________________
આગમસાર- ઉતરાર્ધ ૪૨ અગિયારમો દેવલોક ૪૩ બારમો દેવલોક ૪૪ પ્રથમ ગ્રેવેયક ૪૫ બીજી રૈવેયક ૪૬ ત્રીજી રૈવેયક ૪૭. ચોથી ગ્રેવેયક ૪૮ પાંચમી રૈવેયક ૪૯ છઠ્ઠી રૈવેયક ૫૦ સાતમી રૈવેયક ૫૧ આઠમી રૈવેયક પર નવમી ગ્રેવેયક ૫૩ ચાર અણુત્તર વિમાન ૫૪ સર્વાર્થ સિદ્ધ વિમાન
૨૦ સાગરોપમ ૨૧ સાગરોપમ ૨૨ સાગરોપમ ૨૩ સાગરોપમ ૨૪ સાગરોપમ ૨૫ સાગરોપમ ૨૬ સાગરોપમ ૨૭ સાગરોપમ ૨૮ સાગરોપમ ૨૯ સાગરોપમ ૩૦ સાગરોપમ ૩૧ સાગરોપમ ૩૩ સાગરોપમ
૨૧ સાગરોપમ ૨૨ સાગરોપમ ૨૩ સાગરોપમ ૨૪ સાગરોપમ ૨૫ સાગરોપમ ૨૬ સાગરોપમ ૨૭ સાગરોપમ ૨૮ સાગરોપમ ૨૯ સાગરોપમ ૩૦ સાગરોપમ ૩૧ સાગરોપમ ૩૩ સાગરોપમ ૩૩ સાગરોપમ
પાંચમું : પર્યાય(પજ્જવા) પદ વિષયનો પ્રારંભિક પરિચય - પર્યાય જીવની પણ હોય છે અને અજીવની પણ હોય છે. સમુચ્ચય જીવની અપેક્ષા પર્યાયો– ચાર ગતિના જીવો અને સિદ્ધો છે. ચાર ગતિમાં નારકી આદિની પર્યાયો– અવગાહના, સ્થિતિ, વર્ણાદિ અને જ્ઞાનાદિ છે.
એવી રીતે સમુચ્ચય રૂપી અજીવની પર્યાયો– પરમાણુથી લઈને અનંત પ્રદેશી ઢંધ છે. પરમાણુ આદિની પર્યાયો– પ્રદેશ, અવગાહના, સ્થિતિ, વર્ણાદિ છે.
નારકી નારકીમાં પરસ્પર અવગાહના આદિ પર્યાયોમાં અંતર હોય છે. એની તુલના કરીને તેની વિચારણા કર્યા પછી એની. ચોક્કસ પર્યાયોનું જ્ઞાન થાય છે. એ પ્રમાણે અજીવમાં પણ પરમાણુ-પરમાણુમાં અથવા સ્કંધમાં પરસ્પર પર્યાયોના અંતરનો વિચાર કરી શકાય છે.
અહીં આ પદમાં પહેલાં જીવની પર્યાયોની વિચારણા કરી છે અને પછી અવની પર્યાયોની. આ આખી વિચારણા સંપૂર્ણ દંડકની કે જીવના ભેદની અપેક્ષાએ કરાઈ છે અર્થાત વિવક્ષિત અનેક જીવોની મુખ્યતાથી તલનાત્મક ધોરણે કથન કર્યું છે. જેમ કે જઘન્ય અવગાહનાવાળા નૈરયિકો જઘન્ય અવગાહનાવાળા નૈરયિકોથી સ્થિતિમાં 'ચૌઠાણ વડિયા' છે. અત્રે જઘન્ય અવગાહનાના સમસ્ત નૈરયિક વિવક્ષિત છે, ફક્ત બે નૈરયિકો નહીં. અગર બે નૈરયિકની વિવક્ષા હોય તો ચૌઠાણ વડિયા કે છઠાણ વડિયા નહીં પણ એકઠાણ વડિયા જ બને છે. આથી જીવ અજીવની આ પ્રકરણની સમસ્ત પૃચ્છાઓમાં વિવણિત સામાન્ય પૃચ્છા છે. વ્યક્તિગત પૃચ્છા નથી. અનંત પર્યાયઃ- (૧) સમુચ્ચય જીવની પર્યાય અનંત છે કારણ કે ત્રેવીસ દંડકના જીવ અસંખ્ય છે. વનસ્પતિ અને સિદ્ધ જીવ અનંત છે. તેથી બધા મળીને જીવના અનંત વિકલ્પ, મેદ, અવસ્થા હોય છે, તેથી જીવની અનંત પર્યાય છે.
