________________
52
આગમસાર- ઉતરાર્ધ ચાર સ્પર્શવાળા હોય છે અર્થાત્ એમાં વર્ણાદિ ૧૬ બોલ (૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ અને, ૪ સ્પર્શ) હોય છે. ૭. તે પુગલ એક ગુણ કાળા હોઈ શકે છે અથવા અનંત ગણા કાળા પણ હોઈ શકે છે. એ પ્રકારે ૧૬ બોલ એક ગુણ યાવતુ અનંત ગણા ગુણ સમજી લેવા.
૮. જે ભાષા વર્ગણાના પુદ્ગલ જીવના સ્પર્શમાં છે અર્થાત્ જે શરીરમાં આત્મા હોય તે શરીરને સ્પર્શિત અને અવગાહિત છે એને ગ્રહણ કરી શકાય છે અન્ય અનવગાઢ યા અસ્પર્શિત ને નહીં; કંઠ, હોઠના નિકટતમ અનંતર છે તે ગ્રહણ કરી શકાય છે પરંપરાને નહીં. ૯. તે પુદ્ગલ નાના પણ હોઈ શકે છે. મોટા પણ હોઈ શકે છે. ૧૦. અવગાઢ છએ દિશાઓમાંથી ગ્રહણ કરાય છે. ભાષા પ્રયોગના પ્રારંભમાં, મધ્યમાં અને અંતમાં જ્યાં સુધી બોલાય છે ત્યાં સુધી સર્વે સમયોમાં ભાષા વર્ગણાના પુદ્ગલ ગ્રહણ કરાય છે. બોલવાનું બંધ કરવું હોય તો ક્યારેય પણ પુદ્ગલ ગ્રહણ કરવાનું અટકી શકે છે. ૧૧. પ્રથમ સમયમાં જે ભાષા દ્રવ્ય ગ્રહણ થાય છે, તેનું બીજા સમયમાં નિસ્સરણ – છોડવાનું થાય છે. બીજા સમયમાં જેનું ગ્રહણ કરે છે, તેનું ત્રીજા સમયમાં નિસ્સરણ હોય છે. ૧૨. લગાતાર અસંખ્ય સમય સુધી ગ્રહણ–નિસ્સરણ થયા વિના સ્વર યા વ્યંજનોની અર્થાત્ અક્ષરોની નિષ્પત્તિ થતી નથી.
૧૩. પ્રથમ સમયમાં ફક્ત ગ્રહણ જ હોય છે, નિસ્સરણ હોતું નથી. અંતિમ સમયમાં ફક્ત નિસ્સરણ હોય છે અને વચ્ચેના સમયમાં ગ્રહણ નિસ્સરણ બંને ક્રિયા હોય છે. એક સમયમાં યોગ્ય અનેક ક્રિયા થઈ શકવી એ જિનાનુમત છે. એક સમયમાં ઉપયોગ એક જ હોય છે. મિથ્યાત્વ અને સમ્યકત્વ એવી વિરોધી ક્રિયાઓ એક સાથે નથી થતી. પરંતુ કર્મ પ્રકૃતિનો બંધ, ઉદય, ઉદીરણા, નિર્જરા આદિ વિભિન્ન ક્રિયાઓ થતી રહે છે. (૨૪) સત્ય અસત્ય આદિ જે રૂપમાં ભાષા વર્ગણાના પુલ ગ્રહણ કરાય છે તે રૂપમાં એનું નિસ્સરણ થાય છે, અન્ય રૂપમાં નહીં. (૨૫) સ્વવિષયના અર્થાત્ ભાષાને યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરવામાં આવે છે અન્ય નહીં. તે પુદ્ગલ અનુક્રમ પ્રાપ્ત ગ્રહણ કરે છે, વ્યુત્ક્રમથી નહીં. (૨૬) ભાષા વર્ગણાના પુગલો ભેદ પામતા નીકળે છે. તો તે પુગલના ભેદ પાંચ પ્રકારના હોય છે. ૧. ખંડા ભેદ– લોઢું, તાંબું, ચાંદી, સોનું આદિના ખંડની જેમ, ૨. પ્રતર ભેદ– વાંસ, નેતર, કદલી, અબરખ આદિના ભેદની જેમ, ૩. ચૂર્ણ ભેદ– પીસેલા પદાર્થની સમાન ચૂર્ણ બની જવું, ૪. અણુતડિયા ભેદ- જળ સ્થાનોમાં પાણી સૂકાઈ જતાં માટીમાં તિરાડ પડે તેના જેવા, ૫. ઉક્કરિયા ભેદ– મસૂર, મગ, અડદ, તલ, ચોળા આદિ ફળીઓના ફાટવા રૂપ ભેદની સમાન
ભાષા વર્ગણાના પુદ્ગલોમાં આ પાંચ પ્રકારના ભેદ હોય શકે છે. એનું અલ્પબદુત્વ આ પ્રકારે છે. ૧. સર્વેથી થોડા ઉક્કરિયા(ઉત્કરીકા) ભેદવાળા, ૨. અનુતડિયા ભેટવાળા અનંતગુણા, ૩. ચૂર્ણભેદવાળા એનાથી અનંતગણા, ૪. તેનાથી પ્રતર ભેટવાળા અનંતગણા, ૫. તેનાથી ખંડા ભેદવાળા અસંખ્ય ગણા (૨૭) આ સમુચ્ચય જીવોની અપેક્ષાએ જે પણ કથન કર્યું છે, તેને નરકાદિ ૨૪ દંડકમાં યથા યોગ્ય સમજવું, અર્થાત્ જ્યાં જે ભાષા હોય છે, તે દંડકમાં તે ભાષાના આશ્રયથી કથન કરવું જોઇએ. એકેન્દ્રિય અભાષક છે, તેથી તેમનું કોઈપણ કથન કરવામાં આવતું નથી; શેષ ૧૯દંડકનું કથન જ અહીં અપેક્ષિત છે.
