________________
30
| o|
|
|
આગમચાર– ઉતરાર્ધ નષ્ટ થતું નથી અર્થાત્ આ અપ્રતિપાતિ જ્ઞાન છે. મનુષ્ય દેહ છૂટયા પછી પણ આ જ્ઞાન યથાવત્ આત્મામાં રહે છે. અનંત સિદ્ધો અને હજારો મનુષ્યનું કેવળ જ્ઞાન એક જ હોય છે; એમાં કોઈ ભેદ કે વિભાગ નથી હોતા.
કેવળજ્ઞાની મનુષ્ય અને સિદ્ધોની અવસ્થાઓ વિભિન્ન હોય છે. એ અપેક્ષાએ કેવળજ્ઞાનીના ભેદ–વિકલ્પ ઉપચારથી હોય છે. પરંતુ વાસ્તવમાં કેવળજ્ઞાનના કોઈ ભેદ વિકલ્પ હોતા નથી એ સ્પષ્ટ છે. કેવળજ્ઞાન સાદિ અનંત છે અર્થાત્ એક દિવસ આ જ્ઞાન પ્રકટ થાય છે, તેથી સાદિ છે અને તે સદા તથા સર્વદા રહેશે તેથી અનંત છે. પાંચ પદોમાં પ્રથમ અને બીજા પદમાં અર્થાત્ અરિહંત અને સિદ્ધોને કેવળજ્ઞાન હોય છે. કેવળજ્ઞાનનો વિષય:- (૧) દ્રવ્યથી- કેવળજ્ઞાની રૂપી અરૂપી સર્વ દ્રવ્યોને જાણે અને જુએ (૨) ક્ષેત્રથી– સર્વ લોક અલોકને જાણે, જએ(૩) કાળથી– સંપૂર્ણ ભૂત ભવિષ્યને જાણે-જુએ (૪) ભાવથી- સવે દ્રવ્યોની સવે પયોયાંને, અવસ્થાઓને જાણે-જુએ. કેવળજ્ઞાનથી સંપૂર્ણ પદાર્થો અને ભાવોને જાણીને કેવળી થોડા તત્ત્વોનું જ કથન વાણી દ્વારા કરે છે. તેમનો આ વચન યોગ હોય છે. એમનું આ પ્રવચન (દેશના,દેશજ્ઞાન), સાંભળનારા માટે શ્રુતજ્ઞાન બની જાય છે.
મતિ આદિ ચાર જ્ઞાન એક સાથે એક વ્યક્તિમાં હોઈ શકે છે. કેવળ જ્ઞાન એકલું જ હોય છે. શેષ ચારે જ્ઞાન કેવળજ્ઞાનમાં વિલીન થઈ જાય છે. જેમ કોઈ મકાનની એક દિશામાં ચાર દરવાજા છે, તેને હટાવીને આખી દિશા ખુલ્લી કરીને જ્યારે એક જ પહોળો માર્ગ બનાવી દેવામાં આવે છે, ત્યારે તેમાં પ્રવેશ દ્વાર ૪ અથવા ૫ નહીં પરંતુ એક જ માર્ગ કહેવામાં આવે છે. ચાર દરવાજાઓના ચાર માર્ગ પણ તેમાં સમાવિષ્ટ થઈ જાય છે. એ જ રીતે એક કેવળજ્ઞાનમાં જ ચારે ય જ્ઞાન સમાવિષ્ટ થઈ જાય છે. કેવળજ્ઞાનથી વિશેષ કોઈ જ્ઞાન હોતું નથી. આ સર્વોપરી જ્ઞાન છે અને આત્માની સર્વશ્રેષ્ઠ નિજ સ્વભાવ અવસ્થા છે. કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરવા સંપૂર્ણ તપ, સંયમની સાધનાનો સ્વીકાર કરવો જરૂરી છે.
