________________
43
આગમસાર
jainology II મધ્યમ અવગાહનામાં વિશેષતા એ છે કે– અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણ વડિયા(અસંખ્ય ગણું) અંતર હોય છે. આ રીતે સર્વ પર્યાયોની અપેક્ષા સર્વે મળીને અનંત ગણું પર્યાયમાં અંતર થઈ જાય છે. તેથી આ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નારકીની પણ અનંત અનંત પર્યાય છે.
તે જ રીતે જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નૈરયિકની પણ અનંત પર્યાય સમજવી. સ્વયંના જઘન્ય ઉત્કૃષ્ટ બોલમાં તુલ્ય હોય છે અને મધ્યમાં સ્થિતિ ચૌઠાણ વડિયા હોય છે.
આ પ્રકારે જઘન્ય અને ઉત્કૃષ્ટ ગુણ કાળામાં દ્રવ્ય પ્રદેશ તુલ્ય, અવગાહના સ્થિતિ, ચૌઠાણ વડિયા વર્ણાદિ ૧૯ બોલ ૯ ઉપયોગની અપેક્ષાએ છઠાણ વડિયા અને કાલા વર્ણની અપેક્ષા તુલ્ય હોય છે. મધ્યમ ગુણ કાળામાં વિશેષતા એ છે કે વર્ણાદિ ૨૦ બોલમાં છઠાણ વડિયા છે.
તે જ રીતે જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ મતિજ્ઞાની આદિ સમજવું. વિશેષમાં જ્ઞાન અજ્ઞાનમાં ઉપયોગ ૬ કહેવા, દર્શનમાં ૯ ઉપયોગ કહેવા, જઘન્ય ઉત્કૃષ્ટમાં સ્વયંને છોડીને શેષને છઠાણ વડિયા કહેવું, મધ્યમમાં સ્વયં સહિત છઠાણ વડિયા કહેવું. આ જ રીતે ૨૪ દંડકમાં કહેવું. વિસ્તાર માટે થોકજ્ઞાન સંગ્રહમાંના ચાર્ટમાં જોવું. સ્પષ્ટીકરણ:૧. ઉત્કૃષ્ટ અવગાહના સાતમી નરકમાં ૫૦૦ ધનુષ્યની છે, ત્યાં સ્થિતિ જઘન્ય ૨૨ સાગર, ઉત્કૃષ્ટ તેત્રીસ સાગર છે. જે પરસ્પર બે ગણી (અસંખ્યાતગણી) નથી, તેથી અસંખ્યાતમા ભાગ અને સંખ્યાતમા ભાગ; એ બે પ્રકારે અંતર હોવાથી ‘દુઠાણ વડિયા” છે. ૨. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બેઈન્દ્રિય મિથ્યાદષ્ટિ જ હોય છે. સાસ્વાદન સમ્યકત્વ ત્યાં કેવલ અપર્યાપ્તમાં અંગુલના અસંખ્યાતમા ભાગની જઘન્ય એવં મધ્યમ અવગાહનામાં જ હોય છે અતઃ ઉત્કૃષ્ટમાં જ્ઞાન નથી. ૩. જઘન્ય સ્થિતિ, બેઇન્દ્રિયમાં અપર્યાપ્ત મરનારની હોય છે, સાસ્વાદન સમકિત લઈને આવેલા પર્યાપ્ત થઈને જ મરે છે, તેથી જઘન્ય સ્થિતિમાં જ્ઞાન નથી. ૪. ઉત્કૃષ્ટ મતિજ્ઞાન તિર્યંચના યુગલિયામાં નથી હોતા, માટે સ્થિતિ તિઠાણ છે, કારણ કે મનુષ્ય તિર્યંચમાં સ્થિતિ ચૌહાણ વડિયા યુગલિકોના કારણે જ હોય છે. ૫. અવધિજ્ઞાની, મનપર્યવ જ્ઞાની અને વિર્ભાગજ્ઞાની મનુષ્ય-તિર્યંચમાં સ્થિતિ તિઠાણ વડિયા જ હોય છે, યુગલિકોમાં તે જ્ઞાન ન હોવાથી. ૬. જઘન્ય અવગાહનાવાળા તિર્યંચ અપર્યાપ્ત હોય છે અને અપર્યાપ્ત તિર્યંચમાં અવધિજ્ઞાન, વિર્ભાગજ્ઞાન અને અવધિ દર્શન હોતા નથી. ૭. જઘન્ય સ્થિતિના તિર્યંચ પણ અપર્યાપ્ત મરવાવાળા હોય છે. તેમાં સમકિત અને જ્ઞાન નથી. ૮. ઉત્કૃષ્ટ સ્થિતિ તિર્યંચમાં યુગલિયાની હોય, તેમાં