________________
24
આગમચાર– ઉતરાર્ધ વગાડતો. તેથી ભેરીનો અવાજ મંદ પડતો ગયો તથા ભેરીનો રોગ નાશક પ્રભાવ પણ મંદ પડતો ગયો. ભેરીનું નિરીક્ષણ કરતાં ભેદ ખુલી ગયો અને ભેરી રક્ષકને રજા અપાઈ ગઈ. વિદ્યા અને દેવની આરાધના કરીને રાજાએ બીજી ભેરી પ્રાપ્ત કરી લીધી અને નવો ભેરી રક્ષક રાખ્યો. જેમ ભેરી ને ખંડિત કરનારો રક્ષક અયોગ્ય છે, તેમ શાસ્ત્રવિનાની વાતો, ધર્મગ્રંથો વિરુદ્ધના વાક્યો, અહીં તહીંથી સાંભળેલી વાતો ઉચ્ચારે તેવા શિષ્યો અયોગ્ય છે. પ્રભાવહીન ભેરીની જેમ શાસ્ત્રોને જે વિકૃત કરે તેવા શ્રોતાઓ પણ અયોગ્ય છે. બીજો ભરી રક્ષક યોગ્ય વ્યકિત હતો અને એ રક્ષકથી રાજા ઘણો ખુશ હતો. રાજાએ એને આજીવિકાની રકમ ખૂબ વધારી આપી. તેવી રીતે યોગ્ય શિષ્ય જિનવાણીની રક્ષા કરે અને જન્મ જન્માંતરો સુધી સુખનો ભોક્તા બને. (૧૪) પોતાના દોષ ન જોતાં બીજાના દોષ જુએ: એક રબારી અને રબારણ ઘીના ઘડા ગાડામાં ભરી નગર તરફ વેચવા લઈ જતા હતાં. ગાડામાંથી ઉતરતી વેળાએ બન્નેની અસાવધાનીથી ઘી ભરેલો ઘડો જમીન પર ઢોળાઈ ગયો. બન્ને એક-બીજા પર આક્ષેપ, પ્રત્યાક્ષેપ કરવા લાગ્યા, પણ કોઈએ પોતાની ભૂલ સ્વીકારી નહીં ને વિવાદ વધતો ગયો. તેટલામાં નીચે પડેલું ઘી કુતરો ચાટી ગયો. થોડીવાર પછી બન્ને શાંત થયા ને ઘી વેચીને ઘર તરફ ચાલવા લાગ્યા. ત્યાં સુધીમાં રાત પડી ગઈ મેળવેલું ધન લૂંટી લીધું. આવી રીતે એ લોકોનું ધન પણ ગયું ને ઘી પણ ગયું. જે શિષ્ય સ્વયંની ભૂલ ગુરુના કહેવા છતાં પણ સ્વીકારતો નથી ને કલહ કંકાશ કરે છે તે શ્રુત જ્ઞાનરૂપી ઘીની સંપત્તિ ખોઈ નાખે છે. એવા શિષ્ય અયોગ્ય છે. જે આહીર દંપતિ શીધ્ર પોતાની ભૂલ સ્વીકારી ઘીના ઘડાને સંભાળી લે અને શીઘ વેચીને દિવસના સમયે જ ઘરે પહોંચી જાય છે, તેને વધારે નુકસાન થતું નથી. તેમ જે શિષ્ય શીધ્ર પોતાની ભૂલ સ્વીકારી આચાર્યના ચિત્તની આરાધના કરે છે તે શ્રુતગ્રહણને યોગ્ય છે. શ્રોતાના ત્રણ પ્રકાર છે:- (૧) જાણિયા(જ્ઞાયિકા) - તત્વ જિજ્ઞાસુ, ગુણજ્ઞ, બુદ્ધિમાન, શ્રદ્ધાવાન, આત્માન્વેષી, ગુણોને ગ્રહણ કરીને દોષોને છોડી દે તેવા તથા હંસ સમાન સહજ સ્વભાવવાળા શ્રોતા પ્રથમ જ્ઞાયિકા-સમજદાર પરિષદમાં આવે છે. (૨) અજ્ઞાયિકા:- જેઓ અબુધ બાળકની જેમ સરળ હૃદયના હોય છે તેઓ કોઈ પણ પ્રકારના મત મતાંતરથી દૂર હોય છે. તેઓ હીરાની ખાણમાંથી નીકળેલા અણઘડ હીરા જેવા હોય છે. તેને હરાઘસુ ઇચ્છે તેવો ઘાટ આપે છે. તેવી રીતે આવા શ્રોતાઓને આચાર્યનો ઉપદેશ અંતરમાં ઊતરી જાય છે, તેઓ ગુણવાન, સન્માર્ગગામી, સંયમી, વ્રતી, વિદ્વાન, તપસ્વી બની શકે છે. આવા સરળ સ્વચ્છ હૃદયના અબોધ શ્રોતા અજ્ઞાયિકા-અજાણ પરિષદમાં આવે છે. (૩) દુર્વિદગ્ધા – જેમ ગામડાનો કોઈ અજ્ઞાની પંડિત શાસ્ત્રોક્ત જ્ઞાન ધરાવતો નથી પરંતુ સ્વયંને મહાપંડિત, જ્ઞાની સમજે છે તથા અનાદર તથા અપમાનના ભયથી જ્ઞાની પંડિત પાસેથી જ્ઞાન ગ્રહણ કરતો નથી. તેવા શ્રોતાઓ વાયુ ભરેલી મશક જેવા ખાલી. હોય છે. આવા અભિમાની, અવિનીત, દુરાગ્રહી, ખોટી મનમાની કરનારા પંડિત શ્રોતાઓની ગણતરી ત્રીજી દુર્વિદગ્ધા પરિષદમાં આવે છે. પ્રથમ શ્રેણીના શ્રોતાઓ(પરિષદ) શાસ્ત્ર શ્રવણ કરવા માટે યોગ્ય છે. બીજી શ્રેણીના શ્રોતાઓ(પરિષદ) પણ શાસ્ત્ર શ્રવણ કરવા યોગ્ય છે.
