________________
jainology II
આગમસારે
૯. યોગ સત્ય- દંડ રાખવાવાળાને દંડી આદિ કહેવું યોગ સત્ય છે. ૧૦. ઉપમા સત્ય- ઉપમા આપીને કોઈને કહેવું. યથા– સિંહની સમાન શૌર્ય- વાળા માનવને 'કેસરી' કહેવું, મનને ઘોડો કહેવું વગેરે. (૧૮) અસત્ય ભાષાના ૧૦ પ્રકાર :- ૧. ક્રોધ, ૨. માન, ૩. માયા, ૪. લોભ, ૫. રાગ, દ્વેષ, ૭. હાસ્ય, ૮. ભય આ આઠને વશીભૂત થઈને અથવા આ વિભાવોને આધીન થઈને જે અસત્ય ભાષણ ઉચ્ચારે છે તે ક્રમશઃ ક્રોધ અસત્ય યાવત ભય અસત્ય છે. ૯. કથા, ઘટના આદિ વર્ણન કરતી વખતે વાતમાં રંગ લાવવા માટે અથવા ભાવ પ્રવાહમાં અસત્ય અતિશયોક્તિ વશ જે કથન કરી દેવાય છે, તે આખ્યાયી અસત્ય છે. ૧૦. બીજાના હૃદયને આઘાત પહોંચાડવા માટે અસત્ય વચન પ્રયોગ કરવો ઉપઘાત અસત્ય છે (૧૯) મિશ્ર ભાષાના ૧૦ પ્રકાર :- ૧-૩. જન્મ, મરણ અને જન્મ મરણની સંખ્યા સંબંધી કોઈ પણ પ્રકારનું સત્યાસત્ય કથન કહેવું, ૪-૬. જીવ, અજીવ અને જીવાજીવ સંબંધી કોઈપણ પ્રકારનું સત્યાસત્ય કથન કરવું ૭-૮. અનંત અને પ્રત્યેક સંબંધી મિશ્ર ભાષાનો પ્રયોગ કરવો, ૯-૧૦. કાળ સંબંધી અને કાલાંશ અર્થાતુ સૂક્ષ્મ કાળ સંબંધી સત્યાસત્ય કથન કરવું ઇત્યાદિ મિશ્ર ભાષાના
ન્ય પણ અનેક પ્રકાર હોઈ શકે છે. આ બધાનો અપેક્ષાએ આ દસ પ્રકારમાં સમાવેશ કરી લેવો જોઇએ. (૨૦) વ્યવહાર ભાષાના ૧૨ પ્રકાર :- ૧. સંબોધન સૂચક વચન, ૨. આદેશ વચન, ૩. કોઈ વસ્તુના માંગવા રૂપ વચન, ૪. પ્રશ્ન પૂછવાનો વચન પ્રયોગ, ૫. ઉપદેશ રૂપ વચન કે તત્ત્વજ્ઞાન પ્રદાન કરનારા વચન, ૬. વ્રત પ્રત્યાખ્યાનના પ્રેરક વચન, ૭. બીજાને સુખપ્રદ, અનુકૂલ, સન્માન સૂચક વચન, ૮. અનિશ્ચયકારી ભાષામાં અર્થાત્ વૈકલ્પિક ભાષામાં સલાહ વચન, ૯. નિશ્ચયકારી ભાષામાં સલાહ વચન યથા– ૧ આ પદ્ધતિમાંથી કોઈ પણ પદ્ધતિ અપનાવવી જોઇએ આ પદ્ધતિ જ અપનાવવા યોગ્ય રહેશે, ૧૦. અનેકાર્થક સંશયોત્પાદક વચન પ્રયોગ કરવો, ૧૧. સ્પષ્ટાર્થક વચન, ૧૨. ગૂઢાર્થક વચન.
વિવિધ પ્રસંગોપાત અનેક પ્રકારની ભાષાઓ બોલાય છે. ગૂઢાર્થક, અનેકાર્થક(સંશયોત્પાદક) વચન પણ આવશ્યક પ્રસંગ પર બોલાય છે. જેના બોલવામાં યા કથન કરવામાં અસત્યથી બચવાનું કારણ નિહિત હોય છે. તે વચન અસત્ય નથી એવં સત્યના વિષયથી પર પણ છે. હે શિષ્ય ! અહીં આવ, નવકારસીના પ્રત્યાખ્યાન કરવા જોઈએ. આ વચન સત્ય અને અસત્યને અવિષયભૂત છે, પરંતુ વ્યવહારોપયોગી વચન છે. એ સિવાય જે પશુ, પક્ષી અને નાના જીવ જંતુ અવ્યક્ત વચન પ્રયોગ કરે છે તે પણ વ્યવહાર ભાષાની અંતર્ગત સમાવિષ્ટ છે. કારણ કે એના આ અવ્યક્ત વચનોનો જૂઠ, સત્ય યા મિશ્ર ભાષા સાથે કોઈ સંબંધ હોતો નથી.
આ પ્રકારે આ વ્યવહાર ભાષાની પરિભાષા એ નિષ્પન્ન થઈ કે જે વચન અવ્યક્ત હોય, વ્યવહારોપયોગી હોય અને જેનો અસત્ય, સત્ય અને મિશ્ર સાથે કોઈ સંબંધ ન હોય તે વ્યવહાર ભાષા છે. (૨૧) દશવૈકાલિક સૂત્ર અધ્યયન ૪ના અનુસાર જીવ જતનાપૂર્વક ચાલવું, બોલવું, ખાવું આદિ પ્રવૃત્તિઓ કરતા પણ અપેક્ષિત પાપ કર્મનો બંધ કરતો નથી. ભગવતી સૂત્ર અનુસાર ઉપયોગપૂર્વક ઈર્યા શોધન કરતા અણગારના પગ નીચે સહસા પંચેન્દ્રિય પ્રાણી દબાઈ જાય તો પણ એ અણગારને એ જીવની વિરાધના સંબંધી સાવધ સપાપ ક્રિયા લાગતી નથી.
