________________
58
આગમચાર– ઉતરાર્ધ મનુષ્ય યુગલિયા મોટી અવગાહનાવાળા હોય છે તે આહારના પુગલ વધારે ગ્રહણ કરે છે પરંતુ વારંવાર ગ્રહણ કરતા નથી, આ તફાવત છે, બાકીમાં મોટી અવગાહનાવાળા વારંવાર આહાર ગ્રહણ કરે છે. ૨. સલેશી નારકીમાં ‘કર્મવર્ણ—લેશ્યા' સમાન હોતા નથી કારણ કે પૂર્વોત્પનમાં તે વિશુદ્ધ હોય છે. નૂતનોત્પનમાં અવિશુદ્ધ હોય છે. દેવતાઓમાં પૂર્વોત્પનમાં અવિશુદ્ધ હોય છે, નૂતનોત્પનમાં તે વિશુદ્ધ હોય છે. બાકીના દંડકોમાં નારકી પ્રમાણે છે. ૩. સલેશી નૈરયિકમાં વેદના સમાન હોતી નથી, સંજ્ઞીભૂતમાં અને સમ્યગ્દષ્ટિમાં વેદના વધારે હોય છે. અસંજ્ઞીભૂતમાં અને મિથ્યાદષ્ટિમાં ઓછી વેદના હોય છે.
દેવતાઓમાં આ જ રીતે કથન છે. પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિયમાં બધા અસંજ્ઞીભૂત હોવાથી વેદના સમાન છે. સંજ્ઞી તિર્યંચ મનુષ્યની વેદનાનું કથન નરકની સમાન છે. ૪. સલેશી નૈરયિકોમાં "ક્રિયા સમાન હોતી નથી, કારણ કે સમ્યગ્દષ્ટિમાં આરંભિકા આદિ ૪ ક્રિયા હોય છે, મિથ્યાદષ્ટિમાં પાંચ ક્રિયા હોય છે.
દેવોમાં અને તિર્યંચ પંચેન્દ્રિયમાં એ જ પ્રકારે છે. પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિયમાં પાંચ ક્રિયાઓ સમાન છે. મનુષ્યમાં મિથ્યાદષ્ટિમાં પાંચ ક્રિયા, સમ્યગ્દષ્ટિમાં ચાર ક્રિયા, દેશ વિરતિમાં ત્રણ ક્રિયા, સર્વ વિરતિમાં ૨ ક્રિયા, અપ્રમત્ત સંયતમાં ૧ ક્રિયા, વીતરાગમાં અક્રિયા. ૫. સલેશી નૈરયિકોમાં બધાના આયુષ્ય સમાન હોતા નથી, કારણ કે તે ઓછા અધિક આયુષ્યવાળા હોય છે. પૂર્વોત્પન, નૂતનોત્પન પણ હોય છે. તેથી સર્વનૈરયિકોમાં આયુષ્યના સમ-વિષમ સંબંધી ચાર ભંગ હોય છે૧. કોઈ સમાન આયુષ્યવાળા અને સાથે ઉત્પન. ૨. કોઈ સમાન આયુષ્યવાળા પરંતુ અલગ સમયમાં ઉત્પન. ૩. કોઈ અસમાન આયુષ્યવાળા સાથે ઉત્પન. ૪. કોઈ અસમાન આયુષ્યવાળા અને અલગ અલગ સમયમાં ઉત્પન્ન. આ રીતે બધા દંડકમાં નરકની સમાન આયુષ્ય કહેવું. કૃષ્ણ લેશ્યાવાળા - નારકોમાં સંજ્ઞી અને અસંજ્ઞીનો વિકલ્પ ન કહેવો. મનુષ્યમાં અપ્રમત્ત આદિ આગળના વિકલ્પ ન કરવા.
જ્યોતિષી વૈમાનિકનું કથન જ ન કરવું કારણ કે તેનામાં આ વેશ્યા નથી. નીલ ગ્લેશ્યાવાળા:- કૃષ્ણ લેશ્યાની સમાન કથન છે. કાપોત વેશ્યાવાળા – કૃષ્ણ લેશ્યાની સમાન કથન છે પરંતુ નરકમાં સંજ્ઞી અસંજ્ઞીનો વિકલ્પ કહેવો. તેજો વેશ્યાવાળા – નારકી, તેલ, વાયુ, ત્રણ વિકલેન્દ્રિયનું કથન જ ન કરવું. દેવતાઓમાં સંજ્ઞીભૂત અસંશીભૂતનો વિકલ્પ ન કહેવો. બાકીમાં સલેશીની સમાન કથન છે, મનુષ્યમાં અપ્રમત્ત સુધી કથન કરવું, આગળનું કથન ન કરવું. પા–શુક્લ લેશ્યાવાળા:- મનુષ્ય, તિર્યંચપંચેન્દ્રિય તેમજ વૈમાનિકનું કથન કરવું, બાકમાં આ બંને વેશ્યા નથી. આનું સંપૂર્ણ કથન સલેશીની સમાન છે.
