________________
jainology II
(૧૫) અનેક સિદ્ઘ ઃ— જે અનેકના સમૂહોની સાથે સંથારો કરીને સાથે આયુ સમાપ્ત થતાં સિદ્ધ થાય છે તે અનેક સિદ્ધ છે. જેમ કે ભગવાન ઋષભદેવ.
અજીવના ૫૬૦ ભેદ :
33
આગમસાર
અરૂપી અજીવના ૩૦ અને રૂપી અજીવના ૫૩૦ ભેદ છે. ધર્માસ્તિકાય આદિ ચાર અરૂપી અજીવના સ્કંધાદિ કુલ ૧૦ ભેદ છે. જેમ કે ધર્માસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ; અધર્માસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ; આકાશાસ્તિકાયના સ્કંધ, દેશ, પ્રદેશ; એ નવ અને દસમો કાલ અને આ ચારે અજીવના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણ એમ ૫–૫ પ્રકાર હોવાથી ૪૪૫ ઊ ૨૦ ભેદ થાય છે. આ બધા મળીને કુલ ૧૦+૨૦ ઊ ૩૦ ભેદ થાય.
રૂપી અજીવ(પુદ્ગલ)ના ૫૩૦ ભેદ :–
મૂળ ભેદ ૫ વર્ણ— ૧ કાળો, ૨ નીલો, ૩ લાલ, ૪ પીળો, ૫ સફેદ. ૨ ગંધ– ૧ સુગંધ, ૨ દુર્ગંધ. ૫ ૨સ– ૧ તીખો, ૨ કડવો, ૩ કષાયેલો, ૪ ખાટો, ૫ મીઠો (ગળ્યો). ૮ સ્પર્શ– ૧ ખરસટ, ૨ કોમળ, ૩ હલકો, ૪ ભારે, ૫ ઠંડો, ૬ ગરમ, ૭ રુક્ષ (લુખ્ખો), ૮ (સ્નિગ્ધ) ચીકણો. ૫ સંસ્થાન- ૧ વૃત્ત, ૨ પરિમંડળ ૩ ત્રિકોણ, ૪ ચોખ્ખણ (ચોરસ), ૫ આયત. આ મૂળ ૨૫ ભેદ છે, એના ઉત્તર ભેદ ૫૩૦ છે, તે આ પ્રમાણે છે—
વર્ણના ૧૦૦ ભેદ :– કાળા વર્ણ(રંગ)ના પુદ્ગલ ૨૦ પ્રકારના હોય છે અર્થાત્ તેમાં શેષ ચાર વર્ણ નથી હોતા અને ૫ રસ, ૮ સ્પર્શ, ૨ ગંધ, ૫ સંસ્થાન હોય છે. તે સર્વ મળીને કુલ ૨+૫+૮+૫ ઊ ૨૦ વીસ પ્રકાર થાય. એવી રીતે નીલા વર્ણ વગેરેના પણ ૨૦–૨૦ પ્રકાર છે. કુલ મળીને ૫ વર્ણોના ૫×૨૦ઊ૧૦૦ પ્રકાર છે.
ગંધના ૨૬ ભેદ :– ૨ ગંધના વર્ણાદિ ૨૩–૨૩ (૫ વર્ણ, ૫ ૨સ, ૮ સ્પર્શ, ૫ સંસ્થાન) ભેદ હોવાથી ૨૩×૨ ઊ ૪૬ ભેદ થયા. રસના ૧૦૦ ભેદ :– ૫ રસના, ૨૦–૨૦ ભેદ (૫ વર્ણ, ૨ ગંધ, ૮ સ્પર્શ, ૫ સંસ્થાન) હોવાથી ૨૦×પ ઊ ૧૦૦ ભેદ થયા. સ્પર્શના ૧૮૪ ભેદ :– ૮ સ્પર્શના ૨૩–૨૩ ભેદ (૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૬ સ્પર્શ, ૫ સંસ્થાન) થવાથી ૨૩૪૮ ઊ ૧૮૪ ભેદ થયા. અહીં સ્વયંને અને પ્રતિ પક્ષી સ્પર્શને એમ બે સ્પર્શને છોડીને દ્ર ગણ્યા છે.
=
સંસ્થાનના ૧૦૦ ભેદ - ૫ સંસ્થાનના ૨૦–૨૦ ભેદ (૫ વર્ણ, ૨ ગંધ, ૫ ૨સ, ૮ સ્પર્શ) હોવાથી ૨૦×૫ ઊ ૧૦૦ ભેદ થયા. ૫૩૦ નો યોગ :– વર્ણના ૧૦૦, ગંધના ૪૬, ૨સના ૧૦૦, સ્પર્શના ૧૮૪, સંસ્થાનના ૧૦૦ મળીને કુલ ૧૦૦+૪૬+૧૦૦+૧૮૪+૧૦૦ઊપ૩૦ ભેદ રૂપી અજીવના હોય છે.
ભેદ સંખ્યા વિચારણા :– ૫૩૦ રૂપી + ૩૦ અરૂપી ઊ ૫૬૦ કુલ અજીવના ભેદ થયા. આ ૫૬૩ જીવના અને ૫૬૦ અજીવના ભેદની સંખ્યા આગમોમાંથી ભેદોને સંકલિત કરી કહેવાની પરંપરા છે. મૌલિક આગમોમાં જ્યાં ત્યાં વિભિન્ન અપેક્ષાએ ભેદ–પ્રભેદ અને વર્ણન તો છે, પરંતુ ૫૬૩ અને ૫૬૦ની સંખ્યાની નિર્ધારણા કોઈ પણ આગમમાં નથી. તો પણ આ સંખ્યા આગમ સાપેક્ષ છે આગમ નિરપેક્ષ નથી, એવું કહી શકાય છે. એવી રીતે ૨૫ ભવનપતિ ૨૬ વ્યંતર ૩૮ વૈમાનિકની સંખ્યાઓના વિષયમાં સમજવું. કારણ કે ૯ લોકાંતિક, ૧૫ પરમાધામી ૧૦ જુંભક ૩ કિલ્વિષી આદિ ભેદ પ્રસ્તુત સૂત્રમાં નથી બતાવ્યા, ભગવતી સૂત્ર આદિમાં તે ભેદ વર્ણિત છે.
