________________
jainology II
25
આગમસાર
પ્રત્યક્ષના પાંચ પ્રકાર છે. જેમ કે– (૧) શ્રોતેન્દ્રિય પ્રત્યક્ષ () ચા ઈદ્રિય પ્રત્યક્ષ (૩) ઘ્રાણેન્દ્રિય પ્રત્યક્ષ (૪) રસનેન્દ્રિય પ્રત્યક્ષ (૫) સ્પર્શેન્દ્રિય પ્રત્યક્ષ. નોઈદ્રિય પ્રત્યક્ષ ૩ પ્રકારના છે–(૧) અવધિજ્ઞાન (૨) મનઃ પર્યવ જ્ઞાન (૩) કેવળ જ્ઞાન. પરોક્ષ જ્ઞાન બે પ્રકારના છે–(૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન
અહીં સારાંશ ઉપક્રમમાં ઉપર બતાવેલ પ્રસિદ્ધ ક્રમથી પાંચ જ્ઞાનનું વર્ણન કરવામાં આવે છે. (૧) મતિજ્ઞાન – આ જ્ઞાન આભિનિબોધિક જ્ઞાનના નામથી પણ આગમમાં ઓળખાવાય છે, પરંતુ તેનું મતિજ્ઞાન એ નામ પણ લઘ, સરળ અને આગમ સમ્મત છે. આ જ્ઞાન આત્માને મન અને ઈદ્રિયોના અવલંબનથી થાય છે અર્થાત જોવું, સાંભળવું, સુંઘવું, ચિંતન કરવું તેમજ બદ્ધિજન્ય જે પણ જ્ઞાન હોય છે તે મતિજ્ઞાન છે.
મતિજ્ઞાનના મુખ્ય બે પ્રકાર છે– ૧. શ્રતનિશ્રિત ૨. અશ્રુતનિશ્રિત. (૧) મન અને ઇન્દ્રિયોના નિમિત્ત(યોગ)થી અર્થાત્ જોવા, સાંભળવા, વિચારવાના નિમિત્તથી થનાર મતિજ્ઞાન મૃતનિશ્ચિત કહેવાય છે અને (૨) ચાર બુદ્ધિ દ્વારા થનાર મતિજ્ઞાન અશ્રુતનિશ્રિત કહેવાય છે. શ્રત નિશ્રિત (સામાન્ય)મતિજ્ઞાન :- આ જ્ઞાનની ચાર અવસ્થા છે યથા– અવગ્રહ ઈહા, અવાય અને ધારણા. (૧) કોઈપણ વસ્ત કે વિષયને સર્વપ્રથમ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ કરવો અર્થાત્ સામાન્ય રીતે જોવું તથા સાંભળવું ઇત્યાદિને અવગ્રહ કહે છે. (૨) એના પર વિચારણા કરવી કે શું છે? કયાં છે? કેવો છે? વગેરેને ઈહા કહે છે. (૩) વિચારણા કરતાં-કરતાં તે શબ્દ કે રૂપ આદિને એક નિર્ણિત રૂપ આપવાને (આ નથી, એમજ છે) અવાય કહેવાય છે. (૪) આ નિર્ણિત કરેલા વિષય અથવા તત્ત્વને થોડા સમય કે લાંબા સમય સુધી સ્મૃતિમાં ધરવાને ધારણા કહેવાય છે. ઉદાહરણઃ- (૧) કોઈ મનુષ્ય દૂરથી દેખાય છે, તેને અવગ્રહ કહે છે. (૨) આ મનુષ્ય પર ચિંતન કરવું કે કયાંનો છે? કોણ છે? કેવો છે? એનું નામ ગૌતમ છે કે પારસ છે? ઈત્યાદિ પૂર્વ વિચારણા કરવાને ઈહા કહેવાય છે.(૩) આ મનુષ્ય ગૌતમ છે, એમ નિર્ણય લેવાય, તેને અવાય કહે છે. (૪) આ મનુષ્ય અથવા પ્રસંગ ને અમુક વર્ષ યાદ રાખવાને ધારણા કહે છે. અહીં રૂપનું ઉદાહરણ આપ્યું છે. તે જ રીતે ગંધ, શબ્દ, રસ, સ્પર્શના વિષયમાં સમજવું.
