________________
56
આગમસાર– ઉતરાર્ધ નિર્જરા પુદ્ગલ – મુક્ત થવાવાળા આત્માના અંતિમ નિર્જરા પુદ્ગલ સર્વેલોકમાં વ્યાપ્ત થાય છે. તેને ઇન્દ્રિયો ગ્રહણ કરી શકતી. નથી તેમજ જાણી દેખી શકતી નથી, ભલે ને કોઈ દેવ હોય કે મનુષ્ય. કારણ કે તે નિર્જરા પુદ્ગલ અતિ સૂક્ષ્મ હોય છે. વિશિષ્ટ અવધિજ્ઞાની કે કેવળજ્ઞાની જ તેને જાણી-દેખી શકે છે તથા તે અમુક-અમુકના છે એવી વિવિધતાને અને અમુક વર્ણાદિ છે, એવા વિવિધ ભેદોને તેમજ ક્ષીણતા, તુચ્છતા (નિઃસારતા), હલ્કા, ભારેપણા વગેરેને કેવળી ભગવાન જોઈ તથા જાણી શકે છે.
નૈરયિક આદિ એને જાણી દેખી શકતા નથી પરંતુ ગ્રહણ કરીને આહાર રૂપમાં પરિણમન કરી શકે છે. સમ્યગુદષ્ટિ વૈમાનિક, પર્યાપ્ત, ઉપયોગવંત હોય તો જાણે, જુએ અને આહરે. અન્ય દેવો ન જાણે ન જુએ પરંતુ આહારરૂપમાં ગ્રહણ-પરિણમન કરે છે. આ પ્રકારે મનુષ્ય પણ જો વિશિષ્ટ જ્ઞાની ઉપયોગવંત હોય તો તેઓ જાણે, જુએ અને આહરે, અન્ય મનુષ્ય જાણે નહીં, જુએ નહીં પરંતુ આહાર રૂપમાં ગ્રહણ–પરિણમન કરે છે. કેવળજ્ઞાની મનુષ્ય સદૈવ જાણે અને જુએ છે પરંતુ આહારરૂપમાં કયારેક પરિણમન કરે છે અર્થાત્ અણાહારક હોય ત્યારે પરિણમન કરતા નથી. સિદ્ધ ભગવાન જાણે છે, જુએ છે.
તાત્પર્ય એ છે કે ઇન્દ્રિયો માટે આ પુદ્ગલ અવિષયભૂત છે વિશિષ્ટ જ્ઞાન ગોચર છે અને ઇન્દ્રિય અગોચર છે. પ્રતિબિંબ:- દર્પણ, મણિ આદિને જોનારા દર્પણ વગેરેને જુએ છે અને પ્રતિબિંબને જુએ છે પરંતુ સ્વયંને જોતા નથી. અવગાહન :– ખુલ્લું પ્રસરેલું (ફેલાયેલું) વસ્ત્ર જેટલા આકાશપ્રદેશ અવગાહન કરે છે, સમેટી લીધા પછી પણ તેટલા જ આકાશપ્રદેશની અવગાહના કરશે. સ્પર્શ - લોક થિગ્ગલ ઊ લોકાલોક રૂપ વસ્ત્રમાં લોક થીગડાના રૂપમાં છે. આ લોક થિગ્નલ- (૧) ધર્માસ્તિકાય, (૨) ધર્માસ્તિકાયના પ્રદેશ, (૩) અધર્માસ્તિકાય, (૪) અધર્માસ્તિકાયના પ્રદેશ, (૫) આકાશાસ્તિકાયના દેશ, (૬) આકાશસ્તિકાયના પ્રદેશ, (૭) પગલાસ્તિકાય, (૮) જીવાસ્તિકાય અને (૯-૧૩) પૃથ્વી આદિ પાંચ સ્થાવર વગેરેથી સ્પષ્ટ છે. (૧૪-૧૫) ત્રસ કાય અને અદ્ધા સમયથી સ્પષ્ટ પણ છે અસ્પષ્ટ પણ છે. (લોકમાં ત્રસ એવં કાળ કયાંક છે કયાંક નથી.)
આ જંબૂઢીપ- (૧) ધર્માસ્તિકાયના દેશ, (૨) પ્રદેશ, (૩) અધર્માસ્તિકાયના દેશ, (૪) પ્રદેશ, (૫) આકાશાસ્તિકાયના દેશ, (૬) પ્રદેશ (૭–૧૧) પૃથ્વી આદિ પાંચ સ્થાવર વગેરેથી સ્પષ્ટ છે. (૧૨) ત્રસ કાયથી સ્પષ્ટ પણ છે અસ્પષ્ટ પણ છે. (૧૩) કાળથી પૃષ્ટ છે. આ જ રીતે અન્ય દ્વીપ સમુદ્ર અંગે પણ જાણવું. અઢીદ્વીપની બહાર કાળથી અસ્પષ્ટ કહેવું. અલોકઆકાશાસ્તિકાયના દેશથી એવં પ્રદેશથી સ્પષ્ટ છે. અન્ય કોઈ પણ દ્રવ્યાદિ ત્યાં નથી, એક અજીવ દ્રવ્ય દેશ છે.
