Book Title: Parishilan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay
Catalog link: https://jainqq.org/explore/001206/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ / ' દર્શન અને ચિંતન ગ્રંથમાળા પરિશીલન પંડિત સુખલાલજી T Page #2 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન ગ્રંથમાળા: ૩ પરિશીલન ૫. સુખલાલજી ગૂર્જર ગ્રંથરત્વા કાર્યાલય રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ PARISHILAN : by Pandit Sukhlalji, Published by Gurjar Grantha Ratna Karyalaya, Opp. Ratanpolnaka, Gandhi Road, Ahmedabad - 380 001 Price Rs. 150.00 ©પરિચય ટ્રસ્ટ પહેલી આવૃત્તિ : ડિસેમ્બર, ૨૦૦૩ [‘દર્શન અને ચિંતન’ ભા. ૧-૨ (૧૯૫૭)ના પરિશીલન' વિભાગનું પુનર્મુદ્રણ] પ્રત : ૭૫૦ પૃષ્ઠસંખ્યા : ૮ +૨૫૨ કિંમત : રૂ. ૧૫૦૦૦ પ્રકાશક અમરભાઈ ઠાકોરલાલ શાહ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧ ટાઇપસેટિંગ વિક્રમ કૉમ્પ્યુટર સેન્ટર એ - ૧, વિક્રમ એપાર્ટમેન્ટ, શ્રેયસ ક્રૉસિંગની પાસે, આંબાવાડી, અમદાવાદ - ૩૮૦ ૦૧૫ મુદ્રક ભગવતી ઓફસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૦૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય પં. સુખલાલજી એટલે ગુજરાતનું ગૌરવ અને ભારતીય દર્શનની આગવી પ્રતિભા. તેમના નામનું સ્મરણ થતાં જ સાહિત્ય, ભાષા, ધર્મ અને દર્શનની જીવતા જાગતા વિશ્વવિદ્યાલયનું સ્મરણ થઈ આવે. તેમના લખાણમાં સાગર જેવું ગાંભીર્ય અને સ્ફટિકરત્ન જેવી પારદર્શકતા, વિચારોમાં સચ્ચાઈની સાધનાનો રણકાર અને પ્રસ્તુતિમાં સરળતા સહેજે જણાઈ આવે. તેમના વિચારો, ચિંતન અને મનન સાગર જેવું અગાધ હોવા છતાં ક્યાંય જ્ઞાનનું અભિમાન, વિદ્યાનો ગૌરવ કે જાણકારીનો અહં જોવા ન મળે. અને જેટલું કહે તે બધું જ જામે અતળ ઊંડાણમાંથી નીકળી રહ્યું હોય તેમ જણાય છતાંય હંમેશા સત્ય સ્વીકારવા અને નવાં તથ્યો પ્રાપ્ત થતાં પોતાના વિચારોને કે મને પરિવર્તિત કરવો પડે તો તે પણ સહર્ષ કરવાની તત્પરતા. મનની ઉત્સુક્ત દશા આવા અનેક ગુણોથી યુક્ત તેમનું જીવન હતું. તેમની સાધના માત્ર જ્ઞાન સુધી જ સીમિત ન હતી. આચાર અને વિચારનાં તમામ ક્ષેત્રો સુધી વિસ્તરેલી હતી. તેમના લેખો વર્ષો પૂર્વે લખાયેલા હતા છતાં આજેય પ્રસ્તુત છે. કોઈ ઋષિનાં ઉપનિષદ્વાક્યો વાંચતા હોઈએ તેવો આ લખાણ વાંચતાં અનુભવ થાય. આ લખાણો પૂર્વે ‘દર્શન અને ચિંતનમાં પ્રગટ થયાં હતાં પણ છેલ્લાં કેટલાંય વર્ષોથી તે અપ્રાપ્ય થયાં હતાં તેને પુનઃ પ્રકાશિત કરતાં અમે અત્યંત હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. પં. સુખલાલજીનો ગૂર્જર સાથેનો આત્મીય સંબંધ રહ્યો છે. ગૂર્જરની યાત્રાના આરંભનાં વર્ષોમાં તેમની પ્રેરણા અને માર્ગદર્શનરૂપી સંબલ (ભાથું) સતત મળતું રહ્યું છે. તેમનો અમારી સંસ્થા ઉપરનો ઉપકાર અનન્ય છે. તે ઉપકારના ભારથી મુક્ત થવું તો અસંભવિત છે પણ તેમના ભારને કંઈક હળવો કરવા તેમના વિચારોને જીવંત રાખવા અને તેમની ચિંતનની ગંગાને વહેતી રાખવાના આ પ્રયાસ દ્વારા ઋણસ્વીકાર સ્વરૂપે પ્રસ્તુત ગ્રંથમાળાનું અમે પુનઃ મુદ્રણ કરી રહ્યા છીએ. આ કાર્યમાં અમને પરિચય ટ્રસ્ટે પૂરો સહયોગ આપ્યો છે. તેમના સહયોગ વિના અમારી ભાવનાને મૂર્ત સ્વરૂપ ન જ મળી શકત. આ ક્ષણે અમે પરિચય ટ્રસ્ટના ટ્રસ્ટીમંડળનો તથા ચંદ્રકાન્તભાઈ શાહનો આભાર માનીએ છીએ. આ ગ્રંથમાળાનું સંપાદનકાર્ય લા : દ. ભારતીય વિદ્યામંદિરના નિયામક પંડિત જિતેન્દ્ર બી. શાહે તેમનું પોતાનું જ કામ સમજીને ખંતથી કરી આપેલ છે તે બદલ તેમનો પણ આભાર માનીએ છીએ. - ગુર્જર પરિવાર WWW.jainelibrary.org Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાનો સિંધુ જ્ઞાની જ્ઞાનમાં જ લીન હોય. રાજહંસ માનસરોવરમાં મસ્તી અનુભવે. માનસરોવર સિવાયના અન્ય કોઈ પણ સરોવરમાં તેને અકળામણ થાય. સતત માનસરોવરનો જ વિચાર કર્યા કરે તેવી રીતે જ્ઞાનીને જ્ઞાનમાં જ મસ્તી હોય. જીવનની પ્રત્યેક ક્રિયામાં જ્ઞાની તો જ્ઞાનમગ્ન જ હોય. સૂતાં, ઊઠતાં, બેસતાં, ખાતાં બાહ્ય ક્રિયા કરતા હોય પણ મન તો જ્ઞાનની મસ્તીમાં જ મસ્ત. જ્ઞાન સિવાયની અન્ય બાબતોમાં મનને વિચારવું પડે તો તેમાં જરાય આનંદ ન અનુભવે. સતત એમ જ વિચારે કે કેમેય કરીને આ વિષયાન્તરમાંથી પુનઃ પાછો ફરી જાઉં. પં. સુખલાલજી જ્ઞાનમગ્ન ઋષિ જેવા. તેમના જીવનમાં જ્ઞાનની આવી જ મસ્તી હશે તેવો અનુભવ તેમનાં લખાણો વાંચતાં થાય. જીવનની બાહ્ય ક્રિયાઓ તો ચાલતી જ રહે પણ મન તો સતત જ્ઞાનમાં મગ્ન રહેતું. આજીવન જ્ઞાનનિમગ્ન પંડિતજીએ અનેક પ્રૌઢ અને અત્યંત ક્લિષ્ટ ગ્રંથોનું સંપાદન કર્યું. સન્મતિતર્ક, હેતબિન્દુ, તત્ત્વોપદ્ધવસિંહ જેવા ગ્રંથોનું સંપાદનકાર્ય એ એક મોટો પડકાર હતો છતાંય તેમણે સફળતાપૂર્વક પાર પાડ્યો. સન્મતિતર્ક ગ્રંથમાં પાઠાન્તરો અને પાદટીપો તથા પરિશિષ્ટો ઉપર દૃષ્ટિપાત કરીએ ત્યારે તેમની જ્ઞાનસાધનાને નમન કરવાનું મન થઈ જાય. સેંકડો ગ્રંથોનાં ઉદ્ધરણો, દરેક દર્શનની માન્યતાઓ સાથે તુલના અને સમીક્ષા આ બધું તેમની સ્મૃતિમાંથી જાણે કે સહજ જ પ્રફુટિત થતું હોય તેમ લાગે. આ ઉપરાંત તેઓએ અનેક સંશોધનાત્મક લેખો પણ લખ્યાં. આ લેખો વિદ્વદૂભોગ્ય તો ખરા જ. દરેક લેખોમાં નવો જ ઉન્મેષ જોવા મળે. અનેક વિષયોની સૂક્ષમ બાબતોનું ચિંતન. નાનામાં નાની વિગતો ધ્યાન બહાર ન હોય. પ્રજ્ઞારૂપી ચક્ષુથી જાણે કે બધું જ નિહાળતા પંડિતજીની આ કૃતિઓનું અવલોકન કરતાં જણાય જ કે તેઓ ખરેખર પ્રજ્ઞાચક્ષુ જ હતા. વિદ્વાનો ઉપરાંત સમાજના દરેક જિજ્ઞાસઓને અને ચિંતકોને ઉપયોગી થાય તે માટે તેમણે ગુજરાતી ભાષામાં પણ લેખો લખ્યા. આ લેખો દર્શન અને ચિંતન નામના ગ્રંથમાં પ્રકાશિત થયા. તેમાં પરિશીલન નામના વિભાગમાં છપાયેલા લેખોનું આ વિભાગમાં પુનઃમુદ્રણ થયું છે. આ લેખસંચયમાં કુલ ૩૦ લેખોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. સમયે સમયે આપેલાં પ્રવચનો, જુદાં જુદાં સામયિકોમાં છપાયેલા લેખો અને જુદા જુદા ગ્રંથોની પ્રસ્તાવનાઓનો સંગ્રહ આ વિભાગમાં કરવામાં આવ્યો છે. - Page #6 -------------------------------------------------------------------------- ________________ લેખો વાંચતાં જ તેમના અનેક ગુણો આપણા માનસપટ ઉપર અંકિત થવા લાગે. સહુથી મોટો ગુણ તો ઊંડો અભ્યાસ. સ્વયં પ્રજ્ઞાચક્ષુ હોવાથી વાંચી શકે નહીં પણ નવા નવા પ્રકાશિત થતા ગ્રંથોનું શ્રવણ કરે અને તેને ધારી રાખે. અવધારણ કરવાની આ તેમની આગવી શક્તિ હતી. એક દૃષ્ટિસંપન્ન વ્યક્તિ પણ પોતાના જીવનકાળ દરમ્યાન જેટલા ગ્રંથો વાંચી ન શકે તેનાથી પણ વધુ ગ્રંથોનું શ્રવણ કર્યું છે અને તેને પોતાની સ્મૃતિમાં ધારી રાખેલા. ગ્રંથોની નાનામાં નાની વિગતોની નોંધ કરાવી લે અને પછી તેના ઉપર પુનઃ ચિંતનમનન કરે, તુલના અને સમીક્ષા કરે. તેમજ કોઈ પણ વિષય ઉપર લખતાં પૂર્વે તે વિષયની પૂરેપૂરી માહિતી પ્રાપ્ત કરે. ત્યારબાદ જ લખવાનો વિચાર કરે. કશું પણ કલ્પનાથી વિચારીને ન લખવું કોઈ પણ બાબતનો આધાર હોય તો જ તે વિશે લખવું, અન્યથા તે જેવી અને જેટલી વિગતો જાણતા હોય તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો, કોઈ અજાણ્યા કે વણખેડેલા વિષય ઉપર લખવાનો પ્રસંગ ઊભો થાય તો પહેલાં તે વિષયની પૂરી માહિતી મેળવે, પૂર્વે થયેલાં તમામ કાર્યોની જાણકારી કેળવે, તેનું શ્રવણ કરે અને વિષયને સંપૂર્ણ આત્મસાત્ કરે પછી જ લખાણ કરાવે. આવી તેમની નિષ્ઠા કોઈ પણ વિષયનો ઊંડો અભ્યાસ એ તેમની સહુથી મોટી વિશેષતા હતી. તેમનાં લખાણોની બીજી ધ્યાનાકર્ષક બાબત છે તે તેમનું સૂક્ષ્માવલોકન. તેઓ કોઈ પણ ગ્રંથનું શ્રવણ કરે પછી તેનું ગંભીર ચિંતન કરે. ગ્રંથોની પ્રસ્તાવના લખતાં પૂર્વે તેનું ઓછામાં ઓછું બે વાર તો શ્રવણ કરે જ. કેટલીક વાર તો વધુ વખત પણ શ્રવણ કરે. તે ગ્રંથની પ્રત્યેક બાબતો પર વિચાર કરે. આજે તો ગ્રંથોની પ્રસ્તાવના લખનાર લેખકો ગ્રંથ વાંચ્યા વગર જ માત્ર વિહંગાવલોકન કરી એકાદ બે પાનાની પ્રસ્તાવના લખી નાખે. તેમાં વિષયનો સ્પર્શ પણ ન થયો હોય. ઘણી વાર તો વિષયાન્તર પણ થતું હોય. પણ પંડિતજીના કોઈ પણ લખાણમાં આવી ખામી જોવા જ નહીં મળે. ગ્રંથનું સંપૂર્ણ અધ્યયન અને તે વિષયના અન્ય તમામ ગ્રંથોનું પણ શ્રવણ કર્યા બાદ જ પ્રસ્તાવના લખાવે. આવી પ્રસ્તાવના વાંચતાં બીજા અનેક વિષયોનો પણ વાચકને બોધ થાય. નવી માહિતી પ્રાપ્ત થાય. તેમના સૂક્ષ્માવલોકન ગુણની સહજ અનુભૂતિ થાય. ત્રીજો ગુણ વિષયોનું દીર્ઘકાલીન સેવન. કોઈ પણ વિષયનું લાંબા સમય સુધી સેવન કરવું. તેનું વારંવાર ચિંતન કરવું. ચારે બાજુથી ચિંતન કરવું. કોઈ પણ બાબત છોડાવી નહીં. જેમ પીપર એક સામાન્ય ઓસડ છે છતાંય તેને ચોસઠ પ્રહર સુધી ખાંડવામાં આવે તો તેના ઔષધીય ગુણોમાં અનેરી વૃદ્ધિ થાય છે. અને પારદને વારંવાર પટ આપવાથી દિવ્ય ઔષધ બની જાય છે. તેવી જ રીતે પંડિતજીની પ્રજ્ઞામાં જ્યારે જ્ઞાનના જટિલ વિષયો પણ વારંવાર ચિંતનની ભૂમિકામાં આવે એટલે ખરેખર અદ્દભુતતા પામે છે. ગોપાનો નાનકડો પ્રસંગ પણ જ્યારે પંડિતજીની ચિંતનયાત્રામાંથી પસાર થાય છે ત્યારે તે રમણીય બની જાય છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની એક બીજી વિશેષતા છે કે તેમના ચિંતનના વિષયોનો વ્યાપ અતિ વિશાળ છે. તેમનું ચિંતન જૈન ધર્મના વિષયો પૂરતું મર્યાદિત રહ્યું નથી. બૌદ્ધ દર્શન અને વૈદિક સંસ્કૃતિ વેદ આધારિત દર્શન અને સાહિત્ય પર પણ તેનું આધિપત્ય છે. એ વિષયો પર પણ જ્યારે લખે છે ત્યારે તે વિષયની ઝીણામાં ઝીણી બાબતોને બહુ જ સ્પષ્ટ રીતે રજૂ કરે છે. તેઓ તે તે વિષયોના પણ આરૂઢ વિદ્વાન, મર્મજ્ઞ વિવેચક અને નિષ્પક્ષ સમાલોચક છે. તથાગતની વિશિષ્ટતાનો ધર્મ, બુદ્ધ અને ગોપા, સુગતના મધ્યમમાર્ગ, શ્રદ્ધા અને મેધાનો સમન્વય, સિદ્ધાર્થ પત્નીનો પુણ્યપ્રકોપ જેવા લેખો તેમની બૌદ્ધ ધર્મ અને દર્શન વિશેની વિદ્વત્તાના પુરાવા છે. નચિકેતા અને નવો અવતાર, સ્ત્રીપુરુષના બળાબળનો વિચાર, યાયાવર જેવા લેખો વૈદિક સાહિત્ય-પૌરાણિક ગ્રંથો આદિના આરૂઢ વિદ્વાન તરીકેની સાક્ષી પૂરી પાડે છે. પંડિતજીનો સહુથી મોટો ગુણ છે તટસ્થતા. જે વિષય ઉપર લખતા હોય તે વિષય અંગે તટસ્થ બુદ્ધિથી વિચારણા કરે. બધું જ નિષ્પક્ષ રીતે વિચાર્યા પછી જ પોતાનો અભિપ્રાય રજૂ કરે. ક્યાંય પૂર્વગ્રહ હઠાગ્રહ, એકાંગિતા કે સાંપ્રદાયિકતાની ગંધ સુધ્ધાં પણ ન આવે. હિંદી સંસ્કૃતિ અને અહિંસા નામના ગ્રંથની પ્રસ્તાવનામાં ધર્માનંદ કોશબીનાં લખાણોની નિષ્પક્ષ સમાલોચના કરી છે. જે વાતો માત્ર કાલ્પિનિક છે તેને કાલ્પનિક કહીને તેને સ્પષ્ટ રીતે રજૂ કરી છે. કોઈ પણની શેહ શરમ, સંબંધોની અસર કે પ્રભાવમાં અંજાયા વગર નીડરપણે તટસ્થ બુદ્ધિથી સમાલોચના કરવી એ પંડિતજીની આગવી લાક્ષણિકતા છે. આમ પંડિતજીના લેખોમાંથી અનેકવિધ ગુણોની પ્રતીતિ થયા વગર રહેતી નથી. તેઓ માત્ર શાસ્ત્રીય કે સાહિત્યિક લેખો જ લખતા હતા તેવું ન હતું. સમાજ અને રાષ્ટ્રને પ્રેરણા આપતા, સમાજ અને રાષ્ટ્રની સમસ્યાઓનું સમાધાન દર્શાવતા લેખો લખી જાણેકે સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેનું પોતાનું ઋણ અદા કરતા હોય તેવું જણાય છે. વિદ્યાની ચાર ભૂમિકાવાળો લેખ દરેક વિદ્યાર્થી, શિક્ષકો અને અભ્યાસુએ અવશ્ય વાંચવા જેવો છે. આજે તો વિદ્યાનો વ્યવસાય ફાલ્યોફૂલ્યો છે તેથી સમગ્ર વિદ્યાજગત દૂષિત થયું છે. પણ તેઓ તો આખી વાતને જુદી રીતે પણ ખૂબ જ સુંદર રીતે રજૂ કરે છે. તેઓ જણાવે છે કે જે માણસ ખંતીલો છે, જેને પોતાની બુદ્ધિ અને ચારિત્ર્યના વિકાસમાં ધન્યતા દેખાય છે તેને માટે વિદ્યોપાર્જન એ ધન્ય વ્યવસાય છે. પંડતિજીએ વિદ્યાને વ્યવસાય નહીં પણ વિદ્યોપાર્જનને વ્યવસાયની ભૂમિકાએ સ્થાપી ઘણી મોટી વાત કહી છે. તે સમયે ભાષાનો પ્રશ્ન એક મોટો અને ગંભીર પ્રશ્ન હતો. ઉચ્ચ શિક્ષણની બોધભાષા કઈ હોવી જોઈએ ? આ બાબતે તેમના વિચારો મૌલિક છે. તેમાં ક્યાંય પ્રદેશાભિમાન, હઠાગ્રહ કે પૂર્વગ્રહ જોવા મળતો નથી. અંગ્રેજી ભાષાની ઉપયોગિતાનો પણ સ્વીકાર કર્યો છે. આજે પુનઃ ભાષાનો પ્રશ્ન જીવંત અને જ્વલંત બનતો જાય છે Page #8 -------------------------------------------------------------------------- ________________ VII . ત્યારે પંડિતજીના વિચારોની પુનઃ વિચારણાનો સમય આવ્યો છે તેમાંથી સમાધાન પ્રાપ્ત થાય તેવી તેમની વિચારસરણી છે. તેમણે લખેલી પ્રસ્તાવનાઓ તે તે ગ્રંથોની વિશેષતાઓ દર્શાવતો દસ્તાવેજ છે. તેમણે લખેલ પ્રસ્તાવનાવાળા મોટા ભાગના ગ્રંથો આજે તો અપ્રાપ્ય બન્યા છે પણ તેમની પ્રસ્તાવનાઓ વાંચ્યા પછી તે તે ગ્રંથોને વાંચવાની ઇચ્છા જિજ્ઞાસુઓને થયા વગર નહીં રહે. અનધિકાર ચેઝ નામક લેખમાં તેમણે જૈન કથા સાહિત્યનો સંક્ષિપ્ત પણ સંપૂર્ણ ચિતાર રજૂ કર્યો છે. આ લેખો દરેક જિજ્ઞાસુઓને વાંચવા-વિચારવા ગમે તેવા છે. તેમાંથી નવી પ્રેરણા પ્રાપ્ત થાય તેમ છે. ટૂંકમાં કહીએ તો આ લેખોમાં પંડિતજીનાં જ્ઞાન, વિચાર, ચિંતન, અધ્યયન, પરીક્ષણથી પરિપક્વ પ્રજ્ઞાનો સિંધુ છલકાય છે. – જિતેન્દ્ર બી. શાહ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧. વિદ્યાની ચાર ભૂમિકાઓ ૨. નચિકેતા અને નવો અવતાર.. ૩. હિન્દી સંસ્કૃતિ અને અહિંસા ૪. ગીતાધર્મ'નું પરિશીલન .. ૫. તથાગતની વિશિષ્ટતાનો ધર્મ, અનુક્રમણિકા ૬. બુદ્ધ અને ગોપા ૭. સુગતના મધ્યમમાર્ગ : શ્રદ્ધા ને મેધાનો સમન્વય ૮. સિદ્ધાર્થપત્નીનો પુણ્યપ્રકોપ ૯. હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા ૧૦. આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા ૧૧. વા૨સાનું વિતરણ . . ૧૨. ચેતન-ગ્રંથો ૫૯ ૬૯ ૭૫ 99 ૮૫ ૯૩ ૧૦૦ ૧૦૩ ૧૧૧ ૧૨૨ ૧૩૧ ૧૪૮ ૧૫૪ ૧૫૬ ૧૬૨ ૧૭૧ ૧૮૩ ૧૯૧ ૨૦૨ ૨૦૮ ૨૧૦ ૨૭. સ્ત્રી-પુરુષના બળાબળની મીમાંસા, ૨૧૪ ૨૮. પરિવ્રાજિકાનું રોમાંચક લગ્ન અને તેના પુત્રનો બુદ્ધ સાથે સંલાપ.. ૨૨૨ ૨૯. દંપતીજીવનના દસ્તાવેજી પત્રો. ૨૩૨ ૨૩૫ ૧૩. વિકાસનું મુખ્ય સાધન ૧૪. સમુલ્લાસ ૧૫. ખરો કેળવણીકાર. ૧૬. અનધિકા૨ ચેષ્ટા ૧૭. ત્રિવેણીસ્નાન ૧૮. સ્મૃતિશેષ . ૧૯. બિંદુમાં સિંધુ . ૨૦. સર્વાંગીણ સંશોધન અને સમાલોચના. ૨૧. જીવતો અનેકાંત ૨૨. વટબીજનો વિસ્તાર.. ૨૩. ઉચ્ચ શિક્ષણની બોધભાષાનો પ્રશ્ન. ૨૪. ઉચ્ચ શિક્ષણની બોધભાષા . ૨૫. ઉચ્ચ શિક્ષણની બોધભાષા : એક પ્રશ્નોત્તરી.. ૨૬. “સંસ્મરણો”ની સમાલોચના ૩૦. યાયાવર પરિશિષ્ટ : દર્શન અને ચિંતન ગ્રંથમાળા ભાગ ૧થી ૬ની અનુક્રમણિકા . સૂચિ ૩ ૭ ૧૪ ૨૭ ૪૬ • ૨૩૭ ૨૪૫ Page #10 -------------------------------------------------------------------------- ________________ પરિશીલન ૫. સુખલાલજી દયાનો મૂળ આધાર પ્રેમતત્ત્વ છે. મનુષ્ય-મનુષ્યતર દરેક પ્રાણીમાં પ્રેમતત્ત્વ જ જીવન સાથે ઓતપ્રોત છે, અથવા એમ કહો કે પ્રેમ અને જીવન એ બંને શબ્દો પર્યાય માત્ર છે. પ્રેમ કરવો અને ઝીલવો, તેને વિકસાવવો અને વિસ્તારવો એ જ જીવનની પ્રક્રિયા છે. બીજા પ્રત્યે પ્રેમ દર્શાવ્યા સિવાય અગર તો બીજાનો પ્રેમ ઝીલ્યા સિવાય કોઈ પણ નાનું કે મોટું પ્રાણી જીવી શકે નહિ. એ વિના એને જીવન કંટળાભરેલું જ લાગે અને જીવન જલદી છોડી દેવું એવો ભાવ જ જન્મે. આ ઉપરાંત, દરેક જીવધારી પોતાના પ્રેમનો વિસ્તાર પણ કરવા મથે છે અને ખરી રીતે એના વિસ્તારમાં જ એનું આખું જીવન પૂરું થઈ જાય છે. જડ અને ચેતન એ બે વચ્ચેનો ભેદ દર્શાવવો હોય તો પ્રેમના નાસ્તિત્વ અને અસ્તિત્વથી જ દર્શાવી શકાય. જો આમ છે, અને છે પણ એમ જ તો ઠર્યું એમ કે ચેતનાનો વિસ્તાર કરવો એ જ પ્રેમ છે. બીજા પ્રત્યે વહાલ દર્શાવવું અને બીજાનું વહાલ મેળવવું એ જ પ્રિય શબ્દ ઉપરથી બનેલ પ્રેમ શબ્દનો ફલિતાર્થ છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ દેહપાત વિના જ નવો જન્મ ધારણ કરવાની - દ્વિજત્વ પામવાની – શક્તિ મનુષ્યજાતને જ વરેલી છે. બાળક આંખ, કાન આદિ સ્થૂળ ઇન્દ્રિયો દ્વારા પશુપક્ષીઓની જેમ માત્ર રોજિંદુ જીવન જીવવા પૂરતી તાલીમ મેળવી લે છે, ત્યારે એનો પ્રથમ જન્મ પૂરો થાય છે અને તે જ્યારે વર્ષો જ નહિ પણ પેઢીઓ પહેલાંના માનવજાતે મેળવેલા આચારવિચારના વારસાને મેળવવા પગરણ માંડે છે ત્યારથી જ તેનો બીજો જન્મ શરૂ થાય છે. સામાન્ય રીતે આવા બીજા જન્મની પૂર્તિ ઘર અને સમાજમાં થાય તે કરતાં વધારે સારી રીતે શાળા-મહાશાળાના વ્યવસ્થિત વર્ગોમાં થાય છે. ત્યાં શિક્ષક કે અધ્યાપક પોતે મેળવેલ અતીત વારસાનું તેમ જ પોતાની કલ્પના અને આવડતથી એમાં કરેલ વધારાનું વિતરણ કરે છે. આમ દ્વિજત્વની સાધનાના સમયે જે જ્ઞાનની લેવડદેવડ ચાલે છે તે જ ખરું વારસાનું વિતરણ છે, પરંતુ માત્ર વર્ગમાં સામૂહિક રીતે થયેલી એ લેવડ-દેવડ જ્યારે લેખબદ્ધ થઈ વધારે વ્યવસ્થિત અને વધારે સુંદર રીતે સર્વગમ્ય થાય છે ત્યારે એ વિતરણ સમાજવ્યાપી બને છે. પ્રગતિ અને પ્રવૃત્તિ કરનાર મૂળ ધ્યેયથી દૂર દૂર ચાલ્યો જાય છે એવો ભાવ ભારતના લોહીમાં જડાયેલો છે એ વાત સાચી છે. એ જ ભાવમાંથી નિવૃત્તિમાર્ગનો ઉદય થયો છે, એ માર્ગ વિકસ્યો પણ છે, પરંતુ એ નિવૃત્તિ પોતાનો બોજો બીજા ઉપર નાખવા પૂરતી સિદ્ધ થઈ છે. હવે નિવૃત્તિનો અર્થ એથી ઊલ થવો જોઈએ. બીજાનો બોજ ઊંચકી બીજાને આરામ આપવો, રાહત આપવી; અને એમ ન થાય ત્યારે પોતાનો બોજ તો બીજાના પર નાખવો જ નહિ એ નિવૃત્તિ હોવી જોઈએ. એનાથી જ અનાસક્ત કર્મયોગનો પાયો નાખી શકાય. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧. વિદ્યાની ચાર ભૂમિકાઓ આજે તમારી સૌની સમક્ષ બોલતી વખતે જો હું પ્રત્યેક વ્યક્તિનો ચહેરો જોઈ શકતો હોત, અથવા તો શબ્દ સાંભળીને પણ બધાંને ઓળખી શકતો હોત તો મને વધારે સગવડ રહેત. મારે શું કહેવું તેનો મેં બહુ વિચાર કર્યો નથી, પણ અહીં આવવા નીકળ્યો ત્યારે રસ્તામાં એક વિચાર સૂઝી આવ્યો, તે તમને કહી સંભળાવું છું. આપણે બધાં એકત્ર થયાં છીએ તે એક જ પંથનાં છીએ માટે. અન્ય સંબંધોમાં જુદા જુદા વ્યવસાયીઓને અવકાશ રહે છે, પણ આપણે તો વિદ્યાધ્યયન અને સંશોધન અર્થે જ એકત્ર થયાં છીએ. તો અધ્યયન સંબંધી જ કંઈક કહું પદ્ધતિસર અથવા વૈજ્ઞાનિક રીતે કામ કરવાની જેવી તાલીમ તમને મળી છે તેવી મને મળી નથી; એટલે મારે તો વગર તાલીમે ફાંફાં મારતાં જે રસ્તો મને સૂઝી આવ્યો હતો તેની જ વાત કરવાની છે. જે માણસે બીજા રસ્તા જોયા જ ન હોય અને હાથ લાગેલી અમુક કેડીથી જેણે ક્વલ પસાર કર્યું હોય તે કેવળ પોતાની કેડીનું જ વર્ણન કરી શકે. એનો અર્થ એવો તો નહિ જ કે બીજી કેડીઓ જ નથી, અથવા છે તો એનાથી ઊતરતી છે. બીજી કેડીઓ એનાથી પણ સારી હોય એ બનવાજોગ છે, છતાં એટલું કહું કે મારી કેડીમાંથી મને આનંદ અને સ્થિરતા મળી રહ્યાં છે. વિદ્યાર્થીજીવન આપણે ચાર વિભાગોમાં કે ભૂમિકાઓમાં વહેંચાયેલું જોઈએ છીએ. પ્રાથમિકથી માધ્યમિક સુધીનો તે પહેલો વિભાગ; માધ્યમિકથી ઉચ્ચ શિક્ષણ અર્થાત આપણે જેને બી. એ. કે સ્નાતક થતાં સુધીનું શિક્ષણ ગણીએ છીએ તે પામતાં સુધીનો બીજો વિભાગ; અનુસ્નાતકનો તે ત્રીજો અને તે પછીનો તે ચોથો વિભાગ. આપણું પ્રારંભનું શિક્ષણ શબ્દપ્રધાન અને સ્મૃતિપ્રધાન હોય છે. એમાં શીખનાર અને શીખવનાર બંનેની સમજવા તેમ જ સમજાવવાની પ્રવૃત્તિ ભાષાના સાધન દ્વારા જ થતી હોય છે. સીધું વસ્તુગ્રહણ તેમાં થતું નથી. માત્ર ભાષા દ્વારા જે સંસ્કારો પડે તે સ્મૃતિથી પકડી રાખવામાં આવે છે. અહીં જેને હું ભાષા કહું છું તેમાં લખવાનું, ગુજરાત વિદ્યાસભાની અનુસ્નાતક વિદ્યાર્થીસભાને આશ્રયે, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સમક્ષ, ૧૯૪૭ના પહેલા સત્રમાં પૂ. પંડિતજીએ કરેલું મંગલપ્રવચન. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૪ • પરિશીલન બોલવા-વાંચવા અને ઉચ્ચારવાનું બધું આવી ગયું એમ ગણવાનું છે. આ પ્રવૃત્તિથી સમજણ, તર્ક બધું ઉત્તેજિત થાય છે, પણ તે મોટે ભાગે ઉંમરના પ્રમાણમાં. ત્યાર પછીની બીજી ભૂમિકા સંજ્ઞાન અર્થાત્ સમજણપ્રધાન છે. વિદ્યાર્થી કૉલેજમાં દાખલ થાય ત્યારે પણ ભાષા અને શબ્દનું મહત્ત્વ તો રહે છે જ, પણ એ ભૂમિકામાં એને વિષયને પકડીને ચાલવાનું થાય છે. તેથી જ અભ્યાસક્રમમાં ઘણાં પુસ્તકો હોવા છતાં તે બધાં પૂરાં થાય છે. જો એને ત્યાં પણ માત્ર સ્મૃતિ પર આધાર રાખીને ચાલવાનું હોય તો એમ થઈ શકે નહિ. ત્યાં શબ્દ નહિ, પણ અર્થ મહત્ત્વ ભોગવે છે. એ અર્થ ગ્રહણ કરવાની પદ્ધતિમાં ફેર હોઈ શકે, પણ મુખ્ય વસ્તુસ્થિતિ આ પ્રકારની હોય છે. ત્યાર પછીની ભૂમિકામાં સમજણ ઉપરાંત એક નવું તત્ત્વ આવે છે. એની પહેલાંની ' ભૂમિકાઓમાં શિક્ષણ, ચર્ચા, ટીકા બધું અન્યની કનેથી આવતું હતું અને સમજી લેવાતું હતું; પણ હવે આ નવી ત્રીજી ભૂમિકામાં તારતમ્ય, પરીક્ષણવૃત્તિ-કોઈ પણ મતને પોતાની બુદ્ધિથી કસી જોવાની પરીક્ષકવૃત્તિ–ઉમેરાય છે. આ વખતે વિદ્યાર્થી આમ કરી શકવા જેટલી ઉંમરે પણ પહોંચ્યો હોય છે; એટલે પહેલાં જે પુસ્તક કે અધ્યાપકને તે પ્રમાણભૂત માનતો હોય તેની સામે પણ એ શીંગડાં માંડે એ સ્થિતિ આવે છે. તે પછીની ભૂમિકા કે પીએચ.ડી. થવા માટે જે જાતની પ્રવૃત્તિ થતી હોય છે તેની છે. શબ્દપ્રધાન, સમજણપ્રધાન અને પરીક્ષા પ્રધાન વિદ્યાધ્યયનનો ઉપયોગ એ ભૂમિકામાં થાય છે. એ ભૂમિકાવાળાએ પોતાના વિષયને અંગે જેટલું કામ થયું હોય તે બધું સમજી લઈને, ઉપલભ્ય હોય એટલું જ્ઞાન મેળવી લઈને કંઈક નવું શોધવાનું, સર્જવાનું, ઉમેરવાનું હોય છે–પેલી શબ્દસૃતિ, સંજ્ઞાન અને પરીક્ષાની ત્રિવેણીને આધારે. એણે કરેલા કામનું પ્રમાણ જોવાનું હોતું નથી, એટલે કે પાનાંની સંખ્યા જોવાની હોતી નથી, પણ એની મૌલિકતા, એનો અધિકાર જોવાનાં હોય છે. એની નવી શોધ એકાદ વાક્યમાં જણાઈ આવે એમ પણ બને; પણ મારે જે કહેવાનું છે તે તો આ જ કે એ ભૂમિકા નવું શોધવાની, સર્જનશક્તિને વ્યક્ત કરવાની ભૂમિકા છે. આપણે આજે જેઓ અહીં એકત્ર થયાં છીએ તે ત્રીજી અને ચોથી ભૂમિકાવાળાં છીએ. ડિગ્રી મેળવવા માગનારાંઓનો કે પરીક્ષા પાસ કરનારાંઓનો અત્યારે હું વિચાર નથી કરતો. વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનો પણ હું ભેગો જ ખ્યાલ કરું છું, છતાં અધ્યાપકો વિશે થોડુંક કહી લઉં. આમ તો સાચો અધ્યાપક હંમેશાં વિદ્યાર્થીમાનસ સાથે તાલ મેળવતો જ હોય છે, પણ જ્યારે વિદ્યાર્થીની સંશોધન પ્રવૃત્તિને એ સહાય કરતો હોય છે ત્યારે એ જુદો જ રંગ સજતો હોય છે. એ કક્ષામાં અધ્યાપકને એવી વસ્તુઓ સૂચવવી પડતી હોય છે, જેથી વિદ્યાર્થીની સંશોધકવૃત્તિ જાગ્રત થાય. એટલે અધ્યાપક પ્રત્યક્ષ શિક્ષણથી જ નહિ, પરંતુ ચર્ચા, વાર્તાલાપ, સૂચના વગેરે દ્વારા પણ વિદ્યાર્થીના મનમાં કશુંક ઉગાડવા મથતો હોય છે. એકંદરે, વિદ્યાર્થીજીવનની જેમ ચાર Page #14 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાની ચાર ભૂમિકાઓ - ૫ ભૂમિકાઓ ગણાવી તેમ અધ્યાપકના જીવનની પણ ચાર ભૂમિકાઓ ગણાવવા જેવી છે—એને વિદ્યાર્થીઓની સપાટી પર ઊતરવું પડતું હોય છે માટે. વિદ્યાર્થી અને અધ્યાપકનો સંબંધ પણ સમજવા જેવો છે. વિદ્યાનું અધ્યયન બંનેનો સામાન્ય ધર્મ છે. અધ્યાપક અને વિદ્યાર્થી એવા વિભાગો કેવળ વ્યવહારુ છે, બાકી બેઉ એક જ વર્ગના છે, પણ અધ્યાપકના પદે નિમાવાથી અધ્યાપક થવાતું નથી; એ તો રજિસ્ટરમાંનો અધ્યાપક થયો. વિદ્યાર્થીની બુદ્ધિને અને જિજ્ઞાસાને સંકોરનારો ને ઉત્તેજનારો જ સાચો અધ્યાપક ગણાય. એ સિવાય વિદ્યાર્થી અને અધ્યાપક વચ્ચે તારતમ્ય ઝાઝું નથી, છતાં અધ્યાપક વિના વિદ્યાર્થીને ચાલે નહિ. નટને નાચવા માટે દોરી ન હોય તો એ નાચે કેવી રીતે ? તેમ વિદ્યાર્થીને પણ પુસ્તકો અને અધ્યાપકો વિના ચાલે નહિ. સામે પક્ષે જો વિદ્યાર્થી જ ન હોય તો અધ્યાપક કે અધ્યાપન સંભવતાં નથી. વસ્તુતઃ વિદ્યાર્થીના સાંનિધ્યમાં જ અધ્યાપકનો આત્મા વિકસે છે, વ્યક્ત થાય છે. એની સમજ પણ ત્યારે જ સ્પષ્ટ થાય છે. વિદ્યાર્થી એની પાસે આવે છે તે કંઈક મેળવવાની શ્રદ્ધાથી, પણ અધ્યાપક જો પોતાની જવાબદારી સમજતો હોય તો જ એ શ્રદ્ધા સાર્થક થાય છે. આમ ઉચ્ચ શિક્ષણની સંસ્થામાં વધારેમાં વધારે જવાબદારી અધ્યાપકની રહે છે. પણ અધ્યાપક જવાબદારી સમજનારો હોય એટલાથી જ વિદ્યાર્થીનો ઉદ્ધાર ન થઈ જાય. જેઓ અધ્યાપકની શરણાગતિ લેવા આવે તેઓ પોતે પણ જિજ્ઞાસુ, મહેનતુ અને વિદ્યાપરાયણ હોવા જોઈએ. અધ્યાપકનું પોતાનું પણ એક ધ્યેય હોય છે. એને પણ નવું સંશોધન કરવું હોય છે. હવે વિદ્યાર્થીઓને દોરવણી આપતાં, એમને કામ આપતાં ને એમની પાસેથી કામ લેતાં એની પાસેની સૂઝ પણ ખીલે છે, એનું નેતૃત્વ ઘડાય છે. એટલે સ્વાભાવિક રીતે જ ઉત્તમ સંશોધકો પોતાની આસપાસ વિદ્યાર્થીઓનું મંડળ હોય એમ ઇચ્છે છે, એટલું જ નહિ, તેમની સાથે કુટુંબભાવે વ્યવહાર આચરે છે. કલકત્તામાં અને શાંતિનિકેતનમાં મેં એવા અધ્યાપકો જોયા છે. યુરોપમાં એવા અધ્યાપકો છે એમ સાંભળ્યું છે. આવા અધ્યાપકોને વિદ્યાર્થીઓ તો પોતાનો શંકાપ્રશ્ન પૂછીને નિરાંતે ઘેર જઈને સૂઈ શકે, પણ અધ્યાપકની તો ઘણી વાર ઊંઘ ઊડી જતી હોય છે. એને એમ થાય છે કે વિદ્યાર્થીના મનનું સમાધાન કરવા જે ઉત્તર પોતે આપ્યો તે અધૂરો છે, પૂરતો સંતોષકારક નથી. તેથી સંતોષકારક ઉત્તર આપે ત્યારે જ એને ચેન પડે છે. આ જ્યારે વિદ્યાર્થી જાણે છે ત્યારે અધ્યાપકના જીવનનો રંગ એને પણ લાગે છે. વિદ્યોપાર્જન એ તો વૃક્ષ જેવી ક્રિયા છે. સતત રસ લીધા કરીએ તો જ એ વધ્યા કરે અને શાખાએ શાખાએ, પાંદડે પાંદડે એ રસ પહોંચ્યા કરે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૬ • પરિશીલન ઘણા પૂછે છે કે શું અમદાવાદમાં સંશોધન થઈ શકે? પ્રશ્ન સાચો છે, કેમ કે અમદાવાદનું ધન જુદું છે. છતાં એ ધનને વિશેષ ઇચ્છનાર વર્ગોમાં પણ વિદ્યાધિન ઈચ્છનાર વર્ગ હોય છે જ. અમદાવાદ એમાં અપવાદરૂપ ન હોઈ શકે. આપણે જેનું ઉપાર્જન કરવાનું છે તે પણ એક ધન છે. એ ધન પામીને ઝૂંપડામાં રહીને પણ સુખી થવાય. જે માણસ ખંતીલો છે, જેને પોતાની બુદ્ધિ અને ચારિત્ર્યના વિકાસમાં ધન્યતા દેખાય છે તેને માટે વિદ્યોપાર્જન એ ધન્ય વ્યવસાય છે. આપણે બધાં ઇચ્છાએ કે અનિચ્છાએ આ વ્યવસાયમાં ધકેલાયાં છીએ, છતાં એનો પણ ઉપયોગ છે. ઘણા પૂછનારા મળે છે કે આમાં શું જોઈને પડ્યા હશો? હું જવાબ આપું છું કે અમારે મરતી વખતે વીલ કરવાની જરૂર પડવાની નથી. અને ધનિકો ભલે અભિમાન કરે, પણ વિદ્યાધિનવાળાઓને-વિદ્વાનોને શોધ્યા વિના એમને ચાલ્યું નથી. પોતાને માટે નહિ તો પોતાનાં સંતાનો માટે પણ એમને વિદ્વાનોની જરૂર રહે જ છે. આમ કરીને લક્ષ્મી અને સરસ્વતીના વિરોધની વાત હું નથી કરતો. વિદ્યાર્થીના સાધનાકાળમાં લક્ષ્મીની લાલસા વિધ્વરૂપ છે. વિદ્યાની સાધનામાં વિઘ્ન હોય તો તે ધનરાશિનું છે, પણ ગરીબ દેશમાં અને વળી ગરીબ કુટુંબમાં રહેતા હોઈએ તો ધનની મહત્ત્વાકાંક્ષા જાગવાનો સંભવ નથી. ધનાઢ્યોના સંસર્ગથી જ એ જાગતી હોય છે. એટલે ચોથી ભૂમિકામાં વ્યક્ત થનારી આપણી મૌલિક સાધનામાં આપણે એનાથી ચેતીને ચાલવાનું છે. એક બીજા વિઘ્નનો પણ અહીં નિર્દેશ કરીશ. ઘણી વાર પાછલી ભૂમિકાની ત્રુટિઓ પણ આગળની ભૂમિકાઓમાં દેખાવા માંડે છે. એમને પણ દૂર કરવાની હોય છે. પોતાના વખતનો સદુપયોગ કરનારા વિદ્યાર્થીઓ મેં બહુ ઓછા જોયા છે. એમનો પુરુષાર્થ પરીક્ષાકાળ પૂરતો જ હોય છે. એમાં તેઓ આરોગ્ય પણ બગાડતા હોય છે. આ ભૂલ બીજી ભૂમિકામાં વારંવાર થતી જોવામાં આવે છે, પણ ત્રીજી-ચોથી ભૂમિકામાં એ ભૂલ કદાપિ ન થવી જોઈએ અને થતી હોય તો સ્વપ્રયત્નથી-સમજણથી એ દૂર કરવી જોઈએ. પહેલી બે ભૂમિકાઓની ભૂલો માટે આપણે શિક્ષકો, શિક્ષણપદ્ધતિ, સમાજ–ગમે તેને જવાબદાર ગણીએ, પણ ત્રીજીમાં તો વિદ્યાર્થીએ જાતે જ જવાબદાર બનવું પડે અને ચોથીમાં તો એ ભૂલ નભી જ ન શકે; ત્યાં તો એને દૂર કરવી જ પડે. એ ભૂમિકામાં તમે ને હું બધાં છીએ. એ મંગલ અવસર છે, મંગલ જીવન છે. ઘરનું વાસ્તુ, લગ્ન, પરદેશપ્રયાણ વગેરેમાં અમુક વખત પૂરતું મંગલ મનાય છે, પણ પ્રત્યેક ક્ષણે માંગલિકતા દેખાય – ચર્ચા, વાચન, શોધન, સૂઝમાં માંગલ્ય ઊભરાય એ તો વિદ્યાર્થીજીવનમાં જ બને છે. પહેલી ત્રણ ભૂમિકાઓનાં તો વર્ષો પણ નિયત કરવામાં આવે છે, પણ ચોથીને તો એનુંય બંધન નથી. એ તો સદા મંગલ છે. એ જીવનમાં તમે બધાં વિકસો એવું પ્રાર્થ છું. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨. નચિકેતા અને નવો અવતાર ભારતનું નામ ભૌતિક સાધના કે પ્રાકૃતિક વિભૂતિથી એવું જાણીતું નથી જેવું તે આધ્યાત્મિક સાધનાથી જાણીતું છે. ભારતની આગવી કહી શકાય એવી બધી કળાઓએ, બધી વિદ્યાઓએ અને બધી સાંસ્કૃતિક પરંપરાઓએ આધ્યાત્મિક સંસ્કારોમાંથી જ મુખ્ય બળ મેળવ્યું છે. આધ્યાત્મિક ભાવનાઓનો પ્રવાહ એ હજારો વર્ષના કાળપટ ૫૨ વહેતો આવેલ તેમ જ દેશ, જાતિ અને પંથ આદિનાં સંકીર્ણ વર્તુળોમાં નહિ બંધાયેલ એવો એક ચિરજીવી પ્રવાહ છે. તથાગત બુદ્ધની છ વર્ષની ઉત્કટ સાધના કે દીર્ઘ તપસ્વી મહાવીરની બાર વર્ષની તીવ્ર સાધના જેવી જાણીતી ઐતિહાસિક સાધનાઓ તો એ પ્રવાહનો એક નમૂનો માત્ર પૂરો પાડે છે, પણ અતિવિપુલ એવા વૈદિક, પૌરાણિક અને તાન્ત્રિક સાહિત્યમાં એવી સાધનાની દૃઢ પ્રતીતિ કરાવનારાં સંખ્યાબંધ પ્રતીકો જોવા મળે છે. એટલું જ નહિ, પણ કહેવાતા આ ભૌતિક યુગમાં પણ એ સાધનાને સાચી રીતે જીવવા મથ્યા હોય અને તે પ્રમાણે જીવતા હોય એવા વિરલ સાધકો આજે પણ દુર્લભ નથી. ઉપનિષદો એ મંત્ર-બ્રાહ્મણ યુગ તેમ જ સંત, સાધક અને તપસ્વીયુગ એ બેને એકમેક સાથે સાંધતી એવી એક સુંદર કડી છે. ઉપનિષદો અનેક છે. તે બધાં કોઈ એક કાળે કે એક પ્રદેશમાં અગર એક વ્યક્તિ દ્વારા રચાયાં નથી. ઘણી વાર એક જ ઉપનિષદના જુદા જુદા ભાગો પણ જુદા જુદા હાથની તેમ જ જુદા જુદા સમયની કૃતિ હોવાનું જણાય છે. તે બધાં જ ઉપનિષદોનું મૂલ્ય એકસરખું ન પણ હોય, છતાં એ બધાંમાં સાધનાનો સૂર તો એકસરખો જ સંભળાય છે. તેમાંથી કેટલાંક ઉપનિષદો અને ખાસ કરી કોઈ કોઈ ઉપનિષદના ખાસ ભાગો તો એવા છે કે જે ગમે તે સહૃદય જિજ્ઞાસુને વશ કરી લે. દા. ત., ઈશાવાસ્ય, યાજ્ઞવલ્ક્યસંવાદ ઇત્યાદિ. આવાં હૃદયસ્પર્શી ઉપનિષદો અગર તેના ભાગોમાં કાઠક ઉપનિષદનું ખાસ સ્થાન છે. એના નામ ઉ૫રથી જ તે કઠ શાખામાં થયેલ કોઈ ઋષિની રચના છે એમ જણાય છે. ઋષિઓની અનેક શાખાઓમાં કઠ શાખા બહુ જાણીતી અને જૂની પણ છે. કાઠક એ નચિકેતા આખ્યાનને લીધે જ બહુ સુવિદિત છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૮ • પરિશીલન - સાધનાકાળ દરમિયાન એક ઉત્કટ ધર્મવીર સાધકમાં લક્ષ્યસિદ્ધિ માટેની જે અદમ્ય જિજ્ઞાસા ને જે પૌરુષવૃત્તિ હોય છે તેની કાવ્યમય અમર ગાથા નચિકેતા આખ્યાનમાં છે. આખ્યાન અને ઉપાખ્યાનની શૈલી બહુ પ્રાચીન છે. એ શૈલીમાં કહેવાનું બધું ટૂંકમાં, પણ રોચક રીતે રજૂ થાય છે. આવાં આખ્યાનો અને ઉપાખ્યાનોમાંથી આખું ભારતીય વાડુમય ઓતપ્રોત છે. એવાં જ આખ્યાનો અને ઉપાખ્યાનોમાંથી બળ મેળવી કેટલીયે પ્રતિભાઓએ મહાન કાવ્યો સરજ્યાં છે અને મહાભારત, રામાયણ તેમ જ ભાગવત જેવાં પુરાણોની અલૌકિક રચના પણ કરી છે. આખ્યાનની પ્રથા એટલી બધી લોકપ્રિય થઈ છે કે તેણે દરેક પ્રાન્તીય ભાષાઓમાં પણ સ્થાન મેળવ્યું છે. ગુજરાતીમાં પ્રેમાનંદ જેવા કવિઓનાં આખ્યાનો જાણીતો છે. રાષ્ટ્રીય સ્વાતંત્ર્યના વર્તમાન ઉપાસકોએ પણ આખ્યાનપ્રથાને સમયોચિત ઘાટ આપી લોકમાનસને કેળવવાનું કામ આદર્યું છે. વૈશંપાયનની વાણી, નારદવાણી જેવી રચનાઓ તાત્કાલિક પ્રશ્નોને રસિક રીતે ચર્ચતાં સમય પૂરતાં આખ્યાનો જ છે. કીર્તનકારોનો જાણીતો સંપ્રદાય આખ્યાન પ્રથાનો સજીવ નમૂનો છે. નચિકેતાઃ એક પ્રતીક રચનાર, આખ્યાન કે તેવી કૃતિ રચે છે ત્યારે તે પોતાને સુપરિચિત એવી ભાષા, પરિભાષા તેમ જ પરંપરાગત પ્રણાલીઓ અને માન્યતાઓનાં કલેવરને પોતાને સૂઝેલા વિચારના પ્રાણથી સજીવ બનાવે છે, ને તેને નવચેતના અર્પે છે. જેણે નાચિકેત ઉપાખ્યાન રચ્યું છે તે કવિ સંસ્કૃત ભાષાથી – ખાસ કરી બ્રાહ્મણ તેમ જ ઉપનિષદના યુગની સંસ્કૃત ભાષાથી – વિશેષે પરિચિત છે. છંદ અને શૈલી પણ તે યુગનાં છે. પરિભાષા - ખાસ કરીને ધાર્મિક અને દાર્શનિક પરિભાષા – મુખ્યપણે પ્રાચીન સાંખ્યયોગ પરંપરાની તેને સુપરિચિત છે. જ્યારે યજ્ઞયાગ જેવી ક્રિયાકાંડની પ્રણાલિકાઓ અને કઠોર વ્રત, નિયમ, દેહદમન જેવાં તપોનો પ્રભાવ ઘટી રહ્યો હતો, તેમ જ જ્યારે ચૈતન્યતત્ત્વની મૂળગામી શોધ અને તેને જીવનમાં ઉતારવાનો પુરુષાર્થ વધી રહ્યાં હતાં તેને સંધિકાળે થયેલ એ કાઠક કવિએ પોતાની હથોટીના માધ્યમ દ્વારા નચિકેતાને બહાને એક ઉત્કટ આધ્યાત્મિક જિજ્ઞાસા અને તેની સિદ્ધિનું સચોટ ચિત્ર ખેંચ્યું છે અને સાથે સાથે જૂની તેમ જ પ્રાણવિહીન થતી ચાલેલી ધર્મપ્રણાલીઓને હંમેશ માટે જિવાડી શકે એવું આધ્યાત્મિક તેજ અધ્યું છે. આખ્યાનમાં પિતા વાજશ્રવસુ, પુત્ર નચિકેતા અને વરદાતા યમ એ ત્રણ મુખ્ય પાત્રો છે. ધર્મના ત્રણ સ્કંધો પૈકી પ્રથમ સ્કંધમાં યજ્ઞ, અધ્યયન અને દાનનું સ્થાન છે. તેમાંથી યજ્ઞ અને તેને અંગે અપાતા દાનની પ્રથાનો આધ્યાનમાં ઉલ્લેખ છે. સૂત્રાત્મક Page #18 -------------------------------------------------------------------------- ________________ નચિકેતા અને નવો અવતાર • ૯ વાક્યથી સૂચવાતી કથાનો સ્થૂળ સાર એ છે કે પિતા યજ્ઞને અંતે પ્રણાલિકા પ્રમાણે દાન આપે છે–પણ તે જાણે પ્રણાલિકાને સાચવવા પૂરતું જ ન આપતો હોય તેવી રીતે. તે કાળે ગોદાનની પ્રથા બહુ વ્યાપક હતી અને તેનાં મૂળ ઊંડે સુધી ગયાં હતાં. પિતા પોતાની પાસેની દુધાળ, તરુણ, નવવત્સ ગાયોને રાખી, આજકાલની ભાષા વાપરીએ તો, પાંજરાપોળમાં મૂકવા જેવી ગાયો દાનમાં આપે છે. વાજશ્રવસ્ શ્રદ્ધાળુ અવશ્ય છે, પણ તે સાથે તે લોભી અને ગણતરીબાજ પણ છે. દાન આપવું તો એવી વસ્તુ કેમ ન આપવી કે જેને હવે સાચવવાનો બહુ અર્થ ન હોય ! સજીવ શ્રદ્ધા નચિકેતાની પ્રકૃતિ સાવ જુદી છે. તે શ્રદ્ધાળુ હોવા ઉપરાંત તદ્દન ઉદાર અને વિવેકી છે. પિતાની પ્રવૃત્તિ જોઈ પુત્રને દુઃખ થાય છે. તેને એમ થાય છે કે જો દાન કરવું તો પછી સજીવ શ્રદ્ધા સાથે પોતાની પાસે હોય તેમાંથી સારી વસ્તુ કેમ ન આપવી ? તેને પિતાની સીધી ટીકા કરતાં વિવેક રોકે છે, એટલે તેણે બીજો માર્ગ લીધો અને પિતાને કહ્યું કે, તમે મારું જ દાન કરી દો ને ! તમે મને કોને આપશો ? તેણે તો આ માગણી સાચા દિલે કરી હતી, પણ તેની જીદ જોઈ પિતાએ આવેશમાં કહી દીધું કે હું યમને તારું દાન કરીશ. આવેશમાં બોલતાં તો બોલાઈ ગયું, પણ પુત્ર તો પિતાના વચનને ઝીલી સીધો યમને ઘરે સિધાવ્યો. યમ ઘેર ન હતો, એટલે નચિકેતા ત્રણ દિવસ તેને આંગણે ઉપવાસ સાથે રહ્યો. આંગણે આવેલ અતિથિ આમ અન્નપાણી વિના રહે તે આતિથેયને જીવનધર્મ માનનાર માટે એક ધર્મશૂળ હતું. યમે ઘેર પાછા ફરી જ્યારે એ ધર્મશૂળની વાત જાણી ત્યારે તેણે પ્રાયશ્ચિત્ત કરવા અથવા તો આતિથેય ધર્મને સદા માટે દીપાવવા એ બ્રાહ્મણ અતિથિને સત્કારપૂર્વક ત્રણ લાંઘણ બદલ ત્રણ વર માગવા કહ્યું. વિવેકી નચિકેતાએ જે વ૨ માગ્યાં તે તેની આધ્યાત્મિક સાધના અને વિવેકના સૂચક છે. એ પહેલું વર માગે છે કે એનો પિતા એના પ્રત્યે રોષમુક્ત થઈ પ્રસન્ન થાય. કુપિત પિતાને પ્રસન્ન જોવા તત્પર આ કુમારની વડીલભક્તિ તેમ જ અખંડ કૌટુમ્બિકતાની વૃત્તિ જોઈ યમ ત્રણ વ૨ ઉપરાંત કંઈક વધારે આપતાં નચિકેતાને કહે છે કે બીજા વરમાં જે તેં સ્વર્ગ્યુ અગ્નિ વિશે જાણવાની માગણી કરી છે તે અગ્નિ હવે પછી તારા નામથી પ્રસિદ્ધ થશે. બીજું વરદાન નચિકેતાએ માગ્યું તે એ છે કે કયો અને કેવા પ્રકારનો અગ્નિ સ્વર્ગપ્રદ બને છે તે જ્ઞાન આપો. યમ આ માગણી સહેલાઈથી સ્વીકારી નચિકેતાને એ જ્ઞાન આપે છે. તે કાળમાં યાશિકો સ્વર્ગપ્રાપ્તિના એક સાધન લેખે અગ્નિના ચયન અને યજનને એક આવશ્યક કર્મ લેખતા. બ્રાહ્મણ માટે એવું જ્ઞાન મેળવવું તે જરૂરી પણ મનાતું. તેથી એ કુળપરંપરાગત કર્મઠ સંસ્કારોને નચિકેતાએ પોષ્યા અને બ્રાહ્મણ થઈ કુળધર્મ નથી જાણતો એવા રૂઢ આક્ષેપોથી મુક્તિ મેળવી. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ • પરિશીલન જીવનમાં સદાસ્થાયી તત્ત્વ આમ છતાં નચિકેતાની સૂક્ષ્મ દૃષ્ટિને સ્વર્ગનો આદર્શ સારહીન અને અપૂર્ણ લાગ્યો. તેથી જ તેણે ત્રીજું વરદાન એવું માગ્યું કે જે એની મૂળ જિજ્ઞાસાનો વિષય અને સાધનાનું ધ્યેય હતું. નચિકેતા યમને કહે છે કે, જો તમે પ્રસન્ન જ છો તો મને એ જ્ઞાન આપો કે જેનાથી મારો મૂળ સંશય ટળે. મનુષ્ય અગર પ્રાણી મૃત્યુ પામ્યા પછી નથી રહેતો એમ કેટલાક માને છે; જ્યારે બીજા કહે છે કે તે મૃત્યુ પછી પણ રહે છે. આવા બે સાવ વિરોધી પક્ષો હોવાથી લોકોમાં સંશય પ્રવર્તે છે કે જીવનમાં કોઈ સદાસ્થાયી તત્ત્વ જેવું છે કે નહિ ?' યમ નચિકેતાને એની આ માગણીથી ચલિત કરી બીજી અનેક માગણીઓ કરવા પ્રલોભન આપે છે અને એની મૂળ માગણીની દુઃસાધ્યતા પણ દર્શાવે છે. યમ કહે છે કે, “હે, નચિકેત ! તારો પ્રશ્ન એવો છે કે જે બાબત દેવો પણ પહેલેથી સંશય કરતા આવ્યા છે અને તારી જિજ્ઞાસાનો વિષય સરળતાથી જાણી શકાય તેમ પણ નથી; તે અત્યંત સૂક્ષ્મ છે. તેથી તું મને આ માગણીથી મુક્ત કર અને આગ્રહ ન ધર.” પરંતુ નચિકેતા જેવોતેવો સાધક ન હતો. તે હસ્તગત થયેલ રત્નને જવા દે કે પ્રાપ્ત તકને વેડફે એવો ઢીલોપોચો ન હતો. તેથી જ તેણે નમ્રપણે પણ સયુક્તિક જવાબ આપ્યો કે, “અલબત્ત, મારા પ્રશ્ન વિશે દેવોને પણ સંદેહ થયો છે, પરંતુ હે યમ ! તમે મૃત્યુ છો, એટલે તમે તો વર્તમાન જીવન અને પછીના જીવનના સાક્ષી દેવ મનાવ છો અને છતાં કહો છો કે એ તત્ત્વ જાણવું સહેલું નથી, એ કેમ સંભવે ? આ પ્રશ્નનો જવાબ આપનાર તમારા જેવો બીજો કોઈ હોઈ જ ન શકે અને મેં જે ત્રીજું વરદાન માગ્યું છે તેની તુલના કરે એવું બીજું કોઈ વરદાન પણ નથી. એક તો આ ત્રીજું વરદાન મેળવવું એ જ મારો અંતિમ આદર્શ અને વધારામાં એને તમારા સિવાય બીજો કોઈ સિદ્ધ પણ ન કરી શકે. તો પછી આવી અનુકૂળ તકને હું કેમ જતી કરું ?” યમ જાણે કે નચિકેતાની પૂરી કસોટી જ ન કરતો હોય તેમ તે નચિકેતાની જિજ્ઞાસાને બીજી દિશામાં વાળવા પ્રયત્ન કરે છે અને કહે છે કે, હે ! નચિકેતા, તું શતાયુ પુત્રપૌત્રો, પુષ્કળ હાથીઘોડા આદિ પશુઓ, મોટાં ભયનો માગ. એટલું જ નહિ પણ યથેચ્છ આયુષ્ય માગ. તું બીજું કાંઈ પણ વર માગ અને આ ભૂમિ ઉપર તું સુખેથી રહે. હું તારા બધા મનોરથ પૂરીશ. જે જે ભોગો મનુષ્યલોકમાં દુર્લભ છે તેને યથેચ્છ માગી લે. જો, રથ અને વાદ્યો સહિત આ સુંદર રમણીઓ! આવા ભોગો મનુષ્યોને સુલભ નથી. હું એ ભોગો પૂરા પાડીશ, અને તું એ સ્ત્રીપુત્રો વગેરેની સેવા લે. તે જે પુનર્જન્મને લગતો પ્રશ્ન કર્યો છે તે જતો કર.” પણ નચિકેતાની જિજ્ઞાસા ને સાધના ઉપર ઉપરની ન હતી. એટલે તે મક્કમ થઈ વર આપવાના વચનથી બંધાયેલ યમને કહે છે કે, “તમે જે આપવા કહ્યું તે બધું Page #20 -------------------------------------------------------------------------- ________________ નચિકેતા અને નવો અવતાર • ૧૧ તો આવતી કાલ સુધી જ ટકનાર છે. એટલું જ નહિ, પણ એનો ઉપભોગ કરનારની ઇન્દ્રિયોની શક્તિને પણ તે હણે છે અને ગમે તેટલું આયુષ્ય મળે તોપણ તે અનંતકાળમાં અલ્પમાત્ર છે. માટે એ બધા ભોગો તમે તમારી પાસે જ રહેવા દો. ધનથી માણસને ધરપત નથી થતી. હે મૃત્યુ! એક વાર જો અમે તમારું દર્શન પામ્યા તો પછી બધું આપોઆપ આવી મળવાનું. માટે મારે તો એ જ વર જોઈએ; અર્થાત્ મરણ બાદ સ્થાયી રહેનાર કોઈ તત્ત્વ છે કે નહિ? ને હોય તો તે કેવું છે, એનું જ જ્ઞાન જોઈએ. છેવટે ઘડપણ આવે જ છે; એટલે રંગરાગના આપાતરમણીય સુખને જે ખરી રીતે સમજતો હોય તે ગમે તેટલા દીર્ઘ જીવનમાં પણ કેવી રીતે રાચે ? મેં જે પરલોક સંબંધી પ્રશ્ન કર્યો છે તેના સંશયમાં અનેક વિશારદો લાંબા કાળથી પડ્યા છે. તેથી જ એ પ્રશ્ન વધારે મહત્ત્વનો બને છે અને હું તેનો જ ઉકેલ તમારી પાસેથી માગું છું. મેં જે ત્રીજું વર માગ્યું છે તે ખરેખર ગૂઢ છે. તેથી જ તો આ નચિકેતા બીજા કોઈ વરને વરતો નથી.' અહીં પ્રથમ વલી પૂરી થાય છે. નચિકેતા પોતાની છેલ્લી અને તાત્ત્વિક માગણીમાં સ્થિર છે તેમ જ તે યોગ્ય પણ છે એ જાણ્યા પછી યમ તેની સમક્ષ બીજી અને ત્રીજી વલ્લીમાં સાધકે અવશ્ય જાણવા જેવા કેટલાય અગત્યના મુદ્દાઓનું બુદ્ધિગમ્ય નિરૂપણ કરે છે, જેમાં શ્રેય અને પ્રેમનું સ્વરૂપ તથા જીવાત્મા અને પરમાત્માનું સ્વરૂપ મુખ્યપણે નિરૂપાયું છે. અલબત્ત, એ આખી ચર્ચા વાચકોને રસ આપે એવી છે, પણ તેનો સાર અહીં આપતાં લંબાણ થઈ જાય અને પ્રસ્તુત લેખ દ્વારા કહેવાનો આશય ગૌણ થઈ જાય તે દૃષ્ટિથી આગળની વલ્લીઓનો સાર અને તે ઉપર કાંઈક વિચારણા કરવાનું કામ મુલતવી રાખી પ્રસ્તુત સાર પરત્વે જે વિચારણીય પ્રશ્નો ઊભા થાય છે અને તેનો જે ખુલાસો સંભવિત દેખાય છે તે જ નિરૂપી આ લેખ પૂરો કરીશું. ઋગ્વદમાં યમ-યમીનું યુગલ આવે છે. તેનો સંબંધ સૂર્ય સાથે છે. વળી યમ દક્ષિણ દિશાનો એક દિપાળ પણ છે. યમ મૃત્યુ તરીકે અગર મૃત્યુદેવતા જમ તરીકે જાણીતો છે. જૈનોમાં તે પરમાધામી તરીકે જાણીતો છે. યમ એટલે સદ્ગુરુ અથવા અંતરાત્મા યમ વિશેની જુદી જુદી પૌરાણિક તેમ જ ધાર્મિક કલ્પનાઓ જોતાં નચિકેતા, જે એક બ્રાહ્મણપુત્ર મનુષ્ય છે, તે તેની પાસે ગયો એમ કહેવાનો કશો અર્થ નથી. એક ઈહલોકવાસી બ્રાહ્મણકુમાર લોકાંતરવાસી કાલ્પનિક દેવ પાસે જાય એ વાત બુદ્ધિગમ્ય નથી. વળી યમ બહુ તો મૃત્યુદેવતા છે. અગર કોઈ દેવવિશેષ છે. તે આધ્યાત્મિક જ્ઞાનનું અંતિમ રહસ્ય જાણે પણ કયાંથી? અને જાણે તો મનુષ્યને કઈ ભાષામાં, કેવી રીતે સમજાવે ? વળી એવા કોઈ દેવને અતિથિધર્મની શી પડી છે ? જો યમ મૃત્યુદેવતા હોય તો તેના દરબારમાં રોજ અતિથિઓનું મંડળ આવ્યા જ કરે Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ • પરિશીલન છે, એટલે તે અતિથિધર્મ બજાવે કે આગન્તુકના પુણ્યપાપનું લેખું લે ? આ બધું વિચારતાં કોઈ એમ નહિ કહી શકે કે અત્રે યમનો અર્થ કોઈ દેવવિશેષ બંધબેસે છે. ત્યારે કયો અર્થ બંધબેસતો છે? – એ પ્રશ્ન તો રહે જ છે. એનો સરળ અને સીધો ઉત્તર એ છે કે અત્રે યમ એટલે અધ્યાત્મજ્ઞાતા સદ્દગુરુ અગર અંતરાત્મા. સાધકને સાધનાની પ્રક્રિયામાં સદ્ગુરુ જ પ્રથમ બોધદાતા અને માર્ગદર્શક બને છે. કોઈ ખાસ દાખલામાં એમ પણ અનુભવાય છે કે બહારના કોઈ સદ્ગુરુના યોગ સિવાય પણ સાધક પૂર્વસંસ્કારવશ પોતાની ઉગ્ર તપસ્યાને બળે અંતરાત્મામાંથી આધ્યાત્મિક બોધની પ્રેરણા મેળવે છે. તેથી યમના ઉપર સૂચવેલા બંને અર્થો સાધના માર્ગમાં બંધબેસે છે. આ કથનનો સાર એ છે કે નચિકેતાવમ સંવાદ એ એક પ્રતિભાશીલ કવિએ યોજેલ કાલ્પનિક સંવાદ છે, પણ તે ધાર્મિક તેમ જ આધ્યાત્મિક જિજ્ઞાસાના ઉત્ક્રાંતિક્રમવાળા એક પુરાણ યુગવિશેષનું હૂબહુ ચિત્ર રજૂ કરે છે, જે કંઈક આવું છે : સંસ્કારોના ત્રણ થો વૈયક્તિક તેમ જ સામાજિક જીવનમાં સંસ્કારોના ત્રણ થર છે : પહેલો થર મોટે ભાગે સર્વસાધારણ હોય છે, જેમાં પરંપરાગત રૂઢ બની ગયેલ વિવેકશૂન્ય ક્રિયાકાંડી પ્રણાલીઓ પ્રવર્તતી હોય છે. સામાન્ય રીતે મનુષ્ય એ જ થરમાં જન્મી તેમાં પોષાય છે ને ઊછરે છે. તેથી એ થર જીવનક્રમમાં પિતાસ્થાને છે. બીજો થર સત્ય, જિજ્ઞાસા અને વિવેકનો હોઈ પ્રથમ થરથી જુદો પડે છે અને તે મનુષ્યને સત્યરુષાર્થ વિના જપવા દેતો નથી. તેથી તે પિતાથી જન્મેલ, પણ તેથી જુદી દિશામાં જતા પુત્રને સ્થાને છે. ત્રીજો સ્તર સપુરુષાર્થની પૂર્ણ સિદ્ધિનો છે. તેથી તે સદ્ગુરુસ્થાને છે અગર અંતરાત્માના પ્રાકટ્યને સ્થાને છે. વાજશ્રવત્ એવા પિતૃથરનાં, નચિકેતા પુત્રથરનાં અને યમ સદ્ગુરુ અગર અંતરાત્માથરનાં પ્રતીકો માત્ર છે. એ અનુભવ છે કે સામાન્ય માણસ રૂઢ અને સ્થૂળ સંસ્કારોમાં જન્મી તેનાથી પોષાઈને પણ ક્યારેક સત્ય જિજ્ઞાસા અને સૂક્ષ્મ વિવેકની તાલાવેલીથી પૂર્વનું સંસ્કારચક્ર ભેદી આગળ વધે છે અને છેવટે કાં તો સદ્ગુરુ પાસેથી સત્યંદન પામે છે અને કાં તો ઉપરનું આવરણ સરી જતાં સ્વયમેવ અંતરાત્માની પ્રતીતિ કરે છે. સાધના અને ઉત્ક્રાંતિનો આ ક્રમ દર્શાવવો તે જ નચિકેતા ઉપાખ્યાનનો હેતુ છે, એમ આખ્યાનનું મનન કરનારને જણાયા સિવાય નહિ રહે. શિષ્ય આચાર્ય પાસે જઈ ઉપનયનસંસ્કાર લઈ વિદ્યા મેળવે અને નવો જન્મ પામે અગર દ્વિજત્વ સાધે એ ભાવ પણ આ આખ્યાનથી સૂચવાય છે. એ ગમે તેમ ઘટાવીએ, પણ દરેક દેશ, દરેક જાતિ અને કાળમાં લાગુ પડે એવો આ આખ્યાનનો ભાવ તો ટૂંકમાં એ જ છે કે માણસને જન્મથી જે સંસ્કારો વારસામાં મળ્યા હોય તેમાં Page #22 -------------------------------------------------------------------------- ________________ નચિકેતા અને નવો અવતાર • ૧૩ જ રચ્યાપચ્યા ન રહેતાં સત્યશોધ માટે પ્રાણાર્પણ કરવા સુધી કમર કસવી અને તે સિદ્ધ કરીને જ જંપવું. નાચિકેત આખ્યાનનું આ તાત્પર્ય જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં લાગુ પાડી શકાય તેમ છે. તેથી જ એ આખ્યાન એક અમર ગાથા બની રહે છે. ઉપરનું લખાણ પૂરું કરતી વખતે પં. વિષ્ણુદેવ પાસેથી સ્વાધ્યાય મંડળ દ્વારા પ્રકાશિત કઠોપનિષદ મને અણધારી રીતે મળ્યું. તેમાં પં. શ્રીયુત સાતવળેકરજીએ નાચિકેત આખ્યાનના વિવિધ પ્રકારો, જે સાયણભાષ્ય, તૈત્તિરીય બ્રાહ્મણ, મહાભારત વગેરેમાંથી દર્શાવ્યા છે, તે વાંચ્યા પછી પ્રસ્તુત આખ્યાનના ઐતિહાસિક વિકાસક્રમના જિજ્ઞાસુઓને એ વાંચી જવાની ભલામણ કરવાનું મન થઈ જાય છે. મેં જે તાત્પર્ય ઉપર દર્શાવ્યું છે તે જ તાત્પર્ય પં. સાતવળેકરજીના પુસ્તકમાં પણ નજરે પડ્યું અને મને મારા કથનનો સુભગ સંવાદ સાંપડ્યો. તટસ્થ વિચારક જુદે જુદે સમયે પણ કેવી રીતે સમાન વિચાર ઉપર આવે છે એનું આ એક વધારે પ્રતીતિકર ઉદાહરણ છે. - નચિકેતા, મે, ૧૯૫૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૩. હિન્દી સંસ્કૃતિ અને અહિંસા હિન્દી સંસ્કૃતિ અને અહિંસા' નામનું પ્રસ્તુત પુસ્તક મૂળમાં મરાઠી ભાષામાં લખાયેલું છે. એના લેખક વાચનશીલ ગુજરાતીથી ભાગ્યે જ અજાણ્યા એવા અધ્યાપક ધમાનંદ કોસાંબી છે. પ્રસ્તુત ગુજરાતી અનુવાદના પ્રકાશક શ્રીયુત જીવણલાલભાઈનો આ પુસ્તકના પ્રારંભમાં કાંઈક લખી દેવા વિશે જ્યારે મારા ઉપર કાગળ આવ્યો ત્યારે સાથે જ કોસાંબીજીનો પણ મારા ઉપર પત્ર હતો કે મારે કાંઈક લખવું. કોસાંબીજીના પરિચિત જ નહિ, પણ અતિ પરિચિત અને તેમના પ્રત્યે આદરશીલ અનેક વિદ્વાનો હોવા છતાં કોસાંબીજીએ મારા જેવા અનધિકારી મિત્રની પસંદગી કરી, તેથી મને અંતરમાં સાચે જ નવાઈ લાગી. તબિયત અને બીજા કાર્યભારને લીધે, તેમ જ ધાર્મિક મનાતા અને તે જ કારણે અતિ આળા વિષય ઉપર લખાયેલ આવા ગંભીર પુસ્તક વિશે કાંઈ પણ લખવાના અધિકારના સ્પષ્ટ ભાનને લીધે, મેં જવાબમાં શ્રીયુત જીવણલાલભાઈને કાંઈક લખવા વિશે ના જ લખી હોત, પણ તેમ કરી ન શક્યો: કોસાંબીજી સાથેના મારા વિવિધ મધુર સંબંધોમાં એક મહત્ત્વનો મધુર સંબંધ પહેલેથી લાંબા કાળ લગી અવ્યાહત ચાલ્યો આવેલો. તે સંબંધ છે વિદ્યાનો. બૌદ્ધ પાલિ વાડ્મયની મારી અસલી ઉપાસના ગૂજરાત વિદ્યાપીઠમાં કોસાંબીજીના જોડાણ સાથે જ તેમની પાસે શરૂ થઈ, ને ઠેઠ પ્રસ્તુત પુસ્તક લખવાના ઉદ્દેશથી તેઓ જ્યારે હિન્દુ યુનિવર્સિટીમાં આવી રહ્યા ત્યાં લગી અને છેવટે તેમણે જ્યારે સરયૂતટે જઈ અનશન આદર્યું, ત્યાંથી કાશીમાં પાછા ફર્યા ત્યાં લગી અર્થાત્ ૧૯૪૪ના શિયાળા લગી મળતી બધી તકોમાં ચાલુ રહી. આવા ઈષ્ટ અને જીવનમાં રસપૂર્વક વિદ્યાસંબંધને લીધે જ મારાથી, કોસાંબીજીના શ્રમસિદ્ધ અતિપ્રિય પુસ્તક વિશે, કાંઈ પણ લખી આપવાની ના લખવાનું કામ કઠણ જેવું થઈ પડ્યું. લગભગ બે માસ લગી પ્રસ્તુત પુસ્તકના બધા ફરમા પાસે રાખ્યા. હવે વધારે વખત સુધી એને એમ ને એમ રાખવાં એ પ્રકાશકની દૃષ્ટિએ અને મારા પોતાના ભાવી કામની દૃષ્ટિએ યોગ્ય ન લાગ્યું, તેથી પ્રસ્તુત પુસ્તક વાંચતાં જે સામાન્ય ને ઉપરછલ્લા વિચારો આવ્યા તેમાંનો થોડો પણ ભાગ લખી, સ્વીકારેલ બંધનમાંથી મુક્ત થવા પ્રયત્ન કરું છું. Page #24 -------------------------------------------------------------------------- ________________ હિન્દી સંસ્કૃતિ અને અહિંસા • ૧૫ ઐતિહાસિક યુગ પહેલાંનાં હજારો વર્ષથી આજ લગીના દીર્ઘતમ કાળપટ ઉપર સતત વહેલી અને વહેતી હિન્દી સંસ્કૃતિનાં અનેક પાસાંઓને સ્પર્શતા વિવિધ અભ્યાસ અને ચિંતનથી ભરપૂર એવા આ મધ્યમ કદના છતાં ગંભીરતમ પુસ્તક વિશે સાધિકાર લખવાનું કામ મૂળ લેખકના અભ્યાસ, અને અવલોકન કરતાં વધારે નહિ તો ઓછામાં ઓછું તેમના જેટલા અભ્યાસ, અવલોકન અને ચિંતનની અપેક્ષા રાખે જ છે, પણ અત્યારે તો મારી પાસે જે કાંઈ સ્વલ્પ સાધનસંપત્તિ છે તેથી જ આ કામ પતાવવું રહ્યું. પુસ્તકના લેખકને, તેમ જ પુસ્તકમાં પ્રતિપાદન કરેલ વિષય સાથે સીધો સંબંધ ધરાવનાર કરોડો વૈદિકો, બૌદ્ધો ને લાખો જૈનોને, પરિમિત સમય અને અતિપરિમિત શક્તિની સ્થિતિમાં હું ઘટતો ને પૂરો ન્યાય આપી શકું એ સંભવિત જ નથી. એ કામ તો બીજા અનેકોએ તેમ જ કોઈ એક સમર્થતમે કરવું રહ્યું. મારું કાર્ય તો આ દિશામાં એક પ્રાથમિક અને અધૂરું પગલું ભરવા જેવું ગણાવું જોઈએ. નામ પ્રમાણે પુસ્તકનો પ્રતિવાદ્ય વિષય હિન્દી સંસ્કૃતિ અને અહિંસા એ જ છે. આ મુખ્ય વિષયના લેખકે મુખ્ય પાંચ વિભાગ કર્યા છે. દરેક વિભાગમાં ગૌણ અને અવાન્તર બીજાં અનેક મથાળાંઓ નીચે અનેક વિષયોની ચર્ચા કરવામાં આવી છે; પણ તે દરેક ચર્ચા છે તે મુખ્ય વિભાગ સાથે અને છેવટે પુસ્તકના મુખ્ય પ્રતિવાદ્ય વિષય સાથે સંકળાઈ જાય એની કાળજી રાખવામાં આવી છે. વૈદિક સંસ્કૃતિ, શ્રમણ સંસ્કૃતિ, પૌરાણિક સંસ્કૃતિ, પાશ્ચાત્ય સંસ્કૃતિ તેમ જ સંસ્કૃતિ અને અહિંસા એ પાંચ વિભાગો મુખ્ય છે. હિન્દી સંસ્કૃતિ એ શબ્દથી લેખકને વસ્તુતઃ બ્રાહ્મણ અને શ્રમણ એ બે સંસ્કૃતિ વિવક્ષિત છે. બ્રાહ્મણ સંસ્કૃતિમાં વૈદિક અને પૌરાણિક સંસ્કૃતિનો સમાવેશ થઈ જાય છે. શ્રમણ સંસ્કૃતિમાં જૈન અને બૌદ્ધ બે સંસ્કૃતિઓ ગણતાં એકંદર હિન્દી સંસ્કૃતિ શબ્દથી વિશાળ અર્થમાં વૈદિક સંસ્કૃતિ તેમ જ બૌદ્ધ અને જૈન સંસ્કૃતિ એ હિન્દુસ્તાનની મુખ્ય ત્રણે સંસ્કૃતિઓ આવી જાય છે. લેખકના મત મુજબ બાબિલોનિયામાંથી સપ્તસિબ્ધ પ્રદેશમાં આવેલ આર્યો અને એ જ પ્રદેશમાં પ્રથમથી વસતા અને પછીથી આર્યો દ્વારા જિતાયેલા દાસો, એમ આર્ય અને દાસોના મિશ્રણથી જે એક પ્રકારની વિશિષ્ટ સંસ્કૃતિ ઉદ્દભવી તે જ મૂળે વૈદિક સંસ્કૃતિ. આ સંસ્કૃતિમાં દારોના પ્રાધાન્યને લાગેવળગે છે ત્યાં લગી તેમાં ગોપાલન અને ગોદયા પૂરતી અહિંસા પ્રથમ જ હતી. દાસોનો, રાજકીય પરાજય સાથે, જ્યારે નૈતિક પરાજય પણ થયો અને આર્યોનાં બળ તેમ જ પ્રાધાન્ય જેમ જેમ વધતાં ગયાં તેમ તેમ ધીરે ધીરે યજ્ઞયાગાદિ કર્મની આજુબાજુ ધાર્મિક લેખાતી હિંસા પણ વિસ્તરવા લાગી. કાળક્રમમાં ક્યારેક અહિંસાના તત્ત્વ પ્રદેશવિશેષમાં પ્રાધાન્ય ભોગવ્યું તો ક્યારેક ઓછા કે વધતા પ્રદેશમાં હિંસાપ્રધાન યજ્ઞયાગાદિ ધર્મે પ્રાધાન્ય ભોગવ્યું. લેખકના મંતવ્ય મુજબ પરીક્ષિત અને જનમેજયના પહેલાંના સમય સુધીમાં હિંસાપ્રધાન યજ્ઞયાગાદિ ધર્મનું અસ્તિત્વ છતાં Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૦ પરિશીલન તેનું પ્રાધાન્ય ન હતું. પરીક્ષિત અને જનમેજય, જેમનો સમય લેખકે બુદ્ધ પહેલાં ત્રણસો વર્ષનો જ માન્યો છે, તેમણે હિંસાપ્રધાન યજ્ઞયાગાદિ ધર્મને વધારેમાં વધારે વેગ અને ઉત્તેજન આપ્યાં, એમ લેખક માને છે. આ રીતે યજ્ઞયાગાદિમાં હિંસાનું પ્રાધાન્ય વધતાં, જ બીજી બાજુથી જૈન તીર્થંકર પાર્શ્વનાથ દ્વારા હિંસાનો વિરોધ અને અહિંસાનું પ્રતિષ્ઠાન શરૂ થયાં. એક તરફથી હિંસાપ્રધાન યજ્ઞયાગાદિ ધર્મનો સબળ પ્રચાર અને બીજી તરફથી તેનો વિરોધ તેમ જ અહિંસાનું બળવત્ પ્રતિપાદન બંને ચાલતાં; તે દરમિયાન જૈન તીર્થંકર મહાવીર અને તથાગત બુદ્ધ બંને થયા, ને એ બંને જણે પોતપોતાની ઢબે, પણ પૂરા બળ સાથે ધાર્મિક હિંસાનો વિરોધ કર્યો. દાસ લોકોમાંથી તેમના પરાજય પછી જે અહિંસા ઓસરી ગઈ હતી ને તેની જગ્યા હિંસાએ લીધી હતી તે જ અહિંસા પાછી બમણે વેગે ને વ્યાપક રીતે દાસ તેમ જ આર્યજાતિના મિશ્રણથી જન્મેલ તેમ જ વિકસિત થયેલ વંશમાં કાળક્રમે વિકસી તેમ જ સ્થિર થઈ. અશોક જેવા ધાર્મિક સમ્રાટના પૂરેપૂરા પીઠબળને લીધે અહિંસાએ ધાર્મિક હિંસાને એવી પછાડ ખવરાવી કે ત્યારબાદ કયારેક ક્યારેક તેણે માથું ઊંચક્યું, પણ છેવટે તો તે શાસ્ત્ર ને ગ્રંથનો જ માત્ર વિષય બની રહી. લેખકે આ રીતે ધાર્મિક હિંસા અને અહિંસાના પારસ્પરિક કંઠનું ચિત્ર ખેંચ્યું છે. તેથી આગળ વધી છેવટે લેખક સ્થૂળ હિંસાઅહિંસાના પ્રદેશમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર હિંસા-અહિંસાના પ્રદેશને સ્પર્શે છે. એને સ્પર્શતાં તે એક વારના ધાર્મિક હિંસાના વિરોધી અને અહિંસાના સમર્થક એવા જ્ઞાતપુત્ર મહાવીરના તેમ જ શુદ્ધોદનપુત્ર બુદ્ધના શ્રમણશિષ્યોની પૂરેપૂરી ખબર લે છે. લેખક કહે છે, ને તે સાચું જ કહે છે, કે એ શ્રમણોએ યજ્ઞીય હિંસાનો વિરોધ તો કર્યો ને દેખીતી રીતે તેમણે અહિંસા ધર્મનું પાલન કરવા માંડ્યું, પણ તે જ અહિંસક ગણાતા શ્રમણોના જીવનમાં પાછલી બાજુથી સૂક્ષ્મ હિંસા – પરિગ્રહ, આલસ્ય, પરાવલંબન ને ખુશામતરૂપે દાખલ થઈ. એ જ હિંસાથી શ્રમણો નિર્વીર્ય બન્યા અને તેમણે છેવટે ધર્મ અને રાજ્ય અને બંને સત્તા ગુમાવી. ધાર્મિક હિંસા ઓસરવા ને મોળી પડવા છતાં બ્રાહ્મણવર્ગમાં પણ શ્રમણો જેટલી જ, કે કદાચ તેથીયે વધારે, પરિગ્રહ, ખુશામત, પરાશ્રય અને પારસ્પરિક ઈષ્યની સૂક્ષ્મ હિંસા હતી જ. શ્રમણો પણ એ બાબતમાં પડેલા, એટલે કોઈ અહિંસાના તત્ત્વને બરાબર વિચારી તે દ્વારા રાષ્ટ્ર અને જાતિનું ઉત્થાન કરે એવો મહાપુરુષ લાંબા વખત સુધી આ દેશમાં ન પાક્યો. પશ્ચિમની પ્રથમથી જ જડપૂજક અને હિંસાપ્રિય સંસ્કૃતિમાં અહિંસા તત્ત્વને અપનાવી તે દ્વારા મનુષ્યજાતિનો વ્યાપક ઉત્કર્ષ સાધવા સમર્થ હોય એવો પુરુષ પાકવાનો સંભવ જ બહુ ઓછો. તેટલામાં છેવટે મહાત્મા ગાંધીજી હિન્દુસ્તાનની, ખરી રીતે વિશ્વની, રંગભૂમિ ઉપર અહિંસાનું તત્ત્વ લઈ આવે છે અને એ તત્ત્વના સૂક્ષ્મ તેમ જ સ્થૂળ બંને અર્થનો વ્યાપક રીતે ઉપયોગ કરી તે દ્વારા માત્ર હિન્દુસ્તાનનું જ નહિ, પણ વસ્તુતઃ સમગ્ર વિશ્વનું ગૂંચવાયેલું કોકડું ઉકેલવા અને સમગ્ર Page #26 -------------------------------------------------------------------------- ________________ હિન્દી સંસ્કૃતિ અને અહિંસા • ૧૭ માનવજાતિના પારસ્પરિક સંબંધોને મધુર તેમ જ સુખદ બનાવવા જગતે કદાપિ નહિ જોયેલ એવો અખતરો તેમણે શરૂ કર્યો છે. લેખકની અહિંસાતત્ત્વ પ્રત્યે પુષ્ટ શ્રદ્ધા હોવાથી તે ગાંધીજીના અહિંસાપ્રધાન પ્રયોગને સત્કારે અને વધાવી લે છે, પણ સાથે સાથે લેખક એમ માને છે કે આ અહિંસાતત્ત્વ સાથે પ્રજ્ઞાનું તત્ત્વ મળવું જોઈએ, જે તત્ત્વની કાંઈક ખોટ તે ગાંધીજીમાં જુએ છે ને જે તત્ત્વનું વિશિષ્ટ અસ્તિત્વ તે સામ્યવાદના પુરસ્કર્તાઓમાં – ખાસ કરી કાર્લ માર્ક્સ જેવામાં – જુએ છે. સામ્યવાદીઓની પ્રજ્ઞા અને ગાંધીજીની અહિંસા એ બંનેના મિશ્રણથી જગતના ઉદ્ધારની પૂરી આશા સાથે લેખક પુસ્તક સમાપ્ત કરે છે. ટૂંકમાં, મારી સમજ મુજબ, સમગ્ર પુસ્તકનું પ્રતિપાદ્ય વસ્તુ આટલું જ છે. અંગત પરિચયથી કોસાંબીજીની ચાર શક્તિઓની મારા ઉપર ઊંડી છાપ છે, જેને આ પુસ્તકનો કોઈ પણ વાચક પદે પદે અને પ્રસંગે પ્રસંગે જોઈ શકશે. અભ્યાસ, અવલોકન, કલ્પના-સામર્થ્ય અને નીડરપણું – એ ચાર શક્તિઓ મુખ્ય છે. એમનો મુખ્ય અને તલસ્પર્શી અભ્યાસ બૌદ્ધ પિટકો કે પાલિ વમયનો છે, જેની દૃઢ પ્રતીતિ કોઈ પણ વિષયની ચર્ચા વખતે જ્યારે તેઓ પાલિ વાડુમયમાંથી મનોરંજક અને મહત્ત્વના ઉતારા છૂટથી આપે છે ને તેના અર્થ સમજાવે છે ત્યારે થઈ જાય છે. એમનું અવલોકન માત્ર ધર્મસાહિત્ય પૂરતું નથી. એમણે દુનિયામાં જાણીતા લગભગ તમામ ધર્મસંપ્રદાયો વિશે કાંઈ ને કાંઈ વાંચેલું છે જ. તે ઉપરાંત જુદી જુદી મનુષ્યજાતિઓ, જુદા જુદા દેશના રીતરિવાજો, રાજ્ય સંસ્થાનો, સામાજિક બંધારણો, તેમની ચડતી પડતીના પ્રસંગો આદિ અનેક વિષયો વિશેનું તેમનું વાચન અને પ્રત્યક્ષ અવલોકન અતિ વિશાળ છે. એમની કલ્પનાશક્તિ કવિ કે નવલકથાકારને અદેખાઈ આવે એવી છે, જેની સાથે એમની વિલક્ષણ વિનોદક શૈલી પણ ઓતપ્રોત છે. એમનું નીડરપણું એ એમનું જ છે. જો તેઓ કાંઈ કહેવા માગતા હોય તો પછી સામે ગમે તે હોય, જરા પણ અનુસરણ કર્યા સિવાય કે દબાયા સિવાય, પ્રિયભાષિત્વને ભોગે પણ, તેઓ કહી જ દે છે. એમના આ ચાર ગુણો વાચક જાણી લે તો પછી આ પુસ્તક વાંચતી વખતે તેના મનમાં ઊઠતા ઘણા સવાલોનું સમાધાન એક યા બીજી રીતે કાંઈક તો થઈ જ જશે. આજકાલ લખાતાં શાસ્ત્રીય પુસ્તકો ઘણુંખરું ઐતિહાસિક અથવા વૈજ્ઞાનિક એ બે દૃષ્ટિઓને અગર તેમાંની એક દષ્ટિને અવલંબી લખાય છે. કારણ, આ બે દષ્ટિઓ એના ગુણ ને યથાર્થતાને બળે પ્રતિષ્ઠા પામી છે. કોશાબીજીએ પ્રસ્તુત પુસ્તકના લેખનમાં શરૂઆતથી જ ઐતિહાસિક દષ્ટિનો આશ્રય લીધો છે. એ દૃષ્ટિથી તેમણે પોતાનું વક્તવ્ય કે મંતવ્ય સિદ્ધ તેમ જ સબળ બનાવવા પોતાની ઉક્ત ચારે શક્તિઓનો વધારેમાં વધારે ઉપયોગ કર્યો છે, પણ ઐતિહાસિક દૃષ્ટિનો આશ્રય લઈ પ્રવૃત્ત થવું અને સાચો ઇતિહાસ શોધી તે રજૂ કરવો એ બે વચ્ચે મહદત્તર છે. ઐતિહાસિક યુગની સર્વવિદિત સેંકડો Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૦ પરિશીલન હકીકતોનો નિર્વિવાદ ઐતિહાસિક ખુલાસો કરવો એ કામ પણ ભારેમાં ભારે અઘરું અને દુઃસાધ્ય જેવું હોય તો ઐતિહાસિક યુગ પહેલાંનાં સેંકડો નહિ, પણ હજારો વર્ષોની ઊંડી અને અંધારી કાળગુફામાંથી ઇતિહાસ કહી શકાય એવાં વિધાનો ક૨વાનું કામ તો લગભગ અસંભવિત જ છે. તેથી જ એટલા જૂના કાળ વિશે લખતાં કોશાંબીજી આમ હશે, આમ હોવું જોઈએ, આવો સંભવ છે, ઇત્યાદિ શબ્દોમાં માત્ર કલ્પનાત્મક જ વિધાન કરે છે. એને કોઈ ઇતિહાસ લેખી ન શકે. તેઓ પણ એવી હકીકતોને ઇતિહાસ મનાવવાનો આગ્રહ સેવતા નથી. મનુષ્ય એ જિજ્ઞાસાની મૂર્તિ છે. કામનું હોય કે નકામું; વર્તમાન હોય, ગયુંગુજ્જુ હોય કે ભાવિ હોય; નજીકનું હોય કે દૂરનું હોય, મનુષ્ય – જાગ્રત મનુષ્ય – બધા વિશે સાચું જાણવા ઉદ્યત રહે જ છે. તે માત્ર કલ્પનાઓમાં અંતિમ સંતોષ મેળવી નથી શકતો. તેમ જ ખરી હકીકત નથી જણાતી કે તે જાણવી બાકી છે તેટલા માટે મનુષ્ય કલ્પના કરવાનું કામ પણ છોડી શકતો નથી. તે શરૂઆતમાં સાધન અને શક્તિ પ્રમાણે સ્પષ્ટ-અસ્પષ્ટ, સાચી-ખોટી અને મિશ્રિત કલ્પનાઓ કર્યો જ જાય છે અને સત્યજિજ્ઞાસાના ટેકાથી ક્યારેક તે સત્યની કોઈ ભૂમિકા ઉ૫૨ કે તેની નજીક પહોંચે છે. મનુષ્યસ્વભાવનું આ તત્ત્વ અહીં પણ લાગુ કરી કહેવું જોઈએ કે કોશાંબીજીએ પૂરાં સાધનો અને પૂરી માહિતીને અભાવે ઉપલબ્ધ સાધન અને માહિતી પ્રમાણે ભૂતકાળ વિશે જે જે કલ્પનાઓ કરી છે તે બધીને અક્ષરશઃ સત્ય કે અક્ષરશઃ અસત્ય ન માનતાં તે ઉપર વિચાર ચલાવવાનું અને તેમાં સંશોધન કરવાનું કામ અભ્યાસી વાચકોનું છે. કોશાંબીજીની બધી જ કલ્પનાઓ અન્યથાસિદ્ધ થાય તોય એમને ખોટું લાગવાનું છે જ નહિ. એની પાછળનું સત્ય હોય તો તે એ જ છે કે બધી વસ્તુઓનો વિચાર ખુલ્લા દિલથી અને વહેમમુક્ત માનસથી કરતાં શીખવું. આ ઐતિહાસિક દૃષ્ટિનું રહસ્ય છે. એ રહસ્ય ધ્યાનમાં રાખી વેદ કે તેવાં બીજાં અતિપ્રાચીન ધર્મશાસ્ત્રોનો વિચાર થશે તોય લેખકના પ્રયત્નનું આંશિક ફ્ળ સિદ્ધ થશે જ. કોશાંબીજીએ પોતે જ કહ્યું છે કે તેઓ બાબિલોનિયન સાહિત્ય વિશે નથી જાણતા. વૈદિક સાહિત્ય તેમણે કામ પૂરતું વાંચ્યું અને વિચાર્યું હોય, તેમ છતાં તેઓ તે સાહિત્યના મુખ્ય અભ્યાસી તો નથી જ. એટલે પ્રાચીન વૈદિક સંસ્કૃતિનો બાબિલોનિયન સંસ્કૃતિ સાથે તેમણે જે સંબંધ ગોઠવ્યો છે તે હજી કલ્પનાનો જ વિષય છે અને તે વિશેના અભ્યાસનું હજી આપણે ત્યાં તો પગરણ જ મંડાયું છે. વેદોને અને તેને લગતા સાહિત્યને ઈશ્વરીય કે અપૌરુષેય માનવાની હજારો વર્ષની વારસાગત શ્રદ્ધા કરોડો માણસોમાં રૂઢ થયેલી છે. એની વિરુદ્ધ ખુદ વેદભક્તો અને વેદાભિમાની વિચારવર્ગનું પણ ધ્યાન ખેંચાવા લાગ્યું છે. લોકમાન્ય તિલક જેવાએ પણ વેદોને ઐતિહાસિક દૃષ્ટિએ જ જોવાવિચારવાનું પસંદ કરેલું, એ આ ઐતિહાસિક દૃષ્ટિની પ્રતિષ્ઠાનું જ પરિણામ છે. ઈશ્વરીય વાણી અને અપૌરુષેય વાણી તરીકેની વેદની માન્યતા આ રીતે ઓસરવા લાગી છે. તેવી Page #28 -------------------------------------------------------------------------- ________________ હિન્દી સંસ્કૃતિ અને અહિંસા • ૧૯ સ્થિતિમાં બને તેટલો ચોકસાઈથી, પણ મોકળા મનથી, વેદોનો ઐતિહાસિક અભ્યાસ થવા લાગે તો એથી વેદોની પ્રતિષ્ઠામાં ઘટાડો નહિ, પણ વધારો જ થવાનો છે. સાયણ વગેરેનાં જે વેદભાષ્યો ને બીજા એવા પ્રાચીન ટીકાગ્રંથો છે તે બધાને ફરી અતિચીવટથી ઐતિહાસિક દૃષ્ટિએ વિચારવાની અનુકૂળ તક આવી લાગી છે. કોસાંબીજીની આ બાબતની કલ્પનાઓ માત્ર કલ્પનાઓ જ હશે તો કેટલેક સ્થળે તેમણે ફેંકેલો પ્રકાશ ઐતિહાસિકોને ઉપયોગી તો થવાનો જ. દા. ત., એમણે જે સ્થળે પૃ. ૫૯) વંગ, મગધ અને વજી એ ત્રણ પ્રજાઓ શ્રદ્ધહીન થવાનો અર્થ કાઢ્યો છે તે કોઈ પણ વિદ્વાન વાચકને સાયણે કરેલ અર્થ કરતાં વધારે સંબદ્ધ જણાયા સિવાય ભાગ્યે જ રહેવાનો. કોસાંબીજીએ વેદના મંત્ર, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ વગેરે ભાગોના સમય વિશે જે મર્યાદા સૂચવી છે તે મને પોતાને વાજબી લાગતી નથી. વૈદિક સાહિત્યમાં ભલે કેટલાક અંશો મોડેના હોય, પણ એ સાહિત્યમાં ઘણો ભાગ અપેક્ષાકૃત બહુ જ જૂનો છે, એ વિશે મને શંકા નથી. ઇન્દ્ર એક સ્વર્ગીય દેવ છે, તે વેદમંત્રો અને વિધિપૂર્વકના યજ્ઞથી પ્રસન્ન થઈ વરસાદ વરસાવે છે, પશુ અને મનુષ્યજાતિનું સંવર્ધન કરે છે વગેરે ધાર્મિક માન્યતાઓ આજના વૈજ્ઞાનિકયુગીન વેદભક્ત મનુષ્યની બુદ્ધિને સંતોષી શકે તેમ નથી. જ્યાં લગી એવી માન્યતાઓનો બુદ્ધિગમ્ય ઐતિહાસિક ખુલાસો ન થાય ત્યાં લગી એવી માન્યતાઓને સહસા ફેંકી શકાતી પણ નથી અને તે બુદ્ધિમાં ખટક્યા સિવાય રહેતી પણ નથી. કોશાબીજીએ ઈન્દ્ર વિશે દોડાવેલ કલ્પના-તરંગો કલ્પનામાં જ રહે તોય પણ તેવા બીજા ખુલાસાઓ ઈન્દ્ર આદિ દેવો વિશે કરવાના બાકી રહે છે. આવા ખુલાસાઓ. કરવાની કે તે દિશામાં પ્રયત્ન જાગરિત કરવાની વૃત્તિ વાચકોમાં કોસાંબીજીનું લખાણ જન્માવે તો એમનો પ્રયત્ન નિષ્ફળ નહિ ગણાય. કોસાંબીજીએ આ પુસ્તકમાં જે અને જેટલી હકીકતો એકઠી કરી છે, જેટલા વિવિધ ઉતારાઓ આપ્યા છે અને તે બધાને પોતાની વિનોદક અને મનોરંજક શૈલીથી, છતાંય કડક સમાલોચના સાથે, જે રીતે ગોઠવ્યા છે તે બધું અભ્યાસી વાચકને આકર્ષે પણ છે અને ચીડવે પણ છે. બ્રાહ્મણપક્ષીય વાચક હોય કે જૈન વા બૌદ્ધપક્ષીય વાચક હોય, તે જો જિજ્ઞાસુ હશે તો આ પુસ્તક વાંચતાં વાંચતાં ગમે તેટલો રોષ પ્રગટ કરતો જશે છતાંય તે પુસ્તક પૂરું વાંચ્યા સિવાય છોડશે નહિ. એવી રીતે એમાં નવ નવ વિષયોની ભરચક પુરવણી લેખકે કરી છે અને ટીકાનો કોઈ પણ પ્રસંગ આવતાં તે સ્થળે તદ્દન નીડરપણે સીધો પ્રહાર પણ કર્યો છે. પ્રતિપાદ્ય વિષય સંપ્રદાય સાથે સંબંધ ધરાવતો હોઈ અને સંપ્રદાય ધર્મરૂપે સામાન્ય જનતાના મનમાં સ્થાન પામેલો હોઈ તે વિશે જ્યારે ખંડનાત્મક સમાલોચના જોવામાં આવે છે ત્યારે અસાંપ્રદાયિક જેવું માનસ પણ ક્ષણભર ઉશ્કેરાઈ જાય તે સ્વાભાવિક છે. કોસાંબીજીએ પોતાની સખત ટીકાનાં તીણાં બાણો Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પરિશીલન માત્ર બ્રાહ્મણવર્ગ ઉપર જ નથી ચલાવ્યાં, તેમણે જેન અને બૌદ્ધ શ્રમણોને પણ પોતાનાં એ બાણના લક્ષ્ય બનાવ્યા છે. એ સામાન્ય તત્ત્વ જોતાં કોસાંબીજીની પ્રકૃતિનું એક વિશિષ્ટ તત્ત્વ વાચકના મન ઉપર આવે છે અને તે એ કે તેઓનો સ્વભાવ મુખ્યપણે ખંડનશૈલીપ્રધાન અગર ટીકાપ્રધાન છે. આમ હોવા છતાં તેમણે એકત્ર કરેલ અને વિલક્ષણ રીતે મનોરંજકતાપૂર્વક ગોઠવેલ હકીકતો અને બીજી બાબતો વાચકને ઉત્તરોત્તર જિજ્ઞાસાવૃદ્ધિ સાથે કોઈ નવા જ પ્રદેશમાં લઈ જાય છે. આ વાતે ઈન્દ્ર, બ્રહ્મા, મહાદેવ, લિંગપૂજા, વાસુદેવ આદિની ચર્ચાવાળાં પ્રકરણો ઉદાહરણરૂપ સૂચવવાં બસ છે. ઇન્દ્ર વિશે તેમણે જે માહિતી એકઠી કરી છે ને તેને જે રીતે ગોઠવી છે, બ્રહ્મા હિંસક મટી અહિંસક દેવ કેમ થયો એ વિશે જે હકીકતો મૂકી છે, મહાદેવનું મૂળ શું? તે અસલમાં કોણ હતો ? લિંગ જેવી બીભત્સ પૂજા આર્યોમાં ક્યાંથી અને કેમ આવી ? દેવકીપુત્ર વાસુદેવ મૂળમાં કોનો દેવ હતો, ઈત્યાદિ વિશે જે લખ્યું છે તે કોઈને ગળે ઊતરે કે નહિ, કોઈને રુચે કે નહિ, તેમ છતાં એ ચર્ચાઓ નવનવી હકીકત, નવનવી કલ્પના અને શૈલીને કારણે એક નવા પ્રકારની નવલકથા જેવી બની ગઈ છે. મધ્યયુગમાં હરિભદ્ર અને અમિતગતિ જેવા જૈન લેખકોએ સાંપ્રદાયિક બદલા તરીકે પુરાણો અને પૌરાણિક દેવોની ટીકા કરેલી, તે કરતાં કોસાંબીજીની ટીકા ઐતિહાસિક દૃષ્ટિના આશ્રયને લીધે જુદી પડી છે. તેમ છતાં કોસાંબીજીએ કરેલી કલ્પનાઓ અને જોડેલ પૂર્વાપર સંબંધો વિદ્વાનોમાં ગ્રાહ્ય થવા વિશે શંકા રહે છે. આખા પુસ્તકમાં બ્રાહ્મણ અને બૌદ્ધ સાહિત્યને જેટલા પ્રમાણમાં સ્પર્શાયું છે તેમ જ બ્રાહ્મણ અને બૌદ્ધપરંપરા વિશે અનુકૂળ કે પ્રતિકૂળ જેટલું કહેવાયું છે તેના પ્રમાણમાં જૈન સાહિત્ય અને જૈન પરંપરાનો સ્પર્શ સકારણ જ બહુ ઓછો છે. તેમ છતાં કોસાંબીજીનો ભગવાન પાર્શ્વનાથ પ્રત્યે, અહિંસાના પ્રથમ અને પ્રબળ સ્થાપક તરીકે, અતિ આદર જોવામાં આવે છે. કોશાબીજી ઘોર અંગીરસ અને બાવીસમા જૈન તીર્થંકર નેમિનાથના એકીકરણની કલ્પના કરે છે, પણ તે માત્ર કલ્પના જ હોવાનો સંભવ છે. ભગવાન પાર્શ્વનાથની અહિંસાને તેઓ માત્ર નિષેધાત્મક અને બુદ્ધના અહિંસાના ઉપદેશને વિધાયક પણ કહે છે, તે મને બરાબર લાગતું નથી. પાર્શ્વનાથના ચતુર્યામો ત્રિવિધ ત્રિવિધ હતાં અને એમાં જૈન પરિભાષા પ્રમાણે સમિતિ-સમ્પ્રવૃત્તિનું તત્ત્વ પણ હતું. વળી તેમનો એક વિશિષ્ટ સંઘ હોવાનું કૌશાંબીજી પોતે પણ કબૂલે છે. આખો ત્યાગી સંઘ માત્ર નિષ્ક્રિયરૂપે બેસી રહે ને કાંઈ વિધાયક કાર્ય કરે જ નહિ તો હિંસાપ્રધાન યજ્ઞોની સંસ્થાને કેવી રીતે જનતામાંથી ખસેડી કે નબળી કરી શકે? એ જુદી વાત છે કે પાર્શ્વ અને તેમના સંઘનો વિધાયક કાર્યક્રમ કેવો હતો તે જાણવાનું સ્પષ્ટ સાધન નથી. તેમણે પાર્થની પરંપરા વિશે માત્ર દેહદમન પૂરતા તપનું વિધાન કર્યું છે તે તો અસંગત લાગે છે. બૌદ્ધ પરંપરા કરતાં જૈન પરંપરામાં દેહદમન ઉપર વધારે ભાર Page #30 -------------------------------------------------------------------------- ________________ હિન્દી સંસ્કૃતિ અને અહિંસા • ૨૧ અપાયો છે એ વિશે શંકા નથી; પણ સામાન્ય લોકોનાં મનમાં એવી છાપ છે કે જૈન ભિક્ષુકો માત્ર દેહદમનને જ તપ કહે છે તે તદ્દન ભ્રાંતિ છે. ભગવાન મહાવીર કઠોર તપને કારણે જ દીર્થ તપસ્વી કહેવાયા, પણ એ કોઈએ ભૂલવું ન જોઈએ કે એમના તપમાં દેહદમન એ તો માત્ર સાધન તરીકે જ હતું. તેમનું મુખ્ય અને સાધ્ય તપ તો ધ્યાન, ચિત્તશુદ્ધિ આદિ આત્યંતર તપ જ હતું. ભગવાન મહાવીરના આખા જીવનનો ઝોક આત્યંતર તપ, માનસિક તપ કે આધ્યાત્મિક તપ તરફ જ હતો. બાહ્ય તપની કિંમત એમને મન આત્યંતર તપમાં ઉપયોગી થવા પૂરતી જ હતી. કેવળ દેહદમન જેવા બાહ્ય તપનો તો એમણે વિરોધ કરેલો, તે ભગવતી જેવા પ્રામાણિક ગ્રંથોમાં દેખાય છે. તેથી સિદ્ધ થાય છે કે મહાવીરની તપસ્યા મુખ્યત્વે આત્મશુદ્ધિલક્ષી હતી, જેને જૈનો આત્યંતર તપ કહે છે. હવે જો પાર્શ્વની પરંપરામાં માત્ર દેહદમન કે બાહ્ય તપને જ સ્થાન હોત અને ભગવાન મહાવીરે એમાં સુધારો કરી પાછળથી આત્યંતર તપને સ્થાન આપ્યું હોત તો જૈન શાસ્ત્રોમાં એ સુધારાની નોંધ જરૂર હોત; કારણ, પાર્થની પરંપરામાં પ્રચલિત ચાતુર્યામના સ્થાનમાં પંચયામની અને બીજી નિત્ય પ્રતિક્રમણ જેવી સામાન્ય બાબતોની મહાવીરે જે સુધારણ કરી તેની નોંધ અતિ આદર અને અતિ કાળજીપૂર્વક જો જૈન પરંપરા આજ સુધી રખાતી આવી છે તો પાર્શ્વની પરંપરાના માત્ર દેહદમન પૂરતા તપમાં મહાવીરે સુધારો કર્યાની વાત જૈનો કદી ભૂલત જ નહિ. ભગવાન મહાવીર પહેલાં જૈન પરંપરામાં પૂર્વ કૃતના અસ્તિત્વની અને કર્મતત્ત્વ વિશે કાંઈક વિશિષ્ટ સાહિત્ય હોવાની સાબિતી મળે છે, જે પાર્થના સંઘની માત્ર નિષ્ક્રિયતાની વિરુદ્ધનો પુરાવો છે. લિંગપૂજાનાં મૂળ અને તેના પ્રચારમાં જૈન શ્રમણોનો પણ કાંઈક હિસ્સો હોવાની કોસાંબીજીની કલ્પના છે. મને એ બરાબર લાગતું નથી. જૈન પરંપરામાં સમયે સમયે શિથિલાચાર દાખલ થવાના પુરાવાઓ મળે છે, પણ લિંગ જેવી બીભત્સ અને ખુલ્લી અનાચાપ્રધાન પદ્ધિતમાં ક્યારે પણ એ ઘસડાયા હોય એમ જણાતું નથી. ઊલટું, ઘણે સ્થળે પ્રાચીન ગ્રંથોમાં જેને લોકોએ મહાદેવ અને લિંગપૂજાનો પ્રબળ પરિહાસ કર્યો છે. કોશાબીજી પ્રત્યે પૂરો આદર હોવા છતાં સમગ્રભાવે પુસ્તકની શૈલી વિશે જે છાપ પડે છે તે જણાવી દેવી યોગ્ય છે. મારા ઉપર એકબે વાર પુસ્તક વાચનથી જે છાપ પડી તેની ચોકસાઈ કરવા મેં બે-ચાર અસાંપ્રદાયિક માનસવાળા અને પૂરા કેળવાયેલ, કે જેમણે આ પુસ્તક વાંચ્યું હતું અગર મારા કહેવાથી વાંચ્યું, તેમની સાથે ચર્ચા કરી. એ બાબતમાં સૌનો અભિપ્રાય એક જ પ્રકારનો જણાયો કે કોશાબીજીએ ભલે ઉદાર મન અને અસાંપ્રદાયિક ભાવે લખવા ઇચ્છર્યું હોય, છતાં તેનું વાચન ઊલટી જ અસર કરે છે, કોઈ પણ વાચક ઉપર એ છાપ પડવી લગભગ અનિવાર્ય છે કે લેખક મુખ્યપણે બ્રાહ્મણવર્ગ અને બ્રાહ્મણ સંસ્કૃતિનો જ કડકમાં કડક વિરોધી છે. વાચકને અનેક વાર મનમાં એમ થઈ આવે છે કે જે બ્રાહ્મણવર્ગ ઉપર અને જે બ્રાહ્મણ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨ - પરિશીલન જાતિ ઉપર લેખકે આટલા બધા હુમલા કર્યાં છે તે વર્ગ અને તે જાતિમાં સાત્ત્વિક પ્રકૃતિવાળા, ઉદાત્ત ચારિત્રવાળા અને સમસ્ત જનતાનું ભલું ઇચ્છનારા તેમ જ તે માટે કાંઈક કરનારા કોઈ મહાપુરુષો કે સંતો થયા જ નથી શું ? જો બૌદ્ધ સાહિત્યમાંથી સંખ્યાબંધ અવતરણો સદ્ગુણ અને ઉચ્ચ ભાવનાના પોષક મેળવી શકાય તો ખંડનીય બ્રાહ્મણ સાહિત્યમાં શું એનો છેક જ અભાવ છે ? બ્રાહ્મણ સાહિત્ય બૌદ્ધ સાહિત્ય કરતાં પ્રમાણમાં અતિવિશાળ છે. એમાં રાજસ્ અને તામસૢ અંશો હોય એ સ્વાભાવિક છે, કારણ એ સાહિત્ય જૂના વખતથી ચાલુ થયેલું અને સમગ્ર પ્રકારની જનપ્રકૃતિઓને ઉદ્દેશી રચાયેલું છે, જ્યારે બૌદ્ધ અને જૈન સાહિત્ય તો બ્રાહ્મણ સાહિત્યના એક સુધારારૂપે હોઈ માત્ર સાત્ત્વિક પ્રકૃતિને ઉદ્દેશી લખાયેલું છે અને તેમ છતાંય તેમાં આગળ જતાં સાધારણ જનસ્વભાવના રાજસ્ તામસ્ અંશો થોડા પણ આવી ગયા છે. એવી સ્થિતિમાં બ્રાહ્મણ સાહિત્યમાંથી સાત્ત્વિક પ્રકૃતિવાળા ભાગને છેક જ સ્પમાં સિવાય રાજસ્ કે તામસ્ જેવા ભાગની ટીકા કરવી તે કોશાંબીજી જેવાની લેખિનીને પૂરું શોભતું નથી. કોશાંબીજી સત્સંગતિ જેવા કેટલાક સાત્ત્વિક ગુણો વિશે લખતાં જ્યારે એમ લખે છે કે એ ગુણો રામાનંદ જેવા સંતોમાં કે વારકરીપંથના ત્યાગીઓમાં દેખાયા તે તો બૌદ્ધ જાહોજલાલીના સમય દરમિયાન પ્રજામાં ઊતરી ગયેલ એ સદ્ગુણોની ઊંડી અસરનું પરિણામ જ હતું, પુરાણ અને તેના પુરસ્કર્તા બ્રાહ્મણોએ તો એવા સદ્ગુણો ભૂંસવા ખૂબ પ્રયત્ન કર્યા, પણ બૌદ્ધ ઉપદેશને પ્રભાવે પ્રજામાં ઊંડા ઊતરી ગયેલ એ ગુણો છેક ભૂંસાયા નહિ અને કાળ જતાં કયારેક બ્રાહ્મણપંથીય સંતોમાં એ પ્રગટ્યા, ત્યારે તો કોશાંબીજીના વિધાનની અસંગતિની હદ વાચકના મન ઉપર અંકાઈ જાય છે. જો કોશાંબીજી ધારત તો મહાભારત, રામાયણ અને અનેક પુરાણોમાંથી તેમ જ નીતિ, આચાર અને તત્ત્વજ્ઞાન વિષયક અનેક બ્રાહ્મણ ગ્રંથોમાંથી સત્સંગતિ અને તેના જેવા બીજા અનેક સદ્ગુણના સમર્થક ભાગો બૌદ્ધ સાહિત્યના અવતરણની પેઠે જ ઉતારી શકત. એમાં જરાય શંકા નથી કે મહાભારત અને પુરાણ આદિ બ્રાહ્મણ સાહિત્યમાંથી તેમણે ગાંધારીના પુત્રોની તેમ જ અગ્નિએ ખાંડવ વન બાળ્યાની જે અસંગત વાતો તે સાહિત્યની અસંબદ્ધતા બતાવવા રજૂ કરી છે તે જ વાતો બ્રાહ્મણ સાહિત્યના ભક્તને પણ આજે અસંગત જ લાગવાની, પણ કોશાંબીજીનું કર્તવ્ય આથી કાંઈક વધારે હતું અને તે મારી દૃષ્ટિએ એ હતું કે તેમણે બ્રાહ્મણ સાહિત્યમાંથી સારા અને સાત્ત્વિક ભાગો પણ તારવી દેખાડવા જોઈતા હતા. પાછળથી બૌદ્ધ સાહિત્યમાં કેટલીયે અસંબદ્ધતાઓ દાખલ થઈ, છતાં જેમ તેમને મૂળ પિટકમાંથી સરસ ભાગો મળી આવ્યા તેમ એવા સરસ ભાગોનો એક મોટો ખજાનો બ્રાહ્મણ સાહિત્યમાં પણ તેમની નજરે ચડત. ખુદ એકલા મહાભારતમાં અહિંસા, સત્ય, મૈત્રી, સત્સંગતિ આદિ સદ્ગુણો ઉપ૨ બીજા કોઈ શાસ્ત્રથી ન ઊતરે એવું હૃદયગ્રાહી વર્ણન છે. વળી જેની ટીકા કરવાની Page #32 -------------------------------------------------------------------------- ________________ હિન્દી સંસ્કૃતિ અને અહિંસા ૨૩ હોય તેના ગુણો તો વધારેમાં વધારે સાવધાનીથી જોવા ને દોષોની પણ સખત ટીકા કરવી એ મારી સમજ મુજબ અહિંસક રીત છે. એવી સ્થિતિ છતાં બ્રાહ્મણ વર્ગની ટકા કરતાં કોસાંબીજીની શૈલી વાચક ઉપર એવી છાપ પાડે છે કે જાણે તે બ્રાહ્મણવર્ગ અને બ્રાહ્મણ જાતિના કટ્ટર વિરોધી હોય – જોકે હું અને બીજા જાણીએ છીએ કે કોસાંબીજી પોતે જ મૂળમાં બ્રાહ્મણ છે ને તેમના મનમાં એવો દ્વેષ છે જ નહિ. ભગવદ્ગીતા વિશે કોસાંબીજી જ્યારે લખે છે ત્યારે તેમની કલ્પના ચાતુરી અને કાવ્યશક્તિ વિશે માન ઊપજયા વિના રહેતું નથી. એ છતાંય કોશાબીજી ગીતા વિરુદ્ધ કહે છે, તે જરાય ગળે ઊતરતું નથી. ગીતામાં જે કાંઈ સુંદર અને સાત્ત્વિક ભાગ છે તે બૌદ્ધ પરંપરાનો પ્રભાવ છે, તેમ જ ગીતાની રચનાના સમય વિશે તેમણે બાંધેલ કલ્પનાઓનો પુલ એ બધું તર્કથી વેગળું લાગે છે. એમ તો હરકોઈ માણસ પોતાના માનીતા ને પ્રિય સંપ્રદાય કે સાહિત્ય વિશે એમ કહી શકે કે એની જ છાપ બીજા સંપ્રદાયો ને બીજા સાહિત્ય ઉપર છે. જૈન લોકો પણ એ જ રીતે ગીતાની બાબતમાં પોતાની કલ્પના દોડાવી કહી શકે કે તેમાં પ્રતિપાદેલી અહિંસા, ભૂતદયા અને બીજા સાત્ત્વિક ગુણો એ તો જૈન અસરને લીધે છે. ખરી રીતે ગીતામાં જે ગૌરવ અને જે ગાંભીર્ય છે તે માત્ર કોઈ એક કવિ કે વિદ્વાન અનુભવ સિવાય આણી શકે નહિ. વળી કોસાંબીજીએ ગીતાનું સ્થાન આંકતાં જે સારાનરસા ભાગનું પૃથક્કરણ કરી એમાં મૌલિકતાનો અભાવ બતાવ્યો છે તે તો તર્કની દૃષ્ટિએ ઉપહાસનીય લાગે છે. જેમ ભદંત નાગસેને રાજા મિલિન્દ સામે એક રથનો દાખલો લઈ પૃથક્કરણ કરતાં બતાવ્યું કે પૈડાં, આરા, ધરી આદિ અવયવો સિવાય રથ જેવી કોઈ એક વસ્તુ નથી, એ જ રીતે એ અવયવો પણ પરમાણુ-પુંજ સિવાય બીજું કાંઈ નથી; મતલબ કે છેવટે એક એક અંશને અલગ અલગ તપાસતાં સમૂહ કે અખંડ સૌંદર્ય જેવી વસ્તુ જ નથી રહેતી. તે જ પ્રમાણે કોસાંબીજી બારીક પૃથક્કરણ કરી ગીતાના એક એક ભાગને છૂટો પાડી તેનું અખંડત્વ અને સામૂહિક સૌંદર્ય જોવા વિરુદ્ધ દલીલ કરે તો એ જ તર્ક ભગવાન બુદ્ધના પ્રત્યેક ઉપદેશમાં લાગુ પાડતાં તેમાં મૌલિકત્વ જેવું શું બતાવી શકાય ? આર્ય-અખંગિક માર્ગ લો, તો એના એકએક છૂટા છૂટા અંશો પ્રથમથી જ પ્રજાજીવનમાં અને શાસ્ત્રોપદેશોમાં હતા એમ કહી શકાય. ચાર આર્ય સત્યો પણ નવાં તો નથી જ. જો એવી દલીલ કરવામાં આવે કે પ્રથમથી કે સમાન કાળમાં એ તત્ત્વો હોવા છતાં બુદ્ધે પોતાની ઢબે જીવનમાં એ તત્ત્વો પચાવી લોકોપયોગી થાય એવી રીતે એનો ઉપદેશ કર્યો એ જ બુદ્ધનું વૈશિસ્ત્ર, તો ગીતાની બાબતમાં પણ એમ કાં ન કહી શકાય ? અહિંસા અને હિંસા એ બે વિરોધી તત્ત્વોનો મેળ એમાં કેવી રીતે બેસે એ પ્રશ્ન ખરો, પણ એનું સમાધાન તો બ્રાહ્મણ સાહિત્યની સર્વપ્રકૃતિમૂલક ઔત્સર્ગિકતામાં છે, એમ મને લાગે છે. એટલે કે ગુણકર્મમૂલક વર્ણધર્મ એ બ્રાહ્મણ ધર્મનું એક મહત્ત્વનું અંગ રહેલું છે. શસ્ત્રયુદ્ધ એ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪ • પરિશીલન ક્ષત્રિયવર્ગનો એક ધર્મ મનાતો આવ્યો છે. અજ્ઞાન, સ્વાર્થ આદિ અનેક દોષોને કારણે એ ધર્મનાં હાનિકારક પરિણામો પણ ઇતિહાસમાં નોંધાયાં છે એ વાત ખરી, છતાં શસ્ત્રયુદ્ધ સિવાય અનેક પ્રસંગોએ કૌટુંબિક, સામાજિક કે રાષ્ટ્રીય રક્ષણ કદી પણ કોઈએ શકય સિદ્ધ કર્યું નથી. ખુદ બૌદ્ધ અને જૈન રાજ્યકર્તાઓએ, અહિંસાનો આત્યંતિક પક્ષપાત ધરાવવા છતાં પણ, સમૂળગો શત્રત્યાગ કરી કૌટુંબિક, સામાજિક અને રાષ્ટ્રીય રક્ષણનો પદાર્થપાઠ સમગ્રભાવે શીખવ્યો નથી. અહિંસાને ઉદાત્ત ધર્મ માનનાર જૈન અને બૌદ્ધ પરંપરાના અનુગામી રાજ્યકર્તાઓએ અહિંસા દ્વારા વ્યાપક રીતે સમાજક્ષણનો દાખલો બેસાડ્યો ન હોય ને તેમણે પોતે પણ રાજ્યરક્ષણમાં શસ્ત્રયુદ્ધનો આશ્રય લીધો હોય, એવી સ્થિતિમાં વર્ણધર્મ તરીકે શસ્ત્રયુદ્ધનો આશ્રય લેનાર બ્રાહ્મણપરંપરા, એક અથવા બીજે કારણે એનાં અનિષ્ટ પરિણામો આવ્યાં છે એટલા જ કારણસર, ધર્મપરામુખ છે એમ તો ન કહી શકાય. સમાજ અને રાષ્ટ્રરક્ષણનો અહિંસા દ્વારા કોયડો ઉકેલવાનો વ્યાપક પ્રયોગ તો આ ચાલુ શતાબ્દીમાં મહાત્માજીએ આદર્યો છે અને તે ગમે તેટલો આદર્શ હોય તોપણ હજી પૂર્ણ રીતે સિદ્ધ થવાનો બાકી છે. એટલે અત્યારની અહિંસાપ્રધાન યુદ્ધની દૃષ્ટિએ શસ્ત્રયુદ્ધની ઐતિહાસિક પરંપરાનું નિરર્થકપણું બતાવી શકાય નહિ. ગીતા એ તો બ્રાહ્મણધર્મની સુનિયત અને બુદ્ધિસિદ્ધ ઐતિહાસિક વર્ણવ્યવસ્થાનું પ્રતિપાદન કરે છે, એટલે તેમાં સિદ્ધ થયેલ તેમ જ વિકાસને અવકાશ હોય એવા બધા જ વર્ણધર્મોને સ્થાન છે. તેથી પ્રાચીન શસ્ત્રયુદ્ધની ક્ષત્રિયધર્મની પરંપરા એમાં આલેખાય અને સાથે સાથે ત્યાર લગીમાં ઉદાત્ત ધર્મ તરીકે સમજાયેલ અને અંશતઃ વ્યક્તિગતપણે આચરાયેલ આધ્યાત્મિક અહિંસા પણ આલેખાય, એમાંય કશો વિરોધ મને દેખાતો નથી. આપણે સ્પષ્ટ જોઈએ છીએ કે જ્યારે ગાંધીજી અહિંસાના ઉદાત તત્ત્વના વ્યાપક ઉપયોગની શકયતા પોતાના પ્રયોગથી કરી બતાવવા પ્રયત્ન કરે છે ત્યારે તેઓ એ જ ગીતાને સર્વશ્રેષ્ઠ પુસ્તક માનવા છતાં તેમાંની શસ્ત્રયુદ્ધની પરંપરાને સર્પની કાંચળીની પેઠે ફેંકી દેવા જેવી લેખી તેના પર જરાયે ભાર ન આપતાં ગીતામાંથી જ સર્વ રીતે અહિંસા ફલિત કરે છે. મને લાગે છે કે અસલ વાત તો ગુણદૃષ્ટિ અને ભક્તિની જ છે. ગાંધીજીએ એ દૃષ્ટિથી ગીતાને અવલંબી પોતાનો સપુરુષાર્થ સિદ્ધ કર્યાનું ઉદાહરણ આપણી સામે જ છે. ધમ્મપદ અને ઉત્તરાધ્યયન જેવા માત્ર અહિંસા પ્રતિપાદન ગ્રંથોનો પણ સ્વાર્થ અને ભોગની દૃષ્ટિએ બૌદ્ધ તેમ જ જૈન ભિક્ષુકો ક્યાં ઉપયોગ નથી કરતા? અહિંસા, પ્રજ્ઞા, મૈત્રી આદિ સાત્ત્વિક ગુણોનો પક્ષપાત એ જ કોસાંબીજીનું મુખ્ય બળ છે, એવી મારી ધારણાને લીધે જ મેં ટીકા કરવામાં તેમણે અખત્યાર કરવા જોઈતા વલણ વિશે સૂચન કર્યું છે. બાકી ક્યારેક જેવાના પ્રત્યે તેવા' થવાની અપરિશોધિત વાસના મારા મનમાં ઉદય પામે છે ત્યારે સી. વી. વૈદ્ય કે ડૉક્ટર મુંજે જેવાને મુંહતોડ Page #34 -------------------------------------------------------------------------- ________________ હિન્દી સંસ્કૃતિ અને અહિંસા : ૨૫ ઉત્તર આપવા કોશાંબીજીની સમર્થ લેખિની યાદ આવી જાય છે. ૧૯૩૬ ના ચોમાસામાં પંડિત મદનમોહન માલવીયના પ્રમુખપદે હિન્દુ યુનિવર્સિટીમાં પહેલી વાર જ મું જેને સાંભળવાની તક મળી. તેમના આખા ભાષણનો ધ્વનિ એક જ હતો અને તે એ કે હિન્દુસ્તાનમાં હિન્દુઓની પડતી માત્ર અહિંસા અને બૌદ્ધ ધર્મને લીધે જ થયેલી છે. આવા મતલબના લખાણ અને ભાષણ કરનાર કાંઈ માત્ર મુંજે જ નથી, પણ વિદ્વાન અને પ્રોફેસર કહેવાતા અનેક માણસો જ્યાંત્યાં આવા પ્રલાપો કરે છે. મુંજને સાંભળતી વખતે મનમાં અનેક પ્રશ્ન ઉદ્ભવ્યા. તેમાંથી પહેલો પ્રશ્ન એ હતો કે જો આ વખતે ડો. ધ્રુવ જેવો પ્રમુખ હોત તો એ વિષપ્રચારનો કાંઈક પ્રતિકાર કરત. બીજો પ્રશ્ન મનમાં એ થયો કે મુંજે જ્યારે અહિંસાને જ હિન્દુઓની પડતીનું કારણ માની બોદ્ધોને વગોવે છે ત્યારે તેમની સામે બૌદ્ધો તો કોઈ છે જ નહિ અને અહિંસાના પ્રબળ સમર્થક જેનો તેમની સામે છતાં તેમને ખુલ્લી રીતે કાં નહિ વગોવતા હોય ? આ પ્રશ્નનો ઉત્તર તો તે જ વખતે મનમાં મળી ગયો. તે સાચો હોય કે ખોટો એ કહી ન શકું, પણ ઉત્તર એ ફુર્યો કે હિન્દુ મહાસભાના મુંજ જેવા સૂત્રધારો દેશમાં જ્યાંત્યાં થોડો પણ મોભો ધરાવનાર જૈનો પાસેથી આર્થિક અને બીજી અનેક પ્રકારની મદદ મેળવવાની લાલચથી જ જૈનોને ખુલ્લંખુલ્લા ચીડવતાં ડરે છે. તેવા બૌદ્ધો આ દેશમાં નથી અને ક્યાંક હોય તોય હિન્દુ મહાસભાને આર્થિક અને બીજી મદદ જૈનો પેઠે કરવાની આશા નથી. તેથી જ મુંજે અહિંસા અને બૌદ્ધોનું નામ લઈ મુસલમાન વગેરે પરદેશી જાતિઓથી થયેલા હિંદુ પરાજયનો રોષ અહિંસા પ્રત્યે ઠાલવે છે. એ જ વખતે મનમાં એમ પણ થઈ આવ્યું કે કોશાબીજી ઘણી વાર બ્રાહ્મણ વર્ગ અને બ્રાહ્મણ સંસ્કૃતિ ઉપર પુણ્યપ્રકોપ ઠાલવે છે તે મુંજે જેવા માંધ અને મિથ્યા અભિમાની વાસ્તે યોગ્ય બદલો હશે શું? છેવટે કોસબીજીએ ગાંધીજીના વલણ વિશે ટીકા કરતાં જે કહ્યું છે તે બાબત કાંઈક કહેવું પ્રાપ્ત થાય છે. ગાંધીજી જમીનદારોને જનતાપાલક થવાનું અને રાજાઓને રામરાજ્ય કરવાનું કહે છે. ગાંધીજીના જનતાપાલક અને રામરાજ્ય એ બે શબ્દોનો અર્થ કેવો હોવો જોઈએ ને ગાંધીજીના મુખમાં કેવો શોભે તેનો ખુલાસો કોસાંબીજીએ કરેલો છે. ગાંધીજીના પ્રથમથી આજ લગીનાં લખાણો ધ્યાનપૂર્વક સાંભળી લેવાની મારી વૃત્તિ રહી છે. કોસાંબીજીએ ઉક્ત બે શબ્દોનો અર્થ જે પ્રકારનો ગાંધીજીના મુખમાં શોભવાની વાત કહી છે તે જ પ્રકારના અર્થવાળો ખુલાસો તો ગાંધીજીનાં લખાણોમાં જોનારને અનેક સ્થળે મળી આવે તેમ છે. ગાંધીજીમાં પ્રજ્ઞાની ઊણપ હોવાની વાત તો, હું ધારું છું, ભાગ્યે જ કોઈ સ્વીકારશે. સત્ય અને તજ્જન્ય પ્રજ્ઞા ગાંધીજીમાં સહજ છે. એ ન હોત તો તેમનામાં અહિંસા જ ન હોત, અને હોત તોય તે અહિંસા જગતનું ધ્યાન ન ખેંચત, વિશ્વવ્યાપી અસર પેદા ન કરત. એ સ્વતસિદ્ધ પ્રજ્ઞા સામે બીજી કહેવાતી પ્રજ્ઞાઓ કેવી હતપ્રભ થઈ જાય છે એ તો ગાંધીજીના જીવનનો હરેક અભ્યાસી જોઈ શકશે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ર૬ • પરિશીલન કોસાંબીજી પ્રત્યેના બહુમાનને લીધે અને તેમના ઉદાર નિખાલસપણા પ્રત્યેના વિશ્વાસને લીધે મેં કેટલેક સ્થળે તેમના લખાણ વિરુદ્ધ મારું મંતવ્ય નિઃસંકોચ જણાવ્યું છે, છતાં એથી આ પુસ્તકની કિંમતમાં કે ઉપયોગિતામાં જરાય ઘટાડો થતો નથી. કોશાબીજીએ આ પુસ્તક લખી વિદ્વાનો અને સંશાધકો સામે એટલો બધો મોટો વિચાર અને દૃષ્ટિબિંદુઓનો ખજાનો ખુલ્લો મૂક્યો છે કે વિરોધી પક્ષના સાચા અભ્યાસીઓ પણ એ બદલ તેમનો આભાર કદી ભૂલશે નહિ. અંધશ્રદ્ધા અને બીકણવૃત્તિને લીધે ઘણા વહેમો જાહેરમાં આવતા જ નથી. મિત્રમંડળમાં ખાનગી રીતે થનાર ચર્ચાઓ જેવી છૂટ અને નિર્ભયતાથી થાય છે તે ચર્ચાઓ ઘણી વાર અગત્યની હોવા છતાં તેને લોકસમક્ષ મૂકતાં વિદ્વાન લેખકો સુધ્ધાં ડરે છે, સંકોચાય છે. જે વસ્તુ હું મનમાં વિચારતો હોઉં, મિત્રોને કહેતો હોઉં ને જેના પ્રત્યે મારું વિશિષ્ટ વલણ હોય તે જ વસ્તુ હું જો સમભાવે લોક સમક્ષ વિચાર અર્થે ન મૂકું તો વિચારની પ્રગતિશીલ ધારાઓ ઉદયમાં જ ન આવે. કોસાંબીજી એવા ડરથી પર છે. એક વાર તેમને જે સત્ય લાગ્યું તે પછી તેઓ કહી જ દે છે. આ કાંઈ દોષ જ છે એમ ન કહી શકાય. તેથી એમણે પોતાનાં મંતવ્યો જે છૂટથી ચર્ચા છે તથા પોતાના અવલોકન અને કલ્પનાબળનો ઉપયોગ કરી પોતાના કથનનું જે સમર્થન કર્યું છે તે પુનઃ વિચારવા વાસ્તે સૌને માટે ખુલ્લું છે. વિચારકને વિચાર અને ચિંતનની, લેખકને લખવાની અને શોધકને સંશોધનની ઘણી સામગ્રી પૂરી પાડવા બદલ ગુણજ્ઞ તો કોસાંબીજીના સમર્થ શ્રમના આભારી જ રહેવું જોઈએ. કોસાંબીજી આ પુસ્તક મરાઠીમાં લખી રહ્યા હતા તે જ વખતે એવો નિર્ણય મેં સાંભળેલો કે આનું હિન્દી ભાષાંતર પ્રથમ જ અને જલદી પ્રગટ થશે. તે વખતે મને સંદેહ તો થયેલો કે કાશી જેવા સનાતન રૂઢિના કિલ્લામાં વસતા ઉદારચેતા પ્રકાશકો પણ આવું ભાષાંતર જલદી અને પ્રથમ પ્રગટ કરે તો એટલી વાત સાબિત થશે કે એ કિલ્લામાં હવે ગાબડાં પડવા લાગ્યાં છે. કોણ જાણે કયે કારણે હજી હિન્દી ભાષાંતર પ્રસિદ્ધ થયું નથી. મરાઠી ઉપરથી હિન્દી લખાયું છે કે નહિ તે પણ અજ્ઞાત છે, પરંતુ ખુશીની વાત છે કે ગુજરાતી ભાષાંતર પ્રથમ જ પ્રસિદ્ધ થાય છે. ગુજરાતની વ્યાપારી પ્રકૃતિસુલભ ઉદારતા, સાહસવૃત્તિ અને રૂઢિદાસત્વની મુક્તિ આ પ્રકાશનથી સિદ્ધ થાય છે. શ્રીયુત જીવણલાલે આ ગુજરાતી ભાષાંતર પ્રગટ કરી ગુજરાતી સાહિત્યમાં એક નવી ભાતના કીમતી અને ભાગ્યે જ બીજાથી લખાય એવા પુસ્તકનું ઉમેરણ કરી ગુજરાતી વાચકવર્ગ ઉપર ઉપકાર કર્યો છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૪. “ગીતાધર્મનું પરિશીલન જે ધર્મો દરેક પ્રતિષ્ઠિત ધર્મપરંપરાનાં આવશ્યક અંગો છે અને જેનું જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ગૌરવપૂર્ણ સ્થાન છે તે ધર્મોનો સામાન્ય રીતે નિર્દેશ કરી તેના ઉપર સમાજની દૃષ્ટિએ વિવેચન કે નિરૂપણ ન કરતાં, કાકા કાલેલકરે તે ધર્મોને, ગીતાનો આશ્રય લઈ, ગીતાધર્મ તરીકે નિર્દેશી તેના ઉપર સમાજશાસ્ત્ર લખ્યું છે અથવા સામાજિક દૃષ્ટિએ તે ધર્મોની ઉપયોગિતાનું નિરૂપણ કર્યું છે તેનું શું કારણ ? આ પ્રશ્ન સહજ જ ઊઠે. ગીતાનું અનન્યસાધારણ આકર્ષકપણું એ જ આ પ્રશ્નનો સીધોસાદો ઉત્તર છે. ગીતાના એ જ મૌલિક આકર્ષકપણાએ હજારથી વધારે વર્ષ થયાં અનેક વિદ્વાનો અને સંતોને પોતા વિશે ચિંતન કરવા, લખવા અને જીવન ઘડવા પ્રેર્યા છે. એવી સ્થિતિમાં કાકા જેવા બહુશ્રુત, સ્વતંત્રદ્રષ્ટા અને પ્રયોગવીર ગીતાનો આશ્રય લઈ તેમાં પ્રતિપાદિત દૈવી સંપતુ તરીકે ગણાવાયેલ છવ્વીસ ધર્મો કે સદ્ગણો ઉપર વિવેચન કરે તો એ જરાયે અસ્થાને નથી, પણ અહીં એ સવાલ તો ઊભો થાય જ છે કે અનેક ધર્મગ્રંથો એક અથવા બીજી રીતે આકર્ષક તો છે જ, તેમાં ગીતાનું જે અનન્યસાધારણ આકર્ષકપણું છે તે શા કારણે ? એના એવા આકર્ષકપણાનાં મુખ્ય અંગો મને પોતાને નીચે પ્રમાણે જણાય છે: (૧) પ્રશ્નોત્તર પદ્ધતિ. બૌદ્ધ પિટકો, જૈન આગમો કે અન્ય કોઈ પણ ધર્મગ્રંથ જોઈએ તો તેમાં મુખ્યપણે પ્રશ્નોત્તરરૂપે જ ચર્ચા થયેલી દેખાય છે; સંવાદશૈલી એ ચર્ચાની સ્પષ્ટતાનું આવશ્યક અંગ બની ગઈ છે, પણ અન્ય ગ્રંથોની સંવાદશૈલી અને ગીતાની સંવાદશૈલી વચ્ચે મહતુ અંતર છે, એ જ એના આકર્ષકપણાનું એક પ્રાથમિક અંગ છે. અન્ય ધર્મગ્રંથોમાં કોઈ જિજ્ઞાસુ સીધી રીતે ગુરુને જઈ પ્રશ્ન કરે છે અને ગુરુ પણ સીધી રીતે જ જવાબ આપે છે, જ્યારે ગીતામાં તેમ નથી. એમાં પ્રશ્નોત્તરની માંડણી એવી ઉઠાવદાર, એવી કુતૂહલવર્ધક થઈ છે કે તેને લીધે શ્રોતા અને વાચકની જિજ્ઞાસા ખુદ ધૃતરાષ્ટ્ર કરતાં પણ અનેકગણી તીવ્ર બની જાય છે. ગીતાકારે સામસામે શસ્ત્ર ફેંકવા કેડ બાંધી ઊભાં રહેલાં બંને પ્રતિસ્પર્ધી સૈન્યો વચ્ચે જ અર્જુનને મોઢે ધર્મવિષયક પ્રશ્ન કરાવ્યો છે, અને યુદ્ધના અંતિમ નિર્ણયમાં જેમનો અગત્યનો ફાળો હતો અને જે સારથિરૂપે દોરવણી પણ આપવા કબૂલ થયેલ એ શ્રીકૃષ્ણને મુખે જ એ પ્રશ્નનો વિસ્તૃત Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮ • પરિશીલન જવાબ અપાવ્યો છે. એક તો યુદ્ધવૃત્તિ જ લોકોને સહેજે ભાવતી વસ્તુ છે, એનો રસ જાગ્યા પછી માણસ મરણપર્વત પાછી પાની નથી કરતો. બીજું એ કે જે યુદ્ધમાં સીધું ઝંપલાવી ન શકે તેને પણ એ નજરે જોવું ગમે જ છે. જ્યાં નજરે જોવાની શક્યતા ન હોય ત્યાં પણ યુદ્ધચ વાર્તા લખ્યા એ ઉક્તિ તો કામ કરે છે. તેથી ધૃતરાષ્ટ્ર કરતાં પણ તીવ્ર જિજ્ઞાસા આપણામાં એ જાગે છે કે બધું તો ઠીક, પણ કૃષ્ણનાં લાંબાં લાંબાં વ્યાખ્યાનોને અંતે અર્જુને નિર્ણય શો કર્યો ? અને તેનું પરિણામ શું આવ્યું ? સંજય દ્વારા ધૃતરાષ્ટ્રની જિજ્ઞાસા પૂર્ણપણે સંતોષાઈ હશે કે નહિ એ તો તે જાણે, પણ આપણે જ્યારે ઋરિણે વજનં તવ એ ઉદ્ગાર અર્જુનના મુખમાંથી સાંભળીએ છીએ અને તેનો પાકો યુદ્ધનિર્ણય જાણીએ છીએ ત્યારે આપણને એટલી તો નિરાંત વળે જ છે કે હવે યુદ્ધ બંધ પડવાનું નથી અને બન્યું પણ તેમ જ.. નૈમિષારણ્યમાં કે બીજા તપોવનમાં પણ ધર્મ અને તત્ત્વજ્ઞાનની ચર્ચા ચાલતી હોય તોયે ભારતીય માનસ બધું કામ છોડી એ તરફ વળે છે, ત્યારે અહીં તો યુદ્ધભૂમિ ઉપર જ ધર્મ અને તત્ત્વજ્ઞાનના પ્રશ્નો ઝીણવટથી ચર્ચાય છે અને તે પણ યુદ્ધની કાર્યાકાર્યતાને ઉદ્દેશીને જ, એટલે સ્વાભાવિક રીતે જ ગીતાની આ શૈલી બહુ રોચક બની છે. (૨) ગીતાના આકર્ષકપણાનું બીજું મુખ્ય અંગ તે એમાં ચર્ચાયેલા વિષયોની પસંદગી અને તે પાછળ રહેલી ગીતાકારની દૃષ્ટિ. પોતાના સમય સુધીમાં જે ધાર્મિક અને તાત્ત્વિક મુખ્ય મુખ્ય પરંપરાઓએ ભારતીય માનસ ઉપર કબજો જમાવ્યો હતો, તે બધી પરંપરાઓને સંક્ષેપમાં આવરી લઈ ગીતાકારે પોતાની દૃષ્ટિએ તેની મીમાંસા કરી છે અને તેમાંથી પોતાની એક સુનિશ્ચિત દૃષ્ટિ ફલિત કરી છે. એ દષ્ટિ તે કર્મયોગની અર્થાતુ ફ્લેચ્છાત્યાગની. ભારતીય માનસ ઉપર મોક્ષ-પુરુષાર્થની અને તેના અંગ લેખે નિવૃત્તિમાર્ગની એવી ઊંડી છાપ પડી હતી કે જેને લીધે જીવન-વ્યવસાયમાં પડેલ દરેક પ્રવૃત્તિશીલ માણસ મોક્ષ અને નિવૃત્તિની વાતોમાં જેટલો રસ લેતો, તેટલા સ્વીકારેલ પ્રવૃત્તિમાં ભાગ્યે જ રસ લેતો. એથી ન તો તેની જીવનક્ષેત્રવિષયક પ્રવૃત્તિ યોગ્ય રીતે સધાતી અને ન મોક્ષની આકાંક્ષા પૂરી પડતી. એવી પ્રજાવ્યાપી અસમંજસ સ્થિતિમાં ગીતાકારે યુદ્ધને વિશે જીવનયુદ્ધને લગતી દૃષ્ટિ સ્પષ્ટ કરી. અનાસક્તિપૂર્વક પ્રવૃત્તિ કરવાની આ દૃષ્ટિ નવી તો ન જ હતી, પણ ગીતાકારે જેવા સંયોગોમાં અને જેવી રીતે તેની ચોખવટ કરી છે તે બેશક અપૂર્વ હોઈ ભારે આકર્ષક બની છે. (૩) આકર્ષકપણાનું ત્રીજું મહત્ત્વનું અંગ તે ગીતાની પ્રતિપાદનકલા અને કવિતા. ગીતાકારે સાંખ્ય તત્ત્વજ્ઞાન, યોગમાર્ગ, ભક્તિમાર્ગ, યજ્ઞપરંપરા આદિ અનેક વિષયોને ઠીક ઠીક વિસ્તારથી છણ્યા છે; એટલું જ નહિ, પણ તેણે દશમા અને અગિયારમા અધ્યાયમાં અનુક્રમે વિભૂતિનિરૂપણ તેમ જ વિશ્વરૂપદર્શન દ્વારા જે કાવ્યકળા દર્શાવી Page #38 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મનું પરિશીલન • ૨૯ છે તે બધું, મુખ્ય પ્રશ્નની દૃષ્ટિએ આડકથા જેવું લાગવા છતાં પણ, તેણે છેવટે એ બધા વિષયોને અને પોતાની કળાને પોતાના મુખ્ય પ્રતિપાદ્ય વિષય-લેચ્છાત્યાગ સાથે એવી રીતે સુસંવાદીપણે યોજેલ છે કે વચ્ચે વચ્ચે નાનીમોટી ગમે તેવી અસંગતિઓ આવતી હોય તો તે પણ તેના સુસંવાદી સૂરમાં સાવ લુપ્ત જેવી થઈ જાય છે. ગીતાકાર કૃષ્ણના મુખે છેવટે યથેચ્છસિ તથા ૩ એમ કહેવડાવે છે ત્યારે આપણને એવી પ્રતીતિ થાય છે કે કણે અર્જુનને જે કર્મયોગ ઉપદેશ્યો, જે ફ્લેચ્છાત્યાગ નિરૂપ્યો તે તેણે પોતે જ અમલમાં મૂક્યો. યથેચ્છસિ તથા ગુરુ એ વચન દ્વારા કૃષ્ણ અર્જુનને એટલું જ કહે છે કે તારા પ્રશ્નોના જવાબમાં જે કંઈ કહેવાનું હતું તે મેં તો કહ્યું, હવે હું પરિણામનિરપેક્ષ છું, તને ફાવે તેમ નિર્ણય કર. ઉપર સચવેલ અને બીજાં કેટલાંક તત્ત્વોને લીધે ગીતાનું જે આકર્ષક સ્થાન સિદ્ધ થયેલું તેને જ લીધે શ્રી શંકરાચાર્યના પહેલાંના વિદ્વાનો ગીતા ઉપર લખવા પ્રેરાયેલા. જોકે એ પ્રાચીન વ્યાખ્યાઓ આજે ઉપલબ્ધ નથી, તથાપિ શ્રી શંકરાચાર્યથી માંડી આધુનિક યુગ સુધી શૈવ વૈષ્ણવ આદિ અનેક પરંપરોઓના સુપ્રસિદ્ધ આચાર્યોએ ગીતા ઉપર સંસ્કૃતમાં લખેલી ટીકા, અનુટીકાનું વિશાળ સાહિત્ય ઉપલબ્ધ છે. ગીતાના મૌલિક આકર્ષકપણામાં, તેના ઉપરની નાનાવિધ સંપ્રદાયોની વિવિધ દૃષ્ટિવાળી વ્યાખ્યાઓને લીધે, ઓર ઉમેરો થયો છે. સંસ્કૃતમાં લખાયેલાં ભાષ્યો અને વૃત્તિઓ ઉપરાંત ગીતાના મૌલિક આકર્ષકપણામાં અસાધારણ ઉમેરો કરનાર એક બીજું પણ સાહિત્ય છે અને તે લોકભાષામાં રચાયેલ ગીતા ઉપરની વ્યાખ્યાઓ. તેરમા સૈકાના સુપ્રસિદ્ધ મહારાષ્ટ્રીય સંત જ્ઞાનેશ્વર પહેલાં કોઈ પણ પ્રાંતીય વિદ્વાને કે સંતે ગીતા ઉપર કંઈ લખ્યું હોય તો તે અત્યાર લગી અજ્ઞાત છે પણ મને પોતાને એવો સંભવ લાગે છે કે કોઈ ને કોઈ દ્રાવિડ આળવાર કે નામનાર સંતે ગીતા ઉપર દ્રાવિડ ભાષામાં કંઈક અવશ્ય લખેલું હોવું જોઈએ. જો આ સંભવ ખોટો હોય તો લોકભાષામાં પ્રથમ લખવાનું માન જ્ઞાનેશ્વરને ફાળે જ જાય છે. અત્યાર લગીની મારી તપાસમાં જે માલૂમ પડ્યું છે તે ઉપરથી એટલું કહી શકાય કે ગીતા પર બંગાળી કે હિંદી ભાષામાં કોઈએ આધુનિક યુગ પહેલાં લખ્યું નથી. ગુજરાતી ભાષામાં ગીતાના જે ટબા-અન્વયાર્થ પૂરતી વ્યાખ્યા મળે છે તે વિક્રમની ૧૭મી સદી પહેલાંના નથી. યુરોપીય વિદ્વાનોના હાથમાં ગીતા આવી ત્યારથી તેણે વિશ્વના સમગ્ર તત્ત્વજ્ઞવર્ગનું ધ્યાન ખેંચ્યું છે. તિલક અને અરવિંદ ગીતા પર હાથ અજમાવ્યો ત્યારથી તો તે ભારતીય ધર્મગ્રંથોનું એક બહુમૂલ્ય રત્ન બની ગઈ છે. એમ તો આધુનિક યુગમાં દયારામ પછી મણિલાલ નભુભાઈ વગેરેએ ગીતા પર ગુજરાતીમાં લખ્યું છે, પણ છેવટે જ્યારે એની તરફ ગાંધીજીની દૃષ્ટિ વળી અને પોતે યથાવત્ જીવેલ જીવનની પદ્ધતિ અને સાર્વજનિક પ્રયોગ કરી અજમાવેલ પોતાની વિચારસરણી ગીતાની વ્યાખ્યારૂપે તેમણે ઉપસ્થિત કરી ત્યારથી તો ગુજરાતી ભાષામાં અનેક રીતે ગીના પર Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૦ • પરિશીલન વિવેચન થવા લાગ્યાં છે અને અન્ય ભાષામાંથી ગુજરાતી ભાષામાં સંક્રમણો પણ થયાં છે. કાકાએ મૂળમાં તો ગીતાધર્મનું સમાજશાસ્ત્ર મરાઠી ભાષામાં લખેલું. તેનું જ ગુજરાતીમાં આ રૂપાંતર છે. એમ તો કાકાએ ગુજરાતીમાં પણ ગીતાનું વિવેચન કરેલું છે, પણ તે વિવેચન અને પ્રસ્તુત સમાજશાસ્ત્ર એ બંનેનો પ્રકાર જુદો જુદો છે. પેલું વિવેચન સમગ્ર ગીતાને આવરે છે, જ્યારે પ્રસ્તુત સમાજશાસ્ત્ર સોળમા અધ્યાયમાં પ્રતિપાદિત દેવીસંપત્ પૂરતા ભાગને જ આવરે છે. એક કાળે પ્રજામાં પારલૌકિક સ્વર્ગની ભાવના પ્રબળ હતી. એને સિદ્ધ કરવાનો પુરુષાર્થ મોટા પાયા પર અને વિવિધ રીતે પ્રજાવ્યાપી થયો હતો. તેની સામે બીજી મોક્ષની ભાવના સબળપણે ઉપસ્થિત થઈ. તેને લીધે સ્વર્ગ ગમે તેવું સુખમય છતાં અંતે વિનશ્વર છે એમ ઠરતું ગયું. મોક્ષ એ અવિનશ્વર-શાશ્વત સુખ છે એ ભાવના જેમ જેમ બળ પકડતી ગઈ તેમ તેમ સ્વર્ગની ભાવનાને લીધે જે શાસ્ત્રનિષ્ઠા, કાર્યકર્મવિભાગ અને સહકારવૃત્તિ આદિ સદ્દગુણો પ્રજામાં ખીલ્યા હતા તે સદ્દગુણો અંતર્મુખ દૃષ્ટિથી વિશેષ વિચારના અને વિકાસના વિષયો તો બન્યા જ, પણ વધારામાં બીજા પણ કેટલાક નવા યમ, યોગ આદિ સદ્દગુણોને વિકાસની તક મળી. આ બધું ચાલતું હતું ત્યારે જ એક નવો વિચાર ઉદયમાં આવી રહ્યો હતો. તેનું વલણ એ હતું કે મોક્ષ ભલે શાશ્વત સુખની અવસ્થા હોય, છતાં તે પારલૌકિક મોક્ષ એટલે વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસની જ એક ભૂમિકા છે. કોઈ વ્યક્તિ એવા વિકાસની પરાકાષ્ઠા સાધે તોયે તે તો એક અંગત અને મર્યાદિત સિદ્ધિ છે. પારલૌકિક મોક્ષને જીવનસર્વસ્વ માની ઊંડામાં ઊંડી સાધના કરનારના જીવનગત સગુણોનો વ્યાપક દૃષ્ટિએ સામાજિક ઉત્કર્ષમાં શો ઉપયોગ ? આ વિચારવલણે લોકસંગ્રહની અગર તો સામાજિક શ્રેયની પ્રબળ ભાવનાનું રૂપ ધારણ કર્યું. સ્વર્ગની તેમ જ મોક્ષની ભાવનાના પ્રાધાન્ય વખતે જે જે ગુણોએ પ્રજાના હૃદયમાં ઘર કર્યું હતું અને જે સગુણોના વિકાસને પૂરી તક હતી તે સદ્ગુણો પ્રત્યે લોકસંગ્રહવાદીઓની જરાયે ઉપેક્ષા નહોતી; ઊલટું તેમનું કહેવું એ હતું કે જે સગુણો વિશે ગંભીર ચિંતકો વિચાર કરે છે અને જેને સાધવા પુરુષાર્થી મથે છે તે સદ્દગુણોના ઉપયોગની દિશા માત્ર બદલવાની છે. આથી વૈયક્તિક મોક્ષ થતો અટકશે નહિ અને સામૂહિક કલ્યાણનો માર્ગ વધારે સરળ બનશે. લોકસંગ્રહની આ ભાવનાનાં કેટલાંક બીજો તો ઈશોપનિષદ અને મહાયાનની ભાવનામાં પડ્યાં જ હતાં. તે બીજોને વધારે વિકસિત રૂપે ચર્ચવાનો પ્રશ્ન ગીતાકારે હાથમાં લીધો. ગીતાની લોકસંગ્રહ-વિષયક મુખ્ય દૃષ્ટિ સાંપ્રદાયિક આચાર્યોની વ્યાખ્યાઓમાં સાવ ગૌણ બની ગઈ હતી. તેનો પ્રકાશ અને તેનું ઉદ્દઘાટન તિલકે ગીતારહસ્યમાં કર્યો. તિલકે કર્મયોગ દ્વારા જે વસ્તુનું પ્રતિપાદન કર્યું છે તે મુખ્ય વસ્તુનું શ્રી અરવિંદે પૂર્ણયોગ દ્વારા પોતાની Page #40 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મનું પરિશીલન • ૩૧ ઢબે નિરૂપણ કર્યું છે. ગાંધીજીએ એ જ કર્મયોગ કે અનાસક્તિયોગનું પોતાની સાવ અનોખી રીતે સમર્થન કર્યું છે. આ રીતે ગીતાના લોકસંગ્રહવિચારની ભાવના સ્પષ્ટપણે તેમ જ પ્રબળપણે સામાજિક સેવાની અને સામાજિક કલ્યાણની વિચાર-દિશામાં પરિણમી. લોકકલ્યાણની વાતને આજે ગીતા દ્વારા એટલું બધું સમર્થન મળે છે કે હરકોઈ ચિંતક કર્મયોગીની નજર સૌથી પ્રથમ ગીતા પર પડે છે. કાકાએ એ જ લોકસંગ્રહની બલવતી ભાવનાથી પ્રેરાઈ ગીતાધર્મનું સમાજશાસ્ત્ર લખ્યું છે. તેઓ પોતે જ નવેસર વ્યાખ્યા કરવા પાછળ પોતાની શી દૃષ્ટિ રહી છે તેનું સ્પષ્ટીકરણ ગીતાધર્મના છેલ્લા પ્રકરણમાં, ગીતાધર્મનું જીવન્તપણું એ મથાળા નીચે, ઐતિહાસિક દૃષ્ટિએ, નાનાવિધ દાખલા-દલીલો સાથે, અસરકારક રીતે કરે છે. તેમનું આ સ્પષ્ટીકરણ જેઓ પોતપોતાના ધર્મગ્રંથની “મમી”ની પેઠે પૂજા કરે છે અને તેમાં પૂર્ણપણાનો કે અંતિમપણાનો આરોપ કરી અંતે તે ધર્મગ્રંથોને દેશકાળ-બાહ્ય જેવા અવ્યવહારુ અને માત્ર શ્રદ્ધાસ્પદ બનાવી મૂકે છે તે સૌનાં વિચારચક્ષના ઉન્મેષ અર્થે નેત્રોજનની અચૂક ગરજ સારે તેવું છે. એ આખું પ્રકરણ મનનપૂર્વક વાંચવા જેવું જ છે. અહીં તો આપણે તેમાંના કેટલાક ઉદ્ગારો જોઈએ. જે ધર્મગ્રંથોની મૂળ પ્રેરણા જીવનમાંની કેન્દ્રસ્થ વસ્તુઓમાંથી મળેલી હોય છે તેના વિકાસનો સહેજે અટકાવ થઈ શકતો નથી. મનુષ્યજાતિનું જીવન જેમ જેમ સમૃદ્ધ થતું જાય છે તેમ તેમ ગીતાનાં વચનોનો અર્થ વ્યાપક, ગૂઢ અને સમૃદ્ધ થતો ગયો છે. આવી સ્થિતિ અનંતકાળ સુધી ટકશે એમ તો કોણ કહી શકશે ? પણ ગીતાગ્રંથને હજી ઘડપણ આવ્યાનાં ચિહ્નો દેખાતાં નથી એટલું તો જરૂર કહી શકાશે'. “ગીતાના લેખકને જીવનધર્મનું જેટલું રહસ્ય સમજાયું હતું તેટલું જ ગીતાના શબ્દોમાં છે એમ માની લેવામાં ભૂલ છે. ગીતાગ્રંથ એ એક જીવંત વ્યક્તિ છે. તેનું જીવન ગીતાના લેખકથી અલગ, સ્વતંત્ર અને વર્ધમાન છે, એટલું સ્વીકાર્યા પછી ગીતાના મૂળ ઉપદેશને વળગી રહીને નવી દૃષ્ટિથી નવા અર્થો તેમાં જોવા એમાં સત્યનો કોઈ દ્રોહ નથી, પણ બંનેની કૃતાર્થતા જ છે.” “ગીતાધર્મમાં કુલ ૩૫ પ્રકરણો છે. ગીતામાં પ્રતિપાદેલા ૨૬ દૈવી ગુણો પૈકી યજ્ઞ, દાન અને તપ એ ત્રણ ગુણોને એક જ પ્રકરણમાં ચર્ચા છે અને શમ-દમ એ બે ગુણ પણ એક જ પ્રકરણમાં લીધા છે. બાકીના દરેક ગુણ પર સ્વતંત્ર પ્રકરણ હોવાથી દૈવી સંપને લગતાં પ્રકરણો થાય છે. વધારાનાં ૧૨ પ્રકરણો ગીતા સમગ્રને સમજવામાં સહાયક થઈ શકે એવા કેટલાક મુદ્દાઓને સ્પર્શી તેમ જ દૈવી ગુણ-સંપને આધારે રચાનાર સમાજના સ્વરૂપને સ્પષ્ટ કરવાના ખ્યાલથી લખાયેલાં છે. તે પ્રકરણોનો ક્રમ આ પ્રમાણે છે. : ૧. ગીતાનું લોકશાસ્ત્ર, ૨. અભય, ૩. સત્ત્વસંશુદ્ધિ, ૪. ધૃતિ, ૫. શમદમ, ૬. તેજ, ૭. યજ્ઞ, દાન અને તપ, ૮. ક્ષમા, ૯. માર્દવ, ૧૦. આર્જવ, ૧૧. અદ્રોહ, ૧૨. અપશુન, ૧૩. હી, ૧૪. શૌચ, ૧૫. અલોલુપત્વ, ૧૬. અચાપલ, Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩ર • પરિશીલન ૧૭. નાતિમાનિતા, ૧૮. અક્રોધ, ૧૯. જ્ઞાનયોગ-વ્યવસ્થિતિ, ૨૦. સ્વાધ્યાય, ૨૧. દયા, ૨૨. અહિંસા, ૨૩. સત્ય, ૨૪. શાંતિ, ૨૫. ચાતુર્વર્ય, ૨૬. ગીતામાં હિંસા કે અહિંસા? ૨૭. બ્રહ્મ એટલે શું ? ૨૮. કર્મવાદની પૂર્વપીઠિકા, ૨૯. બ્રહ્મચર્ય, ૩૦. જીવનયોગ, ૩૧. શિષ્ટ પ્રHI, ૩૨. થેવધારસ્તે, ૩૩. આશ્રમવ્યવસ્થા, ૩૪. ગીતામાંનું રૂપકાત્મક યુદ્ધ, ૩૫. ગીતાગ્રંથનું જીવંતપણું. સમાજને ધારણ કરનાર લેખે દૈવીસંપનું નિરૂપણ કરવા કાકા ઇચ્છે છે. તેથી તેમને સમાજની વ્યાખ્યા કરવાનું અને સાથે સાથે સમાજશાસ્ત્રની વિષયમર્યાદા નિરૂપવાનું પ્રાપ્ત થાય છે. માટે પ્રથમ પ્રકરણમાં તેમણે આ બધી બાબતો સ્પષ્ટ કરી છે અને ગીતાની દૃષ્ટિ તેમ જ આર્યપરંપરા ધ્યાનમાં રાખી ગીતાના સમાજશાસ્ત્રને લોકશાસ્ત્ર તરીકે ઓળખાવ્યું છે. આધુનિક સમાજશાસ્ત્રીઓની સમાજશાસ્ત્રવિષયક કલ્પના અને વિષયમર્યાદા બહુ જ વ્યાપક છે અને તેથી જ તે લોકશાસ્ત્રનો પર્યાય બની રહે છે. અભય એ મૂળે આધ્યાત્મિક ગુણ મનાતો આવ્યો છે. એનો આધાર અમરત્વની ભાવના છે. જિજીવિષા શબ્દનો વૈયક્તિક જીવનની તેમ જ હાર્દિક જીવનની ઈચ્છા પૂરતો સંકુચિત અર્થ રૂઢ થયેલો હોવાથી ભયની પરંપરા જન્મે છે અને સ્મૃતિકારોએ તથા નીતિવિદોએ પણ રાજતંત્ર, વર્ણવ્યવસ્થા આદિ બધાં જ તંત્રોને સુસંગઠિત રાખવાના. એક ઇલાજ તરીકે ભયનું સમર્થન કર્યું છે. ઊગતા પ્રજામાનસને ઘડવા, વિકસાવવા અને સુસંસ્કારી બનાવવાની જવાબદારી લેનાર કેળવણીકારો સુધ્ધાં ભયમૂલક તંત્રવ્યવસ્થાની હિમાયત કરતા આવ્યા છે. તેથી સહજ જ પ્રશ્ન થાય છે કે અભયમૂલક સમાજવ્યવસ્થાની હિમાયત કરનાર કાકાએ પરંપરાગત અને શાસ્ત્રસમર્થિત ભયમૂલક વ્યવસ્થાનો કાંઈ વિચાર અથવા ખુલાસો કર્યો છે કે નહિ? આનો ઉત્તર અભયની હિમાયત કરતાં બહુ સૂક્ષ્મ અને દીર્ઘદ્રષ્ટિ વાપરી સમાધાનકારક રીતે દાખલાદલીલ સાથે આપ્યો છે. એમાં એમના સ્મૃતિશાસ્ત્રવિષયક અભ્યાસ અને કેળવણીકારની શુદ્ધ દૃષ્ટિ એ બંને જોવા મળે છે. તેમના કહેવાનો નિષ્કર્ષ એટલો જ છે કે જે પોતે ભયભીત રહે તે સમાજ તો કદી ઉત્કર્ષ સાધી શકતો જ નથી, પણ જે બીજાને ભયભીત રાખવાની ગડમથલમાં જ પડેલ હોય તે સુધ્ધાં પોતાનો સ્થાયી અને સ્પૃહણીય ઉત્કર્ષ સાધી શકતો નથી, કેમ કે તેવા ઉત્કર્ષમાં ઉપયોગી થાય એવાં તેનાં શક્તિસાધનો ખોટી રીતે વપરાય અને ઘસાય છે. આ દૃષ્ટિથી ન ડરવા અને ન ડરાવવાની અભયનીતિ જ સમાજના વ્યાપક ઉત્કર્ષ માટે આવશ્યક છે. સત્વસંશુદ્ધિના પ્રકરણમાં સામાજિક સંગઠનના સાચા આધાર લેખે સત્ત્વસંશુદ્ધિનું જે વિવિધ દૃષ્ટિએ કાકાએ નિરૂપણ કર્યું છે તેમાં સામાજિક વિકાસનો સંક્ષિપ્ત ઇતિહાસ જ આવી જાય છે. હૃદયશુદ્ધિ એ જ સત્ત્વસંશુદ્ધિ છે. જેટલા પ્રમાણમાં તે હોય તેટલા Page #42 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મનું પરિશીલન • ૩૩ પ્રમાણમાં જ સામાજિક સંગઠન ટકી શકે છે એવું યથાર્થ વિધાન કર્યા પછી પરશુરામ, વસિષ્ઠ, વિશ્વામિત્ર, રામચંદ્ર, શિવાજી આદિના પૌરાણિક અને ઐતિહાસિક દાખલાઓ ટાંકી કાકાએ ઠીક જ કહ્યું છે કેઃ શિવાજીએ હિંદુ સંગઠન કર્યું તેથી આજે આપણે જો તેટલું જ કરવા નીકળીએ તો તે કાળાનુકૂળ નહિ થાય. વ્યક્તિ અને સમાજના અગર તો વ્યષ્ટિ અને સમષ્ટિના હિતવિરોધો ટાળવા માટે છેલ્લાં બસો-ત્રણસો વર્ષોમાં સમાજશાસ્ત્રીઓએ જે ઉપાયો વિચાર્યા છે તે બધા કરતાં સત્ત્વસંશુદ્ધિનો ઉપાય કેટલો કારગત નીવડી શકે એ મુદ્દો બહુ જ હૃદયંગમ રીતે રજૂ કરાયો છે. સત્ત્વસંશુદ્ધિ દ્વારા કુટુંબસંસ્થાનો આંતરિક અને વ્યાપક સુધાર કરવા ઉપર ભાર આપવાને બદલે કુટુંબસંસ્થામાં તડ પાડતી સંન્યાસ અને શ્રમણ-સંસ્થાઓ મોટા પાયા ઉપર રચાઈ. તેને પરિણામે એ સંન્યાસ અને શ્રમણ-સંસ્થાઓના અને મૂળભૂત કુટુંબસંસ્થાના શા હાલહવાલ થયા તેનું હુબહુ ઐતિહાસિક ચિત્ર કાકાએ આલેખ્યું છે. તેમણે મોક્ષની વ્યાખ્યા આપી છે તે શાસ્ત્રીય હોવા ઉપરાંત વિશેષ બુદ્ધિગ્રાહ્ય અને સર્વોપયોગી છે. તેઓ જણાવે છે કે: “પરિપુના બંધનમાંથી કાયમનો છુટકારો મેળવવો એ જ મોક્ષનો અર્થ છે. તદ્દન મટી જવું અને કોઈ રીતે શેષ ન રહેવું એવો મોક્ષનો અર્થ નથી. મોક્ષ પણ એક સાધન જ છે. તેનું અંતિમ સાધ્ય છે વિશ્વાત્મકય. એ જ લોકજીવનનો પરમ અને ચરમ આદર્શ છે.” ધૃતિના પ્રકરણમાં વ્યવહારુ અને વૈજ્ઞાનિક દાખલા વડે જ્યારે કાકા ધૃતિનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે ત્યારે તે ગમે તેવા નબળાબળાને સુધ્ધાં ધૃતિનો આશ્રય લેવાની ભૂખ જગાડે છે. નાસભાગ કરતાં સૈન્યમાં જો સેનાપતિ સાચી વૃતિવાળો હોય તો તે તેમાં પાછી કાર્યકારી એકતા સ્થાપે છે. મનુષ્યતર પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચે જે મૌલિક અંતર છે તે દર્શાવવા સાથે માણસને નવા નવા પ્રયોગો કરવામાં ધૃતિ જ ટકાવી શકે એ વિધાન કરે છે ત્યારે કાકા માણસજાતિના વિકાસનું રહસ્ય સ્પષ્ટ કરે છે. એકલા જ પુરુષાર્થ કરવો એટલે બીજાને હાથા બનાવી માત્ર પોતે જ આગેવાની લેવી એવી મધ્યકાલીન એકાંગી નીતિ અને સંઘની આગેવાની ન લેવી એવી બીજી એકાંગી નીતિ એ બંનેનું નિઃસારપણું તેમણે મનોરંજક રીતે દર્શાવ્યું છે. બીજી નીતિના નિઃસારપણા માટે શ્રી રવીન્દ્રનાથ ઠાકુરે આપેલો દાખલો તેમણે નોંધ્યો છે કે ગામના હિતાર્થે આગેવાન થઈ કૂવો બાંધનાર ફાળો ઉઘરાવવા નીકળ્યો ત્યારે તેને લોકો કહે છે, કૂવાનું પુણ્ય તને, પૈસા અમારા ? શમ-દમના નિરૂપણમાં તેનું સામાજિક દૃષ્ટિએ જે સ્વરૂપ આલેખ્યું છે તે શાસ્ત્રોક્ત વ્યાખ્યાનો આવશ્યક વિસ્તાર છે. તેમણે કહ્યું છે કે આપણા દેહગત જીવનના કરતાં આપણું સમાજગત જીવન જ વ્યાપક, દીર્ઘકાલીન તેમ જ અર્થપૂર્ણ હોય છે અને તેથી આપણી દેહગત વાસનાઓને રોકીને આપણું સામાજિક જીવન શુદ્ધ અને નિષ્પાપ કરવું Page #43 -------------------------------------------------------------------------- ________________ જ છે પરિશીલન એ આવશ્યક હોય છે. દેહગત વાસનાઓને કાબુમાં લઈ રોકવાને માટે જે આત્મિક શક્તિનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને જ શમ-દમ નામ આપેલું છે. શમ અને દમ બંનેમાંથી પહેલાં શેના ઉપર ભાર આપવો એનો ખુલાસો પણ સ્વાભાવિક જ છે: બાહ્ય ટેવો બદલવાથી સ્વભાવ આપોઆપ બદલાય છે એ સાચું અને એ વાત પણ ખરી છે કે સ્વભાવમાં ફેરફાર થવાથી ટેવોને નવું વલણ મળ્યા વિના રહેતું નથી. એટલે સાધકોએ અને સમાજના આગેવાનોએ બંને બાજુથી શરૂઆત કરવી જોઈએ.’ છઠ્ઠા પ્રકરણમાં તેજની વિશદ ચર્ચા કર્યા પછી કાકાએ સાતમા પ્રકરણમાં યજ્ઞ, દાન અને તપ એ ત્રણ ગુણોની એકસાથે મીમાંસા કરી છે. આપણે બધા જ તપનો રૂઢ અર્થ જાણીએ છીએ. ભારતમાં તપના જેટલા પ્રયોગો થયા છે અને જેટલા કાળથી તેનાં વિવિધ સ્વરૂપો ખીલતાં ખીલતાં છેવટે તે બહુરૂપી બન્યું છે તેનો ઇતિહાસ ભારતીય વાડુમયમાં અને બધી ભારતીય ધર્મપરંપરાઓમાં જીવિત છે. એક રીતે ભારતને તપોભૂમિ કહી શકાય. કઠણમાં કઠણ તપથી માંડી સહેલામાં સહેલા અને વધારેમાં વધારે સગવડકારક તપોની સૃષ્ટિ ભારતીય જીવનમાં વ્યાપેલી છે, તેમ છતાં અનેક બાબતોમાં ભારતીય સમાજની પામરતા જાણીતી છે. આનું મૂળ કારણ પકડી કાકાએ તપનો અર્થ એવી રીતે વિસ્તાર્યો છે કે તે તેના બાહ્ય બહુરૂપીપણાને સજીવ બનાવી શકે. તપની વ્યાપક વ્યાખ્યા હરકોઈ વાચકના ધ્યાનમાં સહેલાઈથી ઊતરી શકે તે માટે તેમણે પોતાના પૌરાણિક જ્ઞાનસંગ્રહમાંથી ગંગાને હિમાલયથી નીચે આણનાર જહુનુનો દાખલો બહુ જ આકર્ષક રીતે યંકયો છે અને બીજા પણ દાખલા સૂચવ્યા છે. વિચારના વિકાસ સાથે જ આચારનો વિકાસ થાય છે. બંનેનો સંવાદી વિકાસ એ જ સામાજિક સંસ્કૃતિનો વિકાસ. જેમ જેમ સંસ્કૃતિ વિકસતી જાય તેમ તેમ પ્રાચીન શબ્દોમાં નવા અર્થના સ્તરો ઉમેરાતા જ જવાના. યજ્ઞ શબ્દ પ્રાચીન ટંકશાળમાં તૈયાર થયો; ત્યાર બાદ કલ્પી ન શકાય એટલા તેના અર્થો ખીલતા અને સમાજમાં રૂઢ પણ થતા ગયા છે. કાકાએ એના અર્થવિકાસનો ઇતિહાસ ધ્યાનમાં રાખી સામાજિક મોક્ષને સિદ્ધ કરી શકે એવો તેનો સ્થિર અર્થ સરળ શબ્દોમાં કર્યો છે. એ અર્થ સહેલાઈથી સમજી શકાય અને સામાજિક પ્રવૃત્તિમાં તેનો અમલ કરવાનું બળ મળે તે હેતુથી તેમણે પોતાના હિમાલયનો પ્રવાસ'માંથી સાર્વજનિક વાસણ માંજવાનાં પરિણામ અને શૌચક્રિયા વખતે પ્રથમથી નહિ, પણ પછી ઉપર માટી નાખવાના લાભ સૂચવતા બે દાખલાઓ ટાંક્યા છે. આ દાખલા સામાન્ય જેવા લાગવા છતાં તેનું પ્રેરક બળ અસાધારણ છે. તપ અને યજ્ઞ વચ્ચેનું તારતમ્ય પણ તેમણે એક સુંદર દાખલાથી સમજાવ્યું છે. “કૂવામાંનું પાણી હાથથી પંપ ચલાવીને ઉપલા માળ ઉપરની ટાંકીમાં લઈ જવું એ થયું ત૫. ઉપર આવેલી યંકીની સગવડને લીધે ઘરમાં જ્યાં જોઈએ ત્યાં અને જોઈએ તેટલું પાણી વાપરવું અને ફુવારાઓ ઉડાડવા એ ભોગ થયો. આમ ઉપરથી Page #44 -------------------------------------------------------------------------- ________________ “ગીતાધર્મ'નું પરિશીલન ૦ ૩૫ નીચે આવેલા પાણીને ફરીથી શુદ્ધ કરી તેને પાછું પંપ વડે ટાંકી સુધી ચઢાવવું અથવા પહોંચાડવું એ થયો યજ્ઞ.’ સામાન્ય રીતે દાન અને ત્યાગ એ બંને શબ્દો પર્યાય ગણાય છે, પણ એ બેમાં સૂક્ષ્મ અંતર શું છે તે કાકાએ દર્શાવ્યું છે અને બંનેની વેધક ચર્ચા કરી છે. અમૈશનનું સામાજિક મૂલ્યાંકન કરતી વખતે કાકાએ પૈશુન્ય એટલે શું તેની ચર્ચા કરી છે. તેમાં જે ચામડી વિનાના શરીર સાથે માણસોના આંતરિક આળી વૃત્તિવાળા મનની સરખામણી કરી છે તે કાકાનું ઉપમાકૌશલ દર્શાવવા ઉપરાંત ભારે સૂચક છે. પિશુન માણસને શાસ્ત્રમાં મવિધૂ કહ્યો છે. મવિ’ શબ્દનો ખરો ભાવ આ ઉપમા દ્વારા વ્યક્ત થયો છે. ગુરુશિષ્યના સંબંધની જે વિગતથી માહિતી આપી છે તે જાતઅનુભવી હોય તેવી અસંદિગ્ધ છે. કેળવણી ગુલામો સર્જવા કે માણસયંત્ર નિર્માણ કરવા નથી એ તેમનું કથન કેળવણીશાસ્ત્રનું મહત્ રહસ્ય છે અને તે સાચા કેળવણીકારના અનુભવમાંથી આપમેળે સરેલું હોય તેવું છે. અંતેવાસી, છાત્ર જેવા જે શબ્દો વિદ્યાર્થી માટે પ્રસિદ્ધ છે તે કયા વાતાવરણમાંથી, કઈ ભાવનામાંથી અને કયા હેતુથી યોજાયા છે તેનું સ્પષ્ટીકરણ આ ચર્ચામાં છે. વધારેમાં વધારે જ્યાં નિકટનો સંબંધ હોય ત્યાં જ ગુણ કે દોષ જાણવા-પકડવાની તક હોય છે. આવી તક બીજા કોઈ પણ સંબંધ કરતાં ગુરુશિષ્યના સંબંધમાં વધારે પ્રમાણમાં હોય છે; એટલે ગુરુ પોતે શિષ્યને દોષાવા૨ક અર્થમાં છાત્ર સમજે અને કહે તો તે યુક્ત જ ગણાય. આ વસ્તુ તૈત્તિરીય ઉપનિષદમાં, જ્યાં ગુરુ વિદ્યાર્થીને સમાવર્તન વખતે શિક્ષા આપે છે ત્યાં, કહેવાઈ પણ છે. ગુરુ કહે છે : “અમારાં સુચરિત ગ્રહણ કરજે, અન્ય નહિ.' આ કેવું નગ્ન સત્ય છે ! કોઈ નોકર માલિકને છોડી જાય કે ક-મને વિદાય લેતો હોય ત્યારે જો તે નોકર ખરેખર પરિચારક અને પારિપાર્થિક હોય તો માલિક તેને વિદાય આપતી વખતે શું એવું જ ન કહે ? એક કે બીજે કા૨ણે બે મિત્રો વચ્ચે અંતર ઊભું થતાં તેઓ પરસ્પર છૂટા પડે ત્યારે બંને એકબીજા પાસેથી શી આશા રાખે ? સામાન્ય રીતે જીવનવ્યવહારના દરેક પ્રદેશમાં માણસના મનમાં એવો ડર રહે છે કે, રખે મારી વાત આ ભાઈ પ્રગટ કરી દે. ઘણાં માણસોનું બળ કે પરાક્રમ એ જ હોય છે કે તેઓ સામાના દોષને પ્રગટ કરી દેવાની ધમકી આપ્યા કરે છે. એટલે પૈશુનવૃત્તિ એ ખરી રીતે સમાજનો સડો છે. દોષકથન એ જાતે દુષ્ટ નથી, પણ એની પાછળ કેવી વૃત્તિ રહેલી છે તે જ જોવાનું હોય છે. જો સવૃત્તિમૂલક દોષકથન હોય તો તે પૈશનમાં ન આવે. એવી સ્થિતિમાં એ કથન પરોક્ષ સ્થિતિમાં થાય પણ નહિ. સુવર્ણ નિયમ એ છે કે જે મોઢે કહી શકાય તેથી જરા પણ વધારે પીઠ પાછળ ન કહેવાય તો સમજવું કે એમાં પૈશુન નથી – જો આ વખતે તેમાં આવેશ ન હોય તો. