________________
આગમસાર- ઉતરાર્ધ
26 મતિજ્ઞાનનો વિષય :- (૧) દ્રવ્યથી– મતિજ્ઞાની અપેક્ષાએ સર્વદ્રવ્ય જાણે છે, પરન્તુ જોઈ શકતા નથી. (૨) ક્ષેત્રથી– મતિજ્ઞાની અપેક્ષાએ સર્વ ક્ષેત્ર જાણી શકે છે, પરન્તુ જોઈ શકતા નથી. (૩) કાળથી- મતિજ્ઞાની અપેક્ષાએ સર્વે કાળ જાણી શકે છે, પણ જોઈ શકતા નથી. (૪) ભાવથી- મતિજ્ઞાની અપેક્ષાએ સર્વે ભાવોને જાણી શકે છે, પણ જોઈ શકતા નથી. આ તેનો ઉત્કૃષ્ટ વિષય છે. જઘન્ય, મધ્યમ મતિજ્ઞાન આનાથી ઓછું વિવિધ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જાણે છે. (૨) શ્રુતજ્ઞાન :- અધ્યયન, શ્રવણ, વાંચન, ચિંતન, ઇત્યાદિથી જે અક્ષર વિન્યાસરૂપ જ્ઞાન થાય છે અથવા ગિત આકાર સંકેત દ્વારા જે અનુભવ અભ્યાસયુક્ત જ્ઞાન થાય છે, એ સર્વેને શ્રુતજ્ઞાન કહેવાય છે. તેમાં બધી ઇન્દ્રિય, મન તથા બુદ્ધિનો ઉપયોગ થાય છે. આ જ્ઞાન લૌકિક કે લોકોત્તર શાસ્ત્રમય હોય છે અથવા કોઈપણ ભાષા અક્ષર–સમૂહ સંકેતમય હોય છે.
શ્રુતજ્ઞાન મતિપૂર્વક થાય છે. અર્થાત્ અધ્યયન કે અક્ષરરૂપ જ્ઞાનથી પૂર્વ ઇન્દ્રિય યા મન સંબંધિત વસ્તુનું જ્ઞાન અને બુદ્ધિ પ્રાપ્ત થયા પછી શ્રુતજ્ઞાન થાય છે. અતઃ જ્ઞાનક્રમમાં પણ પ્રથમ મતિજ્ઞાન અને પછી શ્રુતજ્ઞાન લેવામાં આવ્યું છે.
શ્રુતજ્ઞાનના ૧૪ પ્રકાર છે. એના અધ્યયન દ્વારા શ્રુતજ્ઞાન સહજ રીતે ખૂબ જ સ્પષ્ટતાથી સમજી શકાય છે. તે આ પ્રમાણે છે– (૧) અક્ષરદ્યુત (૨) અનરશ્રુત (૩) સન્નીવ્રુત (૪) અસગ્નીવ્રુત (૫) સમ્યકશ્રુત (૬) મિથ્યાશ્રુત (૭) સાદિકશ્રુત (૮) અનાદિકશ્રત (૯) સપર્યવસિતશ્રત (૧૦) અપર્યવસિતશ્રત (૧૧) ગમિકશ્રત (૧૨) અગરિ
(૧૨) અગમિકશ્રત (૧૩) અંગ પ્રવિખશ્રત (૧૪) અનંગ પ્રવિષ્ટદ્યુત. અક્ષરદ્યુત તથા અનક્ષરદ્યુતમાં સંપૂર્ણશ્રુત જ્ઞાનનો સમાવેશ થાય છે. પરંતુ સામાન્ય બુદ્ધિ ધરાવતા જીવોને વિભિન્ન પાસાઓથી અર્થ પરમાર્થને સમજવામાં સરળતા રહે એ હેતુથી અહીં સાત પ્રકારે બે-બે ભેદ કરીને ૧૪ ભેદ કર્યા છે. (૧) અક્ષરદ્યુત - આના ત્રણ ભેદ છે– સંજ્ઞા અક્ષરશ્રુત, વ્યંજન અક્ષરદ્યુત અને લબ્ધિ અક્ષરદ્યુત. (૧) અક્ષરોની આકૃતિ અર્થાત વિભિન્ન લિપિઓમાં લખાયેલ અક્ષરને “સંજ્ઞાશ્રુત’ કહે છે. (૨) અક્ષરના જે ઉચ્ચારણ કરાય છે, તેને “વ્યંજનશ્રુત' કહેવાય છે. (૩) શ્રોતેન્દ્રિય આદિના ક્ષયોપશમના નિમિતે જે ભાવરૂપમાં શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે તેને “લબ્ધિ અક્ષરકૃત' કહે છે.
