________________
jainology II
આગમસાર
૧૯
૨૧
પરિવર્ત
૨૪
૨
ચેદી
શક્તિમતી-શૌક્તિકાવતી સિંધ-સૌવીર
વિતભય નગર શૂરસેન
મથુરા નગરી ભંગ
પાવાપુરી (અપાપા)
માસાપુરી કુણાલ
શ્રાવસ્તિ નગરી લાઢ
કોટિવર્ષનગર કેકયાર્ટ્સ
ટ્વેતાંબિકા નગરી આ સિવાય સેંકડો હજારો દેશ છે, તે ક્ષેત્રની અપેક્ષાએ અનાર્યની કોટિમાં આવે છે તથા જાતિ, કુલ આદિ જે પણ આર્ય કહેવાય છે એના સિવાયના અનાર્ય જાતિ, કુલ સમજવા જોઇએ. ક્ષેત્ર, જાતિ, કુળ આદિથી અનાર્ય કહેવાતો વ્યક્તિ પણ જ્ઞાન, દર્શન, ચારિત્રથી અર્થાત્ ધર્મ આરાધનથી સાચો આર્ય બની શકે છે અને આર્યની ગતિ અને મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. અતઃ ક્ષેત્ર, જાતિ, કુલ આદિ ૬ પ્રકારના આર્ય કેવલ વ્યવહાર પરિચયની અપેક્ષાએ સમજવા જોઇએ. હકીકતમાં છેલ્લા ત્રણ આર્યની અવસ્થા મળી જાય તો જીવન સફળ બની જાય છે. પૂર્વની ૬ આર્ય અવસ્થા મળી જાય તો પણ ધર્મ આરાધના એવં ધર્મથી આર્ય બનવાનો પ્રયત્ન કરવો જોઇએ.
બીજું : સ્થાન પદ પ્રથમ પદમાં જીવોના ભેદ-પ્રભેદ અને સ્વરૂપ બતાવ્યા છે. આ પદમાં એમના રહેવાના સ્થાનોનું વર્ણન કરવામાં આવ્યું છે. રહેવાના સ્થાન બે જાતના હોય છે– (૧) નિવાસ રૂપ (૨) ગમનાગમન રૂપ. આ પદમાં નિવાસને સ્વસ્થાન શબ્દથી કહેલ છે અને ગમનાગમનના બે વિભાગ કરવામાં આવ્યા છે– (૧) ઉત્પન્ન થાવાના સમયનો માર્ગ (૨) મરીને જવા સમયનો માર્ગ. એને આગમમાં આ બે શબ્દોમાં કહેવામાં આવેલ છે– (૧) ઉત્પતિ સ્થાન (૨) સમુઘાત ક્ષેત્ર.
(૧) ઉત્પન્ન થયા પછી મૃત્યુ પર્યન્ત જીવ જ્યાં રહે છે તે તેના “સ્વસ્થાન' પરિલક્ષિત છે. આથી આ શબ્દમાં અહીંયા વિવક્ષિત સર્વે જીવોની ઉત્પત્તિના અને રહેવાના સ્થાનોનો સંગ્રહ કર્યો છે. એની સાથે એ પણ બતાવ્યું છે કે તે સંપૂર્ણ ક્ષેત્ર, લોકના કયા ભાગના પરિમાણમાં છે. (૨) “ઉત્પાદ' શબ્દથી મૃત્યુ પછી ઉત્પન્ન થવાના સ્થાનમાં પહોંચવા સુધીનું જે અંતરાલ ક્ષેત્ર છે એ ક્ષેત્રનું કથન કરવામાં આવ્યું છે (૩) આયુ સમાપ્ત થવાના અંતર્મુહૂર્ત પૂર્વ કે ઉત્પત્તિ સ્થાનમાં આત્મ– પ્રદેશોને મોકલવા રૂપ મરણ સમુઘાત કરાય છે, એ સમયે આત્મ પ્રદેશો અંતરાલમાં જેટલા ક્ષેત્રનું અવગાહના કરે છે, તેને અહીં “સમુદ્યાત' શબ્દથી ઓળખાય છે. કવચિત્ અન્ય સમદુઘાત(કવળી સમદુઘાત)ની અપેક્ષાએ કથન કરાયું છે. આ ત્રણ પ્રકારનું કથન અપેક્ષિત ભેદોના સર્વે જીવોનું સામુહિક કહેવામાં આવ્યું છે. અર્થાત્ સામુહિક જીવોની અપેક્ષા એ ક્ષેત્રનું કથન કરવામાં આવ્યું છે અહીંયા એકલા જીવોની અપેક્ષાએ વર્ણન કરવામાં આવ્યું નથી. આ વાત ખાસ લક્ષ્યમાં રાખવી જોઇએ. પૃથ્વીકાય :- નરક–દેવલોકના પૃથ્વી