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૬ • પરિશીલન બેશક, સમાજ-સુવ્યવસ્થાનો પાયો અપશુન છે. સ્ત્રીઓ કૂથલીશૂર છે એમ કહેવાય છે; પણ કૂથલી તો એવી વ્યાપક છે કે તે સાધુ, વિદ્વાન, અધ્યાપક આદિ બધાને વળગી છે અને જો એ જ સ્ત્રીત્વની વ્યાખ્યા હોય તો પછી પુરુષને શોધવાની જ મહેનત લેવી પડશે ! બૌદ્ધ અભિધર્મમાં “હિરી” અને “તપએ બેને શોભન ગુણોમાં ગણાવ્યા છે. કોઈ જુએ છે કે નહિ તેનો કશો પણ વિચાર કર્યા વિના આપમેળે જ અકૃત્ય વિચાર અને વર્તનથી દૂર રહેવાની સ્વયંભૂ વૃત્તિને જ હિરી' અને બીજાથી શરમાઈ અકૃત્ય કરતાં અટકવું તેને “ઓતપ' કહેલ છે. અમરકોશમાં ફ્રી અને અપત્રપા’ શબ્દો છે તે જ પાલિમાં ‘હિરી’ અને ‘ઓતપ' છે. અમરકોશમાં પણ લ્હી અને અપત્રપાનો અર્થ ઉપર પ્રમાણે જ કરેલ છે. આચારાંગ જેવા પ્રાચીન પ્રાકૃત ગ્રંથમાં “લજ્જુ શબ્દ છે, તે સ્વતઃ લજ્જા અર્થમાં જ વપરાયેલો છે. કાકાએ લ્હીની ચર્ચા કરતાં લાજ, આબરૂ શબ્દનો પ્રયોગ કર્યો છે તે અનુક્રમે હી અને અપત્રપાના ભાવામાં જ કરેલ છે. લાજ, આબરૂને કાકાએ સમાજની આખરી મૂડી કહી છે તે તદ્દન યથાર્થ છે. જો સમાજ પાસે આ આખરી મૂડી ન હોય કે ઓછી હોય તો તે સુવ્યવસ્થિત રીતે જીવન ગાળી જ ન શકે. જોકે ગુણવત્તાની દૃષ્ટિએ અત્રિપાના કરતાં હીનું સ્થાન ચડિયાતું છે, છતાં સામાજિક વ્યવહાર મોટે ભાગે અપત્રપાના આધારે જ નભે છે. કાકાએ શૌચનો અનેક દૃષ્ટિએ ઊહાપોહ કર્યો છે. વ્યક્તિગત શૌચ એ એક વસ્તુ છે અને સામાજિક શૌચ એ બીજી વસ્તુ છે. એ બે વચ્ચેનું તારતમ્ય તેઓ ખૂબ દાખલાદલીલથી બતાવે છે; તેથી પણ આગળ વધી તેઓએ શારીરિક અને માનસિક શૌચનું સામાજિક જીવનમાં જે સ્થાન છે અને જે હોવું જોઈએ તે બહુ જ વિગતથી સમજાવ્યું છે. મને ગમે ત્યાં ભમે તો શરીર કાબૂમાં હોય એટલે બસ છે એવું વલણ ધરાવનારને સચોટ જવાબ આપતાં કાકાએ ઠીક જ કહ્યું છે કે: “એકાદ ઘરમાં ખૂબ ગંદકી છુપાવી રાખી હોય. તે કોઈની નજરે ન પડવા દઈએ તોપણ તેમાંથી રોગનો ફેલાવો થવાનો જ. આ વાત જેટલી સાચી છે તેટલું જ એ પણ સાચું છે કે કોઈક એક જણની ચિત્તવૃત્તિ માલિન હોય તો આખા સમાજ પર તે પોતાનો પ્રભાવ પાડ્યા વિના રહેશે નહિ. એથી ઊલટું, એકાદ જણની ચિત્તવૃત્તિ પવિત્ર, ઉદાત્ત અને આર્ય હશે તો તેની અસર પણ સમાજ પર પહોંચવાની જ' કાકાએ માનસિક શૌચનું પ્રધાનપણું બતાવતાં દેહાપત્ય અને વિચારાપત્ય એવા બે પ્રકારનાં અપત્યો વચ્ચેનું અંતર બતાવ્યું છે, તે તેમના વક્તવ્યને સચોટપણે રજૂ કરે છે. આમ તો શૌચ સર્વત્ર સંભળાય અને ગવાય છે, પણ એનું સામાજિક મૂલ્ય કેટલું છે તેનો વિચાર વ્યાપકરૂપે હજી સાર્વત્રિક થયો નથી. તેથી ગીતાને આધારે થયેલો આ વિચાર બહુ ઉપયોગી થઈ પડે તેવો છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મનું પરિશીલન • ૩૭ અલોલુપતાની ચર્ચામાં કાકાએ પ્રથમ અનુભવમાં આવતી અનેકવિધ લોલુપતાનો નિર્દેશ કર્યો છે. અધિકાર કે સ્વાર્થલોલુપતા, સ્વાદલોલુપતા, કામલોલુપતા, એ બધી લોલુપતાઓ કેવી કેવી રીતે બાધક નીવડે છે એ સઘળું તેમણે સામાજિક વ્યવહાર, રાજકારણ અને આહારવિધિમાંથી દાખલાઓ ચૂંટી તદ્દન દીવા જેવું સ્પષ્ટ કર્યું છે. જે લોકો ઉન્માદક વાતાવરણ વચ્ચે રહીને અલોલુપતા સાધવાની હિમાયત કરે છે તેમને કાકાએ અકાટ્ય ઉત્તર આપતાં કહ્યું છે કે છેવટે એવી હિમાયત વામાચાર ભણી જ વાળે. વળી, જેઓ નિર્મળતાના આદર્શની ખાતર સ્ત્રીઓને પડદામાં રાખવાની અને પુરુષોએ પૂતળી સુધ્ધાં ન જોવાની હિમાયત કરે છે તેમનો એકાંત પણ બ્રહ્મચર્યના આદર્શ માટે પોચો જ છે એ પણ કાકાએ યથાર્થ રીતે દર્શાવ્યું છે અને અલોલુપતા વૈયક્તિક કે સામાજિક આરોગ્યમાં કેવું અગત્યનું સ્થાન ભોગવે છે તે સ્થાપિત કર્યું છે. નાતિમાનિતાની ચર્ચામાં અમાનિત્વનો પણ વિચાર કર્યો છે. એનો અર્થ માન ન કરવું એટલો જ સીધી રીતે થાય છે; જ્યારે નાતિમાનિતાનો અર્થ અતિમાન નહિ, પણ આવશ્યક માન રાખવું જ જોઈએ એવો થાય છે. એક બાજુથી માન ન રાખવાનું કહેવું અને બીજી બાજુથી આવશ્યક માનને સગુણ કહેવો એ બે વચ્ચે દેખીતો વિરોધ છે, પણ એનો ખુલાસો કાકાએ ઠીક ઠીક કર્યો છે. માન ન કરવું એટલે પોતે જે જાણ્યું હોય કે જાણતો હોય તેને જ સંપૂર્ણ માની બીજાના અનુભવને ન અવગણવો. આવી અવગણના જ બધી તકરારનું મૂળ બને છે, પણ આ ચર્ચા કરતાં કાકાએ જે ઉપમા વાપરી છે તે તેમનામાં રમતો કાલિદાસ અને હેમચંદ્રનો આત્મા સૂચવે છે. તદ્દન વ્યવહારુ જીવનમાંથી કેવી સરસ ઉપમા પકડી છે, જે સાંભળતાં જ ચિત્તને ચોંટી જાય છે. અનુભવની માટીમાંથી જ્ઞાનની મૂર્તિ ઘડતી વખતે તે સુકાઈને તરત જ કડક ન બની જાય તેની ખબરદારી માણસે રાખવી જોઈએ. અમાનિત્વનું પાણી વારેવારે છાંટીને ચીકણી માટીને જો નરમ રાખીએ તો જ જ્ઞાનની મૂર્તિનો ઘાટ સુધરતો રહે અને તેનું ઘડતર વધારે ને વધારે સર્વાગ સુંદર કહી શકાય.’ નાતિમાનિતાના બે અર્થો કર્યા છે, તે જીવનના અનુભવમાંથી લીધા છે અને બરાબર સમાજદૃષ્ટિએ ઘટાવ્યા છે. સેવક સામાજિક કલ્યાણ અર્થે કાંઈ પણ કરે ત્યારે સેવકરૂપ હાથાએ એમ ન વિચારવું જોઈએ કે સેવ્ય-સમાજરૂપ ઘંટીએ જ હાથાની આસપાસ, હાથાની મરજી મુજબ, ફરવું ને હાથાએ પોતે સ્થિર રહેવું. એમ સેવક વિચારે તો એના ઉપર અતિમાનિતાનો ભાર એટલો બધો વધે કે છેવટે સમાજની ઘંટી ચાલે જ નહિ અને સેવા પણ થઈ ન શકે. અહીં હાથો અને ઘંટીનું દૃષ્યત કેટલું સચોટ છે ! બીજા અર્થમાં પરિસ્થિતિ ગમે તેવી પ્રતિકૂળ હોય, અર્થાત્ તેના ઉપર કાબૂ જમાવી શકાય એવું ન પણ હોય, ત્યારે પુરુષાર્થ નકામો હણી ન નાખવાની સૂચના છે. સિદ્ધાંત Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ૦ પરિશીલન કાયમ રાખી પરિસ્થિતિ પ્રમાણે માંડવાળ કરવાની વૃત્તિ એ જ નાતિમાનિતા છે. સેવા કરતાં જે ડગલે ને પગલે માનસિક આડખીલીઓ આવે છે ને મૂળ ધ્યેયને જ વણસાડે છે તે અનુભવમાંથી આ અર્થો સ્ફય છે. દયાનો મૂળ આધાર પ્રેમતત્ત્વ છે. મનુષ્ય-મનુષ્યતર દરેક પ્રાણીમાં પ્રેમતત્ત્વ જ જીવન સાથે ઓતપ્રોત છે, અથવા એમ કહો કે પ્રેમ અને જીવન એ બંને શબ્દો પર્યાય માત્ર છે. પ્રેમ કરવો અને ઝીલવો, તેને વિકસાવવો અને વિસ્તારવો એ જ જીવનની પ્રક્રિયા છે. બીજા પ્રત્યે પ્રેમ દર્શાવ્યા સિવાય અગર તો બીજાનો પ્રેમ ઝીલ્યા સિવાય કોઈ પણ નાનું કે મોટું પ્રાણી જીવી શકે નહિ. એ વિના એને જીવન કંટાળાભરેલું જ લાગે અને જીવન જલદી છોડી દેવું એવો ભાવ જ જન્મે. આ ઉપરાંત, દરેક જીવધારી પોતાના પ્રેમનો વિસ્તાર પણ કરવા મથે છે અને ખરી રીતે એના વિસ્તારમાં જ એનું આખું જીવન પૂરું થઈ જાય છે. જડ અને ચેતન એ બે વચ્ચેનો ભેદ દર્શાવવો હોય તો પ્રેમના નાસ્તિત્વ અને અસ્તિત્વથી જ દર્શાવી શકાય. જો આમ છે, અને છે પણ એમ જ, તો ઠર્યું એમ કે ચેતનાનો વિસ્તાર કરવો એ જ પ્રેમ છે. બીજા પ્રત્યે વહાલ દર્શાવવું અને બીજાનું વહાલ મેળવવું એ જ પ્રિય શબ્દ ઉપરથી બનેલ પ્રેમ શબ્દનો ફલિતાર્થ છે. જો ચેતનતત્ત્વને જ બ્રહ્મ, ઈશ્વર કે આત્મા કહીએ તો ઠર્યું એમ કે પ્રેમ એ જ આત્મા છે અને એ પણ કહ્યું કે આવો આત્મા સૂક્ષ્મ, સ્થૂળ સર્વ પ્રકારનાં પ્રાણીઓમાં મોજૂદ છે. તો પછી એમ ન કહી શકાય કે આત્મા માત્ર મનુષ્યમાં વસે છે. આ જાતનો વિચાર કાકાએ મૂક્યો છે તે તત્ત્વજ્ઞાન અને વ્યવહારની દૃષ્ટિએ તદ્દન બુદ્ધિગમ્ય છે. જો પ્રેમ એ સહજ અને જીવનનું મૌલિક ઉપાદાન હોય તો એમ કેમ બને છે કે એક જણ બીજા પ્રત્યે ઘણી વાર વગર કારણે પણ અણગમો દર્શાવે છે; એને પજવવા, શોષવા જેવી અપ્રિય પ્રવૃત્તિમાં રસ લે છે? આ પ્રશ્નનો ઉત્તર આપણને જીવનનાં જુદાં જુદાં પાસાં તપાસવા તેમ જ તેનાં બળાબળનું તોલન કરવા પ્રેરે છે. દરેક પ્રાણીમાં બુદ્ધિ અને સમજણનો વિકાસ એકસરખો નથી હોતો અને એ જ કારણે રોષ, દ્વેષ, અદેખાઈ કે વધારે પડતું શોષણ કર્યા વિના જ પોતાનું જીવન કેમ ગોઠવી શકાય તે કળા સૌમાં એકસરખી સિદ્ધ થઈ નથી, એટલે પ્રેમ ચાહનાર અને પ્રેમ કરનાર માણસ જેવું વિકસિત પ્રાણી પણ પોતાના સમાજમાં અને માનવેતર જગતમાં પોતાનું નિરુપદ્રવી સ્થાન – જીવવું અને જીવવા દેવું – સિદ્ધ કરી શકયું નથી, પણ સાથે સાથે આપણે જોઈએ છીએ કે માનવસમાજમાં કાળે કાળે વ્યક્તિઓ પેદા થઈ છે અને થાય છે કે જે પોતાની સાચી સમજણ અને જીવનકળાની વિશિષ્ટ સાધના દ્વારા આખા જગત પ્રત્યે એકસરખો પ્રેમ વ્યક્ત કરી ગઈ છે અને વ્યક્ત કરતી અત્યારે પણ જોવામાં આવે છે. જે વસ્તુ વિરલ વ્યક્તિઓમાં દેખાય તે અન્યમાં ન જ સંભવે એવા દષ્ટિકોણથી Page #48 -------------------------------------------------------------------------- ________________ “ગીતાધર્મ'નું પરિશીલન ૦ ૩૯ જીવનવ્યવહાર ઘડવો તે કરતાં એ વસ્તુ પ્રયત્નથી બધામાંય સાધ્ય થઈ શકે છે એવી સમજણને આધારે જીવનવ્યવહાર કેળવવો એ સૌને માટે કેટલું સારું છે ! વળી, એમ પણ નથી કે પ્રયત્નથી સમાજમાં જીવવું અને જીવવા દેવું'ની ભાવના વધારે વિકસાવી કે સ્થિર કરી શકાતી નથી. જે વ્યક્તિ એક વાર ઘણા પ્રત્યે ઉપદ્રવકારી વ્યવહા૨ ક૨તી હોય છે તે જ વ્યક્તિ સાચી સમજણ પ્રગટતાં તેથીયે વધારે પ્રતિ નિરુપદ્રવ જીવનવ્યવહાર કેળવે છે તેવું આપણે આપણા જ જીવનમાં જોઈએ છીએ. પ્રેમતત્ત્વના વિકાસ અને વિસ્તારમાં બાધા નાંખે એવી વૃત્તિઓ પણ જીવનમાં પડેલી છે. સ્વાર્થ, ક્રોધ આદિ ઘણી વાર પ્રેમતત્ત્વને વિકસાવવામાં આડે આવે છે; પણ બારીકીથી જોઈશું તો એ લોભ અને ક્રોધ જેવી વિરોધી વૃત્તિઓના મૂળમાં પણ વસ્તુતઃ પ્રેમનો અંશ પડેલો હોય છે. એક વસ્તુ પ્રત્યે પ્રેમ થયો એટલે તેને વધારે પડતી ત્વરાથી સિદ્ધ કરવાની ઉતાવળમાં તેની આડે આવતાં તત્ત્વો પ્રત્યે આપણે છેડાઈ જઈએ છીએ. આવે વખતે ધીરજ અને સમજણ કેળવવામાં આવે તો એક વસ્તુ પ્રત્યે ચોંટેલ પ્રેમનો આવેગ વિરોધી દેખાતાં તત્ત્વો પ્રત્યે ક્રોધ કે આવેશનું રૂપ ધારણ ન કરતાં પ્રેમરૂપમાં કે સમત્વમાં જ બદલાઈ જાય. ઋષિઓએ અને સાધકોએ આ કળા જીવનમાં પણ દર્શાવેલી છે. વળી, બીજી રીતે જોઈએ તો, પ્રેમતત્ત્વ એ સત્ય, શિવ અને સુંદર છે. જેની પૂરી કસોટી ન થાય, જેને મૂળથી ઊખડી જવાનો અસત્ થઈ જવાનો – પ્રસંગ ન આવે, જેમાં વિકૃતિ થવાની વેળા ન આવે અને જેનું ડહોળાણ કરનાર પ્રસંગો જ ન આવે અને આ બધું આવે ત્યારે જે પોતાનું સત્ય, શિવ, સુંદર સ્વરૂપ પ્રગટ કરી ન શકે, સાચવી ન શકે, વધારી ન શકે તે વસ્તુ સત્ય, શિવ, સુંદર છે એમ કહી જ ન શકાય. ગમે તેવા ઝંઝાવાત વચ્ચે પણ જે પોતાનું મૂળ સ્વરૂપ અખંડિત રાખી શકે, વિકસાવી ને વિસ્તારી શકે તે જ સત્ય, શિવ અને સુંદર છે. આ દૃષ્ટિએ જોતાં લોભ, ક્રોધ જેવી વૃત્તિઓની સખત કસોટીમાંથી ક્ષેમંકર રીતે પસાર થવામાં જ પ્રેમનું પ્રેમતત્વ છે અને એમાં જ સામાજિક જીવનની ચરમ સીમા છે. ન બુદ્ધ, મહાવીર, ક્રાઇસ્ટ કે ગાંધીજી જેવાનાં સંવેદનો જોતાં ચોખ્ખો અનુભવ થાય કે એમણે એવી આકરી કસોટીમાંથી જ પોતાના પ્રેમતત્ત્વનો વિકાસ ને વિસ્તાર કર્યો છે. કાકાએ દયાની ચર્ચામાં અનેક દૃષ્ટિબિંદુથી મહત્ત્વનો વિચાર કર્યો છે. બહુ વિચાર કરતાં એમ લાગે છે દયાના મૂલાધાર પ્રેમતત્ત્વમાં જ બાકીના બધા સદ્ગુણોનો સમાવેશ થઈ જાય છે; અથવા એમ કહો કે બીજા સદ્ગુણો એ પ્રેમબીજના અંકુરો, પલ્લવો અને પત્રો જેવા છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ૦ પરિશીલન અહિંસાની ચર્ચા એટલી બધી વ્યાપક અને સર્વાંગીણ તેમ જ હૃદયસ્પર્શી છે કે તેમાં કાંઈ ઉમેરવું એ મિથ્યા ડહાપણ જેવું છે. એને હૃદયંગમ કરવામાં જ એનું ખરું મૂલ્યાંકન છે એમ તો આ ચર્ચામાંથી પ્રત્યેક વસ્તુ મનને પકડી લે છે, છતાં કેટલીક ઉપમાઓ અને દાખલા સામાન્ય છતાં અસાધારણ રીતે મનને જીતનારાં છે. બ્રહ્મ એટલે આત્મા કે એવું કંઈ ફૂટસ્થ અથવા અપરિણામી તત્ત્વ મનાય છે. એ તત્ત્વ મૂળમાં ગમે તેવું હોય છતાં એનો જીવનગત અને અનુભવસિદ્ધ અર્થ અહિંસા જ છે. હું સર્વત્ર અને સૌમાં છું અને સૌ મારામાં છે અગર તો બધાં સમાન છીએ એ ભાવના કે ધારણા વિના અહિંસા કદી યથાર્થ સિદ્ધ થતી જ નથી. એવી ભાવના વસ્તુતઃ જીવે છે કે મરવાને વાંકે જીવે છે, એની પરીક્ષા અહિંસાની કસોટીથી જ થઈ શકે છે. અહિંસાના આચાર વિનાનો બ્રહ્મવિચાર કે આત્મવિચાર એ માત્ર શુષ્કવાદ છે. તેથી અહિંસા, બ્રહ્મ અને આત્મા એ બધા પર્યાય એટલે સમાનાર્થ શબ્દો છે. આથી આપણે જોઈએ છીએ કે આચારાંગમાં સમગ્રપણે અહિંસાની સાધના ઉપર ભાર દેવાયો છે અને તે જ સાધનાને બ્રહ્મચર્ય કહેલ છે. દયા અને અહિંસા બંનેનો મૂળ આધાર અગર પ્રેમ જ છે તો ગીતામાં એ બંને ગુણો જુદા કેમ નિર્દેશ્યા ? એ પ્રશ્નનો ઉત્તર કાકાએ જાણીને જ આપ્યો ન હોય એમ લાગે છે – એમ સમજીને કે એ વસ્તુ બહુ ચોખ્ખી છે. કોઈનું સુખ કે જીવન ન હરવું એ પ્રેમની નિષેધ બાજુ અહિંસા છે, જ્યારે દયા એ તેની ભાવાત્મક બાજુ છે. બીજાના દુઃખમાં ભાગીદાર થવું કે પોતાના સુખમાં બીજાને ભાગીદાર બનાવવા કાંઈ કરી છૂટવું એ દયા છે. એક જ સિક્કાની બે બાજુ છે. સાચી અહિંસામાં દયા અને સાચી દયામાં અહિંસા ન સમાય એમ બને જ નહિ; પણ વ્યવહારમાં ફોડ પાડવો જરૂરી હોવાથી ગીતાકારની પેઠે કાકાએ પ્રેમની તે બંને બાજુનું આચારપક્વ વિચાર દ્વારા સમાજદૃષ્ટિએ નોખું નોખું નિરૂપણ કર્યું છે. કાકાએ ગીતામાં હિંસા કે અહિંસા ?” એ મથાળા નીચે એક સ્વતંત્ર પ્રકરણ લખ્યું છે. તેમાં પોતે પ્રથમ હિંસાની તરફેણ કરનાર હતા અને પછી ક્રમેક્રમે અહિંસાના ત૨દા૨ અને સમર્થક કેમ થયા એનો ૧૯૦૪થી આગળનો પરિવર્તન-ક્રમ દર્શાવ્યો છે તે કાંઈ સાધારણ મહત્ત્વનો નથી. ગીતામાં હિંસાનું વિધાન છે એવો સંસ્કાર મોટે ભાગે આપણા બધામાં એક અથવા બીજી રીતે પડેલો છે; પણ એ સંસ્કારનું શ્રવણમનન દ્વારા સંશોધન કરવું અને એક ચોક્કસ નિર્ણય ૫૨ પહોંચવું એ કામ સૌને માટે સ૨ળ નથી. કાંઈ નિર્ણય બાંધ્યો તોયે તે આચરણની કસોટીએ કસાયેલો જ હોય એવું તો ભાગ્યે જ હોય છે. કાકાનો નિર્ણય માત્ર દલીલમૂલક કે બુદ્ધિવાદમૂલક નથી. એમણે આચરણનાં વિવિધ ક્ષેત્રોમાં હિંસાવિરુદ્ધ અહિંસાવૃત્તિનો પ્રયોગ કરી અહિંસાશક્તિનો કાંઈક પણ અનુભવ કર્યો છે અને તેથી જ એમની અહિંસાની સમર્થક તર્કશૈલીમાં વિશેષ તેજ પ્રતીત થાય છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મનું પરિશીલન - ૪૧ સત્યની ચર્ચામાં જ્ઞાતવ્ય તો ઘણું જ છે, પણ એમાં ઉપમાકૌશલ લેખે બે ઉપમાઓ ધ્યાન દેવા જેવી છે. બાળક જન્મતાંવેંત માનો સંબંધ લઈને જ આવે છે. તે સંબંધ તેના હાડપિંજરના બંધારણ સાથે જ ઘડાયેલો છે, તેમ સત્ય એ જીવનના અસ્તિત્વ સાથે જ સંકલિત છે. જીવન પહેલું અને સત્ય પછી એમ નથી. તેથી સત્યની ભૂમિકા ઉપર જ જીવનની ગતિવિધિ એ સ્વાભાવિક ગતિવિધિ છે એમ ઉપમાનો ભાવ છે. બાળક જન્મ્યા પછી મોટું થઈ ગમે ત્યાં ગમે તે રીતે વિચરે અને વિહરે છતાં માતા તરફથી મળેલ સૂક્ષ્મ અને સ્થૂળ વારસાની ભૂમિકા જો તે ગુમાવે તો તેનું અસ્તિત્વ જ ન રહે અથવા વિકૃત બને. દીવો એક જ જગ્યાએ સ્થિર હોય તો તે માત્ર તે જ સ્થળમાં પ્રકાશ આપે અને નવા પ્રદેશો તમસાગૃત જ રહે, પણ ચાલવા સાથે બત્તીને પણ ચાલવા દઈએ તો નવાં જીવનક્ષેત્રોમાં પણ તે પ્રકાશ આપે. પ્રકાશ અને જીવન તેમ જ પ્રકાશ અને વ્યવહાર છૂટાં જ ન પડે. તેમ જ સત્ય જો પ્રત્યેક જીવનવ્યવહારમાં સાથે હોય તો જીવનની તમસાગૃત ગલીકૂચીઓમાં કે અંધારી ગુફાઓમાં પણ તે રસ્તો બતાવે. સત્યના તેર આકારો મહાભારતમાંથી દર્શાવ્યા છે. આનો અર્થ એટલો જ છે કે મૂળમાં સત્ય હોય તો તે વ્યવહારમાં જુદે જુદે નામે પ્રસિદ્ધ એવા અનેક ગુણોરૂપે આવિર્ભાવ પામે છે. બીજા ગુણો એ તેનાં નાનાવિધ રૂપો છે – જેમ એક ધાતુનાં અનેક રૂપો હોય તેમ. દ્રષ્ટાઓ કોઈ પણ એક સગુણને જ્યારે એના મૂળ અર્થમાં વ્યાપક રીતે જોતા અને વર્ણવતા ત્યારે બાકીના સગુણોને એના આકારો જ માનતા. જેમ શિવને મુખ્ય દેવ માનનાર બાકીના દેવોને તેનાં જ રૂપો માનતો; વિષ્ણુને પરમ દવૈત માનનાર પણ એ જ રીતે કલ્પના કરતો; તે રીતે જે સાધક જે સગુણને આશરે મુખ્યપણે વર્તતો તે બીજા ગુણોને તેના વર્તુળમાં તેના અંગ તરીકે ગોઠવતો. દા. ત., અહિંસાની અનન્ય સાધના કરનાર બુદ્ધ કે મહાવીરે બીજા બધા ગુણોને અહિંસાના વ્યાપક વર્તુળમાં તેના અંગ લેખે ગોઠવ્યા છે; જેમ ગાંધીજીએ સત્યના વર્તુળમાં અન્ય સદ્દગુણોને ગોઠવ્યા છે તેમ. આ એક સાધનાની અનન્ય નિષ્ઠાનું સૂચનમાત્ર છે. - ઋગ્વદમાં સત્ય અને તે એ શબ્દો છે. તેમાં ક્તનો અર્થ સહજ નિયમ કરવામાં આવે છે. સૂર્યનો ઉદય-અસ્ત અને ઋતુચક્રનું ગમનાગમન નિયમ પ્રમાણે જ થાય છે. આ રીતે નિયમ એ ઋત છે અને એ નિયમ જે સત્ ઉપર પ્રતિષ્ઠિત છે તે સત્ય, પરંતુ બારીકીથી જોતાં ત્રિકાલાબાધિત નિયમ અને સત્ય એ બે જુદાં હોય તેમ સમજાતું નથી. છતાં એટલું ખરું કે ઋત એટલે ગતિ-નિયમબદ્ધ ગતિ અને તેમાં જે સંવાદપણું તે સત્ય. ચિત્રમાં રેખાઓ અને સંગીતમાં સ્વરો એ ત હોય તો તેનું સંવાદિત્વ એ સત્ય છે; કેમ કે સંવાદિત વિના રેખા અને સ્વરો માત્ર ખોખું છે અને એ ખોખા વિના સંવાદિત્વનો, મીઠાશનો, રસનો, કળાનો આવિર્ભાવ જ શક્ય નથી. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ • પરિશીલન ઋતના સ્થાનમાં અવેસ્તામાં “અશ” શબ્દ આવે છે. અર્થ એ જ છે. છેવટે ત્રત અને અશ એ ધર્મ છે. એને જેનો, બૌદ્ધો, બ્રાહ્મણો બધા જ ધર્મ શબ્દથી વ્યવહાર છે. આજે તો ધર્મ શબ્દ જ પ્રચલિત થઈ ગયો છે. - ચાતુર્વર્યના મથાળા નીચે કાકાએ જે ચર્ચા કરી છે તે હિંદુઓની જ કહેવાતી એક સનાતન ચતુર્વર્ણ-વ્યવસ્થાને લગતી છે. ગીતામાં પણ તેનો નિર્દેશ છે જ. ચતુર્વર્ણનું ખોખું કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, કયારે આવ્યું અને કયાં કયાં બળોને લીધે ઘડાયું એ વિશે હજારો વર્ષ થયાં અનેક જાતના વિચારો પ્રવર્તે છે અને તેના ઉલ્લેખો પણ હિન્દુ સાહિત્યના મોટા ભાગને રોકે છે. ચાતુર્વણ્યના અર્થની કલ્પના વિશે અને તેનું સ્વરૂપ બદલવા વિશે પણ જમાને જમાને અનેક જણે અનેક પ્રયત્નો કર્યા છે. કેટલાકને એમાં થોડીઘણી સફળતા મળી છે, છતાં હજી હિન્દુસમાજના જીવનવ્યવહારનું નિદ્માણ જેવું ખોખું તે ચાતુર્વર્યના રૂપમાં વર્તમાન છે. કાકાએ પોતાની દૃષ્ટિથી વેદ, ઉપનિષદ અને મહાભારત આદિ ગ્રંથોના અમુક અમુક ઉતારાઓને આધારે ચાતુર્વર્યનો વિકાસક્રમ ઘટાવ્યો છે અને સાથે સાથે વર્ણ એટલે શું, તેની વ્યવસ્થા એટલે શું, એ પણ પોતાની પરિમાર્જિત સામાજિક દૃષ્ટિએ બતાવ્યું છે. તેમણે એક બાજુથી ચતુર્વર્ણ-વ્યવસ્થાનું ચાર પ્રકારના સમાજપોષક ધંધાના ચાર વર્ણરૂપે અને સમાજના હિતની દૃષ્ટિએ તેની વ્યવસ્થારૂપે સમર્થન કર્યું છે, જ્યારે બીજી બાજુથી તેમનું સમર્થન એટલાં બધાં નવાં દ્વાર ખુલ્લાં કરે છે કે તેને લીધે જૂનાં બદ્ધદ્વાર ખોખામાં આજ સુધી દાખલ થતાં અટકેલો આવશ્યક પ્રકાશ સહેલાઈથી પ્રવેશ કરી શકે છે. એટલે કાકા ચાતુર્વણ્યના નિપ્રાણ જેવા સામાજિક ખોખામાં અત્યાર લગી લાભદાયક સિદ્ધ થયેલાં સામાજિક તત્ત્વોના પ્રાણને મોકળાશ કરી આપે છે. ઘણાને આ નિરૂપણ જૂની બાટલીમાં નવો દારૂ ભરવા જેવું લાગે, પણ એમણે જે રીતે નવા પ્રાણનો નવો દારૂ ભરવાની સૂચના કરી છે તે રીત જ એવી છે કે છેવટે એ જૂની બાટલી જ કોઈ અણધારી રાસાયણિક પ્રક્રિયાથી લાંબે કાળે સાવ નવા રૂપમાં ફેરવાઈ જાય. સૌથી ચડિયાતા ગણાતા અને પોતાને ચડિયાતા માનતા બ્રાહ્મણ વર્ણ અને સૌથી ઊતરતા ગણાતા અને પોતાને ઊતરતા માનતા શૂદ્ર વર્ણ વચ્ચે જો કાકાની દૃષ્ટિ પ્રમાણે ભેદ હો તો તે કામકાજ અને ફરજ પૂરતો જ. એ ઉપરાંત એમાં આજ લગી જે ઊંચનીચપણાનું કે સ્પર્શાસ્પર્શની ભાવનાનું ઝેર એકત્ર થયું છે તે રહેવાનું જ નથી. શૂદ્ર અને વૈશ્ય પણ પોતાની ફરજ અદા કરે એટલે અમુક વર્ણની આગવી ગણાતી વેદ-ઉપનિષદ આદિ સંપત્તિનો અધિકારી બની શકશે; જ્યારે બ્રાહ્મણ પણ પોતાની નિયત ફરજ બજાવવા સાથે શૂદ્રનાં ગણાય એવાં કામો કરવા છતાં પ્રતિષ્ઠિત લેખાશે. આશ્રમવ્યવસ્થા વિશેનો લેખ બે દષ્ટિ અર્પે છે. પ્રથમ આશ્રમવ્યવસ્થા કેવી રીતે અસ્તિત્વમાં આવી, વિકસી અને તેનો શો ઉપયોગ હતો તે જોવાની સ્માર્ત ઐતિહાસિક Page #52 -------------------------------------------------------------------------- ________________ ‘ગીતાધર્મ'નું પરિશીલન ૦ ૪૩ દૃષ્ટિ. બીજી દૃષ્ટિ એટલે હવે એ આશ્રમવ્યવસ્થા કઈ રીતે વિકસાવવી, બદલાયેલા સંજોગોમાં તેનો કેવો ઉપયોગ કરવો એ બતાવવાની છે. આ દૃષ્ટિઓ આકર્ષક અને ઉપયોગી રીતે રજૂ થઈ છે. એમાં બહુશ્રુતત્વ સાથે સ્વાનુભવ રસાયેલો હોવાથી આખો લેખ વિચારપૂત બન્યો છે. ગૃહસ્થાશ્રમ હો કે બ્રહ્મચર્યાશ્રમ, સંન્યાસ હો કે વાનપ્રસ્થ, એ બધામાં નિર્બળ માટે જે સાવધાની રાખવાના અપવાદો સ્મૃતિમાં છે તે અપવાદો ઉત્સર્ગ બની જતાં વસ્તુતઃ ચારે આશ્રમોનું ખોખું ભયાવિષ્ટ બની ગયું છે. બ્રહ્મચારી નવા પ્રયોગો ને સાહસો કરતાં જીવના જોખમથી ડરે તો એના બ્રહ્મચર્યનો અર્થ શો ? નવ વિદ્યા અને નવ તત્ત્વ શોધાય કેવી રીતે ? ગૃહસ્થ પણ ફૂંકી ફૂંકીને પગ માંડે તો બાપના કૂવામાં ડૂબી જ મરે ! કળિયુગ છે માટે અમુક અપવાદ જોઈએ. જંગલમાં ધર્મરક્ષા કળિયુગમાં કોણ કરે ? તેથી નગરો અને ઉપવનને જ જંગલ માની કળિયુગમાં નિવૃત્તિ સેવવાનો પ્રારંભ કરવો એ ચેતવણી છેવટે પુત્રપૌત્રોના બંગલામાં જ વાનપ્રસ્થ જીવન ગાળવા સુધી પરિણમી. એ જ સ્થિતિ સંન્યાસીની થઈ. તે નિર્ભયતાની મૂર્તિ મટી ભયથી રક્ષણ માટે આશરો શોધતાં શોધતાં ગૃહસ્થનો સગો ભાઈ બની ગયો. આજે શ્રમણ, ભિક્ષુ કે વૈદિક સંન્યાસી દરેકની આ સ્થિતિ છે. તેથી જ ચારે આશ્રમમાં નિર્ભયતાનું તત્ત્વ દાખલ કરી તેનો આધુનિક દૃષ્ટિએ ઉપયોગ કાકાએ સૂચવ્યો છે તે વેળાસરનું જ છે. વસ્ત્રપાત્ર, ખાનપાન, ઔષધઆરામ આદિની બાબતમાં સર્વથા પાવલંબન ન રહે અને આત્માવલંબન વધવા સાથે આધ્યાત્મિક આત્મવિશ્વાસ વધે એ દૃષ્ટિથી બુદ્ધ, મહાવીર વગેરેએ ભિક્ષુકો માટે નિયમો ઘડ્યા છે. હવે એ નિયમો કળિયુગના કળણમાં પડી એટલા બધા સડી ગયા છે કે તે નિયમોનો પ્રાણ ચાલ્યો ગયો અને નિષ્પ્રાણ નિયમો પાળનારા ભિક્ષુઓ છેવટે ગૃહસ્થોના ગુલામ બની ગયા છે. તેથી નિર્ભયતાની સૂચના એ ઓછામાં ઓછું ભિક્ષુજીવન માટે તો પ્રાણપોષક જ છે. જો એવી પ્રાણનિરપેક્ષ નિર્ભયતા ન હોય તો બહેતર છે કે ભિક્ષુરૂપે ગુલામ ન બનવું. કર્મ, જીવનયોગ, શિષ્ટાઃ પ્રમાણમ્ અને ફ્લાનાસક્તિ તથા બ્રહ્મચર્ય જેવા માત્ર આધ્યાત્મિક અને વ્યક્તિગત જેવા દેખાતા વિષયોને સમષ્ટિની દૃષ્ટિએ જે રીતે ચર્ચા છે તે રીત જ ખરી રીતે વ્યક્તિ અને સમાજ બંને માટે લાભદાયક છે. એટલે આ ચર્ચા સામાજિક ધર્મની નિરૂપક છે. આધ્યાત્મિકતા એટલે વ્યક્તિગત જીવનમાં રહેલાં દોષો, વાસનાઓ અને કુસંસ્કારોને નિવારવાં અને સામાજિક જીવનના પ્રવાહમાં તે આધ્યાત્મિકતાનો પડઘો પાડવો તે. જો વ્યકિત પોતાના અંગત જીવનની ભૂમિકા તૈયાર કરવામાં પડે અને સામાજિક જીવનના પ્રવાહની કસોટીએ પોતાના જીવનને ન કરે તો એણે કરેલી સાધના અને આદરેલી તપસ્યા નક્કર છે કે પોકળ છે એની ખાતરી શી રીતે થાય ? જેમ બાળક, Page #53 -------------------------------------------------------------------------- ________________ જ છે પરિશીલન કુમાર કે તરુણ ભણે છે ત્યારે પોતાની અમુક જાતની તૈયારી કરે છે, પણ તે આગળ જતાં એ તૈયારીનો ઉપયોગ કૌટુંબિક અને સામાજિક ક્ષેત્રે કરે છે ત્યારે જ તેનું ભણતર કેવું છે એની ખાતરી તેને અને અન્યને થાય છે. તે જ રીતે આધ્યાત્મિકતાના સંસ્કારોની બાબતમાં પણ વિચારવું ઘટે. સામાજિક જીવનમાં ઉપયોગ કરાયો ન હોય તો થોડેઘણે અંશે કેળવેલા ગુણો પણ તે માણસને આત્મવિશ્વાસનું પૂર્ણ બળ આપી નથી શકતા અને તેની વાણી તેટલે અંશે મક્કમ કે અસરકારક બનતી પણ નથી. તેથી જે મેળવવું કે જે કેળવવું તેનો ઉપયોગ વ્યાપક રીતે કરવામાં જ તેની કૃતાર્થતા છે. કર્મ કરવું પણ ફળમાં આસક્તિ ન રાખવી, એ વિષય જ ગીતાનો મુખ્ય પ્રતિપાદ્ય છે. આ વિષય ઉપસ્થિત કેવી રીતે થયો એ ખાસ વિચારણીય છે. પ્રવૃત્તિમાર્ગ જેમ બહુ જૂનો છે તેમ તે સર્વજન-સાધારણ છે અને જીવન માટે અનિવાર્ય પણ છે. હરકોઈ પ્રવૃત્તિ કરે છે તે કાંઈ ને કાંઈ ફળેચ્છાથી જ કરે છે. સામાન્ય અનુભવ જ એવો છે કે જ્યારે પોતાની ઇચ્છામાં બાધા આવતી દેખાય ત્યારે તે બાધાકારી સામે ઊકળી જાય છે, અધીરો બને છે અને અધીરાઈમાંથી વિરોધ અને વૈરનું બીજ રોપાય છે. અધીરો માણસ જ્યારે અકળામણ અને મૂંઝવણનો ભાર સહી નથી શકતો ત્યારે તે શાંતિ માટે ઝંખે છે અને છેવટે એને સ્થૂળ દૃષ્ટિએ એમ જ લાગે છે કે આ પ્રવૃત્તિની ધૂંસરી, કામના બંધન અને ચાલુ જીવનની જવાબદારીથી છૂટું તો જ શાંતિ મળે. આ માનસિક વૃત્તિમાંથી નિવૃત્તિમાર્ગ જમ્યો. દેખીતી રીતે તો નિવૃત્તિમાર્ગમાં પ્રવૃત્તિનો બોજો ઓછો થવાથી શાંતિ એક રીતે જણાઈ, પણ જીવનનો ઊંડો વિચાર કર્યા વિના સ્થૂળ નિવૃત્તિમાર્ગ તરફ વળનારનો મોટો સંઘ ઊભો થતાં અને તે સંઘ દ્વારા નિવૃત્તિજન્ય વિશેષતાના લાભો સમાજમાં પ્રતિષ્ઠિત થતાં પ્રવૃત્તિમાં પડેલા લોકોના મનમાં નિવૃત્તિ પ્રત્યે આદર પોષાયો અને નિવૃત્તિગામી સંઘોથી દેશ વ્યાપી ગયો, ઊભરાઈ ગયો. ધીમે ધીમે એ નિવૃત્તિગામી સંઘો નભાવવા માટે પણ પ્રવૃત્તિશીલ લોકો ઉપર એક જાતનો બોજો વધ્યો. સામાન્ય માણસ નિવૃત્તિને નકામી ગણી શકે નહિ અને પ્રવૃત્તિમાં રસ લઈ શકે નહિ એવી સંદિગ્ધ સ્થિતિ આખા દેશમાં ઊભી થઈ. આમાંથી • સામસામે બે છાવણીઓ પણ ગોઠવાઈ. પ્રવૃત્તિમાર્ગી નિવૃત્તિમાર્ગીને અને નિવૃત્તિમાર્ગી પ્રવૃત્તિમાર્ગીને વગોવે એવું કલુષિત વાતાવરણ ઊભું થયું અને કુટુંબના, સમાજના, રાજકારણના તેમ જ નીતિ અને અર્થને લગતા બધા જ પ્રશ્નોને એ વાતાવરણે પ્રત્યું આ સંઘર્ષ એટલે સુધી વધ્યો કે કુટુંબી કુટુંબમાં જીવવા છતાં, સમાજમાં રહેવા છતાં, રાજ્યની છાયામાં રહેવા છતાં તેની સાથે પોતાને લગવાડ નથી એમ માનતો થયો અને અકુટુંબી હોય તેઓ પણ કુટુંબના વૈભવથી જરાય ઊતરતા રહેવામાં નાનમ માનતા થયા. આવી વસ્તુસ્થિતિમાંથી જ આખરે અનાસક્ત કર્મયોગનો વિચાર જન્મ્યો અને તે ચર્ચાતો, સ્પષ્ટ થતો એટલી હદ સુધી વિકસ્યો કે ગીતાના પ્રણેતામાં તે પૂર્ણપણે, Page #54 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મનું પરિશીલન • ૪૫ સોળે કળાએ અવતર્યો. આ વિચારે પ્રવૃત્તિ અને નિવૃત્તિમાર્ગનો સંઘર્ષ ટાળ્યો. પ્રવૃત્તિનું ઝેર અને નિવૃત્તિનું આલસ્ય બંને આનાથી ટળે છે, એ જ એની વિશિષ્ટતા છે. પ્રગતિ અને પ્રવૃત્તિ કરનાર મૂળ ધ્યેયથી દૂર દૂર ચાલ્યો જાય છે એવો ભાવ ભારતના લોહીમાં જડાયેલો છે એ વાત સાચી છે. એ જ ભાવમાંથી નિવૃત્તિમાર્ગનો ઉદય થયો છે, એ માર્ગ વિકસ્યો પણ છે, પરંતુ એ નિવૃત્તિ પોતાનો બોજો બીજા ઉપર નાખવા પૂરતી સિદ્ધ થઈ છે. હવે નિવૃત્તિનો અર્થ એથી ઊલટો થવો જોઈએ. બીજાનો બોજ ઊંચકી બીજાને આરામ આપવો, રાહત આપવી; અને એમ ન થાય ત્યાંયે પોતાનો બોજ તો બીજાના પર નાખવો જ નહિ, એ નિવૃત્તિ હોવી જોઈએ. એનાથી જ અનાસકતા કર્મયોગનો પાયો નાખી શકાય. નંદીસત્ર નામના જૈન આગમમાં ચાર પ્રકારની બુદ્ધિઓનું વર્ણન છે. કામ કરવાના અનુભવથી ઘડાતી બુદ્ધિ કર્મજા; અનુભવવૃદ્ધની પરિચર્યા–સેવાથી નીપજનારી બુદ્ધિ વૈનયિકી; ઉંમરના પરિપાકને લીધે પરિપક્વ થનાર બુદ્ધિ પારિણામિકી અને અવનવી સમસ્યાઓ ઉપસ્થિત થતાંવેંત તેનો તત્કાળ ઉકેલ કરવા માટે પ્રકટ થતી સૂઝ તે ઔત્પત્તિકી કહેવાય છે. ગાંધીજીમાં આ ચાર બુદ્ધિઓનો વિરલ યોગ હતો એ તો સૌ જાણે છે, પણ તેમનો વારસો તેમના જ કેટલાક ગણધર શિષ્યોને મળ્યો છે. મારી દષ્ટિએ તેમાં કાકાનું અચૂક સ્થાન છે. આ વસ્તુની પ્રતીતિ તેમનાં અન્ય લખાણોની પેઠે ગીતાધર્મ' વાંચતાં જ વાચકને થઈ જાય છે. એમ તો શ્રદ્ધેય ધર્મગ્રંથ લેખે અનેક શ્રદ્ધાળુઓ ગીતાનો શબ્દપાઠ કરે જ છે અને કેટલાક વિશેષ જિજ્ઞાસુઓ અને સમજદાર તેના અર્થોનું અનેક રીતે ચિંતન-મનન પણ કરે છે; પણ મને લાગે છે કે ગુજરાતી સમજનારા વાચકો પ્રસ્તુત ગીતાધર્મનું થોડું થોડું પણ નિયમિત વાચન-ચિંતન કરે તો ગીતા સમગ્રના અધ્યયનનું ફળ તેમને મળવાનું જ અને વધારામાં ગીતાને સમજવાની અનેક ચાવીઓ પણ લાધવાની. આ નાનકડું પુસ્તક શ્રદ્ધાળુ અને સમાલોચક બંનેને એકસરખું ઉપયોગી થાય એવું હોવાથી તે પાક્યધર્મગ્રંથનું સ્થાન લેવાની યોગ્યતા ધરાવે છે. ગમે તેટલા વ્યાખ્યાનકારોએ ગીતાનો આશ્રય લઈ પોતાનાં વિવેચનોને પૂર્ણ બનાવવા પ્રયત્ન કર્યો હોય, છતાં ગીતા એવો ચિંતન-ભાવનાપ્રેરક પૂર્ણગ્રંથ લાગે છે કે બધી પૂર્ણ વ્યાખ્યાઓ છતાં તેની પૂર્ણતા કાયમ જ રહે છે. પૂર્ગસ્થ પૂfમાવાય પૂર્વમેવાવશિષ્ટતે એ ઔપનિષદ વચન ગીતાની બાબતમાં પણ યથાર્થ છે. - સંસ્કૃતિ, એપ્રિલ, ૧૯૫૬ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫. તથાગતની વિશિષ્ટતાનો મર્મ તથાગત બુદ્ધની ૨૫૦૦મી પરિનિર્વાણ જયંતી ઊજવાય છે અને તે ભારતમાં. બુદ્ધના સમયથી માંડી અનેક સૈકાઓ સુધી બૌદ્ધ અનુયાયીઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહેલી. એમાં એવી ઓટ આવી કે આજે ભારતમાં તળપદ બૌદ્ધો ગણ્યાગાંઠ્યા જ છે; પરંતુ ભારતની બહાર છતાં ભારતની ત્રણ-ઉત્તર, દક્ષિણ અને પૂર્વ દિશામાં એશિયામાં જ બૌદ્ધોની તથા બૌદ્ધ પ્રભાવવાળા ધર્મના અનુયાયીઓની સંખ્યા એટલી બધી વિશાળ છે કે જેથી દુનિયામાં તે ધર્મનું સ્થાન બહુ અગત્યનું છે. આમ છતાં ભારત બહારના કોઈ પણ બૌદ્ધ દેશમાં એ જયંતી ન ઊજવાતાં ભારતમાં જ ઊજવાય છે અને તે પણ રાજ્ય અને પ્રજા બંનેના સહકારથી. આજનું ભારતીય પ્રજાતંત્ર કોઈ એક ધર્મને વરેલું ન હોઈ અસાંપ્રદાયિક છે અને ભારતીય પ્રજા તો મુખ્યપણે બૌદ્ધ ધર્મ સિવાયના બીજા અનેક ધર્મપંથોમાં વહેંચાયેલી છે. એટલે સહેજે જ પ્રશ્ન થાય છે કે રાજ્ય ને પ્રજા બુદ્ધજયંતી ઊજવે છે તેનું પ્રેરક બળ શું છે ? મારી દૃષ્ટિએ આનો સાચો અને મૌલિક ઉત્તર એ છે કે બૌદ્ધ એ ધર્મ અને પંથ હોવા છતાં તેના સ્થાપક ને પ્રવર્તક તથાગતમાં અસાંપ્રદાયિક માનવતાનું તત્ત્વ જ પ્રધાનપણે હતું. કોઈ પણ એક ધર્મપુરુષના અનુયાયીઓ મૂળ પુરુષના મૌલિક અને સર્વગ્રાહી વિચારને સંપ્રદાય અને પંથનું રૂપ આપી દે છે. તેને લીધે તે મૂળ પુરષ ક્રમે ક્રમે સાંપ્રદાયિક જ લેખાય છે, પરંતુ તથાગત બુદ્ધનું મૂળ કાઠું એવું છે કે તે વધારેમાં વધારે અસાંપ્રદાયિક માનવતાની દૃષ્ટિ ઉપર રચાયેલું છે. એટલે બુદ્ધને એક માનવતાવાદી તરીકે જ જો જોઈ અને વિચારી શકીએ તો સાંપ્રદાયિકતાની ભાષામાં, જયંતીની ઉજવણી વિરુદ્ધ પ્રશ્ન ઊભો થતો જ નથી. ભારત બહાર કરોડોની સંખ્યામાં બૌદ્ધો છે, કેટલાક દેશો તો આખા ને આખા બૌદ્ધ જ છે એ ખરું; પણ આવા વિશાળ બૌદ્ધ ધર્મના સ્થાપક અને પ્રવર્તકને જન્મ આપવાનું, તેની સાધનાને પોષવાનું અને તેના ધર્મચક્રને ગતિ આપવાનું સાંસ્કારિક તેમ જ આધ્યાત્મિક બળ તો ભારતનું જ છે. જો ભારતનું એ મૂળ સત્ત્વ ન હોત તો ન થાત બુદ્ધ કે ન પ્રસરત ભારત બહાર બૌદ્ધ ધર્મ. ભારતમાં સંખ્યાબંધ ધર્મપુરુષો જન્મતા આવ્યા છે. અધ્યાત્મની પરાકાષ્ઠાએ પહોંચ્યા હોય એવા પણ પુરુષોની ખોટ ભારતે Page #56 -------------------------------------------------------------------------- ________________ તથાગતની વિશિષ્ટતાનો મર્મ • ૪૭ ક્યારેય અનુભવી નથી. આમ છતાં સુદૂર ભૂતકાળથી આજ સુધીનો ભારતનો ઇતિહાસ એટલું તો કહે જ છે કે સિદ્ધાર્થ ગૌતમે માનવતાના વિકાસમાં જેટલો અને જેવો ફાળો આપ્યો છે તેટલો અને તેવો ફાળો બીજા કોઈ એક ધર્મપુરુષે દુનિયાના ઇતિહાસમાં આપ્યો નથી. જો આમ છે તો ભારત જ્યારે બુદ્ધની જયંતી ઊજવે છે ત્યારે તે કોઈ એક સંપ્રદાય કે પંથને મહત્ત્વ અર્પે છે એમ ન માનતાં માત્ર એટલું જ માનવું પડે છે કે ભારત પોતાને અને દુનિયાને મળેલા સર્વોચ્ચ માનવતાના વારસની જયંતી ઊજવી રહ્યું છે. આ એક તાત્ત્વિક વાત થઈ. ભારત બહારના કોઈ પણ એક બૌદ્ધ દેશે, દાખલા તરીકે જાપાન કે ચીન જેવા વિશાળ રાષ્ટ્ર, બુદ્ધની આ જયંતી ભારત ઊજવે છે તે કરતાં પણ વધારે દમામથી અને કુશળતાથી ઊજવી હોત તો શું ભારતમાં ઉજવાનાર જયંતી કરતાં એમાં વધારે ગૌરવ આવત? હું માનું છું કે એવી કોઈ ઉજવણી માત્ર માગેલ કીમતી અલંકાર જેવી બનત. જે દેશમાં બુદ્ધ જળ્યા, જ્યાં પરિવ્રાજક થઈ લોકો વચ્ચે ર્યા અને જ્યાં તેઓ જ્ઞાન પામ્યા તેમ જ જીવનકાર્ય પૂરું કરી વિલય પામ્યા, ત્યાં તેમની જયંતીની ઉજવણી કેવી સાહજિક હોઈ શકે એ સમજવું વિચારવાનોને માટે રાય મુશ્કેલ નથી. આ પ્રશ્નને માત્ર સાંપ્રદાયિક કે રાજકીય દૃષ્ટિએ ન જોતાં માનવીય સંસ્કૃતિની દૃષ્ટિએ જોઈએ તો જ આવી ઉજવણીનું મુખ્ય પ્રેરક બળ ધ્યાનમાં આવે. - ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન જ અને જીવન પછીનાં થોડાં જ વર્ષોમાં, વિશ્વના માનવતાવાદી લોકોના હૃદયમાં જે સ્થાન પ્રાપ્ત કર્યું છે તેના જેવું સ્થાન પ્રાપ્ત કરતાં બુદ્ધજીવનને તો હજારો વર્ષ લાગ્યાં. તેનું કારણ જમાનાની જુદાઈમાં રહેલું છે. બુદ્ધના જમાનામાં ગાંધીજી થયા હોત તો એમના માનવતાવાદી વિચારોને પ્રસરતાં, બુદ્ધના વિચારોને પ્રસરતાં લાગ્યો તેટલો જ સમય લાગત. આજનાં વિચારવિનિમયનાં સાધનો એવાં ઝડપી છે કે જો તે જ બદ્ધ આ જમાનામાં થયા હોત તો ગાંધીજીની પેઠે પોતાના જીવનકાળ દરમિયાન જ પોતાના વિચારોનો દૂરગામી પડઘો સાંભળી શકત. બુદ્ધનો માનવતાવાદી વિચાર લાંબા વખત પછી પણ એક જ સાથે આખા ભારતમાં અને દુનિયાભરમાં ગુંજે એ એક નવા જમાનાની અપૂર્વ સિદ્ધિ જ છે. જો બુદ્ધનું વ્યક્તિત્વ આવું છે તો એ જાણવાની આકાંક્ષા સહેજે થઈ આવે છે કે બુદ્ધની એવી કઈ વિશેષતા છે, જે તેમને બીજા મહાન આધ્યાત્મિક પુરુષોથી જુદા તારવી આપે ? બુદ્ધના જીવનમાં, તેમના વિચાર અને આચારમાં, અનેક બાબતો એવી છે કે જે ઈતર મહાન ધર્મપુરુષોના જીવનમાં અને વિચાર-આચારમાં પણ જોવા મળે છે, પણ થોડીક છતાં તરત નજરે તરી આવે એવી વિશેષતાઓ તો બુદ્ધના જીવનમાં જ વંચાય છે. એ વિશેષતાઓને જો બરાબર સમજી લઈએ તો બુદ્ધના જીવનનું અને એમના વ્યક્તિત્વનું ખરું હાર્દ ધ્યાનમાં આવે. તેથી આ સ્થળે એ બાબત જ થોડોક વિચાર દર્શાવવા ધાર્યો છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૮ • પરિશીલન ક્ષત્રિયવંશમાં જન્મ, શ્રમણ થઈ ગૃહત્યાગ કરવો, કઠોર તપ કરવું, ધ્યાનની ભૂમિકાઓનો અભ્યાસ કરવો, માર યા વાસનાને જીતી ધર્મોપદેશ કરવો, સંઘ રચવો, યજ્ઞયાગાદિમાં થતી હિંસાનો વિરોધ, લોકભાષામાં સીધું સમજાય તે રીતે ઉપદેશ કરવો અને ઉચ્ચનીચનો ભેદ ભૂલી લોકોમાં સમાનપણે હળવુંમળવું, ઇત્યાદિ બાબતોને બુદ્ધની અસાધારણ વિશેષતા લેખી ન શકાય; કેમ કે એવી વિશેષતાઓ તો બુદ્ધના પૂર્વકાલીન, સમકાલીન અને ઉત્તરકાલીન અનેક ધર્મપ્રવર્તક પુરુષોમાં ઇતિહાસે નોંધી છે. એટલું જ નહિ, પણ એ વિશેષતાઓ પૈકી કોઈ કોઈ વિશેષતા તો બુદ્ધ કરતાં પણ વધારે સચોટરૂપે અન્ય ધર્મપ્રવર્તક પુરુષોમાં હોવાનું ઇતિહાસ કહે છે, અને છતાંય બીજા એકે ધર્મપ્રવર્તક પુરુષે બુદ્ધ જેવું વિશ્વવ્યાપી સ્થાન પ્રાપ્ત કર્યું નથી. તેથી વળી બુદ્ધની અસાધારણ વિશેષતા જાણી લેવાની વૃત્તિ પ્રબળતમ થઈ આવે છે. આવી વિશેષતાઓ પૈકી કેટલીક આ રહી : છેલ્લાં ત્રણ હજાર વર્ષના ધાર્મિક અને આધ્યાત્મિક ઇતિહાસને જોઈએ છીએ તો જણાય છે કે એટલા દૂર ભૂતકાળમાં બુદ્ધ સિવાય બીજો કોઈ એવો મહાન પુરુષ નથી થયો કે જેણે સ્વમુખે પોતાની જીવનગાથા અને સાધનાકથા જુદે જુદે પ્રસંગે, જુદા જુદા પુરુષોને ઉદ્દેશી, સ્પષ્ટપણે કહી હોય અને તે આટલી વિશ્વસનીય રીતે સચવાઈ પણ હોય. દીર્ઘતપસ્વી મહાવીર હોય કે જ્ઞાની સોક્રેટિસ હોય, ક્રાઈસ્ટ હોય કે કૃષ્ણ હોય અથવા રામ જેવા અન્ય કોઈ માન્ય પુરુષ હોય – તે બધાની જીવન વાર્તા મળે છે ખરી, પણ બુદ્ધે જે આપવીતી અને સ્વાનુભવ સ્વમુખથી, ભલે છૂટો છૂટો, પણ કહેલ છે અને તે સચવાયેલ છે, જેમ કે મઝિમનિકાયના અરિયપરિયેસન, મહાસચ્ચક, સીહનાદ, મૂળદુખફખબ્ધ આદિ સુત્તોમાં તેમ જ અંગુત્તરનિકાય અને સુત્તનિપાત આદિમાં) તેવો અને તેટલો બીજા કોઈના જીવનમાં વર્ણવાયેલો જોવા નથી મળતો. મુખ્ય પુરષ વિશેની હકીકત શિષ્ય-પ્રશિષ્યો દ્વારા જાણવા મળે, તે યથાવત્ પણ હોય, તોય તેનું મૂલ્ય જાતકથન કરતાં ઓછું જ છે, અને વધારે તો નથી જ. જાતકથન યા સ્વાનુભવવર્ણનમાં, તે કહેનારના આત્માના તારો જે મધુરતા અને સંવાદથી ઝણઝણી ઊઠે છે તે મધુરતા અને સંવાદ અન્ય દ્વારા પ્રાપ્ત થયેલ વર્ણનમાં ભાગ્યે જ સંભળાય. એ ખરું કે બુદ્ધજીવનના અનેક પ્રસંગો એમના શિષ્ય-પ્રશિષ્યોએ નોંધી રાખ્યા છે, ભક્તિ અને અતિશયોક્તિનો એમાં પુષ્કળ રંગ પણ છે; તેમ છતાં અનેક જીવનપ્રસંગો એવા પણ છે કે જે બુદ્ધ પોતે જ કહ્યા છે અને આસપાસનો સંદર્ભ તેમ જ તે કથનની સહજતા જોતાં એમાં જરાય શંકા નથી રહેતી કે તે તે પ્રસંગોનું વર્ણન બુદ્ધે પોતે જ કરેલું છે. આ કાંઈ જેવી તેવી વિશેષતા નથી. આજે, જ્યારે ચોમેર તટસ્થપણે લખાયેલ આત્મકથાનું મહત્ત્વ અંકાઈ રહ્યું છે ત્યારે, ૨૫00 વર્ષ પહેલાંની એવી આત્મકથાનો થોડો પણ વિશ્વસનીય ભાગ મળે તો તે, એ કહેનાર પુરુષની જેવી તેવી વિશેષતા લેખાવી ન જોઈએ, Page #58 -------------------------------------------------------------------------- ________________ તથાગતની વિશિષ્ટતાનો મર્મ ૦ ૪૯ કેમ કે એ સ્વાનુભવના વિશ્વસનીય થોડાક ઉદ્ગારો ઉપ૨થી પણ કહેનારના વ્યક્તિત્વનું સાચું મૂલ્યાંકન કરવાની સામગ્રી મળી જાય છે. તથાગતની બીજી અને મહત્ત્વની વિશેષતા તેમની સત્યની અદમ્ય શોધ અને પ્રાણાન્તે પણ પીછેહઠ ન કરવાના સંકલ્પમાં રહેલી છે. ભારતમાં અને ભારત બહાર પણ અનેક સાચા સત્યશોધકો થયા છે, તેમણે પોતપોતાની શોધ દરમિયાન બહુ બહુ વેઠ્યું પણ છે, પરંતુ તથાગતની તાલાવેલી અને ભૂમિકા જુદાં જ તરી આવે છે. જ્યારે એમણે હસતે મુખે, માતા, પિતા, પત્ની આદિને વિલાપ કરતાં છોડી, પ્રવ્રુજિત થઈ, નીકળી જવાનો ઐતિહાસિક સંકલ્પ કર્યો ત્યારે એમની પ્રાથમિક ધારણા શી હતી અને માનસિક ભૂમિકા શી હતી એ બધું, તેમણે એક પછી એક છોડેલ ચાલુ સાધનામાર્ગનો તેમ જ છેવટે અંતરમાંથી ઊગી આવેલ સમાધાનકારક માર્ગનો વિચાર કરીએ છીએ ત્યારે, સ્પષ્ટપણે સમજાય છે. આધ્યાત્મિક શુદ્ધિ સિદ્ધ કરવાનો ઉદ્દેશ બુદ્ધનો હતો જ, પણ એવા ઉદ્દેશથી પ્રવ્રુજિત થયેલાની સંખ્યા તે કાળે પણ નાની ન હતી. જો બુદ્ધનો માત્ર એટલો જ ઉદ્દેશ હોત તો તે સ્વીકારેલ એવા ચાલુ સાધનામાર્ગોમાં ક્યાંય ને ક્યાંય ઠરીઠામ બેસત, પરંતુ બુદ્ધનો મહાન ઉદ્દેશ એ પણ હતો કે ક્લેશ અને કંકાસમાં રચીપચી રહેતી માનવતાને ચાલુ જીવનમાં જ સ્થિર સુખ આપે એવા માર્ગની શોધ કરવી. બુદ્ધ તે વખતે અતિપ્રચલિત અને પ્રતિષ્ઠિત એવા ધ્યાન અને યોગમાર્ગ ભણી પ્રથમ વળે છે, એમાં તેઓ પૂરી સિદ્ધિ પણ મેળવે છે, તોય એમનું મન ઠરતું નથી. આ શાને લીધે ? એમના મનમાં થાય છે કે ધ્યાનથી અને યોગાભ્યાસથી એકાગ્રતાની શક્તિ અને કેટલીક સિદ્ધિઓ લાધે છે ખરી, એ સારી પણ છે, પરંતુ એનાથી સમગ્ર માનવતાને શો લાભ ? આ અજંપો તેમને તે સમયે પ્રચલિત એવા અનેકવિધ કઠોર દેહદમન તરફ વાળે છે. તેઓ કઠોરતમ તપસ્યાઓ દ્વારા દેહને શોષવી નાખે છે, પણ તેમના મનનું આખરી સમાધાન થતું નથી. આમ શાથી ? એમને એમ થયું કે માત્ર આવા કઠોર દેહદમનથી ચિત્ત વિચાર અને કાર્યશક્તિમાં ખીલવાને બદલે ઊલટું કરમાઈ જાય છે. એમણે તેથી કરીને એવું ઉગ્ર તપ પણ ત્યજ્યું, અને તે સાથે જ પોતાના પ્રથમના પાંચ વિશ્વાસપાત્ર સહચારી સાધકોને પણ ગુમાવ્યા; બુદ્ધ સાવ એકલા પડ્યા. એમને હવે કોઈ સંઘ, મઠ કે સોબતીઓની હૂંફ ન હતી; અને છતાં તેઓ પોતાના મૂળ ધ્યેયની અસિદ્ધિના અજંપાને લીધે નવી જ મથામણ અનુભવવા લાગ્યા, પણ બુદ્ધની મૂળ ભૂમિકા જ અસાંપ્રદાયિક અને પૂર્વગ્રહ વિનાની હતી. તેથી તેમણે અનેક ગુરુઓ, અનેક સાથીઓ અને અનેક પ્રશંસકોને જતા કરવામાં જરાય હાનિ ન જોઈ; ઊલટું એમણે એ પૂર્વપરિચિત ચેલાઓ ત્યજી એકલપણે રહેવા, વિચરવા અને વિચારવામાં વિશેષ ઉત્સાહ અનુભવ્યો. ઘ૨બા૨ બધું છોડાય, પણ સ્વીકારેલ પંથોના પૂર્વગ્રહો છોડવા એ કામ અઘરામાં અઘરું છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ • પરિશીલન બુદ્ધ એ અઘરું કામ કર્યું અને તેમને પોતાની મૂળ ધારણા પ્રમાણે સિદ્ધિ પણ સાંપડી. આ સિદ્ધિ એ જ બુદ્ધના વ્યક્તિત્વને વિશ્વવ્યાપી બનાવનાર અસાધારણ વિશેષતા છે. નૈરંજરા નદીને કિનારે, વિશાળ ચોગાનમાં સુંદર પ્રાકૃતિક દશ્યો વચ્ચે, પીપળના ઝાડ નીચે, બુદ્ધ આસનબદ્ધ થઈ ઊંડા વિચારમાં ગરક થયેલ, ત્યારે એમના મનમાં કામ અને તૃષ્ણાના પૂર્વ સંસ્કારોનું હૃદ્ધ શરૂ થયું. એ વૃત્તિઓ એટલે મારની સેના. બુદ્ધ મારની એ સેનાનો પરાભવ કરી જે વાસનાવિજય યા અધ્યાત્મિક શુદ્ધિ સાધી તેનો સ્વાનુભવ સુત્તનિપાતના પધાનસુત્તમાં મળે છે. એમાં નથી અત્યુક્તિ કે નથી કવિકલ્પના. જે સાધક આ દિશામાં સાચા અર્થમાં ગયો હશે તે બુદ્ધના ઉદ્દગારમાં પોતાનો જ અનુભવ જોશે. કાલિદાસે કુમારસંભવમાં મહાદેવના કામવિજયનું મનોહર રોમાંચકારી ચિત્ર કળામય રીતે કહ્યું છે, પણ તે કાવ્યકળામાં કવિની કલ્પનાના આવરણ તળે માનવઅનુભવ જરા ગૌણ થઈ જાય છે; દીર્ઘતપસ્વી મહાવીરે સંગમ અસુરના કઠોર ઉપસર્ગો છ માસ લગી સહ્યા અને અંતે એનો પરાભવ કર્યો, એ રૂપકવર્ણનમાં પણ સીધેસીધું માનવીય મનોવૃત્તિનું તુમુલ કંદ્ર જોવા નથી મળતું, કૃષ્ણની કાલિયનાગદમનની વાર્તા પણ એક પૌરાણિક વાર્તા જ બની જાય છે, જ્યારે બુદ્ધનું કુશળ-અકુશળ વૃત્તિઓનું આંતરિક તુમુલ દ્રુદ્ધ એમના સીધા સ્વાનુભવ વર્ણનમાં સચવાયેલું છે, ભલે પાછળથી અશ્વઘોષે કે લલિતવિસ્તારના લેખકે તેને કવિકલ્પનાના ઝૂલામાં ઝુલાવ્યું હોય. મારવિજયથી બુદ્ધની સાધના પૂરી થતી નથી; એ તો આગળની સાધનાની માત્ર પીઠિકા બની રહે છે. બુદ્ધનો આંતરિક પ્રશ્ન એ હતો કે માનવતાને સાચું સુખ સાંપડે એવો કયો વ્યવહારુ માર્ગ છે ? આ પ્રશ્નનું નિરાકરણ અત્યારે જેટલું સરલ લાગે છે તેટલું તેમને માટે તે કાળમાં સરલ ન હતું, પણ બુદ્ધ તો એવું નિરાકરણ મેળવવા સુધી ન જંપવાનો કઠોર સંકલ્પ જ કર્યો હતો. એ સંકલ્પ અંતે તેમને રસ્તો દાખવ્યો. તે કાળમાં આત્મતત્ત્વને લગતા અને તે વિશે સામસામી ચર્ચા-પ્રતિચર્ચા કરતા અનેક પંથો હતા. તેમાં એક પંથ બ્રહ્મવાદનો હતો. એ માનતો કે ચરાચર વિશ્વના મૂળમાં એક અખંડ બ્રહ્મતત્ત્વ છે, જે સચ્ચિદાનંદરૂપ છે અને જેને લીધે આ સમગ્ર વિશ્વ અસ્તિત્વમાં આવ્યું છે, ટકી રહ્યું છે અને પરિવર્તન પામી રહ્યું છે. આવું બ્રહ્મ એ જ સર્વ દેવોનું અધિષ્ઠાન હોઈ દેવાધિદેવ પણ છે. બુદ્ધનો પ્રશ્ન વ્યવહારુ હતો. એમને જગતના મૂળમાં શું છે ? તે કેવું છે? – ઈત્યાદિ બાબતોની બહુ પડી ન હતી. એમને તો એ શોધવું હતું કે બીજાં બધાં પ્રાણીઓમાં શ્રેષ્ઠતા ધરાવતી માનવજાતિ જ પ્રમાણમાં ઈતર પ્રાણીજગત કરતાં વધારે કલહપરાયણ અને વિશેષ વૈઅતિવૈરપરાયણ દેખાય છે, તો એના એ સંતાપનિવારણનો કોઈ સરલ વ્યવહારુ માર્ગ છે કે નહિ? આ મથામણે તેમને બ્રહ્મવિહારનો માર્ગ સુઝાડ્યો. તપ અને ધ્યાનના પૂર્વસંસ્કારોએ તેમને મદદ કરી હશે. પણ બ્રહ્મવિહારની શોધમાં મુખ્ય પ્રેરક બળ તો એમના વ્યવહારુ પ્રશ્નના ઉકેલ Page #60 -------------------------------------------------------------------------- ________________ તથાગતની વિશિષ્ટતાનો મર્મ • ૫૧ પાછળની લગનીમાં જ દેખાય છે. બેશક, તે કાળે અને તેથી પહેલાં પણ, આત્મૌપજ્યના પાયા ઉપર અહિંસાની પ્રતિષ્ઠા થયેલી હતી; સર્વભૂતહિતેરતઃ અને મૈત્રીની ભાવના જ્યાંત્યાં ઉપદેશાતી, પરંતુ બુદ્ધની વિશેષતા બ્રહ્મતત્ત્વ યા બ્રહ્મદેવના સ્થાનમાં બહ્મવિહારની પ્રતિષ્ઠા કરવામાં છે. આપણે અત્યાર લગીનાં પ્રાપ્ત સાધનો દ્વારા એ નથી જાણતા કે બુદ્ધ સિવાય બીજા કોઈએ બહ્મવિહારની વ્યાપક ભાવનાનો એટલો સુરેખ અને સચોટ પાયો નાખ્યો હોય. બૌદ્ધવામયમાં જ્યાં ને ત્યાં આ બ્રહ્મવિહારનું જેવું વિશદ અને હૃદયહારી ચિત્ર આલેખાયેલું મળે છે તે બુદ્ધની વિશેષતાનું સૂચક પણ છે. જ્યારે બુદ્ધને મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એ ચાર ભાવનાઓમાં માનવજાતિના સુખનો માર્ગ દેખાયો ત્યારે તેમને પોતાની બીજી શોધ સધાયાની દઢ પ્રતીતિ થઈ અને પછી તેમણે એ જ ભાવનાઓને બ્રહ્મવિહાર કહી માનવજાતિને સૂચવ્યું કે તમે અગમ્ય અને અકળ બ્રહ્મતત્ત્વની જટિલ ચર્ચા કરશો તો છેવટે તમારે સાચી શાંતિ માટે આ બ્રહ્મવિહારનો આશ્રય લેવો પડશે. એ જ વ્યવહારુ અને જીવનમાં પ્રયત્નશીલ સૌને સુલભ એવું બ્રહ્મ છે. જો બુદ્ધના આ બ્રહ્મવિહારનો આપણે માનવજાતિના સ્થિર સુખના પાયા લેખે વિચાર કરીએ તો સમજાયા વિના નહિ રહે કે એ કેવી જીવનપ્રદ શોધ છે. બુદ્ધે પોતાના આખા જીવનમાં જે નવા નવા રૂપે અનેક ઉપદેશો કર્યા છે, તેના મૂળમાં આ બ્રહ્મવિહારનો વિચાર જ તરવરે છે – જેમ ગાંધીજીની અનેકવિધ પ્રવૃત્તિમાં સત્ય અને અહિંસાની પ્રબળ વૃત્તિ તરવરે છે તેમ. કહેવાય છે કે પ્રતીત્યસમુત્પાદ અને ચાર આર્યસત્ય એ બુદ્ધની વિશેષતા છે, પણ આ કથનમાં મૌલિક વજૂદ નથી. બુદ્ધના પહેલાંથી જ ભારતીય આધ્યત્મિકો એ નિર્ણય ઉપર આવેલા હતા કે અવિદ્યાથી તૃષ્ણા અને તૃષ્ણામાંથી જ બીજાં દુ;ખો જન્મ છે. આ વિચારને બુદ્ધે પોતાની રીતે પ્રતીત્યસમુત્પાદના નામથી વિકસાવ્યો અને વિસ્તાર્યો એટલું જ. એ જ રીતે ચાર આર્યસત્યો પણ બુદ્ધના પહેલાંથી સાધકો અને યોગીઓમાં જાણીતાં હતાં; એટલું જ નહિ, પણ ઘણા તપસ્વીઓ અને ત્યાગીઓ એ સત્યોને આધારે જીવન ઘડવા પ્રયત્ન પણ કરતા. જૈન પરંપરાનાં આસ્ત્રવ, બંધ, સંવર અને મોક્ષ એ ચાર તત્ત્વો કાંઈ મહાવીરની પ્રાથમિક શોધ નથી; એની પરંપરા પાર્શ્વનાથ સુધી તો જાય જ છે. એ જ ચાર તત્ત્વો ઉપનિષદોમાં પણ જુદે જુદે નામે મળે જ છે અને કપિલના પ્રાચીન સાંખ્યનો આધાર પણ એ જ ચાર તત્ત્વ છે. પ્રતીત્યસમુત્પાદ કે ચાર આર્યસત્ય એ બુદ્ધની મૌલિક વિશેષતા નથી, તોય એને આધારે ઉચ્ચ જીવન ઘડવાની રીત એ બુદ્ધની આગવી જ રીત છે. જ્યારે એમણે નિર્વાણના ઉપાય લેખે આર્યઅષ્ટાંગિકમાર્ગ નિરૂપ્યો ત્યારે એમણે વર્તમાન જીવનમાં આંતરબાહ્ય શુદ્ધિ આણવા ઉપર વધારેમાં વધારે ભાર મૂક્યો. પરંતુ હા, આમાંય બુદ્ધની વિશેષતા હોય તો ચોક્કસપણે એ છે કે તેમણે વિચાર અને આચારની સાધનામાં મધ્યમમાર્ગી વલણ સ્વીકાર્યું. જો તેમણે આવું વલણ સ્વીકાર્યું Page #61 -------------------------------------------------------------------------- ________________ પ૨૦ પરિશીલન ન હોત તો તેમનો ભિક્ષુસંઘ ભિન્ન ભિન્ન સંસ્કારવાળા દેશદેશાંતરમાં જઈ શકત કે કામ કરી શકત નહિ અને જાતજાતના લોકોને આકર્ષી કે જીતી શકત નહિ. મધ્યમમાર્ગ બુદ્ધને સૂઝ્યો એ જ સૂચવે છે કે તેમનું મન કોઈ પણ એકાંગી પૂર્વગ્રહથી કેવું મુક્ત હતું ! નજરે તરી આવે એવી બુદ્ધની મહત્ત્વની એક વિશેષતા એ છે કે તેઓ પોતાની સૂક્ષ્મ ને નિર્ભય પ્રતિભાથી કેટલાંક તત્ત્વોનાં સ્વરૂપોનું તલસ્પર્શી આકલન કરી શક્યા અને જ્યારે જિજ્ઞાસુ તેમ જ સાધક જગત સમક્ષ બીજો કોઈ તે વિશે તેટલી હિંમતથી ન કહેતો ત્યારે બુદ્ધે પોતાનું એ આકલન સિંહની નિર્ભય ગર્જનાથી, કોઈ રાજી થાય કે નારાજ એની પરવા કર્યા વિના પ્રગટ કર્યું. તે વખતના અનેક આધ્યાત્મિક આચાર્યોં યા તીર્થંકરો વિશ્વના મૂળમાં કયું તત્ત્વ છે અને તે કેવું છે એનું કથન, જાણે પ્રત્યક્ષ જોયું હોય તે રીતે, કરતા, અને નિર્વાણ યા મોક્ષના સ્થાન તેમ જ તેની સ્થિતિ વિશે પણ ચોક્કસ નજરે નિહાળ્યું હોય તેવું વર્ણન કરતા; ત્યારે બુદ્ધે, કદી પણ વાદવિવાદ શમે નહિ એવી ગૂઢ અને અગમ્ય બાબતો વિશે કહી દીધું કે હું એવા પ્રશ્નોનું વ્યાકરણ કરતો નથી, એનાં ચૂંથણાં ચૂંથતો નથી. હું એવા જ પ્રશ્નોની છણાવટ લોકો સમક્ષ કરું છું કે જે લોકોના અનુભવમાં આવી શકે તેવા હોય અને તે વૈયક્તિક તેમ જ સામાજિક જીવનની શુદ્ધિ તેમ જ શાંતિમાં નિર્વિવાદપણે ઉપયોગી થઈ શકે તેવા હોય. દેશકાળની સીમામાં બદ્ધ થયેલ માણસ પોતાની પ્રતિભા કે સૂક્ષ્મ બુદ્ધિને બળે દેશકાળથી પર એવા પ્રશ્નોની યથાશક્તિ ચર્ચા કરતો આવ્યો છે, પણ એવી ચર્ચાઓ અને વાદવિવાદોને પરિણામે કોઈ અંતિમ સર્વમાન્ય નિર્ણય આવ્યો નથી. એ જોઈ વાદવિવાદના અખાડામાંથી સાધકોને દૂર રાખવા અને તાર્કિક વિલાસમાં ખરચાતી શક્તિ બચાવવા બુદ્ધે તેમની સમક્ષ એવી જ વાત કહી, જે સર્વમાન્ય હોય અને જેના વિના માનવતાનો ઉત્કર્ષ સાધી શકાય તેમ પણ ન હોય. બુદ્ધનો એ ઉપદેશ એટલે આર્યઅષ્ટાંગિક માર્ગ તેમ જ બ્રહ્મવિહારની ભાવનાનો ઉપદેશ. ટૂંકમાં કહેવું હોય તો વૈર-પ્રતિવૈરના સ્થાનમાં પ્રેમની વૃદ્ધિ અને પુષ્ટિનો ઉપદેશ. બુદ્ધની છેલ્લી અને સર્વાકર્ષક વિશેષતા એમની અગૂઢ વાણી તેમ જ હૃદયસોંસરાં ઊતરી જાય એવાં વ્યવહારુ દૃષ્ટાંતો અને ઉપમાઓ મારફત વક્તવ્યની સ્પષ્ટતા એ છે. દુનિયાના વાદ્ગમયમાં બુદ્ધની દૃષ્ટાંત અને ઉપમાશૈલીનો જોટો ધરાવે એવા નમૂના બહુ વિરલ છે. એને જ લીધે બુદ્ધનો પાલિભાષામાં અપાયેલ ઉપદેશ દુનિયાની સુપ્રસિદ્ધ બધી ભાષાઓમાં અનુવાદિત થયો છે ને રસપૂર્વક વંચાય છે. એની સચોટતા, તેમ જ પ્રત્યક્ષ જીવનમાં જ લાભ અનુભવી શકાય એવી બાબતો ઉપર જ ભાર, એ બે તત્ત્વોએ બૌદ્ધ ધર્મની આકર્ષકતામાં વધારેમાં વધારે ભાગ ભજવ્યો છે અને એની અસરનો પડઘો ઉત્તરકાલીન વૈદિક, આદિ પરંપરાના સાહિત્યે પણ ઝીલ્યો છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ તથાગતની વિશિષ્ટતાનો મર્મ • ૫૩ એક વાર વૈદિકો અને પૌરાણિકો જે બુદ્ધને અવગણવામાં કૃતાર્થતા માનતા તે જ વૈદિકો અને પૌરાણિકોએ બુદ્ધને વિષ્ણુના એક અવતાર લેખે સ્થાન આપી બુદ્ધના મોટા ભારતીય અનુયાયીવર્ગને પોતપોતાની પરંપરામાં સમાવી લીધો છે, એ શું સૂચવે છે ? એક જ વાત અને તે એ કે તથાગતની વિશેષતા ઉપેક્ષા ન કરી શકાય એવી માહિતી છે. બુદ્ધની જે જે વિશેષતા પરત્વે ઉપર સામાન્ય સૂચન કરવામાં આવ્યું છે તે તે વિશેષતા સ્પષ્ટપણે દર્શાવતા પાલિપિટકમાંના થોડાક ભાગો નીચે સારરૂપે ટૂંકમાં આપું છું, જેથી વાચકોને લેખમાં કરેલી સામાન્ય સૂચનાની દૃઢ પ્રતીતિ થાય અને તેઓ પોતે જ તે વિશે સ્વતંત્ર અભિપ્રાય બાંધી શકે. એક પ્રસંગે ભિક્ષુઓને ઉદ્દેશી બુદ્ધ પોતાના ગૃહત્યાગની વાત કરતાં કહે છે કે, ભિક્ષુઓ ! હું પોતે બોધિજ્ઞાન પ્રાપ્ત કર્યા પહેલાં જ્યારે ઘરમાં હતો ત્યારે, મને એક વાર વિચાર આવ્યો કે હું પોતે જ જરા, વ્યાધિ અને શોક સ્વભાવવાળી પરિસ્થિતિમાં બદ્ધ છું અને છતાંય એવી જ પરિસ્થિતિવાળા કુટુંબીજનો અને બીજા પદાર્થોની પાછળ પડ્યો છું, તે યોગ્ય નથી; તેથી હવે પછી હું અજર, અમર, પરમ પદની શોધ કરું તે યોગ્ય છે. આવા વિચારમાં કેટલોક સમય વીત્યો. હું ભરજુવાનીમાં આવ્યો. મારાં માતા-પિતા આદિ વડીલો મને મારી શોધ માટે ઘર છોડી જવાની કોઈ પણ રીતે અનુમતિ આપતાં નહિ. છતાં મેં એક વાર એ બધાંને રડતાં મૂક્યાં અને ઘર છોડી, પ્રવ્રુજિત થઈ ચાલી નીકળ્યો.' બીજે પ્રસંગે એક અગ્નિવેસ્સન નામે ઓળખાતા સચ્ચક નામના નિગ્રંથ પંડિતને ઉદ્દેશી પ્રવ્રજ્યા પછીની પોતાની સ્થિતિ વર્ણવતાં તેઓ કહે છે કે, હે અગ્નિવેસ્સન, મેં પ્રવ્રજ્યા લીધા પછી શાંતિમાર્ગની શોધ પ્રારંભી. હું પહેલાં એક આળાર કાલામ નામના યોગીને મળ્યો. મેં તેના ધર્મપંથમાં દાખલ થવાની ઇચ્છા દર્શાવી, અને તેણે મને સ્વીકાર્યો. હું તેની પાસે રહી, તેના બીજા શિષ્યોની પેઠે, તેનું કેટલુંક તત્ત્વજ્ઞાન શીખ્યો. તેના બીજા શિષ્યોની પેઠે હું પણ એ પોપટિયા વાદવિવાદના જ્ઞાનમાં પ્રવીણ થયો, પણ મને એ છેવટે ન રુચ્યું. મેં એક વાર કાલામને પૂછ્યું કે તમે તત્ત્વજ્ઞાન મેળવ્યું છે તે માત્ર શ્રદ્ધાથી તો મેળવ્યું નહિ હોય ! એના સાક્ષાત્કારનો તમે જે માર્ગ આચર્યો હોય તે જ મને કહો. હું પણ માત્ર શ્રદ્ધા પર ન ચાલતાં તે માર્ગ જીવનમાં ઉતારીશ. કાલામે મને એ માર્ગ લેખે આકિંચન્યાયતન નામની સમાધિ શીખવી. મેં એ સિદ્ધ તો કરી, પણ છેવટે તેમાંય મને સમાધાન ન મળ્યું. કાલામે મને ઊંચું પદ આપવાની અને પોતાના જ પંથમાં રહેવાની લાલચ આપી, પણ હે અગ્નિવેસ્સન, હું તો મારી આગળની શોધ માટે ચાલી નીકળ્યો. