________________
આગમસાર
jainology II
નવમું યોનિ પદ સંસારમાં જીવ જ્યાં જન્મ લે છે, ગર્ભરૂપમાં ઉત્પન્ન થાય છે, જ્યાં ઔદારિક આદિ શરીર બનાવવા માટે પ્રથમ આહાર ગ્રહણ કરે છે, એ ઉત્પત્તિ સ્થાનને યોનિ' કહે છે. એને સંખ્યામાં ૮૪ લાખ યોનિ કહેવામાં આવી છે. વિશેષ ભેદોની અપેક્ષા આ યોનિ સ્થાન અસંખ્ય છે. પ્રસ્તુત પ્રકરણમાં તે સર્વે યોનિઓને અપેક્ષાએ ત્રણ-ત્રણ પ્રકારોમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે. યથા૧. શીત યોનિ, ૨. ઉષ્ણ યોનિ, ૩. શીતોષ્ણ યોનિ. અથવા ૧. સચિત્ત યોનિ, ૨. અચિત્ત યોનિ, ૩. મિશ્ર યોનિ. અથવા ૧. સંવૃત યોનિ, ૨. વિવૃત યોનિ, ૩. સંવૃત વિવૃત્ત યોનિ આ નવ યોનિઓ સમસ્ત જીવોની અપેક્ષાએ કહેલ છે. પ્રત્યેક ત્રણ યોનિમાં સર્વે જીવોનો સમાવેશ થઈ જાય છે.
પૂર્વોક્ત ૯ યોનિઓ જીવોમાં આ પ્રકારે હોય છે :જીવનામ
શીત આદિ સચિત્તાદિ સંવૃત્તાદિ
૩ યોનિ ૩ યોનિ | ૩ યોનિ ત્રણ નરક
શીત
અચિત્ત | સંવત ચોથી નરક
શીત એવં ઉષ્ણ બે અચિત્ત | સંવત પાંચમી નરક શીત એવં ઉષ્ણ બે અચિત્ત | સંવત છઠ્ઠી સાતમી નરક | ઉષ્ણ
અચિત્ત |
| સંવૃત તેઉકાય ઉષ્ણ
ત્રણે સંવત ચાર સ્થાવર
ત્રણે | ત્રણે વિકસેન્દ્રિય | ત્રણે અસંજ્ઞી તિર્યંચ મનુષ્ય ત્રણે સંજ્ઞી તિર્યંચ, મનુષ્ય | શીતોષ્ણ | મિશ્ર | સંવૃત–વિવૃત | દેવ
| શીતોષ્ણ | | અચિત્ત | સંવત જન્મ સ્થાનમાં પ્રથમ આહાર સચિત્ત અચિત્ત અથવા મિશ્રમાંથી જેવો પણ હોય છે, તે અનુસાર યોનિ હોય છે. અર્થાત્ તે આહાર સચિત્ત છે તો સચિત્ત યોનિ સમજવી. આ પ્રકારે સંજ્ઞી મનુષ્ય અને તિર્યંચને “રજ–વીર્યનો પ્રથમ આહાર થાય છે. તેમાં વીર્ય અચિત્ત અને ૨જ સચિત્ત હોવાથી મિશ્ર આહાર થાય છે. તેથી એની મિશ્ર યોનિ કહેવાય છે.
ઉત્પત્તિ સ્થાનનો સ્વભાવ ઉષ્ણ કે શીત હોય છે, તદનુસાર યોનિ હોય છે. યથા– અગ્નિ કાયની ઉણ યોનિ.
ઉત્પત્તિ સ્થાન ઢાંકેલું હોય(ન દેખાય તેવું) કે ગુખ હોય તો સંવૃત યોનિ હોય છે. પ્રકટ સ્થાન હોય તે વિસ્તૃત યોનિ અને થોડું ઢાંકેલું થોડું ખુલ્લું સ્થાન હોય તો તે સંવૃત વિવૃત યોનિ હોય છે. અલ્પબદુત્વ :- ૧. સર્વથી થોડા શીતોષ્ણ યોનિક, તેનાથી ઉષ્ણ યોનિક અસંખ્યાતગણા, એનાથી શીત યોનિક અનંત ગણા. ૨. સર્વથી થોડા મિશ્ર યોનિક, તેનાથી અચિત્ત યોનિક અસંખ્યગણા, એનાથી સચિત્ત યોનિક અનંતગણા. ૩. સર્વથી થોડા સંવૃત–વિવૃત, એનાથી વિવૃત યોનિક અસંખ્યગણા, એનાથી સંવૃત યોનિક અનંતગણા.
