________________
| 59
jainology II
આગમસાર ૪. જ્યોતિષી વૈમાનિકમાં ઉદ્વર્તન(મરવાના)ના સ્થાન પર ચ્યવન કહેવામાં આવે છે આ બધી જગ્યાએ ધ્યાન રાખવું અર્થાત્ જે લેશ્યામાં જન્મે તે લેશ્યામાં ચ્યવે. નોંધ:- નારકી દેવતામાં પ્રત્યેક જીવમાં જીવનભર એક જ વેશ્યા હોય છે. આ કથન દ્રવ્ય લશ્યાની અપેક્ષાએ સમજવું, ભાવ વેશ્યા કોઈ પણ હોઈ શકે છે. પ. કૃષ્ણલેશી કૃષ્ણલેશી નૈરયિકોના અવધિજ્ઞાનમાં ક્ષેત્ર આદિની અપેક્ષા થોડું બહુ અંતર હોય છે. કૃષ્ણ અને નીલલેશ્યાવાળાના અવધિજ્ઞાનના ક્ષેત્રમાં તેમજ વિશુદ્ધિમાં કંઈક વિશેષ અંતર હોય છે. કૃષ્ણ તેમજ કાપોતમાં તેનાથી પણ કંઈક અધિક અંતર હોય છે. આ ત્રણેના અંતર માટે ત્રણ દષ્ટાંત બતાવે છે. ૧ સમભૂમિ ઉપરબે વ્યક્તિ ઉભી રહીને જુએ તો તેની દષ્ટિઓમાં થોડું બહુ અંતર હોય છે. ૨ એક વ્યક્તિ સમભૂમિ ઉપર બીજી પહાડ પર ઉભી રહીને જુએ, ૩ એક સમભૂમિ પર બીજી પર્વતના શિખર પર ઉભી રહીને જુએ. આ રીતે ત્રણે લેશ્યાવાળામાં પરસ્પર અવધિજ્ઞાનનું અંતર સમજવું.
નારકીનું અવધિક્ષેત્ર જઘન્ય અધકોશ અને ઉત્કૃષ્ટ ચાર કોશ હોય છે. અવધિક્ષેત્રના અનુપાતથી દ્રવ્ય, કાલ તેમજ વિશુદ્ધિ, અવિશુદ્ધિમાં અંતર હોય છે. ૬. પાંચ લેગ્યામાં ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન હોઈ શકે છે. શુક્લ લેગ્યામાં પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન હોઈ શકે છે. અર્થાત્ કૃષ્ણાદિ પાંચ લેશ્યામાં બે જ્ઞાન, ત્રણ જ્ઞાન, ચાર જ્ઞાન હોઈ શકે છે. તેમજ શુક્લ લેગ્યામાં ૨, ૩, ૪ તેમજ એક જ્ઞાન (કેવળજ્ઞાન) હોઈ શકે છે.
ચોથો ઉદ્દેશક પરિણામાંતર - દૂધ છાશથી પરિણામાંતરને પ્રાપ્ત થાય છે. વસ્ત્ર વિવિધ રંગોમાં પરિવર્તિત થાય છે. એવી જ રીતે વેશ્યા પણ બીજી લેગ્યામાં પરિણત થઈ શકે છે.
વૈડૂર્યમણિમાં જેવા રંગનો દોરો પરોવાય એવા જ રંગનો મણિ દેખાય છે. આ અપેક્ષાએ પણ લેગ્યામાં પરિણામાંતર જોવામાં આવે છે. વર્ણ - કૃષ્ણ લેશ્યાનો વર્ણ કાળો હોય છે. જેમ કે અંજન, ખંજન, ભેસના શીંગળા, જાંબુ, ભીના અરીઠા, ઘનઘોર કાળા વાદળા, કોયલ, કાગડો, ભ્રમરોની લાઈન, હાથીના બચ્ચા, માથાના વાળ, કાળા અશોક, કાળા કનેર આદિ.
નીલ વેશ્યાનો વણે નીલ(લીલા) હોય છે. જેમ કે પોપટ, ચાસ પક્ષી, કબૂતરની ડોક, મોરની ડોક, અળસીના ફૂલ, નીલકમલ. નીલા અશોક, નીલા કનેર આદિ.
કાપોત લેશ્યાનો વર્ણ તામ્ર હોય છે. જેમ કે તાંબુ, બૈરસાર, અગ્નિ, રીંગણાના ફૂલ, જવાસાનું ફૂલ.
તેજોલેશ્યાનો વર્ણ લાલ હોય છે. જેમ કે સસલા આદિ પશુઓનું લોહી, મનુષ્યોનું લોહી, વરસાદમાં ઉત્પન્ન થતા ક્રીડા, ઉગતો સૂર્ય, લાલ દિશા, ચિરમી, હિંગળો, મૂંગા, લાક્ષારસ, લોહિતાક્ષ મણિ, કિરમજી રંગની કામળી, હાથીનું તાળવું, જપાકુસુમ, કિંશુક (ખાખરા)નું ફૂલ, લાલ અશોક, લાલ કનેર, લાલ બંધુ જીવક.