(૨) નારકીની પણ અનંત પર્યાય છે, કારણ કે નારકી નારકીમાં પણ અનંત ગણા પર્યાયોના અંતર હોઈ શકે છે, અર્થાત્ કોઈ નારકી જીવ બીજા નારકી જીવોથી એક આત્મદ્રવ્યની અપેક્ષા તુલ્ય છે; અસંખ્ય આત્મા પ્રદેશોની અપેક્ષા પણ તુલ્ય છે; અવગાહનામાં બે ગણું આદિ સંખ્યાત ગણું અંતર છે. સ્થિતિમાં અસંખ્યાત ગણું તેમજ વર્ણાદિ ૨૦ બોલમાં અનંત ગણું અને જ્ઞાનાદિમાં પણ અનંત ગણું અંતર હોય છે. છેવટે બધામાં મળી સરવાળે અનંત ગણું અંતર થઈ જાય.
આ પ્રમાણે ર૪ દંડકના જીવોની અનંત પર્યાય છે. અર્થાત સ્વયંના દંડકવર્તી જીવોની સાથે પરસ્પર કોઈ પર્યાયની અપેક્ષા અનંતગણું અંતર હોય છે. આ રીતે જીવોની પર્યાય પણ અનંત છે અને ૨૪ દંડકના જીવોની પર્યાય પણ અનંત છે.
આ પર્યાયને જાણવા, સમજવા માટે બોલોની વિચારણા છે– ૧. જીવ દ્રવ્ય- એક જ છે, ૨. પ્રદેશ-સર્વેના આત્મ પ્રદેશ તુલ્ય અસંખ્ય છે, ૩. અવગાહના, ૪. સ્થિતિ, ૫. વર્ણાદિ, ૬. જ્ઞાનાદિ, જેમાં અવગાહના સ્થિતિ અને જ્ઞાન પ્રત્યેક દંડકમાં જીવાભિગમ સૂત્રની પ્રથમ પ્રતિપત્તિમાં વર્ણવેલ અનુસાર છે. વદિ ૨૦ બોલમાં વર્ણ ૫, ગંધ ૨, રસ ૫, સ્પર્શ ૮ છે.
અનંતગુણ, અસંખ્યગુણ, સંખ્યાત ગુણ આદિ અંતરને સમજવા માટે સાંકેતિક નામ નીચે મુજબ છે. એકઠાણ વડિયા - એક સ્થાનનું અંતર જ્યાં હોય છે, તેને “એકઠાણ વડિયા” કહે છે. તેમાં (૧) અસંખ્યાતમો ભાગ હીન અને અસંખ્યાતમો ભાગ અધિક આ એક સ્થાન અંતર રૂપમાં હોય છે. દુઠાણ વડિયા - બે સ્થાનનું જ્યાં અંતર હોય છે, તેને “દુઠાણ વડિયા કહે છે. તેમાં (૨) સંખ્યામાં ભાગ ઓછા અને સંખ્યામાં ભાગ અધિક, આ સ્થાન વધવાથી બે સ્થાન અંતર રૂપમાં હોય છે. તિઠાણ વડિયા – એમાં (૩) સંખ્યાતગુણ ઓછા અને સંખ્યાતગુણ અધિક આ સ્થાન વધ્યું. ૌઠાણ વડિયા:- એમાં (૪) અસંખ્યાત ગણ ઓછા અને અસંખ્યાત ગણ અધિક હોય છે. આ સ્થાન વધ્યું. છઠાણ વડિયા – આમાં (૫) અનંતમાં ભાગ ઓછા અને અનંતમાં ભાગ અધિક, (૬) અનંત ગુણ ઓછા અને અનંત ગુણ અધિક; આ બે સ્થાન વધે છે. પાંચ ઠાણ વડિયા કોઈ બોલ નથી બનતો માટે એનું સંકેત નામ કહેવામાં નથી આવ્યું. અવગાહનાથી પર્યાય - સમુચ્ચય જીવ દ્રવ્યના અને દંડકગત સમુચ્ચય જીવની પર્યાય કહ્યા પછી એના જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અવગાહના, સ્થિતિ વર્ણાદિ, જ્ઞાનાદિની અપેક્ષા પર્યાયની વિચારણા આ પ્રકારની છે.
જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નૈરયિક પરસ્પર દ્રવ્ય, પ્રદેશ અને અવગાહનાથી તુલ્ય છે; સ્થિતિથી ચૌઠાણ વડિયા(અસંખ્ય ગણું અંતર) હોય છે, વર્ણાદિ ૨૦ બોલ અને ૯ ઉપયોગની અપેક્ષાએ છઠાણ વડિયા(અનંત ગણું અંતર) હોય છે.