ત્રણે
ત્રણે
| સંવૃત વિવૃત વિવૃત
દસમું: ચરમ પદ પૃથ્વી આદિની ચરમાગરમ વક્તવ્યતા:- રત્ન પ્રભા આદિ સાત એવં સિદ્ધ શિલા, આ આઠ પૃથ્વીઓ કહેલ છે. એ સિવાય દેવલોક આદિ પણ અલગ-અલગ પૃથ્વી અંધ છે. દ્રવ્યાપેક્ષા – આ સર્વે એક-એક સ્કંધ છે. તેથી તેમાં ૧. ચરમ, ૨. અનેક ચરમ, ૩. અચરમ, ૪. અનેક અચરમ, પ. ચરમાંતપ્રદેશ, ૬. અચરમાંતપ્રદેશ. આ માંથી એક પણ વિકલ્પ થઈ શકતો નથી. કારણ કે જે એક દ્રવ્ય છે તેની સાથે કોઈ નથી, ત્યારે બીજા કોઈ દ્રવ્યની વિવક્ષા વિના એ ભંગ થઈ શકતા નથી. અર્થાત્ આ ચરમ, અંતિમ આદિ ભંગ અનેકની અપેક્ષા રાખે છે. વિભાગાપેક્ષા :- આ રત્નપ્રભાદિ અસંખ્યપ્રદેશ અવગાહનાત્મક અનેક સ્કંધોથી યુક્ત છે. એના ચરમપ્રદેશ ખૂણાના રૂપમાં છે. આ ખૂણાના વિભાગ અપેક્ષા અનેક ચરમ સ્કંધ રૂપમાં વિવક્ષિત કરવાથી એવં મધ્યમના આખા એક ગોળ ખંડને એક અચરમ વિવક્ષિત કરવાથી રત્ન પ્રભા પૃથ્વી આદિના ચરમ આદિ થઈ શકે છે. આ વિભાગાદેશથી રત્ન પ્રભા પૃથ્વી– ૧. અચરમ, ૨. અનેક ચરમ છે, ૩. અચરમાંતપ્રદેશ, ૪ ચરમાંતપ્રદેશ છે. (૧) અચરમ:- વચ્ચેનો વિવક્ષિત એક દ્રવ્ય સ્કંધ. (૨) અનેક ચરમ:-ખૂણા રૂપમાં અનેક અસંખ્ય ખંડ અનેક ચરમ દ્રવ્ય છે. (૩) અચરમાંતપ્રદેશઃ- અચરમ દ્રવ્ય અવગાહિત પ્રદેશોની અપેક્ષા અસંખ્ય પ્રદેશાત્મક છે. અતઃ અસંખ્ય અચરમાંતપ્રદેશ છે. (૪) ચરમાંતપ્રદેશઃ- ખૂણાના રૂપમાં રહેલા અસંખ્ય ખંડ અવગાહિત પ્રદેશોની અપેક્ષા અસંખ્ય પ્રદેશાત્મક છે.
આ જ પ્રકારે વિભાગાદેશથી બધી પૃથ્વીઓ અને દેવલોક, લોક એવં અલોક આદિના ચાર ચાર બંગ માન્ય કરાય છે.
અગિયારમું : ભાષા પદ (૧) ભાષા, વસ્તુ–તત્ત્વનો બોધ કરાવે છે. કોઈ પણ વ્યક્તિના આશયને સમજવા, ઓળખવા, જાણવા માટે ભાષા અત્યંત સદ્યોગકારિણી, ઉપકારિણી થાય છે. (૨) ભાષા જીવને હોય છે, અજીવને નહીં. કયારેક જીવની ભાષાના પ્રયોગમાં અજીવ માધ્યમ બને છે, પરંતુ સ્વંય અજીવ ભાષક નથી. તેમાં(અજીવમાં) પર પ્રયોગ યા વિકારથી ધ્વનિ(શબ્દ–અવાજ) આવી શકે છે, કંઠ, હોઠ આદિ અવયવોના સંયોગજન્ય વચન વિભક્તિરૂપ ભાષા પુદ્ગલોને નથી હોતી.