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૪ • પરિશીલન હે અગ્નિવેમ્સન, બીજા એક ઉદ્દક રામપુત્ર નામના યોગીનો ભેટો થયો. તેની પાસેથી હું નેહસંજ્ઞાના સંજ્ઞાયતન નામની સમાધિ શીખ્યો. તેણે પણ મને પોતાના પંથમાં રાખવા અને ઊંચું પદ આપવા લલચાવ્યો, પણ મારા આંતરિક અસમાધાને મને ત્યાંથી છૂટો કર્યો. મારું અસમાધાન એ હતું કે ધ્યાન એ એકાગ્રતા માટે ઉપયોગી છે, પણ નાય ધો સંવાધા- અર્થાત્ આ ધર્મ સાર્વત્રિક જ્ઞાન અને સાર્વત્રિક સુખનો નથી. પછી હું એવા માર્ગની શોધ માટે આગળ ચાલ્યો. હે અગ્નિવેમ્સન, એમ ફરતાં ફરતાં રાજગૃહમાં આવ્યો. ત્યાં કેટલાય શ્રમણપંથો હતા, જેઓ જાતજાતની ઉગ્ર તપસ્યા કરતા. હું પણ રાજગૃહથી આગળ વધી ઉરુવેલા(હાલનું બુદ્ધગયા)માં આવ્યો, અને અનેક પ્રકારની કઠોર તપસ્યા કરવા લાગ્યો. મેં ખોરાકની માત્રા તદ્દન ઓછી કરી નાખી અને તદ્દન નીરસ અનાજ લેવા લાગ્યો. સાથે જ મેં શ્વાસોચ્છવાસ રોકી સ્થિર આસને બેસી રહેવાનો પણ સખત પ્રયત્ન કર્યો. પરંતુ હે અગ્નિવેમ્સન, તે ઉગ્ર તપ અને હઠયોગની પ્રક્રિયા આચરતાં મને એવો વિચાર આવ્યો કે હું જે અત્યંત દુઃખકારી વેદના હાલ અનુભવી રહ્યો છું તેવી ભાગ્યે જ બીજાએ અનુભવી હશે. છતાં આ દુષ્કર કર્મથી લોકોત્તર ધર્મનો માર્ગ લાધે એવું મને લાગતું નથી. તો હવે બીજો કયો માર્ગ છે, એની ઊંડી વિમાસણમાં હું પડ્યો. તેવામાં, હે અગ્નિવેમ્સન, મને નાની ઉંમરના અનુભવનું સ્મરણ થઈ આવ્યું. સ્મરણ એ હતું કે હું કયારેક નાની ઉમરે પિતાજી સાથે ઘરના ખેતરમાં જાંબુડાના ઝાડ નીચે છાયામાં બેસી સહજભાવે ચિંતન કરતો અને શાતા અનુભવતો. હે અગ્નિવેમ્સન, મને એમ લાગ્યું કે એ મધ્યમમાર્ગી રસ્તો તો સાચો ન હોય ? તો એ માર્ગે જતાં હું શા માટે ડરું? એવા વિચારથી મેં ઉપવાસ આદિ દેહદમન છોડી, દેહપોષણ પૂરતું અન લેવું શરૂ કર્યું. આ શરૂઆત જોતાં જ મારા નજીકના સાથીઓ અને પરિચારકો, હું સાધનાભ્રષ્ટ થયો છું એમ સમજી, મને છોડી ગયા. હું એકલો પડ્યો, પણ મારો આગળની શોધનો સંકલ્પ તો ચાલુ જ રહ્યો. યોગ્ય ને મિત ભોજનથી મારામાં શક્તિ આવી અને હું શાંતિ અનુભવવા લાગ્યો.” તે સમયે સામાન્ય લોકવ્યવહારને અનુસરીને બોધિસત્ત્વ દેહદમન આદિના માર્ગને અનુસર્યા, પણ તે વખતે તેમના મનનો સમસ્ત વિચાઅવાહ તે જ દિશામાં વહેતો એમ નથી માનવાનું. સામાન્ય માણસને સમુદ્ર એકસરખો જ દેખાય છે, પરંતુ તેમાં પરસ્પર વિરુદ્ધ દિશામાં વહેનારા પુષ્કળ પ્રવાહો હોય છે. તે પ્રમાણે બોધિસત્ત્વના ચિત્તમાં પણ વિરોધી અનેક વિચાપ્રવાહો વહેતા હતા. તેમનું આ માનસિક ચિત્ર જ્યારે બુદ્ધ અગ્નિવેમ્સનને ઉદ્દેશી પોતાને સૂઝેલી ત્રણ ઉપમાઓ કહે છે ત્યારે સ્પષ્ટ ઊપસી આવે છે. તે ત્રણ ઉપમાઓ આ રહી : Page #64 -------------------------------------------------------------------------- ________________ તથાગતની વિશિષ્ટતાનો મર્મ • પપ (૧) પાણીમાં પડેલું ભીનું લાકડું હોય ને તેને બીજા લાકડાથી ઘસવામાં આવે તો તેમાંથી આગ ન નીકળે. તે રીતે જેઓનાં મનમાં વાસના ભરી હોય અને ભોગનાં સાધનોમાં જેઓ રચ્યાપચ્યા હોય તેઓ ગમે તેટલું હઠયોગનું કષ્ટ વેઠે તોય મનમાં સાચું જ્ઞાન પ્રકટે નહિ. (૨) બીજું લાકડું પાણીથી આઘે હોય, છતાં હોય ભીનું, એનેય ઘસવાથી એમાંથી આગ ન નીકળે. એ જ રીતે ભોગનાં સાધનોથી આઘે અરણ્યમાં રહેલ સાધક હોય, પણ મનમાં વાસનાઓ સળવળતી હોય તોય કોઈ તપ તેમાં સાચું જ્ઞાન ઉપજાવી શકે નહિ. (૩) પરંતુ જે લાકડું પૂરેપૂરું સૂકું હોય ને જળથી વેગળું હોય તેને અરણિથી ઘસવામાં આવે તો આગ જરૂર પ્રગટે. એ જ રીતે ભોગનાં સાધનોથી દૂર તેમ જ વાસનાઓથી મુક્ત એવો સાધક જ યોગમાર્ગને અવલંબી સાચું જ્ઞાન મેળવી શકે. વળી, બુદ્ધ ભિક્ષુઓને ઉદ્દેશી સાધનાના અનુભવની વાત કરતાં જણાવે છે કે, “હું જ્યારે સાધના કરતો ત્યારે જ મને વિચાર આવ્યો કે મનમાં સારા અને નરસા બંને પ્રકારના વિતર્ક કે વિચારો આવ્યા કરે છે. તેથી મારે એના બે ભાગ પાડવા: જે અકુશળ કે નઠારા વિતર્કો છે તે એક બાજુ અને જે કુશળ કે હિતકારી વિતર્કો છે તે બીજી બાજુ, કામ, દ્વેષ અને ત્રાસ આપવાની વૃત્તિ આ ત્રણ અકુશળ વિતર્કો. તેથી ઊલટું નિષ્કામતા, પ્રેમ અને કોઈને પીડા ન આપવાની વૃત્તિ એ ત્રણ કુશળ વિતર્કો છે. હું વિચાર કરતો બેસું અને મનમાં કોઈ અકુશળ વિતર્ક આવ્યો કે તરત જ વિચાર કરતો કે આ વિતર્ક મારું કે બીજા કોઈનું હિત કરનાર તો છે જ નહિ, અને વધારામાં તે પ્રજ્ઞાને રોકે છે. મન ઉપરની પાકી ચોકીદારી અને સતત જાગૃતિથી એવા વિતર્કોને હું રોકતો, તે એવી રીતે કે જેમ કોઈ ગોવાળિયો, પાકથી ઊભરાતાં ખેતરો ન ભેળાય એ માટે, પાક ખાવા દોડતી ગાયોને સાવધાનીથી ખેતરોથી દૂર રાખે તેમ. પરંતુ જ્યારે મનમાં કુશળ વિતર્ક આવે ત્યારે તે વિતર્કો મારા, બીજાના અને બધાના હિતમાં કેવી રીતે છે એનો વિચાર કરી સતત જાગૃતિથી હું એ કુશળ વિતર્કોનું જતન કરતો. બહુ વિચાર કરતાં બેસી રહેવાથી શરીર થાકી જાય ને શરીર થાકે તો મન પણ સ્થિર ન થાય, એમ ધારી હું કુશળ વિતર્કો આવે ત્યારે મનને માત્ર અંદર જ વાળતો. જેવી રીતે ખેતરોમાંથી પાક લણાયા પછી ગોવાળ ઢોરોને ખેતરોમાં છૂટાં મૂકી દે છે, માત્ર દૂર રહી એના ઉપર દેખરેખ રાખે છે, તેમ હું કુશળ વિતર્કો આવે ત્યારે એની દેખરેખ રાખતો, પણ મનનો નિગ્રહ કરવાનો પ્રયત્ન ન કરતો.” બુદ્ધનો આ અનુભવ તેમણે સાધેલ મારવિજયનો સૂચક છે. બૌદ્ધ ધર્મમાં બ્રહ્મવિહારનો મહિમા વેદાંતીઓના બ્રહ્મના મહિમા જેવો જ છે. તેથી બ્રહ્મવિહાર વિશે થોડુંક વધારે સ્પષ્ટીકરણ આવશ્યક છે. બ્રહ્મ એટલે જીવલોક. તેમાં વિહાર કરવો એટલે સમગ્ર જીવસૃષ્ટિ સાથે પ્રેમમૂલક વૃત્તિઓ કેળવી સૌની સાથે Page #65 -------------------------------------------------------------------------- ________________ પ૬ પરિશીલન સમાનપણું સાધવું. આ વૃત્તિઓને મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એમ ચાર ભાગમાં વહેંચવામાં આવી છે. એનું મહત્ત્વ શ્રી ધર્માનંદ કોશાંબીએ પાલિગ્રંથોને આધારે દર્શાવ્યું છે તે તેમના જ શબ્દોમાં ટૂંકમાં વાંચીએ: “માતા જેમ ધાવણા છોકરાનું મૈત્રીથી પ્રેમથી પાલન કરે છે, તે માંદું થાય ત્યારે કરુણાથી તેની સેવા કરે છે, પછી વિદ્યાભ્યાસાદિકમાં તે હોશિયાર થાય એટલે મુદિત અંત:કરણથી તેને થાબડે છે, અને ત્યાર પછી જ્યારે તે સ્વતંત્રપણે સંસાર શરૂ કરે અથવા પોતાના મતથી વિરુદ્ધ રીતે વર્તવા લાગે ત્યારે તેની ઉપેક્ષા કરે છે; કદી તેનો દ્વેષ કરતી નથી અને તેને મદદ કરવા હંમેશ તૈયાર થાય છે, તે પ્રમાણે જ મહાત્માઓ આ ચાર શ્રેષ્ઠ મનોવૃત્તિઓથી પ્રેરિત થઈને જનસમૂહનું કલ્યાણ કરવા તત્પર હોય છે.' ગૂઢ અને અણઊકલ્યા પ્રશ્નોથી વેગળા રહેવાનું બુદ્ધનું વલણ સમજવા માટે તેમનો માલુંકશ્યપુત્ર સાથેનો વાર્તાલાપ ટૂંકમાં જાણી લેવો ઠીક થશે. ક્યારેક માલુકયપુત્રે બુદ્ધને પૂછ્યું કે, “તમે તો બીજા આચાર્યો નિરૂપે છે તેમ જ્ઞતના આદિ, અંત કે મૂળ કારણ વિશે તેમ જ નિર્વાણ પછીની સ્થિતિ આદિ વિશે કાંઈ કહેતા નથી. તો હું તમારો શિષ્ય રહી નહિ શકું.' બુદ્ધ જવાબ આપતાં કહે છે કે, જ્યારે મેં તને શિષ્ય બનાવ્યો ત્યારે શું વચન આપેલું કે એવા અવ્યાકૃત પ્રશ્નોનો હું જવાબ આપીશ? શું તે પણ એમ કહેલું કે જો એવા પ્રશ્નોનો જવાબ નહિ આપો તો હું શિષ્ય રહી નહિ શકું?’ માલુક્યપુત્રે કહ્યું, “ના, એવો કોઈ કરાર હતો જ નહિ” બુદ્ધ કહે છે, તો પછી શિષ્યપણું છાંડવાની વાત યોગ્ય છે?” માલુક્યઃ “ના.” આટલાથી માલુંક્યનો ઉકળાટ તો શમ્યો, પણ બુદ્ધ એટલામાત્રથી પતાવી દે તેવા ન હતા. આગળ તેમણે એવી એક વેધક ઉપમા આપી, જે બુદ્ધનું વલણ સ્પષ્ટ કરે છે. બુદ્ધ કહે છે કે, કોઈ ઝેરી બાણથી ઘવાયો હોય. તેના હિતચિંતકો તેના શરીરમાંથી એ બાણ કાઢવા તત્પર થાય ત્યારે પેલો ઘવાયેલ તેમને કહે કે મને પ્રથમ મારા નીચેના પ્રશ્નોનો જવાબ આપો, પછી બાણ કાઢવાની વાત. મારા પ્રશ્નો એ છે કે બાણ માણનાર કઈ નાતનો છે? કયા ગામનો, કયા નામનો અને કેવા કદનો છે ? ઇત્યાદિ. તે જ રીતે એ બાણ શેમાંથી અને કેવી રીતે બન્યું તથા ધનુષ અને દોરી એ પણ શેનાં અને કોણે બનાવ્યાં છે? વગેરે. આ પ્રશ્નોનો જવાબ ન મળે ત્યાં લગી જો વાગેલ બાણ તે પુરુષ કાઢવા ન દે તો શું એ બચી શકે?’ માલ્કયપુત્ર કહે, “નહિ જ.' બુદ્ધ કહે, “તો પછી જે ગૂઢ ને હંમેશને માટે અણઊકલ્યા પ્રશ્નો છે એવા પ્રશ્નોના ઉત્તર સાથે બ્રહ્મચર્યવાસ યા સંયમસાધના યા જીવનશુદ્ધિના પ્રયત્નનો શો સંબંધ છે? માલુંક્યપુત્ર, ધાર કે વિશ્વ શાશ્વત યા અશાશ્વત, નિર્વાણ પછી તથાગત રહે છે કે નહિ ઈત્યાદિ તેં જાણ્યું ન હોય, તેથી તારી સંયમસાધનામાં શું કાંઈ બાધા આવવાની ? વળી, હું જે તૃષ્ણા અને તેનાથી ઉદ્ભવતાં દુઃખોની વાત કહું છું અને તેના નિવારણનો ઉપાય Page #66 -------------------------------------------------------------------------- ________________ તથાગતની વિશિષ્ટતાનો મર્મ • ૫૭ દર્શાવું છું તે તો અત્યારે જ જાણી અને અનુભવી શકાય તેવાં છે. તો તેની સાથે આવા અકળ પ્રશ્નોનો શો સંબંધ છે? તેથી, હે માલુક્યપુત્ર, મેં જે પ્રશ્નોને અવ્યાકૃત કહી બાજુએ રાખ્યા છે તેની ચર્ચામાં શક્તિ ન વેડફ અને મેં જે પ્રશ્નો વ્યાકૃત તરીકે આગળ રજૂ કર્યા છે તેને જ સમજ અને અનુસર.” ઉપર લખેલી કેટલીક કંડિકાઓ જ બુદ્ધનું ઉપનાકૌશલ સ્પષ્ટ દર્શાવે છે. તેથી એ દર્શાવવા વધારે ઉપમાઓ ન આપતાં એક ઉપયોગી અને સચોટ મનોરમ ઉપમા આપવી યોગ્ય ધારું છું. ક્યારેક અરિષ્ટ નામનો એક ભિક્ષુ બુદ્ધના ઉપદેશનો વિપર્યાસ કરી લોકોને ભરમાવતો. ત્યારે અરિષ્ટને બોલાવી બીજા ભિક્ષુઓ સમક્ષ બુદ્ધ ઉપમા દ્વારા જે વસ્તુ સૂચવી છે તે જીવનના દરેક ક્ષેત્રે, સૌને માટે, એકસરખી ઉપયોગી છે. બુદ્ધ કહે છે કે, પ્રતિષ્ઠિત ગણાતાં ગમે તેટલાં શાસ્ત્રો ભણી જાય, મોઢે બોલી જાય, પણ એનો સાચો ભાવ પ્રજ્ઞાથી ન સમજે, માત્ર એનો ઉપયોગ ખ્યાતિ મેળવવામાં કે આજીવિકા કેળવવામાં કરે, તો એ પોપટિયું જ્ઞાન ઊલટું તેને ભારે નુકસાન કરે. જેમ કોઈ મદારી મોટા સાપને પકડે, પણ તેનું પૂંછડું કે પેટ પકડી મોઢું ન દબાવે તો એ સાપ ગમે તેવા બળવાન મદારીને પણ ડંખે, અને તેની પકડ નકામી નીવડે. તે જ રીતે પ્રજ્ઞાથી. તેનો ખરો અર્થ અને ભાવ જાણ્યો ન હોય એવાં શાસ્ત્રોનો લાભ-ખ્યાતિ માટે ઉપયોગ કરનાર છેવટે દુર્ગતિ પામે. આથી ઊલટું, જે પુરુષ પ્રજ્ઞા અને સમજણથી શાસ્ત્રોનો મર્મ યોગ્ય રીતે ગ્રહણ કરે અને તેનો ઉપયોગ લાભખ્યાતિમાં ન કરે તે પુરુષ સાણસામાં મોઢું દબાવી સાપને પકડનાર કુશળ મદારીની પેઠે સાપના ડંખથી મુક્ત રહે. એટલું જ નહિ, પણ તે સાપનો યોગ્ય રીતે ઉપયોગ પણ કરી શકે.' બુદ્ધની વિશેષતાને સૂચવનાર જે થોડાક દાખલા ઉપર આપ્યા છે તે અને જે આપવામાં નથી આવ્યા તે બધાયથી ચડી જાય તેવો અથવા તો સમગ્ર વિશેષતાના મર્મનો ખુલાસો કરે એવો એક દાખલો અંતમાં ન આપું તો બુદ્ધ વિશેનું પ્રસ્તુત ચિત્ર અધૂરું જ રહે. વળી, ભારતીય તત્ત્વચિંતકોની વિચાર-સ્વતંત્રતાને દર્શાવતાં પ્રો. મેક્સમૂલરે ઈ. સ. ૧૮૯૪માં પોતાના વેદાંત ઉપરના ત્રીજા ભાષણમાં બુદ્ધની એ જ વિશેષતાનો નિર્દેશ કર્યો છે, અને સત્યશોધક તેમ જ સ્વતંત્ર વિચારક સ્વર્ગવાસી કિશોરલાલભાઈએ “જીવનશોધનની પ્રસ્તાવનાના પ્રારંભમાં પણ બુદ્ધની એ જ વિશેષતાનો નિર્દેશ કર્યો છે. હું જાણું છું ત્યાં લગી બુદ્ધ પહેલાં અને બુદ્ધ પછીનાં ૨૫૦૦ વર્ષમાં બીજા કોઈ પુરુષે બુદ્ધના જેટલી સ્વસ્થતા, ગંભીરતા અને નિભર્યતાથી એવા ઉદ્ગારો નથી ઉચ્ચાર્યા, જે વિચાર-સ્વતંત્રતાની સાચી પ્રતીતિ કરાવે તેવા હોય. તે ઉગારો આ રહ્યા અને એ જ એમની સર્વોપરી વિશેષતા : Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ - પરિશીલન “હે લોકો, હું જે કાંઈ કહું છું તે પરંપરાગત છે એમ જાણી ખરું માનશો નહિ. તમારી પૂર્વપરંપરાને અનુસરીને છે એમ જાણીને ખરું માનશો નહિ. આવું હશે એમ ધારી ખરું માનશો નહિ. તર્કસિદ્ધ છે એમ જાણી ખરું માનશો નહિ. લૌકિક ન્યાય છે એમ જાણી ખરું માનશો નહિ. સુંદર લાગે છે માટે ખરું માનશો નહિ. તમારી શ્રદ્ધાને પોષનારું છે એવું જાણી ખરું માનશો નહિ. હું પ્રસિદ્ધ સાધુ છું. પૂજ્ય છું, એવું જાણી ખરું માનશો નહિ. પણ તમારી પોતાની વિવેકબુદ્ધિથી મારો ઉપદેશ ખરો લાગે તો જ તમે તેનો સ્વીકાર કરજો. તેમ જ જો સૌના હિતની વાત છે એમ લાગે તો જ તેનો સ્વીકાર કરવો.” – (કાલામસુત્ત) – અખંડ આનંદ, મે, ૧૯૫૬ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૬. બુદ્ધ અને ગોપા લગ્ન એ એક મંગળ વિધિ છે, એકમાંથી અનેક થવાનો ઉપનિષદમાં આવતો બ્રહ્મસંકલ્પ છે. પણ એ વિધિની માંગલિકતા લગ્નમાં જોડાનાર બંને પાત્રોની સ૨ખી સમજણ અને સમાનતા ઉપર અવલંબિત છે. જ્યારે એવી સમજણ અને એવી સમાનતા બંનેમાં હોય ત્યારે જ તે લગ્ન આદર્શ છે નમૂનારૂપ છે એમ કહી શકાય. બુદ્ધ એક મહાન ક્રાંતિકારી વિચારક તરીકે અને મધ્યમમાર્ગે સમતોલપણે ચાલનાર લોકોદ્ધારક પુરુષ તરીકે જાણીતા છે. એમનું વિચાર અને આચારનું સૂક્ષ્મત્વ અને સમતોલપણું અધ્યાત્મમાર્ગમાં અને તત્ત્વચિંતનમાં તો સર્વત્ર સુવિદિત છે; પણ એમની એ વિચારસૂક્ષ્મતા અને આચારની સમતોલતા છેક નાની ઉંમરથી કેવી હતી અને ખાસ કરી તેઓ જ્યારે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવાલાયક થયા ત્યારે કેવી હતી એ બહુ ઓછા જાણે છે. બુદ્ધનું જીવનચરિત્ર પાલિગ્રંથોમાં છે, પણ તેમાં એ વિગત નામમાત્રની છે. પાલિપિટક પછીના સંક્રમયુગમાં જે મહાયાન સાહિત્ય રચાયું, તેમાં બુદ્ધના ગૃહસ્થાશ્રમપ્રવેશને લગતું ચિત્ર વિસ્તારથી આવે છે. આવો એક ગ્રંથ છે લલિતવિસ્તર.’ એની રચના ઈસવી સનનાં પ્રારંભિક શતકોમાં થયાનું મનાય છે. એની ભાષા પાલિમાંથી સંસ્કૃત તરફ જતી એક મિશ્ર ભાષા છે. ‘લલિતવિસ્તર’નો અર્થ છે બુદ્ધની જીવનલીલાનો વિસ્તાર. એની શૈલી પૌરાણિક છે અને એમાં કાવ્યચમત્કાર પણ જેવોતેવો નથી. જે કાંઈ કહેવામાં આવ્યું છે, તે બધું ઐતિહાસિક છે એમ ન સમજવું; પણ બુદ્ધ પોતે ઐતિહાસિક છે, એમનું લગ્ન એ પણ ઐતિહાસિક છે; આટલી મૂળ વસ્તુ વિશે તો પ્રશ્ન છે જ નહિ, પણ એમના લગ્નવર્ણનમાં લલિતવિસ્તરના લેખકે જે રંગો પૂર્યા છે, જે ભાવનાઓ ૨જૂ કરી છે તેમ જ જે લગ્નજીવનને સ્પર્શતા પણ દરેક દેશ અને કાળના સમાજને ઉપયોગી થાય અગર અનુકરણીય બને એવા જે મુદ્દાઓ આહ્લાદક શૈલીમાં કાવ્યબદ્ધ કર્યા છે, તે બુદ્ધના જીવનમાં બન્યા ન હોય તોપણ એના વ્યક્તિત્વને શોભાવે તેમ જ ઉઠાવ આપે તેવા છે; એટલું જ નહિ, પણ જો વાંચનાર સમજદાર હોય તો એને એમાંથી ઘણું શીખવા જેવું પણ છે. તેથી પ્રસ્તુત લેખમાં બુદ્ધના લગ્નપ્રસંગને લગતી એ ‘લલિતવિસ્તર'માંની ોમાંચક વિગતો લિપિબદ્ધ કરવા ધારી છે. - Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૦ • પરિશીલન પાલિ અને બીજા “મહાવસ્તુ આદિ સાહિત્યમાં બુદ્ધની પત્નીનું નામ યશોધરા તરીકે જાણીતું છે, જ્યારે લલિતવિસ્તારમાં એનું નામ ગોપા છે, એટલે આ લેખમાં ગોપાના નામનો જ ઉપયોગ કરીશું. બુદ્ધ એ વિશેષણ કે નામ ત્યાગ પછીનું છે; મૂળ નામ સિદ્ધાર્થ છે. મૃતિગ્રંથોમાં બ્રાહ્મ વગેરે આઠ પ્રકારનાં લગ્નો દર્શાવેલાં છે. તે જુદા જુદા સમયે અગર એક જ સમયે પણ જુદા જુદા સમાજોમાં બનેલી લગ્નઘટનાઓ ઉપરથી તારવેલાં છે. પૌરાણિક અને ઇતર કથાસાહિત્ય કે નાટક-આખ્યાન સાહિત્યમાં જે અનેકવિધ લગ્નની ઘટનાઓ મળે છે, તે જોતાં ઋતિકારોએ વર્ણવેલા લગ્નના આઠ પ્રકારો એ સામાજિક યથાર્થતાનું એક નિરૂપણ લાગે છે. વળી, જ્યારે આ દેશ અને પરદેશના જુદા જુદા સમાજોમાં બનતી અને પ્રવર્તતી લગ્નઘટનાઓ તેમ જ લગ્નપ્રથાઓ વિશે વાંચીએ છીએ, ત્યારે ઋતિકારોનું એ નિરૂપણ યથાર્થ લાગે છે. તેમ છતાં લલિતવિસ્તરમાં બુદ્ધ અને ગોપાનું જે લગ્નચિત્ર આલેખાયું છે, તે અનેક દૃષ્ટિએ બધાથી ચડી જાય એવું છે એમ લાગે છે. રામ મહાન પુરુષ, કૃષ્ણ પણ તેવા જ, મહાદેવ પણ દેવ જ, પાંડવો પણ વીરપુરુષો, નળ પણ સુવિખ્યાત, અજ એક પૌરાણિક અને પૃથ્વીરાજ એ ઐતિહાસિક. આવા પુરુષોના લગ્નપ્રસંગો તો તે કાવ્ય કે પુરાણગ્રંથોમાં આવે છે અને મોટે ભાગે સામાન્ય જનતા એનાથી પરિચિત પણ છે, પરંતુ લલિતવિસ્તરમાં બુદ્ધ ને ગોપાનો જે લગ્નપ્રસંગ આવે છે, તે અત્યંત બોધપ્રદ હોવા ઉપરાંત આકર્ષક અને રસપ્રેરક પણ છે, છતાં એ અજ્ઞાત રહ્યો હોય એમ લાગે છે. એમ ન હોત તો અશ્વઘોષ, કાલિદાસ, ભવભૂતિ જેવા અનેક કવિઓએ તે પ્રસંગ ઉપર મોહક કાવ્યો રચ્યાં હોત. રામ શૈવધનુર્ભાગ દ્વારા પરાક્રમનો પુરાવો આપે છે ને સીતા એમને પતિ તરીકે સ્વીકારે છે. કૃષ્ણ રુક્મિણીનું એની ઇચ્છાથી પણ હરણ કરે છે. મહાદેવ પાર્વતીની તપસ્યામૂલક ભક્તિથી એને સ્વીકારે છે. અર્જુનના મત્સ્યવેધથી દ્રૌપદી એને વરતાં છેવટે પાંચે ભાઈઓને વરે છે. દમયંતી નળને અને ઇંદુમતી અને સ્વયંવરમાં માળા પહેરાવી પતિ તરીકે સ્વીકારે છે. સંયુક્તા પૃથ્વીરાજને સ્વયંવરમાં જ વરે છે. આટલા દાખલાઓમાં આપણે એ જોઈએ છીએ કે લગ્ન પહેલાં બંને ઉમેદવાર એકબીજાને ભલે ચાહતાં હોય છતાં છૂટથી એકબીજાની પરીક્ષા નથી કરતાં કે નથી કરતાં ગૃહસ્થાશ્રમને યોગ્ય ગુણોની ધીર મીમાંસા. એક અથવા બીજા કારણે તેઓ પરસ્પર ચાહતા હોય છે, પણ એ ચાહના પાછળ બંને ઉમેદવારોમાં સમાન સમજણ અને નિર્ભય તેમ જ મોકળા મનથી એકબીજા સાથે વિચારની આપ-લે આપણે જોતા નથી. જ્યારે બુદ્ધ અને ગોપામાં તે બધાથી ઊલટું છે. બુદ્ધ જેટલા સમજદાર, ગોપા તેથી જરાય ઓછી સમજદાર નથી જણાતી. બુદ્ધ જેટલા મોકળા મનથી વાત કરે છે. તેથી જરાય આછા મોકળા મનથી ગોપા બુદ્ધ સાથે વાત નથી કરતી. બુદ્ધ ધનુર્વિધા દ્વારા પરાક્રમનો પરચો તો બતાવે જ છે, પણ તે ઉપરાંત Page #70 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ અને ગોપા • ૬૧ જે અનેક વિદ્યાઓ અને કળાઓમાં પોતાનું ચઢિયાતાપણું બતાવે છે તે રામ, કૃષ્ણ આદિ બીજા કોઈના લગ્નપ્રસંગમાં આપણે નથી જોતા. બીજા અનેક રોમાંચકારી પ્રસંગોમાં સૌથી ચડી જાય એવો પ્રસંગ તો એ છે કે, ગોપા સાસુ-સસરા અને બીજાં અનેક વડીલો સમક્ષ જરા પણ પડદો ન કરવાની પોતાની મક્કમ વૃત્તિનું એક ભવ્ય, ઉદાત્ત અને કુશળ તેમ જ વીર નારીને શોભે તેવી દલીલોથી સમર્થન કરે છે. એ સમર્થન આજની સમજદાર, શિક્ષિત અને સંસ્કારી વીર કન્યાના સમર્થન કરતાં જરાય ઊતરે એવું નથી. જે લેખકે લલિતવિસ્તરમાં આ પ્રસંગ આલેખ્યો છે, તેનામાં શ્રમણપરંપરા અને તેમાંય ખાસ કરી બૌદ્ધ પરંપરામાં સ્થપાયેલી સમાનતા અને મુક્તતાની ભાવના બુદ્ધ અને ગોપાનો વરણ-પ્રસંગ લઈને હૂબહૂ રજૂ કરી છે. લેખક ગમે તે પ્રદેશનો હોય, ગમે તે કોમ કે જાતિનો હોય, છતાં એણે બુદ્ધ અને ગોપાના પાત્રાલેખનમાં સ્ત્રી-પુરુષની સમાનતાની ભાવના એટલી બધી ઊંચી કક્ષાએ રજૂ કરી છે કે તે આજે સર્વત્ર માન્ય થાય તેવી છે. બુદ્ધ ને ગોપા એ બંને પાત્રો કપિલવસ્તુનાં નિવાસી છે. બંને શાક્ય જેવા પ્રસિદ્ધ કુળનાં સંતાન છે; નેપાળ જેવા પર્વતીય પ્રદેશની મુક્ત હવામાં ઊછરેલાં છે. એ બધું હોવા છતાં છેવટે બંનેનો સંબંધ બૌદ્ધ પરંપરામાં પર્યવસાન પામે છે અને બૌદ્ધ પરંપરાનું સ્ત્રી-પુરુષનું સમાનતાનું ધોરણ બીજી કોઈ પણ પરંપરા કરતાં તેટલા પ્રાચીન સમયમાં પણ કેટલું ચઢિયાતું હતું એ વસ્તુ બુદ્ધ અને ગોપાના સંવાદ, મિલન અને પરીક્ષણ-પ્રસંગોમાં આપણે વાંચીએ છીએ. મને લાગે છે કે લલિતવિસ્તરનો આટલો ભાગ જુદી જુદી ભાષાઓ દ્વારા સામાન્ય જનતા સમક્ષ આવતો રહ્યો હોત, તો ગમે તેટલાં વિદેશી આક્રમણો અને બીજાં ભયસ્થાનો હોવા છતાં પણ, ભારતીય નારીનું, ખાસ કરી સવર્ણ ગણાતી કોમોના નારીવર્ગનું, આટલું બધું પતન ન થાત અને આજે અનેકવિધ છૂટો ભોગવવા જે યુરોપ-અમેરિકાના નારીવર્ગનો દાખલો લેવો પડે છે, તે કરતાં પણ સરસ દાખલો એકમાત્ર ગોપાના પ્રસંગમાંથી મળી રહેત. આ દૃષ્ટિએ બુદ્ધ ને ગોપાના એ વરણ-પ્રસંગનું આખું ચિત્ર વાચકો સમક્ષ રજૂ કરવા જેવું લાગવાથી પ્રસ્તુત પ્રયત્ન છે. બને તેટલું ટૂંકાવાની વૃત્તિ હોવા છતાં એ પ્રસંગ એટલો બધો મધુર છે કે તેને સાવ ટૂંકાવવા જતાં એનો આત્મા જ હણાઈ જાય; પણ વાંચનાર ધીરજ રાખશે તો એને એ લંબાણ કંટાળો નહિ આપે. લગ્નનું કહેણ એક વાર એકત્ર મળેલા મોટા મોટા અનેક શાક્યોએ શુદ્ધોદનને કહ્યું કે કુમાર સિદ્ધાર્થ ઉંમરલાયક થયો છે. જ્યોતિષીઓ અને સામુદ્રિકોની ભવિષ્યવાણી છે કે કાં તો તે ધર્મપ્રવર્તક થશે અને કાં તો તે ચક્રવર્તી. એટલે જો એનું લગ્ન કરી દેવામાં આવે તો તે ઘરમાં વસી, સ્ત્રીસુખમાં પડી ન્યાયી રાજ્ય કરશે અને અનેક વીરપુત્રોને જન્મ આપી શાક્યકુળ દીપાવશે. શુદ્ધોદને જવાબ આપ્યો કે કન્યાની તપાસ કરીશું. ઉપસ્થિત Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ૦ પરિશીલન દરેક શાક્ય આગેવાનોએ કહ્યું કે અમારી કન્યા તેને યોગ્ય છે; પણ શુદ્ધોદન કહે છે કે કુમારને પૂછ્યા વિના આપણો નિર્ણય કામનો નથી. પછી તો બધા જ વડીલ શાક્યોએ મળી કુમારને પૂછ્યું કે, તને કઈ કન્યા પસંદ છે ?' કુમાર સિદ્ધાર્થે કહ્યું કે, ‘હું આજથી સાતમે દિવસે જવાબ આપીશ.' લગ્ન વિશે મંથન અને નિર્ણય કુમાર બોધિસત્ત્વને પ્રથમ તો થયું કે હું ભોગના દોષો જાણું છું; મને એકાંતમાં ધ્યાનમગ્ન રહેવાનું ગમે છે; તો હું ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે શોભું ? પણ ત્યાર બાદ વધારે વિચાર કરતાં તેને લાગ્યું કે ગૃહસ્થાશ્રમમાં દાખલ થવાથી અનેક પ્રાણીઓનું ભલું જ થવાનું છે. કમળ કાદવ અને પાણીમાં રહેવા છતાં લેપાતું નથી તેમ હું અલિપ્ત રહીશ અને પૂર્વે થઈ ગયેલા બધા જ બોધિસત્ત્વોએ એ રીતે અલિપ્તપણે ગૃહપ્રવેશ કર્યો પણ છે. તેથી લોકહિતની દૃષ્ટિએ લગ્ન તો કરવું, પણ કન્યા યોગ્ય મળે તો જ. આમ વિચારી તેણે કન્યાની યોગ્યતાને લગતા પોતાના વિચારો લખી મોકલ્યા. તેના એ વિચારો આપણું ખાસ ધ્યાન ખેંચે છે. તે આ રહ્યા. પિતાને પત્ર અને યોગ્ય કન્યાની પસંદગીની સૂચના જે પ્રાકૃત કે અસંસ્કારી હોય, તે કન્યા મારી વધૂ થવા લાયક નથી જ. જેનામાં અદેખાઈ વગેરે દોષો ન હોય, જે હંમેશાં સત્યભાષિણી હોય, જે આળસ સેવ્યા સિવાય મારા ચિત્તને અનુસરે તેમ જ જે શુદ્ધ ખાનદાનવાળી હોવા ઉપરાંત રૂપ-યૌવનવતી પણ હોય; એટલું જ નહિ, પણ રૂપ છતાં રૂપનો મદ ન હોય, જેનું ચિત્ત માતા અને બહેનના જેવું પ્રેમાળ હોય; જે સ્વભાવે ઉદાર હોઈ બ્રાહ્મણો અને શ્રમણોને દાન દેવાની વૃત્તિવાળી હોય; જે પોતાના પતિમાં એટલી બધી સંતુષ્ટ હોય કે સ્વપ્નમાં પણ અન્ય પુરુષને ન ચિંતવે; જે ગર્વિષ્ઠ કે ઉદ્ધૃત ન હોય પણ ધીટ હોય; જે નમ્ર હોવા છતાં દાસી કે ગુલામડી જેવી ન હોય, પણ સ્વમાની હોય; જે કેફી પીણાં કે ઉન્માદક ગીત, સુગંધ આદિમાં આસક્ત ન હોય, એવી નિર્લોભવૃત્તિવાળી હોય કે જે કાંઈ પોતાનું હોય તેમાં જ સંતુષ્ટ રહે, પણ બીજાની પાસેથી કશું જ મેળવવાની આશા ન સેવે; જે ચંચળ કે અસ્થિર ન હોય અને જે લજ્જાના ચિહ્ન લેખે પડદો સેવનાર કે બેઠાડુ ન હોય; જે ઊંઘણશી ન હોય, જે વિચા૨શીલ હોય અને જે સાસુ તેમ જ સસરા પ્રત્યે પ્રેમ ધરાવે તેવી હોય; જે દાસ-દાસી વર્ગ પ્રત્યે પોતાની જાત જેટલો જ પ્રેમ રાખે તેવી હોય; જે શાસ્ત્રીય વિધિ પ્રમાણે સૌના પછી સૂએ અને સૌના પહેલાં ઊઠે તેવી હોય; જે સૌના પ્રત્યે મિત્રતા રાખનારી હોય અને કુમારી હોય – જો આવી કન્યા હોય તો, હે પિતાજી ! તમે એને મારે માટે પસંદ કરો.’ કન્યાની શોધ પિતા શુદ્ધોદને પુરોહિતને બોલાવી તેના હાથમાં સિદ્ધાર્થ તરફથી આવેલો લેખ મૂકી કહ્યું કે આ લેખમાં સૂચવ્યા મુજબના ગુણવાળી કન્યા શોધી લાવો. કન્યાની Page #72 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ અને ગોપા • ૬૩ પસંદગીમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર એવો કોઈ વર્ણ કે જાતિભેદ જોવાનો નથી; કારણ કે કુમાર કેવળ ગુણાર્થિક છે, નહિ કે કુળ કે ગોત્રનો અર્થી. પુરોહિત કપિલવસ્તુ નગરમાં ચોમેર ભટકયો, પણ યોગ્ય કન્યા ન જોઈ. છેવટે દંડપાણિ નામના શાકરને ત્યાં પ્રવેશ કરતાં જ એવી કન્યા નજરે પડી, જે પુરોહિતને બધી જ રીતે યોગ્ય લાગી. કન્યા પણ પુરોહિતને આવેલા જોઈ તેમના પગમાં પડી અદબપૂર્વક બોલી કે, “મહારાજ ! શા માટે પધાર્યા છો ?” પુરોહિતે લિખિત પત્ર આપી કહ્યું કે, “આમાં વર્ણવ્યા છે એવા ગુણો હોય તેવી કન્યા સિદ્ધાર્થકુમાર પસંદ કરે છે. કન્યાએ વાંચીને જરા પણ ઢીલ કર્યા વિના સ્મિતપૂર્વક જવાબ આપ્યો કે જાવ અને કુમારને કહો કે એ બધા ગુણો મારામાં છે. હું તે સૌમ્ય કુમારની પત્ની થઈશ. કોઈ હીન કે પ્રાકૃત પાત્ર સાથે એનો સંબંધ ન થાવ.' બુદ્ધ અને ગોપાનું મિલન તેમ જ સંવનન પુરોહિતે કન્યાનું એ વચન શુદ્ધોદનને જઈ સંભળાવ્યું. શુદ્ધોદને વિચાર્યું કે કુમાર કાંઈ આવા વચનમાત્રથી માની લે તેવો નથી; એટલે મારે કાંઈક વધારે ખાતરી કરાવનાર માર્ગ લેવો જોઈએ. આમ વિચારી તેણે નક્કી કર્યું કે મારે કીમતી ધાતુનાં સુંદર અને રુચે તેવાં પાત્રો બનાવરાવવાં. કુમાર ઉપસ્થિત બધી કન્યાઓને પાત્રો વહેંચે ને જેના ઉપર એની નજર ઠરે એ કન્યાને તે ચાહે છે એમ સમજી આગળનું બધું ગોઠવવું. શુદ્ધોદને વિચાર્યા પ્રમાણે પાત્રો તૈયાર કરાવી નગરમાં ઘોષણા કરાવી કે સભાસ્થાનમાં બધી કન્યાઓએ ઉપસ્થિત થવું. તેમને કુમાર દર્શન આપશે અને કીમતી પાત્રોની ભેટ પણ આપશે. શુદ્ધોદને ગુપ્ત રીતે વિશ્વાસુ માણસોને રોકી એમ પણ સૂચવ્યું કે પાત્રો વહેંચતી વખતે કુમારની નજર કોના ઉપર ઠરે છે, તે તમે મને જણાવજો. યોજના પ્રમાણે સભામંડપમાં નગરકન્યાઓ આવતી ગઈ અને સિદ્ધાર્થનું દર્શન કરી, મળ્યું તે પાત્ર લઈ, તરત ચાલતી થઈ; પણ એકેય એમાં એવી ન નીકળી કે જે સિદ્ધાર્થની શોભા કે તેજને ઝીલી થોડી વાર સાહસપૂર્વક તેની સામે ઊભી રહી શકે. છેવટે પેલી દંડપાણિની ગોપા નામની કન્યા આવી અને સભામંડપમાં પરિવાર સાથે એક બાજુ ઊભી રહી તેમ જ અનિમેષ નયને કુમારને જોતી રહી. જ્યારે તેને પાત્ર ન મળ્યું, ત્યારે હસતી હસતી કુમાર પાસે જઈને બોલી કે, “મેં શું બગાડ્યું છે કે મને પાત્ર ન મળ્યું ?” કુમારે કહ્યું કે, હું તારું અપમાન નથી કરતો, પણ તું સૌથી પાછળ આવી અને પાત્રો તો પૂરાં થયાં.” એમ કહી કુમારે પોતાની કીમતી વીંટી તેને આપી. ગોપા બોલી, “કુમાર ! હું તમારી વીંટીને લાયક છું.' કુમારે ફરી કહ્યું, “તો પછી લે આ મારાં આભરણો.” ગોપા બોલી, “અમે કાંઈ કુમારને બલંકૃત-અલંકારહીન–કરવા નથી ઇચ્છતાં; ઊલટું, અમે તો મારને અલંકૃત કરીશું અર્થાત્ મારની-કામદેવની આરાધના દ્વારા જ કુમારને જીતીશું.” આમ મધુર ભંગ્યોક્તિ કરી તે કન્યા ચાલતી થઈ. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૪ • પરિશીલન કન્યાનું માથું અને દંડપાણિનો જવાબ આ બધું જોઈ પેલા ગુપ્ત પુરુષોએ રાજા પાસે યથાવતું નિવેદન કર્યું કે, “દેવ ! દંડપાણિની ગોપા નામની કન્યા ઉપર કુમારની આંખ ઠરી છે, એટલું જ નહિ, પણ એ બંને વચ્ચે થોડી વાર વાતચીત પણ થઈ છે. આ હકીકત જાણી શુદ્ધોદને પુરોહિતને મોકલી દંડપાણિ પાસે કન્યાનું માગું કર્યું, પણ દંડપાણિએ જવાબ આપ્યો કે, “કુમાર તો ઘરમાં જ સુખે ઊછરેલા છે અને હું તો યુદ્ધ તેમ જ કળા કે શિલ્પમાં કુશળ હોય તેવાને જ કન્યા આપવાનો છું. કુમાર કાંઈ યુદ્ધ, કળા કે શિલ્પમાં કુશળ નથી.” શુદ્ધોદનની મૂંઝવણ પુરોહિતે દંડપાણિનો જવાબ રાજાને કહી સંભળાવ્યો. રાજા ઊંડા વિચારમાં પડ્યો કે મને અત્યાર અગાઉ બે વાર લોકોએ ચેતવ્યો હતો કે જો કુમાર રાજમહેલની બહાર ન નીકળતા હોય તો અમે તેમની સાથે રમતગમત કે અખાડા આદિના પ્રયોગોમાં ભાગ લેવા આવીને શું કરવાના ? ખરેખર, હવે એ સંકટ સામે આવ્યું છે. કુમારને ખબર પડી કે રાજા ખૂબ ચિંતાતુર છે. તેણે આવીને પૂછ્યું કે, “પિતાજી ! કહો કે ઉદાસ શા માટે છો?” “તારે શું કામ છે ?” – એમ કહી રાજાએ ટાળવા માંડ્યું, પણ છેવટે કુમારના આગ્રહથી રાજાએ દડપાણિની કન્યા આપવાને લગતી શરત વિશેની બધી હકીકત સ્પષ્ટ કહી. કુમારે તરત જ જવાબ આપ્યો કે, “શું મારી સાથે કોઈ બધા પ્રયોગોમાં ઊતરે તેવો છે?” રાજાએ પૂછ્યું કે, “તું વ્યાયામ, યુદ્ધ, શિલ્પ આદિના બધા પ્રયોગો કરી શકીશ ?” કુમારે કહ્યું, “અવશય. બધા વિશારદોની હાજરીમાં બીજાઓની સાથે સ્પર્ધામાં અવશ્ય ઊતરીશ.” સિદ્ધાર્થનો હરીફાઈમાં વિજય અને ગોપા સાથે વિવાહ રાજાએ પ્રસન્ન થઈ ઢંઢોરો પિટાવ્યો કે “આજથી સાતમે દિવસે કુમાર બધી જાતના ખેલ, તમાશા અને કૌશલપ્રયોગોમાં ગમે તે બીજા સાથે હરીફાઈમાં ઊતરશે, માટે જે જે એ બાબતોમાં કુશળ હોય તે બધાએ ઉપસ્થિત થવું અને સ્પર્ધામાં ભાગ લેવો.” ઘોષણાને અનુસરી મેદાનમાં પાંચસો શાક્ય કુમારો હરીફાઈમાં ભાગ લેવા આવ્યા. પેલી ગોપા પણ આવી અને તેણે એક જયપતાકા ખોડી અને જાહેર રીતે ઉચ્ચાર્યું કે જે તલવાર, ધનુષ વગેરેના યુદ્ધપ્રયોગોમાં તેમ જ ઇતર કળાકૌશલના પ્રયોગોમાં જીતશે તે આ પતાકાનો અધિકારી છે. વિશ્વામિત્ર નામના લિપિત્તની સાક્ષીએ લિપિજ્ઞાનની હરીફાઈ થઈ તો છેવટે વિશ્વામિત્રે કહ્યું કે આ સિદ્ધાર્થ જેટલી લિપિઓ જાણે છે તેટલી તો હુંય નથી જાણતો, માટે વિજય એને વરે છે. ત્યાર બાદ ગણિતની હરીફાઈ શરૂ થઈ. એમાં પણ કુમાર જીત્યો. અનુક્રમે બધી જ કળાઓમાં, કુસ્તીમાં અને ધનુર્વિધા Page #74 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ અને ગોપા • ૬૫ આદિ પ્રયોગોમાં કુમાર સિદ્ધાર્થ જ જીત્યો. આ જીતથી એક બાજુ તમામ પ્રેક્ષકો નાચી ઊઠ્યા ને કુમાર ઉપર પુષ્પવર્ષા કરી, તો બીજી બાજુથી દંડપાણિએ પોતાની શરત પૂરી થયેલી જોઈ પોતાની કન્યા કુમાર સિદ્ધાર્થને અર્પ. ગોપાઃ ધીરાદાત્ત વધૂરૂપે ગોપા બોધિસત્ત્વની અગ્રમહિષી બની. તે સાસુ-સસરા કે બીજા તમામ પરિવાર સમક્ષ મોઢું ઢાંક્યા વિના કે પડદો કર્યા વિના આવતી જતી અને વ્યવહાર કરતી. આ જોઈ તે બધાં વિચારમાં પડ્યાં કે હજી તો આ નવોઢા છે અને કોઈ વડીલ સામે પડદો કરતી જ નથી. તેઓને ગોપાના મુક્ત અને સ્વસ્થ વ્યવહારથી કાંઈક માઠું લાગ્યું, અગર ચાલુ રિવાજના ભંગથી મનદુઃખ થયું. આ વાતની ગોપાને જાણ થઈ એટલે તેણે પોતાના પરિવાર સમક્ષ એક સાત્ત્વિક, વિચારપૂર્ણ અને નિર્ભય નિવેદન કર્યું, જે નિવેદન લલિતવિસ્તરમાં ગાથાબદ્ધ છે અને એ ગાથાપટ્ટો પણ સુગેય તથા લલિત છે. અહીં તો એનો સાર માત્ર આપીશું. ભલે કોઈ યોગ્ય કવિ એ પદ્યાનો ગુજરાતીમાં પદ્યબંધ અનુવાદ કરે. જે આર્ય છે તે તો મુખ ખુલ્લું હોય તોય બેસતાં કે હરતાં-ફરતાં, ધ્વજના અગ્રભાગમાં ચમકતા મણિરત્નની પેઠે, દીપી નીકળે છે. “આર્યજન, કપડાંનું આવરણ ન હોય તોય, ઊઠતાં-બેસતાં બધું જ શોભી નીકળે જેવી રીતે બુલબુલ રૂપથી અને સ્વરથી શોભે છે, તેવી રીતે આર્યજન પડદા વિના પણ બોલે કે મૌન રહે તોય શોભે છે. “આર્ય હોય તે નિવસન હોય કે કુશચીવરધારી હોય, અગર જીર્ણ વસ્ત્રધારી કે દુર્બળ શરીર હોય, છતાં તે ગુણવાન હોવાથી પોતાના તેજથી જ શોભી ઊઠે છે. જેના મનમાં કોઈ પાપ નથી તે આર્ય ગમે તે સ્થિતિમાં શોભી ઊઠે છે. તેથી ઊલટું, મલિન વૃત્તિવાળો અનાર્ય પુષ્કળ આભૂષણો ધરાવતો હોય તોય નથી શોભતો. જેનું મન પથ્થર જેવું કઠણ છે અને જેના હૃદયમાં પાપ ભર્યું છે છતાં વાણીમાં માધુર્ય છે તેવાઓ અમૃત છાંટેલા પણ ઝેરથી ભરેલા ઘડાની પેઠે બધાને માટે હંમેશાં આદર્શનીય છે. જે આર્યો દરેકના પ્રત્યે બાળકની પેઠે નિર્દોષ અને સૌમ્યવૃત્તિવાળા છે તેમ જ બધાને માટે તીર્થની પેઠે સેવનીય છે, તેવા આર્યોનું દર્શન દહીં અને દૂધથી ભરેલા ઘડાની પેઠે સુમંગળ લેખાય છે. જેઓમાં પાપવૃત્તિ નથી અને જેઓ પુણ્યવૃત્તિથી શોભે છે, તેવાઓનું દર્શન સુમંગળ છે અને સફળ પણ છે. જેઓ શરીર, વચન અને ઇંદ્રિયોમાં સંયત છે અને પ્રસન્ન મનવાળા છે, તેવાઓ માટે મોઢું ઢાંકવું કે પડદો કરવો નકામો છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ૦ પરિશીલન જેઓનું મન નિરંકુશ કે સ્વચ્છંદી છે, જેને લાજ કે શરમ નથી અને જેનામાં ઉપ૨ કહ્યા તેવા ગુણો કે સત્યભાષિતા નથી, તેવાઓ જો ઢગલાબંધ વસ્ત્રોથી પોતાની જાતને ઢાંકે તોય ખરી રીતે તે પોતાના દોષને જ ઢાંકે છે; અર્થાત્ તેઓ શરીરે સવસ્ત્ર છતાં દુનિયામાં નગ્નેશિરોમણિ નાગડાઓના જેવા વિચરે છે. જે આર્યનારી ઇંદ્રિય અને મનથી સંયત છે તેમ જ જે સ્વપતિમાં સંતુષ્ટ હોઈ બીજા કોઈ પુરુષનો વિચાર સુધ્ધાં કરતી નથી, તેવી આર્યા સૂર્ય અને ચંદ્રના પ્રકાશની પેઠે પોતાના રૂપને ઢાંકતી નથી. તેને માટે મોઢું ઢાંકવું કે લાજ કાઢવી એ નિરર્થક છે. વળી બીજાનું મન સમજી શકનાર ઋષિ-મહાત્માઓ અને દેવગણો મારું હૃદય તેમ જ મારું શીલ જાણે છે, તો પછી મુખનું અવગુંઠન મને શું કરવાનું છે ? હું જેવી છું તેવી તો ઋષિઓ અને દેવોની નજરમાં દેખાઉં જ છું, પછી મુખાવગુંઠન હોય કે ન હોય. ,* ગોપાની આર્યનારીને શોભે એવી વિચારપૂત તેમ જ નિર્ભય યુક્તિ સાંભળી રાજા શુદ્ધોદન આવી પુત્રવધૂ મળવા બદલ એટલો બધો પ્રસન્ન થયો કે તેણે બહુ કીમતી મોતી અને ફૂલનો હાર તેને ખુશાલીમાં પહેરાવ્યો અને છેવટે ઉદ્ગાર કાઢ્યો કે જેવી રીતે મારો પુત્ર સિદ્ધાર્થ ગુણોથી શોભે છે, તેવી જ રીતે આ વધૂ પણ ગુણોથી શોભે છે, એટલે આ બંનેનો સમાગમ એ ઘી અને ખાંડના જેવો છે. ઉપસંહાર ઉપરના વર્ણનમાં મુખ્ય પાત્રો ચાર છે. તે દરેકની વિશેષતા આપણું ધ્યાન ખેંચે છે. એ વિશેષતા આજે અને હંમેશાં લગ્નના પ્રશ્ન પરત્વે કેટલી કામની છે, તે સમજવાની દૃષ્ટિએ હવે આપણે એની ટૂંકમાં તારવણી કરીશું. ૧. શુદ્ધોદન : પિતા અને શ્વશુર તરીકેની શુદ્ધોદનની ચાર વિશેષતાઓ ભણી આપણું ધ્યાન જાય છે : પહેલી એ કે ઉંમરલાયક સંતતિને પૂછ્યા વિના, તેનો નિર્ણય જાણ્યા વિના, લગ્ન બાબત પોતાનો નિર્ણય તેના ઉપર ઠોકી ન બેસાડવાની વૃત્તિ; અર્થાત્ લગ્નની પસંદગીમાં સંતતિની ઇચ્છાનું મુખ્ય સ્થાન. બીજી વિશેષતા કન્યાની યોગ્યતા વિશેની કસોટી છે. શુદ્ધોદનની મુખ્ય કસોટી પાત્રની ગુણવત્તા છે. તે શૂદ્ર કન્યા હોય તો પણ જો ગુણની દૃષ્ટિએ ચઢિયાતી હોય, તો કુમા૨ માટે પસંદ કરે છે. એને મન બ્રાહ્મણ કે ક્ષત્રિય આદિ કહેવાતી ઉચ્ચ જાતિનું કોઈ મહત્ત્વ નથી. એને ખરું મહત્ત્વ ગુણોમાં જ દેખાય છે, જે સુખી દામ્પત્યની સાચી ભૂમિકા છે. ત્રીજી બાબત કુમાર * બીજે ક્યાંક વાંચેલી સ્મરણમાં આવતી ગોપાની સમર્થ અને બુદ્ધિપ્રધાન એક દલીલ એ પણ છે કે જો મેં ઘૂંઘટ ખેંચ્યો હોત તો તમારા જેવા વડીલોનાં શ્રી અને સૌંદર્યસંપન્ન મુખનું દર્શન હું કેમ પામી શકત ? વળી સ્ત્રીઓએ ઘૂંઘટ કાઢવો એ તો પુરુષોના હૃદયની મલિનતાનો સૂચક બને. Page #76 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધ અને ગોપા • ૬૭ સિદ્ધાર્થને વરવાની કન્યા ગોપાની ઇચ્છા પુરોહિત દ્વારા જાણ્યા પછી પણ કુમારને મોકળા મનથી કન્યાની છેલ્લી પસંદગી કરી લેવા માટેની તક આપવી તે. ચોથી બાબત વધારે મહત્ત્વની લાગે છે. વડીલો સમક્ષ ઘૂંઘટ કે લાજ નહિ કાઢવા માટે રૂઢિચુસ્ત લોકો તરફથી ટીકા થતાં જ્યારે ગોપા શિષ્ટ અને વીર નારીની હેસિયતથી લાજ કાઢવા અને ન કાઢવા વચ્ચેનું અંતર માર્મિક રીતે પ્રગટ કરે છે, ત્યારે શ્વશુર તરીકે શુદ્ધોદને પુત્રવધૂ ગોપાના વક્તવ્યને સ્વચ્છંદી કે ઉદ્ધત ન લખતાં ઊલટું વધાવી લઈ તેને પ્રતિષ્ઠા આપી લાજની રૂઢિને તોડી તે. ૨. દંડપાણિઃ બીજું પાત્ર દંડપાણિ છે, જે ગોપાનો પિતા છે. પુત્રી ગોપા કુમાર સિદ્ધાર્થને વરવા ઇચ્છે છે એ જાણ્યા પછી પણ તે શુદ્ધોદને કરેલા માગાને સ્વીકાર્યા પહેલાં એક એવી શરત મૂકે છે કે જો શરતમાં કુમાર પસાર થાય તો પુત્રીને પોતાની પસંદગી કર્યા બદલ પ્રસન્નતા થાય અને હોંશ વધે અને જો શરતમાં ઉમેદવાર પસાર ન થાય તો કન્યાને પોતાને જ પોતાની પસંદગી કે નિર્ણય બદલવાની તક મળે, અને પિતા તરીકે ઉંમરલાયક પુત્રીની ઇચ્છાને કશી દલીલ આપ્યા વિના અવગણવાના અનિષ્ટ પરિણામથી બચી જવાય. ૩. સિદ્ધાર્થ: ત્રીજું પાત્ર સિદ્ધાર્થ છે. એની વિશેષતાઓ તો ઘણી છે. (૧) કુટુંબીઓ લગ્ન બાબત પૂછવા જાય છે, ત્યારે તુરતાતુરત હા કે ના ન પાડતાં સાત દિવસ પછી પૂર્ણ વિચાર કર્યા બાદ જવાબ આપવાનું કહે છે અને તે જવાબ પણ એક વિચારશીલ સુશીલ પુત્રને શોભે એવી રીતે લખીને, અને તે પણ સ્પષ્ટપણે, પિતાને આપે છે. એમાં તે પોતાની પસંદગી પામવાયોગ્ય કન્યા કેવી હોઈ શકે તે દર્શાવતાં દામ્પત્ય, કુટુંબ અને સમાજજીવનને સુખી કરવા માટે જે આવશ્યક ગુણો છે તેનો ખાસ નિર્દેશ કરે છે, જે ભાવી બુદ્ધની એક વિચારભૂમિકા સૂચવે છે. (૨) ગોપાએ પોતાની કરેલી પસંદગીમાં તે કેટલી વાજબી છે એની એના પિતા દંડપાણિને પાકી ખાતરી કરી આપવા તેમ જ ગોપાનું સન્માન વધારવા અને સાથોસાથ પોતાના પિતા શુદ્ધોદનને થતી ચિંતા ટાળવા કુમાર સિદ્ધાર્થ દંડપાણિએ મૂકેલી શરતોમાં ભાગ લેવા તૈયાર થાય છે અને શારીરિક તેમ જ બૌદ્ધિક બધી જાતની પરીક્ષાઓમાં પૂર્ણ સફળ થઈ લગ્ન માટે સુપ્રસન્ન વાતાવરણ સરજે છે. ૪. ગોપાચોથું પાત્ર ગોપા છે. તે જેમ પાત્રોનું છેલ્લું છે તેમ તે અનેક દૃષ્ટિએ ચઢિયાતું પણ લાગે છે. ભાવિ બુદ્ધ જેવી વ્યક્તિને માટે પત્ની તરીકે વધારેમાં વધારે યોગ્ય પાત્રની જે આશા રાખી શકાય અને જે કલ્પના કરી શકાય તે ગોપામાં સિદ્ધ થતી લાગે છે. (૧) વધૂની પસંદગી બાબતનો કુમારનો પત્ર પુરોહિત પાસેથી લઈ વાંચતાંવેંત જ ગોપાએ દર્શાવેલ એનો આત્મવિશ્વાસ કે હું કુમારની ગુણપસંદગીને અવશ્ય સંતોષે તેમ છું. (૨) સભામંડપમાં કુમારને હાથે વહેંચાતી ભેટ લેવા જવામાં Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૮ • પરિશીલન ગોપા સંકોચ નથી સેવતી, છતાં તે એક ખાનદાન કન્યાને સહજ એવી મર્યાદા સાથે પોતાની સખીઓ સાથે જ ત્યાં જાય છે અને કુમાર સાથે બોલવાનો પ્રસંગે ઉપસ્થિત થતાં કટાક્ષ તેમ જ વિનોદપૂર્ણ શૈલીથી કુમારને ત્યાં જ જીતી લે છે. (૩) જ્યારે રૂઢિબદ્ધ નરનારીઓ ઘૂંઘટ ન કાઢવા બદલ ચોમેર ટીકા કરતાં જણાય છે ત્યારે એક ધીરાદાત્ત નવપુત્રવધૂ લેખે તે શ્વશુર શુદ્ધોદનની સામાજિક ગૂંગળામણ ટાળવા તેમની સમક્ષ પોતાનો કેસ એવી ચાતુરી, એવી નમ્રતા અને એવી સત્યનિષ્ઠાથી રજૂ કરે છે કે શુદ્ધોદન અને આખો સમાજ છેવટે તેના ઉદાત્ત વલણને માન આપી સ્ત્રીવર્ગની એક તત્કાલીન ગુલામીને રૂઢિ સાથે જ ફેંકી દે છે. લલિતવિસ્તરનો લેખક મોટે ભાગે ભિક્ષુ જ સંભવે છે. તે જન્મે, વતને ને ઉછેરે ગમે તે નાત, દેશ કે સમાજનો હોય, છતાં તે એક શ્રમણ વર્ગના – ખાસ કરી બૌદ્ધ સંઘના – સભ્ય લેખે કોઈ પણ જાતનાં નાત-જાત કે દેશ આદિનાં સંકુચિત બંધનોને અધીન રહ્યા સિવાય જ કેવળ ગુણવત્તાની ભૂમિકા ઉપરથી જ વિચાર કરતો લાગે છે. ત્યાગલક્ષી ભિક્ષુ હોવા છતાં તે લેખક ગૃહસ્થાશ્રમનું અને તેમાંય દામ્પત્યજીવનનું જે મૂલ્ય આંકે છે, તે એની ઊંડી સમજણ દર્શાવે છે. જોકે એની સામે એક અટપટો પ્રશ્ન છે : તે એ કે દેશદેશાત્તરમાં ત્યાગી, ધ્યાની અને બ્રહ્મચારી તરીકેની સર્વોત્કૃષ્ટ પ્રતિષ્ઠા પામનાર બુદ્ધને તારુણ્યકાળમાં પણ લગ્નજીવનમાં કેવી રીતે પ્રવેશ કરાવવો અને એ ઘટનાને બંધબેસતી કરવી ? હજારો નહિ, લાખો લોકો જેને પૂર્ણ બ્રહ્મચર્યના સમર્થક તરીકે પૂજતા હોય, તેને તેના ચરિત્રચિત્રણમાં એક તરુણીના સહભાગી ને સખા થતા જોવામાં એકાંગી ભક્તોને આંચકો લાગે. જાણે કે આવી જ કોઈ મુશ્કેલીમાંથી છૂટટ્યા માટે એ લેખકે કુમાર સિદ્ધાર્થ પાસે લગ્ન કરવું કે ન કરવું એ પ્રશ્ન પરત્વે વિચાર કરાવ્યો છે; અને તે વિચાર એવો કે લગ્નના દોષ જાણવા છતાં છેવટે લોકકલ્યાણની ભાવના તેમ જ પૂર્વપરંપરાને અનુસરવાની દૃષ્ટિથી સિદ્ધાર્થ લગ્ન કરવાનો નિર્ણય કરે છે. લેખક બૌદ્ધ ભિક્ષુ હોવા છતાં અંતે તૈત્તિરીય ઉપનિષદમાંની પ્રગતિનું મ વ્યવછેલ્લીઃ એ સનાતન રાજમાર્ગ જેવી ગાઈથ્ય દીક્ષાને જ સ્વીકારે છે. - અખંડ આનંદ, જુલાઈ, ૧૯૫૪ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭. સુગતના મધ્યમમાર્ગઃ શ્રદ્ધા ને મેધાનો સમન્વય જીવનમાત્રના, ખાસ કરી માનવજીવનના, મુખ્ય બે પાયા છે : શ્રદ્ધા અને મેધા. આ બંને એકમેકથી કદી તદ્દન છૂટા પડી શકતા જ નથી, ભલે કયારેક કોઈમાં એકની પ્રધાનતા અને બીજાની અપ્રધાનતા-ગૌણતા હોય. જ્યાં અને જ્યારે શ્રદ્ધા તેમ જ બુદ્ધિનો સંવાદ, સુમેળ થા પરસ્પરની પુષ્ટિ તેમ જ વૃદ્ધિ કરે એવો સમન્વય થવા પામે છે ત્યાં અને ત્યારે માનવજીવન ખીલી ઊઠે છે. જેટલા પ્રમાણમાં એ સંવાદ વધારે તેટલા પ્રમાણમાં માનવજીવનની દીપ્તિ વિશેષ. બુદ્ધના જીવનને યોગ્ય રીતે સમજવાનો માપદંડ આ સત્ય ઉપર પ્રતિષ્ઠિત છે. ગ્રીક અને સેમેટિક વિચારધારા આપણે ઈતિહાસથી જાણીએ છીએ કે ગ્રીસમાં મેધા યા બુદ્ધિશક્તિના વિકાસ ઉપર વધારે પડતો ભાર અપાયેલો, જેને લીધે ત્યાં તત્ત્વચિંતન તેમ જ અનેક ક્ષેત્રોને સ્પર્શતી મુક્ત વિચારધારાઓ અને સ્વતંત્ર ચર્ચાઓ ખીલી; તેમાંથી આંજી દે એવો બૌદ્ધિક ચમકાર અસ્તિત્વમાં આવ્યો, પરંતુ ત્યાં બૌદ્ધિક ચમકારાને જોઈએ તેવું ધાર્મિક બળ યા તો એ સૂક્ષ્મ ચિંતનને જીવનમાં યોગ્ય રીતે ઉતારવાનું શ્રદ્ધાબળ ન ખીલ્યું. બીજી બાજુ આપણે એ પણ જાણીએ છીએ કે સેમેટિક વાહૂદી, આરબ આદિ) પ્રજામાં મુખ્યપણે શ્રદ્ધાબળ પ્રગટ્યું. તેથી ત્યાં ખાસ ખાસ માન્યતાઓને જીવનમાં વણી લેવાનો પુરુષાર્થ વિશેષ થયો. ગ્રીસની સૂક્ષ્મ બુદ્ધિ શ્રદ્ધામૂલક ધર્મના યોગ્ય ટેકા વિના માત્ર ફિલસૂફીમાં મુખ્યપણે પરિણમી, તો સેમેટિક પ્રજાની શ્રદ્ધામૂલક ધર્મવૃત્તિ તત્ત્વચિંતનના સમર્થ પ્રકાશની મદદ વિના ગતિશૂન્ય ચોકઠામાં મુખ્યપણે પુરાઈ રહી. અલબત્ત, એ બંને દાખલાઓમાં થોડાક અપવાદો તો મળી જ આવવાના. ભારતની સ્થિતિ પહેલેથી સાવ જુદી રહી છે. વેદકાળ કે ત્યારપછીના કાળમાં બુદ્ધિ અને શ્રદ્ધાની જે જે ભૂમિકા રચાતી આવી છે ત્યાં સર્વત્ર શ્રદ્ધામૂલક ધર્મ અને બુદ્ધિમૂલક તત્ત્વચિંતન એ બંને સાથે જ ખીલતાં રહ્યાં છે. ક્યારેક કોઈ વર્તુળમાં શ્રદ્ધાનું Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૦ • પરિશીલન ચોકઠું વધારે સખત થયું કે તરત જ તે વર્તુળના આંતરિક કે બહારનાં બળોમાંથી એક નવું તત્ત્વચિંતન પ્રગટે કે જેને લીધે એ સખત ચોકઠું પાછું ઢીલું પડે અને તત્ત્વચિંતનની દોરવણી પ્રમાણે નવેસર રચાય. એ જ રીતે જ્યારે કોઈ વર્તુળમાં બુદ્ધિમૂલક વિચારતો સ્વૈરવિહાર જીવનગત આચરણની ભૂમિકાથી તદન છૂટો પડી જાય ત્યારે એ વર્તુળના આંતરિક કે તેની બહારનાં બળોમાંથી એવી શ્રદ્ધામૂલક ધર્મભાવના પ્રગટે કે તે વિચારના સ્વૈરવિહારને આચાર સાથે યોગ્ય રીતે સાંકળીને જ જંપે. આ રીતે ભારતીય જીવનમાં શ્રદ્ધામૂલક ધર્મ યા આચાર, બુદ્ધિમૂલક તત્ત્વવિચારના પ્રકાશથી અજવાળાતો રહ્યો છે, ગતિ પામતો રહ્યો છે, વિશેષ અને વિશેષ - ઉદાત્ત બુદ્ધિમૂલક તત્ત્વવિચાર, શ્રદ્ધામૂલક ધર્મના પ્રયોગની મદદથી વિશેષ અને વિશેષ યથાર્થતાની કસોટીએ પરખાતો રહ્યો છે. તેથી જ બધી ભારતીય પરંપરાઓમાં વિચાર અને આચાર બંનેનું સંમિલિત સ્થાન અને માન છે. બુદ્ધની વિશિષ્ટતા બુદ્ધના પહેલાં અને બુદ્ધના સમયમાં પણ અનેક ધર્માચાર્યો, તીર્થકરો અને ચિંતક વિદ્વાનો એવા હતા જે પોતપોતાની પરંપરામાં પોતપોતાની રીતે વિચાર અને આચાર બંનેનું સંવાદી મૂલ્ય આંકતા. બુદ્ધે પોતે પણ વિચાર અને આચારનું સંવાદી મૂલ્ય જ કર્યું છે. તો પછી પ્રશ્ન થાય છે કે બીજા કરતાં બુદ્ધની વિશિષ્ટતા શી ? આનો ઉત્તર આપવો એ જ અત્રે પ્રસ્તુત છે. એક વાકયમાં કહેવું હોય તો કહી શકાય કે બુદ્ધની વિશિષ્ટતા મધ્યમપ્રતિપદામાં છે; અર્થાત્ વિચાર અને આચારનાં તમામ ક્ષેત્રોમાં એ બંનેનો મધ્યમમાર્ગી સંવાદ સાધવો એ જ બુદ્ધની વૈયક્તિક સાધના અને સામૂહિક ધર્મપ્રવૃત્તિનું હાર્દ છે. આ કેવી રીતે, તે હવે જરા વિગતે જોઈએ. બીજા વિચારકો તત્ત્વજ્ઞાનની બાબતમાં બુદ્ધે જોયું કે કેટલાક વિચારકો જીવન યા ચિત્ત કે આત્માનું અસ્તિત્વ વર્તમાન દેહના વિલયની સાથે જ વિલય પામે છે, એમ માને છે અને તેઓ પોતાનો આચાર પણ માત્ર વર્તમાન જીવનને સુખી બનાવવાની દૃષ્ટિએ જ યોજે છે અને ઉપદેશે છે. આવા ઈહલોકવાદી ચાવકો ઉપરાંત બુદ્ધે બીજો પણ એક એવો વિચારક વર્ગ જોયો જે આત્માનું અસ્તિત્વમાત્ર વર્તમાનકાળ પૂરતું ન માનતાં શાશ્વતસદા સ્થાયી માનતો અને એ શાશ્વત જીવનને સદા સુખમય બનાવવાની દષ્ટિએ જ આચાર-પ્રણાલિકાઓ યોજતો ને તેનો પ્રચાર કરતો. આ બંને વર્ગના વિચાર અને આચારમાં બુદ્ધને અતિરેક દેખાયો. બુદ્ધે જોયું કે વર્તમાન જીવન એ અનુભવસિદ્ધ સત્ય બીના છે, પણ એનાથી પહેલાં અને પછી જીવનનું કોઈ અનુસંધાન નથી એમ માનવું Page #80 -------------------------------------------------------------------------- ________________ સુગતના મધ્યમમાર્ગ : શ્રદ્ધા ને મેધાનો સમન્વય • ૭૧ તે કેવળ ઇન્દ્રિયોના ચૂળ અનુભવ ઉપર આધાર રાખી સૂક્ષ્મ વિચાર અને તર્કબળને નકારવા બરાબર છે. એ જ રીતે બુદ્ધ એ પણ જોયું કે તત્ત્વચિંતકો આત્મા અને લોકના શાશ્વતપણા વિશે વિચાર કરતાં કરતાં એવી ભૂમિકાએ પહોંચ્યા છે કે જે કોઈને માટે વિચાર કે તર્કથી ગમ્ય નથી. તત્ત્વજ્ઞાન પરત્વે મધ્યમમાર્ગ તત્ત્વવિચારની આ સ્થિતિ જોઈ બુદ્ધને તેમાંથી મધ્યમમાર્ગનું સત્ય લાધ્યું. એ સત્યને અનુસરી તેણે જીવનતત્ત્વ યા આત્મતત્ત્વને કેવળ ઇન્દ્રિયગમ્ય વર્તમાનકાળની સ્થૂળ મર્યાદાથી પર એવી, પણ વિચાર અને તર્કથી સમજી શકાય એવી, સૈકાલિક મર્યાદાવાળું સ્વીકાર્યું. પણ સાથે સાથે એવા આત્મતત્ત્વને દેશ-કાળની અસરથી તદ્દન મુક્ત એવા શાશ્વતવાદની અગમ્ય કોટિથી પણ મુક્ત રાખ્યું. આ રીતે બુદ્ધ આત્મતત્ત્વને ઉચ્છેદવાદ તેમ જ કૂટસ્થનિત્યવાદ બંનેથી પર રાખી તેનું દરેક વિચારવાની અને તર્કશીલને સમજાય એવું પ્રવાહગામી સ્વરૂપ સ્થાપ્યું. તેણે કહ્યું કે જો આપણો વર્તમાન અનુભવ પ્રત્યેક ક્ષણે આંતરિક જીવનમાં પણ ફેરફાર જોતો હોય અને પૂર્વ પૂર્વના સંસ્કારમાંથી નવનવા અનુભવો પામતો હોય તો એ જ અનુભવને આધારે આપણે સ્વીકારવું જોઈએ કે વર્તમાન જીવનનો પ્રારંભ એ કાંઈ આકસ્મિક નથી, પણ અતીતપ્રવાહમાંથી ફૂટેલું એક વહેણમાત્ર છે. એ જ રીતે વર્તમાન જીવન પૂરું થવા સાથે એનો આંતરિક પ્રવાહ સમાપ્ત નથી થતો, પણ એમાંથી એક નવું ભાવી વહેણ શરૂ થાય છે. આ રીતે બુદ્ધ આત્મા કે ચિત્તને ત્રણ કાળના પટમાં વિસ્તરેલ માનવા છતાં તેને સતત ગતિશીલ સ્વીકાર્યું અને એમાં જ પુનર્જન્મ, કર્મ, પુરુષાર્થ તેમ જ ચરમસુખવાદ એ બધું બુદ્ધિગમ્ય રીતે ઘટાવ્યું. આ થયો તત્ત્વજ્ઞાન પરત્વે બુદ્ધનો મધ્યમમાર્ગ. આચાર પરત્વે મધ્યમમાર્ગ પોતાના તત્ત્વજ્ઞાનને અનુસરીને જ બુદ્ધ આચાર વિશે પણ મધ્યમમાર્ગ વિચાર્યો અને ઉપદેશયો. બુદ્ધ આચાર યા ધર્મની આડીઅવળી ગલીકૂચીઓમાં ફાંફાં મારતા લોકોને એવી બાબતો જ કહી કે જે વિશે કોઈ સમજદાર વાંધો લઈ શકે નહિ અને છતાં જે જીવનને ખરું સુખ આપે. વૈદિક પરંપરામાં ધર્મના યજ્ઞ, અધ્યયન અને દાન એ ત્રણ સ્કંધો જાણીતા હતા. બુદ્ધે એના સ્થાનમાં શીલ, સમાધિ અને પ્રજ્ઞા એ ત્રણ સ્કંધ ઉપર જ સૌનું ધ્યાન ખેંચ્યું. બુદ્ધે કહ્યું કે જીવનમાં સાચો અને સ્થિર પ્રકાશ તો પ્રજ્ઞા યા વિવેકના ઊંડાણમાંથી જ લાધે છે, પણ એવી પ્રજ્ઞા ચિત્ત તો જ મેળવી શકે જો તે વિક્ષેપ ને ચંચળતાથી મુક્ત બની સ્થિરતા કેળવે. એવી સ્થિરતા યા સમાધિ શીલના અનુશીલન વિના કદી સંભવી જ ન શકે. તેથી બુદ્ધ ધર્મની પ્રાથમિક ભૂમિકા Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૨ • પરિશીલન તરીકે શીલવાન થવા ઉપર ભાર આપ્યો. ગૃહસ્થ હોય કે ભિક્ષુ, જો એ દુઃશીલ હશે, સદાચારી નહિ હોય, સામૂહિક હિતમાં પોતાનું હિત સમાયું છે એ દૃષ્ટિથી નહિ વર્તે તો તે ધર્મમાર્ગે કદી આગળ વધી નહિ શકે. શીલ, સમાધિ, પ્રજ્ઞા બુદ્ધે જ્યારે શીલ ઉપર ભાર આપ્યો ત્યારે માનસિક શુદ્ધિને અગ્રસ્થાન આપ્યું. માનસિક શદ્ધિ ન સધાતી હોય, ચિત્તમાંથી ક્લેશ નબળા પડતા ન હોય તો ગમે તેવા કઠોરતમ તપ આદિ ધાર્મિક આચારોને પણ અનુસરવાની બુદ્ધે ના પાડી. બુદ્ધનો ઉત્કટ તપ યા બીજા પ્રકારના દેહદમન સામે વિરોધ હતો તો તેના મૂળમાં તેની દૃષ્ટિ એટલી જ હતી કે અંતઃશુદ્ધિ ન સધાતી હોય તો બાહ્ય ધર્માચારનો કાંઈ અર્થ નથી. આ રીતે બુદ્ધ શીલ, સમાધિ અને પ્રજ્ઞાના ધર્માચાર પરત્વે પણ મધ્યમમાર્ગ જ સ્વીકાર્યો, જે એના મધ્યમમાર્ગી તત્ત્વજ્ઞાનના સિદ્ધાંત સાથે બરાબર સંવાદ ધરાવે છે. બુદ્ધે જીવનતત્ત્વ ત્રિકાળસ્પર્શી માન્યું, છતાં વર્તમાન જીવન ઉપર દષ્ટિને કેન્દ્રિત કરવા માટે વધારે ભાર આપ્યો. આ ભાર ભૌતિકસુખવાદી લોકાયત દ્વારા અપાતા ભારથી જુદો છે. લોકાયત તો એટલું જ કહે કે તમારા હાથમાં જીવન આવ્યું છે તો એ મણાય એટલું માણી લો. તેનો ભાર ઇન્દ્રિયસુખ અને શરીરસુખને માણી લેવા ઉપર રહેતો. બુદ્ધ પણ વર્તમાન જીવનને માણી લેવાની વાત કહે છે, પણ તે જુદા દષ્ટિબિંદુથી અને જુદી ભૂમિકા ઉપરથી. તે કહે છે કે ભૂતકાળ તો ગયો. હવે હજાર ઉપાયે એ સુલભ નથી. ભાવી પણ અત્યારે હસ્તગત નથી અને હસ્તગત થયું કે તરત જ તે વર્તમાન બનવાનું. એટલે જે કાંઈ હાથમાં છે અને સ્વાધીન છે તે તો વર્તમાન જીવન આવા દુર્લભ અને ફરી ન લાધનાર વર્તમાન જીવનને કેવળ સ્થૂળ ભોગના સુખ માટે વેડફી નાખવું તેના કરતાં તેમાં સાચું, નિબંધ અને કોઈને ઉપદ્રવ ન કરે એવું સુખ અનુભવવું એ જ મારા મધ્યમમાર્ગી ધર્મનો મુખ્ય સૂર છે. તેથી જ હું કહું છું કે તમે શીલ દ્વારા અનુભવાતી નિર્ભયતાના સુખને આ જીવનમાં જ માણી લો. તેથી જ હું કહું છું કે સમાધિસુખ આ જીવનમાં જ અનુભવો અને પ્રજ્ઞા પ્રકાશનો આનંદ પણ આ જીવનમાં જ અનુભવો. એક વાર રાજગૃહપતિ અજાતશત્રુ, અપરનામ કોણિક, બુદ્ધને મળવા જાય છે અને પ્રશ્ન કરે છે કે શ્રમણત્વથી પ્રત્યક્ષ લાભ શો? એ પ્રશ્ન તત્કાલીન વાતાવરણમાંથી ઉપસ્થિત થયો છે. તે કાળે ભિક્ષુ અને અન્ય અનેક સાધકો હતા, જે પોતપોતાની ઉત્કટ ધર્મસાધના ઉચ્ચ અને ઉચ્ચતર એવા પરલોકની સિદ્ધિ અર્થે કરતા. આ બાબતમાં બુદ્ધનો દૃષ્ટિકોણ એ હતો કે ધર્મસાધના એ જ ખરી કહેવાય, જે વર્તમાન જીવનમાં જ નિબંધ સુખનો અનુભવ કરાવે. એક વાર વર્તમાન જીવનમાં જ એવા સુખની પ્રતીતિ થાય તો Page #82 -------------------------------------------------------------------------- ________________ સુગતના મધ્યમમાર્ગઃ શ્રદ્ધા ને મેધાનો સમન્વય - ૭૩ ભાવી માટે ચિંતા કરવાની જરૂર નથી. એના ક્રમમાં એ આપમેળે રચાશે. તેથી જ બુદ્ધ અજાતશત્રુને શીલ, સમાધિ અને પ્રજ્ઞાથી નીપજતા પ્રત્યક્ષ સુખની વાત વિશદપણે દીઘનિકાયના સામઝફલસુત્તમાં સમજાવી છે. બુદ્ધવિચાર ને બુદ્ધવિહાર બુદ્ધના પહેલાં અને એના સમયમાં બ્રહ્મ, બ્રહ્મા અને લોક આદિ વિશે અનેકરંગી ચર્ચાઓ થતી. કોઈ કહેતા કે લોક અંતવાન છે તો બીજા કહેતા કે તે અનંત છે. એ જ રીતે બ્રહ્મદેવને અનાદિઅનંત અને અનાદિ-સાંત માનનાર પણ હતા. આવી બાસઠ માન્યતાઓ યા દૃષ્ટિઓ “દીઘનિકાય'ના એક સૂત્રમાં બુદ્ધને મુખે વર્ણવાયેલી નોંધાઈ છે. ખરી રીતે એ ઉદ્ગારો બુદ્ધના જ છે એમ ન માનીએ તોય એમાં બુદ્ધનું દૃષ્ટિબિંદુ વ્યક્ત થયું છે, એ નિર્વિવાદ સત્ય છે. તે દૃષ્ટિબિંદુ એટલે બુદ્ધ આવી અગમ્ય અને સદા વિવાદાસ્પદ માન્યતાઓને, જિજ્ઞાસુઓ અને સાધકોની બુદ્ધિને મૂંઝવનાર હોઈ, એક જાળ તરીકે નિર્દેશે છે. તે શિષ્યોને કહે છે કે એવી માન્યતાઓ એ તો બ્રહ્મજાળ છે. (કદાચ ચાલુ ભ્રમજાળ શબ્દ એનું જ અપભ્રષ્ટ રૂપ હોય.) એમાં સપડાયા તો માછલાંની પેઠે મરવાનાં. આટલું જ કહીને બુદ્ધ પતાવતા નથી, પણ એ બ્રહ્મવિચારના સ્થાનમાં “બ્રહ્મવિહાર'નો વિધાયક માર્ગ પ્રરૂપે છે. ચાર ભાવનાઓ બુદ્ધ કહે છે કે બ્રહ્મ કે બ્રહ્મા આવાં છે તેવાં છે એ ભલે વિવાદાસ્પદ હોય, પણ જીવસૃષ્ટિ એ તો સૌના અનુભવની વસ્તુ છે. જીવસૃષ્ટિમાં ચડતી-ઊતરતી કોટિના અનંત જીવોની રાશિ છે. એ જ બ્રહ્મ છે. એમાં વિહાર કરવો એટલે જીવસૃષ્ટિ સાથે એવા પ્રકારનો સંબંધ કેળવવો કે જેથી ચિત્તમાં ક્લેશ ન વધે અને હોય તો જૂના ક્લેશો ક્ષીણ થાય તેમ જ ઉત્તરોત્તર ચિત્ત વધારે વિકસિત થાય. આવો સંબંધ કેળવવાની રીત તરીકે એણે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એ ચાર ભાવનાઓ આ જીવનમાં ઉતારવા ઉપર જ ભાર આપ્યો છે. ખરી રીતે બુદ્ધના શીલ, સમાધિ અને પ્રજ્ઞા એ ત્રણ ધર્મસ્કંધનો અથવા તો વર્તમાન જીવનમાં જ ધર્મસાધનાનું સુખ અનુભવવાનો પાયો એટલે આ બ્રહ્મવિહાર. બુદ્ધનો સમગ્ર ઉપદેશ બ્રહ્મવિહાર ઉપર પ્રતિષ્ઠિત છે અને તે માટેનો પુરુષાર્થ વર્તમાન જીવનમાં જ શક્ય છે. જેઓ બ્રહ્મલોકની અગમ-નિગમ વાતો કરતા હોય તેમને પણ છેવટે બ્રહ્મવિહાર માન્યા વિના ચાલે તેમ નથી. આત્મવાદી કે અનાત્મવાદી ? બુદ્ધ અનાત્મવાદી કહેવાય છે, તે એક રીતે સાચું છે, કારણ પોતાની પહેલાં અને પોતાના સમયમાં જે કૂટસ્થનિત્ય આત્મતત્ત્વ મનાતું તેનો બુદ્ધ નિષેધ કરે છે અને Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૪ • પરિશીલન છતાંય એ આત્મવાદી છે એ વાત પણ સાચી, કેમ કે તે ચાર્વાકના દેહાત્મવાદનો નિષેધ કરી સદા ગતિશીલ એવા ત્રિકાળસ્પર્શી ચિત્ત યા ચૈતન્યતત્ત્વને માને છે. આંખે ઊડીને વળગે એવી બુદ્ધની વિશેષતા એ છે કે તે જે કાંઈ કહે છે તે વિચાર અને તર્કથી સમજી શકાય યા સમજાવી શકાય એવું જ કહે છે. એને કોઈ રૂઢિબદ્ધ શાસ્ત્ર, પરંપરા આદિનું બંધન નથી. એને બંધન હોય તો એટલું જ છે કે જેટલું વિચાર અને તર્કથી સમજાય તે સ્વીકારો અને તે પ્રમાણે જ જીવન જીવો. આ બુદ્ધનો શ્રદ્ધા અને મેધા અર્થાત્ આચાર-વિચાર, વા ધર્મ-તત્ત્વજ્ઞાનનો માનવજાતિના ઇતિહાસમાં અનોખો સંવાદ છે. - જન્મભૂમિ, ૨૪ મે, ૧૯૫૬ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૮. સિદ્ધાર્થપત્નીનો પુણ્યપ્રકોપ ભાવિ બુદ્ધ થનાર સિદ્ધાર્થે તરુણવયે લગ્ન કર્યું. એની પત્નીનું નામ ગોપા. બંને શાક્યવંશનાં હતાં અને નેપાળમાં આવેલ કપિલવસ્તુના રહેવાસી. નેપાળ એ પર્વતીય પ્રદેશ છે. સામાન્ય રીતે પર્વતીય જાતિઓમાં સ્ત્રીસ્વાતંત્ર્ય અને સ્ત્રીશક્તિ પ્રધાનપદ ભોગવતી જ હોય છે. તેમાંય આજથી હજારો વર્ષ પહેલાંના સ્વાતંત્ર્યની તો વાત જ શી? વળી કુમાર સિદ્ધાર્થ અને ગોપા જે શાક્યવંશનાં હતાં તે વંશ પરાક્રમી અને વિશેષ સ્વતંત્રતાપ્રિય હતો; નહિ કે અત્યારે એના વંશજો જે “સાકિયા' કહેવાય છે અને ગુલામી મનોદશા ભોગવે છે તેના જેવો. એવી સ્વતંત્ર હવામાં અને સ્વતંત્ર ખાનદાનીમાં ઊછરેલી ગોપા લગ્ન પછી શ્વશુર પક્ષમાં જાય છે ત્યારે કેટલાંક રૂઢિબળો એના ઘૂંઘટ નહિ કાઢવાના, લાજનું અવગુંઠન નહિ રાખવાના સ્વસ્થ વલણ સામે કાંઈક બબડાટ કરવા માંડે છે. ગોપાએ જોયું કે આનો જવાબ સાધારણ સ્ત્રીની જેમ રિસાઈને કે વાંધાવચકા પાડીને કે ગૃહકલહ જન્માવીને ન આપવો, પણ એ વિશેની પોતાની સમજણ અને દૃઢ માન્યતા નિર્ભયપણે રજૂ કરવી. ગોપાએ તેમ કર્યું અને તે પણ પોતાના શ્વશુર શુદ્ધોદન આદિ વડીલો સમક્ષ પોતાનું વક્તવ્ય વિનમ્રપણે, પણ અત્યંત મક્કમપણે રજૂ કરીને. ગોપાની એ ઉક્તિઓ ઐતિહાસિક અવશેષ હોય કે કવિ-લેખન દ્વારા કલ્પાયેલી હોય, તે ગમે તે હોય, પણ એ સૂક્તિસંગ્રહ આજની સ્થિતિમાં જ્યાં જ્યાં ઘૂઘટને લીધે અનેક જાતની ગૂંગળામણ સ્ત્રીઓને સહેવી પડે છે ત્યાં સર્વત્ર સ્ત્રી અને પુરુષોને દીવાદાંડીરૂપ થઈ પડે તેમ છે. તેથી અત્રે એ મૂળ સૂક્તિઓનો ભાવ ગુજરાતીમાં આપવામાં આવ્યો છે. લલિતવિસ્તર અધ્યાય ૧૨ પૃ. ૧૭૯-૧૮૨ ઉપર આવેલ એ સૂક્તિઓને કોઈ શક્તિશાળી કવિભગિની ગુજરાતીમાં છંદોબદ્ધ કરશે તો તે એક ગેય કાવ્ય બની રહેશે અને જો કોઈ યોગ્ય વ્યક્તિ અને સંવાદશૈલીએ ગેય નાટ્યનું રૂપ આપશે તો તો એ ચમત્કારી અસર ઉપજાવશે. એ ઉક્તિઓ આ રહી : આર્યજન કપડાનું આવરણ ન હોય તોય જતાં-આવતાં, ઊઠતાં-બેસતાં બધે જ શોભી નીકળે છે.' WWW.jainelibrary.org Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૬ • પરિશીલન જેવી રીતે બુલબુલ રૂપથી અને સ્વરથી શોભે છે તેવી રીતે આર્યજન પડદા વિના પણ, બોલે કે મૌન રહે તોય, શોભે છે.' “આર્ય હોય તે નિર્વસ્ત્ર હોય કે કુશ-ચીવરધારી હોય, અગર જીર્ણ વસ્ત્રધારી કે દુર્બળ શરીરધારી હોય, છતાં તે ગુણવાન હોવાથી પોતાના તેજથી જ શોભી ઊઠે જેના મનમાં કોઈ પાપ નથી તે આર્ય ગમે તે સ્થિતિમાં શોભી ઊઠે છે. તેથી ઊલટું મલિનવૃત્તિવાળો અનાર્ય પુષ્કળ આભૂષણો ધરાવતો હોય તોય નથી શોભતો.” જેનું મન પથ્થર જેવું કઠણ છે અને જેના હૃદયમાં પાપ ભર્યું છે છતાં વાણીમાં માધુર્ય છે તેવાઓ અમૃત છાંટેલ, પણ ઝેરથી ભરેલ ઘડાની પેઠે બધાને માટે હંમેશાં અદર્શનીય છે.’ જે આર્યો દરેકના પ્રત્યે બાળકની પેઠે નિર્દોષ અને સૌમ્યવૃત્તિવાળા છે તેમ જ બધાને માટે તીર્થની પેઠે સેવનીય છે, તેવા આર્યોનું દર્શન દહીં અને દૂધથી ભરેલા ઘડાની પેઠે સુમંગળ લેખાય છે.” જેઓમાં પાપવૃત્તિ નથી અને જેઓ પુણ્યવૃત્તિથી શોભે છે તેવાઓનું દર્શન સુમંગળ છે અને સફળ પણ છે.’ જેઓ શરીર, વચન અને ઇન્દ્રિઓમાં સંયત છે અને પ્રસન્ન મનવાળા છે તેવાઓ માટે મોઢું ઢાંકવું કે પડદો કરવો નકામો છે.' જેઓનું મન નિરંકુશ કે સ્વચ્છંદી છે, જેને લાજ કે શરમ નથી અને જેનામાં ઉપર કહ્યા તેવા ગુણો કે સત્યભાષિતા નથી તેવાઓ જો ઢગલાબંધ વસ્ત્રોથી પોતાની જાતને ઢાંકે તોય ખરી રીતે તે પોતાના દોષોને જ ઢાંકે છે. અર્થાત્ તેઓ શરીરે સવસ્ત્ર છતાં દુનિયામાં નગ્નશિરોમણિ નાગડાઓના જેવા જ વિચરે છે.” જે આર્યનારી ઇન્દ્રિય અને મનથી સંયત છે તેમ જ જે સ્વપતિમાં સંતુષ્ટ હોઈ બીજા કોઈ પુરુષનો વિચાર સુધ્ધાં કરતી નથી તેવી આર્યા, સૂર્ય અને ચંદ્રના પ્રકાશની પેઠે, પોતાના રૂપને ઢાંકતી નથી. તેને માટે મોટું ઢાંકવું, લાજ કાઢવી એ નિરર્થક છે.” “વળી, બીજાનું મન સમજી શકનાર ઋષિ-મહાત્માઓ અને દેવગણો મારું હૃદય તેમ જ મારું શીલ જાણે છે. તો પછી મુખનું અવગુંઠન મને શું કરવાનું છે? હું જેવી છું તેવી ઋષિઓ અને દેવોની નજરમાં દેખાઉં જ છું – પછી મુખાવગુંઠન હોય કે ન હોય.' - ગૃહમાધુરી, જુલાઈ, ૧૯૫૪ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૯. હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા શ્રીયુત અંબાલાલ પુરાણીનો ‘દક્ષિણા' વર્ષ ૨, અંક બીજામાં અહિંસા' એ મથાળા નીચે એક વિસ્તૃત લેખ પ્રસિદ્ધ થયો છે. આ આખો લેખ પ્રશ્નોત્તર રૂપમાં છે. કેટલાક પ્રશ્નોત્તરો તો એવા છે કે જેનું વિચારમાં નજીવું મહત્ત્વ છે, છતાં વિચારણીય કહી શકાય એવા મહત્ત્વના પ્રશ્નોત્તરો પણ ઘણા છે. જોકે એ પ્રશ્નોત્તરો વિશે વિસ્તારથી ચર્ચા કરવી ઇષ્ટ છે, પણ મૂળે એ પ્રશ્નોત્તરો જ વિસ્તૃત છે અને તેની વિગતવાર ચર્ચા કરવા જતાં અતિવિસ્તાર થયા સિવાય રહે નહિ. વળી, ચર્ચામાં પ્રશ્નોત્તરો લેખકની ભાષામાં રજૂ કર્યા હોય તો જ વાંચનારને બંને બાજુનો કાંઈક ખ્યાલ આવી શકે અને તે ઉપર પોતાનો વિચાર બાંધી શકે. આ બધું કરવા જતાં જે અતિવિસ્તાર થાય તેને મર્યાદિત કદનું કોઈ પણ સામયિકપત્ર એક જ અંકમાં ભાગ્યે જ છાપી શકે અને ખંડશઃ છપાતાં સામાન્ય વાંચનારનો વિચાઅવાહ પણ ખંડિત જેવો બની જવાનો ભય છે. તેથી પ્રસ્તુત ચર્ચામાં શ્રીયુત પુરાણીના ખાસ મુદ્દઓને સ્પર્શી વિચાર કરવો ઉચિત છે. શ્રી પુરાણી ગુજરાતી છે અને સુશિક્ષિત પણ છે. મૂળે તે વ્યાયામનિષ્ણાત તરીકે ઘણાને જાણીતા હતા, પણ અનેક વર્ષો થયાં તેઓ શ્રી અરવિંદની સાધનાને વરેલા છે અને પોંડિચેરી, શ્રી. અરવિંદ આશ્રમમાં રહે છે. અનેક વર્ષો પછી તેઓ ૧૯૪૭માં ગુજરાતમાં પહેલવહેલા આવેલા. હું પહેલાં કે પછી તેમને કદી મળ્યો નથી, પણ પ્રથમ તો તેમના લખાણ દ્વારા અને પછી કેટલાક મિત્રો દ્વારા તેમને વિશે પરોક્ષપણે કાંઈક જાણવા પામ્યો છું. મેં સૌથી પહેલાં શ્રી અરવિંદના પૂર્ણયોગનું તેમણે ગુજરાતીમાં કરેલ ભાષાંતર સાંભળ્યું ત્યારે જ, જોકે હું એ ભાષાંતરથી પરિતૃપ્ત ન હતો છતાં, એવા ગંભીર અને દુરૂહ તત્ત્વચિંતનને ગુજરાતીમાં ઉતારવાના તેમના સાહસથી તેમના પ્રત્યે આકર્ષાયો હતો. તેમને પ્રત્યક્ષ જાણનાર એવા વિશ્વસ્ત તેમ જ સહૃદય વિદ્વાન મિત્રો દ્વારા જ્યારે મેં તેમની યૌવનસુલભ ચપળતા અને કર્મકસુલભ કાર્યશીલતા વિશે સાંભળ્યું ત્યારે તેમના પ્રત્યે મારું આકર્ષણ ઓર વધ્યું. શ્રી અરવિંદ જેવા યોગીન્દ્રની સમીપમાં લાંબો વખત સતત રહેવાની અને સાધનામાં ભાગીદાર બનવાની તક એ પણ આકર્ષણનું જેવું તેવું નિમિત્ત નથી. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૮ • રિશીલન શ્રી સુંદરમ્ તો મારા થોડાઘણા પરિચિત છે જ. તેમની શક્તિઓ વિશે મારો પ્રથમથી જ અતિ આદર રહ્યો છે. એટલે તેમના તંત્રીપદે સંપાદિત થતા 'દક્ષિણા'ના લેખો અવારનવાર વાંચવા પ્રેરાઉ છું. છેલ્લે જ્યારે અહિંસા વિશેનો વિસ્તૃત લેખ વાંચ્યો ત્યારે હું અનેક રીતે વિચારમાં પડી ગયો. યોગીન્દ્રની પરિચર્ચામાં રહેનાર અને યોગસાધનામાં ભાગ લેનાર પ્રૌઢ વ્યક્તિને હાથે સદા વિકાસ પામતા અને ઉત્તરોત્તર વધારે ઊહાપોહ માગતા અહિંસા જેવા કાળજૂના સૂક્ષ્મ તત્ત્વ વિશે જે કાંઈ લખાયું હોય તે સાધારણ, તુચ્છ કે ઉપેક્ષાપાત્ર હોઈ ન શકે એ વિચારે એ લેખને હું અનેક વાર સાંભળી ગયો અને તે ઉપર યથાશક્તિ સ્વતંત્ર તેમ જ તટસ્થપણે મનન પણ કર્યું; પરંતુ દુ:ખ સાથે કહેવું પડે છે કે શ્રીયુત પુરાણીની અહિંસા વિશેની ચર્ચા ઘણે સ્થળે વિચાર, તર્ક અને સત્યથી વેગળી છે. કેટલીક વાર એમ લાગે કે આ સત્યલક્ષી તત્ત્વમીમાંસા નહિ, પણ એક પૂર્વગહપ્રેરિત પીંજણ અને શબ્દચ્છળ માત્ર છે. વળી, આખા લેખનો ઝોક એમ સૂચવતો લાગે છે કે તેઓ અહિંસાની તટસ્થ અને મૂળગામી ચર્ચાને નિમિત્તે માત્ર ગાંધીજીની પદ્ધતિની સામે કાંઈ ને કાંઈ કહેવા બેઠા છે. શ્રી પુરાણી અહિંસાતત્ત્વને નથી માનતા એમ તો નથી જ. એમણે અહિંસાની ઉપયોગિતા સ્વીકારી છે અને અહિંસાની વ્યાખ્યા પણ કરી છે. છતાં તેમની પ્રશ્નોત્તરીમાં મધ્યસ્થાને જાણે ગાંધીજી જ ન હોય તેમ ગાંધીજીમાં ઉદય પામેલી અને વિકસેલી અહિંસાનો વિચાર આવે છે તેમ જ તેમની અહિંસક પદ્ધતિનો પ્રશ્ન આવે છે ત્યારે શ્રી પુરાણી માત્ર મનનું યોગસુલભ સમતોલપણું જ નથી ગુમાવતા, પણ તેઓ જે પૂર્ણયોગની દિશાના પ્રવાસી છે અને જે પૂર્ણયોગની મહત્તા શ્રી અરવિંદના તથા શ્રી માતાજીના ધ્રુવ મંત્ર જેવા પ્રસન્ન અને ગંભીર લેખોમાં પ્રતિપાદિત થઈ છે તેને જ અન્યાય કરે છે. જ્યારે હું ફરીફરીને ‘દક્ષિણા’ના પ્રથમ વર્ષના પ્રથમ અંકમાં પ્રસિદ્ધ થયેલા શ્રી માતાજીનો વિશ્વસંવાદની સ્થાપના' અને શ્રી અરવિંદના ‘અમારો આદર્શ' તેમ જ ‘રૂપાંતર’, ‘નવું પ્રસ્થાન' એ લેખો વાંચું છું તેમ જ પ્રથમ વર્ષના બીજા અંકમાં પ્રસિદ્ધ થયેલ શ્રી અરવિંદનો આદર્શો ’ એ લેખ વાંચું છું ત્યારે એ બંને વ્યક્તિઓની વિશાળ દૃષ્ટિ અને દરેક પક્ષને વાજબી રીતે તોળવાની તેમ જ કોઈ પણ પક્ષને અન્યાય ન થાય તેવી રીતે ચર્ચા કરવાની સમતોલ વૃત્તિ પ્રત્યે ઊંડા આદરથી મસ્તક નમી પડે છે. એની જ સાથે જ્યારે હું શ્રી પુરાણીના અહિંસા વિશેના દૃષ્ટિકોણને સરખાવું છું ત્યારે મને તદ્દન ચોખ્ખચોખ્ખું એમ લાગે છે કે પુરાણી પોતાના ગુરુ શ્રી અરવિંદ અને શ્રી માતાજીના વિચાર અને ધ્યેયને જ જોખમાવી રહ્યા છે. આદર્શો’ નામના લેખમાં શ્રી અરવિંદે કહ્યું છે તે પોતાને વિશે કેટલું લાગુ પડે છે એ શ્રી પુરાણી અંતર્મુખ થઈ વિચારી જુએ તો તેઓ ભાગ્યે જ સત્યને અન્યાય કરશે. શ્રી અરવિંદ કહે છે : “એવો Page #88 -------------------------------------------------------------------------- ________________ હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા • ૭૯ પ્રચારક પેલા સ્થૂળ વ્યવહારુ માણસની કોટિનો જ છે. પેલા આદર્શ કે ભાવનાનો તે સાચો સ્વામી નથી હોતો, પણ તેનો ગુલામ હોય છે. કોઈ બીજાની પકડમાં તે આવી ગયેલો હોય છે. એ ભાવના તેને ધકેલતી હોય છે. એની ઇચ્છાશક્તિ તે ભાવનાને અધીન થઈ ગયેલી હોય છે. એ ભાવનાનો સાચો પ્રકાશ તેને મળેલો નથી હોતો પૃ. ૯૯). આ સ્થળે હું દરેક જિજ્ઞાસુને ઉપર સૂચવેલા લેખો ફરી ફરી સમજપૂર્વક વાંચી જવા ભલામણ કરું છું. જે એ લેખો વાંચી શ્રી પુરાણીની અહિંસા વિશેની ચર્ચા વાંચશે તેને મારું કથન વજૂદવાળું છે કે નહિ તેની ખાતરી થયા વિના નહિ રહે. કોઈ એક ભાઈ, જે શ્રી અરવિંદાશ્રમમાં રહેતા હશે અને પછી અમદાવાદ જઈને પોતાના કામમાં પડ્યા હશે, તેમને સંબોધી શ્રી પુરાણીએ પોતે જ એક લાંબો પત્ર લખેલ છે, જે ખરી રીતે એક સુસંબદ્ધ લેખ છે. એ પત્ર પ્રથમ વર્ષના ત્રીજા અંકમાં કર્મ અને કર્મયોગ’ એ મથાળા નીચે છપાયેલો છે. શ્રી પુરાણીનો આ પત્ર અને તેમનો અહિંસા વિશેનો દૃષ્ટિકોણ બંને સરખાવું છું ત્યારે મારી સમજમાં જ એ નથી આવતું કે તેઓ અમદાવાદવાળા પોતાના પરિચિત સાધક મિત્રને જે સલાહ ગંભીરપણે આપી રહ્યા છે તે જ સલાહને વ્યાપક રીતે આપમેળે જીવનમાં ઉતારનાર ગાંધીજીના અહિંસક કર્મયોગને તેઓ શા માટે અવગણતા હશે? શ્રી પુરાણી સ્પષ્ટ લખે છે : જે કામ લીધું હોય, યા તો પ્રકૃતિની યોજનામાં જે આપણે કરવાનું આવ્યું હોય, અને જેના પ્રત્યે આપણો અંતરાત્મા વિરોધ કે પ્રતિરોધ કરતો ન હોય તો તે કામ કરવામાં આપણી આધ્યાત્મિક પ્રગતિને કોઈ જાતનો બાધ આવતો નથી, એ વાત ઘણા લોકો સમજતા નથી.” (પૃ. ૧૫૮). આ સ્થળે હું અત્યંત વિનમ્રભાવે શ્રી પુરાણીને પૂછવા ઇચ્છું છું કે તમે કર્મયોગ માટે જે વિધાન કર્યું છે તે વિધાનને વધારે વ્યાપક રૂપમાં અને સ્વયંભૂ ર્તિથી ગાંધીજીએ અમલમાં મૂક્યું અને તેની દુનિયાના બધા જ ભાગોમાં ઓછેવત્તે અંશે ઊંડી અસર થઈ. શું એ જ ગાંધીજીના કર્મયોગની ખામી છે? શ્રી પુરાણીની દૃષ્ટિએ એમ હોવાનો સંભવ છે કે શ્રી અરવિંદની આધ્યાત્મિકતા ગાંધીજીની આધ્યાત્મિકતા કરતાં ઘણી જ ઉન્નત છે, એની સરખામણીમાં ગાંધીજીની આધ્યાત્મિકતા હોય તો એ બહુ સાધારણ કોટિની છે. તેમની આ માન્યતા હોય તો તે સામે મારે કશું જ કહેવાનું નથી. હું જે કહેવા ઇચ્છું છું તે તો એટલું જ છે કે ગાંધીજીમાં પ્રકટેલું નૂર, પછી એને નામ આધ્યાત્મિક આપો કે વ્યાવહારિક, પણ તે નૂર અને તેણે સ્થાપેલા માર્ગો શ્રી માતાજીના વિશ્વસંવાદને મૂર્ત કરતા હોય તેવા છે. આ બધું આખી દુનિયાના ઊંડામાં ઊંડા વિચારકોને તો હતા જેવું દેખાય છે. શું મારા જેવાએ આ બધા તટસ્થ અને સૂક્ષ્મ વિચારકો કરતાં શ્રી પુરાણીનું દૃષ્ટિબિંદુ વધારે તટસ્થ અને સારગ્રાહી સમજવું? મન ના પાડે છે. આટલી પ્રસ્તાવના પછી પુરાણીએ ચર્ચેલ મુદ્દાઓમાંથી થોડાક તારવી મારી પોતાની ભાષામાં અહીં રજૂ કરી તેની સમીક્ષા કરવા હું ધારું છું. તે મુદ્દા આ રહ્યા – Page #89 -------------------------------------------------------------------------- ________________ © • પરિશીલના (૧) શુદ્ધ આદર્શ તેમ જ વ્યવહારની દૃષ્ટિએ અહિંસા વિશે વિચાર, (૨) આધ્યાત્મિક સત્ય લેખે તેમ જ જીવનોપયોગી સત્ય લેખે અહિંસાનો વિચાર. ૩) આત્મરક્ષા તેમ જ ધર્મ, ન્યાયની સ્થાપના જેવા સારા હેતુ માટે પ્રાચીનોએ શસ્ત્રયુદ્ધનો માર્ગ સ્વીકારેલો તેની, તે જ હેતુ માટે વપરાતી અહિંસક પદ્ધતિ સાથે સરખામણી. પહેલા મુદ્દામાં શુદ્ધ આદર્શની દષ્ટિએ અહિંસાની અશક્યતા બતાવતાં પુરાણીની દલીલ એ છે કે જીવન જીવવું હોય તો બીજાનું જીવન પોતામાં સમાવ્યા સિવાય તે જિવાતું જ નથી. નોવો ગીવર્ય પક્ષ કે મોટું માછલું નાના માછલાને ગળે એ કહેવત જીવનનો સિદ્ધાંત જ રજૂ કરે છે. ખાવાપીવા, બેસવા આદિમાં થતી ઓછામાં ઓછી હિંસા કે શાકાહાર જેવા તદ્દન સાદા ખોરાકમાં થતી અતિ અલ્પ હિંસા પણ ખરી રીતે હિંસા જ છે. શુદ્ધ આદર્શની દૃષ્ટિએ ઓછી કે વત્તી, નાની કે મોટી હિંસામાં ફેર પડતો જ નથી. તેથી તેઓ કહે છે કે શુદ્ધ આદર્શની દૃષ્ટિએ અહિંસા શક્ય જ નથી. ત્યારબાદ તેઓ વ્યવહારુ રીતે અહિંસાની શક્યાશક્યતા વિશે વિચાર કરતાં પ્રતિપાદન કરે છે કે વ્યવહારુ દૃષ્ટિએ પણ અત્યારે અહિંસા શકય નથી. તેઓની દલીલ એ છે કે જો એક માણસ પણ સંપૂર્ણ અહિંસા આચરી શકતો નથી તો આખી પ્રજા કે આખા સમાજ પાસે અહિંસાના પાલનની આશા રાખવી એ તો આખા સમાજ પાસેથી શહીદી આચરવાની આશા રાખવા બરાબર છે, કે જે કદી શક્ય નથી. શ્રી પુરાણીની વિચારપદ્ધતિનો મોટામાં મોટો અને તરત જ નજરે ચડે એવો દોષ એ છે કે તેઓ ગાંધીજીની અહિંસા કાર્યપદ્ધતિની અપૂર્ણતા અને વ્યવહારુતા બતાવવાની એકમાત્ર નેમથી જ વિચાર કરવા બેઠા છે. તેથી તેઓ શુદ્ધ આદર્શ અને વ્યવહારુ દૃષ્ટિ એવા બે વિકલ્પો માત્ર ખંડનદષ્ટિએ ઊભા કરે છે. માત્ર ખંડનદૃષ્ટિથી ઊભા કરવામાં આવતા વિકલ્પો, તક અને દર્શનશાસ્ત્રમાં શુષ્કવાદ કે અધર્મવાદ તરીકે જાણીતા છે, કારણ કે એવા વિકલ્પો ઊભા કરી યેન કેન પ્રકારેણ સામા પક્ષનું ખંડન કરવું એમાં ખુલ્લી રીતે સત્યની અવગણના હોય છે. પુરાણી પોતાની આખી ચર્ચા દરમિયાન શુષ્કવાદ કે અધર્મવાદના ભોગ બન્યા છે. તેઓ ખંડનદૃષ્ટિના એકપક્ષી વહેણમાં પોતાના ગુરુ શ્રી અરવિંદનું વિધાન જ ભૂલી જાય છે. શ્રી અરવિંદે પોતે જ કહ્યું છે કે પૂર્ણ આદર્શ હંમેશાં અસિદ્ધ જ રહે છે, છતાં એની પ્રેરણા જ વ્યવહારુ અમલમાં પ્રાણદાયી નીવડે છે અને વ્યવહારમાં ઉત્તરોત્તર માણસને આગળ વધારે છે. ગાંધીજી પણ અહિંસા વિશે બીજું શું કહેતા અને માનતા? તેઓએ અનેક વાર ફરીફરીને કહ્યું છે કે પૂર્ણ અહિંસા તો પરમેશ્વરમાં જ સંભવે, પણ માણસનો ધર્મ એ છે કે એની દિશામાં પોતાથી બનતું બધું જ પ્રામાણિકપણે કરી છૂટે. એમ કરનાર જ કાંઈક ને કાંઈક આદર્શની નજીક જતો જાય છે. ગાંધીજી પોતે જ પોતાની અહિંસક પદ્ધતિને અહિંસાના શુદ્ધ આદર્શને Page #90 -------------------------------------------------------------------------- ________________ હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા ૦ ૮૧ સંપૂર્ણપણે અમલમાં મૂકનાર તરીકે નથી ઓળખાવતા, તો પછી એ પદ્ધતિને એ દૃષ્ટિએ વગોવવી તે બેહૂદું નહિ તો શું છે ? વ્યવહારુ દૃષ્ટિએ પણ કોઈ એક વ્યક્તિ પાસેથી યા આખા સમાજ પાસેથી ગાંધીજીએ સંપૂર્ણ અહિંસા-પાલનની આશા રાખી જ નથી. તેઓ પોતે પણ પોતાને સંપૂર્ણપણે અહિંસાના આચરનાર તરીકે ઓળખાવતા નહિ એવી સ્થિતિમાં સંપૂર્ણપણે વ્યક્તિ કે સમાજ અહિંસા આચરી ન શકે એમ બતાવી વ્યવહારુ દૃષ્ટિએ પણ અહિંસક પદ્ધતિની ખામી બતાવવી એ નર્યું અજ્ઞાન છે. પ્રકૃતિના બંધારણમાં જ હિંસાને સ્થાન છે એમ કહી પુરાણી હિંસા વિના જીવનને અશક્ય બતાવે છે, તે પણ હિંસા કે અહિંસાના અર્થનો વિપર્યાસ કરવા બરાબર છે. અહિંસાને સિદ્ધ કરનાર સંતો પ્રકૃતિના બંધારણની વાત બરાબર જાણતા, તેથી જ તેમણે પ્રકૃતિના તંત્રમાં રહેનાર દરેકને માટે એટલું જ સૂચવ્યું છે કે માણસ પોતાના પ્રત્યે બીજાની પાસેથી જે અને જેવા વ્યવહારની આશા રાખે છે અને તેવો જ વ્યવહાર તેણે બીજા પ્રત્યે આચરવો. આવી આત્મૌપમ્પની સાચી ભાવનાને પ્રામાણિકપણે અમલમાં મૂકવી અને ઉત્તરોત્તર વિકસાવવી તે જ વાસ્તવિક અહિંસા છે. સંતોએ અહિંસાના અનુભવેલ અને બતાવેલ આ સ્વરૂપમાં ઓછા કે વત્તા, નાના કે મોટા જીવોના નાશ ઉપર ઓછીવત્તી કે નાનીમોટી હિંસાની ગણતરીને સ્થાન નથી. અહિંસાના ઉપર સૂચવેલા સ્વરૂપમાં બીજા પ્રાણી પ્રત્યે સમદષ્ટિ કેળવવી એ એક જ વસ્તુ મુખ્યપણે સમાયેલી છે. સમદષ્ટિ દ્વારા જ પ્રકૃતિના આસુરી બંધારણમાંથી દૈવી સ્વરૂપ તરફ આગળ વધાય છે, એ ગીતામાં ઠેર ઠેર કહ્યું છે. એટલે પોતાના અને બીજાના વચ્ચે વિષમદૃષ્ટિમૂલક વ્યવહાર તે હિંસા અને સમદષ્ટિમૂલક વ્યવહાર તે અહિંસા, આ વસ્તુ સર્વમાન્ય છે. કોઈ પણ પ્રાણીનો દેખીતો નાશ ન થતો હોય ત્યારે પણ હિંસા સંભવે અને ઘણી વાર દેખીતો નાશ થતો હોય છતાં તેમાં હિંસા ન પણ હોય. આવી વસ્તુસ્થિતિ હોવા છતાં માત્ર પ્રાણીવધ કે જીવનાશને જ હિંસા માની જીવન જીવવામાં અહિંસાની અશક્યતા બતાવવી એ તો દૈવી પ્રકૃતિનો અગર તે તરફ પ્રયાણ કરવાનો ઇનકાર કરવા બરાબર છે. બીજા મુદ્દાના સંબંધમાં આધ્યાત્મિક સત્ય તરીકે અહિંસાનું જે મૂલ્યાંકન પુરાણીએ કર્યું છે તે સાચું છે. તેઓ કહે છે કે, “આધ્યાત્મિક ઉન્નતિને માટે અહિંસાનું આચરણ કરનાર માણસ એક એવી ચેતનાવસ્થાને પહોંચવા માગે છે, જેમાં સર્વ પ્રકારનાં પ્રેરક અને ઉત્તેજક કારણોની વચ્ચે પણ પોતે શાંત અને અહિંસામય રહી શકે. એની દષ્ટિએ અંતરની અહિંસાવાળી સ્થિતિ જાળવવી એ જ મુખ્ય ધ્યેય છે. અંતરની અહિંસામય સ્થિતિનો જરા પણ ભંગ ન થાય એ એને મન અતિ આવશ્યક છે. અહિંસાના પાલનથી કોઈ બાહ્ય પરિણામો આવે છે કે નહિ એ બાબત એને મન ગૌણ હોય છે. આધ્યાત્મિક સત્ય લેખે ગાંધીજીમાં અહિંસા સિદ્ધ થઈ હતી કે નહિ તેની સાબિતી અનેક પ્રસંગે Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૨ • પરિશીલન મળી ચૂકી છે અને તેમના ગમે તેવા વિરોધીએ પણ એ વાત સ્વીકારી છે કે ગાંધીજી પ્રબળમાં પ્રબળ ઉત્તેજક સંજોગો વચ્ચે પણ અક્ષોભ્ય રહી શકતા. એટલે જે વિચાર કરવાનો રહે છે તે તો એટલો જ કે તેવો માણસ અહિંસાના બાહ્ય પરિણામની દરકાર રાખે કે નહિ? હું ધારું છું કે, કોઈ પણ સમજદાર એ સ્વીકાર્યા વિના નહિ રહે કે, જેના જીવનમાં સ્વયંભૂપણે જ અહિંસા ઉદય પામી હોય અને જેણે એ જ આધ્યાત્મિક બળને આધારે સામાજિક જીવનમાં ક્રાંતિ કરે એવી પદ્ધતિઓ અખત્યાર કરી હોય તેવો માણસ બહારનાં પરિણામોથી તટસ્થ રહી શકે જ નહિ. ઊલટું, તેવો માણસ સતત જાગરૂક હોવાથી પોતાની પદ્ધતિ કેટલે અંશે કાર્યસાધક થાય છે અને કેટલે અંશે નથી થતી, ક્યાં અને ક્યારે એના પ્રયોગની રીતમાં ફેરફાર કરવાની જરૂર છે ઇત્યાદિ વિશે વધારે કાળજીવાળો હોય છે. તેમ છતાં એ તટસ્થ એટલા અર્થમાં હોય છે કે ધારેલ પરિણામ આવવાથી કે ન આવવાથી તે પોતાનું સમત્વ લેશ પણ ગુમાવતો નથી, આધ્યાત્મિક ચેતનાની ઉચ્ચ ભૂમિથી તે સહેજે પણ નીચે ઊતરતો નથી. ખરી રીતે તો આધ્યાત્મિક અહિંસા સિદ્ધ થઈ છે કે નહિ તેની કસોટી જ જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં તેના પ્રયોગ ઉપરથી અને તેમાં કદી હાર ન માનવાની વૃત્તિ ઉપરથી જ થાય છે. આપણા જેવા સાધારણ માણસો જો અહિંસાનાં બાહ્ય પરિણામો પ્રત્યે મુખ્ય દૃષ્ટિ ધરાવે તો તેથી એટલું જ સિદ્ધ થાય છે કે આપણા જેવાએ હજી અંતર્મુખ થઈ વાસ્તવિક રીતે અહિંસા સાધવાની રહે છે. કસોટીમાં દેખાતી નિષ્ફળતા એ કાંઈ સગુણો વિકસાવવાની અયોગ્યતાનું છેલ્લું પ્રમાણપત્ર નથી, પણ એ તો એ દિશામાં વધારે સાવધાન થવાની એક સૂચનામાત્ર છે. જે વસ્તુ એક વ્યક્તિમાં આધ્યાત્મિક સત્ય લેખે ઓછેવત્તે અંશે સિદ્ધ થઈ હોય તે સામૂહિક જીવનમાં પ્રગટ થયા સિવાય રહી શકે જ નહિ. ફેર એટલો છે કે સામૂહિક જીવનમાં એનું પ્રકટીકરણ પ્રમાણમાં મંદગતિએ દેખા દે છે. ત્રીજા મુદ્દામાં પુરાણીનો ભાર એ વસ્તુ પર છે કે આત્મરક્ષા કે ધર્મરક્ષા જેવા હેતુસર પ્રાચીન કાળથી ક્ષત્રિયો શસ્ત્ર વાપરતા આવ્યા છે અને તેથી શસ્ત્રહિંસાની પદ્ધતિ એ જ ગીતાકથિત આર્યમાર્ગ છે. એના સ્થાનમાં અશસ્ત્રપ્રતિકાર કે અહિંસામૂલક પદ્ધતિનો ઉપયોગ કરવો એ આર્યક્ષત્રિયત્વની ભાવનાનો નાશ કરવા જેવું છે. પુરાણીની આ માન્યતા મૂળે જ મિથ્યા પૂર્વગ્રહ ઉપર બંધાયેલી છે. કર્મ અને કર્મયોગ' નામક પોતાના જ લેખમાં પુરાણી પોતાના મિત્રને સંબોધીને કહે છે કે ગીતાનો યોગ જ્યાં પૂરો થાય છે ત્યાંથી જ શ્રી અરવિંદના નવીન યોગની શરૂઆત થાય છે. આનો અર્થ | એ થયો કે ગીતાકારના સમય સુધીમાં આર્ય માનસે અને આર્ય પ્રજાએ જે પ્રગતિ કરી હતી તે છેવટની ન હતી. તેથી જ એક આર્ય પુરુષ એવો પ્રકટ્યો કે જેણે પોતાના પૂર્વજોએ પ્રારંભેલ માર્ગમાં ઘણી મોટી ફાળ ભરી. જો યોગની બાબતમાં આ વસ્તુ સાચી Page #92 -------------------------------------------------------------------------- ________________ હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા ૦ ૮૩ હોય તો ક્ષત્રિયત્વની ભાવનાની બાબતમાં એ વાત શાને વિસારવી જોઈએ ? આર્ય ક્ષત્રિયત્વની ભાવનાનો ગીતાએ પ્રતિપાદેલ સિદ્ધાંત મૂળે તો એટલો જ છે કે આત્મરક્ષા કે સામાજિક સદ્ગણો કે અન્ય પ્રકારના ન્યાય માટે તેજસ્વી અને સમજદાર માણસોએ જાનને જોખમે પણ બધું જ કરી છૂટવું. જ્યાં લગી શૂરા ધર્મવીરોને શસ્ત્રનો માર્ગ જાણીતો હતો ત્યાં લગી તેઓએ તે આચર્યો. હવે બીજા કોઈ પુરુષમાં આર્ય ક્ષત્રિયત્વની ભાવના અન્ય રૂપે પ્રકટ ન જ થઈ શકે અથવા ન જ થવી જોઈએ એવું તો કાંઈ ગીતાએ કહ્યું નથી. ગાંધીજીએ તો આર્ય ક્ષત્રિયત્વની ભાવનાને જ એક નવો આકાર આપ્યો છે. એમણે શૌર્ય, નિર્ભયતા વગેરે બધા જ ક્ષત્રિયયોગ્ય સણોને વિકસાવવા ઉપર વધારેમાં વધારે ભાર આપી પોતાના જીવન દ્વારા એ બતાવી આવ્યું છે કે જન્મથી ક્ષત્રિય ન લેખાતો એવો માનવી પણ ક્ષત્રિય-મૂર્ધન્ય થઈ શકે છે અને તે પણ શસ્ત્ર ઉઠાવ્યા વિના કે વિરોધીનું ગળું કાપ્યા વિના. એટલે પુરાણીની જ ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે ગીતાએ પ્રતિપાદેલ શસ્ત્રધારીનું ક્ષત્રિયત્વ પૂર્ણ થયું અને ગાંધીજીનું અહિંસક ક્ષત્રિયત્વ નવે રૂપે અવતર્યું. આર્ય પ્રજામાં કાંઈ પણ આર્યત્ન જેવી વિશેષતા હોય તો તે ગાંધીજીએ સિદ્ધ કરી બતાવી છે. એટલે આ બાબતમાં પુરાણીએ આર્ય ક્ષત્રિયધર્મના નાશથી ડરવાની જરૂર નથી. આત્મા નિત્ય કૂટસ્થ હોઈ હણ્યો હણાતો નથી અને દેહ તો વિનશ્વર જ છે એ ગીતાના કથનનો આશ્રય લઈ પુરાણીએ તેનો ભારે દુરુપયોગ કર્યો છે. તેઓ કહે છે, ‘હિંસાથી આત્મા તો નાશ પામતો નથી. શરીરની હિંસાને એટલું બધું મહત્ત્વ આપવું એ પણ એક લેખે અતિશયોક્તિભરેલું લાગે છે. ગીતાનું એ મંતવ્ય તાત્ત્વિક રૂપે ખોટું નથી, પણ તેનો ઉપયોગ કયા હેતુસર ક્યાં અને કેવી રીતે કરવો એ જ પ્રશ્ન છે. પુરાણીનું કથન વાચકમાં અહિંસાવૃત્તિને ઉત્તેજવા કરતાં હિંસાવૃત્તિને વધારે ઉત્તેજે એવું છે. સાધારણ રીતે મનુષ્યમાત્રમાં હિંસાનો – બીજાનો ભોગ લેવાનો – સંસ્કાર જેટલો પ્રબળ હોય છે તેટલો બીજા માટે ઘસાવાનો સંસ્કાર પ્રબળ નથી હોતો. એટલે પુરાણીનું વિધાન વાંચનાર સામાન્ય માણસ એમ જ માનવા પ્રેરાય કે આત્મા તો હણાતો નથી અને દેહ તો આપણે ન મારીએ તોય મર્યા વિના રહેવાનો નથી. તેથી જ્યારે આપણી પ્રવૃત્તિથી બીજાનો દેહ નાશ પામે કે ઘસાય ત્યારે તેમાં આપણે કશું નવું ઉમેરતા નથી. આવી સમજણ છેવટે કૂરતામાં જ પરિણામ પામે. ગીતાનું ઉક્ત કથન એ જ અર્થમાં સાચું છે કે ઉચ્ચ ધ્યેય સાધવા કે સારું કામ કરવામાં મરણથી ન ડરવું. દેહરખું ન થવું. ગમે તેટલું ઘસાવું પડે તોય પોતાની જાતને ઘસીને પણ વ્યક્તિ તેમ જ સમાજને ઊંચે ઉઠાવવામાં પાછી પાની ન કરવી. ગાંધીજીએ ગીતાનો એ અર્થ જીવનમાં જીવી બતાવ્યો છે, ને તેને જ બળે અત્યાર લગી નહિ ખેડાયેલાં એવાં રાજકીય, સામાજિક વગેરે અનેક ક્ષેત્રોમાં પણ તેમણે નવી અહિંસક પદ્ધતિનું દર્શન કરાવ્યું છે. ગાંધીજીએ જીવી બતાવેલ Page #93 -------------------------------------------------------------------------- ________________ જ • પરિશીલન અને સૌને ક્ષેમકર થાય એવો ગીતાનો સવળો અર્થ છોડી કાળજૂના રૂઢિગત અર્થનો આશ્રય લેવામાં પુરાણીને શું નવું રહસ્ય બતાવવાનું છે, એ જ સમજમાં ઊતરતું નથી. પુરાણી પોતાના લેખમાં એક સ્થળે કહે છે કે નાઝીવાદનો નાશ કરવો હોય તો કેટલાક નાઝીઓને માર્યા વિના તે ન બને. આ સ્થળે કોઈ પુરાણીને એમ પૂછી શકે કે મૂડીવાદી અમેરિકા સામ્યવાદનો ઉચ્છેદ કરવા માગે તો શું તેણે કેટલાક સામ્યવાદીઓને ઠાર કરવા? એ જ રીતે સામ્યવાદી રશિયા મૂડીવાદનો મૂળોચ્છેદ કરવા ઇચ્છે તો શું તેણે કેટલાક સમર્થ મૂડીવાદીઓને મારવા ? જો આ વસ્તુ પુરાણીને કરવા જેવી દેખાય તો પછી નાઝીવાદીઓના નાશની ગઈ ગુજરી વાત ભૂલી જઈ અત્યારે મૂડીવાદ અને સામ્યવાદ વચ્ચે જે સંઘર્ષ ચાલી રહ્યો છે તેના ઈલાજ લેખે તેમણે મૂડીવાદીઓ અને સામ્યવાદીઓના પરસ્પર નાશનો સંહારક માર્ગ જ સૂચવવો જોઈતો હતો, કેમ કે તેમના મતે કોઈ પણ સિદ્ધાંતની સ્થાપના તેના કેટલાક વિરોધીઓના નાશ વિના શકય જ નથી. એટલે પુરાણીની ગણતરી પ્રમાણે જગતના સંવાદી તંત્ર માટે સુંદોપસંદ ન્યાય જ મહત્ત્વનો છે એમ ઠર્યું. પુરાણીના લેખનો મુખ્ય ઝોક હિંસક વૃત્તિની અનિવાર્યતા તેમ જ તેના લાભો સૂચવી વિરાધીઓ સામે શસ્ત્ર ઉગામવાની વૃત્તિને ઉત્તેજન આપવાનો છે. તેથી જ તેઓ અહિંસાના અમલથી સિદ્ધ થયેલા લાભોને કાં તો ધ્યાનમાં જ નથી લેતા અને કાં તો તેને હળવામાં હળવી રીતે રજૂ કરે છે. તેથી ઊલટું, અહિંસાના અમલ દરમિયાન એક યા બીજે કારણે અનિષ્ટ જગ્યું હોય અગર તો કોઈએ અહિંસાના આચરણમાં દંભ સેવ્યો હોય એ બીજી બાજુને વધારેમાં વધારે અસરકારક રીતે રજૂ કરે છે. રજૂઆતની આવી વિકૃત મનોદશા વખતે પુરાણી એક સાદું સત્ય ભૂલી જાય છે કે ખેતરનો કોઈ પણ પાક ચાર યા ઘાસ વિના એકલું અનાજ પેદા કરી શકે નહિ. હું અંતમાં પુરાણીને એટલું વીનવીશ કે તેમને પ્રભુના રુદ્રરૂપની કે લોકક્ષયકારી કાળરૂપની પણ ઉપાસના કરવી હોય તો તે માટેનો માર્ગ જાહેર કાર્યક્ષેત્રમાં આવી પોતાની માન્યતા અજમાવવી એ જ છે, નહિ કે પાછળ રહી પરિણામશૂન્ય બુદ્ધિભેદ ઉત્પન્ન કરવો તે. - પ્રબુદ્ધ જીવન, ૧૫ જૂન, ૧૯૪૯ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૧૦. આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા બહુ જૂના વખતમાં, જ્યારે આર્ય ઋષિઓએ પુનર્જન્મની શોધ કરી ત્યારે, પુનર્જન્મના વિચાર સાથે જ તેમને કર્મના નિયમો અને આ લોક તેમ જ પરલોકની કલ્પના પણ આવી. કર્મતત્ત્વ, ઈહલોક અને પરલોક એટલું તો પુનર્જન્મ સાથે સંકળાયેલું છે જ. આ વસ્તુ એકદમ સીધેસીધી અને સૌને સહેલાઈથી ગળે ઊતરે તેવી તો નથી જ, એટલે હંમેશાં એને વિશે ઓછોવત્તો મતભેદ રહે છે. તે જૂના જમાનામાં પણ એક નાનો કે મોટો એવો વર્ગ હતો કે જે પુનર્જન્મ અને કર્મચક્ર વગેરે માનવા તદ્દન તૈયાર ન હતો અને પુનર્જન્મવાદીઓ સાથે વખતે ચર્ચા પણ કરતો. તે વખતે પુનર્જન્મશોધક અને પુનર્જન્મવાદી ઋષિઓએ પોતાના મંતવ્યને ન માનનાર પુનર્જન્મવિરોધી સામા પક્ષને નાસ્તિક કહી ઓળખાવ્યો અને પોતાના પક્ષને આસ્તિક તરીકે જણાવ્યો. આ શાંત અને વિદ્વાન ઋષિઓએ જ્યારે પોતાના પક્ષને આસ્તિક કહ્યો ત્યારે એનો અર્થ એટલો જ હતો કે અમે જે પક્ષ પુનર્જન્મ, કર્મતત્ત્વ નથી માનતો તેને માત્ર અમારા પક્ષથી ભિન્ન પક્ષ તરીકે ઓળખાવવા “ન' શબ્દ ઉમેરી નાસ્તિક કહીએ છીએ. એ સમભાવી ઋષિઓ તે વખતે આસ્તિક અને નાસ્તિક એ બે શબ્દ માત્ર અમુક પ્રકારના બે ભિન્ન પક્ષોને સૂચવવા માટે જ વાપરતા; તે સિવાય એથી વધારે એ શબ્દના વાપરની • પાછળ કાંઈ અર્થ ન હતો. આ શબ્દો ખૂબ ગમ્યા અને સૌને અનુકૂળ થઈ પડ્યા. વખત જતાં વળી ઈશ્વરની માન્યતાનો પ્રશ્ન આવ્યો. ઈશ્વર છે અને તે જગતનો કતાં પણ છે એમ માનનાર એક પક્ષ હતો. બીજો પક્ષ કહેતો કે સ્વતંત્ર અલગ ઈશ્વર જેવું તત્ત્વ નથી અને હોય તોપણ તેને જગતના સર્જન સાથે કંઈ સંબંધ નથી. આ બે ભિન પક્ષો અને તેની અનેક શાખાઓ અસ્તિત્વમાં આવી ત્યારે પેલા આસ્તિક અને નાસ્તિક શબ્દ, જે એક વખતે માત્ર પુનર્જન્મ-વાદી અને પુનર્જન્મ-વિરોધી પક્ષ પૂરતા જ હતા, તે બંને શબ્દો ઈશ્વરવાદી અને ઈશ્વર-વિરોધી એ બે પક્ષ માટે પણ વપરાવા લાગ્યા. આ રીતે આસ્તિક અને નાસ્તિક શબ્દના અર્થનું ક્ષેત્ર પુનર્જન્મના અસ્તિત્વ-નાસ્તિત્વથી વધારે વિસ્તૃત ઈશ્વરના અસ્તિત્વ-નાસ્તિત્વ સુધી ગયું. હવે પુનર્જન્મ માનનાર વર્ગમાં પણ ઈશ્વરને માનનાર અને ન માનનાર બે પક્ષો પડી ગયા હતા, એટલે પોતાને આસ્તિક તરીકે ઓળખાવનાર આચાર્યોની સામે પણ પોતાની પરંપરામાં બે ભિન્ન પાર્ટીઓ Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૬ - પરિશીલન હતી અને તે વખતે પણ તેઓને ઈશ્વર ન માનનાર પક્ષ, જોકે તે પક્ષ પુનર્જન્મવાદી હોઈ પોતાની આસ્તિક શ્રેણીનો હતો છતાં, તેને નાસ્તિક કહેવાની એટલે કે તેને નાસ્તિક તરીકે ઓળખાવવાની ફરજ પડી, પરંતુ હજી સુધી એ શબ્દોની પાછળ અમુક માનવું અને અમુક ન માનવું એટલા ભાવ સિવાય બીજો વધારે ખાસ ભાવ ન હતો. તેથી આ હિસાબે પુનર્જન્મવાદી આર્ય પુરષોએ પોતાના જ પક્ષના, પણ ઈશ્વરને ન માનનાર પોતાના ભાઈઓને ફક્ત પોતાનાથી અમુક માન્યતામાં જુદા પડે છે એટલું જણાવવા નાસ્તિક કહ્યા. તે રીતે સાંખ્ય, મીમાંસક, જૈન અને બૌદ્ધ એ બધા પુનર્જન્મવાદીઓ પણ એક રીતે આસ્તિક છતાં બીજી રીતે નાસ્તિક કહેવાયા. વળી, એક બીજો પ્રશ્ન ઊભો થયો હતો અને તે શાસ્ત્રના પ્રામાયનો. વેદશાસ્ત્રની પ્રતિષ્ઠા રૂઢ થઈ ગઈ હતી. પુનર્જન્મ માનનાર અને ઈશ્વરતત્ત્વને પણ માનનાર એક એવો મોટો પક્ષ હતો કે જે વેદનું પ્રામાણ્ય પૂરેપૂરું સ્વીકારતો. તેની સાથે જ એક એવો પણ મોટો અને પ્રાચીન પક્ષ હતો કે જે પુનર્જન્મમાં માનતો, વેદનું પ્રામાણ્ય સંપૂર્ણતયા સ્વીકારતો, છતાં ઈશ્વરતત્ત્વમાં ન માનતો. હવે અહીં આસ્તિક-નાસ્તિક શબ્દનો ભારે ગોટાળો થયો. ઈશ્વરને ન માનવાથી જો નાસ્તિક કહેવામાં આવે તો પુનર્જન્મ અને વેદનું પ્રામાણ્ય સ્વીકારનાર પોતાના સગા ભાઈ મીમાંસકને પણ નાસ્તિક કહેવા પડે. એટલે મનુ મહારાજે આ ગૂંચમાંથી મુક્તિ મેળવવા નાસ્તિક શબ્દની ટૂંકી વ્યાખ્યા કરી દીધી અને તે એ કે વેદનિંદક હોય તે નાસ્તિક. આ હિસાબે સાંખ્ય લોકો, જે નિરીશ્વરવાદી હોઈ એક વાર નાસ્તિક ગણાતા, તે પણ વેદનું અમુક અંશે પ્રામાણ્ય સ્વીકારતા હોવાથી ધીરે ધીરે નાસ્તિક કહેવાતા મટી આસ્તિક ગણાવા લાગ્યા અને જૈન, બૌદ્ધ જેવા જે વેદનું પ્રામાણ્ય તદ્દન જ ન સ્વીકારતા તેઓ નાસ્તિક પક્ષમાં રહ્યા. અહીં સુધી તો આસ્તિક-નાસ્તિક શબ્દના પ્રયોગ વિશે થયું. હવે બીજી બાજુએ, જેમ પુનર્જન્મવાદી અને વેદવાદી લોકો પોતાથી વિભિન્ન એવા પક્ષને માટે ઓળખાણ ખાતર નાસ્તિક શબ્દ વાપરતા અને વ્યવહારમાં કોઈક શબ્દ વાપરવાની જરૂર તો પડે જ, તેમ પેલા વિભિન્ન પક્ષવાળાઓ પણ પોતાના પક્ષને અને સામા પક્ષને ઓળખાવવા અમુક શબ્દો વાપરતા. તે શબ્દો બીજા કોઈ નહિ, પણ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ. પુનર્જન્મને માનવા છતાં પણ કેટલાક વિચારકો પોતાના ઊંડા વિચાર અને મનનને પરિણામે એમ જોઈ શક્યા હતા કે સ્વતંત્ર ઈશ્વર જેવી વસ્તુ નથી, અને તેથી તેઓએ ભારેમાં ભારે વિરોધ અને જોખમ વહોરીને પણ પોતાનો વિચાર લોક સમક્ષ મૂક્યો હતો. એ વિચાર મૂકવા જતાં છેવટે વેદોનું પ્રામાણ્ય સ્વીકારવાની ના પાડી હતી. એ લોકો એમ ધારતા, અને સાચે જ પ્રામાણિકપણે ધારતા, કે તેઓની દૃષ્ટિ એટલે માન્યતા સમ્યક્ એટલે સાચી છે અને સામા વેદવાળા પક્ષની માન્યતા મિથ્યા એટલે બ્રાન્ત છે. તેથી માત્ર સમભાવે તેમણે પોતાના પક્ષને સમ્યગ્દષ્ટિ અને સામાને Page #96 -------------------------------------------------------------------------- ________________ આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા • ૮૭ મિશ્રાદષ્ટિ તરીકે ઓળખાવ્યો. આ રીતે જેમ સંસ્કતજીવી વિદ્વાનોએ પોતાના પક્ષ માટે આસ્તિક અને પોતાથી ભિન પક્ષ માટે નાસ્તિક એ શબ્દો વ્યવહાર ખાતર યોજ્યા હતા તેમ પ્રાકૃતજીવી જૈન અને બૌદ્ધ તપસ્વીઓએ પણ પોતાના પક્ષ માટે સમ્યગ્દષ્ટિ (સમ્માદિટ્ટિ) અને પોતાથી ભિન્ન પક્ષ માટે મિથ્યાષ્ટિ ( મિચ્છદિટ્ટિ) શબ્દ યોજ્યા, પણ એટલાથી કંઈ અંત આવે તેમ થોડું હતું? મત અને મતભેદનું વટવૃક્ષ તો જમાના સાથે જ ફેલાતું જાય છે, એટલે જૈન અને બૌદ્ધ બંને વેદવિરોધી હોવા છતાં તે બંને વચ્ચે પણ પ્રબળ મતભેદ હતો. તેથી જેનોએ માત્ર પોતાના જ પક્ષને સમ્યગ્દષ્ટિ કહી વેદનું પ્રામાણ્ય ન સ્વીકારવામાં સગા ભાઈ જેવા પોતાના બૌદ્ધ મિત્રને પણ મિથ્યાષ્ટિ કહ્યા. એ જ રીતે બૌદ્ધોએ માત્ર પોતાને સમ્યગ્દષ્ટિ અને પોતાના મોટા ભાઈ જેવા જેને પક્ષને મિથ્યાદૃષ્ટિ કહ્યો. ખરી રીતે જેમ આસ્તિક અને નાસ્તિક તેમ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ એ બે શબ્દો પણ ફક્ત અમુક અંશે ભિન્ન માન્યતા ધરાવનાર બે પક્ષો પૂરતા જ હતા, જેમાં એક અપક્ષ અને એક પરપક્ષ. દરેક પોતાના પક્ષને આસ્તિક કે સમ્યગ્દષ્ટિ કહે અને પરપક્ષને નાસ્તિક કે મિથ્યાદૃષ્ટિ તરીકે ગણાવે. અહીં સુધી તો સામાન્ય ભાવ કહેવાય. પણ મનુષ્યપ્રકૃતિમાં જેમ મીઠાશ તેમ કડવાશનું પણ તત્ત્વ છે. આ તત્ત્વ દરેક જમાનામાં ઓછુંવતું દેખાય છે. શબ્દો કાંઈ જાતે સારા કે નરસા નથી હોતા. તેના મધુરપણા અને કડવાપણાનો અથવા તો તેની પ્રિયતા અને અપ્રિયતાનો આધાર તેની પાછળના મનોભાવ ઉપર અવલંબિત હોય છે. આ વસ્તુ આપણે થોડાક દાખલાઓથી વધારે સ્પષ્ટ કરીને સમજી શકીશું. નાગો, લુચ્ચો અને બાવો એ શબ્દો લો અને વિચારો. નાગો સંસ્કૃતમાં નગ્ન અને પ્રાકૃતમાં નગિણ. લુચ્ચો સંસ્કૃતમાં લુંચક અને પ્રાકૃતમાં લંચઓ. બાવો સંસ્કૃતમાં વસ્તા અને પ્રાકૃતમાં વપ્પા અથવા બપ્પા. જે માત્ર કુટુંબ અને માલમતા જ નહિ, પણ કપડાં સુધ્ધાંનો તદન ત્યાગ કરી આત્મશોધન માટે નિર્મમત્વવત ધારણ કરતો અને મહાન આદર્શ નજર સામે રાખી જંગલમાં એકાકી સિંહની પેઠે વિચરતો તે પૂજ્ય પુરુષ નગ્ન કહેવાતો. ભગવાન મહાવીર આ જ અર્થમાં નગ્ન તરીકે પ્રખ્યાતિ પામ્યા છે. પરિગ્રહનો ત્યાગ કરી અને દેહદમનનું વ્રત સ્વીકારી આત્મસાધના માટે જે ત્યાગી થતો અને પોતાના મસ્તકના વાળને પોતાને જ હાથે ખેંચી કાઢતો તે લુંચક અર્થાત્ લોચ કરનાર કહેવાતો. આમ એ શબ્દ શુદ્ધ ત્યાગ અને દેહદમન સૂચવનાર હતો. હપ્તા એટલે સર્જક અને સર્જક એટલે વડીલ અને સંતાનનો પૂજ્ય. આ અર્થમાં બપ્પા અને બાવા શબ્દ વપરાતો, પરંતુ હંમેશાં શબ્દોના વપરાશની મર્યાદા એકસરખી નથી રહેતી. તેનું ક્ષેત્ર નાનુંમોટું અને વખતે વિકૃત થઈ જાય છે. નગ્ન એટલે વસ્ત્રરહિત તપસ્વી; ને આવો તપસ્વી એટલે માત્ર એક કુટુંબ અગર એક જ પરિવારની જવાબદારી છોડી વસુધાકૌટુંબિક બનનાર અને Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮ - પરિશીલન આખા વિશ્વની જવાબદારીનો વિચાર કરનાર, પરંતુ કેટલાક માણસો કુટુંબમાં એવા નીકળે કે જેઓ નબળાઈને લીધે પોતાની કૌટુંબિક જવાબદારી ફેંકી દે છે અને તેની જગ્યાએ વધારે સારી અને વધારે વ્યાપક જવાબદારી સ્વીકારવાને બદલે આળસ અને અજ્ઞાનને લીધે તેઓ પોતાના કુટુંબને અને પોતાની જાત સુધ્ધાંને બિનજવાબદાર થઈ ભટકતા અને રખડતા રામ થઈ જાય છે. આવા માણસો અને પેલા જવાબદાર નગ્ન તપસ્વીઓ વચ્ચે ઘર પ્રત્યેની બિનજવાબદારી પૂરતું, ઘર છોડી ગમે ત્યાં ભટકવા પૂરતું, સામ્ય હોય છે. આટલા સામ્યને લીધે પેલા બિનજવાબદાર માણસના લાગતાવળગતાઓએ તે રખડતા રામને તિરસ્કારસૂચક તરીકે અગર પોતાની અરુચિ દર્શાવવા તરીકે નાગો (લગ્ન) કહ્યો. આ રીતે વ્યવહારમાં જ્યારે કોઈ એક જવાબદારી છોડે, આપેલું વચન ન પાળે, માથેનું કરજ અદા ન કરે, તેને દાદ ન આપે ત્યારે પણ તે તિરસ્કાર અને અણગમાના વિષય તરીકે નગ્ન કહેવાયો. બસ ધીરે ધીરે પેલો મૂળ નગ્ન શબ્દ પોતાના મહાન તપ, ત્યાગ અને પૂજ્યતાના અર્થમાંથી સરી માત્ર બિનજવાબદાર એ અર્થમાં આવીને અટક્યો અને આજે તો એમ બની ગયું છે કે કોઈ ત્યાગી સુધ્ધાં પોતાને માટે નાગો શબ્દ પસંદ નથી કરતો. દિગંબર ભિક્ષુકો, જેઓ તદ્દન નગ્ન હોય છે તેઓને પણ જો નાગો કહેવામાં આવે તો તેઓ પોતાનો તિરસ્કાર અને અપમાન માને. લંચક શબ્દ પણ પોતાનું પવિત્ર સ્થાન ગુમાવ્યું છે, અને કહેલું ન પાળે, બીજાને ઠગે તેટલા જ અર્થમાં સ્થાન લીધું છે. બાવો શબ્દ તો ઘણી વાર બાળકોને ભડકાવવાના અર્થમાં જ વપરાય છે અને કેટલીક વાર તો કશી જ જવાબદારી ન ધરાવતો હોય તેવા આળસી અને પેટભરુ માટે પણ વપરાય છે. આ રીતે ઉપયોગની પાછળના સારા કે નરસા, આદર કે તિરસ્કાર, સંકુચિત કે વિસ્તૃત ભાવને લીધે શબ્દો પણ એક જ છતાં ક્યારેક સારા, ક્યારેક નરસા, કયારેક આદરસૂચક, ક્યારેક તિરસ્કારસૂચક અને ક્યારેક સંકુચિત અર્થવાળા તેમ જ વિસ્તૃત અર્થવાળા જોવામાં આવે છે. આ દાખલાઓ આપણને પ્રસ્તુત ચર્ચામાં બહુ કામના છે. ઉપર કહેલ નાસ્તિક અને મિથ્યાષ્ટિ શબ્દની શ્રેણીમાં વળી બીજા બે શબ્દો ઉમેરવા જેવા છે. તેમાંનો એક નિલવ શબ્દ છે, જે શ્વેતાંબર શાસ્ત્રમાં વપરાયેલો છે અને બીજો જૈનાભાસ શબ્દ છે, જે દિગંબર ગ્રંથોમાં વપરાયેલો છે. આ બંને શબ્દો પણ અમુક અંશે જૈન છતાં બીજા કેટલાક અંશોમાં વિરોધી મત ધરાવનાર માટે વપરાયેલા છે. નિલવ શબ્દ તો જરા જૂનો પણ છે, પરંતુ જેનાભાસ એટલે કૃત્રિમ જૈન એ શબ્દ એટલો જૂનો નથી અને તે રીતે વિલક્ષણ રીતે વપરાયેલો છે. દિગંબર શાખાની મૂળ સંઘ, માથુર સંઘ, કાષ્ઠા સંઘ એવી કેટલીક પેટા-શાખાઓ છે. તેમાં જે મૂળ સંઘનો ન હોય તે હરકોઈને જેનાભાસ તરીકે ઓળખાવવામાં આવ્યો છે, જેમાં શ્વેતાંબરો પણ આવી જાય છે. શ્વેતાંબર શાસ્ત્રકારોએ જૂના વખતમાં તો અમુક જ મતભેદ ધરાવનાર Page #98 -------------------------------------------------------------------------- ________________ આતિક અને નાસ્તિક શબ્દની મીમાંસા • ૮૯ અમુક જ પક્ષોને નિલવ કહેલા, પણ પાછળથી જ્યારે દિગંબર શાખા તદ્દન જુદી પડી ત્યારે તેને પણ નિહ્નવ કહી. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે બે મુખ્ય શાખાઓ શ્વેતાંબર અને દિગંબર એકબીજાને પોતાનાથી ભિન્ન શાખા તરીકે ઓળખાવવા અમુક શબ્દો યોજે છે અને પછી ધીરે ધીરે એક જ શાખામાં જ્યારે પેટાભેદો થવા લાગે છે ત્યારે પણ કોઈ એક પેટા ભેદ બીજા પેટાભેદો માટે તે શબ્દો વાપરે છે. અહીં આપણે એક બાબત ઉપર લક્ષ આપ્યા સિવાય રહી શકતા નથી અને તે એ છે કે આસ્તિક અને નાસ્તિક શબ્દોની પાછળ માત્ર હકાર અને નકારનો જ ભાવ છે, જ્યારે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ શબ્દની પાછળ તેથી કાંઈક વધારે ભાવ છે. તેમાં પોતાનું યથાર્થપણું અને બીજા પક્ષનું બ્રાન્તપણું ખાતરીથી સૂચવાય છે. એ ભાવ જરા આકરો અને કાંઈક અંશે કડવો પણ છે, એટલે પ્રથમના શબ્દો કરતાં પાછળના શબ્દોમાં જરા ઉગ્રતા સૂચવાય છે. વળી જેમ જેમ સાંપ્રદાયિકતા અને મતાંધતા વધતી ચાલી તેમ તેમ કટુકતા વધારે ઉગ્ર બની. તેને પરિણામે નિલવ અને જેનાભાસ જેવા ઉગ્ર શબ્દો સામા પક્ષ માટે અસ્તિત્વમાં આવ્યા. અહીં સુધી તો માત્ર આ શબ્દોનો કાંઈક ઇતિહાસ જ આવ્યો. હવે આપણે વર્તમાન સ્થિતિ ઉપર નજર કરીએ. અત્યારે આ શબ્દોમાં ભારે ગોટાળો થઈ ગયો છે. એ શબ્દો હવે તેના મૂળ અર્થમાં નથી રહ્યા, તેમ જ નવા અર્થમાં પણ ચોક્કસ અને મર્યાદિત રીતે નથી યોજાતા. ખરું કહીએ તો અત્યારે એ શબ્દો નાગો, લુચ્ચો અને બાવો શબ્દની પેઠે માત્ર ગાળરૂપે અને તિરસ્કારસૂચક રીતે હરકોઈ વાપરે છે. સાચી બાબત રજૂ કરનાર અને આગળ જતાં જે વિચાર પોતાને અગર પોતાની સંતતિને અવશ્યમેવ સ્વીકારવાલાયક હોય છે તે વિચાર મૂકનારને પણ શરૂઆતમાં રૂઢિગામી, સ્વાર્થી અને અવિચારી લોકો નાસ્તિક કહી ઉતારી પાડવા પ્રયત્ન કરે છે. મથુરા-વૃંદાવનમાં મંદિરોના ઢગલા ખડકી તે દ્વારા માત્ર પેટ ભરનાર અને ઘણી વાર તો ભયંકર અનાચાર પોષનાર પંડ્યા કે ગોસાંઈઓના પાખંડનો મહર્ષિ દયાનંદે વિરોધ કર્યો અને કહ્યું કે આ તો મૂર્તિપૂજા નહિ, પણ ઉદરપૂજા અને ભોગપૂજા છે. વળી કાશી અને ગયાના શ્રાદ્ધ સરાવી તાગડધિન્ના કરનાર અને વધારામાં અનાચાર પોષનાર પંડ્યાઓને સ્વામીજીએ કહ્યું કે આ શ્રાદ્ધપિંડ પિતરોને નથી પહોંચતો, પણ તમારા પેટમાં જરૂર પહોંચે છે એમ કહી તેમણે સમાજમાં સદાચાર, વિદ્યા અને બળનું વાતાવરણ સરજવાનો જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે તરત જ પેલા વેદપુરાણમાંની પંડ્યાપક્ષે સ્વામીજીને નાસ્તિક કહ્યા. એ લોકોએ સ્વામીજીને માત્ર પોતાથી ભિન્ન મતદર્શક છે એટલા અર્થમાં નાસ્તિક કહ્યા હોત તો તો કાંઈ ખોટું ન હતું, પણ જૂના લોકો, જે મૂર્તિ અને શ્રાદ્ધમાં જ મહત્ત્વ માનતા, તેમને ભડકાવવા અને તેમની વચ્ચે સ્વામીજીની પ્રતિષ્ઠા ઘટાડવા એ નાસ્તિક શબ્દ વાપર્યો. એ જ રીતે મિથ્યાદષ્ટિ શબ્દની પણ કદર્થના થઈ. જેન વર્ગમાં કોઈ વિચારક નીકળ્યો અને કોઈ Page #99 -------------------------------------------------------------------------- ________________ © • પરિશીલન વસ્તુની ઉચિતતા-અનુચિતતાનો વિચાર તેણે મૂક્યો કે તરત જ રૂઢિપ્રય વર્ગે તેને મિથ્યાદષ્ટિ કહ્યો. એક જતિ જે કલ્પસૂત્ર જેવાં પવિત્ર પુસ્તકો વાંચે અને લોકો પાસે તેની પૂજા કરાવી જે દાનદક્ષિણા આવે તે પોતે પચાવી લે; વળી બીજો જતિ મંદિરની આવકનો માલિક થાય અને એ પૈસાથી અનાચાર વધારે; આમ બનતું જોઈ તેની અયોગ્યતા જ્યારે કોઈએ બતાવવા માંડી ત્યારે શરૂઆતમાં તો પેલા સ્વાર્થી જાતિઓએ એ વિચારકને પોતાના વર્ગમાં ઉતારી પાડવા મિથ્યાષ્ટિ સુધ્ધાં કહ્યો. આ રીતે શરૂઆતમાં નાસ્તિક અને મિથ્યાષ્ટિ શબ્દો સુધારક અને વિચારક માટે વપરાવા લાગ્યા અને હવે તો તે એવા સ્થિર થઈ ગયા છે કે જે મોટે ભાગે વિચારશીલ, સુધારક અને કોઈ વસ્તુની યોગ્યાયોગ્યતાની પરીક્ષા કરનાર માટે જ વપરાય છે. જૂનાં બંધનો, જૂના નિયમો, જૂની મર્યાદાઓ અને જૂના રીતરિવાજો દેશકાળ અને પરિસ્થિતિને લીધે અમુક અંશે બંધબેસતાં નથી. તેના સ્થાનમાં અમુક પ્રકારનું બંધન અને અમુક પ્રકારની મર્યાદા રાખીએ તો સમાજને વધારે લાભ થાય, અજ્ઞાન અને સંકુચિતતાની જગ્યાએ જ્ઞાન અને ઉદારતા સ્થાપીએ તો જ સમાજ સુખી રહી શકે, ધર્મ એ જો વિખવાદ વધારતો હોય તો તે ધર્મ હોઈ ન શકે – એવી સીધીસાદી અને સર્વમાન્ય બાબતો કહેનાર કોઈ નીકળ્યો કે તરત જ અત્યારે તેને નાસ્તિક, મિથ્યાદષ્ટિ અગર જેનાભાસ કહેવામાં આવે છે. આ રીતે શબ્દોના ઉપયોગની અંધાધૂંધીનું પરિણામ એ આવ્યું છે કે હવે નાસ્તિક શબ્દની જ પ્રતિષ્ઠા વધી ગઈ છે. એક વખતે રાજમાન્ય શબ્દની અને લોકમાન્ય શબ્દની પ્રતિષ્ઠા હતી, પણ જ્યારે સમાજ ઊંચો ઊઠ્યો ત્યારે તેને રાજમાન્ય શબ્દ ખટક્યો અને રાજમાન્ય થવામાં ઘણી વાર સમાજદ્રોહ તેમ જ દેશદ્રોહ પણ જણાયો; અને રાજદ્રોહ શબ્દ જે એક વાર ભારે ગુનાહિત માટે જ વપરાતો અને અપમાનસૂચક દેખાતો તેની પ્રતિષ્ઠા વધી પડી. આજે તો દેશ અને સમાજમાં એવું વાતાવરણ પેદા થયું છે કે તે રાજદ્રોહ શબ્દને પૂજે છે અને પોતાને રાજદ્રોહી જાહેર રીતે કહેવરાવવા હજારો જ નહિ, પણ લાખો સ્ત્રી અને પુરુષો બહાર આવે છે અને લોકો તેમને સત્કારે છે. માત્ર હિન્દુસ્તાનનો જ નહિ, પણ આખી દુનિયાનો મહાન સંત એ મહાન રાજદ્રોહના અર્થમાં જ રાજદ્રોહી છે. આ રીતે નાસ્તિક અને મિથ્યાદૃષ્ટિ જે એક વખતે ફક્ત પોતાથી ભિન્ન પક્ષ ધરાવનાર માટે વપરાતા અને પછી કાંઈક કદર્થનાના ભાવમાં વપરાતા તે અત્યારે પ્રતિષ્ઠિત જેવા થતા જાય છે. અંત્યજો એ પણ માણસ છે. એની સેવા લઈ એનો તિરસ્કાર કરવો એમાં બેવડો ગુનો છે. વૈધવ્ય મરજિયાત હોઈ શકે, ફરજિયાત નહિ, એવો વિચાર ગાંધીજીએ મૂક્યો કે તેમને પણ મનુના વારસદાર કાશીના પંડિતોએ પ્રથમ નાસ્તિક કહ્યા, મીઠા શબ્દમાં આર્યસમાજી કહ્યા અને કોઈએ ક્રિશ્ચિયન કહ્યા. વાંદરા અને વાછડાની ચર્ચા આવી કે વળી કોઈએ તેમને હિંસક કહ્યા અને ખરેખર ગાંધીજી જો રાજપ્રકરણમાં પડ્યા ન હોત અને આવડી મોટી સલ્તનત સામે ઝઝૂમ્યા ન હોત તેમ Page #100 -------------------------------------------------------------------------- ________________ આસ્તિક અને નાતિક શબ્દની મીમાંસા • ૯૧ જ તેમનામાં પોતાના વિચારો જગવ્યાપી કરવાની શક્તિ ન હોત તો તેઓ અત્યારે જે કહે છે તે જ અંત્યજ અને વિધવા વિશે કહેતા હોત, છતાં ભારે નાસ્તિક અને મૂર્ખ મનાત અને મનુના વારસદાર તેમનું ચાલત તો તેમને શૂળીએ પણ ચડાવત. આ રીતે જ્યારે આવેશી પુરાતનપ્રેમીઓએ આવેશમાં આવી વગર વિચાર્યું ગમે તેવા વિચારી અને ગમે તેવા લાયક માણસને પણ ઉતારી પાડવા અને તેની વિરુદ્ધ લોકોને ઉશ્કેરવા નાસ્તિક જેવા શબ્દો વાપર્યા ત્યારે તે શબ્દોમાં પણ ક્રાન્તિ દાખલ થઈ અને એનું અર્થચક્ર બદલાતાં મહત્તાચક્ર બદલાવા લાગ્યું અને સ્થિતિ લગભગ એવી આવી ઊભી છે કે રાજદ્રોહની પેઠે નાસ્તિક, મિથ્યાષ્ટિ આદિ શબ્દો માન્ય થતા ચાલ્યા છે. કદાચ જોઈતા પ્રમાણમાં માન્ય ન થયા હોય તોપણ હવે એનાથી કોઈ ભાગ્યે જ ડરે છે. ઊલટું પોતાને રાજદ્રોહી કહેવડાવવા જેમ ઘણા આગળ આવે છે તેમ ઘણા તો નિર્ભયતા કેળવવા પોતાને નાસ્તિક કહેવડાવતાં જરાય ખંચકાતા નથી અને જ્યારે સારામાં સારા વિચારકો, લાયક કાર્યકર્તાઓ અને ઉદાર મનના પુરુષોને પણ કોઈ નાસ્તિક કહે છે ત્યારે નાસ્તિક અને સમ્યગ્દષ્ટિ જેવા શબ્દોનો અર્થ બદલાઈ જાય છે અને હવે તો આસ્તિક તેમ જ સમ્યગ્દષ્ટિ શબ્દનો લગભગ વ્યવહારમાં લોકો એ જ અર્થ કહે છે કે જે સાચી કે ખોટી ગમે તેવી જૂની રૂઢિને વળગી રહે, તેમાં ઉચિતપણા કે અનુચિતપણાનો વિચાર ન કરે, કોઈ પણ વસ્તુની પરીક્ષા અગર તર્ક-કસોટી સહન ન કરે, સાચું કે ખોટું કાંઈ પણ તપાસ્યા સિવાય નવા વિચાર, નવી શોધ અને નવી પદ્ધતિમાત્રથી ભડકે અને છતાંય કળાક્રમે એને પરાણે વશ થતો જાય તે આસ્તિક તે સમ્યગ્દષ્ટિ. આ રીતે વિચારક અને પરીક્ષક અગર તર્કપ્રધાન અર્થમાં નાસ્તિક આદિ શબ્દોની પ્રતિષ્ઠા જામતી જાય છે અને કદાગ્રહી, ઝનૂની એવા અર્થમાં આસ્તિક આદિ શબ્દોની દુર્દશા થતી દેખાય છે. આ જમાનામાં જ્યારે શસ્ત્રથી લડવાનું ન હતું ત્યારે દરેકને માટે લડવાની વૃત્તિ તૃપ્ત કરવાનો આવો શાબ્દિક માર્ગ રહ્યો હતો અને નાસ્તિક કે મિથ્યાદૃષ્ટિ શબ્દોના ગોળા ફેંકાતા, પણ આ અહિંસક યુદ્ધ જેમ શસ્ત્રને નિષ્ક્રિય કર્યા તેમ પેલા નાસ્તિક આદિ શબ્દો, જે વિષમય અસ્ત્રની પેઠે ફેંકાતા, તેને પણ નિર્વિષ અને ઘણી વાર તો જીવનપ્રદ અમૃત જેવા બનાવ્યા. આ ક્રાંતિયુગનો પ્રભાવ છે, પણ આથી કોઈ વિચારકે કે સુધારકે હરખાઈ પોતાનું કર્તવ્ય ભૂલી જવાનું નથી. ઘણી વાર ક્ષુલ્લક વિચારકો અને ભીરુ સ્વાર્થી સુધારકો પોતાને નાસ્તિક કહેવડાવીને પણ સામા પક્ષને અન્યાય કરવા તૈયાર થાય છે. તેઓએ પણ ચેતવાનું છે. ખરી રીતે કોઈ પક્ષકારે આવેશ કે ઝનૂનમાં આવી જઈ બીજા પક્ષને માત્ર વગોવવા ખાતર કોઈ પણ જાતના શબ્દનો પ્રયોગ કરવો એ તાત્ત્વિક દૃષ્ટિએ હિંસા જ છે. પોતાનાથી ભિન્ન વિચાર ધરાવનાર માટે સમભાવે અને પ્રેમથી યોગ્ય શબ્દ વાપરવો એ એક વાત છે અને ઝનૂનમાં આવી બીજાને ઉતારી પાડવા હદ ઓળંગી અમુક શબ્દો વાપરવા એ બીજી વાત છે; Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૨૦ પરિશીલન છતાં દરેક બોલનારને મોઢે કાંઈ તાળું દેવાતું નથી; અગર દરેક લખનારના હાથ કાંઈ બંધાતા નથી, એટલે કોઈ ઉતાવળિયાઓ જ્યારે ભિન્ન મત ધરાવનારા માટે અમુક શબ્દ વાપરે ત્યારે ભિન્ન મત ધરાવનારની અહિંસક ફરજ શી છે તે છેવટે આપણે વિચારી જવી જોઈએ. પહેલું તો એ કે પોતાના માટે જ્યારે કોઈએ નાસ્તિક કે એવો બીજો શબ્દ વાપર્યો હોય ત્યારે એટલું જ વિચારવું કે તે સામા ભાઈએ મારે માટે ફક્ત જુદો મત ધરાવનાર અથવા તેના મતને ન માનના૨ એટલા જ અર્થમાં સમભાવે અને વસ્તુસ્થિતિસૂચક શબ્દ વાપર્યો છે. એ ભાઈની એ શબ્દ વાપરવાની પાછળ કોઈ દુવૃત્તિ નથી, એમ વિચારી તેના પ્રત્યે પણ પ્રેમવૃત્તિ અને ઉદારતા કેળવવી. જ બીજું એ કે જો એમ જ લાગે કે અમુક પક્ષકારે મારે માટે આવેશમાં આવી નિંદાની દૃષ્ટિથી અમુક શબ્દ વાપર્યો છે ત્યારે એમ વિચારવું કે એ ભાઈની ભૂમિકામાં આવેશ અને સંકુચિતપણાનાં તત્ત્વો છે. એ તત્ત્વોનો એ માલિક છે અને જે વસ્તુનો જે માલિક હોય તે માણસ તે વસ્તુનો મરજી પ્રમાણે ઉપયોગ ક૨વા સર્જાયેલ છે. તેનામાં જો આવેશનું તત્ત્વ હોય તો ધી૨જ ક્યાંથી આવવાની ? અને જો સંકુચિતપણું હોય તો ઉદારતા ક્યાંથી પ્રગટવાની ? અને જો આવેશ અને સંકુચિતતાના સ્થાનમાં ધૈર્ય અને ઉદારતા તેનામાં લાવવાં હોય તો તે એ જ રીતે આવી શકે કે તેણે ગમે તેવા કડવા શબ્દો વચ્ચે પણ પોતાનામાં ધીરજ અને ઉદારતા કેળવવી; કારણ કે, કાદવ કાંઈ બીજા કાદવથી ન ધોવાય, પણ પાણીથી જ ધોવાય. ત્રીજું એ કે જ્યારે કોઈ પોતાના મત અને વિચારની વિરુદ્ધ આવેશ કે શાંતિથી કાંઈ પણ કહેતો હોય ત્યારે તેના કથન ઉ૫૨ સહાનુભૂતિથી વિચાર કરવો. જો સામાના આવેશી કથનમાં પણ સત્ય લાગે તો તેને પચાવવાની ઉદારતા રાખવી અને પોતાના વિચારમાં સત્ય દેખાય તો ગમે તેટલો પ્રચંડ વિરોધ છતાં પણ, અને ગમે તેટલું જોખમ આવી પડે છતાં પણ, નમ્રભાવે એ જ સત્યને વળગી રહેવું. જો આ રીતે વિચારવામાં આવે અને વર્તવામાં આવે તો શબ્દની મારામારીનું ઝેર ઓછું થઈ જાય. ભાષાસમિતિની અને વચનગુપ્તિની જે પ્રતિષ્ઠા લગભગ લોપ પામતી જાય છે તે પાછી જામે અને શાંતિનું વાતાવરણ ઊભું થાય. આ પુણ્ય-દિવસોમાં આપણે એટલું જ ઇચ્છીએ. પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, ૧૯૩૨ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧૧. વારસાનું વિતરણ દેહપાત વિના જ નવો જન્મ ધારણ કરવાની – દ્વિજત્વ પામવાની – શક્તિ મનુષ્યજાતને જ વરેલી છે. બાળક આંખ, કાન આદિ સ્થળ ઇન્દ્રિયો દ્વારા પશુપક્ષીઓની જેમ માત્ર રોજિદું જીવન જીવવા પૂરતી તાલીમ મેળવી લે છે, ત્યારે એનો પ્રથમ જન્મ પૂરો થાય છે, અને તે જ્યારે વર્ષો જ નહિ, પણ પેઢીઓ પહેલાંના માનવજાતે મેળવેલા આચારવિચારના વારસાને મેળવવા પગરણ માંડે છે ત્યારથી જ તેનો બીજો જન્મ શરૂ થાય છે. સામાન્ય રીતે આવા બીજા જન્મની પૂર્તિ ઘર અને સમાજમાં થાય તે કરતાં વધારે સારી રીતે શાળા-મહાશાળાના વ્યવસ્થિત વર્ગોમાં થાય છે. ત્યાં શિક્ષક કે અધ્યાપક પોતે મેળવેલ અતીત વારસાનું તેમ જ પોતાની કલ્પના અને આવડતથી એમાં કરેલ વધારાનું વિતરણ કરે છે. આમ દ્વિજત્વની સાધનાના સમયે જે જ્ઞાનની લેવડદેવડ ચાલે છે તે જ ખરું વારસાનું વિતરણ છે, પરંતુ માત્ર વર્ગમાં સામૂહિક રીતે થયેલી એ લેવડ-દેવડ જ્યારે લેખબદ્ધ થઈ વધારે વ્યવસ્થિત અને વધારે સુંદર રીતે સર્વગમ્ય થાય છે ત્યારે એ વિતરણ સમાજવ્યાપી બને છે. પ્રસ્તુત પુસ્તક એ એવા એક વિતરણનું ઉદાહરણ છે. પુરુષસૂક્તમાં સમાજજીવનને આવશ્યક એવાં કર્મોના ચાર વિભાગ કરી જનસમાજને ચાર વિભાગમાં કહ્યો છે. તે કાળે એ વિભાગો ભલે અભેદ્ય ન હોય, છતાં કાળક્રમે એ વિભાગો જન્મસિદ્ધ મનાતા અને તે સાથે ઊંચનીચપણાની ભાવના જોડાતાં અભેદ્ય નહિ તો દુર્ભેદ્ય બન્યા જ હતા. એ દુર્ભેદ્યતા ભેદાવાનો અને ફરી તે પાછી અસ્તિત્વમાં આવવાનો, એવા બે યુગો પણ વીત્યા. ગુણકર્મ દ્વારા જ વર્ણવિભાગ અને નહિ કે માત્ર જન્મ દ્વારા જ, એ વસ્તુ સિદ્ધ કરવાના કેટલાય પ્રયત્નો થયા ને તેમાં કેટલેક અંશે સફળતા પણ આવી, પરંતુ મહાત્મા ગાંધીજી પહેલાં કોઈ વ્યક્તિએ એ સત્યનું સ્પષ્ટ દર્શન, નિર્ભય પ્રતિપાદન અને સ્વજીવનથી આચરણ કર્યું ન હતું કે પ્રત્યેક જીવંત વ્યક્તિએ જીવનને આવશ્યક એવા ચતુર્વિભાગી કર્મોની તાલીમ મેળવવી જ જોઈએ અર્થાત્ માત્ર આખા સમાજે નહિ, પણ સમાજઘટક પ્રત્યેક વ્યક્તિએ ચતુર્વર્ણ થવું જોઈએ. માણસ મુખ્યપણે ભલે કોઈ એક જ વર્ણને લગતું જીવન જીવે, પણ તેણે ચારે વર્ણને લગતાં કર્મોની આવડત કેળવવી જોઈએ. એ વિના જેમ સમાજ બહારથી સુરક્ષિત નથી થવાનો, તેમ તે ઊંચનીચપણાના મિથ્યા અભિમાનથી પણ મુક્ત નથી Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૪ • પરિશીલન થવાનો. ગાંધીજીની આ અનુભવસિદ્ધ વિચારસરણી આખા દેશમાં થોડા, પણ સમાજદાર માણસોએ ઝીલી અને દેશના અનેક ખૂણાઓમાં એને લગતી સાધના પણ શરૂ થઈ. સૌરાષ્ટ્રમાં આવી સાધનાનું એક જાણીતું કેન્દ્ર છે – ગ્રામ દક્ષિણામૂર્તિ. તેના મુખ્ય સૂત્રધાર છે વયોવૃદ્ધ વિદ્વાન શ્રી નાનાભાઈ ભટ્ટ. તેમણે સાધનાની જે પરંપરા વિકસાવી છે તેને પોતાનામાં મૂર્ત કરનાર “દર્શક' નામે જાણીતા શ્રી મનુભાઈ પંચોળી એ જ આ “વારસા'ના લેખક છે. ઇતિહાસયુગ અને તે પહેલાંના યુગો, એમ એકંદરે લગભગ ૫૦૦ વર્ષોનો માનવજાતે જે વારસો મૂક્યો છે, ને જે ખાસ કરી ભારત સાથે સંબંધ ધરાવે છે તેની ક્રમવાર સુસંબદ્ધ રીતે રજૂઆત આ પુસ્તકમાં થયેલી છે. લેખકે શરૂઆત બહુ પ્રાચીન સમયથી કરી છે, પણ એની સમાપ્તિ ઈ. સ.ને સાતમા સૈકામાં થયેલ હર્ષવર્ધનની સાથે જ થાય છે. હર્ષવર્ધનથી માંડી આજ સુધીનાં ૧૨૦૦-૧૩૦૦ વર્ષોને, પૂર્વરંગના લેખકોની પેઠે, પ્રસ્તુત લેખક પણ સ્પર્યા નથી. ખરી રીતે પ્રસ્તુત પુસ્તક એ પૂર્વરંગની એક વિશિષ્ટ પૂર્તિ જ નહિ, પણ ઘણી બાબતોમાં તેનું સ્પષ્ટીકરણ પણ છે. કાકા જેવા બહુશ્રુત પ્રતિભાસંપન્ન અને શ્રી નરહરિભાઈ જેવા પારદર્શી વિચારક, એ બંનેને તે વખતે પલાંઠી બાંધી બેસવાનો અને સ્વસ્થ મને લખવાનો જોઈતો સળંગ સમય મળ્યો હોત તો એ પૂર્વરંગ'ની ભાત જુદી જ હોત, પણ તે યુગ વિદેશી સત્તા સામે ગાંધીજીએ ફેંકેલ સત્યાગ્રહના બ્રહ્માસ્ત્રમાં સાથ દેવાનો વીરયુગ હતો. એટલે થવું જોઈતું કામ કાંઈક રહી જ ગયું. પ્રસ્તુત લેખકે જેમ એક લોકશાળાના શિક્ષક છે, તેમ એ અધ્યાપન મંદિરના પણ અધ્યાપક છે; એટલું જ નહિ, પણ સાથે સાથે તેમને લોકજીવનમાં બધાં પાસાંનો ઠીકઠીક પ્રત્યક્ષ સંપર્ક સાધવાના પ્રસંગો પણ મળતા જ રહે છે. તેથી જ શ્રી મનુભાઈએ પલાંઠી વાળી સ્વસ્થ મને પોતાના વર્ગો માટે જે પૂરી તૈયારી કરેલી તેનું સંકલન આ પુસ્તકમાં નજરે પડે છે. પ્રસ્તુત પુસ્તક ૧૩ પ્રકરણમાં પૂરું થાય છે. આગળ આગળનાં પ્રકરણ પહેલાંનાં પ્રકરણો સાથે કાળક્રમની દૃષ્ટિએ તેમ જ વિષયની દૃષ્ટિએ એવાં સુસંબદ્ધ ગોઠવાયાં છે કે પહેલું પ્રકરણ પૂરું થાય ત્યારે બીજા પ્રકરણમાંના વિષયની જિજ્ઞાસાનાં બીજ નંખાઈ જાય છે, એટલે વાચક સહેલાઈથી આગલું પ્રકરણ વાંચવા લલચાય છે અને તે વાંચ્યા વિના તેને તૃપ્તિ જ થતી નથી. લેખકનો આ ઇતિહાસ શાળા-મહાશાળામાં ચાલતા ઇતિહાસ કરતાં જુદો પડે છે, કેમ કે એ માત્ર રાજાને ન સ્પર્શતાં સમગ્ર પ્રજાજીવન વ્યાપી સંસ્કારને સ્પર્શે છે; અર્થાતુ પ્રસ્તુત ઇતિહાસ સંસ્કૃતિનો ઇતિહાસ છે. આમુખમાં લેખકે જોડના કથનને આધારે સંસ્કૃતિનો અર્થ દર્શાવી તેનું સ્પષ્ટીકરણ કર્યું છે, તે ખાસ ધ્યાન ખેંચે છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ વારસાનું વિતરણ • ૯૫ પહેલા પ્રકરણમાં ઋગ્વદના ઉપરથી ફલિત થતી આર્યોની ઐહિક જીવનપરાયણ પુરુષાર્થી, તેમ જ સાદી અને નિબંધન જીવનચર્યાનું તાદશ ચિત્ર રજૂ થયેલ છે. તેમ જ આર્યોને દેશના જે મૂળનિવાસીઓના સંપર્કમાં આવવું પડે છે તે મૂળનિવાસીઓનો સ્પષ્ટ પરિચય આપવામાં આવ્યો છે. સિંધુસંસ્કૃતિના લોકો, દ્વાવિડિયનો અને કોલ. સંથાલ આદિ જનો, જે બધા આ દેશના આદિવાસીઓ, તેમનાં મૂળ સ્થાનો ક્યાં હતાં અને શોધખોળે તે ઉપર શું અજવાળું નાખ્યું છે વગેરેનો વિસ્તૃત પરિચય કરાવી લેખકે આર્યો અને અનાર્યો એ બંને વર્ગ વચ્ચે થયેલ સંઘર્ષ અને છેવટે થયેલ સમન્વયની પૂર્વભૂમિકા રજૂ કરી છે. બીજા પ્રકરણમાં આર્યો અને અનાર્યોનું મિલન, તેના પુરસ્કર્તા કોણ કોણ હતા તે, સમન્વય માટે ચાલેલી ગડમથલો અને સધાયેલ સમન્વયનાં ઇષ્ટ પરિણામો – એ બધું સુરેખ રીતે દર્શાવવામાં આવ્યું છે. - પ્રકરણ ત્રીજામાં આર્ય-અનાર્યના એ સમન્વયકારી મિલનનો પડઘો પાડતા રામાયણનો લેખકે તલસ્પર્શી મનોરમ પરિચય કરાવ્યો છે. રામાયણના કર્તા વાલ્મીકિ કોળી લૂંટારા હતા, જ્યારે મહાભારતના કર્તા વ્યાસ એ પરાશર ઋષિ અને માછણના કૃષ્ણવર્ણ પુત્ર હતા. આ બંને આર્ય-અનાર્યના મિલનના સૂચક છે, અને એમના ગ્રંથો પણ એ મિલન જ સૂચવે છે. સાચા અર્થમાં વ્યાસ અને વાલ્મીકિ ગમે તે હોય. કદાચ આર્ય-અનાર્યનું મિલન સૂચવવા ખાતર જ એ બેની એવી જાતિઓ ગ્રંથકારે ચીતરી હોય, જેથી જાતિમદમાં ઝૂલતા આર્યોનો ગર્વ ગળે ને દીનતામાં રાચનાર અનાર્યોને પાનો ચઢે, તેમ જ રામાયણને અને મહાભારતને બધા એકસરખી રીતે સ્વીકારે. વાલ્મીકિ પોતે અનાર્ય હોવાથી જ તેમણે અનાર્યના એક એક વર્ગની મદદ દ્વારા જ રામનો મહિમા વધ્યાની વાત ગાઈ છે. અનાર્યોની મદદ વિના રામ ન જીતત, ન રામ બનત. એટલે એ સ્પષ્ટ છે કે જેણે ગ્રંથકાર તરીકે કોળી વાલ્મીકિને નિર્દેશ્યા તેનો ઉદ્દેશ અનાર્યોનું બળ દર્શાવવાનો, આર્યોને માન આપવાનો અને એ રીતે બંનેનું ઐક્ય સાધવાનો હતો. મંદોદરી વિભીષણને પરણે, તારા દિયરને પરણે, રાવણ અને વિભીષણ જુદા પડે, સુગ્રીવ અને વાલી લડે ત્યારે રામભ્રાતાઓ અખંડ રહે – આ લક્ષણ કદાચ આર્યઅનાર્યનું ભેદસૂચક હોય. ગ્રંથકારે આર્ય આદર્શ દર્શાવવા ગ્રંથ લખ્યો હોય ને તેમાં અનાર્ય વ્યવહાર કેવો છે એ સાથે સાથે દર્શાવી આર્યજીવનની સુરેખતા ઉપસાવી હોય. જો કવિ ખરેખર કોળી જ હોય તો તેને પોતાની જાતિમાં એટલે કે અનાર્યમાં રહેલા સડાને નિવારવાની દૃષ્ટિ હોવી જોઈએ. અને એ પણ કવિને વસેલું હશે કે આવડા મોટા દેશમાં બહારથી આવેલા આર્યો છેવટે ફાવ્યા તે કૌટુમ્બિક એકતાને કારણે. એટલે એને પોતાની જાતિનાં કુસંપ અને શુદ્રવૃત્તિ ખટક્યાં હોય અને તેનું ચિત્ર પોતાની જાતના અનાર્યો દ્વારા રજૂ કર્યું હોય. