________________
jainology II
57
આગમસાર
વૈક્રિય કાયપ્રયોગ :– વૈક્રિય શરીરની હલન ચલન સ્પંદન રૂપ બાહ્ય તેમજ આત્યંતર પ્રવૃત્તિઓ થાય છે, તે વૈક્રિય કાયપ્રયોગ છે. નારકી—દેવતામાં સર્વ જીવોને આ પ્રયોગ હોય છે. કોઈ મનુષ્ય તિર્યંચોને પણ કયારેક આ પ્રયોગ હોય છે.
વૈક્રિય મિશ્ર કાયપ્રયોગ :– વૈક્રિય શરીર બનાવવાના પહેલા આત્માની પ્રવૃત્તિ રૂપ જે વ્યાપાર થાય છે, તેને વૈક્રિય મિશ્ર કાયપ્રયોગ કહે છે. નારકી, દેવતાઓના જન્મ સમયમાં તે કાર્યણની સાથે હોય છે અર્થાત્ વૈક્રિય અને કાર્યણ બંને શરીરનો સહયોગી મિશ્રિત વ્યાપાર હોય છે. નારક, દેવમાં ઉત્તર વૈક્રિય કરતાં તેમજ મનુષ્ય, તિર્યંચમાં વૈક્રિય કરતા સમયે ઇચ્છિત રૂપ બન્યા પહેલાં આ પ્રયોગ થાય છે.
આહારક કાય પ્રયોગ :- ૧૪ પૂર્વધારી મુનિવરોના આહારક શરીરની જે બાહ્ય ગમનાગમન આદિ રૂપ પ્રવૃત્તિ હોય છે, તેને આહારક કાયપ્રયોગ કહે છે. તે ૧૪ પૂર્વી આહારક લબ્ધિ સંપન્ન મુનિવરોને હોય છે.
આહારક મિશ્ર કાયપ્રયોગ :– આહારક શરીર સંપૂર્ણ બનતા પહેલા આત્માનો જે વ્યાપાર હોય છે, તેને આહારક મિશ્ર કાયપ્રયોગ કહે છે. તે પણ લબ્ધિ સંપન્ન મુનિવરોને હોય છે.
કાર્મણ કાયપ્રયોગ :- જન્મ સ્થાનમાં પહોંચતા પહેલા માર્ગમાં ઔદારિક વૈક્રિય શરીરના અભાવમાં તે કાર્મણ કાયપ્રયોગ થાય છે. તે સમયે જીવની સાથે તૈજસ અને કાર્યણ એ બે શરીર જ હોય છે. બંનેના મિશ્ર પ્રયોગને કાર્યણની જ પ્રમુખતા માનીને આગમમાં એક કાર્પણ કાયપ્રયોગ જ કહેવામાં આવે છે. એના સિવાય કેવલી સમુદ્દાતના આઠ સમયોમાંથી વચ્ચેના ત્રણ સમય (ત્રીજા, ચોથા, પાંચમા)માં કાર્યણ કાયયોગ હોય છે. [પાંચ શરીરનું વર્ણન બારમા પદમાં બતાવાઈ ગયું છે.
ચોવીસ દંડકમાં પ્રયોગઃ–
૧. નારકી દેવતા બધામાં ૧૧ પ્રયોગ છે– ૪ મનના, ૪ વચનના એ આઠ થયા. ૯. વૈક્રિય ૧૦. વૈક્રિય મિશ્ર ૧૧. કાર્પણ.
૨. ચાર સ્થાવરમાં ૩ પ્રયોગ– ૧ ઔદારિક, ૨ ઔદારિક મિશ્ર, ૩ કાર્યણ.
૧
૩. વાયુકાયમાં ૫ પ્રયોગ-૧ ઔદારિક, ૨ ઔદારિક મિશ્ર, ૩ વૈક્રિય, ૪ વૈક્રિય મિશ્ર, ૫ કાર્પણ.
૪. ત્રણ વિકલેન્દ્રિયમાં ૪ પ્રયોગ– ૧ ઔદારિક, ૨ ઔદારિક મિશ્ર, ૩ કાર્મણ, ૪ વ્યવહાર વચન.
૫. તિર્યંચ પંચેન્દ્રિયમાં ૧૩ પ્રયોગ– આહારક અને આહારક મિશ્ર, આ બે સિવાય.
૬. મનુષ્યમાં ૧૫ પ્રયોગ હોય છે.
ગતિ પ્રવાહના ભેદ પ્રભેદ :
જીવ અને પુદ્ગલની હલન, ચલન, સ્પંદન રૂપ પ્રવૃત્તિને ગતિ પ્રવાહ કહે છે. તેમાં બધા પ્રકારના જીવાજીવની ગતિઓનો સમાવેશ થઈ જાય છે. ગતિ પ્રવાહના મુખ્ય પાંચ ભેદ આ પ્રમાણે છે :–
(૧) પ્રયોગ ગતિ પ્રવાહ :
કહેલા ૧૫ પ્રયોગો(યોગો)થી પ્રવૃત્ત મન, વચન, કાયાના પુદ્ગલોનું હલન, ચલન, સ્પંદન.
