________________
આગમચાર– ઉતરાર્ધ અપેક્ષાએ સંખ્યાતપ્રદેશી (૧૧ પ્રદેશથી લાખો, કરોડો પ્રદેશી)માં પ્રદેશ અને અવગાહના દુઠાણ વડિયા હોઈ શકે છે પરંતુ એકઠાણ વડિયા અને તિઠાણ વડિયા અજીવ પજ્જવામાં કયાંય પણ નથી બનતા. ૩. જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાના બે પ્રદેશની જ પૃચ્છા છે, મધ્યમ અવગાહનાની પૃચ્છા નથી. કારણ કે બે પ્રદેશમાં મધ્યમ અવગાહના બનતી નથી, ત્યાં પરમાણુની તો પૃચ્છા જ નથી કારણ કે જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ પૃચ્છામાં એનો વિષય નથી. યથા– એક ભાઈ છે, તેને માટે નાના કે મોટાભાઈ કે નાના કે મોટા પુત્રની પૃચ્છાનો વિષય નથી હોતો. ૪. જઘન્ય સ્થિતિના પરમાણુમાં પણ વર્ણાદિ ૧૬ જ સંભવ છે. મૂળપાઠમાં સ્પર્શ બે જ કહ્યા છે. ૫. જઘન્ય કાલા ગુણના પરમાણુઓની પૃચ્છામાં શેષ પ્રતિપક્ષી ચાર વર્ણ નથી અને જઘન્ય કાળાની પૃચ્છા હોવાથી કાળા વર્ણથી સર્વે તુલ્ય છે. અતઃ વર્ણાદિ ૧૬માંથી પાંચ ઓછા થતાં ૧૧ વર્ણાદિથી છઠાણવડિયા છે. એ રીતે ઉત્કૃષ્ટ ગુણ કાળામાં ૧૧ વર્ણાદિથી છઠાણવડિયા છે, પરંતુ મધ્યમમાં કાલા વર્ણને મેળવવાથી ૧૨ વર્ણાદિથી છઠાણ વડિયા છે. ૬. શીત સ્પર્શના પરમાણુઓમાં ત્રણ સ્પર્શ હોય છે, ઉષ્ણ હોતો નથી; તેથી વદિ ૧૫ હોય છે. જઘન્ય–ઉત્કૃષ્ટમાં સ્વયંની અપેક્ષા તુલ્ય હોવાથી ૧૪ વર્ણાદિ છઠાણવડિયા અને મધ્યમમાં વર્ણાદિ ૧૫ છઠાણવડિયા કહ્યા છે. ૭. જઘન્ય પ્રદેશ સ્કંધમાં દ્ધિપ્રદેશી ઢંધ વિવક્ષિત છે. અતઃ વર્ણાદિ ૧૬ છે. ૮. જઘન્ય અવગાહનાના પુદ્ગલમાં અનંતપ્રદેશી પણ હોઈ શકે છે, તોપણ વર્ણાદિ ૧૬ જ હોઈ શકે છે. અર્થાત્ તેઓ ચીફર્સી જ હોય છે, આઠફર્સી નથી હોતા. ૯. ઉત્કૃષ્ટ અવગાહનાના પુલમાં અચિત્ત મહાત્કંધ અથવા કેવળી સમુદ્યાત ગત શરીર ગ્રહીત છે, જેમની સ્થિતિ ૪-૪ સમયની હોય છે. અતઃસ્થિતિ તુલ્ય છે.
છઠું વ્યુત્ક્રાંતિ પદ જીવ સંસારમાં જન્મ મરણ કરતાં કરતાં ચાર ગતિમાં ભ્રમણ કરતો રહે છે. આ ચારે ગતિમાં સ્કૂલ દષ્ટિથી સદેવ કોઈને કોઈ જીવ જન્મતા રહે છે અને મરતા રહે છે. સૂક્ષ્મ દૃષ્ટિથી આ જન્મ મરણનો ક્રમ કયારેક બંધ પણ રહે છે. તે કાળને વિરહકાળ કહેવાય છે. આ વિરહકાળ બે પ્રકારનો હોય છે. ૧. ઉત્પત્તિ(જન્મનો)નો વિરહ, ૨. મરણ(ઉદ્વર્તન)નો વિરહ. આ બંને પ્રકારનો વિરહ પરસ્પરમાં સર્વે ગતિમાં અને જીવના ભેદોમાં પ્રાયઃ સમાન હોય છે. અતઃ સમુચ્ચય વિરહ કાળનું વર્ણન કરતાં બંને પ્રકારના વિરહનું કથન થઈ જાય છે.
