________________
50
આગમચાર– ઉતરાર્ધ (૩) જીવોમાં પણ એકેન્દ્રિય જીવ અભાષક છે. એને ભાષા નથી હોતી. કારણ કે બોલવાના સાધન મુખ, જીભ, કંઠ, હોઠ તેમને હોતા નથી. (૪) દારિક, વૈક્રિય અને આહારક શરીરથી ભાષાની ઉત્પત્તિ થઈ શકે છે. (૫) ભાષા ૪ પ્રકારની હોય છે. ૧. સત્ય, ૨. અસત્ય, ૩. મિશ્ર, ૪. વ્યવહાર. પર્યાપ્તિની અપર્યાપ્તિનીના ભેદથી તે બે પ્રકારની છે. સત્ય, અસત્ય, ભાષા પર્યાપ્તિની (પરિપૂર્ણ) ભાષા છે. મિશ્ર અને વ્યવહાર ભાષા અપયોપ્તિની ભાષા છે. (૬) નારકી, દેવતા, મનુષ્યમાં ચારે પ્રકારની ભાષા છે; એકેન્દ્રિયમાં એક પણ નથી; બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચમાં એક વ્યવહાર ભાષા હોય છે. સંજ્ઞી તિર્યંચમાં મનુષ્ય દ્વારા શીખવાડેલા અભ્યાસ થકી જે હોશિયાર પ્રાણી, પશુ, પક્ષી હોય છે, એમને ચારે ભાષા હોઈ શકે છે. (૭) આ લોક–પરલોકની આરાધના કરાવનાર તેમજ મુક્તિ પ્રાપ્ત કરાવનાર ભાષા સત્ય ભાષા છે. એનાથી વિપરીત મુક્તિ માર્ગની વિરાધના કરાવનાર અસત્ય ભાષા છે. મિશ્ર ભાષામાં બંને અવસ્થા હોય છે તેથી તે પણ અશુદ્ધ છે. આજ્ઞા આપનારી, સંબોધન કરનારી ઇત્યાદિ વ્યવહાર ઉપયોગી, સત્ય અસત્યથી પર રહેનારી ભાષા, વ્યવહાર ભાષા છે. યથા- હે પુત્ર! ઉઠો, ભણો આદિ. (૮) અબોધ બાળક(નવજાત બચ્ચા) બોલતા છતાં પણ એને ખબર નથી કે હું આ ભાષા બોલી રહ્યો છું. તે એ પણ નથી જાણતો કે આ માતા, પિતા છે વગેરે. એ જ રીતે પશુઓ પણ ભાષાઓની બાબતમાં જાણતા નથી. જો કોઈ બાળકને વિશેષજ્ઞાન(અવધિજ્ઞાન) જન્મથી ઉત્પન્ન થયું હોય તો તે બાળક, યા પશુ આદિ ઉક્ત ભાષા બોલીને ઓળખી શકે છે કે આ હું ભાષા બોલી રહ્યો છું. (૯) સ્ત્રી-પુરુષ આદિને વ્યક્તિગત કે જાતિગત સંબોધન કરતી ભાષા 'પ્રજ્ઞાપની' ભાષા કહેવાય છે, તે અસત્યામૃષા ભાષા છે અર્થાત્ વ્યવહાર ભાષા છે. (૧૦) પુરુષ જાતિ માટે શબ્દોના ઉદાહરણ :- મનુષ્ય, પાડો, બળદ, ઘોડો, હાથી, સિંહ, વાઘ, ગધેડો, શિયાળ, બિલાડો, કૂતરશે, ઉદર, સસલો, ચિત્તો વગેરે. (૧૧) સ્ત્રી જાતિ માટે શબ્દોના ઉદાહરણ :- સ્ત્રી, ભેંસ,ગાય, ઘોડી, હાથણી, સિંહણ, વાઘણ, ઘેટી, શિયાળણી, ગધેડી, બિલાડી, કૂતરી, ઉદરડી, સસલી, ચિત્રકી વગેરે. (૧૨) નપુંસક શબ્દોના ઉદાહરણ :– કાંસ્ય, શૈલ, સૂપ, તાર, રૂપ, આંખ, પર્વ, દૂધ, કુંડ, દહીં, નવનીત, આસન, શયન, ભવન, વિમાન, છત્ર, ચામર, ભૂંગાર, આંગણું, આભરણ, રત્ન આદિ. (૧૩) સ્ત્રી આદિ બે પ્રકારની હોય છે. ૧. વેદ મોહના ઉદય રૂપ યા સ્તન આદિ અવયવવાળી, ૨. ભાષા શાસ્ત્રની અપેક્ષાએ સ્ત્રી વચન, આદિ. ઉપરોક્ત સ્ત્રી આદિ શબ્દ ભાષા શાસ્ત્રોની અપેક્ષાએ છે. ભાષા શાસ્ત્રમાં કહેલા સ્ત્રી