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯ • પરિશીલન ચોથા પ્રકરણમાં બ્રાહ્મણયુગનું ચિત્ર છે. લેખકે ઐતરેય આદિ બ્રાહ્મણ-ગ્રંથોને આધારે દર્શાવ્યું છે કે ધીરે ધીરે સાદા યજ્ઞોમાંથી ખર્ચાળ અને આડંબરી મહાયજ્ઞો કેવી રીતે વિકસ્યા. એ જ રીતે એ પણ દર્શાવ્યું છે કે પુરોહિતવર્ગની ક્ષત્રિય જેવા યજમાનવર્ગ ઉપર કેવી ધાક બેઠી અને તેઓ કેવા દક્ષિણાલોલુપ તથા મોજીલા બની ગયા. આની સામે કઈ રીતે ક્ષત્રિયોનો વિરોધવંટોળ ઊઠ્યો અને પુરોહિતોની પકડમાંથી છૂટતાં તેઓએ કયા પ્રકારની નવસંસ્કૃતિના નિર્માણમાં ભાગ લેવા માંડ્યો, એ બધું લેખકે સાધાર દર્શાવ્યું છે. - પાંચમા પ્રકરણમાં મહાભારતનો પરિચય આવે છે. રામાયણના પરિચય કરતાં આ પરિચય કાંઈક વિસ્તૃત છે, તે ગ્રંથનું કદ અને વિષયવૈવિધ્ય જોતાં યોગ્ય જ છે. વેરથી વેર શમતું નથી એવી તથાગતની વાણી “ધમ્મપદ'માં માત્ર સિદ્ધાંતરૂપે રજૂ થઈ છે, જ્યારે મહાભારતમાં એ સિદ્ધાંત અનેક કથા, ઉપકથા અને બીજા પ્રસંગો દ્વારા સુરેખ રીતે વ્યંજિત થયેલો છે, એટલે તે વાચકને પોતાના રસપ્રવાહમાં ખેંચ્યું જ જાય છે, ને જરાય કંટાળો આવવા દેતો નથી. બુદ્ધની એ વાણી અશોકે એવું જીવન જીવી શિલાલેખોમાં મૂર્ત કરી છે, જ્યારે મહાભારતમાં એ વાણી કવિની રસવાહી શૈલી દ્વારા તેમ જ ઐતિહાસિક, અર્ધ ઐતિહાસિક અને કાલ્પનિક કથાપ્રસંગો દ્વારા મૂર્ત થઈ છે. આમ મહાભારત અને તથાગતનો મૂળ સૂર એક જ છે કે જીતનારના હાથમાં છેવટે પસ્તાવો ને દુઃખ જ રહે છે. લેખકે મહાભારતનો પરિચય આયમર્યાદાને ઉલટાવી નાખનાર યુદ્ધરૂપે આપેલ છે તે બરાબર છે. રામાયણ અને મહાભારતનાં કેટલાંક પાત્રો ઉપરથી જ આ અંતર સ્પષ્ટ થઈ જાય છે, જેમ કે રામ નિષ્ઠાવાન, તો યુધિષ્ઠિર તક જોઈ જૂઠું પણ બોલે; સીતા બધું હસતે મોઢે સહી લે, તો પતિભક્તા છતાં દ્રૌપદી પતિઓ અને બીજાં વડીલોને પણ વાઘણની પેઠે ત્રાડી ઊઠી ઠપકો આપે; વિશ્વામિત્ર અને વસિષ્ઠનું ગુરુપદને છાજે તેવું વર્તન ને વર્ચસ્વ; જ્યારે દ્રોણ, કૃપાચાર્ય આદિનું અર્થ તેમ જ ક્ષત્રિયોનું દાસત્વ. મહાભારતમાં કૃષ્ણનું જે ચરિત્ર આલેખાયું છે તે, ને રણાંગણમાં ગીતાના ઉપદેશક તરીકે એની જે ખ્યાતિ છે તે, કૃષ્ણ પ્રત્યે ભક્તિ ઉપજાવ્યા વિના નથી રહેતાં. કૃષ્ણ જ્યારે મહાભારતના યુદ્ધમાં મહાસંહાર માટે અર્જુનને ઉત્તેજે છે, ત્યારે જ સાથે સાથે એક ટિટોળીનાં બચ્ચાંને બચાવવા અહિંસક સાધુ જેટલી કાળજી રાખે છે. મહાભારતમાં ગ્રંથકાર વૈશ્ય તુલાધાર જાજલિને ત્રાજવાની દાંડીથી સમતોલ રહેવાનો ઉપદેશ આપે છે અને એક કર્તવ્યપરાયણ ગૃહસ્થ બ્રાહ્મણી, માબાપની સેવા છોડી કઠોર તપ તપેલ દુર્વાસા પ્રકૃતિના કૌશિક તાપસને ધર્મવ્યાધ દ્વારા પ્રાપ્ત ધર્મ છોડી વનમાં નીકળી જવા બદલ શીખ આપે છે. આવાં અનેક સુરેખ ચિત્રો આ પ્રકરણમાં છે. - છઠ્ઠા પ્રકરણમાં ઉપનિષદનું વાતાવરણ તાદશ આલેખતાં લેખકે જે તે વખતના વિચારણીય પ્રશ્નો મૂક્યા છે, તે ઉપનિષદના તત્ત્વજ્ઞાનને સમજવા માટે ચાવીરૂપ છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ વારસાનું વિતરણ • ૯૭ એ પ્રશ્નો આ રહ્યા : યજ્ઞો શાશ્વત સુખ આપે છે? દાન-તપ એ આપે છે? આ સુખની ઇચ્છા એ શું છે ? કોણે એ ઇચ્છાને જન્મ આપ્યો? મૃત્યુ શું છે ? પુનર્જન્મ છે ખરો? કે વાયુ સાથે વાયુ ભળી ગયા પછી કશું રહેતું જ નથી ? જીવ, જગત ને ઈશ્વર વચ્ચે શો સંબંધ છે ? બધું એકાકાર છે કે અલગ અલગ? કોણ આ રચે છે? કોણ ભાંગે છે? શું છે આ બધી ભાંજગડ ?” ઈત્યાદિ. આવા પ્રશ્નોના ચિંતનને પરિણામે પ્રકૃતિ અને દેવોની બ્રહ્માંડગત વિવિધતામાં એકતા જોવાની વેદકાલીન પ્રાચીન ભાવના પિંડોમાં એકતા જોવામાં પરિણમી કે જે “તત્ત્વમસિ' જેવાં વાક્યોથી દર્શાવવામાં આવી છે. આવો ભાવનાપરિપાક કૂદકે કે ભૂસકે ભાગ્યે જ થઈ શકે. તેનું ખેડાણ સદીઓ લગી અને અનેક દ્વારા થયેલું છે. એ ખેડાણમાં ક્ષત્રિયવર્ગનો ક્રાંતિકારી સ્વભાવ મુખ્ય ભાગ ભજવે છે અને બ્રાહ્મણો પણ કેવા નવનવવિદ્યા-તરસ્યા કે જેઓ ગમે તેવાં સંકટ વેઠીને પણ વિદ્યા મેળવે. આનું ઉદાહરણ નચિકેતા જેવા અનેક આખ્યાનો પૂરું પાડે છે. તે કાળે યજ્ઞનો મહિમા ઓસરતો જતો હતો, છતાં સામાન્ય જનસમાજ ઉપર તેની પકડ હતી જ, એમ કહી લેખકે (૧) યજ્ઞને સહેલે માર્ગે વળવું, પુરુષાર્થ બાજુ પર રાખવો, (૨) બ્રાહ્મણ પુરોહિતોની સર્વોપરિતા, (૩) યજમાન-પુરોહિત બંનેનું પરસ્પરાવલંબન, આદિ જે યજ્ઞયુગનાં ત્રણ પરિણામો સૂચિત કર્યા છે તે યથાર્થ છે. સાતમા પ્રકરણમાં શ્રમણધર્મના બે સમકાલીન આગેવાનો – બુદ્ધ અને મહાવીરનું ચિત્રણ છે. બુદ્ધ અને મહાવીરના આચારવિચારમાં મુખ્ય સામ્ય શું છે તે સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે અને બુદ્ધની જીવનકથા ઠીક ઠીક વિસ્તારપૂર્વક આપી તેનાં અનેક પાસાં દર્શાવવામાં આવ્યાં છે. ઉપનિષદના વિચારકોમાં ક્ષત્રિયો હતા, પણ તેમના સંઘો અસ્તિત્વમાં આવ્યા જાણ્યા નથી; જ્યારે બુદ્ધ અને મહાવીરના સંઘો માત્ર અસ્તિત્વમાં જ ન આવ્યા, પણ તે દેશના અનેક ભાગોમાં અને દેશ બહાર પણ ફેલાયો, એનું શું કારણ? એ પ્રશ્ન ઉઠાવી લેખકે જે જવાબ આપ્યો છે તે યથાર્થ છે. જવાબ એ છે કે - બુદ્ધ અને મહાવીર પોતે સિદ્ધ કરેલ કરુણા અને અહિંસામૂલક આચારને સ્વપર્યાપ્ત ન રાખતાં સમાજવ્યાપી કરવાની વૃત્તિવાળા હતા અને તેથી જ તેમના સંઘોને અનાર્યો, આદિવાસીઓ તેમ જ ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર વગેરે અનેક વર્ગોનો ટેકો મળી ગયો. આઠમા પ્રકરણમાં ધ્યાન ખેંચે એવી મુખ્ય ચર્ચા એ છે કે ગણરાજ્યોમાંથી મહારાજ્યો કેવી કેવી રીતે અને ક્યા કારણથી અસ્તિત્વમાં આવ્યાં. મહારાજ્યના વિચારનો મજબૂત પાયો નાખનાર ચાણકય કહેવાય છે. તેની ચકોર રાજનીતિનું દિગ્દર્શન તેના અર્થશાસ્ત્રના આધારે કરાવવામાં આવ્યું છે, જે ચાણક્યની અનુભવસિદ્ધ કુશળતાનું પ્રતિબિંબ પાડે છે. ચંદ્રગુપ્ત પછી વધારે ધ્યાન ખેંચે એવી વ્યક્તિ છે અશોક. તેનો યુદ્ધવિજય ધર્મવિજયમાં કેવી રીતે પરિણમ્યો, ને તે જોતજોતામાં ચોમેર કેવી રીતે પ્રસર્યો એનું હૃદયહારી વર્ણન લેખકે આપ્યું છે. નવમા પ્રકરણમાં આર્યોએ આપેલ સંસ્કૃતિનાં અંગોનો નિર્દેશ કરી તેનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તે અંગો આ છે : Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૮ • પરિશીલન (૧) અનેકમાં એક જોવાની દૃષ્ટિ અને અહિંસા. (૨) સ્ત્રીસન્માન (૩) વર્ણાશ્રમવ્યવસ્થા (૪) તર્કશુદ્ધ વ્યવસ્થિત વિચાર કરવાની ટેવ. દસમા પ્રકરણમાં વેદકાળથી માંડી બુદ્ધના સમય સુધીની વિવિધ રાજ્યપ્રણાલીઓનું નિરૂપણ છે અને ત્યાર બાદ અંતમાં રાજકીય, ધાર્મિક તેમ જ આર્થિક જીવનની સુરેખ છબી આવે છે. જીવનનાં આ ત્રણે પાસાંમાં ગણ અને સંઘનું તત્ત્વ મુખ્ય દેખાય છે. રાજ્યોમાં ગણવ્યવસ્થા છે, ધર્મોમાં સંઘવ્યવસ્થા છે અને ઉદ્યોગધંધા આદિમાં નિગમ કે શ્રેણી-વ્યવસ્થા છે. અગિયારમા પ્રક૨ણમાં હિન્દુસ્તાનની અંદર અને એની બહાર એશિયાના ખૂણે ખૂણે બૌદ્ધ ભિક્ષુકોએ, શિલ્પીઓએ, વ્યાપારીઓએ અને રાજાઓએ કેવી રીતે, કેટલા પ્રમાણમાં ને કાં કાં સંસ્કૃતિ વિવિધ રીતે વિસ્તારી, વિકસાવી ને અમર બનાવી તેનું હૂબહૂ ચિત્ર છે. અહીં ફાહિયાન અને હ્યુએનસંગના સમયનું સંસ્કૃતિવિનિમયનું ચિત્ર છે, પણ ‘પૂર્વરંગ’માં ફાહિયાન અને હ્યુએનસંગે કરેલ લોકસ્થિતિનું જેટલું વિસ્તૃત વર્ણન છે તેટલું અહીં નથી. તે હોત તો ભારે અસરકારક પુરવણી થાત. બારમા પ્રકરણમાં અશ્વમેધપુનરુદ્ધારયુગ'નું લગભગ છસો વર્ષનું ચિત્ર છે. મૌર્યયુગ પછી જે પુરોહિતવર્ચસ્વનો યુગ આવ્યો અને જેમાં બ્રાહ્મણ કે શ્રમણ બધા જ મુખ્યપણે પોતપોતાના ધર્મપ્રસાર અને પ્રભાવ અર્થે રાજ્યાશ્રય ત૨ફ વળ્યા અને છેવટે શ્રમણો ઉપ૨ પુરોહિતોનું વર્ચસ સ્થાપિત થયું તેનું ઐતિહાસિક ચિત્ર છે. બૌદ્ધસંઘની સિદ્ધિઓ અને નબળાઈઓ તેમ જ પુરોહિતવર્ગની પણ સિદ્ધિઓ અને નબળાઈઓ એ બધું વિશ્લેષણપૂર્વક લેખકે દર્શાવ્યું છે, અને શ્રમણપ્રભાવ કરતાં પુરોહિતપ્રભાવ વધ્યા છતાં તેણે શ્રમણપરંપરાના કયા કયા સંદેશા અપનાવી લીધા અને નવા પૌરાણિક ધર્મને કેવો આકાર આપ્યો એ બધું નિરૂપવામાં આવ્યું છે. શ્રમણ અને પુરોહિતવર્ગે પોતપોતાની ભાવના તેમ જ સંસ્કૃતિનાં વિવિધ અંગોના પ્રસાર માટે જે હોડ શરૂ કરેલી તેનાં અનેકવિધ સુંદર અને સુંદરતમ પરિણામો આવ્યાં છે. એ પરિણામો વૈદિક, ગણિત, ખગોળ, શિલ્પ, સ્થાપત્ય, કાવ્ય, સાહિત્ય, ભાષા, લિપિ આદિ અનેક રૂપમાં આવેલાં છે. તેનું લેખકે છેલ્લા પ્રકરણમાં પુરુષાર્થપ્રેરક ચિત્ર રજૂ કર્યું છે અને છેવટે એ પુરુષાર્થમાં જે ઓટ આવી તે પણ સૂચવ્યું છે. આ રીતે વેદ પહેલાંના યુગથી માંડી મધ્યકાળ સુધીના કાળપટને સ્પર્શતાં સંસ્કૃતિચિત્રો લેખકે આધારપૂર્વક આલેખ્યાં છે. અવનવી તેમ જ રોચક-અરોચક ઘટનાઓ અને બનાવોના વર્ણન દ્વારા વિદ્યાર્થીઓના માનસને તૃપ્તિ આપવી એ જ ઇતિહાસના શિક્ષણનું મુખ્ય પ્રયોજન નથી; Page #108 -------------------------------------------------------------------------- ________________ વારસાનું વિતરણ - ૯૯ એવી તૃપ્તિ તો ચમત્કારી કિસ્સાઓ દ્વારા અને બીજી ઘણી રીતે આપી શકાય; પણ ઈતિહાસશિક્ષણનું ખરું અને મૂળ પ્રયોજન તો એ છે કે ભણનાર વિદ્યાર્થી એ દ્વારા પ્રત્યેક બનાવનો ખુલાસો મેળવી શકે કે આ અને આવાં કારણોને લીધે જ એ બનાવ બનવા પામ્યો છે; તેની કાર્યકારણભાવની સાંકળ સમજવાની શક્તિ સાચું ઇતિહાસશિક્ષણ એટલી હદ સુધી કેળવી શકે કે એવો વિદ્યાર્થી અમુક પરિસ્થિતિ જોઈને જ કહી શકે કે આમાંથી આવું અને આ જ પરિણામ નીપજશે. ખરી રીતે ઇતિહાસશિક્ષણ જૂના અનુભવોને આધારે કેળવેલ કાર્યકારણભાવના જ્ઞાન દ્વારા માણસને સાચો પુરુષાર્થ કરવા પ્રેરે છે, અને ભૂતકાળની ભૂલોથી બચી જવાનું જ્ઞાન સામર્થ્ય પણ અર્પે છે. પ્રસ્તુત પુસ્તક એ માત્ર ઘટનાઓ કે બનાવોનું વર્ણન નથી કરતું, પણ દરેક ઘટના અને પરિણામની પૃષ્ઠભૂમિકામાં કેવી પરિસ્થિતિ હતી કે જેને લીધે તેવાં પરિણામ આવ્યાં, એવી કાર્યકારણભાવની શૃંખલા જોડતું એક સંકલિત નિરૂપણ છે. તેથી જ આ પુસ્તક ગુજરાતી ઐતિહાસિક સાહિત્યમાં એક ગણનાપાત્ર ફાળો ગણાવું જોઈએ. લેખકે જે જે મુખ્ય સામગ્રીને આધારે પ્રકરણો લખ્યાં છે તે તે સામગ્રીનો પ્રકરણવાર નિર્દેશ અંતમાં કર્યો છે, જેથી પોતાનું કથન કેટલું સાધાર છે એ વાચકને માલુમ પડે અને વધારામાં જેઓ આ વિષયનો મૂળગામી અભ્યાસ કરવા ઇચ્છતા હોય તેઓને આવી સામગ્રીનો પરિચય થાય. એકંદર શ્રી મનુભાઈનો આ પ્રયત્ન બહુ જ સફળ થયો છે, જેની પ્રતીતિ હરકોઈ વાચકને થયા વિના નહિ રહે. એમની ભાષા તો સિદ્ધહસ્ત ગુજરાતી લેખકની ભાષા છે, એ એમનાં લખાણો વાંચનાર સૌ કોઈ જાણે છે, પણ એમનું જે વિશાળ વાચન છે, જે વિચારની સમૃદ્ધિ છે અને તેથીયે ચડી જાય એવું તેમનામાં જે મધ્યસ્થતાનું ને નિર્ભયતાનું બળ છે – એ બધું તેમના આ લખાણને ચિરંજીવી અને સર્વપ્રિય બનાવવા માટે પૂરતું છે. શ્રી મનુભાઈ મૅટ્રિક પણ નથી થયા અને છતાં એમણે જે વ્યવસ્થિત, સાધાર અને તર્કસંગત નિરૂપણ સમતોલપણે કર્યું છે, તે સૂચવે છે કે જેનામાં સહજ પ્રતિભા અને પુરુષાર્થનો સુભગ યોગ હોય તે મહાવિદ્યાલયો અને વિશ્વવિદ્યાલયોનાં આંગણાંમાં ગયા સિવાય પણ ધાર્યા ફળો નિપજાવી શકે છે. જેઓને ગુજરાતી ભાષાની શક્તિ વિશે – અર્થપ્રકટન-સામર્થ્ય વિશે – થોડી પણ શંકા હોય તેઓને આ પુસ્તક ખાતરી કરી આપશે કે વિદ્યાનાં વિવિધ ક્ષેત્રો ખેડવાની શક્તિ ગુજરાતી ભાષામાં કેટલી છે? આ પુસ્તક વિનીત કક્ષાના વિદ્યાર્થીઓને અને શિક્ષકોને પણ ઉપયોગી થઈ પડે તેવું છે. એક વાર વાંચવું શરૂ કરીએ કે પૂરું કર્યા સિવાય ઊઠવાનું મન ન થાય એવી સરસ શૈલી હોવાથી તે હરકોઈ સંસ્કૃતિપ્રિય જિજ્ઞાસુને આકર્ષ્યા વિના નહિ જ રહે.* * શ્રી મનુભાઈ પંચોળી - ‘દર્શક’–ના પુસ્તક “આપણો વારસો અને વૈભવની પ્રસ્તાવના. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૨. ચેતન-ગ્રંથો સાહિત્યનું પ્રકાશન એટલે પ્રાચીન સાહિત્ય જેવા રૂપમાં મળી આવે તેવા જ રૂપમાં પુસ્તકો પ્રગટ કરવા એમ ન સમજવું. જે કંઈ પ્રાચીન કે અર્વાચીન સાહિત્ય : પ્રગટ કરવામાં આવે તે નવા વિચાપ્રવાહોથી યુક્ત હોવું ઘટે અને એમ થાય તો જ તેની ઉપયોગિતા કહી શકાય. નવા વિચાપ્રવાહોથી યુક્ત એટલે ઇતિહાસને બરાબર ન્યાય આપીને તૈયાર કરવામાં આવેલું અને વર્તમાન જીવનને ઉપયોગી થઈ શકે એવી દૃષ્ટિવાળું પ્રમાણભૂત પ્રકાશન. અને ગ્રંથમાળા એટલે માત્ર જડ પુસ્તકો જ નહિ, માત્ર પુસ્તકો છપાવીને પ્રગટ કર્યો જવા એટલું જ એનું કાર્યક્ષેત્ર ન હોઈ શકે. ખરી જરૂર તો ચેતન-ગ્રંથો તૈયાર કરવાની છે, અને અત્યારે તો એ કાર્ય જ સૌથી પ્રથમ કરવા જેવું છે. ચેતન-ગ્રંથો એટલે ગ્રંથો નહિ, ગ્રંથકારો-વિદ્વાનો સમજવા. અત્યાર લગી આવા ચેતન-ગ્રંથો તૈયાર કરવા માટે આપણે શું કર્યું છે એ વિચારો, અને એ તરફની ઉપેક્ષાનું પરિણામ કેવું અનિષ્ટ આવ્યું છે એ પણ વિચારો કે આપણે – આપણો આખો સમાજ – અંધશ્રદ્ધાના કૂપમાં જઈ પડ્યો છે. નવીન યુગના પ્રવાહોએ આપણી સમજણને કંઈક સતેજ કરી છે અને આપણી દર્શનશક્તિમાં વધારો કર્યો છે. તેથી આ અંધશ્રદ્ધા આપણને વધુ સમજાવા લાગી છે ખરી, છતાં એ સમજણને અનુરૂપ આપણી પ્રવૃત્તિ નથી એ દુઃખની વાત છે. માણસો– ચેતન-ગ્રંથો-તૈયાર કરવા માટે શું કરવું ઘટે એનો હજીય આપણને જોઈએ તેવો વિચાર આવતો નથી. અત્યારની આપણી સંસ્થાઓ એવી જડતંત્ર જેવી બની ગઈ છે કે તેમાં મારા જેવાનું ઇજેક્શન કારગત નથી નીવડતું. ભાવનગર અને બીજાં સ્થાનોમાંની પણ સંસ્થાઓ છૂટી છૂટી રહે તો કોઈ કાર્યસાધક પરિણામ ન નિપજાવી શકે. નામથી સંસ્થાઓ ભલે જુદી જુદી હોય, પણ કાર્યની દૃષ્ટિએ તો બધી સંસ્થાઓમાં એકરસતા અને એકબીજાના પૂરક થવાની સંપૂર્ણ સહકારની ભાવના હોવી જોઈએ. ચેતન-ગ્રંથો–માણસો તૈયાર કરવા હોય તો સૌથી પ્રથમ તેની આર્થિક ભૂમિકા સારી હોવી ઘટે. જો આર્થિક ભૂમિકા નબળી રહી તો આ વિજ્ઞાનપ્રધાન યુગમાં સાયન્સ છોડી તત્ત્વજ્ઞાન કોણ લે? અને આપણા ક્ષેત્રમાં તો આર્ટ્સ કૉલજનો જ ભાગ આવે છે, જે અત્યારે આર્થિક દૃષ્ટિએ નબળો છે. હજુ પણ એને આપણે નબળો જ રહેવા દઈએ તો તત્ત્વજ્ઞાન કે ઇન્ડોલોજીનો અભ્યાસ, જે તરફ સમાજકલ્યાણની દૃષ્ટિએ Page #110 -------------------------------------------------------------------------- ________________ ચેતન-ગ્રંથો ૧૦૧ આપણી ચાહના છે, તેને કોણ અપનાવે ? માણસ છેવટે ભણે છે તે તો ગુલામ થવા માટે નહિ, પણ પોતે પોતાની મેળે ઊભો રહી શકે તે માટે જ. એટલે જો તત્ત્વજ્ઞાનના કે ઇન્ડોલૉજીના અભ્યાસીઓની આર્થિક ભૂમિકા સારી ન થાય તો એ ક્ષેત્રમાં પ્રથમ પંક્તિના માણસો નહિ પડવાના અને જો થર્ડ ક્લાસ (નીચી કોટિના) માણસો જ મળવાના હોય તો એવા હજારો માણસ કે એવી હજારો સંસ્થાઓથી પણ શું થઈ શકે ? આ આર્થિક ભૂમિકા સારી થવાની સાથે સાથે તત્ત્વજ્ઞાન જેવા શુષ્ક લાગતા ક્ષેત્રને ખેડનારના કામનું મૂલ્યાંકન અને તેની વિદ્યાની પ્રતિષ્ઠા પણ થવી ઘટે. અત્યારે તો સ્થિતિ કેવળ અર્થપ્રધાન દૃષ્ટિવાળી જ પ્રવર્તે છે. એમાં મૂલ્યાંકન કે પ્રતિષ્ઠાને જાણે અવકાશ જ નથી રહ્યો. એક સાદો દાખલો લઈએ. તમારે કે મારે એક બહેન કે દીકરી હોય. તેની યોગ્ય ઉંમર થતાં એ કન્યા પોતે વ૨ પસંદ કરી શકે એવી ન હોય અને આપણે એના માટે વરની પસંદગી કરવાની હોય. વિજ્ઞાનશાસ્ત્રી અને તત્ત્વજ્ઞાનના અભ્યાસી વચ્ચે વરની પસંદગી કરવાની હોય તો પ્રતિષ્ઠા અને અર્થ બંને દૃષ્ટિએ વિજ્ઞાનશાસ્ત્રીની જ પસંદગી થવાની એ નિઃશંક છે. આનો અર્થ એ નથી કે તત્ત્વજ્ઞાનને આપણે નકામું ગણીએ છીએ. તત્ત્વજ્ઞાનની પણ પૂરેપૂરી જરૂરિયાત આપણે સ્વીકારીએ જ છીએ. ફેર માત્ર એટલો જ કે વ્યવહારમાં તત્ત્વજ્ઞાનને જે પ્રતિષ્ઠા અને આર્થિક ભૂમિકા મળવી ઘટે તે મળી નથી. પણ હવે આ સ્થિતિ વધુ વખત નભાવવા જેવી નથી, નહિ તો પ્રથમ પંક્તિના તત્ત્વજ્ઞાનના અભ્યાસીના ક્ષેત્રમાં આપણું દેવાળું જ નીકળી જવાનું. આ માટે આપણે આપણી વિભક્ત શક્તિઓને એકત્રિત કરવી ઘટે અને અત્યાર સુધી દ્રવ્ય (એટલે બાહ્ય વસ્તુ) ઉપર જે વજન મૂક્યું છે તેના બદલે ભાવ ઉપર વજન આપવું ઘટે. જો તાત્ત્વિક કામ ન થતું હોય તો કેવળ દ્રવ્ય (નાણું) ભેગું ક૨વાનો શો અર્થ છે ? મને તો લાગે છે કે દરેક સંસ્થાએ દ્રવ્યની મર્યાદા રાખવી ઘટે. જો યોગ્ય માણસો નહિ હોય તો એ નાણમાં શું કરી શકશે ? એટલે જેટલું બને તેટલું બધું નાણું શું માણસોને–ચેતન-ગ્રંથોને–તૈયાર કરવા પાછળ ખર્ચવું ઘટે અને તેથી માણસોને– ચેતન-ગ્રંથોને તૈયા૨ ક૨વા તરફ આપણી દૃષ્ટિ નથી તે સ્થિતિ હવે તો શીઘ્ર દૂર થવી જ ઘટે. જો આમ નહિ થાય અને જેવું સત્ત્વહીન, દૃષ્ટિહીન અને બિનઉપયોગી સાહિત્ય અત્યાર લગી આપણે પ્રગટ કરતા રહ્યા છીએ એ જ પ્રવૃત્તિ જો ચાલુ રહી તો સાચે જ માનજો કે હવે વખત એવો આવ્યો છે કે સામે પૈસો આપવા છતાં એવું સાહિત્ય કોઈ વાંચશે નહિ. ખરી વાત તો એ હતી કે સંશોધનની પાશ્ચાત્ય પ્રગતિની સાથે સાથે જ લાંબા સમય પહેલાં જ ઊંચા પ્રકારે સંશોધિત સાહિત્યને પ્રગટ કરવાની જરૂર હતી. તે તો ન થયું, પણ હવે મોડા મોડા પણ આપણે જાગીએ અને જૂના સાથે વર્તમાન પરિસ્થિતિનો સમન્વય સાધીએ. જૈન સમાજમાં જેનો અભાવ છે તે, જ્ઞાન અને જ્ઞાની પ્રત્યેની આદર અને બહુમાન Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ - પરિશીલન કે પ્રતિષ્ઠાની વૃત્તિ બ્રાહ્મણ સમાજમાં આજે પણ જોવા મળે છે. ગદ્દગુરુ શંકરાચાર્ય કરતાં વિશિષ્ટ પંડિતનું આસન પહેલા મૂકવામાં આવે છે, એ શું સૂચવે છે? તમે કલકત્તા યુનિવર્સિટીમાં જાઓ અને વિદ્યાની પ્રતિષ્ઠા શું એ તરત જ તમને સમજાશે. આપણે ત્યાં પ્રતિષ્ઠા શુષ્ક ક્રિયાકાંડની છે. જ્ઞાનની નથી એ કમનસીબી છે. જાણે એમ લાગે છે કે આપણે ત્યાં જીવતા માણસોનો જ તોટો પડી ગયો છે. આ સ્થિતિ ટાળવી જ રહી, અને એ ટાળવાનો એકમાત્ર ઉપાય માણસો-ચેતન-ગ્રંથો તૈયાર કરવા એ જ છે. ઇતિહાસનો અર્થ આપણે માત્ર પ્રશસ્તિ જ કરીએ છીએ. એ આપણી ભૂલ છે. એમ માનવાથી કશું કામ નહિ થાય. એમાં તો સારા-ખોટા, પૂર્ણતા-અપૂર્ણતા એ બધાંનો સમાવેશ થવો જોઈએ. એમ કરીએ તો જ નવી ભૂલો કરતાં આપણે અટકી શકીએ અને નવસર્જનમાં જરૂરી ફાળો આપી શકીએ. વળી, મોટામાં મોટું દુઃખ તો એ કે આપણી પાસે જે છે એને નભાવવાની આપણી વૃત્તિ, દષ્ટિ કે તૈયારી નથી. આપણે ત્યાં સૌને પોતપોતાનો જુદો ચોકો જોઈએ છે અને એ માટે સૌ પોતપોતાને ગમતી રીતે નાનીમોટી સંસ્થાઓ રચવાની માયાજાળમાં ફસાયા છે. પણ ખરી રીતે તો હવે નવાં નવાં મંદિરો કરાવવાની મનોવૃત્તિના બદલે સંસ્કારોપયોગી સાધનો પાછળ નાણાં ખર્ચવા ઘટે. એમાંથી જ નવસર્જનને અનુકૂળ એવા માણસો - ચેતન-ગ્રંથો તૈયાર થઈ શકશે. આજે એવો ચેતન-ગ્રંથ સમો – એટલે કે દક્ષિણામૂર્તિવાળા શ્રી નાનાભાઈ ભટ્ટ જેવો – એક માણસ તો આપણા સમાજમાં બતાવો, જેના નામથી ખેંચાઈને વિદ્યાર્થીઓ ચાલ્યા આવે. પોતાની આસપાસનો જ વિચાર કર્યા કરવો અને બીજે બીજે સ્થળે જે વિદ્યાધામો આદર્શ રીતે ચાલતાં હોય તે તરફ ધ્યાન ન આપવું અને આપણી જૂની દૃષ્ટિ મુજબ જ નવી નવી સંસ્થાઓ ઊભી કર્યા કરવી એ બરાબર નથી. ખરી રીતે જ્યાં જ્યાં આદર્શ વિદ્યાધામ હોય ત્યાં જઈ કામ કરી બતાવવું અને ત્યાંથી સાચી પ્રેરણા લઈ આવવી. એ વડે જ આપણી જ્ઞાનની ભૂમિકા ઊંચી થઈ શકે. આપણે ત્યાં સૂરિઓ ઘણાય છે, પણ મારે મન તો એ જ સાચા સૂરિ છે કે જેઓ સાર્વજનિક સંસ્થામાં જઈ કામ કરી શકે. અંતમાં મારે એટલું જ કહેવું છે કે તમે તમારા પુત્રના સમગ્ર ભવિષ્યનો જેમ વિચાર કરો છો તેમ જે વિદ્યાર્થી હોય – વિદ્યાનો અર્થી હોય – તેના ભવિષ્યનો પણ તમારા ભાઈ તરીકે જ વિચાર કરજો. આપણા ત્યાગી ગણાતા વર્ગની ભૂમિકા ઊંચી કરવી હોય અને પછીના યુગમાં તેમની પ્રતિષ્ઠા સાચવી રાખવી હોય તો મારો તમને સૌને એક જ સંદેશો છે કે માણસો – ચેતન-ગ્રંથોથી જ આપણા ત્યાગીવર્ગને સ્વતઃ પ્રેરણા મળશે, અને એ રસ્તે આપોઆપ તૈયાર થવાની ફરજ પડશે. - પ્રબુદ્ધ જીવન, ૧ નવેમ્બર, ૧૯૪૭ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૩. વિકાસનું મુખ્ય સાધન વિકાસ મુખ્યત્વે બે પ્રકારના છે. શારીરિક અને માનસિક, શારીરિક વિકાસ કેવળ મનુષ્યોમાં જોવામાં આવે છે એમ નથી, પરંતુ જુદી જુદી જાતનાં પક્ષીઓ તથા જંગલી અને પાળેલાં પશુઓ સુધ્ધાંમાં એનું વિશિષ્ટ અસ્તિત્વ જોવામાં આવે છે. રહેવાની તથા ખાવાપીવા વગેરેની પૂરી સગવડો હોય અને ચિંતા કે ભય ન હોય તો પક્ષી કે પશુ પણ ખૂબ બળવાન તથા હૃષ્ટપુષ્ટ શરીરવાળાં થઈ શકે છે. મનુષ્યના અને પશુપક્ષીઓના શારીરિક વિકાસમાં એક ખાસ ફેર છે અને તે ધ્યાનમાં રાખવા જેવો છે. તે ફેર એ કે મનુષ્યનો શારીરિક વિકાસ કેવળ ખાવા-પીવાની તથા પહેરવા-ઓઢવાની સગવડોથી પૂરેપૂરો થઈ જ નથી શકતો, જ્યારે પશુ-પક્ષી વગેરેનો શારીરિક વિકાસ કેવળ એટલી સગવડોથી પૂરેપૂરો સિદ્ધ થાય છે. મનુષ્યના શારીરિક વિકાસ પાછળ જો પૂરેપૂરો અને ઉચિત મનોવ્યાપર-બુદ્ધિયોગ હોય તો જ તે સંપૂર્ણપણે તથા ઉચિત રીતે સિદ્ધ થઈ શકે છે. બીજી કોઈ પણ રીતે નહિ. આ પ્રમાણે મનુષ્યનો શારીરિક વિકાસ, જે પશુ-પક્ષી વગેરેના શારીરિક વિકાસ કરતાં જુદા સ્વરૂપનો છે, એનું અસાધારણ તથા મુખ્ય સાધન બુદ્ધિયોગ–મનોવ્યાપાર, સંયત પ્રવૃત્તિનિવૃત્તિ એ જ છે. માનસિક વિકાસ તો, જ્યાં સુધી એના પૂર્ણ રૂપનો અત્યાર સુધી સંભવ જોવામાં આવે છે, માત્ર મનુષ્યમાં જ છે. શરીરયોગ, દેહવ્યાપાર જરૂર નિમિત્ત છે. શરીરયોગ વિના માનસિક વિકાસ સંભવિત નથી, તેમ છતાં ગમે તેટલો શરીરયોગ હોય, ગમે તેટલી શારીરિક હૃષ્યપુષ્ટતા હોય, ગમે તેટલું શરીરબળ હોય, પરંતુ જો મનોયોગ, બુદ્ધિવ્યાપાર તથા સમુચિત રીતે યોગ્ય દિશામાં મનની ગતિવિધિ ન હોય તો માનસિક વિકાસપૂર્ણતાલક્ષી વિકાસનો કોઈ દિવસ પણ સંભવ નથી. આ સંક્ષિપ્ત પ્રસ્તાવનાથી એટલું તો ફલિત થઈ જ જાય છે કે મનુષ્યનો પૂર્ણ તથા સમુચિત શારીરિક તથા માનસિક બેઉ પ્રકારનો વિકાસ કેવળ એક વ્યવસ્થિત તથા જાગ્રત બુદ્ધિયોગની અપેક્ષા રાખે છે. આ ફલિત અર્થમાં તો કોઈનો મતભેદ નથી. અહીંયાં એ વિશે કાંઈ નવું વિધાન કરવાનું નથી તથા એના વિશે કાંઈ વિશેષ ઊહાપોહ પણ કરવાનો નથી. અહીંયાં સંક્ષેપમાં જે કહેવાનું છે તે આની સાથે સંબંધ હોવા છતાં આનાથી જુદા મુદ્દા પર જ કહેવાનું છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૪ • પરિશીલન આપણે બીજા દેશોની વાત કરવા કરતાં આપણા દેશને જ સામે રાખીને વિચાર કરીએ તો વ્યાવહારિક તથા તાત્ત્વિક દૃષ્ટિએ વિશેષ ઉપયોગી થશે. આપણા દેશમાં આ વાત તો આપણે ગમે ત્યાં જોઈ શકીએ છીએ કે જેઓ ખાવાપીવા વગેરેમાં તથા આર્થિક દૃષ્ટિએ વધારે નિશ્ચિત છે, જેમને વારસામાં પૈતૃક સંપત્તિ, જમીનદારી કે રાજસત્તા પ્રાપ્ત થાય છે, તેઓ જ મોટે ભાગે માનસિક વિકાસમાં મંદ હોય છે, મોટા મોટા ધનવાનોનાં સંતાનોને જુઓ, રાજપુત્રોને લો કે જમીનદારોને જુઓ. તમને જોવા મળશે કે બહારનો ભપકો કે દેખાવ માટેની ર્તિ હોવા છતાં તેઓમાં મનનો, વિચારશક્તિનો તથા પ્રતિભાનો વિકાસ ઓછામાં ઓછો હશે. બહારનાં સાધનોની એમને કમી નથી, અભ્યાસનાં સાધનો પણ એમની પાસે પૂરેપૂરાં હોય છે, શિક્ષક વગેરે સાધનો એમને યથેષ્ટ હોય છે, છતાં પણ આ વર્ગનો માનસિક વિકાસ એક રીતે બંધિયાર પાણીની જેમ ગતિહીન હોય છે. એનાથી ઊલટું, આપણે એક એવો વર્ગ લઈએ કે જેને વારસામાં કોઈ સ્થળ સંપત્તિ મળતી નથી તથા મનોયોગ માટેની બીજી કોઈ વિશિષ્ટ સગવડો પણ સરળતાથી નથી મળતી, છતાં પણ એ જ વર્ગમાંથી અસાધારણ મનોવિકાસવાળી વ્યક્તિઓ પેદા થાય છે. આ તફાવતનું કારણ શું છે એ જ આપણે જોવાનું છે. હોવું તો એમ જોઈએ કે જેઓને વધારે સાધન, અને તે પણ વધારે સરળતાથી, મળતાં હોય તેઓનો જ જલદી તથા વધારે વિકાસ થાય, પરંતુ જોવામાં એનાથી ઊલટું આવે છે. માટે આપણે શોધવું જોઈએ કે વિકાસનું મૂળ કારણ શું છે? મુખ્ય બાબત કઈ છે કે જે ન હોય તો બીજું બધું હોવા છતાં ન હોવા બરાબર બની જાય છે ? ઉપરના પ્રશ્નનો જવાબ તદ્દન સહેલો છે. પ્રત્યેક વિચાર વ્યક્તિ પોતાના જીવનમાંથી તથા આજુબાજુની વ્યક્તિઓના જીવનમાંથી મેળવી શકે છે. તે જવાબ એ છે કે જવાબદારી તથા ઉત્તરદાયિત્વ જ વિકાસનું મુખ્ય તથા અસાધારણ બીજ છે. આપણે માનસશાસ્ત્રની દૃષ્ટિએ જોવું પડશે કે જવાબદારીમાં એવી કઈ શક્તિ છે કે જેને લીધે તે બીજાં બધાં વિકાસનાં સાધનોની અપેક્ષાએ મુખ્ય સાધન બની જાય છે ? મનનો વિકાસ એના સત્ત્વઅંશની યોગ્ય તથા પૂર્ણ જાગૃતિ પર જ આધાર રાખે છે; જ્યારે રાસ તથા તામસ અંશ સત્ત્વ કરતાં પ્રબળ થાય છે ત્યારે મનની વિચારશક્તિ – યોગ્ય તથા શુદ્ધ વિચારશક્તિ – કુંઠિત થઈ જાય છે તથા ઢંકાઈ જાય છે. મનનો રાજસ અંશ તથા તામસ અંશ બળવાન થાય છે ત્યારે તેને જ વ્યવહારમાં પ્રમાદ કહે છે. કોણ નથી જાણતું કે પ્રમાદથી વૈયક્તિક તથા સામષ્ટિક બધી ખરાબીઓ થાય છે? જ્યારે માણસ બિનજવાબદાર રહે છે ત્યારે તેની બિનજવાબદારીને લીધે તેના મનની ગતિ કુંઠિત થઈ જાય છે, તથા પ્રમાદનું તત્ત્વ વધવા માંડે છે, જેને યોગશાસ્ત્રમાં મનની ક્ષિપ્ત તથા મૂઢ અવસ્થા કહી છે. જેવી રીતે શરીર ઉપર ગજા ઉપરાંત ભાર લાદવાથી એની સ્કૂર્તિ તથા એનું સ્નાયુબળ કાર્યસાધક નથી રહેતું, તેવી જ રીતે રજોગુણથી ઉત્પન્ન Page #114 -------------------------------------------------------------------------- ________________ વિકાસનું મુખ્ય સાધન - ૧૦૫ થયેલ ક્ષિપ્ત અવસ્થાનો ભાર મન ઉપર પડવાથી મનની સ્વાભાવિક સત્ત્વગુણથી ઉત્પન્ન થયેલ વિચા૨શક્તિ નિષ્ક્રિય થઈ જાય છે. આ પ્રમાણે મનની નિષ્ક્રિયતા, જે વિકાસની એકમાત્ર અવરોધક છે, એનું મુખ્ય કારણ રાજસ તથા તામસ ગુણોનો ઉદ્રેક છે. જ્યારે આપણે આપણા જીવનમાં કોઈ જવાબદારીને નથી લેતા અથવા તો લઈને નથી નભાવતા ત્યારે મનના સાત્ત્વિક અંશની જાગૃતિ થવાને બદલે તામસ તથા રાજસ અંશની પ્રબળતા થવા લાગે છે, તથા મનનો સૂક્ષ્મ તથા સાચો વિકાસ રોકાઈ જઈ કેવળ સ્થૂળ વિકાસ રહી જાય છે અને તે પણ સાચી દિશા તરફ નથી હોતો. આ જ કારણથી બિનજવાબદારીનું તત્ત્વ મનુષ્યજાતિ માટે સૌથી વધારે ભયાનક વસ્તુ છે. તે તત્ત્વ ખરેખર મનુષ્યને મનુષ્યત્વના યથાર્થ માર્ગમાંથી ચ્યુત કરી નાખે છે. આ જ કા૨ણે જવાબદારીનું વિકાસમાં અસાધારણ મહત્ત્વ પણ જણાઈ આવેછે. જ્વાબદારી અનેક પ્રકારની હોય છે. કોઈક વખતે તે મોહમાંથી પણ આવે છે. કોઈક યુવક-યુવતીનું જ ઉદાહરણ લો. જે વ્યક્તિ ઉ૫૨ જેનો વિશિષ્ટ મોહ હશે તેની પ્રત્યે તે પોતાને જવાબદા૨ સમજશે, તેની પ્રત્યે જ તે પોતાના કર્તવ્યપાલનનો પ્રયત્ન કરશે. બીજાઓની પ્રત્યે તે ઉપેક્ષા પણ સેવી શકે છે. કોઈક સમયે જવાબદારી સ્નેહ તથા પ્રેમમાંથી આવે છે. માતા પોતાના બચ્ચા પ્રત્યે એ સ્નેહને વશ થઈને કર્તવ્યપાલન કરે છે, પણ બીજાંનાં બચ્ચાંઓ પ્રત્યે કર્તવ્યનો વિચા૨ ભૂલી પણ જાય છે. કોઈક વખત જવાબદારી ભયમાંથી આવે છે, જો કોઈને ભય હોય કે આ જંગલમાં રાત્રે કે દિવસે વાઘ આવે છે તો તે અનેક પ્રકારે જાગ્રત રહી બચવાનું કર્તવ્ય કરશે, પરંતુ ભયનું નિમિત્ત ચાલ્યું જતાં જ તે ફરીથી નિશ્ચિંત થઈ પોતાની તથા બીજાની પ્રત્યેનાં કર્તવ્યોને ભૂલી જશે. એ જ પ્રમાણે લોભવૃત્તિ, પરિગ્રહાકાંક્ષા, ક્રોધભાવના, બદલો લેવાની વૃત્તિ, માન, મત્સર વગેરે અનેક રાજસ તથા તામસ અંશોથી જ્વાબદારી થોડી કે વધારે, એક કે બીજા રૂપમાં ઉત્પન્ન થઈ મનુષ્યના જીવનનું આર્થિક તથા સામાજિક ચક્ર ચલાવે છે, પરંતુ તે ધ્યાન રાખવાનું છે કે અહીંયાં વિકાસના, વિશિષ્ટ વિકાસના તથા પૂર્ણ વિકાસના અસાધારણ તથા મુખ્ય સાધનરૂપે જે જવાબદારીનો સંકેત કરવામાં આવ્યો છે તે જવાબદારી આ બધીયે મર્યાદિત તથા સંકુચિત જવાબદારીથી જુદી તથા પર છે, કારણ કે તે જવાબદારી કોઈ એક આંશિક તથા સંકુચિત ભાવ ઉપર અવલંબિત નથી. તે જવાબદારી બધાની પ્રત્યે, સદાને માટે, બધાં સ્થળોએ, એકસરખી હોય છે; ભલે પછી તે પોતાની પ્રત્યે જોવામાં આવે કે કૌટુંબિક, સામાજિક, રાષ્ટ્રિય તથા આધુનિક પ્રત્યેક વ્યવહારમાં કામમાં લેવાતી હોય. તે જવાબદારી એક એવા ભાવમાંથી ઉત્પન્ન થાય છે કે જે ક્ષણિક નથી, સંકુચિત નથી કે મલિન નથી. તે ભાવ પોતાની જીવનશક્તિનો યથાર્થ અનુભવ કરવાનો છે. જ્યારે આ ભાવમાંથી જવાબદારી પ્રગટે છે ત્યારે કયારેય, રોકાતી નથી. સૂતાં-જાગતાં, સતત વેગવાળી નદીના પ્રવાહની જેમ, તે પોતાના માર્ગ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ • પરિશીલન ઉપર કામ કરે છે. તે સમયે મનનો ક્ષિપ્ત તથા મૂઢ ભાવ મનમાં ફરકી નથી શકતો. તે સમયે મનમાં નિષ્કિયતા કે કુંઠિતતાના સંચારનો સંભવ જ નથી હોતો. આ જ જવાબદારીની સંજીવની શક્તિ છે, જેને કારણે તે બીજાં બધાં સાધનો ઉપર આધિપત્ય ધરાવે છે અને જે પામરથી પામર, ગરીબથી ગરીબ, દુર્બળથી દુર્બળ તથા તુચ્છથી પણ તુચ્છ ગણાતા કુલ તથા પરિવારમાં જન્મેલ વ્યક્તિને સંત, મહંત, મહાત્મા તથા ઈશ્વરના અવતાર જેવી બનાવે છે. ઉપરના વર્ણનથી અત્યાર સુધી એટલું તો ફલિત થયું છે કે માનવીય વિકાસનો એકમાત્ર આધાર જવાબદારી જ છે. જવાબદારી પણ કોઈ એક ભાવથી સંચાલિત નથી થતી. અસ્થિર, સંકુચિત તથા શુદ્ર ભાવોથી પણ જવાબદારી પ્રવૃત્ત થાય છે અને સ્થિર, વ્યાપક તથા શુદ્ધ ભાવથી પણ તે પ્રવૃત્ત થાય છે. મોહ, સ્નેહ, ભય, લોભ વગેરે ભાવો પહેલા પ્રકારના છે એ જીવનશક્તિનો યથાર્થ અનુભવ એ બીજા પ્રકારનો ભાવ છે. હવે આપણે એ વિચારવું રહ્યું છે કે જવાબદારીના પ્રેરક, ઉપરના બે પ્રકારના ભાવોમાં પરસ્પર શો ફરક છે, તથા જો પહેલા પ્રકારના ભાવો કરતાં બીજા પ્રકારના ભાવોમાં શ્રેષ્ઠતા છે તો તે કયા કારણે છે? જો આ વિચાર સ્પષ્ટ થઈ જાય તો પછી ઉપરના બેઉ પ્રકારના ભાવો ઉપર આધાર રાખવાવાળી જવાબદારીઓનો ફરક તથા તેમની શ્રેષ્ઠતા અને કનિષ્ઠતા પણ ધ્યાનમાં આવી જશે. મોહમાં રસાનુભૂતિ છે તથા સુખસંવેદન પણ થાય છે, પરંતુ તે એટલું બધું પરિમિત અને એટલું બધું અસ્થિર છે કે એના આદિ, મધ્ય કે અંતની તો શી વાત, એના પ્રત્યેક અંશમાં શંકા, દુઃખ તથા ચિંતાનો ભાવ ભરેલો હોવાને કારણે ઘડિયાળના લોલકની જેમ તે મનુષ્યના ચિત્તને અસ્થિર રાખે છે. ધારો કે યુવક કે યુવતી પોતાના પ્રેમપાત્ર પ્રત્યે ધૂળ મોહને કારણે ખૂબ જ દત્તચિત્ત રહે છે; એની પ્રત્યે કર્તવ્ય પાળવામાં કોઈ પણ ત્રુટિ આવવા નથી દેતાં. એમાં એમને રસાનુભવ તથા સુખસંવેદન પણ થાય છે. તોપણ ઝીણવટથી પરીક્ષા કરવામાં આવે તો જણાઈ આવશે કે તે સ્થળ મોહ જો સૌંદર્ય કે ભોગલાલસામાંથી ઉત્પન્ન થયો હશે તો કોણ જાણે કઈ ક્ષણે તે નષ્ટ થઈ જશે, કઈ ક્ષણે તે ઓછો થઈ જશે કે બીજા રૂપમાં ફેરવાઈ જશે. જે ક્ષણે યુવક કે યુવતીને પ્રથમના પ્રેમપાત્ર કરતાં બીજું કોઈ વધારે સુંદર, વધારે સમૃદ્ધ, વધારે બળવાન કે વધારે અનુકૂળ પ્રેમપાત્ર મળશે એ જ ક્ષણે એનું ચિત્ત પ્રથમના પાત્ર તરફથી ખસી જઈ બીજા તરફ ઝૂકશે. એ ઝૂકવાની સાથે જ પ્રથમ પાત્રની પ્રત્યે કર્તવ્યપાલનનું ચક્ર, જે પહેલાંથી ચાલતું હતું, તેની ગતિ તથા દિશા બદલાઈ જશે. બીજા પાત્ર પ્રત્યે પણ તે ચક્ર યોગ્યરૂપે ચાલી નહિ શકે તથા મોહનો રસાનુભવ, જે કર્તવ્યપાલનથી સંતુષ્ટ થઈ રહ્યો હતો. તે રસાનુભવ, કર્તવ્યપાલન કરવાથી કે નહિ કરવાથી અતૃપ્ત જ રહેશે. માતા મોહવશ થઈ પોતાથી ઉત્પન્ન થયેલ બાળક પ્રત્યે પોતાનું જે કાંઈ પણ હોય Page #116 -------------------------------------------------------------------------- ________________ વિકાસનું મુખ્ય સાધન • ૧૦૭ તે બધું અર્પણ કરી રસાનુભવ કરે છે, પરંતુ એની પાછળ જો કેવળ મોહનો ભાવ હોય તો રસાનુભવ તદ્દન અસ્થિર તથા સંકુચિત થઈ જાય છે, ધારો કે તે બાળક મરી ગયું અને એના બદલામાં એના કરતાં વધારે સુંદર તથા વધારે હૃષ્ટપુષ્ટ બાળક ઉછેરવા માટે મળ્યું કે જે બિલકુલ માતૃહીન હોય; પરંતુ આવા નિરાધાર તથા સુંદર બાળકને મેળવીને પણ તે બાળકરહિત થયેલ માતા તે નિરાધાર અને સુંદર બાળક પ્રત્યે કિર્તવ્યપાલન કરવામાં આનંદ કે રસાનુભવ નહિ માને, જે તે પોતાથી ઉત્પન્ન થયેલા પોતાના બાળક પ્રત્યે કર્તવ્યપાલન કરવામાં માનતી હતી. આનું કારણ શું છે? બાળક તો પહેલા કરતાં પણ વધારે સારું મળ્યું છે. એ માતામાં બાળકની સ્પૃહા તથા અર્પણ કરવાની વૃત્તિ પણ છે. પેલું નિરાધાર બાળક પણ માતા વિનાનું હોવાથી આવી બાળકની અપેક્ષા રાખતી માતાની પ્રેમવૃત્તિનું અધિકારી છે. તોપણ તે માતાનું ચિત્ત તે બાળક પ્રત્યે મુક્ત ધારાથી નથી રહેતું. એનું કારણ એક જ છે અને તે એ કે તે માતાની સર્વસ્વ ન્યોછાવર તથા અર્પણ કરવાની વૃત્તિનો પ્રેરક ભાવ કેવળ મોહ હતો, જે સ્નેહ હોવા છતાં પણ વ્યાપક તથા શુદ્ધ ન હતો. આ કારણથી તે માતાના હૃદયમાં એ ભાવ હોવા છતાં એમાંથી કર્તવ્યપાલનના ફુવારા નથી ઊડતા, અંદર ને અંદર એના હૃદયને દબાવીને સુખીને બદલે - ખાધેલા, પણ નહિ પચેલા અન્નની જેમ – એને દુઃખી કરે છે. આવું નહિ પચેલું અન્ન નથી લોહી બનીને શરીરને પણ સુખ પહોંચાડતું કે નથી બહાર ન નીકળવાને કારણે શરીરને પણ હલકું કરતું; અંદર ને અંદર સડી શરીરને તથા ચિત્તને અસ્વસ્થ કરે છે. આ જ સ્થિતિ કર્તવ્યપાલનમાં નહિ ફેરવાયેલ એવા તે માતાના સ્નેહભાવની હોય છે. આપણે કોઈક સમયે ભયને કારણે રક્ષણને માટે ઝૂંપડી બનાવી તથા એની સંભાળ પણ રાખી, ભયને કારણે બીજાઓથી બચવા માટે અખાડામાં કસરત કરી બળ પણ મેળવ્યું. કવાયત તથા નિશાનબાજીથી સૈનિકશક્તિ પણ મેળવી, આક્રમણને સમયે – ભલે એ આક્રમણ પોતાના ઉપર, કુટુંબ ઉપર કે સમાજ ઉપર કે રાષ્ટ્ર ઉપર હોય – એક સૈનિકની રીતે કર્તવ્યપાલન કર્યું, પરંતુ પોતાના ઉપર અથવા આપણે જેને પોતાનો ગણ્યો હતો તેના ઉપર ભય ન રહ્યો, પણ જેને આપણે પોતાનો નથી સમજતા કે જે રાષ્ટ્રને આપણે પોતાનું રાષ્ટ્ર નથી સમજતા તેના ઉપર, આપણા ઉપર આવેલ ભય કરતાં પણ પ્રચંડ ભય આવી પડે ત્યારે, આપણી ભયમાંથી બચાવવાની શક્તિ આપણને કર્તવ્યપાલનમાં કદી પણ પ્રવૃત્ત નહિ કરે. આપણામાં ભયથી બચવવાની કે બચાવવાની કેટલીય શક્તિ કેમ ન હોય, પરંતુ તે શક્તિ જો સંકુચિત ભાવથી ઉત્પન્ન થઈ હોય તો જરૂરિયાત હોવા છતાં તે કામમાં નહિ આવે અને જ્યાં જરૂરિયાત નહિ હોય અથવા તો ઓછી જરૂરિયાત હશે ત્યાં પણ ખર્ચાશે. હમણાં જ આપણે જોયું કે યુરોપનાં તથા બીજાં રાષ્ટ્રો પાસે ભયથી બચવાની તથા બચાવવાની અસીમ શક્તિ હોવા છતાં અને ભયગ્રસ્ત એબિસીનિયાએ સેંકડો વિનંતી Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ • પરિશીલન : કરવા છતાં તેને કાંઈ પણ મદદ તે રાષ્ટ્રો ન કરી શક્યાં. આ પ્રમાણે ભયજનિત કર્તવ્યપાલન પણ અધૂરું જ હોય છે તથા મોટે ભાગે ઊલટું પણ હોય છે. આમ મોહની કોટિમાં ગણાતા બધાયે ભાવોની એક જ સરખી વ્યવસ્થા છે અને તે એ કે આ ભાવો તદ્દન અધૂરા, અસ્થિર તથા મલિન હોય છે. જીવનશક્તિનો યથાર્થ અનુભવ એ જ બીજા પ્રકારનો ભાવ છે, જે ઉદય પામતાં ચલિત કે નષ્ટ પણ નથી થતો. એક પ્રશ્ન થઈ શકે છે કે જીવનશક્તિ યથાર્થ અનુભવમાં કયું એવું તત્ત્વ છે કે જેને કારણે તે સદા સ્થિર, વ્યાપક તથા શુદ્ધ રહે છે. એનો ઉત્તર મેળવવા માટે જીવનશક્તિના સ્વરૂપ ઉપર થોડો વિચાર કરવો પડશે. આપણે આપણા મનમાં જ વિચારીએ અને જોઈએ કે જીવનશક્તિ એ કઈ વસ્તુ છે. કોઈ પણ સમજુ વ્યક્તિ શ્વાસોચ્છવાસ કે પ્રાણને જીવનની મૂળ આધારશક્તિ માની નહિ શકે, કારણ કે કોઈ કોઈ સમયે ધ્યાનની વિશિષ્ટ અવસ્થામાં પ્રાણનો સંચાર ચાલુ ન રહેવા છતાં જીવનશક્તિ એમ ને એમ રહે છે. આમ ઉપરથી માનવું પડે છે કે આધારભૂત શક્તિ કોઈ બીજી જ છે. અત્યાર સુધીના બધાયે આધ્યાત્મિક સૂક્ષ્મ અનુભવીઓએ એ આધારશક્તિને ચેતના કહી છે. ચેતના એવી એક સ્થિર તથા પ્રકાશમાન શક્તિ છે કે જે શારીરિક, માનસિક તથા ઇન્દ્રિયવિષયક વગેરે બધાંયે કાર્યો ઉપર જ્ઞાનનો, સમજનો, પરિજ્ઞાનનો પ્રકાશ સતત ફેંક્યા કરે છે. ભલે ઇન્દ્રિયો કોઈ પણ પ્રવૃત્તિ કરે, ભલે મન ગમે ત્યાં ગતિ કરે, ભલે શરીર કોઈ પણ વ્યાપાર કરે, પરંતુ એ બધાંનું સતત ભાન કોઈ એક શક્તિને થોડું થોડું થયા જ કરે છે. આપણે દરેક અવસ્થામાં આપણી શારીરિક, ઇન્દ્રિયવિષયક તથા માનસિક ક્રિયાઓથી જે થોડા પરિચિત રહ્યા કરીએ છીએ તે ક્યા કારણે ? જે કારણથી આપણને આપણી ક્રિયાઓનું સંવેદન થાય છે એ જ ચેતનાશક્તિ છે, તથા આપણે એનાથી વધારે કે ઓછા કશું પણ નથી. ચેતનાની સાથે સાથે જ બીજી એક શક્તિ ઓતપ્રોત છે, જેને સંકલ્પશક્તિ કહેવામાં આવે છે. ચેતના જે કાંઈ પણ સમજે કે વિચારે તેને કાર્યાન્વિત કરવું કે મૂળ રૂપમાં લાવવું એ જો ચેતનાની સાથે બીજું કોઈ બળ ન હોય તો ન બની શકે અને ચેતનાની બધીયે સમજ નકામી જાય તથા આપણે જ્યાંનાં ત્યાં જ રહીએ. આપણે અનુભવ કરીએ છીએ કે સમજણ કે દર્શન અનુસાર એક વાર સંકલ્પ થયો કે ચેતના પૂર્ણરૂપે કાર્યાભિમુખ થાય છે, જેમ કે કૂદનાર વ્યક્તિ કૂદવાનો સંલ્પ કરે છે તો બધુંયે બળ એકઠું થઈને એને કુદાવી નાખે છે. સંકલ્પશક્તિનું કામ બળને વિખેરાઈ જતાં રોકવાનું છે. સંકલ્પશક્તિનું બળ મળતાં જ ચેતના ગતિશીલ થાય છે તથા પોતાનું સાધ્ય સિદ્ધ કરીને જ સંતોષ પામે છે. આ ગતિશીલતાને ચેતનાનું વીર્ય સમજવું જોઈએ. આ પ્રમાણે જીવનશક્તિના મુખ્ય ત્રણ અંશ છે : ચેતના, સંલ્પ તથા વીર્ય કે બળ. આ ત્રણ અંશવાળી શક્તિને જ જીવનશક્તિ સમજવી, જેનો અનુભવ આપણને દરેક Page #118 -------------------------------------------------------------------------- ________________ વિકાસનું મુખ્ય સાધન • ૧૦૯ નાનામોટા સર્જનકાર્યમાં થાય છે. જો સમજણ ન હોય, સંકલ્પ ન હોય તથા પુરુષાર્થવીર્યગતિ ન હોય તો કોઈ પણ સર્જન થઈ જ નથી શકતું. એ ધ્યાનમાં રાખવાનું છે કે જગતમાં એવું કોઈ પણ નાનું કે મોટું જીવન ધારણ કરનાર શરીર નથી કે જે કોઈ ને કોઈ પ્રકારનું સર્જન ન કરતું હોય. આ ઉપરથી પ્રાણીમાત્રમાં ઉપર દર્શાવેલ ત્રણ અંશવાળી જીવનશક્તિ છે તે સમજાય છે. આમ તો આવી શક્તિનો જેવી રીતે આપણે પોતે પોતાનામાં પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ એવી જ રીતે બીજાં પ્રાણીઓનાં સર્જનકાર્યથી તેઓમાં રહેલી તે શક્તિનું અનુમાન કરી શકીએ છીએ, છતાં એનો અનુભવ, અને તે પણ યથાર્થ અનુભવ, એક અલગ વસ્તુ છે. સામે ઊભેલી દીવાલને કોઈ નથી' એમ કહે તોપણ આપણે માની શકતા નથી. આપણે તો તે સામી રહેલ દીવાલના અસ્તિત્વનો જ અનુભવ કરીશું. એ જ પ્રમાણે સામી ઊભેલી દીવાલના અનુભવની જેમ પોતાનામાં તથા બીજામાં રહેલ ત્રણ અંશવાળી શક્તિના અસ્તિત્વનો તથા એના સામર્થ્યનો અનુભવ કરવો એ જ જીવનશક્તિનો યથાર્થ અનુભવ કર્યો ગણાય. જ્યારે આવો અનુભવ પ્રકટ થાય છે ત્યારે પોતાની પ્રત્યે તથા બીજા પ્રત્યે જીવનદષ્ટિ બદલાઈ જાય છે. પછી તો એવો ભાવ ઉત્પન્ન થાય છે કે સર્વત્ર ત્રિઅંશી જીવનશક્તિ (સચ્ચિદાનંદ) કાં તો અખંડ કે એક છે, કાં તો સર્વત્ર સમાન છે. કોઈને સંસ્કાર-અનુસાર અખંડાનુભવ થાય કે કોઈને સમાનતાનો અનુભવ, પરંતુ એનાથી પરિણામમાં કાંઈ પણ ફેર નથી પડતો. અભેદદષ્ટિ ધારણ કરનાર બીજાની પ્રત્યે એ જ જવાબદારી રાખશે જે એ પોતાના પ્રત્યે રાખતો હશે. વાસ્તવિક રીતે એની જવાબદારી કે કર્તવ્યદૃષ્ટિ પોતાના તથા પારકાના ભેદથી ભિન્ન નથી થતી. એ જ પ્રમાણે સામાન્ય દષ્ટિ ધારણ કરનાર પણ પોતાના અને પારકાના ભેદથી કર્તવ્યદૃષ્ટિમાં કે જવાબદારીમાં તારતમ્ય નથી કરી શકતો. મોહકોટિમાં ગણાતા ભાવોથી પ્રેરિત જવાબદારી કે કર્તવ્યદૃષ્ટિ એકસરખી અખંડ કે આવરણરહિત નથી હોતી, જ્યારે જીવનના યથાર્થ અનુભવથી પ્રેરિત જવાબદારી કે કર્તવ્યદૃષ્ટિ હંમેશાં એકસરખી તથા નિરાવરણ હોય છે, કારણ કે તે ભાવ રાજસ અંશથી નથી આવ્યો હતો તથા તે તામસ અંશથી અભિભૂત પણ નથી થઈ શકતો. તે ભાવ સાહજિક છે – સાત્ત્વિક છે. મનુષ્યજાતિને સૌથી મોટી કીમતી કુદરતી બક્ષિસ મળી છે તે સાહજિક ભાવને ધારણ કરવાનું કે ઉત્પન્ન કરવાનું સામર્થ્ય તથા યોગ્યતા છે. તે અસાધારણ વિકાસનું મુખ્ય સાધન છે. મનુષ્યજાતિના ઇતિહાસમાં બુદ્ધ, મહાવીર વગેરે અનેક સંત મહંતો થઈ ગયા છે કે જેઓએ સેંકડો વિઘ્નો આવવા છતાં પણ મનુષ્યજાતિના ઉદ્ધારની જવાબદારીમાંથી કોઈ પણ દિવસ પોતાનો પગ પાછો નહોતો ફેરવ્યો. પોતાના શિષ્યના Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦૦ પરિશીલન પ્રલોભન દ્વારા સોક્રેટિસ મૃત્યુના મુખમાંથી બચી શકતો હતો, પરંતુ તેણે શારીરિક જીવન કરતાં આધ્યાત્મિક જીવનને પસંદ કર્યું અને મૃત્યુ એને ડરાવી ન શક્યું. જિસસ ક્રાઈસ્ટ પોતાનો નૂતન પ્રેમસંદેશ આપવાની જવાબદારી અદા કરવામાં શૂળીને સિંહાસન માન્યું. આવાં પ્રાચીન ઐતિહાસિક ઉદાહરણોની સત્યતા વિશે જાગતી શંકાને દૂર કરવા માટે જ જાણે કે ગાંધીજીએ હમણાં હમણાં જે ચમત્કાર બતાવ્યો છે તે સર્વવિદિત છે. એમને હિન્દુત્વ-આર્યત્વના નામે પ્રતિષ્ઠા પ્રાપ્ત બ્રાહ્મણ તથા શ્રમણની સેંકડો કુરૂઢિપિશાચિનીઓ ચલિત ન કરી શકી. હિન્દુ-મુસલમાનોની દંડાદડી, શસ્ત્રાશસ્ત્રીની પણ એમને કર્તવ્યચલિત ન કરી શકી કે મૃત્યુ પણ એમને ડરાવી ન શક્યું. તે આપણા જેવા જ માણસ હતા. તો પછી એવું કયું કારણ છે કે જેને લીધે એમની કર્તવ્યદૃષ્ટિ કે જવાબદારી આવી સ્થિર, વ્યાપક તથા શુદ્ધ હતી, જ્યારે આપણી એનાથી તદ્દન વિપરીત છે ? આનો જવાબ સીધો છે કે આવા પુરુષોમાં જવાબદારી કે કર્તવ્યદૃષ્ટિનો પ્રેરક ભાવ જીવનશક્તિના યથાર્થ અનુભવમાંથી આવેલો હોય છે, જે આપણામાં નથી. આવા પુરુષોને જીવનશક્તિનો જે યથાર્થ અનુભવ થયો છે એને જ જુદા જુદા દાર્શનિકો જુદી જુદી પરિભાષામાં વર્ણવે છે. કોઈ એને આત્મસાક્ષાત્કાર કહે છે તો કોઈ બ્રહ્મસાક્ષાત્કાર કે ઈશ્વરદર્શન કહે છે, પરંતુ એમાં કાંઈ પણ ફરક નથી. ઉપરના વર્ણનથી મેં એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે મોહજનિત ભાવો કરતાં જીવનશક્તિનો યથાર્થ અનુભવજનિત ભાવ કેટલો અને શા માટે શ્રેષ્ઠ છે તથા એનાથી પ્રેરિત કર્તવ્યદૃષ્ટિ તથા જવાબદારી કેટલી શ્રેષ્ઠ છે. તે વસુધાને કુટુંબ સમજે છે. તે એ જ શ્રેષ્ઠભાવને કારણે. આવો ભાવ શબ્દોથી નથી આવી શકતો, અંદરથી જાગે છે; અને એ જ માનવના પૂર્ણ વિકાસનું મુખ્ય સાધન છે. એની પ્રાપ્તિ માટે જ અધ્યાત્મશાસ્ત્ર છે, યોગમાર્ગ છે તથા એની સાધના એ જ માનવજીવનની કૃતાર્થતા છે. - બુદ્ધિપ્રકાશ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૪. સમુલ્લાસ સત્યે શિવ સુંદરમ્'ના મથાળાથી પ્રસિદ્ધિ પામતો પ્રસ્તુત લેખસંગ્રહ મારા માટે છેક અપરિચિત તો નથી જ. આ સંગ્રહમાં આવેલા ૩૮ લેખો પૈકી લગભગ ૬ જ હું પહેલી વાર સાંભળું છું. ૧. વર્ણસંકર, ૨. જૈન ધર્મમાં સ્ત્રીઓને સ્થાન, ૩. મીનાક્ષીમંદિર, ૪. ત્રિસ્તની મીનાક્ષી, ૫. એક અજાણ્યાનું અવસાન અને, ૬. તુળજારામ ટોકર – આ છ લેખો સાંભળ્યાનું સ્પષ્ટ સ્મરણ નથી. બાકીના ૩૨નું ચિત્ર તો આ લેખસંગ્રહ સાંભળવા બેઠો ત્યારે મનમાં સ્પષ્ટ હતું તેમ છતાં જુદે જુદે સમયે અને લાંબે ગાળે પ્રસિદ્ધ થયેલા અને તે જ રીતે ભિન્ન ભિન્ન સમયે કયારેક ઉતાવળથી તો ક્યારેક વચ્ચે આવી પડતાં વિખોમાં સાંભળ્યા હોય તે લેખોનો સંસ્કાર જુદો હોય છે, અને તે જ બધા લેખો એકસામટા તેમ જ નિરાંતે સાંભળીએ અને તે પણ તેમાંથી કાંઈક તારણ કરવાની તેમ જ તેનું મૂલ્યાંકન કરવાની દૃષ્ટિએ સાંભળીએ, ત્યારે તેનો સંસ્કાર જુદો પડે છે. ભિન્ન ભિન્ન સમયે પડેલા ત્રુટક સંસ્કારોનું સંકલન કરી મૂલ્યાંકન કરવું તે એક બાબત છે અને એકસાથે સ્વસ્થપણે કાંઈક લખવું, એ દષ્ટિએ સાંભળી તેનું મૂલ્યાંકન કરવું એ બીજી બાબત છે. આવા ગંભીર અને વિચારપૂત લેખો વિશે કાંઈ પણ લખવું હોય તો સળંગસૂત્રે પડેલ સંસ્કારોના આધારે જ લખવું એ ઉભય પક્ષને ન્યાય આપનારું છે, એવી માન્યતાથી પ્રેરાઈ હું આખો લેખસંગ્રહ સાંભળી ગયો. જે જે લેખો પહેલાં સાંભળેલા તેમાં પણ ફરી સાંભળતાં મને કશો જ કંટાળો આવ્યો નહિ, એક ક્ષણ માટે પણ એમ ન થયું કે આ તો સાંભળેલ છે, ચાલો આગળ ઊલટું, પ્રત્યેક લેખ સાંભળતી વખતે મનમાં લેખક અંગે, પ્રતિપાદ્ય વિષય અંગે અને લેખના અધિકારી સમાજ અંગે અનેક વિચારો આવી ગયા. તેની ટૂંકી નોંધ આપવી ઈષ્ટ હોય તોય શક્ય નથી. તેમ છતાં એ વિચારમાંથી કાંઈક અત્રે નોંધવા ધારું છું. લેખો સાંભળતાં અને વિચારો ઊભરાતાં મનમાં એક સાત્ત્વિક ઉલ્લાસ પ્રકટેલો, તેથી મેં મારા આ લખાણને સમુલ્લાસ' શીર્ષક આપ્યું છે. કુમાર', 'પ્રસ્થાન અને મહિલા સમાજમાં પ્રસિદ્ધ થયેલ ચારેક લેખોને બાદ કરતાં લગભગ બધા જ લેખો જૈન સમાજ સાથે સંબંધ ધરાવતા કોઈ ને કોઈ પત્રમાં પ્રસિદ્ધ થયેલા છે. તેમાંથી પણ મોટો ભાગ પ્રબુદ્ધ જૈનમાં પ્રસિદ્ધ થયેલો છે તેથી, Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ • પરિશીલન અને લેખક જન્મે જૈન છે અને ઘણી બાબતો એમણે જૈન સમાજને ઉદ્દેશી ચર્ચા છે તેથી, સ્થૂળ રીતે વિચાર કરનાર અને વાંચનાર વર્ગને એમ લાગવાનો ચોક્કસ સંભવ છે કે પ્રસ્તુત લેખસંગ્રહ તો જૈન પરંપરા સાથે જ સંબંધ ધરાવે છે અને લેખક જૈન પરંપરાની પરિધિમાં જ વિચાર કરતા હશે, પરંતુ જેઓ પ્રસ્તુત લેખોના લેખકના માનસને ઠીક ઠીક પિછાણે છે અને જેમણે જાણ્યું કે અજાણે તેમનો કોઈ પણ લેખ વાંચો હશે તેમને એ કહેવાની જરૂર જ નથી કે પરમાનંદભાઈ નાના કે મોટા કોઈ પણ વર્તુળમાં કામ કરતા હોય ત્યારે કદી સંકુચિત દૃષ્ટિથી કે સાંપ્રદાયિક દૃષ્ટિથી નથી વિચારતા કે નથી લખતા. એમણે જ્યાં જ્યાં જૈન સમાજને ઉદ્દેશી કે તેની સાથે સંબંધ ધરાવનાર પ્રશ્નોને લક્ષીને લખ્યું છે ત્યાં પણ તેમનો માપદંડ માત્ર સત્યલક્ષી અને માનવતાવાદી જ રહ્યો છે. કોઈ એક મુસલમાન કે ખ્રિસ્તી પોતાના કાર્યક્ષેત્રને અનુસરી ઈસ્લામ કે ખ્રિસ્તી ધર્મને ઉદ્દેશીને અને છતાં સંપૂર્ણ માનવતાસ્પર્શી લખે, વિચારે કે કામ કરે અને જો એ પરંપરા સિવાયના લોકો ઈતર પરંપરાનું કાર્ય લેખી તે વિશે બેપરવા રહે તો એમાં એમને જ ગુમાવવાનું છે. અલબત્ત, વિચારશીલ વાચકોને ફાળે એટલું કરવાનું તો બાકી રહે જ છે કે જ્યાં જ્યાં માનવતાની દૃષ્ટિએ અને માત્ર સત્યલક્ષી દૃષ્ટિએ લેખકે વિચાર્યું કે લખ્યું હોય અને છતાં તેમાં કોઈ એક પરંપરા કે વર્ગને ઉદ્દેશીને જ કહેવાયું હોય ત્યાં ત્યાં એ બધાંમાંથી પરંપરાવિશેષ અને સમાજવિશેષનું નામ ગાળી તે પાછળ રહેલ લેખકની વ્યાપક દૃષ્ટિને જ પકડવી. છેવટે તો કોઈ પણ લેખક કે વિચારક અમુક પરિસ્થિતિ અને અમુક વર્તુળને લક્ષમાં રાખીને જ લખતો કે વિચારતો હોય છે. એટલે વાચક માટે જોવાનું એ બાકી રહે છે કે તેનું લખાણ કઈ દૃષ્ટિથી પ્રેરાયેલું છે. જો એને લખાણની પ્રેરક દૃષ્ટિ વ્યાપક અને માત્ર સત્યલક્ષી લાગે તો પછી એને માટે એ લખાણ વાચનક્ષમ અને વિચારક્ષમ બને છે. હું પોતે પરમાનંદભાઈના સંપ્રદાય, પંથ કે સમાજના ઉદ્દેશથી લખાયેલાં પહેલેથી આજ સુધીનાં બધાં લખાણોને એ જ કસોટીથી જોતો આવ્યો છું અને મારી ખાતરી થઈ છે કે તેમનાં એ બધાં લખાણો ગમે તે પંથ, નાત કે સમાજને સમાન પ્રશ્નો પરત્વે એકસરખાં લાગુ પડે છે. તેથી સૂચવવાનું પ્રાપ્ત એ થાય છે કે જેમ કોઈ પણ સાંપ્રદાયિક જૈન એમનાં લખાણોને માત્ર જેનલક્ષી માનવાની ભૂલ ન કરે તેમ જૈનેતરો પણ એવી ભૂલ ન કરે. લેખસંગ્રહ પાંચ ભાગમાં વહેંચાયેલો છે ઃ સમાજદર્શન, તત્ત્વચર્ચા, ઋતુવર્ણન, પ્રવાસવર્ણન અને વ્યક્તિપરિચય. આ પાંચ વિભાગમાં સમાતા લેખોનું હાર્દ વિચારતાં એમ કહેવું પ્રાપ્ત થાય છે કે લેખકનું માનસિક વલણ જ એવું છે કે તે જડ-ચેતન, સ્થૂળ-સૂક્ષ્મ, વ્યવહાર-પરમાર્થ, વ્યક્તિ-સમાજ, આદિ અનેક વિષયોને લગતી વિવિધ બાબતો અને વિગતોને સ્પર્શે છે; પણ તે કુતૂહલપૂર્ણ જિજ્ઞાસાથી અને કાંઈક નક્કર સત્ય તારવી આપવાની ધગશથી જ. તેથી જ દરેક મુખ્ય વક્તવ્યમાં વિશાળતા સાથે Page #122 -------------------------------------------------------------------------- ________________ સમુલ્લાસ • ૧૧૩ તલસ્પર્શી ઊંડાણ પણ નજરે પડે છે. લેખકનો ગુજરાતી ભાષા ઉપરનો કાબૂ તો અદ્ભુત છે. પ્રત્યેક લખાણમાં ભાષાનું એકસરખું ધોરણ નજરે પડે છે. આવી શિષ્ટ, સુપ્રસન્ન અને વેગીલી ભાષા એ જેવી તેવી સિદ્ધ નથી. લેખનો વિષય સૂક્ષ્મ અને સૂક્ષ્મતર હોય ત્યાં પણ ભાષા અને શૈલી વાચકને વિચાર-વિહાર સાથે સાહિત્ય-વિહાર પણ કરાવે છે. ‘ઋતુવર્ણન’નો આખો વિભાગ લોકભાષામાં એક નવું પ્રકરણ ઉમેરતો હોય તેમ લાગે છે. સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓમાં ગ્રથિત એવાં ઋતુઓને લગતાં ગદ્ય-પદ્ય વર્ણનો અનેક છે. એ વર્ણનોમાં અમુક માદકતા પણ હોય છે, પરંતુ પ્રસ્તુત ‘ઋતુવર્ણન’ જુદી જ ભૂમિકા ઉપરથી પ્રસવ પામ્યું છે. એમ કોઈ પણ વાચકને લાગ્યા વિના નહિ રહે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રાધ્યાપકો સુધ્ધાંને આ ઋતુવર્ણન' વાંચ્યા પછી કોઈ ઋતુમાં કંટાળો નહિ આવે. દરેક ઋતુની વિશેષતા ધ્યાનમાં આવવા સાથે વાચકને પ્રકૃતિસ્વરૂપ સાથે તાદાત્મ્ય અનુભવવાનો નાદ લાગવાનો. શરદ, વર્ષા અને બહુ તો વસંતનું વર્ણન સૌને રુચે, પણ આજ લગી ધગધગતો ઉનાળો કોને રુચ્યો છે ? જ્યારે આ લેખકે ઉનાળામાં પણ સાચો આનંદ માણ્યો છે અને એ જ આનંદના સંવેદનમાંથી ઉનાળાનું ગદ્યકાવ્ય સરી પડ્યું છે. શિયાળાની કડકડતી ટાઢની ખુમારી લેખકે જે અનુભવી છે તે બીજાઓ પણ અનુભવી શકે, પરંતુ તે કયારે ? જો પ્રકૃતિના એ શીતળ પાસા પ્રત્યે તદ્દન સાહજિક સમભાવ હોય તો જ. લેખકે જુદી જુદી ઋતુઓનાં અનુભવેલ પાસાંઓને કળામય રીતે રજૂ કરી પ્રકૃતિના ગમે તે સ્વરૂપમાંથી પણ સુખ મેળવવાની કળા–ઇન્દ્રિય જાગ્રત કરી છે. મને એમ લાગે છે કે ઋતુવર્ણન'નો આખો વિભાગ અભ્યાસક્રમના ઊંચા ધોરણમાં રાખવા જેવો છે, અગર તો વિદ્યાર્થીઓને વાંચવાની ખાસ ભલામણ કરવા જેવો છે. ‘પ્રવાસવર્ણન’માં કુલ સાત લેખો છે. દરેકને પોતપોતાની આગવી વિશેષતા છે. ગોપનાથનો કિનારો, સમુદ્ર, તોફાની પવન, એકાન્ત શાંતિ એ બધાંના સંવાદમાંથી લેખકના માનસમાં આવિર્ભાવ પામેલું ઊંડું ચિન્તન અને સ્વાસ્થ્ય એ બધું વાંચ્યા પછી મારા જેવાને પણ થઈ આવે છે કે એક વા૨ તો ગોપનાથ જઈએ. વ્યોમવિહાર એ તો સ્વાનુભવ છતાં લેખકે એને અપૂર્વરંગ કહ્યો છે, કારણ કે એ વ્યોમવિહાર દ્વારા લેખક દિવ્યતાના વ્યોમમાં વિચ૨વા મથે છે. માનવદેહ સાથે લાધેલી અનન્યસુલભ શક્તિઓનું ભાન થતાં લેખક એના રસોન્માદમાં કોઈ કલ્પના અને ચિંતનગમ્ય વ્યોમમાં વિહાર કરે છે. જો લેખકમાં કળા, વિજ્ઞાન, સાહિત્ય, ભૌતિક વિદ્યા, પ્રેમ, સેવા, તત્ત્વજ્ઞાન આદિના સંસ્કારો એક૨સે રસાયા ન હોત તો સ્થૂળ વ્યોમવિહારમાંથી ‘અપૂર્વરંગ’ સૂઝત નહિ. મશરૂવાળાને ઊધઈનું જીવન લખતાં કોઈ નવી જ જીવ–પરમાત્મસૃષ્ટિ દેખાઈ છે, તેમ અહીં ‘અપૂર્વરંગ'માં છે. જે લોકો માત્ર ચાલુ જીવનમાં ગોથાં ખાતામાં હોય તેઓને નવો રસ માણવા માટે આ ‘વ્યોમવિહાર' ઉપયોગી છે. નાસિકવાળા લેખમાં બ્રાહ્મણ, Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ • પરિશીલન બૌદ્ધ અને જૈન ત્રણેય પરંપરાના ઇતિહાસની ઝાંખી તો છે જ, પણ એમાં ગોદાવરી, ત્યંબક, ગજપથા, પાંડવગુફા વગેરેનાં જે સંવેદનપૂર્ણ શબ્દચિત્રો છે, જ્ઞાન અને ભક્તિનું એમાં જે સમિશ્રણ છે તેમ જ સાદી, વીતરાગ જૈન મૂર્તિને અસંગત એવી આડંબરી પ્રથાની જે ગ્રંથિભેદપોષક તટસ્થ પર્યાલોચના છે તે બધું કોઈ પણ તીર્થના યાત્રીને કઈ કઈ દૃષ્ટિએ યાત્રા કરવી અને તેમાંથી જ્ઞાન અને વિવેક કેવી રીતે કેળવવાં એનો પાઠ શીખવે છે. એક્કાવાળાએ આપેલ દ્રાક્ષનો ઝૂમખો એ માનવતાની દીવાદાંડી છે. તથાગત બુદ્ધ થયા અને છતાં તે જ માટીના બનેલ આપણે અબુધ રહ્યા એ કથનમાં લેખકનું ઊંડું આત્મનિરીક્ષણ છે. ગોપનાથનું વર્ણન વાંચતાં વાચક અનુભવે છે કે જાણે હું દરિયાકિનારે જ હોઉં. વ્યોમવિહાર સાંભળતાં વ્યોમમાં વિહરવાનું ભાન થાય છે. ગિરનારનું વર્ણન ગિરનારમાં દેખાતાં દશ્યો વાચક સમક્ષ ઉપસ્થિત કરે છે. સ્થૂળ દશ્યો, સૂક્ષ્મ સંવેદનો અને તત્ત્વચિંતન આદિની અનેક કણિકાઓ – એ બધાંમાંથી લેખક સપ્તરંગી મેઘધનુની છટા ઊભી કરે છે. આમાં ઘણી સૂક્તિઓ પણ આવે છે. ભૌતિક સમૃદ્ધિની વિવિધતા, વનસ્પતિ અને પશુપક્ષીની વિવિધતા, પ્રકૃતિરચનાની વિવિધતા, ધર્મપરંપરાઓ અને ધર્મસ્થાનોની વિવિધતા, સાધુસંતોની વિવિધતા અને ઐતિહાસિક બનાવોની વિવિધતા - બધી વિવિધતાઓ વચ્ચે ગિરનાર તો કૂટસ્થ ! પરંતુ Life Divineની વિવિધતા અને તેમાંની એકતા એ સૌમાં ચડે. લેખકે કેટલા સંસ્કાર ઝીલ્યા છે અને કેટલા વિકસાવ્યા છે, એ આ લેખમાં જોવા મળે છે. જ્યારે ભીમદેવ પ્રભાસપાટણનો ઉદ્ધાર કરે છે લગભગ તે જ અરસામાં તેનો મંત્રી વિમળશાહ આબુકુંભારિયામાં મંદિરો બંધાવે છે. પથ્થર અને આરસપહાણની શિલ્પકૃતિઓ શરૂ થાય છે. કૃષ્ણ જેવા લોકોત્તર પુરુષનો પ્રભાસપાટણમાં થયેલો કરુણાંત દિલ્હીમાં ગાંધીજીના કિસ્સાની અને જેરુસલેમમાં ક્રાઈસ્ટના કિસ્સાની યાદ આપે છે. મહમ્મદ પૈગંબરે દરેક ધર્મ અને તીર્થને આદર આપવા ફરમાવ્યું છે. પોતે તો આખી જિંદગી એ રીતે વર્યા છે, પણ આરબ કબીલાઓની વારસાગત ડંખવૃત્તિ ધર્મની બાબતમાં ચાલુ રહી અને પછીનો ઇસ્લામ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં પેગંબરના ફરમાનથી ઊલટું જ કર્યું. એની છાપ સોમનાથ ઉપર છે. હિંદુ-માનસ આમ તો તત્ત્વચિંતનમાં દીર્ઘદ્રષ્ટિ ધરાવે છે, પણ વ્યવહારમાં સમર્થ સામે ટકવા જેટલું સંગઠન તેણે ન સાધ્યું તે ન જ સાધ્યું. નહિ તો છેલ્લાં વર્ષોમાં નવાબનું શું ગજું? જેનો તેથીય વધારે નબળા. કોઈ બીજો રક્ષે તો સ્ત્રી પેઠે રક્ષાય, નહિ તો હણાય ! સોમનાથની પેઠે માંગરોળમાં પણ એક બહુ મોટી અને ભવ્ય મસ્જિદ છે, જે જૈન મંદિરનું રૂપાંતર છે. જૈન-અજેન હજુ પૂર્ણ એકરસ નથી થતા. શ્રી મુનશીજીએ જૂના અવશેષ નિર્મૂળ કર્યા એ પણ એ કાળની ગતિ ! Page #124 -------------------------------------------------------------------------- ________________ સમુલ્લાસ • ૧૧૫ મીનાક્ષીમંદિરવાળા લેખમાં દક્ષિણ, ઉત્તર, પૂર્વ અને પશ્ચિમનાં તીર્થોની તુલના . છે, જે એ તીર્થોની વિવિધતાનો ખ્યાલ પૂરો પાડે છે. શિવ અને પાર્વતીનું મહત્ત્વ, આલિખિત પુરાણકથાઓ, નાનાવિધ કોતરકામો, જળાશય, દીપમાળ, ગર્ભમંદિરની સંકડાશ, વહેમો, ભક્તિ, પ્રાંગણમાં ભરાતાં બજારો, રંગબેરંગી પોશાકવાળો નારીવર્ગ વગેરે મદુરાના