________________
આગમસાર- ઉતરાર્ધ
38
વ્યંતર - પ્રથમ નરક પૃથ્વીની ઉપરની છત ૧૦૦૦ યોજનની છે. તેની ઉપરની સપાટી આપણી સમભૂમિ છે, આ પ્રથમ નરકની ઉપર છતના ૧૦૦૦ યોજનમાં ૧૦૦ યોજના નીચે અને ૧૦૦ યોજન ઉપર છોડીને વચમાં જે ૮૦૦ યોજનનું ક્ષેત્ર છે, ત્યાં ભોમેય નગરાવાસ છે. તેમાં ૧૬ જાતિના વ્યંતર દેવોના સ્વાસ્થાન છે જ્ભક દેવોના સ્વાસ્થાન તિરછા લોકમાં વૈતાઢય પર્વતોની શ્રેણી પર છે જ્યોતિષી - તિરછા લોકની સમભૂમિથી ઉપર ૭૯૦ યોજનથી લઈને ૯00 યોજન સુધી ક્ષેત્ર અને અસંખ્ય દ્વીપ સમુદ્રોમાં સ્થિત જ્યોતિષીઓની રાજધાનીઓ અને દીપ જ્યોતિષી દેવોના સ્વાસ્થાન છે. વૈમાનિક - ૧૨ દેવલોક, નવ રૈવેયક અને પાંચ અણુત્તર વિમાન એ વૈમાનિક દેવોના સ્વાસ્થાન છે. સમસ્ત દેવોના ચોસઠ ઇન્દ્ર:દક્ષિણ ભવનપતિના ૧૦ ઇન્દ્રઃ- (૧) ચમર (૨) ધરણ (૩) વેણુદેવ (૪) હરિકાંત (૫) અગ્નિશિખ (6) પૂણેન્દ્ર (૭) જળકાંત (૮) અમિત (૯) વેલબ (૧૦) ઘોષ. ઉત્તર ભવનપતિના ૧૦ ઇન્દ્રઃ- (૧) બલીન્દ્ર (૨) ભૂતાનંદ (૩) વેણુદાલી (૪) હરિસ્સહ (૫) અગ્નિમાણવ (૬) વશિષ્ઠ (૭) જળપ્રભ (૮) અમિત વાહન (૯) પ્રભંજન (૧૦) મહાઘોષ. પિશાચાદિ વ્યંતરના ૧૬ ઇન્દ્ર:– (૧-૨) કાળ, મહાકાળ, (૩–૪) સુરૂપ, પ્રતિરૂપ (પ-૬) પૂર્ણભદ્ર, મણિભદ્ર (૦–૮) ભીમ, મહાભીમ (૯-૧૦) કિન્નર, કિપુરુષ (૧૧-૧૨) પુરુષ, મહાપુરુષ (૧૩–૧૪) અતિકાય, મહાકાય (૧૫-૧૬) ગીતરતિ, ગીતજશ. આણપની આદિ વાણવ્યંતરના ૧૬ ઇન્દ્ર :- (૧-૨) સન્નિહિત સામાન (૩–૪) ધાતા, વિધાતા, (૫) ઋષિ, ઋષિપાલ (૭-૮) ઈશ્વર, મહેશ્વર (૯-૧૦) સુવત્સ, વિશાલ, (૧૧-૧૨) હાસ-હાસઉતિ (૧૩–૧૪) શ્વેત વત્સ, મહાશ્વેત (૧૫-૧૬) પતંગ-પતંગ પતિ.
જ્યોતિષીના ૨ ઇન્દ્રઃ- (૧) ચંદ્ર () સૂર્ય (અપેક્ષાએ અસંખ્ય ઈન્દ્ર છે) વૈમાનિકના ૧૦ ઈન્દ્ર:- (૧) શક્ર (૨) ઈશાન (૩) સનકુમાર (૪) માહેન્દ્ર (૫) બ્રહ્મ (૬) લાંતક (૭) મહાશુક્ર (૮) સહસ્ત્રાર (૯) પ્રાણત (૧૦) અશ્રુત, એમ કુલ ૧૦+૧૦+૧+૧+૨+10 ઊ ૬૪ ઇન્દ્ર. દેવોના આભૂષણ :- વક્ષસ્થળ પર હાર, હાથમાં કડા, બાજુબંધ, કાનમાં અંગદ, કુંડલ, કર્ણપીઠ, વિચિત્ર હસ્તાભરણ, પુષ્પમાળા, મસ્તક પર મુકુટ, ઉત્તમ વસ્ત્ર, શ્રેષ્ઠ અનુલેપ, લાંબી વનમાળા આદિથી સુસજ્જિત દેવો સ્વયં દિવ્ય તેજથી દશે દિશાઓને પ્રકાશમાન કરે છે. સિદ્ધ - ઊર્ધ્વ દિશામાં લોકાંતમાં સિદ્ધ શિલાની ઉપર એક કોશના છઠ્ઠા ભાગ જેટલા ક્ષેત્રમાં અઢીદ્વીપ પ્રમાણ વિસ્તારમાં સિદ્ધોના સ્વસ્થાન છે. અક્સમાણ ગતિ હોવાથી ઉત્પાદ નથી અને શરીર નહીં હોવાથી કોઈ સમુદ્યાત નથી. નોંધ:- લોક મંથાન કેવળી સમુદ્યાતના બીજા સમયની અવસ્થા જેવા છે, તેને અહીંયા પ્રસ્તુત આગમમાં બે ઊર્ધ્વ કપાટ કહ્યા છે અને તિરછા લોકને તટના સ્થાન પર કહેલ છે. અર્થાત્ ૧૯00 યોજન જાડો એક રાજુ જેટલો લાંબો જાલર આકારનો તટ અને અઢીદ્વીપ જેટલી ૪૫ લાખ યોજન જાડાઈની બે ભિત્તિ લોકાંતથી લોકાંત સુધી પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ છે અને એ બંને મેરૂ પર્વતને અવગાહના કરીને તથા ઉપર નીચે પણ લોકત સુધી છે.