બીજો ઉદ્દેશક લેશ્યાઓનું અલ્પબદુત્વઃગર્ભજ તિર્યંચ-તિર્યંચાણીનું સાથે અલ્પબદુત્વ :- ૧. સૌથી થોડા શુક્લલેશી તિર્યંચ, ૨. શુક્લલેશી તિર્યંચાણી સંખ્યાતગણી, ૩. પાલેશી તિર્યંચ સંખ્યાતગણા, ૪. પાલેશી તિર્યંચાણી સંખ્યાતગણી, ૫. તેજોલેશી તિર્યંચ સંખ્યાતગણા, . તેજોલેશી તિર્યવાણી સંખ્યાતગણી, ૭. કાપોતલેશી તિર્યંચ સંખ્યાતગણા, ૮. નીલલેશી તિર્યંચ વિશેષાધિક, ૯. કૃષ્ણલેશી તિર્યંચ વિશેષાધિક, ૧૦. કાપોતલેશી તિર્યંચાણી સંખ્યાતગણી, ૧૧. નીલ લેશી તિર્યંચાણી વિશેષાધિક, ૧૨. કૃષ્ણલેશી તિર્યંચાણી વિશેષાધિક. દેવ દેવીનું સાથે અલ્પબદુત્વ – ૧. સૌથી થોડા શુક્લકેશી દેવ, ૨. પાલેશી દેવ અસંખ્યાતગણા, ૩. કાપોતલેશી દેવ અસંખ્યાતગણા, ૪. નીલલેશી દેવ વિશેષાધિક, ૫. કષ્ણલેશી દેવ વિશેષાધિક, ૬. કાપોતલેશી દેવીઓ સંખ્યાતગણી, ૭. નીલલેશી દેવીઓ વિશેષાધિક, ૮, કમ્બલેશી દેવીઓ વિશેષાધિક, ૯. તેજોલેશી દેવ સંખ્યાલગણા, ૧૦. તેજોલેશી દેવીઓ સંખ્યાતગણી. ભવનપતિ દેવ દેવીનું સાથે અલ્પબદુત્વ:- ૧. સૌથી થોડા તેજોલેશી દેવ, ૨. તેજોલેશી દેવીઓ સંખ્યાતગણી, ૩. કાપોતલેશી દેવ અસંખ્યાતગણા, ૪. નીલલેશી દેવ વિશેષાધિક, ૫. કૃષ્ણલેશી દેવ વિશેષાધિક, ૬. કાપોતલેશી દેવી સંખ્યાતગણી, ૭. નીલલેશી દેવી વિશેષાધિક, ૮, કમ્બલેશી દેવી વિશેષાધિક. આજ રીતે વ્યંતર દેવ દેવીનું અલ્પબદુત્વ છે. જ્યોતિષી દેવ દેવામાં અને વૈમાનિક દેવીમાં એક તેજોવેશ્યા જ હોય છે તેથી અલ્પબદુત્વ નથી. અલ્પત્રદ્ધિ મહાદ્ધિ - જ્યાં જેટલી લેગ્યા છે તેમાં પહેલાની લેગ્યા કૃષ્ણ આદિ અલ્પઋદ્ધિવાળી છે પછીની ક્રમથી મહાદ્ધિ વાળી છે.
ત્રીજો ઉદ્દેશક ૧. નૈરયિક જ નરકમાં ઉત્પન્ન થાય છે. અન્ય એટલે અનૈરયિક જીવ નરકમાં ઉત્પન્ન થતા નથી કારણ કે નરકનું આયુષ્ય શરૂ થયા પછી જ જીવ ત્યાં આવે છે. તેથી ઉત્પત્તિ સ્થાનની અપેક્ષા આ જ ઉત્તર ૨૪ દંડકમાં સમજી લેવા અર્થાત્ મનુષ્ય જ મનુષ્યમાં અથવા દેવતા જ દેવયોનિ સ્થાનમાં ઉત્પન્ન થાય છે. ૨. આ રીતે કર્ણ આદિ લેશ્યાવાળા જ કષ્ણ આદિ લેક્શામાં ઉત્પન્ન થાય છે. નારકી દેવતામાં જે લેક્શામાં જીવ ઉત્પન્ન થાય છે તે જ લેશ્યામાં મરે છે. અને તિર્યંચ મનુષ્યમાં તે જ લેગ્યામાં અથવા બીજી કોઈ પણ લેગ્યામાં મરે છે. પરંતુ જે લેગ્યામાં જીવ મરે છે તે જ લેશ્યામાં ઉત્પન્ન થાય છે, આ નિયમ ૨૪ દંડકમાં છે. ૩. જે દંડકમાં જેટલી લેગ્યા છે, તેની અપેક્ષા ઉપર કહેલ કથન સમજી લેવું. પૃથ્વી, પાણી, વનસ્પતિ તેજો લેગ્યામાં ઉત્પન્ન થનારા તેજોલેશ્યામાં મરતા નથી અન્ય ત્રણ કૃષ્ણાદિમાં મરે છે.