________________
આવિર્ભાવથી પર
ગત કરવાનું સામર્થ્ય
વર્ષ ૪-પુ. ૧ રીતિએ શેકવાવાળા એવા કર્મોના આવવાના અને બાંધવાના રસ્તા સમજાવી તેના વિપાકની ભયંકરતા સાચી રીતે વર્ણવીને તેવા અધમ કર્મોને રોકવાના સાધનો અને બંધાયેલા કર્મોને સર્વથા તેડી નાંખી સર્વથા અને સદાને માટે આત્માના શુદ્ધ સ્વરૂપે આત્માને રહેવાનું સમજાવનાર હોવાથી જેનેએ પરમેશ્વરની મહત્તા માની છે.
આજ કારણથી જેને પૃથ્વી, પાણી, પહાડ કે હવા-ઉજાશના આવિર્ભાવથી પરમેશ્વરની મહત્તા માનતા નથી. અસુર કે રાક્ષસોના નાશને પણ પાશ્વર્યરૂપ ગણતા નથી. અને વળી ભકતને ચંદ્રક, સૂર્યલેક કે વૈકુંઠ અર્પણ કરવાનું સામર્થ્ય ઈશ્વરમાં માનતા નથી. પરમ પરમેશ્વરની વાણું અને સૂર્ય પ્રકાશ
જગતમાં જેમ સૂર્ય પિતાના અજવાળાથી ઉત્તમ મધ્યમ કે - અધમ પદાર્થોનું સ્વરૂપ જ પ્રકાશિત કરે છે. સૂર્યને પ્રકાશ ઉત્તમ પદાર્થો તરફ ધક્કા મારતું નથી. મધ્યમ પદાર્થો તરફ વળગાડી રાખતું નથી અને નુકશાનકારક કનિષ્ઠ પદાર્થોથી દુર રહેવાની ફરજ પાડતું નથી, પણ માત્ર તે સૂર્યનો પ્રકાશ વિવિધ પદાર્થોના વિવિધ સ્વરૂપને જણાવી દે છે. જેથી ચક્ષુવાળા પુરુષોને ઈષ્ટ તરફ પ્રવૃત્તિ અને અનિષ્ટથી નિવૃત્તિ કરવાનું બની શકે, તેવી જ રીતે જેનેના મંતવ્ય પ્રમાણે પરમેશ્વર પણ પુણ્ય અને પાપનું સ્વરૂપ તથા છાંડવા લાયક, આદરવા લાયક અને જાણવા લાયક પદાર્થોની યથાવસ્થિતિ કે જે પિતાના કૈવલ્યથી પિતે સાક્ષાત જાણી છે, તે સર્વ ક્ષેતા જોને કોઈપણ પ્રકારના ફરક વગર જણાવે છે.
તેથી જેનેમાં આસનું લક્ષણ પણ એ જ રાખવામાં આવ્યુ છે કે કહેવા લાયક વસ્તુને સંપૂર્ણ રીતે જાણે અને જેવી રીતે જાણી છે. તેવી જ રીતે કોઈપણ પ્રકારે ઉત્કર્ષ કે અપકર્ષ કર્યા સિવાય અગર શ્રેતાની અવસ્થાની છાયાને પદાર્થમાં નહિં નાખતાં સાચેસાચી રીતે નિરૂપણ કરે તેજ આમ કહેવાય.
કે જ રીતે કે
છાયાને પાને