- નંદી સારાંશ પૂર્ણ
પ્રજ્ઞાપના સૂત્ર: વિષયાનુક્રમણિકા પદ | વિષય
પદ | વિષય | ૧ | જીવ અજીવના ભેદ-પ્રભેદ
૧૯] દષ્ટિ ૨ | જીવોના સ્થાન નિવાસ
૨૦ | અંતકિરિયા, પદવી અને રત્ન | ૨૭ દ્વારોથી અલ્પબહત્વ
૨૧ | અવગાહના–સંસ્થાન જીવોની સ્થિતિ–ઉમર
રર | પ+પ ક્રિયાઓની વક્તવ્યતા જીવ અજીવની પર્યાય-સંખ્યામાં
૨૩ | કર્મ પ્રકૃતિ અને બંધ સ્થિતિ ગતાગત અને વિરહકાળ આદિ
| ૨૪ | કર્મ બાંધતો બાંધે શ્વાસોચ્છવાસ
૨૫ | કર્મ બાંધતો વેદે સંજ્ઞાના દશ પ્રકાર
| ૨૬ | કર્મ વેદતો બાંધે યોનિ
૨૭] કર્મ વેદતો વેદે ૧૦| ચરમ-અચરમ, દ્રવ્ય-પ્રદેશ
૨૮ | આહારક–અનાહારક ૧૧] ભાષા
૨૯ | ઉપયોગ ૧૨ | બદ્ધ-મુક્ત શરીર સંખ્યા
| ૩૦ | પશ્યતા ૧૩) જીવ–અજીવના પરિણામ
| ૩૧ | સંજ્ઞી–અસંજ્ઞી ૧૪] કષાયોના વિવિધ ભેદ-ભંગ
૩૦ | સંયત | ૧૫ દ્રવ્યેન્દ્રિય, ભાવેદ્રિય આદિ
| ૩૩] અવધિ | ૧૬ પ્રયોગ (યોગ ૧૫).
૩૪] પરિચારણા ૧૭ લેશ્યાઓના વિવિધ જ્ઞાન
૩૫ વેદના ૧૮ કાયસ્થિતિ
૩૬ ] સમુદ્ધાત
પ્રશાપના સૂત્ર પરિચય – જૈન આગમ સાહિત્યના અંગ પ્રવિષ્ટ અને અંગ બાહ્ય તે બે મુખ્ય વિભાગ છે. ઉપલબ્ધ અંગ પ્રવિષ્ટ આગામોમાં જેમ ભગવતી સૂત્ર વિશાળ કાય સૂત્ર છે અને તેનું મહત્વપૂર્ણ સ્થાન છે, તે જ રીતે અંગ બાહ્ય આગમોમાં પ્રજ્ઞાપના સૂત્ર પણ વિશાળકાય સૂત્ર છે અને જૈન સિદ્ધાંતના મહત્ત્વપૂર્ણ વિષયોનું તેમાં સાંગોપાંગ સંકલન હોવાથી તેનું પણ મહત્ત્વપૂર્ણ સ્થાન છે.
આ સૂત્રમાં પ્રજ્ઞાપના – વિશેષ રૂપે વિશ્લેષણ પૂર્વક વિભિન્ન તત્ત્વોનું જ્ઞાપન– બોધ છે, તેથી તેનું પ્રજ્ઞાપના એ સાર્થક નામ છે. આગામોમાં તેના માટે પણવણા, ભગવઈ ઈત્યાદિ શબ્દો પ્રયુક્ત છે, તે શબ્દપ્રયોગ તેની મહત્તાને સૂચિત કરે છે. જીવાજીવાભિગમ સૂત્રમાં પણ તત્ત્વનું વર્ણન છે. તેમાં જીવોના શરીર અવગાહના, વેશ્યા, દષ્ટિ આદિ જીવ પર્યાયોના ઉલ્લેખ એક જ પ્રકરણમાં છે, પરંતુ આ સૂત્રમાં પ્રત્યેક વિષયો પર એક-એક સ્વતંત્ર પ્રકરણ છે અને તેમાં તેનું સાગોપાંગ વિસ્તૃત વિવેચન છે. વિષય બોધ:- પ્રજ્ઞાપના સૂત્રમાં એક શ્રુતસ્કંધ છે. તેમાં ૩૬ પદ છે, જે અધ્યયન રૂપ છે. એક-એક પદમાં પ્રાયઃ એક જ વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ સંપૂર્ણ શાસ્ત્ર તત્ત્વજ્ઞાન પ્રધાન છે. ધર્મકથા કે આચાર વર્ણન એમાં નથી.
આ સૂત્રમાં જીવ અજીવ તત્ત્વથી પ્રજ્ઞાપના પ્રારંભ થઈને અંતે છત્રીસમાં સમુદ્યાત પદથી કેવળી સમુદ્યાત, યોગ-નિરોધ, શૈલેશી અવસ્થા, મોક્ષ ગમન, એવી સિદ્ધ અવસ્થાના સ્વરૂપથી મોક્ષ તત્વનું કથન કર્યું છે. સૂત્ર પરિમાણ :- આ સૂત્ર ગૂઢતમ વિષયોના ભંડાર રૂપ મહાશાસ્ત્ર છે. પ્રારંભિક તાત્વિક કંઠસ્થ જ્ઞાન અને અનુભવ વિના સાધકોને પણ આ સૂત્રમાં ગતિ પામવી અત્યંત કઠિન છે. આ મહાશાસ્ત્ર ૭૮૮૭ શ્લોકના પરિમાણ રૂપે માનવામાં આવેલ છે, આ
|