________________
53
jainology II
આગમસાર (૫) કાર્પણ શરીર:- કર્મોના ભંડારરૂપ, સંગ્રહરૂપ, પેટીરૂપ જે શરીર છે, તે આ કાર્મણ શરીર છે. અર્થાત્ જે શરીરમાં આત્માના સમસ્ત કર્મોના સર્વ પ્રકારના વિભાગ ક્રમાનુસાર સંગ્રહ થાય છે તે કાર્મણ શરીર છે. આ શરીર પણ તૈજસ શરીરની સમાન સંસારના સમસ્ત જીવોની સાથે અનાદિથી છે, મુક્ત અવસ્થા પ્રાપ્ત થવાના પૂર્વ સમય સુધી રહે છે. આ પ્રકારે આ શરીર કર્મોનો સંગ્રાહક અને આત્માના સંસાર ભ્રમણ સંચાલનનો મુખ્ય મુનિમ છે. ચોવીસ દંડકમાં શરીર:- નારકી–દેવતામાં ત્રણ શરીર હોય છે– ૧. વૈક્રિય ૨. તૈજસ ૩ કાર્મણ. વાયુકાય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં ચાર શરીર હોય છે– ૧. ઔદારિક ૨. વૈક્રિય ૩. તૈજસ, ૪. કાર્મણ. સંજ્ઞી મનુષ્યમાં ઔદારિક, તૈજસ, કાર્પણ અને લબ્ધિ પ્રાપ્તને વૈક્રિય તથા આહારક, એમ પાંચેય શરીર હોય છે. ચાર સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય આદિમાં ત્રણ શરીર હોય છે– ૧. ઔદારિક ૨. તૈજસ ૩. કાર્પણ.
વિક્રય શરીર અને વિક્રય રૂપો એકેન્દ્રીયનાં જીવોનું મૂળ શરીર ઔદારીક હોય છે. વિક્રયની લબ્ધી પણ હોતી નથી. તેમાં ફકત વાયુકાયને વૈક્રય શરીર છે. આ વિક્રયા અસંખ્ય જીવો સાથે મળીને કરે છે. તે વૈકય શરીર પણ ફકત તેમનાં શરીરનાં આકાર જેવુંજ ધજાપતાકાનાં આકારનું હોય છે. મન અને સંજ્ઞી ન હોવાથી પોતાની ઈચ્છાથી નહિં પણ ઠંડી ગરમી દબાણ વગેરે જેવી અસાતા થવાથી આ વિક્રયા થાય છે. એક પ્રકારની વેદના સમુદઘાત જેવુંજ તે છે. ફકત તેમાં આત્મપ્રદેશો શરીરની બહાર ન નીકળતાં શરીરજ મોટું થઈ જાય છે.
જયાં અગ્નિ હોય ત્યાં નિયમથી વાયુકાયની હિંસા થાય છે. શરીરથી સૌથી સૂક્ષમ હોવાથી તે સર્વત્ર છે. અગ્નિથી ઈલેકટ્રીક થી ચાલતાં બધાજ ઉપકરણો આ વાયુકાયનાં શરીરને થતી વેદનાથી ચાલે છે. વિસ્ફોટકો, રોકેટો, વિમાનો, બધાજ વાહનો અને આધુનીક શસ્ત્રો બધેજ અગ્નિકાય અને વાયકાયની વિરાધનાથી ચાલે છે. અગ્નિ ઈલેકટીકનો આરંભ તજી તેહ વાઉની દયા પાળવી.
બેઈન્દ્રીય, તેઈન્દ્રીય, ચૌરેન્દ્રીયમાં વિક્રયા નથી. સંજ્ઞિ પંચેન્દ્રીયમાં ચારે ગતિમાં વિક્રય શરીર છે, પણ આ વિક્રીયા એક સરખી નથી. દેવ અને નારકનાં મૂલ શરીર પણ વૈક્રય હોય છે. વૈક્રય શકતિ ભવધારણીય હોય છે. અલગ અલગ રધ્ધિ ધરાવતાં દેવોની શકતિ તે પ્રમાણે ઓછી વતી હોય છે. દેવ પોતાના શરીર ઉપરાંત નગર આદીની પણ વિક્રીયા કરી શકે છે. આ વિક્રિયા ઉતકૃષ્ટ પંદર દિવસ સુધી રહે છે. નારકી બીજા નારકીને દુ:ખ આપવા શસ્ત્રોની વિકલ્સા કરે છે, પોતાના શરીરને પણ તેનું તીક્ષણ બનાવે છે. દેવોની સરખામણીમાં તેની શકતિ અલ્પ હોય છે. પરમાધામી તો ભવનપતિ જાતિનાં દેવોજ હોય છે. દેવોનું શરીર શુભ પુદગલોનું અને નારકનું અશુભ પુદગલોનું હોય છે. પારાની જેમ આ શરીર ફરીને જોડાઈ જાય છે.