પરંતુ ત્રીજી શ્રેણીના શ્રોતાઓ(પરિષદ) સર્વથા શાસ્ત્ર શ્રવણ કરવા અયોગ્ય છે. તેઓ શાસ્ત્રનો ખરો અર્થ–પરમાર્થ સમજી શકતા નથી. તેમજ તેઓ શાસ્ત્રજ્ઞાનથી સ્વયંનું તથા અન્યનું કાંઈ પણ હિત કરી શકતા નથી. બલ્ક, તે જ્ઞાનને અહિતકારી બનાવી દે છે.
જ્ઞાન-પ્રમાણ–વાદ સંબંધ કોઈ શ્રોતા અનુસરણીય તો કોઈ વિપરિત એટલે કે વાદી હોય છે. કોઈ શ્રોતા શ્રધ્ધાનંત તો કોઈ શ્રોતા અશ્રધ્ધાળુ હોય છે. કોઈ શ્રોતા વિષયનાં જ્ઞાત તો કોઈ શ્રોતા અજ્ઞાત હોય છે. કોઈ શ્રોતા બુધ્ધીમાન, પ્રજ્ઞાવંત તો કોઈ અબુધ, જડ હોય છે. કોઈ સરલ અને કોઈ વક્ર હોય છે. કોઈ પુણ્યશાળી, ભાગ્યશાળી આત્મા તો કોઈ અભાગી હોય છે. કોઈ શ્રોતા અશુભ હેતુવાળા તો કોઈ શુભ હેતુ વાળા હોય છે. કોઈ અજ્ઞાન પ્રેરીત તો કોઈ જ્ઞાન પ્રેરીત હોય છે.
ચારિત્ર મોહનીય કર્મનાં વિચિત્ર ક્ષયોપશમનાં કારણે આ દુસમ કાળમાં ઉપરનાં ગુણ-અવગુણનાં લગભગ બધાંજ ભાંગા આશચર્યજનક રીતે શકય છે. તેથી જ્ઞાન પ્રમાણ વાદ કરતી વખતે કે ઉપદેશ દેતી વખતે શ્રોતાઓનાં આ વિચિત્ર ક્ષયોપશમનું ધ્યાન રાખવું. જેથી વિવાદ ટળે અને જયાં કષાય ઉત્પતિની સંભાવના દેખાય ત્યાં મૌન ધરવું.
પાંચ જ્ઞાન જ્ઞાન આત્માનો નિજ ગુણ છે. જે જ્ઞાનાવરણીય કર્મથી આવરિત (આચ્છાદિત) થઈને વિભિન્ન રૂપે દષ્ટિ ગોચર થાય છે. જૈનાગમોમાં જ્ઞાનના પાંચ પ્રકાર બતાવ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન. એ પાંચ જ્ઞાનને આવરણ કરનારા જ્ઞાનાવરણીય કર્મ પણ પાંચ પ્રકારના કહ્યા છે– (૧) મતિજ્ઞાનાવરણીય- કર્મ (૨) શ્રુતજ્ઞાનાવરણીયકર્મ (૩) અવધિજ્ઞાનાવરણીયકર્મ (૪) મન:પર્યવ– જ્ઞાનાવરણીયકર્મ.
આ ચાર કમે પ્રકૃતિનો જેટલો ક્ષયોપશમ વધતો જાય એટલું જ મતિ, શ્રત, અવધિ, મન:પર્યવજ્ઞાન વધતું જાય છે અને આ ચારેય કર્મોનો ઉદય વધતો જાય છે ત્યારે તે ચારેય જ્ઞાન ઘટતા જાય છે. (૫) કેવળજ્ઞાનાવરણીય કર્મ પ્રકૃતિનો તો એક સાથે ક્ષય થાય છે, તેનો ક્ષયોપશમ થતો નથી; ક્ષય થવાથી કેવળજ્ઞાન(અને સાથે કેવળ દર્શન પણ) પ્રગટ થાય છે. ચાર જ્ઞાનમાં ઘટાડો, વધારો અને લોપ થયા કરે છે પરંતુ કેવળજ્ઞાનમાં એવી કોઈ અવસ્થા હોતી. નથી.તે ઉત્પન્ન થયા પછી સદા અને સર્વને એક સરખું રહે છે.પછી કયારેય નષ્ટ થતું નથી.એ આત્માનું સ્થાયી અને પરિપૂર્ણ જ્ઞાન છે
આ પાંચ જ્ઞાનનો ક્રમ જે બતાવવામાં આવેલ છે તે અન્ય આગમોમાં વર્ણિત છે. અપેક્ષાથી અહીં નંદી સૂત્રમાં જ્ઞાનના ભેદ આ પ્રમાણે કહ્યા છે- પ્રત્યક્ષજ્ઞાન અને પરોક્ષ જ્ઞાન. પ્રત્યક્ષ જ્ઞાન બે પ્રકારના છે- ઈદ્રિય પ્રત્યક્ષ અને