અક્ષર શબ્દની પર્યાલોચના થકી જે અર્થનો બોધ થાય છે તેને “લબ્ધિ' અક્ષર શ્રુત કહે છે. એ જ ભાવ શ્રત છે. સંજ્ઞા અને વ્યંજન દ્રવ્યશ્રત છે અને ભાવ– શ્રુતનું કારણ છે. (૨) અક્ષરકૃત – જે શબ્દ અક્ષરાત્મક(વર્ણાત્મક) ન હોય પરન્તુ ધ્વનિ માત્ર હોય જેમ કે– ખાંસવું, છીંકવું, થુંકવું, લાંબો શ્વાસ લેવો–છોડવો, સીટી, ઘંટડી બ્યુગલ વગાડવા વગેરે. કોઈ પણ આશય સંકેત(ઈશારા) દ્વારા સૂચિત કરાય છે તે સર્વે અનક્ષરદ્યુત છે. વગર પ્રયોજન કરાયેલ ધ્વનિ કે શબ્દ અનક્ષરશ્રત ન કહેવાય. મતિજ્ઞાન એવં શ્રુતજ્ઞાનમાં સંબંધ વિચારણા – મતિજ્ઞાન કારણ છે, શ્રુતજ્ઞાન કાર્ય છે. મતિજ્ઞાન સામાન્ય છે. શ્રુતજ્ઞાન વિશેષ છે. મતિજ્ઞાન મૂક છે, શ્રુતજ્ઞાન મુખરિત(બોલતું) છે. મતિજ્ઞાન અનક્ષર છે. શ્રુતજ્ઞાન અક્ષર પરિણત છે. ઇન્દ્રિય અને મનથી જે જ્ઞાન અનુભૂતિ રૂપે થાય છે ત્યારે તેને મતિજ્ઞાન કહે છે, પરંતુ એ જ્ઞાન જ્યારે અક્ષરરૂપ સ્વયં અનુભવ કરે છે, કે બીજાને પોતાનો અભિપ્રાય ચેષ્ટાથી બતાવે છે, ત્યારે તે અનુભવ અને ચેષ્ટા આદિ શ્રુતજ્ઞાન કહેવાય છે. અતઃ મતિજ્ઞાન શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ સંબંધી ચિંતનના અનુભવથી થાય છે. જ્યારે શ્રુતજ્ઞાનમાં શબ્દ વગેરેની અનુભૂતિ અક્ષરના રૂપમાં કરાય છે. આમ, અક્ષરરૂપે સ્વયં અનુભવ કરવો અને બીજાને અક્ષર કે અનક્ષર(ધ્વનિ,ઈશારો વગેરે) દ્વારા અનુભવ કરાવવો તેને શ્રુત જ્ઞાન કહેવાય છે. (૩–૪) સન્નીશ્રત અસન્નીવ્રુત :- સન્નીને થનારું જ્ઞાન સન્નીવ્રુત કહેવાય છે અને અસન્નીને થનારું જ્ઞાન અસગ્નીવ્રુત કહેવાય છે. અસન્ની જીવોમાં અવ્યક્ત ભાવકૃત હોય છે. જ્યારે સન્ની જીવોનું ભાવ શ્રુતજ્ઞાન સ્પષ્ટ(વ્યક્ત) હોય છે. (૫) સભ્યશ્રુત :- તીર્થકર ભગવંતો દ્વારા પ્રણીત અર્થને ગણધરો શાસ્ત્રરૂપે ગૂંથે તે “સમ્યકશ્રુત’ છે. આ શાસ્ત્રો પર આધારિત અન્ય દશ પૂર્વધારી પર્વતના બહુશ્રુત આચાર્યો દ્વારા રચિત શાસ્ત્ર પણ “સમ્યકશ્રુત” છે. વ્યક્તિગત સ્મૃતિની અપેક્ષાએ દશપૂર્વથી લઈને ચૌદ પૂર્વધારી જ્ઞાનીના ઉપયોગ સાથે ઉક્ત શાસ્ત્ર સમ્યકશ્રુત છે. એનાથી ઉતરતા જ્ઞાનવાળાના શાસ્ત્ર સમ્યફદ્ભત રૂપ પણ હોય છે અને અસમ્યફ પણ હોય છે. આનું કારણ સ્મૃતિ દોષ પણ હોઈ શકે છે.