ત્રીજું: અલ્પબદુત્વ પદ (૧) દિશાની અપેક્ષાએ જીવોનું અલ્પબહત્વ – ૧. પશ્ચિમ દિશામાં સમદ્રોમાં સૂર્ય ચંદ્રના દ્વીપ છે અને ગૌતમ દ્વિીપ છે. તેથી પાણી ઓછું છે માટે જીવ અલ્પ છે, તેનાથી પૂર્વમાં ગૌતમ દીપ ન હોવાથી જીવ અધિક છે. તેનાથી દક્ષિણમાં જીવ અધિક છે કારણ કે ત્યાં ચંદ્ર સૂર્ય દ્વીપ નથી. તેનાથી ઉત્તરમાં જીવ અધિક છે કારણ કે ત્યાં માન સરોવર છે. વનસ્પતિકાય વિકસેન્દ્રિય વગેરેમાં પણ આ જ કારણ છે. ૨. ભવનપતિઓના ભવન અધિક હોવાથી દક્ષિણમાં પૃથ્વીકાય ઓછા છે તેનાથી ઉત્તરમાં ભવન ઓછા છે તેથી પૃથ્વી અધિક છે. (ભવનોમાં પોલાણ હોય છે.) તેનાથી પૂર્વમાં અધિક છે કારણ કે ત્યાં સૂર્ય ચંદ્રના દ્વીપ છે. એનાથી પશ્ચિમમાં અધિક છે કારણ કે ત્યાં ગૌતમ દ્વીપ છે. ૩. તેઉકાય ઉત્તર દક્ષિણમાં ઓછા છે, ભરત ઐરાવત ક્ષેત્ર નાના છે. એનાથી પૂર્વમાં સંખ્યાતગણુ મોટું ક્ષેત્ર મહાવિદેહ હોવાથી અધિક છે.પશ્ચિમમાં જંબૂઢીપનું મહાવિદેહક્ષેત્ર વિશાલ છે. સલિલાવતી અને વપ્રાવિજય અધોલોકમાં હોવાથી ત્યાં તેઉકાય અધિક છે ૪. વાયુકાય પૂર્વમાં ઓછાં છે કારણ કે ચંદ્ર સૂર્ય દ્વીપ ત્યાં છે, પોલાણ ઓછું છે, પશ્ચિમની અપેક્ષા પૂર્વ મહાવિદેહ ઘનીષ્ઠ સમ છે. તેનાથી પશ્ચિમમાં વાયુ અધિક છે, પશ્ચિમ મહાવિદેહ નીચા લોકમાં ગયેલ છે, પોલાણ અધિક છે. તેનાથી ઉત્તરમાં વાયુકાય અધિક છે. ભવનોનું પોલાણ અધિક છે. એનાથી વધુ દક્ષિણમાં છે, કારણ કે ભવન વધુ છે. ૫. પશ્ચિમ મહાવિદેહના કારણે જ મનુષ્ય અને વ્યંતર પશ્ચિમમાં વિશેષાધિક છે. ૬. જ્યોતિષી દક્ષિણથી ઉત્તરમાં અધિક છે, કારણ કે માનસ સરોવરમાંથી ઘણાં બધા જીવ નિદાન કરીને જ્યોતિષી બને છે અને ત્યાં જ્યોતિષી દેવોના ક્રીડા સ્થળ અધિક છે. ૭. સાતમી નરકના દક્ષિણ નૈરયિકોથી છઠ્ઠીના પૂર્વાદિ ત્રણ દિશાના નૈરયિક અસંખ્યગણા છે. એનાથી છઠ્ઠીના દક્ષિણવાળા અસંખ્યગણા છે. તેનાથી પાંચમી નરકના પૂર્વાદિ દિશાના નૈરયિક અસંખ્યગણા છે. તેનાથી પાંચમીના દક્ષિણ વાળા અસંખ્ય ગણા છે એમ ક્રમથી પ્રથમ નરક સધી અસંખ્યગણા છે. (૨) લેગ્યાઃ- (૧) બધાથી થોડા શુક્લલશી (૨) પદ્મલેશી સંખ્યાતગણા (૩) તેજોલેશી સંખ્યાતગણા (૪) અલેશી અનંતગણા (૫) કાપોતલેશી અનંતગણા (૬) નીલલેશી વિશેષાધિક (૭) કૃષ્ણલેશી વિશેષાધિક (૮) સલેશી વિશેષાધિકા