આ વિરહ ચાર ગતિ અને ૨૪ દંડકમાંથી કેવલ પાંચ સ્થાવરમાં નથી હોતો અર્થાત્ ત્યાં જીવ સદા નિરંતર જન્મ મરણ કરતા જ રહે છે. શેષ સર્વે સ્થાનોમાં જીવ કયારેક નિરંતર જન્મ મરણ કરે છે અને કયારેક સાંતર પણ જન્મ મરણ કરે છે. અર્થાત્ વચમાં થોડો સમય વિરહનો કાળ પણ આવી જાય છે. ચાર ગતિમાં વિરહ:- સમુચ્ચય નરક ગતિમાં વિરહકાળ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્તનો છે. અર્થાત્ કયારેક ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત સુધી કોઈ પણ જીવ નરકમાં જન્મતો નથી. આ જ પ્રકારે કયારેક ૧૨ મુહૂર્ત સુધી કોઈ પણ જીવ મરતો નથી. એ રીતે તિર્યંચ ગતિમાં પણ ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત સુધી અન્ય ત્રણ ગતિઓથી જીવ આવીને ઉત્પન્ન થતા નથી. મનુષ્ય અને દેવગતિમાં પણ અન્ય ગતિથી જીવોના આવવાનો વિરહ ૧૨ મુહૂર્તનો છે. સિદ્ધોના ઉપજવાનો વિરહ જઘન્ય ૧,૨,૩ સમય ઉત્કૃષ્ટ છ મહિના છે. વિરહકાળ સંબંધી શેષ જાણકારી ચાર્ટથી જાણવી.
આ પદમાં વર્ણન દંડકના ક્રમથી કરેલ છે. છતાં પણ નારકી અને વૈમાનિકનું વર્ણન જુદા જુદા ભેદોથી કરવામાં આવેલ છે. આગત–ગત :– જીવોની આગત–ગતનું વર્ણન કરતાં સમયે ૨૪ દંડકના આધારથી ૧૧૦ ભેદ (જીવ ભેદ) વિવક્ષિત કરીને તેમનું વર્ણન કરવામાં આવ્યું છે. અર્થાત્ ૧૧૦ ભેદોની અપેક્ષા ૨૪ દંડકમાં આગત અને ગતનું વર્ણન કરવામાં આવ્યું છે. છેવટે નવમાં દેવલોકથી અણુત્તર વિમાનના આગત વર્ણનમાં ત્રણ દષ્ટિ, સંયમ અસંયમ, પ્રમત્ત, અપ્રમત્ત, ઋદ્ધિ (લબ્ધિ)વાન અથવા ઋદ્ધિ રહિતની અપેક્ષાએ વર્ણન છે. મનુષ્યના વર્ણનમાં ૧૧૦ જીવ મેદની સાથે ૧૧૧મો સિદ્ધ અવસ્થાનો ભેદ પણ ગત(ગતિ)માં બતાવેલ છે. સૂત્ર પાઠમાં સંખ્યા ગણવાની પદ્ધતિ નથી, ફક્ત જીવ ભેદ બતાવી દીધા છે. સરળતાથી સમજાવવા માટે પાછળથી જ્ઞાનીઓ દ્વારા ગણિત પદ્ધતિના આલમ્બન રૂપ સંખ્યાનું સંકલન કરવામાં આવ્યું છે. બીજી જગ્યાએ આગતિ ગતિના વર્ણનમાં જીવના ૫૬૩ ભેદની સંખ્યાનું સંકલન કરવામાં આવ્યું છે. તે ૫૬૩ ભેદનું વિવરણ આ સૂત્રના પહેલા પદમાં કરી દીધેલ છે. પ્રાસંગિક ૧૧૦ ભેદ આ પ્રકારે છે. ૧. નારકીના ૭ પર્યાપ્ત. ૨. તિર્યંચના-૪૮ પાંચ સ્થાવરના સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત ઊ ૨૦ ભેદ ત્રણ વિકસેન્દ્રિયના પર્યાપ્ત, અપર્યાપ્ત
ઊ ૬ ભેદ પાંચ તિર્યંચ પંચેન્દ્રિયના સંજ્ઞી, અસંજ્ઞી, પર્યાપ્ત, અપર્યાપ્ત ઊ ૨૦ ભેદ સ્થળચર યગલિયા + ખેચર યુગલિયા તિર્યંચ
ઊં ૨ ભેદ - ૪૮ ભેદ ૩. મનુષ્યના-૬. સંમૂર્છાિમ મનુષ્ય + કર્મભૂમિના પર્યાપ્ત અને અપર્યાપ્ત ઊ ૩ ભેદ અસંખ્યાત વર્ષના કર્મભૂમિ, અકર્મભૂમિ, અંતરદ્વીપ
ઊ ૩ ભેદ ઊ ૬ ભેદ ૪. દેવના-૪૯ઃ ૧૦ ભવનપતિ, ૮ વ્યંતર, ૫ જ્યોતિષી, ૧૨ દેવલોક, રૈવેયક, ૫ અણુત્તર વિમાન આ ૪૯ ભેદ. આ રીતે ચાર ગતિના કુલ ૭ + ૪૦ + ૬+૪૯ ઊ ૧૧૦