મીનાક્ષીમંદિરની જેમ અન્ય તીર્થોમાં પણ દેખાય છે. બોરીબંદુર (ઇન્ડોનેશિયા) વગેરેનાં મંદિરો અને શિલ્પો એ દક્ષિણ જેવાં વિશાળ છે. કદાચ ઉત્તરમાં વિદેશી આક્રમણોને લીધે મંદિરો મોટાં ન રચાયાં હોય. જેમ બ્રાહ્મ જેવા સમાજો હિંદુ સમાજમાંથી મૂર્તિ ફેંકાવી ન શક્યા તેમ સ્થાનકવાસી આદિ સમાજો જેને સમાજમાંથી પણ કરી ન શક્યા. મૂર્તિ એ નેત્રગમ્ય, પણ રમ્ય અને ધ્યાન ખેંચે તેવી વસ્તુ છે. મીનાક્ષીમંદિરના વિવિધ પાસાંવાળા દર્શને લેખમાં જે ઉઠાવદાર આકાર ધારણ કર્યો છે તે લેખકની સ્મૃતિ અને એકાગ્રતાનો સંવાદી નમૂનો છે. ત્રિસ્તની મીનાક્ષીવાળા લેખમાં લેખકે મીનાક્ષીના ત્રીજા સ્તનની અને મહાદેવના ત્રીજા નેત્રની પૌરાણિક આખ્યાયિકા આપીને પોતે ત્રીજા સ્તન અને ત્રીજા નેત્રનો આધ્યાત્મિક અર્થ પણ તારવ્યો છે. તે એ છે કે ત્રીજું સ્તન એટલે પ્રેમપૂર્તિ માતૃહૃદય અને ત્રીજું નેત્ર એટલે યોગીનું દિવ્યજ્ઞાન મીનાક્ષી અને મહાદેવનું મિલન એટલે પ્રેમ અને જ્ઞાનનું મિલન. આ આધ્યાત્મિક અર્થ સુસંગત છે, પરંતુ એ લેખ વાંચતાં મને જે બીજો વિચાર ફુર્યો છે તે પણ અહીં લખી દેવો ઠીક લાગે છે. ખરી રીતે મીનાક્ષી એ ત્રિગુણાત્મિકા પ્રકૃતિ છે. દુનિયાની સ્ત્રી પ્રકૃતિ ખ્રિસ્તની છે, જ્યારે લોકોત્તર પ્રકૃતિ ત્રિસ્તની છે. સાધારણ પુરુષ દ્વિચક્ષુ છે, જ્યારે લોકોત્તર પુરુષ-મહાદેવ-તૃતીય નેત્ર અર્થાતુ દિવ્યનેત્રધારી છે. મીનાક્ષી-મહાદેવની આખ્યાયિકામાં સાંખ્ય-યોગની કલ્પના ભાસે છે. મીનાક્ષી અર્થાતુ પ્રકૃતિ સર્વ ઉપર વિજય મેળવે, કેમ કે તે મૂળશક્તિ છે, પણ પરમ પુરુષને જીતી ન શકે; તેને તો તે અધીન જ બને, એ મર્મ મીનાક્ષીના વિશ્વવિજય અને છેવટે મહાદેવથી જિતાતાં તેને વરવામાં રહેલો છે. મહાદેવ તાંડવનૃત્ય કરે છે, એટલે કે પુરુષમાત્ર પ્રકૃતિરૂપ સ્ત્રીના સનિધાનમાં રોમાંચ અનુભવે છે. તેમાંથી જ સર્જન થાય છે. પરમપુરુષે સર્જન કરવું હોય તો પ્રકૃતિના સનિધાનમાં રોમાંચિત થયે જ છૂટકો અને તો જ સર્જન થાય. પૌરુષેય બળકૌશળ જોઈ સ્ત્રી-પ્રકૃતિ તેને વશ થાય. આ પરાજય અને સંવનન એ એક પ્રકારનો દામ્પત્યક્ષોભ છે. વિષ્ણુ મીનાક્ષી-મહાદેવનાં લગ્ન કરાવે છે, કેમ કે વિષ્ણુનું કાર્ય સૃષ્ટિ પેદા થયા પછી તેને નભાવવાનું–પાલન કરવાનું છે. લગ્ન ન થાય તો સૃષ્ટિ કેવી અને તે વિના પાલન કેવું? “વ્યક્તિપરિચયમાં કુલ આઠરેખાચિત્રો છે. કાકા કાલેલકર અને તુળજારામ ટોકર એ બે બાદ કરતાં બાકી બધાં સગત વ્યક્તિઓને લગતાં છે. તેમાંથી વેણીરામ મારવાડી, સન્મિત્ર કપૂરવિજયજી, શ્રીયુત કુંવરજીભાઈ અને શ્રીયુત વ્રજલાલ મેઘાણી Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ • પરિશીલન એ ચારના પરિચયમાં હું આવેલો. સન્મિત્ર કપૂરવિજયજીનો પરિચય ઠીક ઠીક થયેલો. કુંવરજીભાઈનો પરિચય પણ અનેક રીતે વધેલો. તેમની સાથે અને તેમને ત્યાં પણ રહેલો. કલાકોના કલાકો લગી તેમની સાથે અનેક વિષયોમાં રાતના બાર બાર વાગ્યા સુધી મીઠી ચર્ચાઓ ચાલતી. તેમનું કૌટુંબિક અને સામાજિક જીવન જોવાની તકો પણ સાંપડેલી. શ્રીયુત મેઘાણીના નિકટ પરિચયમાં આવવાનું અનેક રીતે બન્યું હતું. તેમના મકાનમાં અને પડોશમાં સૂવા, રહેવા અને જમવાની સગવડ હતી, એટલે તેમની સાથે ધર્મ, તત્ત્વજ્ઞાન, સામાજિક સેવા અને સુધારા, ધાર્મિક રૂઢિઓથી મુક્તિ આદિ અનેક વિષયો ઉપર અમારી ચર્ચા ચાલતી. આ પરિચયજન્ય સંસ્કારો રાખી તે તે વ્યક્તિનાં રેખાચિત્રો તપાસું છું તો તે વિશે એટલું જ કહેવું પ્રાપ્ત થાય છે કે લેખકે લખાણના રસ કે વેગમાં આવી જઈને પરિચયપાત્ર વ્યક્તિના અંગત સંબંધ કે વિશિષ્ટ મોહમાં લેશ પણ તણાયા વિના તે તે વ્યક્તિનું તાદશ ચિત્ર રજૂ કરેલ છે. . પોતાના પિતા વિશે એક જાગ્રત વિચારશીલ પુત્ર તટસ્થભાવે કાંઈ લખે ત્યારે એમાં કોઈને કશું જ ઉમેરવાનો અધિકાર હોઈ શકે જ નહિ, ભલે અંગત સ્મરણો ગમે તેટલાં હોય. તેમ છતાં એ રેખાચિત્રમાંની એક-બે બાબતો તરફ વાચકોનું લક્ષ જશે જ. પિતા-પુત્રની માત્ર જુદી જ નહિ, પણ કેટલેક અંશે વિરુદ્ધ એવી વિચાર-વર્તનસરણી અને તેમ છતાં એક બાજુ મોટું મન અને બીજી બાજુ વડીલો પ્રત્યે હાર્દિક બહુમાનની લાગણી. સાંકડું મન, અસહિષ્ણુતા અને ઉતાવળિયાપણું જેવાં તત્ત્વો અનેક કિસ્સાઓમાં પિતા-પુત્ર કે માતા-પુત્ર વચ્ચે મોટી દીવાલ ઊભી કરતાં હોય તે યુગમાં જો આવું પિતાપુત્રનું સૌમનસ્ય જોવા મળે તો એવા કુટુંબને હરકોઈ પુણ્યશાળી જ લેખશે. બીજી બાબત તે પિતાનો પુત્રમાં વિકસિતરૂપે સંક્રાન્ત થયેલો વારસો. મેઘાણીના પ્રથમ પ્રગટ થયેલ રેખાચિત્રે તે વખતે અથુપાત કરાવેલો. આટલાં વર્ષો પછી પણ એના વાચને હૃદયને ગદ્ગદ કરાવ્યું. એને હું રેખાચિત્રના આલેખનની સફળ કસોટી સમજું છું. એ રેખાચિત્રમાં સંસ્કારસંપન્ન એવા કરુણાપૂર્ણ મિત્રની વિદાયવ્યથા કરુણકાવ્યરૂપે વ્યક્ત થઈ છે, જે સહૃદય-નેત્રને ભીંજવ્યા વિના ભાગ્યે જ રહે. કાકાસાહેબ તો હવે કોઈથી અવિદિત નથી. એટલે જિજ્ઞાસુ વાચકો એવી અભિલાષા સેવશે કે એ જ ફળદ્રુપ લેખિનીથી કાકાસાહેબનું વિસ્તૃત રેખાચિત્ર આલેખાય. તુળજારામ ટોકરનું વ્યક્તિત્વ એક જુદી જ ભાત પાડે છે. એમાં ચોકસાઈ અને સાવધાની છે, પણ દૂધનો દાઝયો દહીં ફૂકે એ વૃત્તિ પણ એમાં દેખા દે છે, પરંતુ લેખકે બધા જ વિરોધી ભાવોને એવો ઉઠાવ આપ્યો છે કે એ વાંચવું ગમે અને કાંઈક શીખવાનું પણ મળે. “સમાજદર્શનમાં ૧૫ લેખો છે. પ્રતિષ્ઠાના મથાળા નીચે સટ્ટાવૃત્તિની સમાલોચના છે. ધૂતવૃત્તિ તે શું, કેવા સંજોગોમાં તે જન્મ લે છે અને વિકસે છે, તે Page #126 -------------------------------------------------------------------------- ________________ સમુલ્લાસ • ૧૧૭ કેવાં કેવાં રૂપો ધારણ કરે છે, તેનાં માઠાં પરિણામો ઇતિહાસે કેવાં નોંધ્યાં છે, સંતપુરુષોએ ઘૂતના ત્યાગને ધર્મમાં કેવું સ્થાન આપ્યું છે, સમાજ ઉપર ધૂતત્યાગની કેવી પ્રતિષ્ઠિત છાપ છે, અને છતાં નવનવરૂપે જુગારના વટવૃક્ષની વડવાઈઓ ફૂટતાં વર્તમાનયુગમાં સટ્ટાએ કેવું કરાળ-વિકરાળ રૂપ ધારણ કર્યું છે, વગેરે અનેક બાબતોનું ઠરેલ અને વિશદ વર્ણન એક અધ્યાપકની અદાથી તેમ જ સ્વસ્થતાની ખુમારીથી થયું હોય તેમ લાગે છે. વ્યાપાર અને સટ્ટાવૃત્તિની વચ્ચે શું સામ્ય-વૈષમ્ય છે, બંનેમાં કયાં તત્ત્વોનું મિશ્રણ છે, બંનેની સીમાઓ ક્યાં જુદી પડે છે અને છેવટે સટ્ટાની વ્યાખ્યા શી, વગેરે વિશે આટલું સુરેખ નિરૂપણ વ્યાપારક્ષેત્ર બહારના કોઈ પણ વિદ્વાન સુધ્ધાંને હાથ થવું શક્ય નથી. એ નિરૂપણમાં વ્યાપારી વર્તુળનો જાગતો અનુભવ, માનસિક ઉત્થાન-પતનનું નિરીક્ષણ સ્પષ્ટ તરી આવે છે. સટ્ટાવૃત્તિને રાજ્યના ટેકા ઉપરાંત ધર્મગુરુઓનો અને ત્યાગીવર્ગનો કેવો ટેકો છે, શ્રમ વિના થોડા જ વખતમાં ધનિક થઈ જવાની લાલસાને લીધે એ વૃત્તિએ શહેર અને ગામડાંને કેવી રીતે એકસરખા પ્રસ્યાં છે, અને વડીલોની સટ્ટાવૃત્તિ સંતતિ ઉપર કેવી કેવી અસર નિપજાવે છે એ બધું જાતે અનુભવાતું લેખમાં એવી સુસંગત રીતે અંકિત થયું છે કે તે વાચકના મનને વશ કરી લે છે. બીજો લેખ વર્ણસંકર વિશેનો છે. સામાન્યમાંથી વિશેષમાં અને વિશેષમાંથી સામાન્યમાં જવું એ કુશળ લેખકની કળા છે. વર્ણસંકરના સામાન્ય તત્ત્વમાંથી અહીં લેખક વિશેષમાં ઊતરે છે અને વિશેષ એટલે જે પોતાને અને પોતાના સમાજને અતિપરિચિત છે તે. તેથી લેખકે વૈયત્વ અને જૈનત્વ એ બંને છેડાનું ખરું સ્વરૂપ રજૂ કર્યું છે. વૈશ્યત્વ એ કુળ, સંસ્કાર અને જીવનની ધૂળ બાજુ છે; જૈનત્વ એ સમજણ અને સપુરુષાર્થની સૂક્ષ્મ અંતર બાજુ છે. એ બંનેનો ચિતાર લેખકે પોતાને સુપરિચિત એવી સરખામણીની પદ્ધતિએ કરાવ્યો છે અને એ બંને સામસામા છેડાનું હાનિકારક સાંકર્ય લાભમાં કેમ પરિણમે એ દષ્ટિએ નિરૂપણ કર્યું છે. યપ શુદ્ધ સોવિક્રમ: કંચન અને ઓલિવર નિમિત્તે લખાયેલો આ લેખ સમાજ, ધર્મ, કેળવણી અને માનસશાસ્ત્ર જેવાં અનેક તત્ત્વોને સ્પર્શે છે. એની શૈલી એક ખળખળ વહેતા ઝરાની પેઠે સરેરાટ ચાલી જાય છે. લોકમર્યાદાનું અનુસરણ અને સત્યનું અનુસરણ એ છે ક્યાં સુધી સાથે ચાલી શકે અને ક્યાંથી જુદાં પડે, તેમ જ એકમેક સામે વિરુદ્ધ બની મોરચો ઊભો કરે તે પ્રશ્ન માત્ર સામાજિક નથી; ધાર્મિક, આર્થિક અને આધ્યાત્મિક પણ છે, પણ આવી અથડામણોમાંથી જ સત્યલક્ષી માનસ ફૂટી નીકળે છે ને સમાજ કાયાપલટ કરે છે. આ વસ્તુ પ્રસ્તુત લેખ યોગ્ય રીતે દર્શાવી આપે છે. એ ભવભૂતિના વાકય – व्यतिषजति पदार्थानान्तरः कोऽपि हेतुः । न खलु बहिरुपाधीन्प्रीतयः संश्रयन्ते ॥ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ - પરિશીલન સાથે યુવક-માનસનું વિજાતીય પરસ્પર આકર્ષણ જે રીતે પૃ. ૨૬) આલેખાયું છે તે એક ગદ્યકાવ્ય બની રહે છે. • સામાજિક એકતા અને વ્યક્તિ સ્વાતંત્ર્યની મર્યાદાઓ એ વિષય ચર્ચતાં વિકસિત અને જાગ્રત સમાજમાં સૌ કોઈ વ્યક્તિ એક જ વિચાર તથા આચારની હોય તે શક્ય નથી અને શક્ય હોય તો પણ પ્રગતિની દૃષ્ટિએ ઇષ્ટ નથી, એમ પ્રતિપાદન કરીને સરમુખત્યારશાહી ઇટાલી, જર્મની યા રશિયામાંનું એકતાસૂચક તંત્ર કેવું પોલું અને ભયપ્રેરિત હતું યા છે તેનું ચિત્ર લેખકે યથાવત્ દોર્યું છે. ઘણી વાર નાતજાતની કટ્ટર દેખાતી એકતામાં વિરોધી બળો અંદરખાનેથી કામ કરતાં હોય છે ને વખત આવતાં તે ફૂટી નીકળે છે. એકતા અને વ્યક્તિસ્વાતંત્ર એ બે વચ્ચે વિરોધ કેમ છે, બંનેનો ઉદ્દેશ સામાજિક પ્રગતિ હોવા છતાં બંને અરસપરસ કેમ અથડાય છે તેનું વિશ્લેષણ તાદશ છે અને એ બંને તત્ત્વો કેવી રીતે મર્યાદા સ્વીકારે તો સાથે રહી શકે અને પ્રગતિસાધક બની શકે એ સરસ રીતે દર્શાવ્યું છે. પક્ષ-પ્રતિપક્ષ કેમ બંધાય છે, કેમ પોષાય છે ને પરસ્પર ઘાતક કેમ બને છે, તેનું વિશ્લેષણ એ નયવાદનું વિશ્લેષણ છે. ‘ચોચપક્ષપ્રતિપક્ષમાવત્' એ આચાર્ય હેમચંદ્રની ઉક્તિનું લેખકે ભાષ્ય કર્યું છે. વર્તન કરતાં પણ વાણીનો ઘા માણસને વધારે આકરો લાગે છે. આપણી વાણીમાં સત્ય જોઈએ. પણ સાથોસાથ બને તેટલી મૃદુતા અને નમ્રતા જોઈએ.–લેખકની આ ઉક્તિ તેમના પોતામાં જ મૂર્ત થયેલી પરિચિતો જાણે છે. પૃ. ૩૪થી એકથી છ સુધી જે મુદ્દા ચર્ચા છે ને નિયમો દર્શાવ્યા છે તે ઓછી સમજણ ને સાભિમાન વલણ તેમ જ વધારે સમજણ ને નિરભિમાન વલણ એ બે વૃત્તિઓનો ખુલાસો છે. અહીં વૈયક્તિક અને સામૂહિક માનસનું એક એવું વિશ્લેષણ છે કે જે નયવાદ અને અનેકાંતદષ્ટિનું સ્પષ્ટીકરણ કરે છે. જે વાત અત્યાર લગી તત્ત્વજ્ઞાન અને ધર્મમાં ચર્ચાતી આવી છે તેને સમાજ પરત્વે પણ લાગુ કરાયેલી હોઈ જીવંત બની છે. જૈન ધર્મમાં સ્ત્રીઓને સ્થાન : પાંત્રીસ વર્ષ પહેલાં લખાયેલ આ લેખમાં પણ તુલનાનું તત્ત્વ આકર્ષક છે અને દષ્ટિબિન્દુ ચોખ્ખું રજૂ થાય છે. જૈન દર્શનની તાત્ત્વિક માન્યતા બરાબર રજૂ થઈ છે. કથાસાહિત્ય ઉપરથી અને સમાજમાં વર્તતી ભાવના ઉપરથી તેમ જ કેટલાક સતી વિશેના જૈન ખ્યાલોથી જૈન દૃષ્ટિબિન્દુનું મૂલ્યાંકન હિંદુદૃષ્ટિ કરતાં ચડિયાતું લાગે છે. તેમ છતાં લેખકે એ જૈનદૃષ્ટિથી વ્યવહારમાં શ્રુત થયેલ જૈન સમાજનું ચિત્ર દોર્યું છે. દર્શન અને ધર્મની ભાવનાથી સમાજ જુદી રીતે વર્તે ત્યારે તેના ઉપર અન્ય બળોનો પ્રભાવ હોય જ છે. જૈન સમાજ ઉપર પણ વૈદિક અને સ્માર્ત સમાજનાં બળોનો પ્રભાવ બહુ છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ સમુલ્લાસ • ૧૧૯ દિક્ષાનો કૂટપ્રશ્ન: સાધુવંદ વિશે નિર્માલ્ય અને બુદ્ધિજડ જેવાં વિશેષણો વાંચીને કેટલાકને ક્ષોભ થાય, પણ એવા જ ભાઈઓ જો બરાબર નિરીક્ષણ કરશે તો એ કથન સત્ય લાગવાનું. વળી દીક્ષા એ ધાર્મિક-આધ્યાત્મિક હોવા ઉપરાંત સામાજિક પણ છે. એટલે એની સાથે સામાજિક હિતાહિતનો સવાલ વિચાર્યા વિના ન ચાલે, છેવટે તો દીક્ષિત સમાજાશ્રિત જ છે. સમાજના પડઘા નબળા દીક્ષિત ઉપર પડે છે અને સબળ દીક્ષિત સમાજને ચડાવે પણ છે. તેથી લેખકનું આ દષ્ટિબિંદુ દીક્ષાના પ્રસંગમાં વિચારવા જેવું છે. આ પછીના સાતમા અને આઠમા નંબરવાળા બંને લેખો (“બાળદીક્ષા' અને હજી પણ અયોગ્ય દીક્ષા') દીક્ષાને લગતા જ છે. બાળદીક્ષા અને અયોગ્ય દીક્ષા આપવાને કારણે પોતાની થયેલી અને થતી ફજેતી સામે આંખમીંચામણાં કરવા ન ઇચ્છનાર અને ખુલ્લા મને સત્ય વિશે વિચાર કરવા ઇચ્છનાર સાધુવર્ગ તેમ જ ઉપાસકવર્ગને આ લેખમાં ઘણું સત્ય અને શિવ જણાશે. ૯થી ૧૪ સુધીના છ લેખો જુદી જુદી રીતે પણ જૈન સમાજની સ્પૃશ્યાસ્પૃશ્યતાની ભાવનાને જ સ્પર્શે છે, અને તે ભાવનાથી નીપજતાં અનિષ્ટ પરિણામો તરફ સમાજને સાવધાન કરે છે, ને સાથે જૈન દર્શન તેમ જ ધર્મની યથાર્થ ભૂમિકાનું નિરૂપણ કરે છે, દેવદ્રવ્યનો ઉપયોગ આ લેખમાં દેવદ્રવ્યના પ્રશ્નને સ્પર્શતો અનેક દૃષ્ટિએ વિચાર રજૂ થયો છે, જે બધા જ સમજદારને માટે એકસરખો ઉપયોગી છે, દેવદ્રવ્યનો પ્રશ્ન અત્યાર લગીમાં એટલો બધો વધારે ને વિવિધ રીતે ચર્ચાયો છે કે તે બાબત આ લેખ વાંચી જવાની ભલામણ કરવા ઉપરાંત કાંઈ વિશેષ, કહેવાપણું રહેતું નથી. હા, લેખકના સર્વકલ્યાણાકાંક્ષી પણ કકળતા હૃદયમાંથી એક વેધક ઉક્તિ સરી પડી છે. આ રહી તે ઉક્તિ: “પણ અમારી કોઈ પણ ધાર્મિક સંસ્થાઓ સંબંધમાં આપણી સરકારે કશો જ કાયદો ન કરવો અને કોઈ કાયદો કરવામાં આવશે તો તેનો અમે પૂરી તાકાતથી સામનો કરીશું, એમ બોલવું અને વર્તવું તે આવેલી આઝાદીના ગર્ભમાં રહેલી સામાજિક ઉત્ક્રાંતિની કસુવાવડ નોતરવા બરાબર છે.' તત્ત્વચર્ચા વિભાગમાં ચાર લેખો છે. તેમાં મહત્ત્વાકાંક્ષા નામના લેખમાં તેનું તાત્ત્વિક અને વ્યાવહારિક સ્વરૂપ ચર્ચાયું છે. જ્યાં લગી આધ્યાત્મિક શુદ્ધિ હોય ત્યાં લગી મહત્ત્વાકાંક્ષા જુદી અને શુદ્ધિ ઘટતાં કે વિકૃત થતાં મહત્ત્વાકાંક્ષા બદલાઈ રાક્ષસી રૂપ ધારણ કરવાની. સમાજ અને દેશમાં આ બંને ક્રિયાઓ દેખાય છે. તેનું તત્ત્વ લેખકે નિરૂપ્યું છે. અહિંસાની અધૂરી સમજણવાળા બીજા લેખમાં અહિંસાનું તાત્ત્વિક સ્વરૂપ રજૂ કરવામાં આવ્યું છે. એની ખોટી સમજણને લીધે એના પ્રત્યે સેવાતી નફરત અને એની અનુપયોગિતાની શંકા એ બંનેને આ લેખ નિવારે છે. ગાંધીજીના વિચાર અને Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦૦ પરિશીલન આચારે જે વસ્તુનું સ્પષ્ટીકરણ કર્યું છે તે જ અહિંસાના સિદ્ધાંતનું આ લેખ સજીવ ભાષ્ય બની રહે છે. લેખક જન્મે સામ્પ્રદાયિક અહિંસાવાદી હોવા છતાં એનું તત્ત્વ એમને ગાંધીજીના દાખલા વિના આવું સ્પષ્ટ થયું ન જ હોત. જૈન સમાજ અને સાધુઓની જે સમીક્ષા કરી છે તે તો માત્ર પરિચિત કથા જ છે, પણ ખરી રીતે બૌદ્ધ, વૈદિક આદિ બધી જ ધર્મસંસ્થાઓ વિકૃત અહિંસાના રોગથી જ ગ્રસ્ત છે. ચરણસ્પર્શ ચરણસ્પર્શ અને વંદનવિધિ – એ પ્રકારો જે દેશકાળમાં અસ્તિત્વમાં આવ્યા તે જ સાવ બદલાઈ ગયા છે. ગુરુને માત્ર વેશથી ઓળખી વંદન કરો તો નગુણા અને ઘણી વાર દુષ્ટ એવા નામધારીઓ પણ વંદાય છે; જ્યારે કેટલીક વાર તે તે ગુણમાં અસાધારણ એવા પંથવેશ વિનાના પુરુષોને સંપ્રદાય વિધિએ નમતો માણસ સંપ્રદાય દ્વારા નિંદાય પણ છે કે શું એવા સંસારીઓને તમે વંદન કરો છો ? એટલે આ વિવિધ સ્વરૂપી વિશ્વમાં બુદ્ધિથી ગુણ પારખી તેની યોગ્ય પ્રતિપત્તિ કરવી એટલું જ બસ છે. જૈન ગૃહસ્થ બૌદ્ધ કે બીજા ગૃહસ્થ સંન્યાસીઓને જેન વિધિ અનુસાર વંદે તો જેનો એને નાસ્તિક કહેવાના. ખુદ જૈન ફિરકામાં પણ એક ફિરકાના સાધુને બીજા ફિરકાનો ગૃહસ્થ નહિ વંદે કે નહિ નમે. આ રીતે ચરણસ્પર્શ અને વંદન આદિ પ્રકારો યોગ્યતાની કદર કરતાં રોકે છે અને એકબીજા વચ્ચે માનની દીવાલો ઊભી કરે છે. તેથી પ્રસ્તુત લેખ બહુ સમયોચિત છે. આ વિભાગના ચોથા લેખમાં નૈતિક અપકર્ષનું પરિણામ શું હોય અને શું ન હોય એની જે ચર્ચા છે તે વિજ્ઞાનસંમત અને શાસ્ત્રસંમત પણ છે. ઘણી વાર માણસને સાવધ કરવા કોઈ અનિષ્ટ ઘટના તેના દોષને કારણે બની એમ કહી તેને ઉપદેશ કરવામાં આવે છે, પણ તેથી એ બંને વચ્ચે કાર્યકારણભાવ ફલિત નથી થતો. ભૌતિક દુર્ઘટના સ્વકારણે બને, પણ એનાથી ઉપજાવાતો ભય એ કદાચ નૈતિક વલણમાં ઉપયોગી થાય ખરો. ‘ત્યાં ખવીસ થાય છે.' એવો ભય ઉપજાવી છોકરાને અમુક રસ્તે જતાં રોકીએ ને કાંઈક લાભ થાય તો એનું કારણ ખવીસ નહિ, પણ તજ્જન્ય ભય છે; આસક્તિ ટાળવા અનિત્યત્વની અને અશુચિત્વની ભાવના સેવીએ તો એનો અર્થ એ નહિ કે અનિત્યત્વ અને અશુચિત્વ એ અનાસક્તિનું કારણ છે. અનિત્યત્વ અને અશુચિત્વ હોવા છતાં, અને એની જાણ હોવા છતાં, ઘણી વાર આસક્તિ થાય છે. તેથી પ્રસ્તુત લેખ કાર્યકારણભાવની ભ્રાન્ત કલ્પના નિવારી તેનું સાચું પાસું રજૂ કરે છે. પ્રકૃતિ ત્રિલોકિમંડપમાં ત્રિગુણાત્મક રાસ રમ્યા જ કરે છે. સમુદ્ર-પર્વત, સૂર્યચંદ્ર, ગ્રહ-નક્ષત્રોના અલંકાર ધારણ કરી વિધવિધ લતા-કુંજ, વનરાજિ અને કુસુમકલિકાની વેશભૂષાથી વિભૂષિત થઈ એ નટી કાળપટ ઉપર નિયમિતપણે ફરતા ઋતુચક્ર દ્વારા સૌમ્ય અને રુદ્ર, કોમળ અને પ્રચંડ નૃત્ય કરતી જ રહે છે. પક્ષીઓના Page #130 -------------------------------------------------------------------------- ________________ સમુલ્લાસ ૦ ૧૨૧ કલ૨વ અને કૂજન દ્વારા, પશુઓના આરાવ અને વિરાવ દ્વારા તેમજ મનુષ્યોના આલાપસંલાપ અને વિલાપ દ્વારા એ નટી રસવાહી સંગીત રેલાવતી જ રહે છે. છતાં એની લીલામાં સદા વિલસતા લાવણ્યનું પાન કરે એવી કળા-ઇન્દ્રિય ધરાવનાર તો વિરલા જ હોય છે. એ લીલાને તટસ્થપણે પેખનાર, પરમ પુરુષની શિવમૂર્તિનું સંવેદન ક૨ના૨ તો એથીયે બહુ ઓછા હોય છે, પણ વિરલ ક્ષણોમાં થયેલ સૌદર્યની ઝાંખી અને એ મંગળમૂર્તિનું સંવેદન જ્યારે આવી કોઈ વ્યક્તિ વૈખરી વાણીમાં વ્યક્ત કરે છે ત્યારે એ સત્ય, શિવ અને સુંદર બની રહે છે. પ્રસ્તુત લેખસંગ્રહના નાના ક્લેવ૨માં એવી જ કોઈ વાણીનો પિરચય-ભવ્ય સંવેદનનું દર્શન-મારી પેઠે વાચકોને પણ અલ્પાધિક અંશે થશે જ.* * શ્રી ૫૨માનંદ કુંવરજી કાપડિયાના પુસ્તક “સત્યં શિવં સુંદરમ્'નું પુરોવચન. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૫. ખરો કેળવણીકાર મહાભારતમાં અને બુદ્ધના ઉપદેશમાં સાચા બ્રાહ્મણત્વને લગતી બોધપ્રદ ચર્ચા છે. એમાં કુળ, રૂપ, શ્રત, શીલ અને પ્રજ્ઞા એ પાંચ લક્ષણોને સાચા બ્રાહ્મણનાં લક્ષણ તરીકે વર્ણવ્યાં છે ખરાં, પણ તેમાં શ્રત, શીલ અને પ્રજ્ઞાનું સ્થાન મુખ્ય છે; પ્રથમનાં બે લક્ષણ ન હોય તોય પાછળનાં લક્ષણો સાચા બ્રાહ્મણને ઓળખવા પૂરતાં છે. શ્રુત, શીલ અને પ્રજ્ઞામાં પણ શીલ અને પ્રજ્ઞાનું સ્થાન મુખ્ય છે. પ્રાચીન કાળમાં સાચા બ્રાહ્મણને ઓળખવા માટે જે કસોટી ઋષિઓએ નક્કી કરેલી તે જ કસોટી વર્તમાન યુગમાં ખરા કેળવણીકારને ઓળખવા માટે કામની છે. બીજી રીતે કહીએ તો એમ કહી શકાય કે સાચો બ્રાહ્મણ અને ખરો કેળવણીકાર એ બે પદો યુગભેદનાં સૂચકમાત્ર છે; બંનેનું તાત્પર્ય કે હાર્દ તો એક જ છે. કેળવણીનું ક્ષેત્ર વિશાળ છે. એની વિવિધતા પણ નાનીસૂની નથીતેથી એ ક્ષેત્રમાં કામ કરનાર કે એને વરેલા એવા કેળવણીકારો પણ અનેક અને અનેકવિધ હોવાના જ. યુગભેદે પણ એનું બાહ્ય સ્વરૂપ કાંઈક ને કાંઈક જુદું પડવાનું. એટલે કેળવણીકારોમાં પણ તારતમ્ય હોય જ. તળાવ, ટાંકું અને કુદરતી ફૂટતું ઝરણું એ ત્રણે પાણીનાં સ્થાન ખરાં, પણ તેમાં અંતર છે. તળાવમાં પાણીનો જથ્થો વધારે હોય તે ખરું, પણ તેનો આધાર બહારની આવક ઉપર છે; ટાંકામાં જળસંગ્રહ હોય તે પણ બહારના ભરણા ઉપર અવલંબિત છે; જ્યારે કુદરતી રીતે તે ફૂટતા અને વહેતા ઝરણાની વાત સાવ જુદી. એ ઝરણું નાનુંમોટું કે વેગીલું અગર મંદ હોઈ શકે, પણ તેની ધારા અવિચ્છિન્ન વહેવાની અને તેમાં નવું નવું પાણી આવે જ જવાનું. માત્ર બહારની આવક ઉપર એનો આધાર નથી. એનો આધાર પેટાળની શક્તિ ઉપર છે – એવા જ અખંડ ઝરણાને શાસ્ત્રોમાં શિરોદક તરીકે ઓળખાવેલ છે – ચાલુ ભાષામાં જેને આપણે સેર, સરવાણી કે નવાણ કહીએ છીએ. કેળવણીકારોના પણ કાંઈક આવા પ્રકારો છે. કેટલાક કેળવણીકારો સરોવર જેવા હોય, વળી કોઈ કોઈ ટાંકા જેવા પણ હોય, પરંતુ એમનો જ્ઞાનસંગ્રહ અને કેળવણીગત વિચારો મોટે ભાગે વાચનની વિશાળતા અને બહિર્લક્ષી અનુકરણને આભારી હોય છે. તેથી જ એવા કેળવણીકારો વાચન, વિચાર અને કલ્પનાથી સમૃદ્ધ હોય તોય આગવી અંદરની જોઈતી સૂઝને અભાવે કાં તો ચાલેલે ચીલે ચાલે Page #132 -------------------------------------------------------------------------- ________________ ખરો કેળવણીકાર • ૧૨૩ છે, અને બહુ તો બીજાનું જોઈ જોઈ કેટલોક ઉપરનો ફેરફાર કરે છે. એવા કેળવણીકારોમાં ધરમૂળથી ફેરફાર કરવાની સૂઝ ભાગ્યે જ હોય છે અને કાંઈક હોય તોય તેઓ એક કે બીજે કારણે કેળવણીના ખોખામાં, એની પદ્ધતિમાં અને એના સ્વરૂપમાં મૌલિક ફેરફાર કરવાની હિંમત ભાગ્યે જ દાખવી શકે છે. તેથી જ આપણે જોઈએ છીએ કે મોટા મનાતા કેટલાય કેળવણીકારો ચાલુ પદ્ધતિની ટીકા પોતે જ કરતા. હોય છે અને કેળવણીખાતાના કેટલાય અગ્રણીઓ ચાલુ પદ્ધતિની ત્રુટિઓ વર્ણવે છે, છતાં તેમાંનો કોઈ નવો માર્ગ શોધતો કે સ્થાપતો નથી. અને એ જ આડંબરી, ખર્ચાળ, તોતિંગ તંત્રોની ગુલામી ચાલુ રહે છે ! સાચા કેળવણીકારનું કાઠું જુદું જ હોય છે. તેને જ્યારે અને જે ક્ષણે પોતાના તંત્રમાં ખામી અને એબ દેખાય ત્યારે અને તે જ ક્ષણે એ અકળાઈ ઊઠે છે અને તેમાંથી કોઈક ને કોઈક નવો માર્ગ શોધ્યા વિના એ જંપતો જ નથી. એવો કેળવણીકાર કોઈ એક જ ચીલાનો કે એક જ પ્રકારના અનુકરણનો અવિચારી દાસ રહી શકતો નથી. તેની સ્વાભાવિક પ્રજ્ઞા અને સહજ સૂઝ એને વધારે અને વધારે લોકહિતાવહ કેળવણીની દિશા શોધવા, એના અખતરા કરવા અને એમાં આવી પડતાં બધાં જ જોખમો સામે ટટ્ટાર ઊભવાની પ્રેરણા આપ્યા જ કરે છે. આવો જે કોઈ કેળવણીકાર હોય તેને સાચા કેળવણીકાર તરીકે ઓળખીએ એ આવશ્યક છે. અને એ જે નવા ચીલાઓ પાડે તે લાંબા વખત લગી બહુ ઉપયોગી પણ રહે છે. આ સ્થળે વયોવૃદ્ધ અને વિદ્યાવૃદ્ધ પ્રા. બ. ક. ઠા.ના પંચોતેરમે' નામના વ્યાખ્યાનસંગ્રહમાંથી થોડીક અતિમહત્ત્વની પંક્તિઓ ઉતારું છું, જે મારા વક્તવ્યનું સ્પષ્ટ ભાષ્ય બની રહે છે. પેઢી ઉપર પેઢી, ન જાને કેટકેટલી, જૂની ઘરેડોને વળગી રહેવામાં શ્રેયસ્સર્વસ્વ માને-મનાવે છે, જન્મે છે, નવી પેઢીને ઉછેરે છે, નથી ઉછેરતી ને પોતે મરી જાય છે, જન્મે છે ને મરે છે, પરંતુ એમાં કોઈ કોઈ બુદ્ધિપ્રધાન જીવ પોતાની બંડખોર વિચારણામાં શ્રદ્ધાએ કૂદી પરંપરાપૂત ઘરેડમાંથી નીકળી જાય છે, અવર્ણનીય દુઃખો અને કો વેઠતો વેઠતો પણ નવી કેડી પાડે છે, અને તેની પાછળ આવતા જનોને પગલે પગલે એવી નવી કેડીની પણ પરંપરા બંધાય છે, અને મોટી ઘરેડ બની રહે છે. બુદ્ધિપ્રધાન બંડખોરો આવી અવનવી ઘરેડો ઉપજાવતા જાય છે. તેનું નામ જ માનવી કારવાનનો પ્રગતિપંથ. જો ઉપરની વિચારસરણીમાં તથ્થાંશ હોય તો ખરા કેળવણીકારની કોટિમાં કોને કોને મૂકવા, વળી એ ગણતરીમાં નાનાભાઈનું કાંઈ સ્થાન ખરું કે નહિ તેનો નિર્ણય કેળવણીકારો અને સ્વતંત્ર વિચારકો પોતે જ કરે. ઘડતર અને ચણતરના મથાળાથી ક્રમે ક્રમે પ્રસિદ્ધ થતી લેખમાળા જોકે તે જ વખતે મેં રસપૂર્વક સાંભળેલી, પણ આ વખતના જ તેના સળંગ શ્રવણે અને તે ઉપર વિચાર કરવાની મળેલી તકે મને અનેક રીતે ઊંડાણથી વિચાર કરતો કરી મૂક્યો, Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ • પરિશીલન પણ અહીં તો હું બને તેટલું ટૂંકાવીને જ સૂચના પૂરતું લખવા ધારું છું. “ઘડતર અને ચણતરનું લખાણ એ અનુભવસિદ્ધ સાચી વાણી છે. તે લેખકમાં આવિર્ભાવ પામેલ શ્રત, શીલ અને પ્રજ્ઞાના વિકાસનું સળંગ અને સુરેખ ચિત્ર રજૂ કરે છે. એમાં આનુવંશિક સંસ્કાર કેટલો ભાગ ભજવ્યો છે, કેટલો સ્વપ્રયત્ન, કેટલો સત્સહવાસે અને કેટલો ધાર્મિકતાએ, એ બધું જોવા મળે છે. જો આ લખાણમાં નાનાભાઈએ પિતૃવંશ અને માતૃવંશનું આવશ્યક રેખાદર્શન કરાવ્યું ન હોત; જો જ્ઞાતિજનો, ગોઠિયાઓ અને પ્રથમ પત્ની શિવબાઈ વિશે લખ્યું છે તેટલું ઓછામાં ઓછું પણ ન લખ્યું હોત, તો વાચક નાનાભાઈના ઘડતર અને ચણતરની પાયાની અને મહત્ત્વની વાતો જ જાણી ન શકત. એટલું જ નહિ, પણ જીવનવિકાસમાં આનુવંશિક સંસ્કાર કેવી રીતે અજ્ઞાતપણે ઊતરી આવે છે તેની ઝાંખી થઈ ન શકત. એ કુળ અને કુટુંબકથામાં ધ્યાન ખેંચે એવાં કેટલાંક પાત્રો આ રહ્યાં. ભાવનગરના મહારાજે વગરમાગ્યે ખેતરપાદરનું દાનપત્ર કરી આપ્યું ત્યારે તેનો અસ્વીકાર કરતાં તમારે મારાં છોકરાંને બ્રાહ્મણ રહેવા દેવા નથી ના ? મારે ખેતર શાં ને પાદર શાં? તમે મને વટલાવવા માગો છો ?” આવા ઉદ્ગારો કાઢનાર ત્રિકમબાપા ગગા ઓઝાએ દક્ષિણામાં રેશમી કોરનું આપેલ ધોતિયું એ જ વેપારીને ત્યાં પાછું વેચી પચીસ રૂપિયા લાવનાર, પણ તરત જ ધોતિયું વેચી પૈસા ઉપજાવવાના લોભની ઝાંખી થવાથી તરતમાં પોતાનું મૃત્યુ કળનાર છોટાભટ્ટ; ખોઈમાં બાળકને લઈ ઘાસ કાપવા જતી માતા આદિ; મિત્રો-કુમિત્રો તરફના બહિર્મુખપણાથી આર્યનારીને શોભે એવા કાન્તાસંમિત ઉપદેશથી પતિને ગૃહાભિમુખ કરનાર પ્રથમ પત્ની શિવબાઈ; અને પછેગામનું પેડલીવાળું પ્રશ્નોરામંડળ ઈત્યાદિ. અગ્નિ-ઉપાસના નિમિત્તે મળતા સાલિયાણા માટે થતી કુટુંબની તાણા-તાણી અને સાલિયાણું બંધ પડતાં ઉપાસના પણ બંધ. એ પ્રસંગને ઉદ્દેશી નાનાભાઈએ જે ઉગારો કાઢેલા, તેમ જ કેટલાક ચમત્કાર પ્રસંગે તેમાં ઢોંગ જણાતાં તેની સામે થવાની જે મક્કમતા દાખવેલી, એ બધું તેમની ભાત ઉપર પ્રકાશ નાખે છે (વાંચો પ્રકરણ બીજી. એ બધું જેટલું રોચક છે. તેથીય વધારે બોધપ્રદ છે. નાનાભાઈનાં મહાભારતનાં તેમ જ રામાયણનાં પાત્રો નાનામોટા વાચકવર્ગમાં આદર પામ્યાં છે, તે જાણીતું છે. તેમનું લોકભાગવત અને લોકભારત પણ તેટલાં જ લોકાદર પામ્યાં છે. આ ફાલનાં બીજો તેમના પોગામની પેડલીના સહવાસથી વવાયાં છે અને અંજારિયા માસ્તરે લગાડેલ સંસ્કૃતના શોખથી તેમ જ તેના વિશિષ્ટ અધ્યયનથી તે પાંગર્યા છે. વામમાર્ગી અને ભવ્ય એવા અશ્રુતસ્વામીના સમાધિમરણનાં દર્શનને લીધે નાની ઉંમરમાં જે ધર્મવલણ બંધાયું તેણે નાનાભાઈના આખા જીવનમાં સક્રિય કામ કર્યું લાગે છે. નાનાભાઈમાં મૃતયોગ શરૂ તો થયો છે છેક બાલ્યકાળથી, પણ Page #134 -------------------------------------------------------------------------- ________________ ખરો કેળવણીકાર • ૧૨૫ હાઈસ્કૂલના ઉપરના વર્ગોમાં તેની કળા ખીલતી દેખાય છે, તે કરતાં પણ તેનો વધારે પ્રકર્ષ તો કોલેજકાળ દરમિયાન સધાય છે. આર્થિક સંકડામણ, કૌટુમ્બિક જવાબદારીઓ અને મુંબઈની મોહકતા એ બધાં વચ્ચે જે સાદગી, જે જાતમહેનત અને જે કાળજીથી એમણે અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યની સાધના કરી છે અને તંગીમાં પણ જે ઉચ્ચ કક્ષાનાં સુરુચિ અને બોધવર્ધક નાટકો જોવામાં રસ કેળવ્યો છે, તે એનો પુરાવો છે. આ તો અભ્યાસકાળના કૃતયોગની વાત થઈ, પણ તેમણે કાર્યકાળ અને અધ્યાપનકાળમાં જે અનેક રીતે શ્રતયોગની સાધના કરી છે તે તેમનાં લખાણોમાં, બોલચાલમાં અને પ્રત્યેક વ્યવહારમાં બારીકીથી જોનારને તરત જણાઈ આવે તેમ છે. નાનાભાઈનું કાઠું જ શીલથી સહજ રીતે ઘડાયું હોય તેમ લાગે છે. છેક નાની ઉંમરમાં કરેલ ઘડિયાળની ચોરીને વગરસંકોચે કબૂલવી અને કડવું વેણ ન કહેતાં કટોકટી પ્રસંગે જાતે ખમી ખાવું એ શીલધર્મનો પાયો છે. આર્થિક તંગી વખતે અને કુટુંબીજનોના દબાણ વચ્ચે પણ જ્યારે સાચાં પ્રલોભનોને જતાં કરવાનો વારો આવે છે, ત્યારે નાનાભાઈ ત્રિકમબાપાના અસંગ્રધ્વતને જાણે નવું રૂપ ન આપતા હોય તેમ વર્તે છે. કર્તવ્ય પ્રત્યેની મક્કમતા અને આંતરનિરીક્ષણની પ્રધાનતા એ “ઘડતર અને ચણતરના પદેપદે નજરે પડે છે. પોતાના અતિશ્રદ્ધેય ગુરુવર્ય શ્રીમતુ નથુરામશર્માને તેમની ઇચ્છા મુજબ મુખ્ય આસન ન દેવાનો પોતાનો સમયોચિત નિર્ધાર જ્યારે ભક્તહૃદય નાનાભાઈએ નભાવ્યો હશે ત્યારે તેમના ચિત્તમાં મક્કમતાનો પારો કેટલો ચડ્યો હશે તે આજે આપણે કેવી રીતે કલ્પી શકીએ ? ફરી લગ્ન કરવાના કૌટુંબિક આગ્રહને વશ થયા પછી જ્યારે નાનાભાઈ પોતાનું આત્મનિરીક્ષણ ખુલ્લા મનથી કરે છે ત્યારે એમ લાગે છે કે તેમને છુપાવવાનું કશું નથી. અને એ એમનું આત્મનિરીક્ષણ આજે બીજાના આગ્રહને કારણે જ લગ્ન કર્યાની વાત કરનાર અને બડાશ હાંકનાર કેટલાયના આંતરમનનું પ્રતિબિંબ પાડતું હોય તેમ લાગે છે. નાનાભાઈના પૂર્ણ ઋતયોગ અને શીલનો પૂરો આવિર્ભાવ દક્ષિણામૂર્તિની સ્થાપનાના સમયથી સ્પષ્ટપણે દેખા દે છે. વિદ્યાર્થીને તાલીમ આપવી હોય તે કરતાં પોતાના જીવનને તાલીમ આપવા સંસ્થા કાઢી છે એવી પ્રતીતિ મને આજે પણ છે.” તેમનું આ કથન તેમના આખા જીવનની ચાવીરૂપ છે, એમ તેમને ઓળખનાર કોઈ પણ કહી શકશે. તેમણે એવા મતલબનું પણ કહ્યું છે કે કુટુંબકંકાસ અને બીજી અથડામણીઓએ મને અહિંસાની ભૂમિકા પૂરી પાડી છે. આ વસ્તુ તેમનું જીવન સમજવા માટે અગત્યની છે. નાનાભાઈની પ્રજ્ઞાનો કહો, કે પ્રાચીન સાંખ્યભાષા વાપરીને કહીએ તો વિવેકખ્યાતિનો કહો, ઉત્કર્ષ પોતાના પરમ શ્રદ્ધેય ગુરુવર્યની બાહ્ય-આંતર ચારિત્રની સ્પષ્ટ, પણ વિનમ્ર સમાલોચના કરતી વખતે દેખાય છે. શ્રદ્ધા અને શ્રદ્ધામૂલક ધર્મસંસ્કાર એ જીવનમાં મોટી ગ્રંથિ છે, જેને બુદ્ધદષ્ટિ' કહે છે. નવું સત્ય સૂઝતાં નિર્ભયપણે અને Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ • પરિશીલન નિખાલસ મને એ ગ્રંથિનો ભેદ કરવો કે તેમાં સંશોધન કરી સમ્યગ્દષ્ટિને વરવું એમાં જ સાચી આધ્યાત્મિકતાનો પાયો છે. નાનાભાઈમાં એનું બીજ તો હતું જ, પણ જ્યારે ગાંધીજીનો સંપર્ક થતાંવેંત દૃષ્ટિનો સ્પષ્ટ ઉન્મેષ થયો ત્યારે લાંબા કાળના અનેક મિત્રો સાથે સેવેલાં સ્વપ્નો અને તે ઉપર રચાયેલી ક્રિયાકાંડી પરંપરાઓ તેમણે, સાપ કાંચળી છોડે તેમ, છોડી દીધી અને વિવેકપૂત નવી જીવનધર્મની પરંપરાઓ દક્ષિણામૂર્તિમાં શરૂ કરી. અસ્પૃશ્યતાનું અનાદિ ભૂત કે તે વિશેની સવર્ણપોષિત અનાદિ અવિદ્યા એને જીવનના પ્રત્યેક ખૂણામાંથી ફેંકી દેવા સાથે માત્ર નાનાભાઈનું જ નહિ, પણ સાથે સાથે તેમના પરિવાર અને દક્ષિણામૂર્તિ સંસ્થા એ બધાંનું નવસંસ્કરણ શરૂ થાય છે; અને સાથે જ અગ્નિપરીક્ષા પણ, પરંતુ પોતાના કુટુંબમાં પરાપૂર્વથી ચાલતી અગ્નિદેવની બંધ પડેલી ઉપાસના નાનાભાઈએ દક્ષિણામૂર્તિના રૂપમાં શરૂ કરેલ અગ્નિહોત્ર સ્વીકારી તેમાં સાચા બ્રાહ્મણત્વ સાથે સંગત હોય એવી સત્યાગ્નિની ઉપાસનારૂપે મક્કમપણે શરૂ કરી છે, જે ઉત્તરોત્તર વિકસતી આવી છે. - અનેક મુરબ્બીઓ, સહકાર્યકર્તાઓ સાથે પ્રબળ મતભેદ થયા, પણ તેમણે કોઈ સ્થળે સત્યને આંચ આવવા દીધી હોય કે સામાને અન્યાય કર્યો હોય એમ “ઘડતર અને ચણતર' વાંચતાં લાગતું નથી. જ્યાં પણ ખમવા કે સહવા વારો આવ્યો ત્યાં તેઓ જાતે જ ખમી ખાય છે, નવો માર્ગ શોધી કાઢે છે, અને બીજા બધાને માર્ગ મોકળો કરી આપે છે. આ વિવેકખ્યાતિનો તેમણે સાધેલો નવો વિકાસ. પ્રત્યેક વિચારક કે પ્રત્યેક પ્રવૃત્તિમાં જે જાગતું મન દેખાય છે તે જ તેમનો અપ્રમત્ત યોગ છે. આની પ્રતીતિ “ઘડતર અને ચણતરમાં સર્વત્ર મળી રહે છે. ગૂજરાત વિદ્યાપીઠ સાથે સંકળાયેલ રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓમાં, હું જાણું છું ત્યાં લગી, મોખરાનું સ્થાન દક્ષિણામૂર્તિનું હતું. એની પ્રતિષ્ઠા, એના વિદ્યાર્થીઓની છાપ વિદ્યાપીઠમાં પણ જુદી જ અનુભવાતી. ભાવનગર દક્ષિણામૂર્તિનો વિસ્તાર અને પ્રભાવ માત્ર ગુજરાતમાં જ મર્યાદિત ન હતો; એના વિદ્યાર્થીઓ દૂર દૂર લગી પ્રસરેલા, અને તેમાં શીખવા આવવાનો લોભ પંજાબ તેમ જ રાજસ્થાનના કેટલાક સ્વતંત્ર શિક્ષણવાંછુઓમાં તે કાળે મેં જોયેલો. આવી મોભાવાળી અને સાધનસંપન્ન તેમ જ રાજ્ય સુધ્ધાંમાં આદર પામેલી અને સ્વહસ્તે સ્થાપેલી તથા સ્વપરિશ્રમે ઉછેરેલી સંસ્થાને છોડવાનો વિચાર નાનાભાઈને સાધારણ સંજોગોમાં આવી ન જ શકે. જે શિક્ષકો અને સહકારીઓ સાથે એમને કામ કરવાનું હતું તેમના પ્રત્યે નાનાભાઈના દિલમાં કોઈ પણ અંગત સ્વાર્થ કે અસૂયાને સ્થાન હોવાનો તો સંભવ ન હતો. આમ છતાં તેમણે એ ભાવનગરી દક્ષિણામૂર્તિને છોડ્યું, એ તો હકીકત છે. આ હકીકતનો જે ખુલાસો તે જ નાનાભાઈના આત્માનું ઝળહળતું તેજ મને જણાય છે. એમણે એક વાર પોતાના અતિપ્રિય આનંદાશ્રમની છાયા જેટલી સરળતાથી છોડી તેટલી જ સરળતાથી પોતાને Page #136 -------------------------------------------------------------------------- ________________ ખરો કેળવણીકાર • ૧૨૭ હાથે વાવેલ અને ઉગાડેલ દક્ષિણામૂર્તિના ભાવનગર-સ્થિત વડલાને છોડ્યો; અને તે પણ તે સંસ્થામાંથી કશું જ લીધા સિવાય. આ કાંઈ જેવોતેવો ફેરફાર ન ગણાય. એ ફેરફારના મુખ્ય કારણ લેખે મને તેમનામાં રહેલી નૈતિક શુદ્ધિ, ચારિત્રનિષ્ઠા અને સ્વીકારેલ ધોરણને અંદર તથા બહારથી શુદ્ધિપૂર્વક વળગી રહેવાની ચીવટ, એ લાગે છે. જ્યારે તેમણે જોયું હશે કે દક્ષિણામૂર્તિની પેઢી તો જાહોજલાલી ભોગવે છે, પણ અંદર અમુક શિથિલતા કે સડો દાખલ થયાં છે, ત્યારે જ તેમનો આત્મા કકળી ઊઠ્યો હશે. ખરી આધ્યાત્મિકતા આવે વખતે જ દેખા દે છે. તેમણે ભાવનગર દક્ષિણામૂર્તિનું કલેવર છોડ્યું, પણ તેનો આત્મા તો તેમની પોતાની સાથે જ હતો. ગાંધીજી અમદાવાદથી વધુ જઈ બેઠા તો સત્યાગ્રહનો આત્મા પણ સાથે ગયો. ગાંધીજીએ નઈ તાલીમની નવદૃષ્ટિ કેળવણીકારો સમક્ષ રજૂ કરી. ઘણાને શ્રદ્ધાથી, ઘણાને પ્રભાવથી અને ઘણાને અધૂરીપૂરી સમજણથી ગાંધીજીની એ દૃષ્ટિ પ્રત્યે આકર્ષણ જગ્યું. પણ સ્પષ્ટ અને મક્કમ સમજણપૂર્વક ગાંધીજીની એ દૃષ્ટિને સંવેદનમાં ઝીલનાર બહુ વિરલ હતા. નાનાભાઈ તેમાંના એક, અને કદાચ મોવડી. વળી નાનાભાઈની પાસે દક્ષિણામૂર્તિની સાધનાનું આંતરિક ભંડોળ કાંઈ જેવું તેવું ન હતું. તેની સાથે સાથે આ નઈ તાલીમની દૃષ્ટિ ઉમેરાઈ, એટલે તેમણે દક્ષિણામૂર્તિના આત્માની સાથે ગામડા ભણી પ્રયાણ કર્યું અને ત્યાં જ દક્ષિણામૂર્તિની પૂજા શરૂ થઈ. આંબલા ગ્રામદક્ષિણામૂર્તિનો ૧૨-૧૪ વર્ષનો વિકાસ અને વિસ્તાર જોતાં તેમ જ તેમને મળેલ કાર્યકર્તાઓનો સાથ અને સરકારી તેમ જ બિનસરકારી કેળવણીકારોનું આકર્ષણ જોતાં એમ કહી શકાય કે નઈ તાલીમની દૃષ્ટિએ અત્યારે જ્યાં જ્યાં ખરું કામ થઈ રહ્યું છે તેમાં ગ્રામદક્ષિણામૂર્તિનું સ્થાન અગત્યનું છે. ભાવનગર અને આંબલા એ બંનેમાં સ્થાનભેદ ખરો, પણ કેળવણી અને શિક્ષણનો આત્મા તો એક જ, ઊલટું, ભાવનગર કરતાં આંબલામાં એ આત્માએ નઈ તાલીમના સંસ્કારનો પુટ મળવાથી લોકલ્યાણની દૃષ્ટિએ બહુ વિકાસ સાધ્યો છે, એમ મને ચોખ્ખું લાગે છે. આંબલાનાં ૧૨-૧૪ વર્ષના એ અનુભવ-પરિપાકના બળે નાનાભાઈને લોકભારતી ગ્રામવિદ્યાપીઠ શરૂ કરવાનું સ્વપ્ન આવ્યું અને તે મૂર્ત પણ થયું. આવું સ્વપ્ન મૂર્ત ત્યારે જ થાય કે જો ધારેલ ગણ્યાગાંઠ્યા પણ સાથીઓ મળે. નાનાભાઈને એવા શિષ્યો અને સાથીઓ મળ્યા. આની ચાવી શેમાં છે તે પણ આ સ્થળે જાણી લેવું ઘટે. કોઈ પણ માણસ માત્ર પુસ્તકો લખી કે ભાષણો આપી સમર્થ કાર્યક્ષમ માણસોની પરંપરા પેદા નથી કરી શકતો. ગાંધીજીએ આશ્રમો ઊભા કરી કુનેહપૂર્વક ચલાવ્યા ન હોત તો આજે તેમની તપસ્યાને ઝીલનાર જીવતો છે તેવો વર્ગ પણ હયાતીમાં ન હોત. નાનાભાઈને પણ એ ચાવી પ્રથમથી જ લાધેલી. એમણે દક્ષિણામૂર્તિ સાથે જ છાત્રાલય શરૂ કર્યું અને આશ્રમજીવનનો પાયો નાખ્યો. એ જ જીવનમાંથી તેમને કેટલાક સાથીઓ મળી ગયા; અને તે આંબલાની યાત્રાથી સણોસરાની યાત્રા લગી કાયમ છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ • પરિશીલન આ રીતે નાનાભાઈએ થોડાક, પણ સુયોગ્ય ચેતન-ગ્રંથો નિર્માણ કર્યા, જે આશ્રમજીવનને આભારી છે. કોઈ પણ સંસ્થાએ પ્રાણવાન રહેવું હોય તો સંસ્થાના સ્થાપક અને મુખ્ય જવાબદારે તે સંસ્થાને તેજ અર્પતા રહે, વિકસાવતા રહે, એવા શિષ્યો નિપજાવવા જ જોઈએ. હું સમજું છું કે નાનાભાઈએ એવી નાની, પણ દીપમાળા પ્રકટાવી છે. નાનાભાઈ નામમાં નાના છે; આત્મા જુદો જ છે. તેથી જ દક્ષિણામૂર્તિના મુદ્રાલેખમાંનું આ પાદ તેમને લાગુ પાડવામાં યથાર્થતા જોઉં છું: “વૃદ્ધ શિષ્યા ગુર્યુવા ' નાનાભાઈ સિત્તેર વટાવ્યા પછી પણ યૌવન ન અનુભવતા હોત તો કદી તેઓ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સ્થાપવા અને ચલાવવાનો વિચાર જ કરી ન શકત. આ દેશમાં અનેક મઠો અને આશ્રમો શતાબ્દીઓ થયાં પેઢીદરપેઢી ચાલ્યા આવે છે. જ્યારે પ્રજાને કેળવણીથી પોષવા ઊભી થયેલી સંસ્થાઓ થોડા જ વખતમાં કાં તો વેરવિખેર થઈ જાય છે અને કાં તો નિષ્માણ બની રહે છે. એનું શું કારણ? એ પણ વિચારવું ઘટે. મને એમ લાગે છે કે શિક્ષણ અને કેળવણીની સંસ્થાઓને જન્મ આપનાર તેમ જ તેને પોષનાર પોતાની પાછળ સુયોગ્ય શિષ્યપરંપરા ઊભી નથી કરી શકતો, અને આવી સંસ્થાના સાતત્ય તેમ જ વિકાસ માટે અનિવાર્ય રીતે જરૂરી એવી ચારિત્રશુદ્ધિની નિષ્ઠા કેળવી નથી શકતો; તેમ જ નવાં નવાં આવશ્યક બળોને ઝીલવા જેવી આવશ્યક પ્રજ્ઞાનાં બીજો ઉગાડી નથી શકતો. જો આ વિચાર સાચો હોય તો કેળવણીકારોએ સંસ્થા સ્થાપવા અને ચલાવવા સાથે આ મુદ્દા તરફ પણ ધ્યાન આપવું ઘટે. નવાં બળોને વિવેકપૂર્વક ઝીલવા સાથે નાનાભાઈએ કેટલીક સુંદરતર પ્રાચીન પ્રથા પણ સાચવી રાખેલ મેં અનુભવી છે. એનું એક ઉદાહરણ આતિથ્યધર્મ. પચીસથી વધારે વર્ષ થયાં હશે. ભાવનગરમાં છાત્રાલય-સંમેલન હતું. તેની બધી જ વ્યવસ્થા, જે છાત્ર-સંચાલિત હતી, તે તો સુંદર હતી જ, પણ અમે કેટલાય મિત્રો રવાના થયા ત્યારે નાનાભાઈ દરેક માટે ટ્રેન ઉપર ભાતું લઈ વળાવવા આવ્યા. એમ તો મેં મારા કુટુંબ, ગામ અને સગાંઓમાં ભાતાની પ્રથા જોયેલી, પણ જ્યારે એક સંસ્થાના સંચાલક અને તેમાંય મોવડી ભાતું લઈ મહેમાનને વિદાય કરવા આવે ત્યારે નવાઈ જરૂર લાગે. અમે બધાએ કહ્યું, “અહીં આતિથ્ય ઓછું થયું છે કે વધારામાં ભાતું ?' નાનાભાઈ કહે, ના, રસ્તામાં ખાવું, હોય તો ઘરની વસ્તુ શાને ન વાપરીએ ? અને આ પ્રથા મને સારી પણ લાગે છે.' ઇત્યાદિ. હું તો આ સાંભળી વિચારમાં પડી ગયો. બીજો પ્રસંગ : ગૂજરાત વિદ્યાપીઠમાં સંમેલન હતું. કુળનાયકપદે નાનાભાઈ અને કુળપતિપદે બાપુજી. સંમેલન વખતે રસોડે જમનાર માટે કુપનો કાઢેલાં. જમવું હોય તે કૂપન ખરીદી લે ઘણા મહેમાનો બહારગામના અને કેટલાક દૂર શહેરમાંથી આવેલા. તે પણ કૂપન ખરીદે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ખરી કેળવણીકાર • ૧૨૯ ભરી સભામાં નાનાભાઈએ ધ્રુજતે કંઠે કહ્યાનું આજે પણ મને સ્મરણ છે. એમણે કહ્યું, હું આ કૂપનપ્રથાથી ધ્રૂજી જાઉં છું.’ એમનો ગુજરાતી અગર સૌરાષ્ટ્રી આતિથ્યપ્રિય આત્મા કાંઈ જુદું જ વિચારે. વ્યક્તિગત, સંસ્થાગત કે સમાજગત અન્યાય સામે ઊકળી ઊઠી તેનો વિરોધ કરવાની તેમની મક્કમતા જેવીતેવી નથી. થોડાક દાખલો આપું : ગયા ડિસેમ્બરમાં હું સણોસરા આવેલો. ગામ વચ્ચે અમે ઊભા હતા ત્યાં એક જણ નાનાભાઈ પાસે કાંઈક દદ મેળવવા કે લાગવગ લગાડાવવા આવ્યો. તેણે સાંઢીડા મહાદેવની જગ્યા ત્યાંથી ન ફેરવાય અને નવું બંધાતું તળાવ તે ગ્યાને આવરી ન લે એવી લોકોની અને ગ્રામજનોની વતી માંગણી કરી; જોકે સરકારે તો મહાદેવનું નવું મંદિર અને એની પ્રતિષ્ઠા એ બધું કરાવી દેવાનું નક્કી કરેલું. પેલી વ્યક્તિની વાત સાંભળી નાનાભાઈ તાડૂક્યા : હું લોકોના હિતની દૃષ્ટિએ મને જે યોગ્ય લાગશે તે કહીશ. તમારા મહાદેવને તમે જાણો. મારે એ સાથે અને તમારી સાથે કશી લેવાદેવા નથી.” – ઇત્યાદિ. નાનાભાઈ જેવા ધાર્મિક માણસ એમ કહે કે તમારા મહાદેવને તમે જાણો, તો મારા જેવાને નવાઈ તો થાય જ, પણ મેં જ્યારે સત્ય બીના જાણી ત્યારે નાનાભાઈના પુણ્યપ્રકોપ પ્રત્યે આદર જન્મ્યો. વાત એ હતી કે જે માણસ દાદ મેળવવા આવેલ તે પોતે જ મંદિરનો મહંત હતો, મહાદેવને નામે પોતાનો મૂળ અડ્ડો જમાવી રાખવાની વૃત્તિવાળો. એને લોક કે ગ્રામહિતની પડી જ નથી, માત્ર લોકોને નામે ચલાવ્યું રાખવું એટલું જ. ભાવનગરમાં દક્ષિણામૂર્તિ હતું, ત્યારનો બીજો એક પ્રસંગ પણ યાદ આવે છે. એક તરુણ શિક્ષકને નૈતિક અને ચારિત્રીય નબળાઈને કારણે છૂટો કર્યો, પણ કેટલાક શિક્ષકોએ તેના વિદાયમાનમાં મેળાવડો કરવાનું વિચાર્યું. નાનાભાઈને જાણ થઈ, તેમણે તરત જ સહકાર્યકર્તાઓને જણાવી દીધું કે આવો કોઈ મેળાવડો સંસ્થા તરફથી યોજાય એ અણઘટતું છે. જો એવું થશે તો હું રાજીનામું આપીશ. એમની આ મક્કમતાથી શિક્ષકોનું વલણ બદલાયું અને તેમને કાંઈક સાન આવી. તેથીય વધારે આશ્ચર્ય અને સમ્માન ઉપજાવે એવી મક્કમતાનો દાખલો હમણાં જ છેલ્લા “સંસ્કૃતિ અંકમાં પ્રસિદ્ધ થયો છે. તે આ રહ્યો: નાનાભાઈ એક કાળે એક નાનકડા મહેતાજી; અને કદાચ ત્રીસે પણ પહોંચેલા નહિ. કોઈ લાગવગ નહિ, સંપત્તિ નહિ કે બોજો કોઈ મોભો નહિ. આ દશામાં પણ તેમણે મહારાજા ભાવસિંહજીના અન્યાયી પગલા સામે મક્કમ પગલું ભર્યું. જે કાળે રાજાઓ આપખુદ તે કાળે તેવા જ એક રાજવીના રાજ્યમાં વસનાર સાધારણ દરજ્જાનો મહેતાજી રાજ્યના શિરછત્ર જેવા રાજાને ચોખેચોખ્ખું એમ સંભળાવે કે તમે જે રીતે મારી પાળેલી ત્રણાગી કૂતરી મેળવવા જોહુકમી કરો છો તેને હું વશ થનાર નથી, ત્યારે સમજાય છે કે ખરું બ્રહ્માણતેજ એ શું. છેવટે શાણા મહારાજાને પોતાની ભૂલ સમજાઈ અને એ નાનકડા મહેતાજી પ્રત્યે તેઓ આમન્યાથી વત્ય, ધર્મ અને ન્યાયના Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦૦ પરિશીલન પક્ષપાતની મક્કમતા એ જ જીવનમાં અનેકમુખી તેજકિરણો પ્રકટાવે છે. એકાદ વધારે રોમાંચક દાખલો વાંચનારને પ્રેરણા આપે તેવો હોઈ ટાંકું છું. કાઠિયાવાડમાં ધાડપાડુ ખૂની ગેમલો હમણાં જ થઈ ગયો. એણે આંબલા ગામના પટેલોની તુમાખીની ખબર લેવા આંબલા ગામ ભાંગવાનું નક્કી કર્યું. લોકોને જાણ થઈ, સમી સાંજે પોતાના સાથીઓ સાથે ભરી બંદૂકોથી સજ્જ થઈ તે આંબલા ગામ ઉપર ત્રાટકવા નીકળ્યો. જાણ થવાથી નાનાભાઈ તેમના સાથી મૂળશંકર સાથે માત્ર પોતિયું પહેરી હાથમાં લાકડી લઈ સંસ્થાને દરવાજે ઊભા રહ્યા. પાસે રસ્તા ઉપરથી પસાર થતા પેલા ગેમલાને પડકાર્યો. એણે પણ સામો પડકાર કર્યો, “કોણ ?’ જવાબ મળ્યો, નાનાભાઈ. પેલો કહે, “નાનાભાઈ, તમે નાસી જાઓ. તમારી સંસ્થામાં નથી આવતો. હું તો આંબલાના પટેલોની શેખી મટાડવા જાઉં છું.' નાનાભાઈએ ઠંડે કલેજે, પણ મક્કમતાથી કહ્યું કે એ ન બને. પહેલાં તું મને ઠાર કર, પછી જ આગળ વધી શકાશે. છેવટે ગેમલો ગળ્યો. એમને ઘેર તે જ વખતે ગયો. મોડે સુધી બેઠો. અ. સૌ. અજવાળીબહેનના હાથે જમ્યો અને છેવટે વચન આપીને ગયો કે આંબલા આદિ ચાર ગામમાં હું કદી ધાડ નહિ પાડું. આ કાંઈ જેવીતેવી સાધના છે ? આવું તો ઘણું ઘણું કહી અને લખી શકાય, પણ મર્યાદા છે. “ઘડતર અને ચણતરનાં ૧૬ ૨ પાનાં અત્યારે સામે છે. મારે તેટલા ઉપરથી જ જલદીને કારણે અત્યારે સમાપન કરવું જોઈએ. છેવટે હું એટલું જ કહીશ કે “ઘડતર અને ચણતરનું પુસ્તક દરેક કક્ષાના અધિકારી વાચકને ભારે પ્રેરણાદાયી બને તેવું છે. જે ધ્યાનથી સમજપૂર્વક વાંચશે એના જીવનમાં સમજણ અને ઉત્સાહની નવી લહેર પ્રકટ્યા વિના નહિ રહે. એની ભાષા નાનાભાઈની આગવી છે. એમાં કાઠિયાવાડી, ખાસ કરી ગોહિલવાડી, તળપદી ભાષાનો રણકો છે. લખાણ એવું ધારાબદ્ધ અને પારદર્શક છે કે વાંચતાંવેંત લેખકનું વક્તવ્ય સીધેસીધું સ્પર્શ કરે છે અને ગાંધીજીની આત્મકથા યાદ આપે છે.* * શ્રી નાનાભાઈ ભટ્ટની આત્મક્યા “ઘડતર અને ચણતરનું પુરોવચન. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૬. અનધિકાર ચેષ્ટા પ્રાચીન ભારતીય કથાસાહિત્ય મેં સાંભળ્યું છે, પણ તે ઇચ્છું તેટલી એકાગ્રતાથી અને વ્યાપક રીતે નથી સાંભળ્યું. તે વખતે વિષયાન્તર વ્યાસંગને લીધે મનમાં એમ થતું કે મારે આ વિશે ક્યાં લખવું છે ? જ્યારે લખવું હશે ત્યારે સાંગોપાંગ વાંચીશું અને વિચારીશું, પણ એ અવસર આવ્યો જ નહિ, અને ધારેલું રહી ગયું. નવયુગીન વાર્તાસાહિત્ય વિશે પણ એમ જ બન્યું છે. નૉવેલ, ઉપન્યાસ, કાંદબરી ને ગલ્પ જેવાં નામોથી પ્રસિદ્ધ થતું કથાવાડ્મય મેં સાંભળ્યું જ નથી એમ કહું તો જરાય અત્યુક્તિ નથી. વિદેશી ભાષામાં પ્રસિદ્ધ થતી ઉત્તમોત્તમ વાર્તાઓ વિશે પણ એમ જ બન્યું છે. તેથી હું પોતે જ વાર્તા વિશે કાંઈ પણ લખવાનો મારો અનધિકાર સમજું છું. તેમ છતાં હું કાંઈક લખવા પ્રેરાયો છું. તે – અનધિકાર ચેષ્ટા – નો ખુલાસો અંતમાં થઈ જશે. મનુષ્યજાતિનાં વ્યાવર્તક કે વિશિષ્ટ લક્ષણો અનેક છે. તેમાંથી એક સરળ અને ધ્યાન ખેંચે એવું લક્ષણ તે તેનો કથા-વાર્તાનો વારસો છે. નાનામોટા માનવસમાજની વાતો દૂર રહી, પણ એક કાંક ખૂણે અટૂલું પડેલ કુટુંબ લઈ તે વિશે વિચાર કરીએ તોય જણાઈ આવશે કે કુટુંબનાં બાળકો અને વડીલો વચ્ચેનું અનુસંધાનકારી તત્ત્વ એ વાર્તાઓ છે. માતા કે દાદી, બાપ કે દાદો નાનાંમોટાં પોતાનાં બાળકોને વાતો ન કહે, તેમનું મન નવાનવા વિષયોમાં ન કેળવે, તો એ બાળકો ભાષા વિનાનાં અને વિચાર વિનાનાં પશુ જ રહે. વડીલોને પોતે જાણેલી વાતો કે હકીકતો કહ્યા વિના ચેન નથી પડતું અને ઊછરતાં બાળકોને એ સાંભળ્યા વિના બેચેની રહે છે. આ પરસ્પરને આકર્ષનાર અને જોડનાર જિજ્ઞાસા-તત્ત્વને લીધે જ માનવજાતિએ જ્ઞાનવારસો મેળવ્યો અને કેળવ્યો છે. ઈશ્વરની વ્યાપકતા સમજવા માટે પ્રબળ શ્રદ્ધા જોઈએ; કથા કે વાર્તાની વ્યાપકતા સ્વયંસિદ્ધ છે. જ્ઞાનની શાખાઓ અપરિમિત છે. એના વિષયો પણ તેટલા જ છે. જ્ઞાનવિનિમયનાં સાધનો પણ કાંઈ ઓછાં નથી. અને તે નવાં નવાં શોધાતાં તેમ જ ઉમેરાતાં જાય છે. એ બધાંમાં સરળ અને સર્વગમ્ય જ્ઞાનવિનિમયનું સાધન તે વાર્તા છે. લગભગ અઢીત્રણ વર્ષનું બાળક થાય ત્યારથી માંડી જીવનની છેલ્લી ક્ષણ સુધીની જુદી જુદી ઉંમર, સમજણ અને શક્તિની પાયરીઓમાં એકસરખી રીતે ઉપયોગી થાય, કંટાળા વિના વધારે ને Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર • પરિશીલન વધારે જિજ્ઞાસા પોષ્ય જાય અને જ્ઞાન લેનાર ને દેનાર બંનેને શાંતિ અને સ્વસ્થતાનો અનુભવ કરાવે એવું સાધન એકમાત્ર કથા-વાર્તા છે. તેથી જ દુનિયાના આખા પટમાં વિસ્તરેલી બધી જ માનવજાતિઓમાં એવું સાહિત્ય એક અથવા બીજી રીતે ખેડાયેલું મળી આવે છે. જે સમાજ જેટલો જૂનો અને જેટલો વિશાળ તેટલું જ તેનું કથાસાહિત્ય વિવિધ ને વિશાળ. એની મારફત ભાષા, વિચાર અને સંસ્કાર ઘડાય છે તેમ જ વિસ્તરે છે. જેમ વાયુ એ સદાગતિ છે તેમ વાર્તાસાહિત્ય એ સદાગતિ છે. - સામાજિક, આર્થિક, રાજકીય કે ધાર્મિક – કોઈ પણ બનાવ કે ઘટના હોય તો તેનું પ્રતિબિંબ વાર્તા ઝીલે છે. જે ઘટના જેવી બની હોય તેનું તેવું ચિત્રણ એ ઇતિહાસ છે, પણ ઇતિહાસ સુધ્ધાં એક વાર્તા જ છે. ભૂતકાળના દૂર દૂરના સંબંધો અને દૂર દૂર દેશના સંબંધો વર્તમાન જીવનમાં કેવી રીતે કામ કરી રહ્યા છે, એના ઉપર આપણે વિચાર કરીએ તો સ્પષ્ટ સમજાશે કે આ ભૂત અને વર્તમાનની સાંકળ મોટે ભાગે કથાવાર્તામાં જ છે. તેથી એની ઉપેક્ષા કોઈએ કરી નથી, કોઈથી થઈ શકી પણ નથી. કથા-વાર્તા શ્રવ્ય તો છે જ, પણ એની લોકપ્રિયતાએ એને અનેક રીતે દશ્ય પણ બનાવી છે. જ્યારે ચિત્રપટ ન હતો. ત્યારે પણ મુંબઈ દેખો, કાશી દેખો, દેખા મથુરાકા ઘાટ' એમ કહી માથે ફલકોની પેટી લઈ ઘેર ઘેર ફરનાર મંખલીપુત્રો – ચિત્રપ્રદર્શકો હતા. નાટક ભવાઈ તો હજી પણ ચાલે જ છે. હજારો વર્ષ પહેલાંનાં શિલ્પ-સ્થાપત્યમાં વાર્તાઓ ઉત્કીર્ણ મળી આવે છે. એ બધું તેની લોકપ્રિયતા જ સૂચવે છે. જ્યાં આવી લોકપ્રિયતા હોય, ત્યાં તેનો વાહક એક વિશિષ્ટ વર્ગ હોવાનો જ. વ્યાસો માત્ર કથા જ ન કરતા કે પુરાણો જ ન સંભળાવતા, પણ તેમાંથી કેટલાક પ્રતિભાશાળી નવનવ પ્રકારે વાર્તાઓ રચતા અને તેનો પ્રચાર પણ કરતા. ચારણ, ગઢવી અને ભાટોની કોમનું તો એ જ કામ ! ભોજક, તરગાળાઓમાં પણ કેટલાક એ જ કામને વરેલા. જેઓ અગાર (ઘર) છોડી અનગાર ભિક્ષાજવી) થયેલા તેવા અનેક પ્રકારનાં શ્રમણો પણ પોતાની સમગ્ર પ્રવૃત્તિ અને લોકસંગ્રહકારી વૃત્તિ કથા-વાર્તા દ્વારા પોષતા. તેમાંથી અનેક પ્રતિભાશાળી નવસર્જન કરતા, તો બીજા કથક કે કથિક તરીકે જ જીવનયાપન કરતા. તેથી જ સંસ્કૃતિના ચઢતા-ઊતરતા બધા જ સ્તરોવાળા સમાજમાં અને જુદી જુદી ભાષા બોલનારા બધા જ વર્ગોમાં તે તે ભાષામાં ખેડાયેલું અને સચવાયેલું કથાસાહિત્ય મળી આવે છે. આપણે જ્યારે ધ્યાનપૂર્વક આ કથાસાહિત્ય વાંચીએ છીએ, ત્યારે આપણી સામે જાણે આખો ભૂતકાળ વર્તમાન થતો હોય, એમ ભાસે છે. વાર્તાનો સર્જન અને પ્રચાર-પ્રવાહ તો નદીના અખંડ સ્રોતની પેઠે વહેતો જ આવ્યો છે. કોઈ અસાધારણ પ્રતિભાવાળો વાર્તાકાર જન્મે ત્યારે એ ભૂતકાળના પાયા ઉપર નવી નવી ઘટનાઓ અને કલ્પનાઓને આધારે નવો આકર્ષક વાર્તા-મહેલ ઊભો કરે છે. પછી લોકચિ કાંઈક નવી દિશાએ વળે છે. નવી દિશાએ વળેલી લોકચિ નવા Page #142 -------------------------------------------------------------------------- ________________ અનધિકાર ચેષ્ય • ૧૩૩ વાર્તાકારોને નવી રીતે લખવા પ્રેરે છે. એમ નવસર્જનથી લોકરુચિ અને લોકરુચિથી પુનર્નવસર્જન ઘડાતાં જ ચાલ્યાં આવ્યાં છે. તેથી જ આપણે વાર્તા-સાહિત્યની જુદી જુદી કક્ષાઓ અને ભૂમિકાઓ જોવા પામીએ છીએ. આજે તો વાર્તાકળાની એટલી બધી કદર થઈ છે અને તે એટલી બધી વિકસી છે કે તેના જ્યોર્જ બર્નાર્ડ શો, પર્લ બક, ગાલ્યવધ, આનાતોલ ફ્રાન્સ જેવા સર્જકોને નોબેલ પ્રાઈઝ સુધ્ધાં મળ્યું છે. અને પ્રાચીન કાળમાં જેમ બાણાવળી તરફ સહુની નજર જતી અને સ્વયંવરમંડપમાં કન્યા તેને પસંદ કરતી, તેમ આજે આપણાં બધાંની દૃષ્ટિ એવા કુશળ વાર્તાકાર ભણી જાય છે. અને સ્વયંવર તો આપોઆપ જ સર્જાય છે. લગભગ છેલ્લી શતાબ્દીમાં બંગાળી, હિંદી અને મરાઠી જેવી પ્રાન્તીય ભાષામાં પાશ્ચાત્ય સંસ્કારનું પ્રતિબિંબ ઝીલતી અને આર્ય સંસ્કૃતિનો પડઘો પાડતી અનેક નવલનવલિકાઓ અસ્તિત્વમાં આવી. ગુજરાતે પણ એ દિશામાં મંગળ પ્રયાણ કર્યું. નવો યુગ બેસી ગયો અને પછી તો અનેક લેખકો વાતની રંગભૂમિ પર ઉપસ્થિત થયા. મુદ્રણ અને પ્રકાશનયુગે લખનાર-વાંચનારને એટલી બધી સગવડ કરી આપી કે બે વર્ગ વચ્ચેનું દેશ કે કાલનું અંતર જ લુપ્ત થયું. એ સૂચવે છે કે વાર્તાતત્ત્વ મૂળે જ વ્યાપક છે, એ કૃત્રિમ બંધનોથી પર છે. - ભારતને પોતાનું કથા-સાહિત્ય છે, અને તે જેવુંતેવું નહિ, પણ અસાધારણ કોટિનું છે. કદાચ પ્રાચીનતાની દૃષ્ટિએ એ બધામાંય બુઝર્ગ પણ હોય. ભારતે એટલા બધા દાનવીરો, રણવીરો અને ધર્મવીરો પેદા કર્યા છે કે તેની આસપાસ ગૂંથાયેલું અને ગૂંથાતું જતું સાહિત્ય એક અજબ ખુમારી પેદા કરે છે. એમ તો ભારતીય સાહિત્યના કાંઈ ચોકા પાડી ન શકાય; ભાષા ને સંસ્કારની દૃષ્ટિએ બધી પરંપરાઓમાં ઘણું સામ્ય છે, છતાં કાંઈક કાંઈક જુદી પડતી માન્યતાઓ અને જીવનગત જુદાં જુદાં વલણોને લીધે ભારતીય કથા-સાહિત્યને મુખ્યપણે ત્રણ પ્રવાહમાં વહેંચી શકાય : ૧. વૈદિક અને પૌરાણિક, ૨. બૌદ્ધ, ૩. જેન. વૈદિક અને પૌરાણિક ગણાતા કથા-સાહિત્યમાં એક તરત નજરે ચઢે એવી કલ્પના તેને બીજા બે પ્રવાહોથી જુદું પાડે છે. એ કલ્પના તે દેવાસુરસંગ્રામની. દેવો અને અસુરો મૂળે કોણ હતા, તેમનો સંગ્રામ કયારે અને કયે નિમિત્તે તેમ જ કયાં થયેલો – એ બધું આજે તદ્દન સ્પષ્ટ નથી, પણ એ સંગ્રામની કલ્પના ક્યારેક વાર્તામાં દાખલ થઈ. પછી તો એ કલ્પના વ્યાસો અને પૌરાણિકો માટે કામદુઘા ધન બની ગઈ. એ કલ્પનાની ભૂમિકા ઉપર એટલું બધું વૈદિક અને પૌરાણિક સાહિત્ય રચાયું છે કે તે જોતાં આશ્ચર્યમાં ગરક થઈ જવાય છે. ઐતરેય અને શતપથ બ્રાહ્મણમાં દેવાસુર-સંગ્રામનો સંકેત એક રીતે છે, જ્યારે છાંદોગ્ય અને બૃહદારણ્યક જેવાં ઉપનિષદોમાં તેનો ઉપયોગ કથારૂપે તત્ત્વજ્ઞાનના વિકાસમાં થયો છે. અને મહાભારત જેવાં મહાકાવ્યો અને પુરાણોમાં તો Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪ • પરિશીલન એ કલ્પના વિના જાણે વ્યાસો આગળ જ વધી શકતા નથી. મહાદેવને ઉમા સાથે પરણાવવા હોય કે કંસ જેવાનો વધ કરાવવો હોય કે લેખકે પોતે માની લીધેલા બૌદ્ધજૈન જેવા નાસ્તિક અસુરોને નરકે મોકલી વૈદિક-આસ્તિક દેવોનું રાજ્ય સ્થાપવું હોય કે ભાર્ગવ જેવા વંશને અસુર કોટિમાં મૂક્યો હોય તો તેને પ્રાચીન કાળથી ચાલી આવતી. દેવાસુર-સંગ્રામની કલ્પના ભારે મદદગાર થાય છે. એકમાત્ર દેવાસુર સંગ્રામની કલ્પનાનો આશ્રય કરી તેને આધારે નાનાંમોટાં કેટલાં વાર્તાઓ, આખ્યાનો ને આખ્યાયિકાઓ રચાયાં છે, એ જો કોઈ સર્વાગીણ શોધપૂર્વક લખે તો તે ખાતરીથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવે અને તેમાં રસ પણ જેવો તેવો નથી. દેવાસુર-સંગ્રામની કલ્પનાની સાથે જ અવતારવાદ સંકળાયેલો છે. એટલે વૈદિક કે પૌરાણિક કથા-સાહિત્યમાં તે કોઈ ને કોઈ રૂપે ભાગ ભજવ્યા વિના રહેતો જ નથી. બૌદ્ધ કથા-સાહિત્ય એનાં વિશિષ્ટ લક્ષણોથી નોખું તરી આવે છે. એમાં ખાસ ધ્યાન ખેંચે એવું લક્ષણ તે બોધિસત્ત્વની પારમિતાઓ છે. બુદ્ધત્વની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનાર ઉમેદવાર તે બોધિસત્ત્વ. બૌદ્ધપરંપરા અવતારવાદ કે દેવ-અસુર વર્ગના વિગ્રહને આધારે વિચાર નથી કરતી, પણ તે સત્ અસત્ વૃત્તિનાં અથવા દૈવી-આસુરી વૃત્તિનાં હૃદ્ધને અવલંબી જડતા, પ્રમાદ, ક્રોધ જેવી આસુરી વૃત્તિઓનો પ્રજ્ઞા, પુરુષાર્થ અને ક્ષમા જેવી દૈવી વૃત્તિઓ દ્વારા પરાભવ કથાઓમાં ચિત્રિત કરે છે, અને દર્શાવે છે કે જે વ્યક્તિ દૈવી વૃત્તિઓના વિકાસની પરાકાષ્ઠા–પારમિતા સાધે છે તે જ બોધિસત્ત્વ, અને તે જ ક્રમે બુદ્ધત્ત્વ પ્રાપ્ત કરે છે. અન્ય પરંપરાઓની પેઠે બૌદ્ધ પરંપરા પણ પુનર્જન્મવાદનો આશ્રય લઈ પારમિતાની સિદ્ધિ જન્મજન્માંતરના પુરુષાર્થ દ્વારા વર્ણવે છે. આ માટે બૌદ્ધ પરંપરાએ તથાગત બુદ્ધના પૂર્વજન્મોને લગતી પારમિતાની સાધના સૂચવતી સેંકડો મનોરંજક કથાઓ રચી છે, જે જાતકકથા નામથી વિશ્વવિખ્યાત છે. જાતકકથાઓ સિવાય પણ બૌદ્ધ પાલિવાડુમયમાં કથાઓ આવે છે, પણ વિશેષ ધ્યાન તો જાતકકથાઓ જ ખેંચે છે. જૈન પરંપરાનું કથા-વાડ્મય જેટલું પ્રાચીન છે તેટલું જ વિશાળ પણ છે. એની વિશેષતા કર્મવાદના ખુલાસાને કારણે છે. જીવનમાં જે સુખદુ:ખનાં તડકા-છાયાનું પરિવર્તનશીલ ચક્ર અનુભવાય છે, તે નથી ઈશ્વરનિર્મિત કે નથી દેવપ્રેરિત, નથી સ્વભાવસિદ્ધ કે નથી નિયતિતંત્ર. તેનો આધાર જીવન પોતાની અસદ્ વૃત્તિ એ જ છે. જેવી વૃત્તિ એટલે કે બુદ્ધિ અને પુરુષાર્થ તેવી જ કર્મચેતના, અને તેવી જ ફળચેતના. માણસ પોતે જેવો છે તે તેના પૂર્વ-સંચિત સંસ્કાર અને વર્તમાન સંસ્કારનું પ્રતિબિંબ છે. તે જેવો થવા માગે તેવો સ્વપુરુષાર્થી બની શકે. આખું ભાવિ એના પોતાના જ હાથમાં છે. આ રીતે જીવનમાં ચારિત્ર ને પુરુષાર્થને પૂર્ણ અવકાશ આપવાની દૃષ્ટિએ જ જૈન કથા-સાહિત્ય મુખ્યપણે લખાયેલું છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ અનધિકાર ચેઝ • ૧૩૫ લોકોને મોઢે મોઢે અને ઘરે ઘરે રમતું લોકકથાસાહિત્ય અજ્ઞાત કાળથી ચાલ્યું જ આવે છે, અને તેમાં નવા નવા ઉમેરાઓ પણ થતા રહ્યા છે. એની સદા વહેતી ગંગામાંથી ઉપર દર્શાવેલી ત્રણે પરંપરાઓએ પોતપોતાની માન્યતાને પોષવા અને સંપ્રદાયને પુષ્ટ કરવા પોતપોતાને ફાવે તે તે કથાઓને લઈ તેને નવા નવા ઘાટો ને આકારો આપ્યા છે. કથા મૂળ એક જ હોય, પણ તે વ્યાસોના હાથે એક રૂપ પામી, બૌદ્ધ ભિક્ષકો અને જેન નિગ્રંથોને હાથે