________________
47
આગમસાર
૧૦ પક્ષ ૧૪ પક્ષ
jainology II
દેવલોક
જઘન્ય કાળમાન | ઉત્કૃષ્ટ પહેલો દેવલોક અનેક મુહૂર્ત બે પક્ષ બીજો દેવલોક સાધિક અનેક મહૂર્ત| સાધિક બે પક્ષ ત્રીજો દેવલોક બે પક્ષ
સાત પક્ષ ચોથો દેવલોક બે પક્ષ સાધિક સાત પક્ષ સાધિક પાંચમો દેવલોક | ૭ પક્ષ છઠ્ઠો દેવલોક ૧૦ પક્ષ સાતમો દેવલોક | | ૧૪ પક્ષ
૧૭ પક્ષ આઠમો દેવલોક | ૧૭ પક્ષ
૧૮ પક્ષ નવમો દેવલોક ૧૮ પક્ષ
૧૯ પક્ષ દસમો દેવલોક | ૧૯ પક્ષ
૨૦ પક્ષ અગિયારમો દેવલોક | ૨૦ પક્ષ
૨૧ પક્ષ બારમો દેવલોક ૨૧ પક્ષ
૨૨ પક્ષ | નવ રૈવેયક ૨૨ પક્ષ
૩૧ પક્ષ પાંચ અનુત્તર વિમાન ૩૧ પક્ષ
૩૩ પક્ષ વિશેષ:- નવ રૈવેયકમાં પ્રત્યેકના જઘન્ય ઉત્કૃષ્ટ અલગ અલગ સમજવા જોઇએ. ચાર્ટમાં નવેના એક સાથે કહ્યા છે. માટે જેટલા સાગરોપમની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ જે રૈવેયકની છે, તેટલા તેટલા જઘન્ય ઉત્કૃષ્ટ પક્ષ સમજવા જોઇએ. એ જ રીતે ચાર અણુત્તર વિમાનમાં પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અનુસાર પક્ષ જાણવા. સર્વાર્થસિદ્ધ દેવોને જઘન્ય ઉત્કૃષ્ટ ૩૩ પક્ષનો એક શ્વાસોશ્વાસ હોય છે. આ જ રીતે લોકાંતિક આદિ અન્ય કોઈપણ દેવોના શ્વાસોશ્વાસના કાળમાન સમજી શકાય છે. શ્વાસોશ્વાસના કાળમાન છે કે વિરહ? : એક વિચારણા:
સંસારના નાના-મોટા સર્વે પ્રાણી શ્વાસોશ્વાસ લે છે અને એના આધારે જીવે છે. પ્રસ્તુત પદમાં નારકી આદિ જીવ કેટલા સમયમાં શ્વાસોશ્વાસ લે છે અર્થાત્ તે જીવોને એકવારની શ્વાસોશ્વાસની ક્રિયામાં કેટલો સમય લાગે છે તે બતાવ્યું છે.
આ સૂત્ર પદનો અર્થ એમ પણ કરી શકાય છે કે કેટલા સમયના વિરહના અંતરથી શ્વાસોશ્વાસ લેવામાં આવે છે, પરંતુ. આગમકારે કેટલા કાળનો વિરહ અથવા કેટલા કાળનું અંતર હોય છે એમ નથી પૂછયું, અને ઉત્તરમાં પણ અંતર અથવા વિરહના ભાવનો ઉત્તર નથી આપ્યો. અગર અંતર અથવા વિરહનો આશય હોત તો નારકી માટે 'અનુસમયે અવિરહિયં' શબ્દનો પ્રયોગ થાત અને અન્ય દંડકમાં પણ સાત થોવ અથવા પંદર પક્ષના અંતરથી શ્વાસોશ્વાસ લે છે એવું સ્પષ્ટ કથન કરવામાં આવત, પરંતુ પાઠમાં એવો પ્રયોગ નથી. આગમમાં શબ્દ પ્રયોગ આ પ્રકારનો છે. પ્રશ્ન- કેવઈ કાલસ આણમંતિ? ઉત્તર- જહણેણં સત્ત થાવાણાં આણમંતિ ઉજ્જોસેણે સાઈરેગસ્સ પધ્ધસ્સ આણમંતિ. અહીં 'કાલસ્સ થોવાણ સાઈરેગસ્સ પધ્ધસ્સ એ શ્વાસોશ્વાસના વિશેષણ છે. આનો અર્થ સ્પષ્ટ છે કે કેટલા કાળનો શ્વાસોશ્વાસ? એક થોવ, સાધિક પક્ષનો શ્વાસોશ્વાસ લે છે. અતઃ એથી સ્પષ્ટ થાય છે કે તે જીવોને એક વારની શ્વાસોશ્વાસ ક્રિયામાં થોવ, પક્ષ આદિ સમય લાગે છે. વ્યવહારિક દષ્ટિથી વિચારીએ તો કોઈ પણ સ્વસ્થ પ્રાણી રોકી–ોકીને શ્વાસ નથી લેતો. આત્યંતર નાડી સ્પંદન અથવા નાક દ્વારા શ્વાસ ગ્રહણ સ્વાભાવિક કોઈનો પણ રોકાતો નથી પરંતુ પ્રત્યેક પ્રાણીની શ્વાસ લેવાની પદ્ધતિ ભિન્ન હોય છે. કોઈની મંદગતિ તો. કોઈની તીવ્રગતિ. મંદતમ ગતિ અને તીવ્રગતિથી શ્વાસ લેવાની ક્રિયા હોય છે. તેથી શ્વાસ લેવાની ક્રિયામાં ભિન્નતા સ્પષ્ટ દેખાય છે.