સૂક્ષ્મ બાદર :– સૂક્ષ્મ અને બાદર નામ કર્મના ઉદયથી જીવ સૂક્ષ્મ અને બાદર હોય છે. સૂક્ષ્મમાં ૫ સ્થાવર છે. એ ચર્મ ચક્ષુથી જોઈ શકાતા નથી પરંતુ સંપૂર્ણ લોકમાં ઠસાઠસ ભરેલ છે. એની ગતિ સ્થૂળ પુદ્ગલો એવં ઔદારિક શરીર તથા શસ્ત્રાદિથી અપ્રતિહત છે. આ સૂત્રના બીજા પદમાં અને ઉત્તરાધ્યયન સૂત્રમાં આ સૂક્ષ્મ જીવો સર્વ લોકમાં હોવાનું કહેવાયું છે. બાદર જીવ પ સ્થાવર રૂપ અને ત્રસકાય રૂપ બંને પ્રકારના હોય છે. એનું શરીર સ્થૂળ હોય છે. શસ્ત્ર આદિથી એ પ્રતિહત થાય છે. બાદરના એ સ્થાવર અને ત્રસ જીવો લોકમાં ક્યાંક હોય છે, ક્યાંક હોતા નથી. બાદરના પણ કોઈ કોઈ જીવ ચર્મ ચક્ષુથી જોઈ શકાતા નથી. જ્યારે તે સંખ્ય, અસંખ્ય કે અનંત એકઠા થાય તો જોઈ શકાય છે.
-
પર્યાપ્ત—અપર્યાપ્ત :− સંમૂર્ચ્છિમ મનુષ્યને છોડીને શેષ સૂક્ષ્મ બાદર સર્વે જીવના ભેદ–પ્રભેદોમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત એ બંને ભેદ હોય છે.
પર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જીવ પર્યાપ્ત કહેવાય છે અને અપર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જીવ અપર્યાપ્ત કહેવાય છે
અથવા જે જીવની જેટલી પર્યાપ્તિ પૂર્ણ કરવાની હોય છે તે પ્રારંભિક સમયોમાં જ્યાં સુધી પૂર્ણ થતી નથી ત્યાં સુધી તે જીવ અપર્યાપ્ત કહેવાય છે. આ પર્યાપ્તિઓને પૂર્ણ કરવામાં સર્વે જીવોને જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સમય લાગે છે.
પર્યાપ્તિ ૬ છે, જેમાં આહાર પર્યાપ્તિના અપર્યાપ્ત ૧-૨ સમય રહે છે. શેષ પાંચે પર્યાપ્તિના અપર્યાપ્ત અસંખ્ય સમય રહે છે. અર્થાત્ આહાર પર્યાપ્તિના પર્યાપ્ત બનવામાં ૧-૨ સમય લાગે છે. શેષ પાંચે પર્યાપ્તિના પર્યાપ્ત બનવામાં પ્રત્યેકમાં પણ અસંખ્ય અસંખ્ય સમયના અંતર્મુહૂર્ત લાગે છે અને બધા મળીને પણ અંતર્મુહૂર્ત જ લાગે છે. કયા જીવમાં કેટલી પર્યાપ્તિ હોય છે, તેનું વર્ણન જીવાભિગમ સૂત્ર સારાંશ પ્રથમ પ્રતિપત્તિમાં જુઓ.
સાધારણ–પ્રત્યેક :– બાદર વનસ્પતિમાં જ સાધારણ અને પ્રત્યેક એવા બે ભેદ કરાય છે. એક શરીરમાં એક જીવ હોય એ પ્રત્યેક શરીરીનું લક્ષણ છે અથવા પ્રત્યેક જીવને સ્વતંત્ર એક શરીર હોવું એ પ્રત્યેક જીવીનું લક્ષણ છે.
અનંત જીવોનું સમ્મિલિત એક શરીર હોવું અર્થાત્ એક જ શરીરમાં અનંત જીવોનું સમ્મિલિત અસ્તિત્વ હોવું, એનું સ્વતંત્ર વ્યક્તિગત કોઈ પણ અસ્તિત્વ ન હોવું એ સાધારણ જીવીનું લક્ષણ છે. એવા જીવ સાધારણ શરીરી કહેવાય છે.
એમ તો પ્રત્યેક શરીરમાં પણ એક શરીરમાં અનેક જીવ દેખાય છે, પરંતુ તે તો તેનું પિંડીભૂત શરીર દેખાય છે. સાથે એ પ્રત્યેક જીવોનું પોતાનું વ્યક્તિગત સ્વતંત્ર શરીર પણ અલગ–અલગ હોય છે. યથા તલપાપડી કે મોદક આદિ જેમ એક પિંડ છે. તેમાં બધા તલ ચીટકીને એક પિંડ દેખાય છે. તો પણ પ્રત્યેક તલનો પોતાનો સ્વતંત્ર અસ્તિત્વ શરીર સ્કંધ રહે છે. એ પ્રકારે પ્રત્યેક