અવધિ-વિભંગ નથી હોતા. ૯. જઘન્ય મતિજ્ઞાનમાં અવધિ-વિર્ભાગજ્ઞાન હોતા નથી. ૧૦. તિર્યચ-મનુષ્યમાં જઘન્ય અવગાહના યુગલિયામાં હોતી નથી, તેથી સ્થિતિ તિઠાણ વડિયા જ હોય છે. ૧૧. ઉત્કૃષ્ટ અવગાહનાનો મનુષ્ય યુગલિક જ હોય છે. યુગલિયામાં પરસ્પર ઉમર(સ્થિતિ)નું અંતર અત્યંત થોડું જ, અસંખ્યાતમાં ભાગ માત્રનું હોય છે. તેથી સ્થિતિ એકઠાણ વડિયા હોય છે. ૧૨-૧૩. ઉત્કૃષ્ટ મતિજ્ઞાન પણ યુગલિયામાં હોતું નથી. અવધિજ્ઞાન પણ યુગલિયામાં હોતું નથી, ૧૪. મનુષ્ય પરભવથી વિર્ભાગજ્ઞાન લાવતો નથી, તેથી જઘન્ય અવગાહનામાં અજ્ઞાન બે જ હોય છે. ૧૫. ઉત્કૃષ્ટ અવગાહના મનુષ્યમાં યુગલિયાની જ હોય છે. તેથી અવધિ- વિર્ભાગજ્ઞાન નથી. ૧૬. જઘન્ય સ્થિતિ મનુષ્યમાં અપર્યાપ્ત મરવાવાળાની હોય છે, તેમાં સમકિત જ્ઞાન નથી હોતું. ૧૭. ઉત્કૃષ્ટ સ્થિતિ મનુષ્યમાં યુગલિયાની હોય છે. જેથી એમાં અવધિ– વિર્ભાગજ્ઞાન નથી. ૧૮. જઘન્ય મતિજ્ઞાની મનુષ્યમાં પણ અવધિ વિભંગ હોતું નથી. (ટિપ્પણી નં. ૪–૫ જુગલીયા.) ૧૯. કેવળી સમુઘાતની અપેક્ષા કેવળજ્ઞાનીમાં અવગાહના ચૌઠાણ હોય છે. અન્યથા તે સાત હાથ અને ૫૦૦ ધનુષ્યમાં તિઠાણ વડિયા જ થઈ શકે છે. અજીવ પજ્જવા(પર્યવ):
રૂપી પુદ્ગલની અપેક્ષા અજીવ પર્યવ અનંત છે, કારણ કે પરમાણુ અનંત છે અને દ્ધિપ્રદેશથી લઈને અનંત પ્રદેશ સુધી સર્વે પુદ્ગલ અનંત-અનંત છે.
પરમાણુ પુદ્ગલના પર્યવ પણ અનંત છે. તે પ્રમાણે અનંત પ્રદેશ સ્કંધના પર્યવ પણ અનંત છે, કારણ કે પરમાણુ પરમાણુમાં સ્થિતિનો અસંખ્યગણો ફરક હોઈ શકે છે. અર્થાત્ પરમાણુઓમાં સ્થિતિની અસંખ્ય પર્યાયો હોય છે અને વર્ણાદિની અનંત પર્યાય હોય છે, તેથી કુલ મળીને અનંત પર્યાય થઈ જાય છે.
આ પ્રકારે ઢિપ્રદેશથી લઈને અનંત પ્રદેશ સુધી સર્વેની અનંત પર્યાય છે. તે જ રીતે જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અવગાહના, સ્થિતિ અને વર્ણાદિની અપેક્ષા પણ અનંત અનંત પર્યાય છે. સ્પષ્ટીકરણ -૧. સમુચ્ચય પરમાણમાં સ્પર્શ જ હોય છે. વર્ણાદિ ૧૬ બોલ હોય છે. કોઈ એક પરમાણુમાં તો ૧ વર્ણ, ૧ ગંધ, ૧ રસ, ૨ સ્પર્શ એમ કુલ ૫ વર્ણાદિ જ હોય છે. પ્રતિપક્ષી વર્ણાદિ નથી હોતા. અહીંયા તુલના કરવામાં વિવક્ષિત સામાન્ય પરમાણુની પૃચ્છા છે, વ્યક્તિગત એકલા પરમાણુની નથી. અર્થાત્ જીવ–અજીવ પર્યાયવાળા આ પ્રકરણમાં સર્વત્ર વિવણિત સામાન્યની પૃચ્છા છે વ્યક્તિગત એક-બેની પૃચ્છા નથી, તેથી સમુચ્ચય પરમાણુમાં વર્ણાદિ ૧૬ છે. ૨. અહીં કહેલા સંખ્યાતપ્રદેશના દુઠાણ વડિયામાં અને જીવ પર્યવમાં કહેલા દુઠાણ વડિયામાં અંતર છે. જીવ પર્યવમાં અસંખ્યાતમો ભાગ અને સંખ્યાતમો ભાગ એ બે ફરક છે અને અહીંયા અજીવ પર્યવમાં સંખ્યાતમો ભાગ અને સંખ્યાત ગુણ એ બે અંતર છે. એ