વળી તેથી જુદા આકાર પામી. જેઓ ઉક્ત ત્રણે પરંપરાઓના કથા-સાહિત્યના તુલનાત્મક અભ્યાસી છે, તેઓથી આ વસ્તુ અછાની નથી. રામ-રાવણ, કંસ-કૃષ્ણ અને કૌરવ-પાંડવની લોકકથા પુરાણોમાં એક રૂપે હોય તો જૈન પરંપરામાં તે સહેજ બીજે રૂપે હોય અને બૌદ્ધ પરંપરામાં વળી ત્રીજી જે રીતે હોય. કોઈ એક જ પરંપરાના જુદા જુદા લેખકો પણ ઘણી વાર એક જ કથાને જુદી જુદી રીતે ચીતરે છે. પુરાણમાં તો નાભિ-મરુદેવીના નંદન ઋષભદેવની વાત જૈન પરંપરાથી કાંઈક જુદી હોય એ સમજી શકાય તેવું છે, પણ જૈન પરંપરાની દિગંબરશ્વેતાંબર જેવા બે કવિલેખકો પણ ઋષભદેવની કથા વિશે સર્વથા એકરૂપ નથી રહી શકતા. મૂળે બધા કથા-વાર્તાના લેખકો કે પ્રચારકોનો ઉદ્દેશ પોતપોતની કથાને વધારેમાં વધારે લોકપ્રિય બનાવવાનો હોય છે. એ ઉદ્દેશ તેમને તત્કાલીન આકર્ષક બળોને કથામાં સમાવવા પ્રેરે છે, ને તેથી જ મૂળ માન્યતા એક હોય તોય કથાના સ્વરૂપમાં થોડોઘણો ફેર પડી જ જાય છે. શિબિએ બાજથી પારેવાનું રક્ષણ કરવા પોતાનું શરીર અય્યની કથા મહાભારતના વનપર્વમાં છે. બોધિસત્વે પણ પ્રાણી રક્ષણ માટે હિંસ્ત્ર પશુને પોતાનો દેહ અર્પો એવી વાત વ્યાધ્રીજાતકમાં છે. સોળમા તીર્થંકર શાંતિનાથે મેઘરથ રાજાના ભવમાં બાજના પંજામાંથી પારેવાને બચાવવા પોતાનો દેહ અય્યની વાત છે. સિંહના પંજામાંથી સુરભિનું રક્ષણ કરવા દિલીપના દેહાર્પણની વાત પણ કાવ્યમાં આવી છે. આ બધી વાર્તાઓમાં પાત્રો અને પ્રસંગો ભલે જુદાં હોય, પણ તેમાં પ્રાણી-રક્ષણની ધમચિત કે ક્ષત્રિયોચિત જવાબદારી અદા કરવાનો પ્રાણ તો એક જ ધબકી રહ્યો છે. મહાભારતમાં મિથિલાના અનાસક્ત કર્મયોગી વિદેહ જનકની વાત છે. બૌદ્ધ જાતકોમાં મહાજનક એક જાતક છે, તેમાં મિથિલાનરેશ તરીકે મહાજનક નામનું બોધિસત્વ પાત્ર આવે છે. તે પણ અનાસક્તપણે ત્યાગની દિશામાં આગળ વધે છે. જૈન પરંપરામાં ઉત્તરાધ્યયન સૂત્રમાં નમિરાજ ઋષીશ્વરની ક્યા છે. તે પણ અમુક પ્રસંગે વૈરાગ્યવૃત્તિથી પ્રેરાઈ, પોતાની નગરી મિથિલાના દાહ અને બીજા ઉપદ્રવોની કશી જ ચિંતા સેવ્યા. વિના, આધ્યાત્મિક સાધનાની દિશામાં આગળ વધે છે. આ જુદા જુદા દેખાતા કથાઉગમો મૂળમાં કોઈ એક જ બીજનાં પરિણામ છે, અગર તો એકનાં બીજાં સુધારેલાં અનુકરણો છે. ઉદયન વત્સરાજ જેવી ઐતિહાસિક વ્યક્તિનું આલેખન કરતી કથાઓ પણ ઉપર સૂચવેલ બ્રાહ્મણ-શ્રમણ પરંપરાઓમાં કાંઈક ને કાંઈક જુદો જુદો આકાર Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ • પરિશીલન ધારણ કરે છે. આટલી ચર્ચા એટલું જાણવા પૂરતી કરી છે કે પ્રાચીન કાળમાં અને મધ્ય કાળમાં પણ એક સામાન્ય કથાના ખોખા પરથી જુદા જુદા સંપ્રદાયવાળા અને જુદી જુદી શક્તિ ધરાવનારા લેખકો કેવી રીતે ભિન્ન ભિન્ન આલેખન કરતા. - આપણે ઉપર જોયું તેમ, એક સર્વસામાન્ય કથાસાહિત્યના પ્રભવસ્થાનમાંથી ઉદ્દભવેલી સંપ્રદાય-ભેદની છાયાવાળી કથાત્રિવેણી ભારતીય વાડ્મયના પટ પર તો વહે જ છે, પણ એના પ્રચારની બાબતમાં ધ્યાન આપવાલાયક મહત્ત્વનો ભેદ છે. બૌદ્ધ ભિક્ષુકોને ન નડતું જાતિબંધન કે ન નડતો વિહારનો સખત પ્રતિબંધ. તેથી તેઓ ભારતની ભૂમિ ઓળંગી તે સમયમાં જાણીતી એવી સમગ્ર દુનિયાના ખૂણેખૂણે પહોંચવા મથ્યા. સાથે પોતાનું અણમોલું કથાસાહિત્ય પણ લેતા ગયા. અને પરિણામે બૌદ્ધ કથાસાહિત્ય, ખાસ કરીને જાતકસાહિત્ય અનેક ભાષાઓમાં અનુવાદિત થયું અને ભારત બહારની જનતાનું ધ્યાન તેણે બુદ્ધભૂમિ પ્રત્યે આકર્ષે. વૈદિક અને પૌરાણિક કથાસાહિત્યને એવી તક મળવા સામે મુકેલી હતી. વ્યાસો ને પૌરાણિકો વાકશુર ને વાક્યટુ કાંઈ ઓછા નહિ પ્રચાર-ઉત્સાહ પણ જેવો તેવો નહિ, પણ તેમને નડતું મુખ્યપણે જાતિનું ચોકાબંધન. તેથી બૌદ્ધ કથાસાહિત્ય જેટલું પૌરાણિક કથાસાહિત્ય તે કાળમાં ભારત બહાર પ્રચાર ન પામ્યું. એ ખરું; પણ ભારતમાં તો એ દરેક રીતે ફૂલ્યુ-ફાલ્યું અને ઘરે ઘરે આવકાર પામ્યું. એક તો બ્રાહ્મણવર્ગ જ વિશાળ, બીજું તે બુદ્ધિપ્રધાન અને માત્ર બુદ્ધિજીવી, ત્રીજું એ લોક અને શાસ્ત્રમાં ગુરુસ્થાને, એટલે પૌરાણિક કથાઓએ જનતામાં એવા સંસ્કાર સીંચ્યા કે જે વૈદિક કે પૌરાણિક પરંપરાના અનુયાયી ન હોય તેના કાન ઉપર પણ પૌરાણિક કથાઓના પડઘા પડતા જ રહ્યા છે. જૈન કથા-સાહિત્યનો પ્રશ્ન સાવ નિરાળો છે. જોકે જૈન ભિક્ષકોને યથેચ્છ વિહારમાં જાતિબંધનનું ડામણ નડે તેમ ન હતું, પણ તેમને જીવનચર્યાના ઉગ્ર નિયમો મુક્ત વિહારમાં આડે આવતા. તેથી ભારત બહાર જૈન કથા-સાહિત્યના પ્રચારનો સંભવ જ લગભગ ન હતો. અલબત્ત, ભારતમાં એ પ્રચાર માટે પૂર્ણ અવકાશ હતો, છતાં એમ સિદ્ધ ન થવાનાં અનેક કારણો પૈકી મુખ્ય કારણ જૈન ભિક્ષુકોની પોતાની ધર્મસ્થાન પૂરતી મર્યાદા એ જ હતું. જે જૈનો પોતાના ધર્મસ્થાનમાં જતા-આવતા રહે અને કથાશ્રવણ કરે તે તો ઓછેવત્તે અંશે જૈન કથાથી પરિચિત રહેતા, પણ જેઓ એ રીતે ટેવાયેલા ન હોય તેવા જૈનો પણ જૈન કથા વિશે ભાગ્યે જ જાણતા. તેથી જૈન કથાઓ જેટલા પ્રમાણમાં ગ્રંથોમાં આલેખાયેલી છે ને સંગૃહીત છે તેટલા પ્રમાણમાં તેનું પ્રચારક્ષેત્ર વધ્યું નથી, એ નક્કર હકીકત છે. જે વસ્તુ સાર્વજનિક ક્ષેત્રમાં પ્રચારમાં આવે છે તેમાં હંમેશાં લોકરુચિ પ્રમાણે અનેક આકર્ષક સુધારા-વધારા પણ થતા રહે છે, જેનો પ્રચાર નહિ અથવા ઓછો તેમાં કોઈ સારું તત્ત્વ હોય તોય તે આંખે વળગે અને કાનને પકડે Page #146 -------------------------------------------------------------------------- ________________ અનધિકાર ચેઝ • ૧૩૭ એવી રીતે ઉઠાવ પામતું નથી, અને કોઈ તત્ત્વ ખટકે એવું હોય તો તે તેમાંથી દૂર થવા પામતું પણ નથી. કેટલીક જૈન કથાઓની બાબતમાં કાંઈક આવું જ બન્યું હોય તેમ મને લાગે છે. જૈન સાહિત્યમાં કેટલીક કથાઓ એવી આકર્ષક અને માનવતાના ઉત્કર્ષની દૃષ્ટિએ ઉપયોગી તત્ત્વ ધરાવતી છે કે જો તે સુયોગ્ય લેખકની કળાના નવનવ સંસ્કાર પામતી રહે તો, કયારેય પણ વાસી ન થાય અને સદાય પ્રજાને દીપિકાની ગરજ સારતી રહે. કુશળ લેખક પોતાના અનુભવનાં નાનાવિધ પાસાંઓને પૌરાણિક, ઐતિહાસિક કે કલ્પિતઅકલ્પિત મિશ્ર પાત્રોના આલેખન દ્વારા એવી ઉઠાવદાર કળાથી તેમ જ રસસંભૂત છટાથી રજૂ કરે છે કે જેથી વાંચનાર-સાંભળનાર વર્ગની જિજ્ઞાસા કુંઠિત થવાને બદલે ઉત્તરોત્તર વધતી ચાલે અને જેના રસાસ્વાદ દ્વારા વાચક કે શ્રોતાને ન થાય શ્રમનો અનુભવ કે ન રહે સમય વીત્યાનું ભાન ! વાર્તા-સામાન્યનું મારી દૃષ્ટિએ આ લક્ષણ છે, જે નાની કે મોટી બધી નવલ કે નવલિકાઓને આવરે છે. હું પોતે તો એ લક્ષણમાં એટલું પણ ગર્ભિત રીતે સમાયેલું માની જ લઉં છું કે લેખકની કળા વાચક અને શ્રોતામાં વિવેક તેમ જ સાહસ પ્રગટાવે તેવી જ હોય. એવી કળા વિનાનાં લખાણો છેવટે વાચક કે શ્રોતાને ઊર્ધ્વગામી ન બનાવતાં નીચે જ પાડે છે – એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે. ગુજરાતી ભાષામાં નવલ-નવલિકાઓનું સાહિત્ય ઠીક ઠીક પ્રમાણમાં રચાયું છે, અને હજી રચાયે જાય છે. એણે વાચકોનો ચાહ પણ ઠીક ઠીક મેળવ્યો છે. કેવળ પ્રાચીન સાહિત્યનાં પાત્રોનાં આલંબનવાળું જે નવલ-નવલિકા સાહિત્ય અત્યાર લગીમાં પ્રસિદ્ધ થયું છે, તેમાં જૈન કથા-સાહિત્યને આધારે નવલ-નવલિકાઓનું રુચિર સર્જન કર્યું હોય તે તમારી જાણ મુજબ એકમાત્ર “સુશીલે કર્યું છે, અને તેમની તે કૃતિ તે અર્પણ નામક નવલિકાઓનો સંગ્રહ. ત્યારબાદ જૈન કથા-સાહિત્યના વિશાળ ખજાનામાંથી જૂની, નાનીમોટી કથાઓનો આધાર લઈ, તેનાં ઐતિહાસિક કે કલ્પિત પાત્રોના અવલંબન દ્વારા નવા યુગની રસવૃત્તિ અને આવશ્યકતાને સંતોષે એવા સંસ્કારોવાળું કથાસંવિધાન કરનાર, હું જાણું છું, ત્યાં સુધી, “જ્યભિખ્ખું' એ એક જ છે. જયભિખુ ભણતરની ચાલ ડાકોરી છાપ પ્રમાણે તો નથી ભયા એમ જ એક રીતે કહી શકાય. નથી એમણે સ્કૂલનું ભણતર પૂરું કર્યું કે નથી કૉલેજમાં પગ મૂક્યો. શાસ્ત્રોની કે સંસ્કૃત-પ્રાકૃતની જૂની પંડિતાઈના અખાડામાં પણ તેમણે બહુ કુસ્તી કરી નથી અને છતાંય તેમણે વિવિધ પ્રકારનું જેટલા પ્રમાણમાં ગુજરાતી સાહિત્ય રચ્યું છે, તે જોતાં તેમની શક્તિ અને સાધના પ્રત્યે ગુણાનુરાગમૂલક સમ્માનવૃત્તિ કોઈને પણ થયા વિના ન રહે, એમ હું સ્વાનુભવથી માનું છું. તેમનાં લખાણોની યાદી તો બહુ Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ • પરિશીલન મોટી છે. તેમ છતાં ડઝનેક જેટલી નાનીમોટી નવલો ને અર્ધ ડઝન જેટલા લઘુવાર્તાસંગ્રહો ! એટલું પણ એમની લેખનકળાની હથોટી સિદ્ધ કરવા પૂરતું છે. એમણે લખવાની શરૂઆત તો લગભગ ૧૫-૧૭ વર્ષ પહેલાં કરી. એ શરૂઆત મૂળે તો આર્થિક આવશ્યકતામાંથી જન્મી. એણે એ આવશ્યકતા ઠીક ઠીક સંતોષી પણ ખરી. અને પછી તો એમનો એ રસ–વ્યવસાય જ થઈ ગયો છે. શરૂઆતમાં એમણે વિદ્યાર્થીવાચનમાળા' જેવી નાની નાની પુસ્તિકાઓ લખી, અનેક પત્ર-પત્રિકાઓમાં પણ લખતા રહ્યા. વાચન અને ચિંતન લેખન-વ્યવસાય સાથે જ વધતું અને સમૃદ્ધ થતું ચાલ્યું. તેને પરિણામે જેમ જેમ નવી નવી કૃતિઓ જન્મતી ગઈ, તેમ તેમ તેમાં વધારે રસ અને વિચારપ્રેરકતાનાં તત્ત્વો પણ આવતાં ગયાં. ભાષા પણ વધારે સરળ અને શ્રવ્ય ઘડાતી ચાલી. એની પ્રતીતિ કામવિજેતા સ્થૂલિભદ્ર, મહર્ષિ મેતારજ, વિક્રમાદિત્ય હેમુ, ભાગ્યનિર્માણ અને ભગવાન ઋષભદેવ જેવી નવલો જોતાં થાય છે. જયભિખુની એક નવલ નામે પ્રેમભક્ત કવિ જયદેવ ઉપરથી કળાકાર શ્રી કનુ દેસાઈની દોરવણી પ્રમાણે ગીતગોવિંદ નામે ચિત્રપટ પણ તૈયાર થયું અને ઠીક ઠીક પસંદગી પણ પામ્યું. એમની ભગવાન ઋષભદેવ નામની નવલકથાને અનુલક્ષી ૨૦૦૩ના પ્રજાબંધુના દીપોત્સવી અંકમાં અધ્યાપક ઈશ્વરલાલ દવેએ અત્યારના સુપ્રસિદ્ધ નવલકારોની કળાનું બીજી દિશામાં ધ્યાન ખેંચવા લખેલું : “આપણે ઇચ્છીએ છીએ કે આપણા વાર્તાકારો સોલંકી યુગને નમસ્કાર કરી હવે સેનાપતિ (આચાર્ય) અને ભગવાન ઋષભદેવ (જયભિખુ)ની જેમ, વિશેષ સફળતાથી, નવા યુગોમાં વિહાર કરે.” ગુજરાતી સાહિત્ય સભા તરફથી થતી ચાલીસના ગ્રંથસ્થ વાડુમયની સમીક્ષા કરતાં, અધ્યાપક રવિશંકર મ. જોશીએ સ્થૂલિભદ્ર' વિશે જે લખ્યું છે તે લંબાણ-ભયનો સંકોચ ટાળીને હું પૂરેપૂરું અહીં ઉદ્ધત કરવું યોગ્ય સમજું છું. જયભિખ્ખું કૃત “સ્થૂલિભદ્રમાં નવલકથામાં ઐતિહાસિક ધર્મકથાને ઉચિત કલાથી ગૂંથવાનો સફળ યત્ન થયો છે. પ્રેમકથા, મુત્સદ્દીગીરી કે સાહસકથાઓની પુનરુક્તિથી અકળાતા લેખકોને ધર્મકથાઓને રુચિર સ્વરૂપે ગૂંથવાનું ક્ષેત્ર હજી અણખેડાયેલું અને ભાવિ સમૃદ્ધિભર્યું જણાશે. સાંપ્રદાયિક તત્ત્વો આ ક્થામાં વિશાળ માનવતત્ત્વોમાં વેરાઈ ગયાં છે, અને સ્થૂલિભદ્ર, કોશા, વિષ્ણુગુપ્ત, વરરુચિ વગેરે પાત્રો અને કોશાનો વિલાસ', “યૂલિભદ્રનો સંન્યાસ', “અજબ અનુભવો', “કામવિજેતા' વગેરે પ્રકરણો હૃદયસ્પર્શી છે. વસ્તુ સુઘટિત છે. પ્રસંગોમાં કલ્પનાપ્રેરિત ચેતન મુકાયું છે. અને ધાર્મિક તત્ત્વો વાર્તારસમાં સારી રીતે ગૂંથાઈ આખીયે નવલને સુવાચ્ય બનાવી એકતાળીસ-બેંતાળીસના ગ્રંથસ્થ વાડ્મયની સમીક્ષા કરતાં કવિ શ્રી સુંદરમે મહર્ષિ મેતારજ' વિશે લખતાં લેખકની કેટલીક મર્યાદાઓનો તટસ્થ નિર્દેશ કરીને છેવટે લખ્યું છે કે: Page #148 -------------------------------------------------------------------------- ________________ અનધિકાર ચેષ્ટ ૦ ૧૩૯ આ લેખકે જૈન ધર્મમાંથી વિષયો લઈ તે પર નવલકથા લખવાનો જે શુભ આરંભ કર્યો છે, તે ખરેખર આદરણીય છે. અને આ કાર્ય માટે તેમની પાસે પૂરતી સર્જક કલ્પનાશક્તિ પણ છે, એ આનંદદાયક હકીકત છે. પાત્રસૃષ્ટિમાં સૌથી આકર્ષક પાત્રો જ્ઞાતપુત્ર મહાવીર અને પ્રતિનાયક રોહિણેયનાં છે.ગૂજરાતી સાહિત્યમાં મહાવીરનું આવું સજીવ ચિત્ર બીજું ભાગ્યે જ હશે. કથાનો સૌથી ઉત્તમ કલાઅંશ એમાં રહેલા કેટલાક કાવ્યરચિત પ્રસંગો છે, જેમાં લેખક ઉત્તમ ઉત્તમ ઊર્મિકવિતાની છાએ પહોંચી શક્યા છે. અને પોતાના અભ્યાસનો પરિપાક તથા કલ્પનાની સૌંદર્યસર્જક શક્તિ બતાવી શક્યા છે.” ગુજરાતના વયોવૃદ્ધ સાક્ષર શ્રી કૃષ્ણલાલ મો. ઝવેરીએ જયભિખ્ખનાં કેટલાંક પુસ્તકોનો સ્વીકાર કરતાં જવાબમાં જે લખ્યું છે, તેમાંથી એક કંડિકા અત્રે ઉદ્ધત કરવાનો લોભ રોકી શકાતો નથી : “સંસ્કૃતનું આવું ઉચ્ચ જ્ઞાન, સાથે બીજી ભાષાઓનું પણ, અને કલ્પનાથી પૂર સર્જનો, Imagination in a large digree supplemented by creation faculty, એ ખાસ મને મહત્ત્વનાં લાગ્યાં. Imaginative બનાવોને મૂર્તસ્વરૂપ આપવા જેટલી કલમની શક્તિ એ પણ બીજો પ્રશંસાયુક્ત ગુણ. (૮-૬-૪૭)” લેખનના પ્રારંભકાળમાં પ્રસિદ્ધ થયેલી તેમની કૃતિ તે શ્રી. ચારિત્રવિજય. [ઈ. સ. ૧૯૩૬] એની નિર્ભય સમાલોચના એક પત્રમાં શ્રીયુત પરમાનંદ કુંવરજી કાપડિયાએ કરેલી. તેમાં તેમણે લેખકને ઘણી માર્મિક સૂચનાઓ કરી છે, પણ તેમની લેખનશક્તિ વિશેનો અભિપ્રાય ટૂંકમાં આ છે: આવી સુંદર છટાથી લખાયેલું અને આવી આકર્ષક રીતે વિવિધ પ્રકારનાં રેખાચિત્રો, છબીઓ વગેરેથી સુશોભિત બનાવેલું બીજું કોઈ જીવનચરિત્ર ગુજરાતી ભાષા-સાહિત્યમાં હજુ સુધી મારા જોવામાં આવ્યું નથી...લેખનશૈલી પણ એટલી બધી મોહક છે કે વાંચનાર પહેલેથી છેડે સુધી એકસરખા રસથી ખેંચાય જાય છે. (૩-૭-૩૭)” જોકે જયભિખ્ખું જૈન કથાસાહિત્યનો આધાર લઈ નવલ-નવલિકા લખનાર તરીકે સામાન્ય રીતે જાણીતા છે, પણ એ અપૂર્ણ સત્ય છે. એમણે અનેક નાનીમોટી નવલો અને નવલિકાઓ જૈનેતર પરંપરાના સાહિત્યને આધારે અને વ્યાપક લેખાતા ઇતિહાસને આધારે પણ આલેખી છે. દા. ત. હેમુ, ભાગ્યનિર્માણ, ભાગ્યવિધાતા એ ત્રણમાં મુસ્લિમયુગનું ઐતિહાસિક પ્રતિબિંબ છે. એ નવલો જોતાં એમ લાગે છે કે તેમણે એ યુગને સ્પર્શતું. હિંદુ-મુસ્લિમ સાહિત્ય ઠીક ઠીક પ્રમાણમાં વાંચ્યું-વિચાર્યું હોવું જોઈએ. જયદેવ’ એ પણ ઐતિહાસિક ઘટનાવાળી નવલ છે. જ્યાં લગી વૈષ્ણવ સાહિત્યનો ઠીક ઠીક પરિચય સાધ્યો ન હોય, અને તે પરંપરાનું સાંપ્રદાયિક દૃષ્ટિએ પરિશીલન કર્યું ન હોય ત્યાં લગી એવી ઉઠાવદાર નવલ કદી આલેખી ન શકાય. એનો વાંચનાર એવી Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ • પરિશીલન છાપ અવશ્ય ઝીલવાનો કે આ નવલનો લેખક વૈષ્ણવ હોય તો ના નહિ! વૈષ્ણવ પરંપરાની પ્રશંસાયેલી કે વગોવાયેલી શૃંગારભક્તિ જાણીતી છે. જ્યારે જયદેવના સૌંદર્યપૂજા' પ્રકરણમાં વાચક એ શૃંગારભક્તિના અદ્વૈતને જુએ છે ત્યારે તો એની એ છાપ વધારે દઢ બને છે. પણ આ વિષયમાં હું મારા વલણનો નિર્દેશ કરે તો તે અસ્થાને નહિ લેખાય. હું રાસપંચાધ્યાયીમાંના ગોપીકૃષ્ણના, કુમારસંભવમાંના ઉમા-મહાદેવના અને ગીતગોવિંદમાંના રાધા-કૃષ્ણના ગમે તેવા કાવ્યમય, પણ નગ્ન શૃંગારને નથી માનતો ભક્તિના સાધક કે નથી માનતો તરુણોને ઉચિત એવી શક્તિ અને દીપ્તિના પોષક! તેથી સહેજે જ જયભિખ્ખએ લખેલ “જયદેવ' નવલમાંના ઉક્ત પ્રકરણ પ્રત્યે મારું સવિશેષ ધ્યાન ગયું. મેં લેખક સાથે મુક્તમને ચર્ચા કરી તેમનો દૃષ્ટિકોણ જાણી લીધો. મેં મારો પણ દષ્ટિકોણ તેમની સામે મૂકયો. જ્યારે મેં એમ જાણ્યું કે બીજી આવૃત્તિમાં જયભિખ્ખ એ પ્રકરણ ગાળી નાખવાના છે, અને એ પણ જાણ્યું કે તરુણ પેઢીની વૃત્તિને પંપાળે એવાં શૃંગારી લેખનો વિશેષ પ્રલોભન આપી લખાવનારને પણ તેમણે નકાર્યા છે, ત્યારે મારી દઢ ખાતરી થઈ કે આ લેખકની શક્તિ હવે નવી પેઢીને બળ અને સમર્પણવર્ધક કાંઈક નવું જ આપશે. જૈન કથા-સાહિત્ય માટે ઐતિહાસિક કહી શકાય તેવી અને પૌરાણિક લેખી શકાય તેવી ઢગલાબંધ નાનીમોટી વાર્તાઓમાંથી જયભિખ્ખએ આધુનિક રૂચિને પોષે અને તોષે એવું નવલ-નવલિકા સાહિત્ય સર્જી બેવડો ઉપકાર (જો એને ઉપકાર કહેવો હોય તો) કર્યો છે. જેનેતર જગતમાં અનેક સુપ્રસિદ્ધ લેખકો એવા છે કે જે પોતે જ ગમે તેવા ખૂણેખાંચરેથી યોગ્ય કથા-વસ્તુ મેળવવાની વૃત્તિ ધરાવતા હોય છે. તેમને સર્વત્ર પ્રસિદ્ધ અને સુવિદિત એવા વૈદિક-પૌરાણિક સાહિત્ય કે બૌદ્ધ સાહિત્યમાંથી સહેજે જોઈતી કથાવસ્તુઓ મળી જાય છે, ને તે ઉપર તેઓ પોતાની હથોટી અજમાવે છે. પરિણામે એ જૂની કથાવસ્તુઓ નવે રૂપે પ્રચારમાં આવે છે. આવા શોધક લેખકોને જૈન કથાસાહિત્યમાંથી જોઈતી વસ્તુ સાંપડવાની તક બહુ જ ઓછી મળી છે. એનું એક કારણ એ પણ છે કે જૈન કથાસાહિત્ય એક રીતે સંસ્કૃત-પ્રાકૃત ભાષાના આવરણ તેમ જ ભંડાર અને પંથ-દષ્ટિના બંધિયારખાનામાં ગોંધાયેલું રહ્યું છે. તેથી કરીને તે સાહિત્યમાંથી આ યુગમાં પણ સહુને ગમે અને માર્ગદર્શક બને એવી સ્થાવસ્તુઓ સુયોગ્ય લેખકોના હાથમાં પડી નથી. બીજી બાજુએ જે ગણ્યાગાંઠ્યા જૈન લેખકો હોય અને કાંઈક નવદૃષ્ટિને આધારે કથાસર્જન કરવા ઇચ્છતા હોય તેમની સામે પંથની સંકુચિત દૃષ્ટિ ઘૂરતી હોય છે. જૂના વાઘા બદલ્યા વિના પ્રાચીન કથાવસ્તુઓ ભાગ્યે જ સાર્વત્રિક આવકાર પામે, અને એ વાઘાઓમાં સહેજ પણ લંબાણ-ટૂંકાણ કે સંસ્કાર થયા ત્યાં તો રૂઢિઓની ભૂતાવળ જાગી ઊઠે! પરિણામે એણે ગમે તેવું લખ્યું હોય તોય જૈનો ખરીદવા ન Page #150 -------------------------------------------------------------------------- ________________ અનધિકાર ચેઝ • ૧૪૧ લલચાય અને જૈનેતર જગતમાં એનો પ્રવેશ મુશ્કેલ બને. એટલે છેવટે લેખક-પ્રકાશકને બીજી દિશા સ્વીકારે જ છૂટકો. આ અને આનાં જેવાં બીજાં કારણોથી જૈન કથા-સાહિત્ય નવા સ્વરૂપમાં બહાર આવી શકતું નથી. જયભિખુએ પોતાનાં લખાણોથી એ બંને લક્ષ્ય સિદ્ધ કર્યા છે. તેમણે જેનેતર સુલેખકો સામે જૈન કથાસાહિત્યમાંથી સારી સારી કથાવસ્તુઓ રજૂ કરી તેમનું ધ્યાન એ કથા-સાહિત્ય તરફ ખેંચી તેમને નવી દિશાએ કળા અજમાવવા સૂચવ્યું છે, અને જૈન જગતને એવું ભાન કરાવ્યું છે કે તમને જે રૂઢિબંધનો નડે છે તે માત્ર તમારા સંકુચિત દૃષ્ટિબિંદુને લીધે. ખરી રીતે તો કોઈ પણ કથા કે વાત ત્રણે કાળમાં એકરૂપ હોતી કે રહી શકતી જ નથી. ખુદ પ્રાચીન જૈન લેખકો પણ તે તે દેશ-કાળના પ્રભાવ તળે આવી કથાને નવાનવા ઓપ આપતા જ રહ્યા છે. જયભિખ્ખએ બંને લક્ષ્યો કેટલા પ્રમાણમાં સિદ્ધ કર્યા છે એની સાબિતી એમના સાહિત્યનો વાચકવર્ગ જ પૂરી પાડે છે. એક તરફથી જૈનેતર જગતમાં એમનાં લખાણો બહુ જ છૂટથી વંચાય છે, જ્યારે બીજી તરફથી જૈન પરંપરાના રૂઢિચુસ્તો પણ એને વધારે ને વધારે સત્કારવા લાગ્યા છે, ને એવા નવા સર્જનની માગ કર્યા જ કરે છે. મેં ઉપર કહ્યું જ છે કે જયભિખ્ખું મુખ્યપણે જૈન કથાસાહિત્યનો આશ્રય લઈ અનેક સર્જનો કરતા રહ્યા છે, પણ આ ઉપરથી સહેજે એમ લાગવાનો સંભવ છે કે ત્યારે એ તો સાંપ્રદાયિક દૃષ્ટિ અગર પંથષ્ટિમાં બદ્ધ હશે. મને પણ શરૂઆતમાં એ જ કલ્પના આવેલી, પણ જ્યારે એમનાં લખાણમાંના કેટલાક ભાગો સાંભળ્યા ત્યારે મારો એ ભ્રમ ભાંગ્યો. એમણે જૈન પરંપરામાં પ્રસિદ્ધ અને જૈનસમાજમાં રૂઢમૂળ એવી અનેક બાબતો પોતાની વાર્તાઓમાં ગૂંથી છે ખરી, પણ એ તો પ્રસંગ-વર્ણનનું જમાવટ પૂરતું ધૂળ ખોખું છે. જ્યારે તે કોઈ સિદ્ધાંતની અને માન્યતાની ચર્ચા કરે છે ત્યારે જ તેમની પથમુક્ત દૃષ્ટિ જવા પામીએ છીએ. દા. ત. ચાલી આવતી પરંપરા પ્રમાણે સાધુઓ કે જતિઓ રાજ્યાશ્રય દ્વારા ધર્મપ્રચારમાં માનતા, અને તે માટે રાજાને કે બીજા કોઈ સત્તાધારીને રીઝવવા બ્રાહ્મણો અને બૌદ્ધ ભિક્ષુકોની પેઠે વિવિધ પ્રયત્નો કરતા જૈન પરંપરામાં પેસી ગયેલ ધર્મપ્રચારમૂલક આવી ગુલામી અને આત્મશ્રદ્ધાની મોળપ સામે જયભિખ્ખએ “ભાગ્યનિર્માણમાં ઠીક ઠીક ટકોર કરી છે. એ ઐતિહાસિક સત્ય છે કે વિદ્વાનો અને ત્યાગીઓ એક અથવા બીજા બહાના તળે સત્તાધારી અને ધનપતિઓના ગુલામ બન્યા, અને તે દિવસે તેમણે પોતાની વિદ્યા અને પોતાના ધર્મને શુદ્ધ રૂપમાં રહેવા ન દીધાં. દેશ-પતનની સાથે માનવતાનું પણ પતન થયું, અને ધર્મને નામે પંથો પરસ્પર સાઠમારીમાં ઊતરી પડ્યા. પંથના અનુયાયીઓ પણ સમગનું હિત વિસારી ખંડ ખંડ બની છાવણીમાં વહેંચાઈ ગયા, અને પછી તો કોઈ એક જ પંથના વાડાઓમાં પણ ક્લેશદ્વેષનો દાવાનળ પ્રગટ્યો. એટલે સુધી કે તેને લીધે જ્ઞાતિનું બળ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨૦ પરિશીલન તૂટ્યું, મહાજનનો મોભો ગયો, શેઠાઈ માત્ર વારસાગત રહી અને મોટે ભાગે તે દલિતો, ગરીબોને અસહાયની વહારે આવવાને બદલે તેમને જ વધારે કચ૨વા લાગી. એ સત્યને જાણે જયભિખ્ખુએ પિછાન્યું ન હોય તેમ એવા અનિષ્ટથી સમાજને બચાવવા માટે તેમણે, હેમુને યુદ્ધમાં જિતાવવા માટે જપ અને મંત્રતંત્રમાં પડેલ ત્યાગવેશધારી જૈન જાતિની ઠીકઠીક સમાલોચના કરી છે અને સૂચવ્યું છે કે જો કોઈ ધર્મમાર્ગ સ્વીકારો તો પછી એને જ રસ્તે ચાલો, અને અધર્મના કાંટા-ઝાંખરાને ધર્મનો આંબો સમજવાની ભૂલ ન કરો, ન બીજાને ભૂલમાં રાખો. મારી દિષ્ટએ માત્ર જૈન પરંપરાને જ નહિ, પણ બધી જ ધર્મપરંપરાઓને એમની ચેતવણી ખાસ ઉપયોગી છે. જ્યભિખ્ખુ અનેક પ્રસંગે વિશ્લેષણ ઠીક ઠીક કરે છે. હું માનું છું કે કોઈ પણ પ્રકારનું સાહિત્ય કેમ ન હોય, તેના વાંચનારમાં સત્-અસત્ વચ્ચેનું અંતર કરવા અને પારખવાની વિવેકદૃષ્ટિ વિકસવી જ જોઈએ. જે સાહિત્ય એ કામ ન કરી શકે તે ગમે તેવું હોય છતાં બુદ્ધિ માટે બોજરૂપ જ છે. આ કસોટીએ પણ તેમની નાનીમોટી વાર્તાઓ વાચકને ઉપયોગી થશે એમ મને લાગે છે. દા. ત. પ્રસ્તુત મત્સ્ય-ગલાગલ’ નવલનું પ્રક૨ણ મરીને માળવો લેવાની રીત' જુઓ. એમાં ગાંધીજીના હૃદય-પરિવર્તનનો અથવા એમ કહો કે પ્રાચીન ‘અવેરેણ ય વેરાણી’નો સિદ્ધાંત વ્યક્ત કરવા કરેલું નિરૂપણ વાંચનારમાં વિવેકબુદ્ધિ જાગ્રત કરે છે. એ નિરૂપણ ઉદયન, વાસવદત્તા વગેરે, દિલ સાફ કરી, નિર્ભયપણે, પોતાને હડાહડ વિરોધી માનતા ચંડપ્રકૃતિના પ્રદ્યોત સામે જ્યારે જાય છે ત્યારે બરાબર ઉપયુક્ત સ્થાને આવે છે. જયભિખ્ખુની વાર્તાઓમાં અનેક વાર દીર્ઘતપસ્વી મહાવીરનું પાત્ર આવે છે. જેને માત્ર પંથષ્ટિએ વિચારવાની ટેવ પડી હોય તે સહેજે એમ માનવા લલચાય કે જયભિખ્ખુની દૃષ્ટિ માત્ર મહાવી૨માં બદ્ધ છે, પણ મને એમના સાહિત્યનો પરિચય એમ કહેવા લલચાવે છે કે તેમણે જન્મસંસ્કાર-પરિચિત નિથનાથ મહાવીરને તો માત્ર અહિંસા અને ક્ષમાના પ્રતીકરૂપે ઉલ્લેખ્યા છે. એ દ્વારા તે બધા જ અહિંસા અને ક્ષમાના અનન્ય ઉપાસક ધર્મવીરોનો આદર્શ રજૂ કરે છે. આપણે વાચકો અને સમાલોચકોએ લેખકના મનની વાત જાણીને જ તેના વિશે અભિપ્રાય બાંધવો જોઈએ, નહિ કે નામ અને પરંપરાને આધારે ! કોઈ કૃષ્ણ કે રામની વાત કરે એટલા માત્રથી એમ માની ન શકાય કે તે રામ કે કૃષ્ણ જેટલો બીજા કોઈનો આદર કરતો નથી. આવી કલ્પના પોતે જ પંથદૃષ્ટિની સૂચક છે. વાર્તા નાની હોય કે મોટી, લેખક એની જમાવટ અમુક રીતે, અમુક પ્રસંગ લઈ કરે છે, પણ એની સફળતાની ચાવી એના મૂળ વક્તવ્ય વ્યંજનાની સિદ્ધિમાં છે. જો મૂળ વક્તવ્ય વાચકના હૃદય ઉપર વ્યક્ત થાય તો એની સિદ્ધિ કહેવાય. આ દૃષ્ટિએ પણ જયભિખ્ખુની વાર્તાઓ સફ્ળ છે. દા. ત., એક વાર દૃઢપણે કરેલો શુદ્ધ સંકલ્પ Page #152 -------------------------------------------------------------------------- ________________ અનધિકાર ચેષ્ટા ૦ ૧૪૩ હજાર પ્રલોભનો સામે કેવી રીતે અડગ રહે છે, એ વ્યક્ત કરવા સ્થૂલિભદ્રની વાર્તા લખાઈ છે, અને તે મૂળ વક્તવ્યને બરાબર ફ્રુટ કરે છે. જાતિવાદના ઉચ્ચનીચપણાનું સંકુચિત ભૂત માત્ર બ્રાહ્મણ વર્ગને જ નહિ, પણ એના ચેપથી બધા જ વર્ગોને વળગ્યું છે. જે જે એ ભૂત સામે થયા તેના વારસો જ પાછા એના પંજામાં સપડાયા. જૈન જેવી ઉચ્ચ-નીચપણાના ભૂતની ભાવના સામે બળવો કરનાર પરંપરા પણ એ ભૂતની દાસ બની. જયભિખ્ખુએ મહર્ષિ મેતારજમાં જૈનોને તેમની મૂળ ભાવનાની યાદ આપવા અને ધર્મચ્યુતિનું ભાન કરાવવા મેતારજ પાત્રની આસપાસ કથાગૂંફન કર્યું છે. તેમણે પોતાનું મૂળ વક્તવ્ય એટલી સારી રીતે અને ઉઠાવદાર છટાથી વ્યક્ત કર્યું છે કે એને પ્રશંસતા રૂઢિના ગુલામ જૈનોને પણ જોયા છે. ખરી રીતે મારી દૃષ્ટિએ ઉચ્ચનીચભાવમાં માનનાર બધા જ વર્ગોને એકસરખો બોધ આપવા માટે આ વાર્તા લખાયેલી છે; પાત્ર કેવળ જૈન કથાસાહિત્યમાંથી લીધું છે એટલું જ. લોભી અને કંગાળ વૃત્તિનો માણસ પણ કોઈનો ઉદાત્ત અને સાત્ત્વિક ત્યાગ જોઈ ક્ષણમાત્રમાં કેવી રીતે બદલાઈ જાય છે, દીન-હીન મટી કેવી રીતે તેજસ્વી બને છે, એ વસ્તુ સ્પષ્ટ કરવા તેમણે ‘દેવકૂષ્ય'ની નાની વાર્તા લખી છે. વાંચવા કે સાંભળવા માંડ્યા પછી તે પૂરી કરીને જ ઊઠવાનું મન થાય છે, અને અંતે વ્યંગ્ય સમજાઈ જાય છે. હવે બહુ લંબાવ્યા સિવાય પ્રસ્તુત મત્સ્ય-ગલાગલ' નવલકથા વિશે જ કાંઈક કહેવું પ્રાપ્ત થાય છે. સત્ય બે છે ઃ લૌકિક અથવા માયિક સત્ય અને લોકોત્તર અથવા પારમાર્થિક સત્ય. સામાન્ય જગત પહેલા જ સત્યનો આદર કરી તેમાં રસ લે છે, તેને લીધે જ્યારે તે વિડંબનામાં સંડોવાય છે ત્યારે તેમાંથી તેને મુક્ત કરવા – અંધકારમાંથી પ્રકાશપથ દર્શાવવા—કોઈ ને કોઈ મંગળમૂર્તિ લોકોત્તર સત્ય, વિચાર ને વર્તનથી, ઉપસ્થિત કરે છે. એ પ્રકાશમાર્ગમાંથી ઘણા આશ્વાસન મેળવે છે ને વળી પાછું સામાન્ય જગત તો પુરાણા ચાલેલ ચીલે – અંધકારની દિશામાં – જ ગતિ કરે છે. આમ લૌકિક ને લોકોત્તર બંને સત્યનું ચક્ર વારાફરતી પોતપોતાનું કામ કર્યે જાય છે. સત્તાની લાલચ, જાતીય આકર્ષણ, સંપત્તિનો મોહ અને મિથ્યા અભિમાન જેવાં દુસ્તત્ત્વોથી પ્રેરાયેલ કોઈ સબળ હંમેશાં પોતાનાથી નિર્બળ સામે જ બળનો પંજો અજમાવે છે. અને પોતાથી વધારે સમર્થ કે બળશાળી સામે પાછો દીનતા દાખવે છે. આ લૌકિક સત્ય છે. જે વિભૂતિને લોકોત્તર સત્ય સાક્ષાત્ થાય છે તેનાં વિચાર અને વર્તન તદ્દન જુદાં તરી આવે છે. તે કદી સબળ સામે અયોગ્ય રીતે નમતું નથી આપતો અને નિર્બળને માત્ર એની નબળાઈને કા૨ણે દબાવતો કે સતાવતો પણ નથી. ઊલટું, તે પોતાના સમગ્ર બળનો ઉપયોગ નિર્બળને દીનતામુક્ત કરી સબળ બનાવવામાં અને સબળને મિથ્યાભિમાનની દિશામાંથી વાળી તેના બળનો વિધિવત્ વિનિયોગ કરવામાં કરે છે. . Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪ - પરિશીલન સમયે સમયે આવી લોકોત્તર વિભૂતિઓને ઈતિહાસે જોઈ છે. એ વિશે કોઈને સંદેહ હોય તો, જાણે તે સંદેહ નિવારવા જ આ યુગે ગાંધીજીને જન્મ ન આપ્યો હોય ! – તેવી મૂળગત ધારણાથી જ પ્રસ્તુત નવલ આલેખાયેલી હોય એમ લાગે છે. તેથી જ તો લેખકે આ નવલ પૂજ્ય ગાંધીજીને ચરણે અર્પે છે મસ્યગલાગલ'નો અર્થ “માસ્ય-ન્યાય’ શબ્દથી પ્રગટ થતો આવ્યો છે. આ ન્યાય બહુ જૂના વખતથી જાણીતો છે, કેમ કે નિર્બળની સતામણીનું અસ્તિત્વ પણ એટલું જ જૂનું છે. લેખકે માસ્ય-ન્યાય દર્શાવવા ઈતિહાપ્રસિદ્ધ પાત્રો અને કથાનકોનો આશ્રય લીધો છે. એ પાત્રો અને કથાનકો માત્ર જૈન સાહિત્યમાં જ મળે છે તેમ નથી, પણ એ રૂપાંતરે અને ઓછેવત્તે અંશે બૌદ્ધ તેમ જ બ્રાહ્મણ સાહિત્યમાં પણ મળી આવે છે. નિગ્રંથનાથ મહાવીર તો ઐતિહાસિક છે જ, પણ એમના મામા ચેટક – જોકે એ નામથી અન્ય સાહિત્યમાં સુવિદિત નથી, છતાં તે જૈન સાહિત્યમાં તો અતિપ્રસિદ્ધ છે. ચેટકની સાત પુત્રીઓ પૈકી પાંચ પુત્રીઓ જ્યાં જ્યાં પરણી હતી ત્યાંનાં રાજ્યો સત્તાધારી હતાં અને વિશેષ સત્તા માટે મથતાં. ચેટકના એ પાંચે જમાઈઓમાં માસ્પી-ન્યાય કેવી રીતે પ્રવ અને કૌરવ-પાંડવોની પેઠે પોતાની ખાનદાની તેમ જ અંદરોઅંદરનું સગપણ વિસારી ક્ષત્રિયત્વને ભાવિ પતનની દિશામાં તેઓએ કેવી રીતે ઉન્મુક્ત કર્યું. તે લેખકને દર્શાવવું છે. અને છેવટે લોકોત્તર સત્ય ઉપસ્થિત થઈ કેવી રીતે કાર્યસાધક બને છે, એ પણ દર્શાવવું છે. આ બધું વક્તવ્ય નવલકથાની સુંદર અને રસમય ગૂંથણી દ્વારા સ્પષ્ટ થાય છે, અને વાંચનારને એમ લાગે છે કે જોકે સર્વત્ર માસ્ય-ન્યાય પ્રવર્તે છે, છતાં વચ્ચે વચ્ચે આશાસ્પદ લોકોત્તર સત્યના દીવડાઓ પણ પ્રગટતા રહે છે. આથી વાંચનાર માન્યી-ન્યાયનાં બળો જોઈ નિરાશ ન થતાં ઊલટો આશાવાન બને છે. અને સપુરુષાર્થ કરવાની પ્રેરણા પામે છે. મારી દૃષ્ટિએ આવી પ્રેરણા જન્માવવી અને પરોક્ષપણે ગાંધીજીના જ ઉદાહરણથી પુષ્ટ કરવી – એ જ પ્રસ્તુત નવલની મુખ્ય વિશેષતા છે. જયભિખ્ખની ભાષા કેટલી સહેલી, પ્રસન્ન અને અર્થવાહી છે તે એમના વાચકવર્ગથી અજાણ્યું નથી, પણ એમની આ સ્થળે એક જણાવવા જેવી વિશેષતા મને એ પણ લાગે છે કે તેઓ પ્રણાલિકાબદ્ધ, છતાં તર્ક અને બુદ્ધિથી ગ્રાહ્ય ન બને એવી કેટલીક કલ્પનાઓને બુદ્ધિગ્રાહ્ય થઈ શકે તેમ જ જીવનમાં ઉપયોગી થઈ શકે તે રીતે રજૂ કરે છે. દા. ત., ભગવાન મહાવીરે લાંબા ઉપવાસોને પારણે એક દુષ્પર અભિગ્રહ અર્થાત્ સંકલ્પ કર્યાની વાત જૈન સાહિત્યમાં પ્રસિદ્ધ છે. એ અભિગ્રહ કે સંકલ્પનું સ્વરૂપ ત્યાં એવી રીતે વર્ણવવામાં આવ્યું છે કે જાણે એ અભિગ્રહ જ અસ્વાભાવિક લાગે. પગમાં બેડી પહેરેલ, માથું મૂંડાવેલ, એક પગ ઉંબરામાં ને એક પગ બહાર મૂકેલ, Page #154 -------------------------------------------------------------------------- ________________ અનધિકાર ચેષ્ટા ૭ ૧૪૫ આંખમાં આંસુ સારેલ ઇત્યાદિ લક્ષણવાળી કોઈ સ્ત્રી ભિક્ષા આપે તો જ પારણું કરવું - એવો અભિગ્રહ ક્યામાં વર્ણવાયો છે. આધુનિક વાચકને સહેજે પ્રશ્ન થાય કે બેડી, મસ્તકમુંડન, અમુક પ્રકારની દેહસ્થિતિ, આંસુ વગેરેનો ભિક્ષા દેવા કે લેવા સાથે શો સંબંધ છે ? ભિક્ષા દેનાર ભક્તિપૂર્ણ હોય, ભિક્ષા નિર્દોષ હોય અને લેનાર સાત્ત્વિક હોય – એટલું જ ભિક્ષા લેવા-દેવા વચ્ચે અપેક્ષિત છે. તો આવી અભિગ્રહની કઢંગી કલ્પના કથામાં કેમ આવી ? આ પ્રશ્નનો જ્યભિખ્ખુએ બુદ્ધિગમ્ય ખુલાસો કર્યો છે, અને તે ભગવાન મહાવીરના સાત્ત્વિક જીવન તેમ જ જૈન સિદ્ધાંતની સાથે સુમેળ ધરાવે છે, અને તત્કાલીન ઐતિહાસિક પરિસ્થિતિને પણ ન્યાય આપે છે. તે વખતે દાસ-દાસી અને ગુલામની પ્રથા કેટલી રૂઢ તેમજ પ્રતિષ્ઠિત હતી, એ બીના ઐતિહાસિકોને સુવિદિત છે. ભગવાન મહાવીર મક્કમપણે આત્મૌપમ્યના સિદ્ધાંતમાં માનતા અને તદનુસાર જ જીવન જીવવા સંપૂર્ણપણે મથતા. જાતિગત ઉચ્ચનીચભાવ કે ગરીબી-તવંગરીકૃત દાસસ્વામીભાવ એ આત્મૌપમ્યના સિદ્ધાંતનું મોટું આવરણ છે. એ આવ૨ણ નિવારવું તે જ ભગવાનને અભિપ્રેત હતું. તેથી તેમનો અભિગ્રહ આ કે તે ચિહ્ન ધરાવનાર સ્ત્રીના હસ્તે ભિક્ષા લેવાના સ્થૂળ રૂપમાં બદ્ધ ન હતો, પણ તેમનો અભિગ્રહ લોકોમાં તુચ્છ મનાતાં ને અવગણના પામતાં દાસ-દાસીઓને પણ ઉચ્ચ લેખાતા નાગરિકો જેવાં જ માની તેમને હાથે સુધ્ધાં ભિક્ષા લઈ તેમને માનવતાનું ભાન કરાવવું એ સૂક્ષ્મ રૂપમાં સમાતો હતો. જયભિખ્ખુએ ભગવાન મહાવીરના અભિગ્રહનું આ સૂક્ષ્મ રૂપ વ્યક્ત કરી એના સ્થૂળ રૂપમાં દેખાતા કઢંગાપણાને વધારે બુદ્ધિગ્રાહ્ય કર્યું છે. ‘મત્સ્ય-ગલાગલ' શબ્દ ઘણાને અપરિચિત જેવો લાગવાનો સંભવ છે, પણ વસ્તુત: એ બહુ પ્રાચીન છે. પાણિનિ જેવા હજારો વર્ષ પહેલાં થયેલા વૈયાકરણોએ એ શબ્દને મૂળ સંસ્કૃત રૂપમાં લઈ તેની વ્યુત્પત્તિ દર્શાવી છે. આ ઉપ૨થી બે બાબતો સ્પષ્ટ સૂચિત થાય છે ઃ એક તો એ કે સબળાને ગ્રસે, એ વસ્તુ તે કાળે પણ કેટલી સર્વવિદિત હતી ! અને બીજી એ કે એ વસ્તુને સૂચવવા તે વખતના જન-સમાજે કેવો અર્થવાહી અને નજરોનજર દેખાતી યથાર્થ ઘટનાને સૂચવતો સરળ શબ્દ વ્યવહારમાં આણેલો. વ્યાકરણ શાસ્ત્રમાં તિમિતિ, મત્સંગિત અને મત્સ્ય-શિપિત જેવાં ઉદાહરણો ટાંકયાં છે. તિમિ એ નાનામાં નાનું માછલું. તેને જરાક મોટું માછલું ગળી જાય. એ મસ્ત્યને વળી એનાથી મોટું માછલું ગળે, ને એને પણ એનાથી મોટું ગળે. આ બિના ઉક્ત ઉદાહરણોમાં સૂચવાઈ છે. એ પ્રસિદ્ધ સંસ્કૃત શબ્દનું જ આધુનિક ગુજરાતીમાં રૂપાંતર ‘મત્સ્ય-ગલાગલ’ છે. એટલે જ્યભિખ્ખુએ નવલનું નામ યોજ્યું છે તે નામ જેટલું પ્રાચીન છે તેટલું જ તે અર્થગ્રાહી પણ છે. લેખકે એક સ્થળે ચિતારાનું જળાશયદર્શન અને ચિંતન આલેખતાં એ ભાવ હૂબહૂ સ્પષ્ટ કર્યો છે. પ્રકરણ ૧૦મ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ • પરિશીલન “સબળ નિર્બળને ખાય) પ્રસ્તુત કથાનું ગુંફન કરવાનો વિચાર કે પ્રસંગે ઉદ્ભવ્યો અને તેણે મૂર્ત રૂપ કેવી રીતે ધારણ કર્યું, એ હકીકત લેખકે પોતાના નિવેદનમાં બહુ સચોટપણે અને યથાર્થ રીતે રજૂ કરી છે. તે ઉપરથી વાચક સમજી શકશે કે પ્રસ્તુત કથાનું નામ કેટલું સાર્થક છે. શરૂઆતમાં આપેલ વચન પ્રમાણે, પોતાનો અનધિકાર જાણવા છતાં, અત્રે લખાણની પ્રવૃત્તિ કરવાની લાલચ કેમ થઈ આવી, એનો ખુલાસો મારે કરવો રહે છે. ખુલાસામાં મુખ્ય તત્ત્વ તો લેખક પ્રત્યે બહુ મોડું મોડું થયેલું મારું આકર્ષણ છે. એનાં બે કારણો : એક તો લેખકની મેં જાણેલી નિર્ભય સાહસિક વૃત્તિ, અને બીજું એમની સતત સાહિત્ય-વ્યાસંગવૃત્તિ. આ ટૂંક નિર્દેશનું સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. એમ તો અમદાવાદમાં સોળ-સત્તર વર્ષ થયાં, અને તે પણ બહુ નજીક નજીક અમે રહેતા. છતાં કહી શકાય એવો પરિચય તો ત્રણેક વર્ષ પહેલાં થયો, અને ચિત્તને વિશે આકર્ષનારી હકીકત તો થોડા વખત પહેલાં જ જાણવા પામ્યો. નૈતિક બળને આધારે, કશા પણ જોખમનો કે અગવડનો વિચાર કર્યા સિવાય, પોતાના આશ્રયદાતા અને શ્રદ્ધેય લેખાતા સંસ્થાના અધિષ્ઠાયક ગુરુવર્ગ સામે બળવો કરવાની વૃત્તિ, એ મને આકર્ષનારું જયભિખ્ખના જીવનનું પ્રથમ તત્ત્વ. લગભગ બેંતાળીસ વર્ષ પહેલાં કાશીમાં મારા મિત્રો સાથે મારે જે સ્થિતિનો સામનો કરવો પડેલો, તેવી જ સ્થિતિનો અને તે જ વર્ગ સામે સામનો પોતાના મિત્રો સાથે જયભિખ્ખને કરવો પડ્યો, એ અમારી સમશીલતા, પણ એથીયે વધારે આકર્ષણ તો તેમનામાં આવિર્ભાવ પામેલા વંશપરંપરાગત સંસ્કારને જાણીને થયેલું છે. હકીકત એ છે કે જયભિખુ ઉર્ફે બાલાભાઈ દેસાઈના જ એક નિકટના પિત્રાઈ, નામે શિવલાલ ઠાકરશી દેસાઈ, કાશીમાં મારી સાથે હતા. મારાયે પહેલાં તેમણે પોતાને આશ્રય આપનાર અને પોતે જેને શ્રદ્ધેય માનેલ તેવા અધિષ્ઠાયક ગુરુજન સામે નૈતિક બળની ભૂમિકા પર જ બળવો કરેલો અને પૂરેપૂરી અગવડમાં મુકાવા છતાં જરાય નમતું નહિ તોળેલું. એ દશ્ય આજે પણ મારી સામે નાચતું હોય તેવું તાજું છે, અને મને પણ એ જ ભાઈના સાહસથી કાંઈક અજ્ઞાત રીતે સાહસ ખેડવાની પ્રેરણા મળેલી. જ્યારે મને માલૂમ પડ્યું કે બાલાભાઈ એ તો ઉપર્યુક્ત શિવલાલ ઠાકરશીના પિત્રાઈ અને વધારામાં એ માલુમ પડ્યું કે તેમણે પણ એમના જ જેવી અને એ જ ભૂમિકા ઉપર અને એ જ વર્ગ સામે બળવો કર્યો, ત્યારે એક બાજુથી વંશપરંપરાગત સંસ્કાર ઊતરી આવવાનું આશ્ચર્ય થયું અને બીજી બાજુથી જયભિખ્ય પ્રત્યે આકર્ષણ વધ્યું. નવાઈની વાત તો એ છે કે શિવલાલ ઠાકરસી દેસાઈના બળવા વખતે જયભિખ્ખનો જન્મ પણ થયો ન હતો. Page #156 -------------------------------------------------------------------------- ________________ અનધિકાર ચેઝ • ૧૪૭ આકર્ષનારી બીજી બાબત એ – જયભિખુની સાહિત્ય પરિશીલનવૃત્તિ છે. જે વૃત્તિ સાથે મારું જીવન પહેલેથી જ એક અથવા બીજે કારણે જોડાયેલું છે, તે જ વૃત્તિ સાથે તેમનું આખું જીવન જોડાયેલું છે. આ બીજી સમશીલતા. જયભિખ્ખએ એ વૃત્તિના બળે અને આત્મવિશ્વાસે બીજા કેટલાક એવા સંકલ્પો કરેલા છે કે જે પુરુષાર્થી અને સ્વાવલંબી જીવનના જ આધાર ગણાય. મુખ્ય આ બે બાબતોના આકર્ષણે મને અનધિકારના વિચારની ઉપેક્ષા કરાવી અને એ જ આ સ્થળે લખવાનો મારો જો અધિકાર કહી શકાય તો) મુખ્ય અધિકાર છે.* ૯ શ્રી જયભિખ્ખની નવલકથા મત્સ્ય-ગલાગલ'ની પ્રસ્તાવના. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૭. ત્રિવેણી સ્નાન - આ પુસ્તકનું ત્રિવેણી' નામ અનેક દૃષ્ટિએ અર્થવાહી છે. જ્યાં ત્રણે વહેણ મળે અને તેને લીધે જે સ્થાન તીર્થ બને તે ત્રિવેણી. વહેણ શબ્દનું સંસ્કૃત મૂળ વહન છે. વહન એટલે સતત વહેતો સલિલપ્રવાહ. જે પ્રવાહ સતત વહેતો હોય છે તે સ્વાભાવિકપણે જ સ્વચ્છ હોય છે. આવા ત્રણ જલપ્રવાહો તો દુનિયાની ભૂગોળમાં અનેક સ્થળે મળતા હશે, પણ ત્રિવેણી શબ્દ ભારતીય પરંપરામાં રૂઢ થઈ ગયો છે અને તે પ્રયાગમાં થતા નદીસંગમનો ખાસ બોધક છે. આમ તો અત્યારે દેખીતી રીતે એ સંગમમાં ગંગા અને યમુનાનાં જળ મળે છે, પણ પૌરાણિક અને કાંઈક ઐતિહાસિક માન્યતા એવી છે કે તેમાં સરસ્વતીનાં જળ પણ ભળતાં. તેથી જ કાલિદાસે દિલીપની સસન્તા પત્ની સુદક્ષિણાને અન્ન સલિલા સરસ્વતી નદી સાથે સરખાવી સૂચવ્યું છે કે સરસ્વતીનો પ્રવાહ ભૂમિઅન્તર્ગત છે. આમ ગંગા, યમુના અને સરસ્વતી ત્રણ જલપ્રવાહો-વહન-વહેણ–વેણના સંગમને ત્રિવેણી સંગમ કહેવાય છે. જલ, જલરાશિ અને તેમાંયે સતત વહેતા જલરાશિએ પ્રાણીમાત્રને આશ્રય આપ્યો છે. માનવજાતિ તો એના પ્રત્યે મુગ્ધ જ છે. જલરાશિ અને સતત વહેતો જલરાશિ હોય ત્યાં માનવ અનેક પ્રકારના ઐહિક ઉપયોગોને કારણે વસે છે, ઠરીઠામ થાય છે, પણ કેટલીક વાર એવાં સ્થાનોને માનવજાતિએ “તીર્થ” પદ અર્પ અસાધારણ મહત્ત્વ આપ્યું છે. આર્યજાતિ આવાં તીર્થોમાં બહુ રાચતી, તેથી જ તેણે જલાશયો, ખાસ કરી નદીઓ, મહાનદીઓ અને તેના સંગમોને પવિત્ર ભાવે પૂજ્યા છે; અને આજે પણ એ શ્રદ્ધા અતૂટ છે, કદાચ પ્રવર્ધમાન પણ છે. આવાં સંગમસ્થાનો કુદરતી શોભા-સૌંદર્ય અને સગવડને કારણે જ માત્ર આકર્ષક કે તીર્થ નથી બન્યાં, પણ તેના તીર્થપદ સાથે સાંસ્કૃતિક અને ખાસ કરી આધ્યાત્મિક ભાવનો જીવતોજાગતો ઇતિહાસ પણ સંકળાયેલો છે. આર્યજાતિએ આવાં જે જે તીર્થો કયાં છે તે તે સ્થાનમાં વિદ્વાનો, સંતો અને વિશિષ્ટ ત્યાગીઓની એક અખંડ હારમાળા પરાપૂર્વથી ચાલી આવે છે. આ રીતે ત્રિવેણી જેવાં તીર્થોનું તીર્થપણું–તારકપણું એ મુખ્યપણે વિદ્યા, ભક્તિ અને આધ્યાત્મિકતાને લીધે જ પોષાયેલું છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ત્રિવેણીસ્નાન • ૧૪૯ જેમ ત્રિવેણી સંગમમાં ત્રણ નદીઓનું મિલન થાય છે તેમ પ્રસ્તુત પુસ્તકમાં ત્રણ વ્યક્તિઓનું અને ત્રણ ભાવોનું મિલન છે. ત્રણ વ્યક્તિઓ એટલે સોક્રેટિસ, રામકૃષ્ણ પરમહંસ અને ગાંધી બાવા. ત્રણ ભાવો એટલે જ્ઞાન, ભક્તિ અને કર્મ તેમ જ શીલ, , સમન્વય અને સત્યાગ્રહ. " સોક્રેટિસ એ શીલનું પ્રતીક છે. પરમહંસદેવ શીલ અને સમન્વયનું પ્રતીક છે તો ગાંધીજી એ શીલ, સમન્વય અને સત્યાગ્રહનું પ્રતીક છે. બીજી પરિભાષામાં કહીએ તો સોક્રેટિસ જ્ઞાન અને સમજણની મૂર્તિ છે, તો પરમહંસદેવ ભક્તિની પ્રતિમા છે, અને ગાંધીજી એ સદેહ કર્મયોગ છે. આ બધું કેવી રીતે છે તેનો સચોટ ખ્યાલ આ લઘુ પુસ્તક વિશદ રીતે પૂરો પાડે છે. વિજ્ઞાનના વિકાસે અત્યારે તો ભૂમિના કોઈ પણ એક છેડાને તેનાથી તદ્દન વિરુદ્ધ દિશામાં આવેલ દૂરવર્તી બીજા છેડા પાસે લાવી મૂક્યો છે. આજે અહીં ઘરખૂણે બેસી ઉત્તરધ્રુવમાં થતા વાર્તાલાપને આપણે સાંભળી શકીએ છીએ. યોગશાસ્ત્રના વિભૂતિપાદમાં એવી વિભૂતિ, લબ્ધિ યા અભિજ્ઞાની વાત છે કે યોગી અમુક વિભૂતિથી દૂર દૂરનાં, ઠેઠ સ્વર્ગ સુધીનાં શબ્દો અને ગીતો સાંભળી શકે છે; દૂર દૂરનાં રૂપોને નિહાળી પણ શકે છે. તે વિભૂતિ જુદી રીતે પણ કેટલેક અંશે વૈજ્ઞાનિક વિકાસે આપણી સામે સાકાર કરી છે. યંત્રયુગના વિકાસ સાથે જ પૂર્વ-પશ્ચિમનું મિલન વધારે ને વધારે વ્યાપક તેમ જ સર્વસાધારણ બનતું ગયું. પૂર્વને પશ્ચિમનો અને પશ્ચિમને પૂર્વનો પરિચય વધારે પ્રમાણમાં અને તે પણ વિશેષ, પ્રમાણભૂત રૂપે થતો ચાલ્યો. આમાં અંગ્રેજી ભાષાએ ભારે મદદ કરી. ભાષાનો અંતરાય તૂટ્યા વિના દૂર દૂરનાં અંતરો ખસી જતાં નથી. અંગ્રેજી ભાષા અને તેના અનેકવિધ સાહિત્યના અભ્યાસે પૂર્વનાં નેત્રો ખોલ્યાં એ જ રીતે સંસ્કૃત આદિ પીરસ્ય ભાષાઓના અધ્યયને વિદ્વાનોનાં નેત્રોમાં અંજનશલાકાનું કામ કર્યું. બંને પ્રજાઓ એકબીજાના આત્માને ઓળખવા લાગી. અંગ્રેજી સાહિત્યના અનુશીલન પહેલાં કોઈ પીરસ્યને, ખાસ કરીને સર્વસાધારણ ભારતવાસીને, સોક્રેટિસ આટલો બધો જાણીતો ન હતો. સોક્રેટિસ જો ભારતમાં જન્મ્યો હોત અને તેનું જન્મકૃત્ય ભારતમાં સમ્પન્ન થયું હોત તો તેણે ભારતીય અવતારમાળાઓમાં ચોક્કસ સ્થાન મેળવ્યું હોત એવી એની શીલમૂર્તિ છે. આજે તો ભારતની મુખ્ય મુખ્ય ભાષાઓમાં ભાગ્યે જ એવી કોઈ હશે કે જેમાં સોક્રેટિસનું જીવન સંક્ષેપ કે વિસ્તારથી આલેખાયેલું ન હોય. મેં હિંદી આદિ ભાષાઓમાં જે જે સોક્રેટિસ વિશે વાંચ્યું કે સાંભળ્યું છે તે બધા કરતાં પ્રસ્તુત પુસ્તકમાં આલેખાયેલ સોક્રેટિસનું રેખાચિત્ર ભારે ઉઠાવદાર અને વાચકને ઊર્ધ્વપ્રેરણા આપે તેવું મને લાગ્યું છે. એના લેખકે સોક્રેટિસ વિશે એટલું બધું વાંચ્યું-વિચાર્યું લાગે છે કે એ રેખાચિત્રના વાકયે વાકયે, કંડિકાએ કંડિકાએ વાચક વધારે ને વધારે ઊર્ધ્વગામી બનતો જાય છે. ગ્રીસ, એથેન્સ, સ્પાર્ટીનો ઈતિહાસ ટૂંકમાં પણ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦૦ પરિશીલન મળી જાય છે. ગ્રીસનાં વિચાર, વાણી, કળા, સ્વાતંત્ર્ય આદિની સમૃદ્ધિનું ચિત્ર ઊપસી આવે છે. એથેન્સ અને સ્માર્ટીના સંઘર્ષને પરિણામે સોક્રેટિસનો અંતરાત્મા કેવી રીતે જાગી ઊઠે છે અને તેની કર્તવ્યદિશા કેવી બદલાઈ જાય છે તેનું હૂબહૂ મનોહર ચિત્ર આ કથામાં મળી આવે છે. કોલિય અને શાકયના સંઘર્ષે અહિંસા અને નિર્વેરની ભાવના વિકસાવવા જેમ બુદ્ધને જગાડ્યા, અને બુદ્ધ મારફત જગતને એક નવો જ સંદેશ મળ્યો, તેમ સૉક્રેટિસના જાગેલા અંતરાત્માએ એથેન્સવાસીઓને અને તે દ્વારા સમગ્ર માનવજાતને એક ક્રાંતિકારી નવો પાઠ શીખવ્યો. તે પાઠ એટલે સાચી સમજણ. જેને આર્યલોકો સમ્યગ્દષ્ટિ યા વિવેકખ્યાતિ કહે છે તેને જ સોક્રેટિસ સાચી સમજણ કહે છે. સોક્રેટિસની સાચી સમજણ એ પરોક્ષ સમજણ નથી, પણ અન્તઃ પ્રજ્ઞારૂપ પ્રત્યક્ષ . સમજણ છે. એટલે તેની સાથે અનિવાર્યપણે અનુરૂપ શીલ આવે જ છે. તેથી જ સૂત્રતામાં ભગવાન મહાવીરનો અનુભવ નોંધાયેલ છે કે – “સમરવું તે મોળ, મો સમ્પરમેવ ર” એટલે સાચી દૃષ્ટિ યા સાચી સમજણ એ જે મૌન યા મુનિત્વ એટલે સદાચાર છે અને સદાચાર એ જ સાચી સમજણ છે. બંનેનો અભેદ છે. સાચા અંતર્મુખ સંતોમાં સમજણ અને શીલ એ બે વચ્ચેનું અંતર માત્ર શાબ્દિક હોય છે, તાત્ત્વિક નહિ. આંખ ને જીભ જેવી જુદી જુદી ઇન્દ્રિયોથી ગ્રહણ થતાં રૂપ અને સ્વાદ બંને જુદાં છે, એમ આપણે કહીએ છીએ. તેનો અર્થ એ નથી કે દૂધમાં રહેલ સફેદી અને મીઠાશ એ બંને તત્ત્વતઃ જુદાં છે. જેમ એ બંને તત્ત્વતઃ એક છે, માત્ર ઇન્દ્રિયજ્ઞાનના ભેદથી વ્યવહારગત ભેદ છે તેમજ અંદરથી ઊગેલ સાચી સમજણ અને શીલ એ બંને તાત્ત્વિક રીતે એક જ છે. સોક્રેટિસ સાચી સમજણ ફેલાવવા માટે કાંઈ પણ કરવું ચૂકતો નહિ. એને પરિણામ એની સામે ક્રાઈસ્ટની જેમ મૃત્યુ આવ્યું. એણે એને અમરપદ માની વધાવી લીધું. આ તેના શીલની અંતિમ કસોટી. આવી રોમાંચક, બોધક અને ઊર્ધ્વપ્રેરણા આપતી સોક્રેટિસની જીવનગાથા એ પ્રસ્તુત પુસ્તકનું પહેલું વહેણ છે. આ પુસ્તકનું બીજું વહેણ છે સ્વામી રામકૃષ્ણ પરમહંસ. આ ગઈ શતાબ્દીની એક અસાધારણ ભારતીય વિભૂતિ છે, પણ જેમ સૉક્રેટિસ એના અંતર્બળને કારણે માત્ર ગ્રીસનો ન રહેતાં માનવજાતનો માન્યપુરુષ બન્યો, તેમ પરમહંસ એ મૂળે બંગાળી છતાં સમગ્રપણે ભારતીય બનવા ઉપરાંત એક વિશ્વવિભૂતિ પણ બન્યા. સોક્રેટિસને વિશ્વમાન્ય થતાં વખત ઘણો લાગ્યો, કેમકે વચલા સમયમાં એક એવું વિશ્વવ્યાપી ભાષામાધ્યમ અસ્તિત્વમાં ન હતું, જ્યારે પરમહંસદેવ તો થોડા જ વખતમાં વિશ્વવંદ્ય વિભૂતિઓમાં સ્થાન પામ્યા, તે એવા વિશ્વવ્યાપી ભાષામાધ્યમની સુલભતાને કારણે. જો સ્વામી વિવેકાનંદ જેવો સમર્થ સંન્યાસી પણ અંગ્રેજી ભાષા જાણતો ન હોત તો પરમહંસદેવની આખા ભારતમાં જાણ થવામાં પણ વધારે વિલંબ થાત. રોમા રોલાં જેવાએ પરમહંસ વિશે ઉદાત્તભાવે લખ્યું તે પણ એવી જ ભાષામાધ્યમની સુલભતાને આભારી છે, પણ Page #160 -------------------------------------------------------------------------- ________________ ત્રિવેણીસ્નાન • ૧૫૧ સવાલ તો એ છે કે એક આવો અભણ, ગામડિયો બ્રાહ્મણ અને તે પણ પૂજારી, એટલે ઊંચે સ્થાને પહોંચ્યો તેની પાછળ શું રહસ્ય છે ? આનો ઉત્તર પ્રસ્તુત પુસ્તકના લેખકે પરમહંસના રેખાચિત્રમાં અનેક દૃષ્ટિએ આપ્યો છે. પરમહંસદેવનું આધ્યાત્મિક ખમીર કેવું હતું, એમનો કાળીમાતા પ્રત્યેનો ભક્તિભાવ કેવો સર્વાગીણ અને વિવેકપૂત હતો, એમની દૃષ્ટિ અને વાણી કેવી અમૃતવર્ષિણી તથા અમોઘ હતી, એ બધું લેખકે ગંભીર ભાવે આલેખ્યું છે અને પ્રસંગે પ્રસંગે ઉપનિષદો તેમ જ સંતોનાં માર્મિક વચનોને આધારે રહસ્ય પણ પ્રગટ કર્યું છે. પરમહંસ જાણીતા છે એમના ભક્તિમાર્ગને લીધે; પણ ભક્તિમાર્ગમાં સાચી સમજણ અને સત્કર્મનો કેવો મેળ હતો એ પણ એમના શિષ્યો સાથેના કે ઈતર સાથેના વાર્તાલાપોથી જણાઈ આવે છે. પરમહંસદેવનાં ઉપમા અને દૃષ્ટાંત અગર ટુચકા એ તો એમની જ વિશેષતા છે. આ વિશેષતાએ અનેકોને આકર્ષ્યા, અનેક વિદ્વાનોને જીત્યા. એમણે જ નરેન્દ્રમાંથી વિવેકાનંદ પ્રગટાવ્યો. વિવેકાનંદ પરમહંસદેવની ભક્તિમાં રહેલાં જ્ઞાન અને કર્મનાં બીજકોને એવાં વિકસાવ્યાં કે આજે રામકૃષ્ણ મિશન એટલે એક રીતે જ્ઞાન, ભક્તિ અને કર્મનું મિશન એવો અર્થ થાય છે. વિવેકાનંદ પહેલાં પણ ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક સંપત્તિની સુવાસ પશ્ચિમના અનેક ખૂણામાં પ્રસરી હતી, પરંતુ એ પ્રસારને વિવેકાનંદે બહુ મોટો વેગ આપ્યો. પછી તો ટાગોર, ગાંધીજી અને અરવિંદ પણ ફલક ઉપર આવ્યા અને એમના વિચાર તેમ જ વર્તને પૂર્વ-પશ્ચિમના દષ્ટિકોણોને સમીપ આણવામાં બહુ મોટો ફાળો આપ્યો. પરમહંસદેવમાં જેમ શીલનું તત્ત્વ તરી આવે છે તેમ સર્વધર્મસમભાવ અને સર્વગુણસંગ્રહનું સમન્વયતત્ત્વ પણ તરી આવે છે. તેથી જ લેખકે એમને શીલ અને સમન્વયની મૂર્તિરૂપે આલેખ્યા છે. રામકૃષ્ણ પરમહંસના જીવનપ્રસંગો અનેક ભાષામાં આલેખાયેલા મળે છે. ગુજરાતીમાં પણ આ પહેલાં છપાયેલ છે, પરંતુ લેખકે આ પુસ્તકમાં તેનું જે સ્પષ્ટ સમજણ, ભક્તિભાવ અને આધ્યાત્મિક ભૂમિકાથી તટસ્થભાવે નિરૂપણ કર્યું છે તે વાચકને ઊર્ધ્વભૂમિકા ભણી પ્રેરે એવું છે. પુસ્તકનું ત્રીજું વહેણ છે ગાંધીજી. લેખકે સૉક્રેટિસ તેમ જ રામકૃષ્ણ પરમહંસ વિશે જે લખ્યું છે તે પ્રામાણિક લેખકો અને લેખોને આધારે, છતાં એ લખાણ એકંદર પરોક્ષ જ્ઞાનની કોટિમાં આવે. સૉક્રેટિસ લગભગ પચીસસો વર્ષ પહેલાં થયેલ. તેટલા દૂર ભૂતકાળની અને ગ્રીસ જેવા સુદૂરવર્તી દેશની પૂરેપૂરી તાદશ માહિતી તો સુલભ જ નથી. જે કાંઈ મળે છે તે અનેક સાધનો વાટે ચળાતું અને પ્રમાણમાં થોડું. સ્વામી રામકૃષ્ણ થઈ ગયાને એવો કોઈ લાંબો ગાળો વીત્યો નથી, પણ લેખકે તેમનો જાતપરિચય સાધ્યો નથી એ તો હકીકત છે, પરંતુ ગાંધીજી વિશે લેખક જે લખે છે તેની ભૂમિકા જુદી છે. લેખકે ગાંધીજીનો સહવાસ ઠીકઠીક સાધેલો, એમની અનેકવિધ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર • પરિશીલન પ્રવૃત્તિઓમાં એમના જીવનકાળ દરમિયાન જ પ્રત્યક્ષ ભાગ લીધેલો અને ગાંધીજીની જીવનદષ્ટિને પોતાની રીતે અમલમાં મૂકનાર તપસ્વી નાનાભાઈ ભટ્ટ જેવાની દીર્ઘકાલીન શીતલછાયાને આશ્રયે ચાલતી પ્રજા-ઉત્થાનને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓમાં તેઓ પહેલેથી અત્યાર લગી સતત જોડાયેલા રહ્યા છે, અને શિક્ષણ તેમ જ વ્યવહારમાં ગાંધીજીની જીવનદષ્ટિ, વિચારસરણી તેમ જ વ્યવહારપદ્ધતિઓને તટસ્થ અને વિવેકી અધ્યાપકની અદાથી કસોટી ઉપર ચઢાવતા રહ્યા છે. તેથી જ્યારે લેખક ગાંધીજી વિશે લખે છે ત્યારે તેમાં પ્રત્યક્ષ પરિચય અને સ્વાનુભવનું પૂરેપૂરું બળ છે. આ વસ્તુની પ્રતીતિ લેખકના એકેએક વિચાર અને વિધાનમાંથી મળી રહે છે. ગાંધીજીના જીવનના એકેએક પાસાને લઈ લેખકે તેનું સ્પષ્ટીકરણ અને વ્યાકરણ કર્યું છે. જેમ હું પોતે મક્કમપણે માનું છું કે ગાંધીજી એટલે જીવતી ગીતા અથવા ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મનો સુગમ સમન્વય, તેમ લેખક પણ એવી જ કોઈ વિવેકપૂત શ્રદ્ધાને બળે ગાંધીજી વિશે સર્વગ્રાહી નિરૂપણ કરવામાં મારી દૃષ્ટિએ પૂરેપૂરા સફળ થયા છે. માતૃભાષાનું માધ્યમ, ગ્રામરચના, રચનાત્મક પ્રવૃત્તિઓ, વિકેન્દ્રીકરણ, યંત્રવાદ, કોંગ્રેસ અને રાજકીય પક્ષોના સંબંધો, યુદ્ધનાબૂદી, પાયાની કેળવણી વગેરે જે જે સેરો ગાંધીજીની અહિંસાના પાતાળકૂવામાંથી કદી ન સુકાય એવી રીતે ફૂટી અને વહેવા લાગી છે તેના સ્પષ્ટીકરણમાં લેખકે વાચન- ચિત્તન ઉપરાંત સ્વાનુભવનો પણ ઉપયોગ કર્યો છે. તેથી ગાંધીજી વિશેનું આખું નિરૂપણ હરકોઈને માર્ગદર્શક થઈ પડે તેવું છે. ગાંધીજી પછી કર્મયોગપર્યવસાયી અહિંસાની જીવંતમૂર્તિસમા આજે સૌની નજરે વિનોબા આવે છે. આમ તો વિનોબા અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા જ રહ્યા છે, પણ આજે એમની પ્રવૃત્તિઓનો સરવાળો એકમાત્ર “ભૂમિદાન’ શબ્દમાં સમાઈ જાય છે. લેખકની કર્મશીલ અને ઉદાર દષ્ટિ વિનોબાને બરાબર પારખી ગઈ છે. તેથી તેમણે ભૂમિદાનમાં પણ યોગ આપ્યો છે અને આપે છે. ભૂમિદાનયાત્રા પ્રસંગે તેમણે જે કાંઈ કહ્યું હશે તેનો સંક્ષેપ પૂર્તિરૂપે આ પુસ્તકમાં મૂક્યો છે, તે એક રીતે સુસંગત છે. જે વ્યક્તિ ગાંધીજીની જીવનદષ્ટિને બરાબર સમજી તેને અમલમાં મૂકવાનો સતત પ્રયત્ન કરતી આવી હોય, અને જે નવાં નવાં માંગલિક બળોને ઝીલવા જેટલી ઉદારવૃત્તિ પણ ધરાવતી હોય તે વ્યક્તિ વિનોબાજીની વિચારસરણી અને પ્રવૃત્તિથી કદી અલિપ્ત રહી ન શકે એમ હું સમજું છું. એટલે પ્રસ્તુત પૂર્તિ એ પણ ગાંધીજીના જ જીવનસ્ત્રોતનો એક ભાગ ગણાવો જોઈએ. પ્રસ્તુત પુસ્તકના લેખક છે શ્રી. મનુભાઈ. તેઓ “દર્શક અને મનુભાઈ પંચોળીના નામે જાણીતા છે. તેમનાં લખાણો વાચકોમાં એટલાં બધાં પ્રિય થઈ પડ્યાં છે કે એક Page #162 -------------------------------------------------------------------------- ________________ ત્રિવેણીસ્નાન • ૧૫૩ વાર તેમનું કાંઈ લખાણ વાંચે તે ફરી તેમનાં બીજાં અને નવાં લખાણોની શોધમાં રહે છે. તેમનાં લખાણની ઘણી વિશેષતાઓ છે, પણ તેમાંથી મુખ્ય મુખ્ય ગણાવવી હોય તો તે આ રહી : વાક્યો યથાસંભવ ટૂંકાં, ભાષા ઘરગથ્થુ છતાં સંસ્કારી, વાચનની વિશાળતા અને ચિંતનનું ઊંડાણ, અનેકવિધ પ્રજાઉત્થાનની પ્રવૃત્તિઓનો જાતઅનુભવ અને નિર્વેર સ્પષ્ટભાષિતા. આવી વિશેષતાવાળા લેખકનું ત્રિવેણી પુસ્તક એ વાસ્તવમાં “ત્રિવેણીતીર્થ જ બની રહે છે. મેં એમાં સ્વસ્થ મનથી સ્નાન કર્યું છે, શીતળતા અનુભવી છે. જેઓ આમાં સ્નાન કરશે તેઓ મારા અનુભવની સત્યતાને ભાગ્યે જ ઇનકારશે.* * શ્રી ‘દર્શક’ના પુસ્તક ત્રિવેણીતીર્થની પ્રસ્તાવના. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૮. સ્મૃતિશેષ શ્રી' સંજ્ઞાથી જે નિબંધાવળી “અખંડ આનંદ”માં આજ લગી પ્રસિદ્ધ થતી રહી છે, તે તરફ પ્રથમથી જ મારું ધ્યાન ગયેલું. બીજા લેખો ન વંચાય તોપણ એ નિબંધિકા સાંભળવાની લાલચ શમી નથી, એમ યાદ આવે છે. હું પ્રથમ જાણતો ન હતો કે એના લેખક મારા એક સુપરિચિત સજ્જન છે. એ નિબંધિકાઓની મારા મન પર જે છાપ ઊઠતી જતી હતી, તે મને એમ માનવા પ્રેરતી હતી કે આનો લેખક કોઈ સૂક્ષ્મચિંતક અને પ્રાંજલ લખાણની શક્તિ ધરાવતો હોવો જોઈએ. એ નિબંધિકાઓ સાંભળતી વખતે મને ઇમર્સનનાં તત્ત્વચિંતનોની અને કાકા કાલેલકરે ગીતાધર્મમાં લખેલા દેવી સંપત ઉપરના નિબંધોની યાદ આવ્યા કરી છે; અલબત્ત, બધા ચિંતકો અને લેખકોની વિચાર તેમ જ લેખનપ્રક્રિયા કાંઈ તદ્દન સમાન હોતી નથી. જ્યારે મેં જાણ્યું કે એ પ્રકારની નિબંધિકાઓનો સંગ્રહ છપાયો છે, ત્યારે મેં હૃદયથી એને આવકાર્યો. એક તો ક્રમે ક્રમે સામયિકોમાં પ્રસિદ્ધ થયેલાં લખાણો સૌને એકસાથે સુલભ નથી હોતાં, અને જેઓ પાસે અંકોની ફાઈલ હોય તેઓ પણ એક એક અંગ કાઢી તેને વાંચવા જેટલી ઉત્કટતા ભાગ્યે જ ધરાવતા હોય છે. તેથી ઊલટું, જ્યારે એકસામટો સંગ્રહ હાથમાં પડે ત્યારે સહેજે ગમે તે વાંચવાનું મન થઈ આવે છે. અને એક વાર કોઈ નિબંધે રસ જગાડ્યો તો પછી વાચક એને પૂરેપૂરું વાંચ્યા વિના છોડતો જ નથી. વળી આ લખાણો નિબંધ કરતાં નિબંધિકા જ વધારે છે. એક તો એ કે તે કંટાળો આપે કે થકવે એવા લાંબા નથી, અને બીજું એ કે દરેકના વિષયો દેખીતી રીતે જુદા જુદા હોવા છતાં, સળંગ જીવનની દૃષ્ટિએ તદ્દન પરસ્પર સંકળાયેલા છે. એની ભાષા જરાય કૃત્રિમ કે સંસ્કૃતના ભારથી લદાયેલ નથી, ને શિષ્ટતાનું પૂરેપૂરું ખમીર ધરાવે છે. જોકે ઘરગથ્થુ શિષ્ટ ભાષાનું એક કલેવર જ ઘડાયું ન હોય, એમ લાગ્યા કરે છે. એમાં પ્રસંગોચિત જે ઉપમાઓ અને દૃષ્ટાંતો આવે છે, તે તો મારી દૃષ્ટિએ વિચારવંત વાચકને ઘડીભર થંભાવી દે તેવાં સચોટ છે. એમાં અર્થપૂર્ણ નવીનતા દીસે છે. અને મૂળ વક્તવ્યને અજબ રીતે સ્ફટ કરે છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ મૃતિશેષ • ૧૫૫ નિબંધિકાઓની એક ખાસ ખૂબી એના વિચારોના વળાંકો અને વલણોમાં રહેલી છે. લેખક કોઈ પણ વિષયની ચર્ચા કરે છે, ત્યારે તે તે વિષયને લગતા મુદ્દાઓને એક પછી એક એવી રીતે સ્પર્શે છે અને ઊંડો ઊતરતો જાય છે કે જાણે તે એક ઊંડા જળાશયમાં ઘાટના ઉપરના પગથિયાથી ક્રમે ક્રમે નીચેના સોપાને ઊતરતાં ઊતરતાં તળ સુધી પહોંચવા મથતો ન હોય ! જેમ ડુંગળીના દડા કે કેળના થંભમાં એક પછી એક એમ અનેક પડો ઊખળે જાય છે તેમ નિબંધના વિષયોની ચર્ચામાં તેને સ્પર્શતા અનેક દૃષ્ટિબિન્દુઓ એક પછી એક ઊખળે જાય છે, અને વાચકની રુચિને તાજગી આપ્યા જ કરે છે. વિષયોની પસંદગી રોજિંદા જીવનને ધ્યાનમાં રાખી થયેલી છે, છતાં તે માત્ર સ્થૂળ જીવનને સ્પર્શ નથી કરતાં. જે આંતરજીવનના બળથી સ્થૂળ વ્યવહારુ જીવન સમૃદ્ધ અને સંવાદી બને તે જીવનની ભૂમિકા ઉપર જ ચર્ચાનું મંડાણ થયેલું હોવાથી વાચક સહેજે અંતર્મુખ થવા લલચાઈ જાય છે. જે નિબંધિકાઓ વાંચતાંવેંત જ દઢ પ્રતીતિ ઉપજાવે છે કે જીવનના હરકોઈ ક્ષેત્રમાં ઊભા થતા અનુકૂળ અને પ્રતિકૂળ સંયોગો તેમ જ તેની ચિત્ત પર પડતી અસરનાં મૂળ કારણોની શોધ કરવા જતાં લેખક અનાયાસે ચિત્તના બંધારણ તેમ જ તેના ક્ષણે ક્ષણે પલટા ખાતા વ્યાપારોને સ્પર્શે છે. પોતાના સ્વાનુભવ અને અંતરનિરીક્ષણના બળ ઉપર જ આવા વસ્તુસ્પર્શી વિચારો ઉદ્ભવી શકે. આમાં કેટલાક નિબંધો તો એવા છે કે જે નિષ્ક્રિયમાં ક્રિયાશક્તિ જગવે અને અધીરાને ધીરો બનાવે, અન્ય પર દોષનો ટોપલો ઠાલવનારને સ્વલક્ષી બનાવી શુદ્ધિ તરફ પ્રેરે. એકંદર આ બધી નિબંધિકાઓ પ્રતિપાદક શૈલીથી લખાયેલી છે અને છતાં નિષેધ કરવા યોગ્ય વસ્તુનો બહુ મીઠાશથી, પણ સચોટ દલીલથી નિષેધ કર્યો છે. હું એમ સમજું છું કે જેઓ આત્મશુદ્ધિ, આત્મબળ અને કર્તવ્યનિષ્ઠા યોગ્ય રીતે પોષવા ઇચ્છતા હોય ને જેઓ શાંતિવાંછુ હોય તેઓ આ નિબંધિકાઓને વિચારપૂર્વક રફતે રફતે પણ વાંચશે તો તેઓ જુદી જ દુનિયા અનુભવશે. ખરી રીતે આ નિબંધાવલી મનનમાધુરી નામને અગર તો વિચાર મુક્તાવલી કે અંતર્મુખ સોપાન–શ્રેણીના નામને પાત્ર છે. નિબંધિનામાં મને પોતાને એટલી બધી વિશેષતાઓ ભાસી છે કે તેનો ઉલ્લેખ અત્રે શક્ય નથી. માત્ર એટલું જ કહી શકાય કે વાચક પોતે જ એને આસ્વાદે.* * શ્રી મોહનલાલ મહેતા સોપાનના પુસ્તક “દીપમંગલની પ્રસ્તાવના. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૯. બિંદુમાં સિંધુ “સંસ્કૃતિના અંકોમાં ધર્મોદય* – ધર્માનુભવની સ્મરણયાત્રા' એ મથાળા નીચે કાકાસાહેબનાં લખાણો ક્રમશઃ આવતાં તે જ વખતે તે લખાણો સાંભળી જતો. મને તે અનેક દૃષ્ટિએ બહુ રચેલાં. શ્રી ