________________
આગમચાર– ઉતરાર્ધ
28 જ્યારે અવધિજ્ઞાની ઇચ્છે ત્યારે તે દિશામાં પોતાની સીમામાં અવધિજ્ઞાનમાં જોઈ શકે છે. ઉદાહરણ – કોઈને પ00 માઈલના વર્તુળમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય તે અવધિ જ્ઞાની બીજે જાય તો ત્યાંથી પણ ૫૦૦ માઈલના વર્તુળમાં જોઈ શકે છે પરંતુ એની સીમાથી દૂર અવધિજ્ઞાનમાં જોઈ શકાતું નથી. આ જ્ઞાન ઉત્કૃષ્ટ સંખ્યાતા અસંખ્યાતા યોજનાનું હોઈ શકે છે. દેવ–નારકીના અવધિજ્ઞાનથી ચારેબાજ જોઈ શકાય છે. તિર્યંચ અને મનુષ્ય એક તરફ કે ચારે તરફ જાણી-દેખી શકે છે. (૨) અનાનુગામિક અવધિજ્ઞાન - જેમ કોઈને એક ક્ષેત્રમાં ૫૦૦ માઈલનું અવધિજ્ઞાન થયું. તે વ્યક્તિ તે ક્ષેત્રની મર્યાદામાં રહીને અવધિજ્ઞાનથી જાણી–દેખી શકે. તેની બહાર જાય તો ત્યાંથી કંઈ જાણી-દેખી શકે નહીં. (૩) વર્ધમાન અવધિજ્ઞાન – પ્રશસ્ત અધ્યવસાયો તથા ચારિત્રની વિશુદ્ધતાથી જે અવધિજ્ઞાનીના આત્મ પરિણામ વિશુદ્ધતર થતા જાય છે, તેમનું અવધિજ્ઞાન ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે અને સર્વે દિશામાં વૃદ્ધિ થાય છે. તેના ક્ષેત્રમાં, કાળમાં અને દ્રવ્ય-પર્યાયોમાં પણ વૃદ્ધિ થાય છે. તેને વર્ધમાન અવધિજ્ઞાન કહે છે. અવધિજ્ઞાનનું જઘન્ય ક્ષેત્ર સૂમ નિગોદના અપર્યાપ્તાની અવગાહના જેટલું હોય છે તથા વધતાં–વધતાં અલોકમાં લોક જેટલા અસંખ્ય ખંડ જેટલી સીમા જોવાની તેની ક્ષમતા થઈ જાય છે. કલ્પના કરો કેઃ જીવોને ઉત્કૃષ્ટ સંખ્યામાં મેરુ પર્વતથી એક દિશામાં ક્રમશઃ ગોઠવીએ તો તે અલોકમાં ખૂબ દૂર સુધી પહોંચી જશે. આ કતાર ને ચારે તરફ ફેરવતા જે મંડલાકાર ક્ષેત્ર બને, તેટલું ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનનું ક્ષેત્ર સમજવું. જે અસંખ્ય લોક પ્રમાણ બની જાય છે.
અવધિજ્ઞાનના ક્ષેત્રની વૃદ્ધિ સાથે કાળની વૃદ્ધિ કયા ક્રમથી થાય છે તેને સમજવાની તાલિકા આ પ્રમાણે છે
ક્ષેત્ર (૧) એક અંગુલનો અસંખ્યાતમો ભાગ જોવે. (૧) આવલિકાનો અસંખ્યાતમો ભાગ જોવે. (૨) અંગુલનો સંખ્યાત. ભાગ જોવે.