બારમું: બદ્ધ મુક્ત શરીર પદ ચાર ગતિમાં ભ્રમણ કરવાવાળા સમસ્ત જીવ સશરીરી હોય છે. શરીર રહિત જીવ નિજ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને સદેવ માટે જન્મ મરણના બંધનથી મુક્ત થઈ જાય છે. સંસારમાં રહેનારા જીવોને વિભિન્ન પ્રકારના અનેક શરીર હોય છે. આ શરીર કુલ પાંચ કહેલ છે– ૧. ઔદારિક, ૨. વૈક્રિય, ૩. આહારક, ૪. તૈજસ, ૫. કાર્પણ. (૧) ઔદારિક શરીરઃ- ઉદાર – પ્રધાન શરીર કે પૂલ શરીર અથવા વિશાલ શરીર. આ શરીર સંસારમાં અધિકતમ યાને અનંત જીવોને હોય છે. તીર્થકર, ચક્રવર્તી આદિ મહાપુરુષોને પણ આ શરીર હોય છે, તેથી આ શરીરનું ઘણું મહત્ત્વ છે. આ શરીરના માધ્યમથી જ જીવ સંસાર સાગર તરીને પાર કરે છે. અર્થાત્ સંસારથી હંમેશ માટે મુક્તિને પ્રાપ્ત થાય છે. દેવો પણ આ શરીર યુક્ત જીવનની ઇચ્છા કરે છે. એવું આ ઔદારિક શરીર તિર્યચ, મનુષ્યને હોય છે. (૨) વૈક્રિય શરીર:- જે શરીર વિવિધ અને વિશેષ પ્રકારની ક્રિયા કરી શકે છે અર્થાત્ નવા-નવા રૂપ ધારણ કરી શકે છે, તે વિશેષ ક્રિયા કરનારું વૈક્રિય શરીર છે. આ શરીર નારક, દેવોને જન્મથી પ્રાપ્ત થાય છે, મનુષ્ય, તિર્યચોમાં પણ કોઈ કોઈને વિશિષ્ટ ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. વાયુકાયના જીવોને પણ આ શરીર, સ્વભાવથી પ્રાપ્ત થાય છે.
આહારક શરીર :- જિન પ્રરૂપિત કોઈ સ્થળોના પ્રત્યક્ષ દર્શનની જિજ્ઞાસાથી અથવા કોઈ તત્ત્વોમાં ઉત્પન શંકાનું સમાધાન કરવા માટે આ શરીર બનાવવામાં આવે છે. આહારક લબ્ધિ સંપન્ન અણગારને આ શરીર હોઈ શકે છે. ૧૪ પૂર્વના જ્ઞાનીને આ આહારક લબ્ધિ પ્રાપ્ત હોય છે અને તે લબ્ધિ સંપન્ન અણગાર સર્વજ્ઞ વીતરાગ પ્રભુથી દૂરના ક્ષેત્રમાં હોય ત્યારે પ્રત્યક્ષીકરણ કરી તત્ત્વોના સમાધાન પ્રાપ્ત કરવા માટે લબ્ધિનો પ્રયોગ કરી આહારક શરીરનું એક પૂતળું બનાવીને સર્વજ્ઞ પાસે મોકલે છે. તે પૂતળું જ આહારક શરીર છે. સમાધાન પ્રાપ્ત કરી તે પૂતળું પુનઃ પોતાના સ્થાને આવે છે. આ પ્રકારે આગમ વર્ણિત નંદીશ્વર દ્વીપ, મેરૂ પર્વત આદિ સ્થળોને પણ પ્રત્યક્ષ જોઈને તે આહારક શરીરનું પૂતળું પુનઃ આવી જાય છે. આવવું, જવું, જોવું, પૂછવું વગેરે સમસ્ત ક્રિયામાં તે આહારક શરીરને અંતર્મુહૂર્તનો સમય લાગે છે. કારણ કે આ આહારક શરીરની ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે, અવગાહના ઉત્કૃષ્ટ એક હાથની હોય છે. (૪) તૈજસ શરીર:- આ શરીર ઔદારિક કે વૈક્રિય શરીરની સાથે રહે છે અને આહારની પાચનક્રિયાનું, રસ, રક્ત, ધાતુ આદિના નિર્માણ એવું સંચાલનનું કાર્ય કરે છે. ઔદારિક કે વૈક્રિય સંપૂર્ણ શરીરમાં આ શરીર વ્યાપ્ત રહે છે, સંસારના સમસ્ત જીવોને અનાદિકાળથી હોય છે. મોક્ષમાં જતી વખતે આ શરીર આત્માનો સાથ છોડે છે. મૃત્યુ પામીને જીવ જ્યારે ઔદારિક કે વૈક્રિય શરીરને ત્યાં જ છોડીને પરભવમાં જાય છે, ત્યારે પણ આ શરીર આત્માની સાથે રહે છે. એનું શરીરમાં પ્રમુખ સ્થાન અને કર્તવ્ય જઠરાગ્નિ છે તેથી તેનું નામ તેજસ શરીર છે.