________________
આગમસાર– ઉતરાર્ધ
36
સંમૂર્છિમ મનુષ્યના ૧૪ પ્રકાર :- - (૧) જાડામાં (૨) પેશાબમાં (૩) કફમાં (૪) શ્લેષ્મમાં (૫) વમનમાં (૬) પિત્તમાં (૭) રસીમાં (૮) લોહીમાં (૯) વીર્યમાં (૧૦) વીર્યના શુષ્ક પુદ્ગલ પુનઃ ભીના થાય એમાં (૧૧) મૃત શરીરમાં (૧૨) સ્ત્રી-પુરુષ સંયોગમાં (૧૩) નગર નાળા—ગટરમાં (૧૪) મનુષ્ય સંબંધી સર્વ અશુચિ સ્થાનોમાં. મનુષ્ય સંબંધી આ ૧૪ સ્થાનોમાં ૧૨ તો સ્વતંત્ર માનવ શરીરના અશુચિ સ્થાન છે ૧૩મા ગટરના બોલમાં અનેક બોલ અશુચિ સ્થાન સંગ્રહિત છે ૧૪મા બોલમાં પણ અનેક બોલ સ્થાનોના સંયોગી ભંગ અર્થાત્ મિશ્રણ કહેલ છે. આ બધા સ્થાનોમાં પરસેવો, થૂંક નથી આવતા તેથી આ બંનેમાં સંમૂર્ચ્છિમ મનુષ્ય ઉત્પન્ન થતા નથી.(લોહી અને પરુ તો કયારેક જ હોય છે, હંમેશા નથી હોતા. પરંતુ થૂંક અને પરસેવો તો હંમેશા હોય જ છે. તેથી શાસ્ત્રકાર જયારે વિસ્તાર પૂર્વક આટલા નામો ગણાવી રહયા છે તો મહત્વના નામોને ભૂલીને ઓછા મહત્વના નામ તો ન જ ગણાવે)
ઉત્પત્તિકાળ : આ ૧૪ સ્થાનોમાં આત્મ પ્રદેશોથી અલગ થઈ ગયા પછી અંતર્મુહૂર્ત બાદ સંમૂર્છિમ અસંશી મનુષ્ય ઉત્પન્ન થાય છે. અથવા થઈ શકે છે.
અંતર્મુહૂર્ત શબ્દનો અર્થ વિશાળ છે. વ્યાખ્યાકારોએ પણ એનું સ્પષ્ટીકરણ કર્યુ નથી. અતઃ પ્રાપ્ત પરંપરાનુસાર ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અર્થાત્ વ્યવહારથી લગભગ ૪૭ મિનિટનો સમય મનાય છે. ૪૭ મિનિટ એક અંતિમ સીમા સમજવી જોઇએ; ત્યારપછી ૪૮મી મિનિટ થાય ત્યારે અંતર્મુહૂર્ત નહીં કહેવાય પરંતુ મુહૂર્ત થઈ જાય છે. વિરહની અપેક્ષા ક્યારેક કેટલા ય મુહૂર્તો સુધી જીવોત્પત્તિ થતી નથી.
સ્વરૂપ :– આ જીવોની ઉત્કૃષ્ટ અવગાહના પણ અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે. તે ચર્મ ચક્ષુથી જોઈ શકાતા નથી. આયુષ્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત (લગભગ બે મિનિટ)નું હોય છે. સમય-સમયમાં જઘન્ય ૧-૨ તથા ઉત્કૃષ્ટ અસંખ્ય જીવ જન્મે છે અને મરે છે. આ સર્વે અપર્યાપ્તા જ મરે છે. અપર્યાપ્ત નામ કર્મવાળા જ હોય છે. તેઓ પંચેન્દ્રિય અને મનુષ્ય ગતિક કહેવાય છે.