(૨) આવલિકાનો સંખ્યાતમો ભાગ જોવે (૩) એક અંગુલ
(૩) આવલિકાથી થોડુંક ઓછું (૪) અનેક અંગુલ
(૪) એક આવલિકા (૫) એક હસ્ત પ્રમાણ
(૫) એક મુહૂર્તથી થોડું ઓછું. (૬) એક કોસ(ગાઉ)
(૬) એક દિવસથી થોડું ઓછું. (૭) એક યોજના
(૭) અનેક દિવસ (૮) પચ્ચીસ યોજના
(૮) એક પક્ષથી થોડું ઓછું (૯) ભરત ક્ષેત્ર
(૯) અર્ધ માસ (૧૦) જંબૂદ્વીપ
(૧૦) એક માસથી થોડું વધુ (૧૧) અઢી દ્વીપ
(૧૧) એક વર્ષ (૧૨) ચકદ્વીપ
(૧૨) અનેક વર્ષ (૧૩) સંખ્યાતદ્વીપ
(૧૩) સંખ્યાત કાળ (૧૪) સંખ્યાત અસંખ્યાત દ્વીપ સમદ્ર (૧૪) પલ્યોપમ આદિ અસંખ્ય કાળ
કાળ
(૪) હીયમાન અવધિજ્ઞાન – સાધકને અપ્રશસ્ત યોગ, સંકિલષ્ટ પરિણામ આવે ત્યારે અવધિજ્ઞાનનો વિષય ઘટતો જાય છે. એ સર્વે દિશાઓથી ઘટે છે. (૫) પ્રતિપાતી અવધિજ્ઞાન – અંગુલના અસંખ્યાતમા ભાગથી લઈને ઉત્કૃષ્ટ સંપૂર્ણ લોકના વિષયનું અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ વિનષ્ટ થઈ શકે છે. આને પ્રતિપાતી અવધિજ્ઞાન કહે છે. (૬) અપ્રતિપાતિ અવધિજ્ઞાન - લોકની સીમાથી આગળ વધીને જ્યારે અવધિજ્ઞાનની ક્ષમતા અલોકમાં જાણવા-દેખવા યોગ્ય વધી જાય છે ત્યારે તે અવધિજ્ઞાન અપ્રતિપાદિત થઈ જાય છે. અર્થાત્ તે આખા ભવમાં ક્યારેય નષ્ટ થતું નથી, પતિત થતું નથી; આયુષ્ય પૂર્ણ થાય ત્યાં સુધી રહે છે અથવા તો કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ જાય ત્યારે તે તેમાં વિલીન થઈ જાય છે.
વિષયઃ- (૧) દ્રવ્યથી– જઘન્ય અનંત(પ્રદેશી) રૂપી દ્રવ્ય જએ અને જાણે. ઉત્કૃષ્ટ સર્વરૂપી દ્રવ્ય જએ અને જાણે. (૨) ક્ષેત્રથી– જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા ક્ષેત્રને જુએ અને જાણે, ઉત્કૃષ્ટ લોક જેટલા અસંખ્યાતા ખંડ પ્રમાણ ક્ષેત્ર અલોકમાં જુએ અને જાણે. (૩) કાળથી– જઘન્ય આવલિકાનો અસંખ્યાતમો ભાગ જુએ અને જાણે, ઉત્કૃષ્ટ અસંખ્યાત ઉત્સર્પિણી– અવસર્પિણી કાળ પ્રમાણ ભૂત ભવિષ્ય જુએ અને જાણે.(૪) ભાવથી- જઘન્ય ઉત્કૃષ્ટ અનંત પર્યાય જુએ અને જાણે. પરન્તુ જઘન્યથી ઉત્કૃષ્ટનો વિષય અનંત ગુણો છે, એમ સમજવું. તોપણ સર્વ પર્યાયથી અનંતમો ભાગ જુએ. (૪) મન:પર્યવજ્ઞાન:- (૧) મનની પર્યાયોને જાણનારું મન:પર્યવજ્ઞાન છે. ભાષા વર્ગણાની જેમ મન વર્ગણા પણ રૂપી છે. વચન યોગ દ્વારા ભાષા વર્ગણાનું ભાષારૂપમાં પરિણમન થાય છે. તેવી રીતે મનોયોગ દ્વારા મન વર્ગણાના પુલનું મનરૂપમાં પરિણમન થાય છે. મનરૂપમાં પરિણત એ પુદ્ગલોને ઓળખવા તે મન:પર્યવજ્ઞાનનો વિષય છે. (ર) જે રીતે શ્રવણેન્દ્રિયનો વિષય છે, કોઈના વચનને શ્રવણ કરવું, તે રીતે મનઃ પર્યવજ્ઞાનનો વિષય છે કોઈના મનને જાણી લેવું. કોઈ વ્યક્તિ વચન દ્વારા કોઈની નિંદા કરે અથવા કોઈની પ્રશંસા કરે તથા વચમાં એ વ્યક્તિ સંબંધિત નામ લે એ સાંભળવાનો વિષય છે. પરંતુ આ વ્યક્તિ કોણ છે, કઈ જાતિની છે, એનો વક્તા સાથે શું સંબંધ છે? નિંદા અથવા પ્રશંસાનુ કારણ અથવા નિમિત્ત શું છે? વગેરે જ્ઞાન વક્તાના તાત્પર્યાર્થથી સમજાય અથવા સ્વયંના ચિંતન કે ક્ષયોપશમથી જાણી શકાય, તેવી રીતે મન:પર્યવજ્ઞાન દ્વારા મન પરિણત પર્યાયોનું જ્ઞાન થાય છે. અન્ય વિષયોનું જ્ઞાન મનના પર્યાયના અનુપ્રેક્ષણ દ્વારા થાય અથવા અન્ય અનુભવ બુદ્ધિ આદિથી. અથવા તો તેની આગળપાછળના મનથી જાણી શકાય છે.