ત્રિયંચ અને મનુષ્યમાં ભવધારણીય વૈક્રય શરીર નથી, પણ તેવી લબ્ધીથી હોય છે. આ લબ્ધી કોઈને ઉત્પન્ન થાય છે અને કોઈને વિધાથી હોય છે. વાસુદેવ, ચક્રવર્તિને ભવથીજ વૈક્રય લબ્ધી હોય છે. ચૌદ પૂર્વધરોને વિધાથી વૈકય શકિત હોય છે. આ સિવાય ત્રિયંચમાં જાતિસ્મરણ જ્ઞાન વાળા ચૌદપૂર્વી હોય તો તેમને પણ વિધાથી શકતિ પ્રાપ્ત હોય છે. અન્ય ત્રિયંચને વૈક્રય શકતિ હોવાનું કોઈ પ્રમાણ પ્રાપ્ત નથી, પણ શકયતા નકારી ન શકાય .(છત્રીસમા સમુદઘાત પદમાં ત્રિપંચ પંચેન્દ્રીયના વૈક્રિય સમુદઘાત તેજસ કરતાં અસંખ્યગણા કહયા છે તેથી) આ સાદી સમજ છે, તત્વ કેવલી ગમ્ય છે. દેવોનું કરેલું વિક્રય ૧૫ દિવસ રહે છે. સંક્ષિપંચેદ્રીય ત્રિયંચ અને મનુષ્યના કરેલા વિક્રય એક પહોર સુધી રહે છે. નારકી ના અને વાયુકાયના કરેલા વૈક્રિય રુપો અંતમુહુર્ત સુધી રહે છે.
તેરમું : પરિણામ પદ (૧) બે પ્રકારના પરિણામ, પરિણમન કહેલ છે. ૧ જીવ પરિણામ, ૨ અજીવ પરિણામ. બંનેના મુખ્ય ૧૦-૧૦ પ્રકાર છે.
, ગતિ ૨. ઇન્દ્રિય ૩. કષાય ૪. વેશ્યા ૫. યોગ ૬. ઉપયોગ ૭. જ્ઞાન ૮, દર્શન ૯, ચારિત્ર ૧૦. વેદ, આ જીવના પરિણામ છે અર્થાત્ જીવ એનું ઉપાર્જન કરે છે અથવા જીવ આ અવસ્થાઓમાં પરિણત થાય છે. (૩) આ દસ પરિણામ પણ પુનઃ અનેક પ્રકારના છે. યથા– ૧. ગતિ ચાર, ૨. ઇન્દ્રિય પાંચ, ૩. કષાય ચાર, ૪. વેશ્યા છે, ૫. યોગ ત્રણ, ૬. ઉપયોગ બે, ૭. જ્ઞાન પાંચ, અજ્ઞાન ત્રણ, ૮. દર્શન ત્રણ (સમ્યક, મિથ્યા, મિશ્ર), ૯. ચારિત્ર પાંચ, ૧૦. વેદ ત્રણ. આ કુલ ૪૩ પ્રકારના છે. એમાં ૧. અનિન્દ્રિય ૨. અકષાય ૩. અલેશી ૪. અજોગી ૫. અચારિત્ર ૬. ચરિત્રાચરિત્ર ૭. અવેદી, એ સાત પ્રકાર ઉમેરવાથી સૂત્રોક્ત ૫૦ પરિણામ થાય છે. ચોવીસ દંડકમાં પરિણામ – ૨૪ દંડકમાં ગતિ સ્વયં પોતપોતાની હોય છે. નારકી, દેવતા વગેરે ૨૨ દંડકના જીવ અસંયત છે. તિર્યંચ પંચેન્દ્રિય અસંયત અને સંયતાસંયત છે. મનુષ્યમાં સંયત આદિ સર્વ પરિણામ હોય છે. ઇન્દ્રિય, કષાય વગેરે આઠ બોલોના વર્ણન જીવાભિગમ સૂત્ર પ્રથમ પ્રતિપત્તિમાં છે. ત્યાં નરકાદિમાં તેમના ભેદ બતાવવામાં આવેલ છે. અહીંયા ૨૪ દંડકમાં ઉક્ત ૫૦ પરિણામોમાંથી જેટલા પરિણામ હોય છે તેની સંખ્યા બતાવવામાં આવી છે. ૧. નારકી– ૨૯ પરિણામ. જેમ કે ગતિ-૧, ઇન્દ્રિય-૫, કષાય-૪, વેશ્યા-૩, યોગ-૩, ઉપયોગ–૨, જ્ઞાન–૩, અજ્ઞાન–૩, દર્શન–૩, અસંયતિ-૧, વેદ-૧. ૨. ભવનપતિ વ્યંતરમાં-૩૧ પરિણામ.જેમ કેવેદ-૨, લેગ્યા-૧ આ ત્રણ અધિક હોવાથી ૩ર અને એક વેદ ઓછો હોવાથી ૩૧. ૩. જ્યોતિષી અને બે દેવલોકમાં ૨૮ પરિણામ. જેમ કે- ઉપરોક્ત ૩૧માંથી ત્રણ વેશ્યા ઓછી છે. ૪. ૩ થી ૧૨ દેવલોકમાં– ૨૭ પરિણામ છે. ઉપરોકત ૨૮માંથી સ્ત્રી વેદ કમ. ૫. નવ રૈવેયકમાં– ૨૭ પરિણામ. ૬. પાંચ અણુત્તર વિમાનમાં- રર પરિણામ છે. મિથ્યા દષ્ટિ અને ત્રણ અજ્ઞાન તથા મિશ્ર દષ્ટિ આ પાંચ ઓછા.