________________
54
આગમચાર– ઉતરાર્ધ ૭. ત્રણ સ્થાવરમાં–૧૮ પરિણામ છે. જેમ કે- ગતિ-૧, ઇન્દ્રિય-૧, કષાય-૪, લેગ્યા-૪, યોગ–૧, ઉપયોગ–૨, અજ્ઞાન–૨ દર્શન-૧, અસંયમ-૧, વેદ-૧. ૮. તેઉ–વાયુકાયમાં– ૧૭ પરિણામ છે. ઉપરોકત ૧૮માંથી એક વેશ્યા ઓછી છે. ૯. ત્રણ વિકસેન્દ્રિયમાં ક્રમશ– ૨૨, ૨૩, ૨૪ પરિણામ છે. ઉપરોક્ત ૧૭માં વચનયોગ, ૨ જ્ઞાન, એક દષ્ટિ, આ ચાર વધવાથી ૨૧ થયા પછી એક-એક ઇન્દ્રિય વધવાથી ૨૨, ૨૩, ૨૪ થાય. ૧૦. તિર્યંચ પંચેન્દ્રિયમાં–૩૫ પરિણામ છે. જેમ કે- ગતિ–૧, ઇન્દ્રિય-૫, કષાય-૪, વેશ્યા-૬, યોગ-૩, ઉપયોગ-૨, જ્ઞાન-૩, અજ્ઞાન–૩, દર્શન-૩, ચારિત્ર-૨, વેદ-૩. ૧૧. મનુષ્યમાં-૪૭ પરિણામ છે.ત્રણ ગતિ ઓછી છે.આ પ્રકારે આ આટલા જીવ પરિણામ નરકાદિ ૨૪ દંડકના જીવોના હોય છે અજીવ પરિણામ -
અજીવ પુગલોના પરિણમનના મુખ્ય ૧૦ પ્રકાર છે. ૧. બંધન, ૨. ગતિ, ૩. ભેદન, ૪. વર્ણ, ૫. ગંધ, ૬. રસ, ૭. સ્પર્શ, ૮. સંસ્થાન, ૯. અગુરુલઘુ, ૧૦. શબ્દ. ૧ બંધન – પુદ્ગલ બંધના ત્રણ પ્રકાર છે ૧ સ્નિગ્ધ-સ્નિગ્ધ, ૨ રૂક્ષ-રૂક્ષ, ૩ સ્નિગ્ધ-રૂક્ષ. સ્નિગ્ધ-સ્નિગ્ધમાં સમ અને એકાધિકના બંધ થતા નથી તે રીતે રૂક્ષ-રૂક્ષના પણ સમજવા. સ્નિગ્ધ રૂક્ષ પુદ્ગલોમાં જઘન્યના(૧ ગુણનો ૧ ગુણની સાથે) બંધ નથી થતા.
પરસ્પર બે ગુણ અધિક સ્નિગ્ધ-સ્નિગ્ધના બંધ થાય છે; બે ગુણ અધિક રૂક્ષ-રૂક્ષના બંધ થાય છે. એક ગુણને છોડીને પછી રૂક્ષ સ્નિગ્ધના સમ, વિષમ કોઈ પણ બંધ થઈ શકે છે. આ બંધ પુદ્ગલ સ્કંધોના પરમાણુ આદિના જોડાણની અપેક્ષાએ કહેવાય છે. અર્થાત્ તે પરમાણુ આદિ જોડાઈને નવા પુદ્ગલ સ્કંધ બને છે. ૨ ગતિ – પુદ્ગલોની ગતિ બે પ્રકારની હોય છે. ૧ ફુસમાન (સ્પર્શ કરતાં), ૨ અફસમાણ. અસંખ્ય સમયમાં જે ગતિ હોય છે તે ફુસમાન હોય છે. ફુસમાન ગતિમાં અસંખ્ય સમય લાગે છે. અફસમાન ગતિ એક સમયમાં પણ થઈ જાય છે.
બીજી રીતે દીર્ઘ ગતિ પરિણામ અને હસ્વ ગતિ પરિણામ, આ બે ભેદ થાય છે. એનો અર્થ છે- થોડેક દૂર સુધી પુદ્ગલનું જવું અને અધિક દૂર પર જવું. ૩ ભેદન -પુગલોના ભેદન પરિણામ પાંચ પ્રકારના હોય છે. ૧ ખંડ, ૨ પ્રકર, ૩ ચૂર્ણ, ૪ અનુતરિકા, ૫ ઉત્કરિકા. ૪-૮ વર્ણાદિ – ૫ વર્ણ, ૨ ગંધ, પ રસ, ૮ સ્પર્શ, ૫ સંસ્થાન. ૯ અગુરુલઘુ – કાશ્મણવર્ગણા, ભાષાવર્ગણા, મનોવર્ગણા અને અરૂપી આકાશ આદિ અજીવ દ્રવ્યમાં અગુરુલઘુ પરિણામ હોય છે.
ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ આદિ દ્રવ્યોના ગુરુ–લઘુ પરિણામ હોય છે.(અગુરુલઘુ એટલે વજન રહિત) ૧૦ શબ્દ – મનોજ્ઞ શબ્દ અને અમનોજ્ઞ શબ્દ, આ બે પ્રકારના શબ્દ પરિણામ હોય છે. એ કુલ ૩૯ (૩+૨+૫+૨૫ + ૧ + ૨ ઊ ૩૮ અને એક ગુરુ લઘુ ઊ ૩૯) પદુગલ પરિણામ હોય છે. આ પ્રમાણે જીવના પ૦ અને અજીવના ૩૯ પરિણામ અપેક્ષા વિશેષથી કહેવાયા છે. અન્ય વિસ્તૃત અપેક્ષાએ જીવ અજીવના અનંત પરિણામ કહી શકાય છે.
ચૌદમું: કષાય પદ (૧) કષાયના ચાર પ્રકાર– ૧ ક્રોધ, ૨ માન, ૩ માયા, ૪ લોભ. (૨) ક્રોધાદિના ચાર પ્રકાર- ૧ અનંતાનુબંધી- ક્રોધ, માન, માયા, લોભ, ૨ અપ્રત્યાખ્યાની ક્રોધાદિ, ૩ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ, ૪ સંજ્વલન ક્રોધાદિ એમ ૧૬ ભેદ થાય છે. (૩) આ ૧દના ચાર–ચાર ભેદ–૧. આભોગથી ૨. અનાભોગથી ૩. ઉપશાંત ૪. અનુપશાંત. એમ ૬૪ ભેદ થાય છે. (૪) આ ક્રોધાદિની ઉત્પત્તિના નિમિત્ત ચાર છે. ૧ ક્ષેત્ર, ૨ મકાન, ૩ શરીર, ૪ ઉપકરણ, એમ નિમિત્ત ભેદથી એના ૬૪ ૪૪ ઊ ૨૫૬ પ્રકાર થાય છે. (૫) આ કષાયોના આધારની અપેક્ષા ચાર પ્રકારે છે. ૧ સ્વયં પર, ૨ બીજા પર, ૩ બંને પર, ૪ કોઈ પર નહીં. (ફક્ત પ્રકૃતિના ઉદય માત્ર હોવું) આધાર ભેદથી ક્રોધાદિના ૨૫૬ ૪ ૪ ઊ ૧૦૨૪ પ્રકાર થાય છે. સમુચ્ચય જીવ અને ૨૪ દંડક એમ ૨૫ એકવચન અને બહુવચનના ૫૦ વિકલ્પ કરવાથી ૧૦૨૪ x ૫૦ ઊ ૫૧૨00 ભંગ થાય છે. (૬) આ ચાર યાવત ૧૮૨૪ પ્રકારના કષાયના કારણે જીવે ભૂતકાળમાં આઠ કર્મોનો ચય(સંગ્રહ) કર્યો છે. વર્તમાનમાં તેની સમાન ઉપચય અને બંધ કરે છે. કષાયોથી બાંધેલા કર્મોનું ઉદયમાં આવવું આવશ્યક છે. અતઃ વેદન, ઉદીરણા, નિર્જરા પણ ત્રણ કાળની અપેક્ષા કરી છે, કરે છે અને કરશે. એવી રીતે આ આઠ કર્મ, ત્રણ કાળ, છ ચયાદિના (૮૪૩૪૬ ઊ ૧૪૪) વિકલ્પ થાય છે. એને ઉપરોક્ત ૫૧૨00 મંગથી ગુણવાથી ઊ ૨૧૮૮૮૦૦ વિકલ્પ, કષાય સંબંધી પૃચ્છાઓના થાય છે. ફક્ત ચાર કષાયથી ચય આદિના ભંગ કરાય તો ૧૪૪૪૪ કષાય*૨૫ (જીવ+૨૪ દંડક)xર (એકવચન બહુવચન) ઊ ૨૮૮૦૦ એ ચયાદિના સ્વતંત્ર વિકલ્પ થાય છે.
ક્રોધાદિના ક્ષેત્ર આદિ ચાર દ્રવ્ય નિમિત્ત કહ્યા છે. તોપણ નિંદા-પ્રશંસા, ઈર્ષ્યા, સવ્યવહાર–અસવ્યવહાર આદિ ભાવ કારણોથી પણ ક્રોધાદિની ઉત્પત્તિ સમજવી જોઈએ. કઠિન શબ્દોના અર્થ – ચય- કર્મ યોગ્ય પગલોને ગ્રહણ કરવા. ઉપચય- અબાધાકાળ છોડીને કર્મ નિષેક રચના કરવી. બંધનિષિક્ત જ્ઞાનાવરણીય આદિનું નિકાચન-નિધત કરવું. ઉદીરણા- કર્મોને ઉદયાવલિકામાં લાવવા. ઉદય(વેદના)- કર્મોનું ફળ પ્રાપ્ત થવું, ભોગવવું. નિર્જરા- ઉપભોગ કરેલા કર્મોને આત્માથી અલગ કરી દેવા.