આગમમાં મનુષ્યના શ્વાસોશ્વાસ માટે “વેમાત્રા” શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જો આ પ્રકરણમાં કહેલ કાલમાનને વિરહ સમજી લેવામાં આવશે તો મનુષ્ય માટે અવિરહ નહીં કહેતા માત્રાનું જે કથન કરવામાં આવ્યું છે. નિશ્ચિત કાલ માન નથી, પરંતુ જુદા પ્રકારનું અંતર હોય છે. જ્યારે પ્રત્યક્ષ વ્યવહારમાં એ દેખાય છે કે નાક દ્વારા ચાલતો શ્વાસ અથવા નાડી સ્પંદન અથવા ધડકન આદિ કોઈની મિનિટ, અડધી મિનિટ કે બે મિનિટ એમ કોઈ પણ વેમાત્રા સુધી શ્વાસ થોભતો નથી, તેમાં(શ્વાસમાં) વિરહ–અંતર નથી. અતઃ અવિરહ કહેવું જોઇએ. અગર અંતર માટે વેમાત્રાનો શબ્દ પ્રયોગ હોય તો વિભિન્ન માત્રાઓમાં જુદીજુદી વ્યક્તિઓના શ્વાસની વચ્ચે કોઈને કોઈ અત્યધિક અંતર દેખાવું જોઈએ પરંતુ એવું દેખાતું નથી. (વ્યવહારમાં આહાર સંજ્ઞા છે, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ છે. શ્વાસોશ્વાસથી કાળ પણ માપાય છે. કાળ અતુટ નિત્ય છે.)
પ્રત્યક્ષમાં એ દેખાય છે કે વિભિન્ન માત્રાનું કાળમાન અલગ-અલગ વ્યક્તિઓની શ્વાસોશ્વાસ ક્રિયાનું હોય છે. ભગવતી. ટીકામાં પણ સાત લવ આદિ માટે કાલમાન શબ્દનો પ્રયોગ કરાયો છે.
આહારનું અંતર જે રીતે પ્રત્યેક પ્રાણીના જીવનમાં દેખાય છે તે રીતે શ્વાસોશ્વાસમાં અંતર દેખાતું નથી.
ભગવતી સૂત્રમાં પાંચ સ્થાવરના આહાર અણસમય અવિરહ કહેવાયો છે. પરંતુ શ્વાસોશ્વાસ માટે વિમાત્રા શબ્દનો જ પ્રયોગ કર્યો છે. આથી સ્પષ્ટ થાય છે કે આગમકારને શ્વાસોશ્વાસનો વિરહ નથી બતાવવો પરંતુ એનું કાલમાન બતાવવું છે, જે ઔદારિકમાં વિમાત્રાવાળા છે.
ત્યાં પણ (શ.-૧, ઉ.-૧માં) બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના શ્વાસોશ્વાસને માટે ફક્ત વિમાત્રા જ કહ્યું છે. આહાર માટે વિમાત્રા કહેવાની સાથે અસંખ્ય સમયના અંતમુહૂર્ત યાવતુ બે-ત્રણ દિવસે આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. એ પ્રકારે આગમમાં પણ ઔદારિક દંડકોના આહારનું અંતર સ્પષ્ટ છે. વ્યવહારમાં પણ આહારેચ્છામાં અંતર પડતું દેખાય છે. શ્વાસોશ્વાસ માટે આવું કાંઈ પણ અંતર ઔદારિક દંડકોમાં આગમમાં બતાવ્યું નથી અને પ્રત્યક્ષમાં પણ કોઈના શ્વાસોશ્વાસમાં એવું કંઈ અંતર દેખાતું નથી.