________________
આગમચાર– ઉતરાર્ધ
વનસ્પતિના અનેક જીવોના સંઘાત સમૂહને સમજવું જોઈએ, પરંતુ સાધારણ વનસ્પતિમાં એવું નથી હોતું. એમાં તો એક જ શરીરમાં અનંત જીવ ભાગીદારની સમાન હોય છે. તેનું સ્વરૂપ અને લક્ષણ વગેરે વર્ણન સંવાદમાં જુઓ.
અનંતકાય જિગ્નેશ – અનંતકાયનો શો અર્થ છે? જેમાં એક નાનકડા શરીરમાં અનંત જીવ હોય અને જેમાં પ્રતિક્ષણ તે જીવો જન્મ્યા કે મર્યા કરે છે, તે પદાર્થને અનંતકાય કહે છે. જિગ્નેશ - નાના શરીરનો આશય શું થાય? જ્ઞાનચંદ -એક સોયના અગ્રભાગ પર અસંખ્ય ગોળા હોય, પ્રત્યેક ગોળામાં અસંખ્ય પ્રતર હોય છે, પ્રત્યેક પ્રતરમાં અસંખ્ય શરીર હોય છે અને એ નાના નાનકડા) શરીરમાં અનંત જીવ હોય છે. જિગ્નેશ :- આ અનંતકાય શું કંદમૂળ જ હોય છે ? જ્ઞાનચંદ – કંદમૂળ તો અનંતકાય હોય જ છે. તે સિવાય પણ અનેક અનંતકાય હોય છે. જેમ કે– (૧) જ્યાં પણ, જેમાં પણ ફુગ થાય તે અનંતકાય છે. (૨) જે વનસ્પતિના પાંદડા વગેરે કોઈપણ ભાગમાંથી દૂધ નીકળે ત્યારે તે અવસ્થામાં. દા.ત. તરીકે આકડાનું પાન, કાચી મગફળી વગેરે. (૩) જો કોઈ પણ લીલું શાક કે વનસ્પતિનો ભાગ તોડતા એક સાથે “તડ' એવો અવાજ આવે અને તે ભાગ ટૂટી જાય. જેમ કે ભીંડા, કાકડી, તુરિયા વગેરે. (૪) જે વનસ્પતિને ચાકુ વડે ગોળાકાર કાપવાથી તેની સપાટી પર રજકણ જેવા જલબિંદુ દેખાય તે. (૫) જે વનસ્પતિની છાલ અંદરથી પણ જાડી હોય તે અનંતકાય છે. (૬) જે પાંદડામાં રગો(રેશા) દેખાય નહીં તે. (૭) જે કંદ અને મૂળ ભૂમિની અંદર પાકીને નીકળે તે. (૮) બધી જ વનસ્પતિના કાચા મૂળિયા. (૯) બધીજ વનસ્પતિની કાચી કૂંપળો. (૧૦) કોમળ તથા ૨ગો(રેશા) દેખાય નહીં તેવી પાંખડીયોવાળાં ફૂલ. (૧૧) પલાળેલા કઠોળ કે ધાન્યમાં તત્કાળ ફણગા ફૂટયા હોય તે. (૧૨) કાચા કોમળ ફળ-આમલી, મંજરી વગેરે. ઉપર જણાવેલ લક્ષણો વનસ્પતિના કોઈ પણ વિભાગમાં દેખાય તો તે બધાં વિભાગો અનંતકાય છે. વિશેષ જાણકારી તથા પ્રમાણ માટે પન્નવણા સૂત્રનું અધ્યયન કરવું જોઈએ.
કંદમૂળના કેટલાક નામો આ મુજબ છે– (૧) બટેટા (૨) રતાળુ (૩) સૂરણ (૪) વજકંદ (૫) લીલી હળદર (દ) આદુ (૭) ડુંગળી (૮) લસણ (૯) ગાજર (૧૦) મૂળા (૧૧) અડવી (૧૨) સક્કરીયા વગેરે.
તે અનંત જીવોનું એક શરીર એક નિગોદ કહેવાય છે. એમાં રહેલા અનંત જીવ નિગોદ જીવ કહેવાય છે. આ અનંત જીવો. મળીને એક શરીર બનાવે છે, એક સાથે જન્મે છે, એકી સાથે પર્યાપ્તિઓ પૂર્ણ કરે છે, એકી સાથે મરે છે, એકી સાથે શ્વાસોશ્વાસ લે છે. અર્થાત્ એમનો આહાર, શ્વાસોશ્વાસ, પુગલ ગ્રહણ વગેરે સાધારણ હોય છે. એ જ એની સાધારણતાનું લક્ષણ છે.