અવગ્રહ એક સમયનો હોય છે. ઈહા, અવાય, અંતર્મુહૂર્તના હોય છે. અને ધારણા ઉત્કૃષ્ટ સંખ્યાત અસંખ્યાત વર્ષની હોય છે. સંખ્યાત અસંખ્યાત વર્ષ પછી પૂર્વની વાત સ્મૃતિ પટ પર રહી શકે છે અથવા સ્મરણ કરવાથી સ્મૃતિમાં આવી શકે છે. જાતિસ્મરણ જ્ઞાન :- ધારણાના ફળ સ્વરૂપ વ્યક્તિનું અનુભવ જ્ઞાન વધે છે અને એના પરિણામ સ્વરૂપ ઘણાં જીવોને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. આ જ્ઞાનથી જીવ સ્વયંના જન્મ જન્માંતરોની વાતો(ઘટનાઓ) જાણી શકે છે. પૂર્વભવોની અનેક ઘટનાઓ એની
સ્મૃતિમાં આવી શકે છે. આ જાતિ સ્મરણ જ્ઞાન મતિજ્ઞાનનો એક પ્રકાર છે. જાતિસ્મરણ દ્વારા સેંકડો ભવનું જ્ઞાન થાય છે. આમાં પણ એક નિયમ છે કે પૂર્વમાં લગાતાર સંજ્ઞી પંચેન્દ્રિય ના ભવ કર્યા હોય તો તેનું જ્ઞાન થાય છે. પરંતુ વચમાં કોઈ અસન્નીનો ભવ કર્યો હોય તો જાતિ સ્મરણજ્ઞાન અવસ્થિત થઈ જાય છે. આવી રીતે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા ઇત્યાદિ ચાર પ્રકારના શ્રત નિશ્રિત અર્થાત્ ઇન્દ્રિયજન્ય મતિ જ્ઞાન છે. તઉપરાંત એના મૂળ ભેદ ૨૮ છે અને વિષયની અપેક્ષાએ ૩૩ ભેદ છે. (નંદી સૂત્રમાં દર્શાવેલ ૪ બુદ્ધિને ઉમેરતાં ૩૪૦ ભેદ થાય છે.) (૨) અશ્રુત નિશ્ચિત (વિશેષ)મતિજ્ઞાન – આ જ્ઞાન બુદ્ધિની અપેક્ષા રાખે છે. બુદ્ધિના ચાર પ્રકાર કહેલ છે. તેથી આ અશ્રુત નિશ્રિત મતિ જ્ઞાનના ચાર પ્રકાર છે. બુદ્ધિના ચાર પ્રકાર આ પ્રમાણે છે– (૧) અભ્યાસના પ્રયાસ વગર ક્ષયોપશમના કારણે અચાનક જેની સ્વતઃ ઉપજ થાય કે સૂઝ બૂઝ પેદા થાય તેને ઔત્પાતિકી બુદ્ધિ કહે છે. IQ - intelligence quality. (૨) ગુરુ આદિની સેવા ભક્તિ વિનયથી જે ઉન્નત બુદ્ધિ પ્રાપ્ત થાય છે તેને વૈનાયિકી બુદ્ધિ કહે છે. (૩) શિલ્પ કલા આદિ કોઈ કાર્યના અભ્યાસથી ઉત્પન્ન થયેલ બુદ્ધિને કર્મના બુદ્ધિ કહે છે. (૪) ચિરકાળ પર્વત પરસ્પર પર્યાલોચન, વિચારણા કરવાથી અથવા ઉમરના વધવાની સાથે પ્રાપ્ત અનુભવ જન્ય બુદ્ધિને પારિણામિકી બુદ્ધિ કહે છે. અથવા અનુમાનિત યોજના મુજબ કાર્ય કરીને ચોક્કસ પરિણામ આપનારી બુદ્ધિને પારિણામીકી બુદ્ધિ કહે છે. એ ચારે પ્રકારની બુદ્ધિને ક્રિયાત્મક રૂપથી સમજવા માટે સૂત્રમાં કેટલાક દષ્ટાંતોનો સંકેત કરવામાં આવેલ છે. [નોધ: ઠાણાંગ ૪થો–ઉદેશો ૩ જો.(આહરણ તદોષ) દષ્ટાંત,ઉદાહરણનાં ૪ દોષ ૧). અધર્મયુકત :–અધર્મ ઉત્પન્ન કરાવનાર . ૨). પ્રતિલોમ:- પ્રતિકુળ આચરણની શિક્ષા આપનાર.- જેવા સાથે તેવા થવું. ૩). આત્મોપનીતઃ - સ્વમતનો ધાત કરનાર ૪). દુરુપનીત :- જેનાથી સ્વમતમાં દુસણ આવે. નંદી સૂત્રના મૂળ પાઠમાં કથાઓ નથી, પરંતુ ફકત નામ છે. ચાર જ્ઞાનનાં દષ્ટાંતો,જે કહેવાય છે તે ઉપરોકત દોષથી દુષીત છે. સૂત્રોને રોચક બનાવવા માટે કથા ઉમેરવાની દલીલ પણ નકામી છે.જેને સૂત્રરુચી નથી તે ફકત દયાને પાત્ર છે. રચનાકારની યોગ્યતા સિધ્ધ નથી થતી, તેથી કોઈ કથા દુષિત ન પણ હોય, તોય સૂત્રનો ભાગ નથી.]. વિશેષ – અવગ્રહ, ઈહા, અવાયથી જે વસ્તુનો નિર્ણય થાય છે તે નિર્ણયમાં જ્યારે નૂતન ધર્મને જાણવાની અભિલાષા થાય છે ત્યારે પુનઃ વિચારણા દ્વારા નૂતન ઈહા થાય છે, એવી સ્થિતિમાં તે પૂર્વનો અવાય આ નૂતન ઈહાને માટે અવગ્રહ બની જાય છે. આ પ્રકારે વિશેષ–વિશેષ નૂતન ધર્મની અપેક્ષા પૂર્વ-પૂર્વના અવાય પણ અવગ્રહ બની જાય છે. અર્થાત્ અપેક્ષાથી અવાય પણ અવગ્રહથી પુનઃ પ્રારંભ થાય છે. સામાન્યથી વિશેષ વિશેષતર નૂતન ધર્મ (ગુણ)ની જિજ્ઞાસાથી એમ થાય છે. મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દઃ- (૧) ઈહા (૨) અપોહ (૩) વિમર્શ (૪) માર્ગણા (૫) ગવેષણા (૬) સંજ્ઞા (૭) સ્મૃતિ (૮) મતિ (૯) પ્રજ્ઞા (૧૦) બુદ્ધિ.