અથવા દશપૂર્વથી ઓછા જ્ઞાનવાળા મિથ્યાદષ્ટિ પણ હોઈ શકે છે. એના આધારે એમ સમજાય છે કે દશપૂર્વ જ્ઞાનધારીઓથી ઓછા જ્ઞાની દ્વારા રચિત શાસ્ત્ર એકાંત સમ્યકશ્રુત નથી હોતા, એને આગમકોટિમાં નહીં ગણવા. (૬) મિથ્યાશ્રુત – અજ્ઞાની મિથ્યા દષ્ટિ દ્વારા સ્વયંની સ્વચ્છંદ બુદ્ધિથી અર્થાત્ સર્વજ્ઞોની વાણીનો આધાર લીધા વગર જે શાસ્ત્રની રચના થાય છે તે “મિથ્યાશ્રુત” છે. (૭–૧૦) સાદિ સાંત, અનાદિ અનંત શ્રુત :- કોઈ પણ વ્યક્તિની અપેક્ષાએ, ભરત આદિક્ષેત્રની અપેક્ષાએ, ઉત્સર્પિણી આદિ કાળની અપેક્ષાએ શ્રત “સાદિ સાંત' હોય છે.પરંપરાની અપેક્ષાએ, સમસ્ત ક્ષેત્રોની અપેક્ષાએ, સંપૂર્ણકાળની અપેક્ષાએ શ્રત અનાદિ અનંત હોય છે. ભવી જીવોનું શ્રુત “સાદિ સાંત' હોય છે. અભવી જીવોનું અસમ્યક કૃત અનાદિ અનંત હોય છે. કારણ કે ભવીને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયા પછી શ્રુતજ્ઞાન નથી હોતું. કેવળ જ્ઞાન આત્માનો નિજ ગુણ છે. એનું અસ્તિત્વ બધા જીવોમાં હોય છે. કર્યાવરણને કારણે એનો અનંતમો ભાગ સર્વે જીવોમાં અનાવરિત હોય છે. જો એમ ન હોય તો જીવ અજીવમાં પરિણમે. પરંતુ આવું થતું નથી. કેવળ જ્ઞાનને અહીં પર્યાયઅક્ષર” શબ્દ દ્વારા કહેવાયું છે. (૧૧-૧૨) ગમિકશ્રુત અગમિકશ્રુત - દષ્ટિવાદ નામનું બારણું અંગ સૂત્ર “ગમિકશ્રુત” છે. શેષ અગિયાર અંગ “અગમિકશ્રુત” છે. જેમાં એક વાક્ય યા આલાપક વારંવાર આવે છે તેને ગમિક કહેવાય છે. જે શાસ્ત્રમાં પુનઃ પુનઃ એક સરખા પાઠ નથી આવતા તેને “અગમિક કહેવાય છે. (૧૩-૧૪) અંગ પ્રવિષ્ટ અને અંગબાહ્યઃ- બાર અંગ સૂત્ર “અંગ પ્રવિષ્ટકૃત છે. એ સિવાયના સર્વે સભ્ય શાસ્ત્ર અંગબાહ્ય “ અનંગપ્રવિષ્ટ' શ્રુત છે. અંગ બાહ્યના બે ભેદ છે– (૧) આવશ્યક સૂત્ર (૨) તેનાથી અતિરિક સૂત્ર. એકલા આવશ્યક સૂત્રને અલગ રાખવામાં આવ્યું છે. કારણ કે એની રચના પ્રારંભમાં ગણધર દ્વારા કરવામાં આવે છે. આવશ્યક સિવાય અતિરિક શ્રુતના બે ભેદ છે. (૧) કાલિકશ્રુત (૨) ઉત્કાલિક શ્રત. પ્રથમ પ્રહર અને ચતુર્થ પ્રહરમાં જેનો સ્વાધ્યાય આદિ કરાય તેને “કાલિકશ્રુત” કહે છે અને