(૨) તત ગતિ પ્રવાહ :– રસ્તે ચાલતા મંજિલ પૂર્ણ થવા પહેલા જે ક્રમિક મંદગતિ થાય છે તે જીવની સામાન્ય ગતિ જ ‘તત ગતિ પ્રવાહ' છે.
(૩) બંધનચ્છેદ ગતિ પ્રવાહ :– જીવથી રહિત થવા પર શરીરની ગતિ અથવા શરીરથી રહિત જીવની ગતિ અર્થાત્ મૃત્યુ થવાપર જીવ અને શરીરની ગતિ (ગમન સ્પંદન ક્રિયા) થાય છે. તેને બંધનચ્છેદગતિ પ્રવાહ કહે છે.
(૪) ઉ૫પાત ગતિ :- તેના ત્રણ પ્રકાર છે– ૧. ક્ષેત્રો૫પાત ૨ ભવોપપાત ૩ નોભવોપપાત. ૧. નરક ગતિ આદિ ક્ષેત્રગત આકાશમાં જીવ આદિનું રોકાવવું, રહેવું તેને માટે ગતિ. ૨. કોઈ જન્મસ્થાનમાં જન્મ ધારણ કરીને તે આખા ભવમાં ક્રિયા કરતા રહેવું. ૩. સિદ્ધ બન્યા પહેલાં લોકાગ્રે જવાની ગમન ક્રિયાને નોભવોપપાત ગતિ કહે છે.
(૫) વિહાયોગતિ :– આકાશમાં થવાવાળી ગતિને વિહાયોગતિ કહે છે, તેના ૧૭ પ્રકાર છે– ૧. સ્પર્શદગતિ, ૨. અસ્પર્શદ ગતિ, ૩. ઉપસંપર્ધમાન (આશ્રયયુક્ત) ગતિ, ૪. અનુપસંપર્ધમાનગતિ, ૫. પુદ્ગલ(યુક્ત) ગતિ, ૬. મંડૂકગતિ(ઉછળવા રૂપ ગતિ), ૭. નાવાની ગતિ, ૮. નયગતિ(નયોનું ઘટિત થવું), ૯. છાયાની ગતિ, ૧૦. છાયાનુપાત ગતિ–છાયાની સમાન અનુગમન રૂપ ગતિ, ૧૧. લેશ્યાની ગતિ, ૧૨. લેશ્યાને અનુરૂપ ગતિ, ૧૩. ઉદ્દેશ્ય ગતિ (પ્રમુખતા સ્વીકાર કરીને રહેવું), ૧૪. ચાર પુરુષોની સમવિષમ ગતિ અર્થાત્ સાથે રવાના થવું, સાથે પહોંચવું આદિ ચાર ભંગ, ૧૫. વક્રગતિ(આડી અવળી), ૧૬. પંકગતિ, ૧૭. બંધન વિમોચન ગતિ, કેરી આદિ ફળોનું સ્વાભાવિક રૂપથી તૂટીને પડવું. આ પાંચ પ્રકારની તેમજ વિવિધ પ્રકારની ગતિઓ જીવની પ્રમુખતાથી કહેલ છે તો પણ અનેક ગતિઓ અજીવમાં પણ પ્રાપ્ત થાય છે. માટે જેમાં જે સંભવ હોય તે યથાયોગ્ય સમજી લેવું જોઇએ.
સત્તરમું : લેશ્યા પદ
પ્રથમ ઉદ્દેશક
લેશ્યા આત્માની સાથે કર્મોને ચોંટાડનાર છે. તે જીવના પરિણામ વિશેષ છે. તે યોગ નિમિત્તક છે તેમજ તેના દ્રવ્ય, યોગ અંતર્ગત છે. તે કષાય અનુરંજિત પણ હોય છે, તેમજ યોગ અનુરંજિત પણ હોય છે.
તે દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારની હોય છે. જીવના પરિણામ ભાવલેશ્યા છે, અરૂપી છે. કૃષ્ણાદિ દ્રવ્યોનું જે ગ્રહણ થાય છે તે દ્રવ્ય લેશ્યા છે, રૂપી છે, યોગ અને કષાયથી ગ્રહણ કરાયેલા કર્મોનું આત્માની સાથે ચીટકાવવાનું કાર્ય કૃષ્ણાદિ દ્રવ્ય લેશ્યાથી થાય છે. દ્રવ્ય ભાવ બંને લેશ્યાના ૬-૬ પ્રકાર છે– ૧. કૃષ્ણ ૨. નીલ ૩. કાપોત ૪. તેજો ૫. પદ્મ ૬. શુક્લ.
ભાવ લેશ્યાને જ અધ્યવસાય તેમજ આત્મ પરિણામ કહેવામાં આવે છે. આ ત્રણેને પર્યાય શબ્દ સમજવા જોઇએ. સલેશીમાં આહાર, કર્મ આદિ સમ વિષમ :
૧. સલેશી નારકીમાં ‘આહાર, શરીર, ઉચ્છ્વાસ' સમાન હોતા નથી, કારણ કે શરીરની અવગાહના નાની મોટી હોય છે. નાની અવગાહનામાં આહારાદિ અલ્પ હોય છે. મોટી અવગાહનામાં તે અધિક હોય છે. આ રીતે ભવનપતિ આદિ ૨૩ દંડકમાં જાણવું.