- આ નિગોદ સૂક્ષ્મ અને બાદર બંને પ્રકારના હોય છે. તેમાં સૂક્ષ્મ તો ચર્મ ચક્ષુથી અગ્રાહ્ય છે અને બાદમાં પણ અસંખ્ય નિગોદ શરીર એકઠા થાય પછી જ કોઈ જોવામાં આવી શકે અને કોઈ જોવાતા નથી. તેમને જાણવા સમજવા માટે વીતરાગ વચન જ પ્રમાણભૂત છે. આ રીતે આ અનંત જીવોનું દારિક શરીર એક હોય છે, પરંતુ તેજસ, કાર્મણ શરીર જુદા-જુદા હોય છે.
-૦-૦–૦
ફ્લક્ષણ(કોમળ) પૃથ્વી – મુલાયમ(સુંવાળી) માટીને ફ્લક્ષણ પૃથ્વી કહે છે. એના સાત પ્રકાર છે. (૧) કાળી માટી (૨) નીલી (૩) લાલ (૪) પીળી (૫) સફેદ માટી (૬) પંડુ- માટી જેવા રંગની, ખાખી રંગની, મટમેલા રંગની માટી (૭) પોપડીવાળી માટી. આ સાત પ્રકારમાં અન્ય સર્વ પ્રકારની કોમળ માટીનો સમાવેશ સમજવો જોઇએ. ખર(કઠોર) પૃથ્વી - (૧) સામાન્ય પૃથ્વી (૨) કંકર-કાંકરા (૩) વેળુરત (૪) પથ્થર (૫) શિલા (૬) લવણ (૭) ખાર (૮) લોઢું (૯) તાંબુ (૧૦) તરૂઆ (૧૧) સીસું (૧૨) ચાંદી (૧૩) સોનું (૧૪) વજ (૧૫) હરતાલ (૧૬) હિંગળો (૧૭) મનઃશિલ (૧૮) સાસગ-પારદ (૧૯) સુરમો (૨૦) પ્રવાલ (૨૧) અબ્રક–પટલ (૨૨) અશ્વરજ.
(૧) ગોમેદ રત્ન (૨) રુચક રત્ન (૩) અંક ૨– (૪) સ્ફટિક રત્ન (પ) લોહિતાક્ષ રત્ન (૬) મરકત રત્ન (૭) મસાર ગલ્લ(મસગલ) રત્ન, (૮) ભુજમાચક રત્ન (૯) ઈન્દ્રનીલ રત્ન (૧૦) ચંદ્રનીલ રત્ન (૧૧) ગેરૂડી રત્ન, (૧૨) હંસ ગર્ભ રત્ન (૧૭) જલકાંત મણિ (૧૮) સૂર્યકાંત મણિ. આ રીતે લગભગ ૪૦ નામ શાસ્ત્રોમાં ઉપલબ્ધ છે. ટિપ્પણ:- એ જ ૪૦ ભેદોને ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન છત્રીસમાં, છત્રીસની સંખ્યાથી કહેલ છે. જેનું કારણ અજ્ઞાત છે. સંભવ છે કે અર્થ અને ગણતરી કરવામાં કંઈક તફાવત હોવો જોઇએ. અપ્લાય :- (૧) ઓસ (જાકળ) (ર) બરફ (૩) ધમ્મસ (૪) કરા. બરફના કરા (પ) વનસ્પતિમાંથી ઝરવા વાળા પાણી (૬) શબ્દ જળ (૭) શીતોદક (૮) ઉષ્ણોદક (૯) ખારોદક (૧૦) ખટ્ટોદક(કંઈક ખાટું) (૧૧) અશ્લોદક (૧૨) લવણસમુદ્રનું જળ (૧૩) વરુણોદક (૧૪) ક્ષીરોદક (૧૫) વૃતોદક (૧૬) લોદોદક (ઇક્ષ રસના જેવું) (૧૭) રસોદક (પુષ્કર સમુદ્રનું જળ). તેઉકાય:- (૧) અંગારા (૨) જાજવલ્યમાન (૩) ભાભર (રાખ યુક્ત) (૪) ટૂટતી જાળ (૫) કુંભકારનો અગ્નિ કે બળતા લાકડા (૬) શુદ્ધ અગ્નિ (લોઢાના ગોળાનો અગ્નિ) (૭) ઉલ્કા(ચકમકનો અગ્નિ) (૮) વિદ્યુત (૯) અશનિ- આકાશમાંથી પડતા અગ્નિ કણ અથવા અરણી-કાષ્ઠથી ઉત્પન્ન અગ્નિ (૧૦) નિર્ધાત અગ્નિ (૧૧) સંઘર્ષથી ઉત્પન્ન થતો અગ્નિ અર્થાતુ ખુર, શિંગ, કાષ્ઠ આદિના ઘર્ષણથી થતો અગ્નિ (૧૨) સૂર્યકાંત મણિ–આઈ ગ્લાસમાંથી ઉત્પન્ન થતો અગ્નિ (૧૩) દાવાનળનો અગ્નિ (૧૪) વડવાનલ અગ્નિ.