તેને મિશ્રદષ્ટિવાળા કહે છે. આ રીતે ત્રણ દૃષ્ટિઓ છે– ૧ સમ્યગ્દષ્ટિ, ૨ મિથ્યાદષ્ટિ, ૩ મિશ્રદષ્ટિ.
૨૪ દંડકમાં દષ્ટિ વિચાર :
નારકી દેવતામાં નવત્રૈવેયક સુધી ત્રણ દષ્ટિ, લોકાંતિકમાં સમ્યગ્દષ્ટિ, અનુત્તર વિમાનમાં સમ્યગ્દષ્ટિ, પંદર પરમધામી તેમજ ત્રણ કિલ્વિષીમાં એક મિથ્યાદષ્ટિ.
પાંચ સ્થાવરમાં મિથ્યાદષ્ટિ, ત્રણ વિકલેન્દ્રિયમાં અને અસંશી તિર્યંચમાં બે દૃષ્ટિ, સંજ્ઞી તિર્યંચમાં ત્રણ દૃષ્ટિ, ખેચર જુગલિયા તિર્યંચમાં એક મિથ્યાદષ્ટિ અને સ્થળચર જુગલિયા તિર્યંચમાં બે દૃષ્ટિ.
૧૫ કર્મભૂમિમાં ત્રણ દૃષ્ટિ, ૩૦ અકર્મ ભૂમિમાં બે દૃષ્ટિ, અંતર્દીપોમાં એક મિથ્યાદષ્ટિ, સંમૂર્છિમ મનુષ્યમાં એક
મિથ્યાદષ્ટિ.
આગમસાર
વીસમું : અંતક્રિયા પદ
મોક્ષાધિકાર :–ચોવીસ દંડકોમાંથી એક મનુષ્યમાં જ મોક્ષે જવાની યોગ્યતા છે બીજા કોઈ પણ ભવમાંથી જીવ મોક્ષે જઈ શકતો નથી.
અનંતરાગતોની મુક્ત સંખ્યા
ભવિષ્યકાળમાં મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા બધા દંડકના જીવોને હોય છે. તેઉકાય, વાયુકાય, ત્રણ વિકલેન્દ્રિય, પાંચમી, છઠ્ઠી, સાતમી નરકના જીવો સીધા મનુષ્ય બનીને મોક્ષમાં જઈ શકતા નથી. પરંપરાથી અર્થાત્ એક બે ભવ કયાંક કરીને મનુષ્ય બનીને મોક્ષમાં જઈ શકે છે. તેને પરંપર અંતક્રિયા કહે છે.
૧ થી ૪ નરક, પૃથ્વી પાણી વનસ્પતિ, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, ભવનપતિ આદિ ૧૩ દંડકના જીવ અનંતર મનુષ્યભવથી મુક્ત થઈ શકે છે.
। :- જઘન્ય ૧-૨-૩ છે. ઉત્કૃષ્ટ આ પ્રકારે છે–
એક સમયમાં દસ– ત્રણ નરક, ભવનપતિ–વ્યંતર-જ્યોતિષી દેવ, તિર્યંચ (પંચેન્દ્રિય), તિર્યંચાણી અને મનુષ્યના નીકળેલા. એક સમયમાં વીસ– મનુષ્યાણી, વૈમાનિક દેવી, જ્યોતિષી દેવીના નીકળેલા.
એક સમયમાં પાંચ– ભવનપતિ દેવી, વ્યંતર દેવીના નીકળેલા.
એક સમયમાં ૬– વનસ્પતિના નીકળેલા.
એક સમયમાં ૪– ચોથી નરક, પૃથ્વી, પાણીના નીકળેલા.
ઉત્પત્તિ તેમજ ઉપલબ્ધિ :
(૧) કેટલાક નૈરિયક જીવ તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં કોઈને ધર્મશ્રવણ, બોધિ(ધર્મ પ્રાપ્તિ) શ્રદ્ધા, મતિ–શ્રુતજ્ઞાન, વ્રત પ્રત્યાખ્યાન, અવધિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે; સંયમ અને મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી.
કેટલાક નૈયિક જીવ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેમાંથી કોઈને ઉપર કહેલ ધર્મ શ્રવણ આદિ તેમજ સંયમ, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેમજ અંતમાં મુક્તિ પ્રાપ્ત થાય છે.
(૨) નરકની સમાન પૃથ્વી, પાણી, વનસ્પતિ તેમજ બધા દેવોનું મનુષ્યમાં મુક્તિ પ્રાપ્તિ સુધીનું વર્ણન છે.
(૩) તેઉ–વાયુ તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. ત્યાં ધર્મશ્રવણની પ્રાપ્તિ તેને હોય છે. પરંતુ બોધિ(ધર્મની શ્રદ્ધા રુચિ) આદિની પ્રાપ્તિ હોતી નથી.