એ પ્રકારે આ ભાષા પદમાં પણ એ જ સમજાવવામાં આવ્યું છે કે ઉપયોગપૂર્વક બોલતા જો અસત્ય કે મિશ્ર ભાષાનો સહસા પ્રયોગ થઈ જાય તો પણ તે જીવ વિરાધક બનતો નથી. પરંતુ જે જીવ અસંમત-અવિરત છે, અસત્ય અથવા મિશ્ર કોઈ પણ વચનનો જેને ત્યાગ નથી અને એવા વચન ન બોલવાનો કોઈ સંકલ્પ નથી, તે વિવેક અને જાગરૂકતા રહિત વ્યક્તિ સત્ય અને વ્યવહાર ભાષા બોલવા છતાં પણ આરાધક નથી, પરંતુ વિરાધક છે. અર્થાત્ જાગૃત અને ભાષાના વિવેકમાં ઉપયોગવંત વ્યક્તિના દ્વારા કદાચિત ચારમાંથી કોઈપણ ભાષાનો પ્રયોગ થઈ જાય તો પણ તે આરાધક છે. એવં લક્ષ્ય રહિત, વિવેક અને ઉપયોગ રહિત, અસત્યના ત્યાગ રૂપ વિરતિથી રહિત, વ્યક્તિના દ્વારા ચારમાંથી કોઈ પણ ભાષાનો પ્રયોગ થઈ જાય તો પણ તે આરાધક ગણાતો નથી તેને વિરાધક માનવામાં આવે છે.
એનું તાત્પર્ય એ છે કે ભૂલને ક્ષમ્ય માનવામાં આવે છે, પરંતુ અવિવેક, લાપરવાહી આદિ ક્ષમ્ય ગણાતી નથી.
વચન પ્રયોગ કરનારા સત્યાર્થી વ્યક્તિએ ભાષા સંબંધી વચન પ્રયોગોનું જ્ઞાન અવશ્ય રાખવું જોઇએ. વક્તા કે પ્રવચનકાર મુમુક્ષુ આત્માઓએ ઉક્ત ચાર પ્રકારની ભાષાના ભેદ-પ્રભેદ અને પરમાર્થનું જ્ઞાન અને અનુભવ પણ પ્રાપ્ત કરવા જોઇએ. આ સાથે નીચે બતાવેલ ૧૬ પ્રકારના વચન પ્રયોગોનો પણ અભ્યાસ કરી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ. (૨૨) સોળ પ્રકારના વચન :- ૧. એક વચનનાપ્રયોગ, ૨. દ્વિવચનના પ્રયોગ, ૩. બહુવચનના પ્રયોગ, ૪. સ્ત્રીવચન, ૫ પુરુષવચન, ૬. નપુંસકવચન, ૭. અધ્યાત્મવચન એટલે વાસ્તવિક અંતરભાવના વચન, સહજ સ્વાભાવિક સરલતાપૂર્ણ વચન, ૮. ગુણ પ્રદર્શક વચન, ૯, અવગુણપ્રદર્શક વચન, ૧૦. ગુણ બતાવીને અવગુણ પ્રગટ કરવાનું વચન ૧૧. અવગુણ બતાવીને ગુણ પ્રગટ કરનારું વચન, ૧૨. ભૂતકાલિક વચન પ્રયોગ, ૧૩. વર્તમાનકાલિક વચનપ્રયોગ, ૧૪. ભવિષ્યકાલિક વચન પ્રયોગ, ૧૫. પ્રત્યક્ષીભૂત વિષયના વચન પ્રયોગ, ૧૬. પરોક્ષભૂત વિષયની કથન પદ્ધતિ.
ઈત્યાદિ પ્રકારના વચનોના પ્રયોગ કયાં, જ્યારે અને કેવા પ્રકારે કરવા જોઇએ, કયારે કઈ ક્રિયાના, શબ્દના, લિંગના, વચનના પ્રયોગ કરાય છે, આ વિષયક ભાષા જ્ઞાન કરવું, એનો અભ્યાસ અને અનુભવ કરવો પણ આરાધક ભાષા પ્રયોગના ઇચ્છુક સાધકે અને વિશેષ કરીને વક્તાઓએ પોતાનું આવશ્યક કર્તવ્ય સમજવું જોઇએ. (૨૩) ગ્રહણ યોગ્ય ભાષા દ્રવ્યો સંબંધી તાત્ત્વિક જ્ઞાન - ૧. વચનપ્રયોગ હેતુ ભાષા વર્ગણાના પુદ્ગલ ગ્રહણ કરવામાં આવે છે અન્ય વર્ગણાના નહીં ૨. સ્થાન સ્થિત પુદ્ગલ ગ્રહણ કરાય છે ચલાયમાન નહીં, ૩. અનંતપ્રદેશી પુદ્ગલ ગ્રહણ કરાય છે, અસંખ્યાતપ્રદેશી આદિ નહીં ૪. અસંખ્ય આકાશપ્રદેશની અવગાહના વાળા પદગલ ગ્રહણ કરાય છે. ૫. કેટલાક સ્કંધ એક સમયની સ્થિતિવાળા પણ હોઈ શકે છે, ઉત્કૃષ્ટ અસંખ્ય સમયની સ્થિતિવાળા પણ હોઈ શકે છે. ૬. તે પુદ્ગલ