પિંડ, સિદ્ધ શિલા, વિમાન, ભવન, નગર, છત, ભૂમિ, ભીંત, તીરછાલોકના ક્ષેત્ર, પૃથ્વી, નગર, મકાન, દ્વીપ સમુદ્રોની ભૂમિ, પર્વત, કૂટ, વેદિકા, જગતી આદિ શાશ્વત અશાશ્વત પૃથ્વીમય સ્થળોમાં પૃથ્વીકાયના સ્વસ્થાન છે અર્થાત્ અહીં ઉત્પન્ન થાય છે અને મૃત્યુ પર્યન્ત રહે છે. બાદર પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત સર્વેનું એ જ સ્વસ્થાન સમજવું. સૂક્ષ્મ પૃથ્વીકાય સર્વલોકમાં છે. અપ્લાય – ઘનોદધિ અને ઘનોદધિવલય, પાતાળકળશ, સમુદ્ર, નદી, કુંડ, દ્રહ, ઝરણા, તળાવ, સરોવર, નાળા, વાવડી, પુષ્કરણી, કુવા, હીદ, ખાડા, ખાઈ વગેરે નાના-મોટા જળ સંગ્રહના શાશ્વત અશાશ્વત સ્થળોમાં બાદર અપ્લાયના સ્વસ્થાન છે. સૂમ અપ્લાય સર્વ લોકમાં છે. તેઉકાય:- અઢીદ્વીપમાં ૧૫ કર્મભૂમિ ક્ષેત્ર છે, તે જ બાદર તેઉકાયના સ્વસ્થાન છે. વ્યાઘાતની અપેક્ષા ફક્ત પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં જ એમનું સ્વસ્થાન છે અર્થાત્ છઠ્ઠા અને પહેલા આરા તથા યુગલિક કાળમાં ૫ ભરત, ૫ ઐરાવત ક્ષેત્રમાં અગ્નિ રહેતી નથી.
લવણ સમુદ્રમાં વડવાનલ (જવાલામુખી) હોવાથી ત્યાં અગ્નિકાયની ઉત્પત્તિ થાય છે. સૂક્ષ્મ અગ્નિકાય સર્વ લોકમાં છે. વાયુકાય :- ઘનવાય, તનુવાય, ઘનવાયવલય, તનુવાયવલય અને પાતાળકળશ, ભવન, નરકાવાસ, વિમાન અને લોકના સમસ્ત આકાશીય પોલાણવાળા નાના મોટા સ્થાનોમાં બાદર વાયકાયના સ્વસ્થાન છે. સૂક્ષ્મ વાયકાય સર્વલોકમાં છે. વનસ્પતિકાય:- ત્રણે લોકના સર્વે જળમય સ્થાનોમાં અને તિરછા લોકના જળમય, સ્થળમય સર્વ સ્થાનોમાં બાદર વનસ્પતિકાયના સ્વસ્થાન છે. સૂક્ષ્મ વનસ્પતિ સર્વ લોકમાં છે. બેઇન્દ્રિયાદિ – ઊર્ધ્વ લોકમાં રહેલા તિરછા લોકના પર્વતો પર, નીચા લોકમાં રહેલ સમુદ્રી જળમાં અને તિરછા લોકના સર્વે જલીય સ્થલીય સ્થાનોમાં બેઈન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચના સ્વસ્થાન છે. નરક - સાતે નરકોમાં જે ૩૦૦૦ યોજનના પાથડા છે, એમાં ૧૦00 યોજન ઉપર ૧000 યોજન નીચે છોડીને વચમાં જે એક હજાર યોજનાનું પોલાણ છે તેમાં નારકી જીવોના નિવાસ–નરકાવાસ છે, તે જ તેમના સ્વસ્થાન છે. મનુષ્ય:- મનુષ્યના ૧૦૧ ક્ષેત્ર છે, તે તેમના સ્વસ્થાન છે. ભવનપતિ – પ્રથમ નરકના ત્રીજા આંતરામાં ભવનપતિના ભવનાવાસ છે, જે સમ ભૂમિથી ૪૦,૦૦૦ યોજના નીચે છે. ત્યાં અસુરકુમાર જાતિના ભવનપતિ દેવોના સ્વસ્થાન છે. પ્રથમ નરકના ચોથા આંતરામાં નાગકુમાર જાતિના ભવનપતિ દેવોના સ્વાસ્થાન છે. પાંચમાં આંતરમાં સુવર્ણ કુમાર જાતિના ભવનપતિ દેવોના સ્વસ્થાન છે, એ જ ક્રમથી બારમા આંતરામાં સ્વનિત કુમાર જાતિના ભવનપતિ દેવોના સ્વાસ્થાન છે.