શબ્દ આદિના લક્ષણ, ઉચ્ચારણ, પ્રત્યય આદિ એમાં હોય છે. સ્ત્રી-પુરુષના અવયવ (શરીર)ની અપેક્ષા જે છે તે આનાથી ભિન્ન છે. તેથી ભાષા શાસ્ત્રની અપેક્ષાએ આ શબ્દો અસત્ય નથી. (૧૪) ભાષાના પુદ્ગલ સ્કંધોના સંસ્થાન, આકાર વજ(ડમરૂ)ના જેવા હોય છે. (૧૫) પ્રયોગ વિશેષથી બોલાતી, ગ્રહણ કરેલા ભાષા પગલોના અનેક વિભાગ કરી, નીકળનારી ભાષા ઉત્કૃષ્ટ લોકાંત સુધી છ એ દિશામાં જાય છે. સામાન્ય પ્રયત્નથી બોલાતી ભાષા સંખ્યાત અસંખ્યાત યોજન સુધી જઈને નષ્ટ થઈ જાય છે. પ્રયત્ન વિશેષથી અને પુગલોને ભેદતી બોલાતી ભાષા ભાષાના અન્ય પુગલોને પણ ભાવિત (વાસિત) કરે છે, ભાષારૂપે પરિણત કરીને ચાલે છે. (જેમકે ગીતનો અવાજ વાતચીતના અવાજ કરતાં વધારે દૂર સુધી જાય છે.) (૧૬) કાયયોગથી ભાષાના પુદ્ગલો ગ્રહણ કરી વચન યોગથી ભાષા બોલાય છે. ભાષા વર્ગણાના પુદ્ગલ લેવા-મૂકવામાં કુલ બે સમય લાગે છે. સ્થૂળ દષ્ટિથી વચન પ્રયોગમાં ઓછામાં ઓછા અસંખ્ય સમય લાગે છે. ભાષાથી બોલેલા શબ્દો એક બીજાને પ્રભાવિત કરીને પરંપરાથી ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી લોકમાં રહે છે. જઘન્ય અંતર્મુહૂર્ત રહી શકે છે. આ સ્થિતિ પછી એ પુદ્ગલ પુનઃ અન્ય પરિણામમાં પરિણત થઈ જાય છે. (૧૭) સત્ય ભાષાના ૧૦ પ્રકાર:- ૧. જનપદ સત્ય- યથા કોંકણ દેશમાં પય'ને 'પિચ્ચ' કહેવાયું તો એ જનપદ સત્ય છે. ૨. સમ્મત સત્ય- લોક પ્રસિદ્ધ હોય યથા- પંકજ ઊ કમળ, શેવાળ કીડા આદિ પણ પંકજ હોય છે. પરંતુ તે લોક સમ્મત નથી. આથી કમળ માટે 'પંકજ' એ લોક સમ્મત શબ્દ છે. ૩. સ્થાપના સત્ય– કોઈ વસ્તુ અમુક નામે ઓળખાતી હોય– યથા– કોઈ મૂર્તિ– જે તે ભગવાન તરીકે પ્રસિદ્ધ હોય તે સ્થાપના સત્ય. ૪. નામ- જે પણ નામ રાખ્યું હોય તે નામ સત્ય છે. યથા– મહાવીર, લક્ષ્મી આદિ નામ પ્રમાણે ગુણ ન પણ હોય તો પણ તે નામ સત્ય છે. ૫. રૂપ સત્ય બહુરૂપી વ્યક્તિ જે રૂપમાં હોય તેને તે કહેવું રૂપ સત્ય છે.(દા.ત. રામલીલામાં રાવણ) ૬. પ્રતીત્ય(અપેક્ષા) સત્ય– કોઈ પદાર્થને કોઈની અપેક્ષાએ નાનો કહેવો પ્રતિત્ય સત્ય છે. તે જ પદાર્થ બીજાની અપેક્ષાએ મોટો પણ હોઈ શકે છે. ૭. વ્યવહાર સત્ય- ગામ આવી ગયું, પહાડ બળી રહ્યો છે ઇત્યાદિ. વાસ્તવમાં ગામ ચાલતું નથી, જીવ ચાલે છે. પહાડ બળતો નથી. પરંતુ એની અંદર રહેલા ઘાસ વગેરે બળે છે, તો પણ વ્યવહાર સત્ય ભાષા છે. ૮. ભાવ સત્ય- ભાવમાં જે ગુણ પ્રમુખ હોય છે તેનું તે પદાર્થમાં મહત્ત્વ બતાવવું તે ભાવ સત્ય છે. યથા– કાળી ગાય આ ભાવ સત્ય છે. જો કે પાંચ વર્ણ અષ્ટ સ્પર્શમાં હોય છે. તો પણ પ્રમુખ રંગને કહેવું ભાવ સત્ય છે. એ પ્રકારે અન્ય ગુણોની પ્રમુખતાના શબ્દ સમજવા.