પઘલેશ્યાનો વર્ણ પીળો હોય છે જેમ કે હળદર, ચમ્પક છાલ, હરતાલ, સુવર્ણ શુક્તિ, સુવર્ણ રેખા, પીતાંબર, ચંપાનું ફૂલ, કનેર ફૂલ, કુષ્માંડ લતા, જૂહીનું ફૂલ, કોરંટ ફૂલ, પીળો અશોક, પીળો કનેર, પીળા બંધુ જીવક.
શુક્લ લેશ્યાનો વર્ણ સફેદ હોય છે. જેમ કે અંકરન, શંખ, ચંદ્રમા, નિર્મળ પાણીના ફીણ, દૂધ, દહીં, ચાંદી, શરદ ઋતુના વાદળા, પુંડરીક કમળ, ચોખાનો લોટ; સફેદ અશોક, કનેર અને બંધુ જીવક આ છ લેગ્યામાં કાપોત લેશ્યાનો વર્ણ મિશ્ર વર્ણ છે. બાકીના પાંચ વર્ણ સ્વતંત્ર છે. , રસ – કૃષ્ણ લેશ્યાનો રસ કડવો હોય છે. જેમ કે લીમડો, તુંબી, રોહિણી, કુટજ, કડવી કાકડી આદિ. નીલલેશ્યાનો તીખો રસ હોય છે. જેમ કે સૂંઠ, લાલ મરચા, કાળા મરી, પીપર, પીપરામૂલ, ચિત્રમૂલક, પાઠા વનસ્પતિ આદિ. કાપોતલેશ્યાનો રસ કાચા ફળની સમાન ખાટો હોય છે. જેમ કે કેરી, બોર, કોઠા, બિજોરા, દાડમ, ફણસ આદિ.
તેજલેશ્યાનો રસ પાકા ફળોની સમાન થોડો ખાટો ને વધારે મીઠો હોય છે. પાલેશ્યાનો રસ આસવ, અરિષ્ટ, અવલેહ, મધની સમાન હોય છે. શુક્લલશ્યાનો રસ મીઠો હોય છે જેમ કે– ગોળ, શાકર, ખડી સાકર, મિષ્ઠાન આદિ.
ઉપર કહેલા પદાર્થોથી કેટલાય ગણો અધિક આ લેશ્યાઓનો રસ હોય છે. ગંધ :- કૃષ્ણાદિ ત્રણ લેશ્યાઓ દુર્ગધમય હોય છે અને તેજો આદિ ત્રણ લેશ્યાઓ સુગંધમય હોય છે. અર્થાત્ મરેલા મડદા જેવી. દુર્ગધવાળી તેમજ ફૂલોની ખુશબો જેવી સુંગધવાળી હોય છે. સ્પર્શ – કૃષ્ણાદિ ત્રણ લેશ્યાનો સ્પર્શ ખરબચડો હોય છે. તેજલેશ્યા આદિ ત્રણનો સ્પર્શ સુંવાળો(મૃદુ અથવા કોમળ) હોય છે. - ત્રણ વેશ્યાઓ પ્રશસ્ત છે, ત્રણ અપ્રશસ્ત છે. ત્રણ સંક્લિષ્ટ પરિણામી છે. ત્રણ અસંક્લિષ્ટ પરિણામી છે, ત્રણ દુર્ગતિગામી છે. ત્રણ સદ્ગતિગામી છે. ત્રણ શીતરુક્ષ છે, ત્રણ ઉષ્ણસ્નિગ્ધ છે. પરિણામ :- જઘન્ય, મધ્યમ, ઉત્કષ્ટના ભેદથી વેશ્યાઓના પરિણામ ત્રણ પ્રકારના હોય છે. તેના પણ ફરી જઘન્ય. મધ્યમ. ઉત્કૃષ્ટ ત્રણ ભેદ થાય છે. તેના ક્રમશઃ ફરી ફરી ત્રણ-ત્રણ ભેદ થવાથી વેશ્યાઓના પરિણામ ૩-૯-૨૭–૮૧- ૨૪૩ પ્રકારના થાય છે. પ્રદેશ આદિ :- લેશ્યાઓના અનંતપ્રદેશી ઢંધ છે. અસંખ્ય આકાશપ્રદેશની તેની અવગાહના હોય છે. દરેક વેશ્યાની અનંત વર્ગણાઓ હોય છે. દરેક વેશ્યાના અસંખ્ય સ્થાન, અસંખ્ય કક્ષા હોય છે. અલ્પબદુત્વ :- બધાથી થોડા કાપોત લેશ્યાના સ્થાન દ્રવ્યથી તેમજ પ્રદેશથી છે. તેનાથી નીલ, કૃષ્ણ, તેજો, પવ, તેમજ શુક્લલશ્યાના સ્થાન ઉત્તરોત્તર અસંખ્ય ગુણા છે. દ્રવ્યથી પ્રદેશ અનંતગણા છે.