બીજો ઉદ્દેશક ૧. ઇન્દ્રિયોને યોગ્ય પગલોનો પહેલા ઉપચય- સંગ્રહ થાય છે. ૨. પછી એ ઇન્દ્રિયની નિષ્પત્તિ થાય છે. ૩. પ્રત્યેક ઇન્દ્રિયને નિષ્પન્ન થવામાં અસંખ્ય સમયના અંતર્મુહૂર્ત પ્રમાણકાળ લાગે છે. આ નિષ્પન્ન થનારી દ્રવ્યેન્દ્રિય છે. ૪. તદાવરણીય કર્મનો જે ક્ષયોપશમ થાય છે તે ભાવેન્દ્રિય છે. ૫. તેનો ઉપયોગ કાળ જઘન્ય અને ઉત્કૃષ્ટ અસંખ્ય સમયના અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે. જઘન્યથી ઉત્કૃષ્ટકાળ વિશેષાધિક હોય છે. ૬. અલ્પબદુત્વની અપેક્ષા પાંચેય ઇન્દ્રિયોના જઘન્ય ઉપયોગકાળમાં ચક્ષુ ઇન્દ્રિયના ઓછા અને શેષના પૂર્વોક્ત ક્રમથી વિશેષાધિક હોય છે. ઉત્કૃષ્ટમાં પણ આ જ ક્રમથી અલ્પાધિક હોય છે. જઘન્ય–ઉત્કૃષ્ટના સંયુક્ત અલ્પબદુત્વમાં સ્પર્શેન્દ્રિયના જઘન્ય ઉપયોગકાળથી ચક્ષુ ઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપયોગકાળ વિશેષાધિક છે. ૭. અવગ્રહ(ગ્રહણ), ઈહા(વિચારણા), અવાય(નિર્ણય), ધારણા (સ્મૃતિ) પાંચે ઇન્દ્રિયોના હોય છે. અર્થાવગ્રહ છ પ્રકારના હોય છે. પાંચ ઇન્દ્રિય અને મન. વ્યંજનાવગ્રહ ચક્ષુ ઇન્દ્રિયને છોડીને ચાર ઇન્દ્રિયના હોય છે.
આ સર્વે નિષ્પત્તિ આદિ ૨૪ દંડકમાં છે. જેને જેટલી ઇન્દ્રિયો હોય છે તેની અપેક્ષાએ ઉક્ત વિષય, ઇન્દ્રિય-નિષ્પત્તિ આદિ હોય છે, યાવતુ ઉપયોગ અદ્ધા કાળનું અલ્પબદુત્વ અને અવગ્રહ, ઈહા, અવાય, ધારણા પણ ૨૪ દંડકમાં યથા- યોગ્ય ઇન્દ્રિય અનુસાર છે. વિશેષ - આ પ્રકરણમાં એકેન્દ્રિયને દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય એક જ કહેલ છે. આથી કોઈ ચિંતક કે વ્યાખ્યાકાર અથવા વૈજ્ઞાનિકો વનસ્પતિમાં પાંચ ભાવેન્દ્રિયો કહે તો તે કથન આગમ સમ્મત નથી તેથી તેવું કથન શ્રદ્ધા પ્રરૂપણાને યોગ્ય નથી.
સોળમું : પ્રયોગપદ આત્મા દ્વારા વિશેષરૂપથી પ્રકર્ષરૂપથી કરવામાં આવતા વ્યાપારને પ્રયોગ કહે છે. પ્રચલનમાં તેને યોગ કહે છે. અન્યત્ર આગમમાં પણ તેને યોગ કહેલ છે. માટે શબ્દ પ્રયોગના અંતર સિવાય યોગ અને પ્રયોગના અર્થ અને ભાવાર્થમાં કોઈ વિશેષ અંતર નથી. પ્રયોગ પંદર:- ૪ મનના, ૪ વચનના તેમજ ૭ કાયાના એમ ૧૫ પ્રયોગ છે. ૧૧મા ભાષા પદમાં સત્ય આદિ ચાર પ્રકારની ભાષા કહેવામાં આવી છે. તે જ ચાર પ્રકાર વચન યોગના છે તેમજ મન યોગના પણ ચાર પ્રકાર તે જ છે. માટે સત્ય, અસત્ય, મિશ્ર, તેમજ વ્યવહાર મન અને વચનના અર્થ–ભાવાર્થ તે જ સમજવા. ભાષામાં બોલવાથી પ્રયોજન છે તેમજ મનથી તેના આશયના ભાવનું ચિંતન મનન કરવાનું છે. કાયાના સાત પ્રયોગ આ પ્રકારે છે.
ઔદારિક કાયપ્રયોગ:- દારિક શરીરની જે પણ બાહ્ય તેમજ આત્યંતર હલન-ચલન, સ્પંદનરૂપ પ્રવૃત્તિઓ છે, તે ઔદારિક કાયપ્રયોગ છે. મનુષ્ય, તિર્યંચમાં બધા જીવોને આ પ્રયોગ હોય છે.
ઔદારિક મિશ્ર કાયપ્રયોગ - ઔદારિક શરીર બનાવવા માટે તેના પહેલા આત્માનો જે વ્યાપાર(પ્રવૃત્તિરૂપ) થાય છે, તે ઔદારિક મિશ્રકાય પ્રયોગ છે. તે કાર્મણની સાથે જન્મ સમયમાં ઔદારિક શરીર પૂરું ન બને ત્યાં સુધી હોય છે. વૈક્રિય અને આહારક બંને લબ્ધિ પ્રયોગ પછી જ્યારે જીવ ફરી ઔદારિક શરીરમાં અવસ્થિત થાય છે ત્યારે તે વૈક્રિય અથવા આહારકની સાથે ઔદારિક મિશ્ર કાયપ્રયોગ થાય છે. કેવળી સમુદ્યાતના પ્રારંભમાં અને અંતમાં કાર્મણની સાથે ઔદારિક મિશ્ર કાયયોગ હોય છે.