=
પશુની અશુચિ :– પશુના અશુચિ સ્થાનોમાં થવાવાળા કૃમિ આદિ અન્ય જીવ તિર્યંચ બેઇન્દ્રિય આદિ હોય છે, તેને પણ સંમૂર્છિમ કહી શકાય છે પરંતુ સંમૂર્ચ્છિમ મનુષ્ય ન કહી શકાય. એ જીવ ચર્મ ચક્ષુથી જોઈ શકાય છે. સંક્ષેપમાં પશુઓના મળ મૂત્ર વગેરે અશુચિ સ્થાનોમાં કાળાંતરથી સંમૂર્છિમ ત્રસ જીવ ઉત્પન્ન થાય છે. પરંતુ તે સંમૂર્છિમ મનુષ્ય હોતા નથી.
ગાય આદિનું છાણ છે, તેમાં ગરમીને કારણે કેટલાક કલાકો સુધી જીવોની ઉત્પત્તિ થતી નથી, એમ સમજવું જોઇએ. ફલશ દોષ :– ભૂમિગત(અંડર ગ્રાઉન્ડ ફલશ) ભોયખાર વાળા શૌચાલયમાં સંમૂર્ચ્છિમ મનુષ્યની અને અન્ય ત્રસ જીવોની વિપુલ માત્રામાં ઉત્પત્તિ, જન્મ, મરણ થતા રહે છે. આ જીવોની ઉત્પત્તિની અપેક્ષાએ ભૂમિગત શૌચાલય મહાદોષ પાપનું સ્થાન છે. ભવભીરૂ ધર્મી આત્માઓએ એનો ઉપયોગ ન કરવો જોઇએ. માનવ શરીરના અશુચિ પદાર્થ શીઘ્ર સુકાઈ જાય કે વિરલ થઈ જાય એવો વિવેક રાખવો જોઇએ.
મૃત કલેવર :– માનવના મૃત કલેવરમાં સંમૂર્ચ્છિમ મનુષ્ય ઉત્પન્ન થવાનો સમય પણ અંતર્મુહૂર્ત છે. આથી વધારે સમય સુધી મૃત કલેવર રાખવામાં આ જીવોની વિરાધનાનો દોષ થાય છે. શ્રમણોએ મુહૂર્ત પૂર્વ મૃત કલેવરનું વ્યુત્સર્જન કરી દેવું જોઇએ. મહાન પ્રખ્યાત સાધુ–સાધ્વીના મૃત કલેવરને ભક્ત સમુદાય ૧-૨ દિવસ રાખે છે. આ પ્રવૃત્તિ ઉચિત નથી. તેથી આ પ્રવૃત્તિનું અંધાનુકરણ ન કરવું જોઇએ.]
પશુઓના મૃત શરીરમાં વિવિધ પ્રકારના જીવોની ઉત્પત્તિ થઈ જાય છે, અત્યંત દુર્ગંધ પણ આવી જાય છે તેથી તેમનું વિસર્જન જેમ બને તેમ જલ્દી કરવું જોઇએ. આગમમાં જીવોત્પત્તિના ૧૪ સ્થાન મનુષ્ય સંબંધી અને સંમૂર્ચ્છિમ મનુષ્યોત્પત્તિ સંબંધી કહ્યા છે. અતઃ પશુઓના શરીરમાં તિર્યંચ યોનિક બેઇન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય જીવોની ઉત્પત્તિ થવી અલગથી સમજવું. સાડા પચ્ચીસ આર્ય દેશ અને પ્રમુખ નગરી :–
ક્રમ
દેશ નામ
૧
ર
૩
૪
૫
APLIN LLLLL
૭
८
૯
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭
૧૮
મગધ
અંગ
બંગ
કલિંગ
કાશી
કૌશલ
કુરુ
કુશાવર્ત
પંચાલ
જાંગલ
સૌરાષ્ટ્ર
વિદેહ
વત્સ
શાંડિલ્ય
મલય
મત્સ્ય
વરણ
દશાર્ણ
નગરી
રાજગૃહી નગર ચંપાનગરી
તામ્રલિપ્તી
કાંચનપુર
વારાણસી નગરી
સાકેત નગર
હસ્તિનાપુર
સૌર્યપુર
કામ્પિલ્ય નગર
અહિછત્રા નગરી
દ્વારિકા નગરી
મિથિલા નગરી
કોશાંબી
નન્દિપુર
દ્દિલપુર
વૈરાટ નગર અચ્છાપુરી
મૃત્તિકાવતી નગરી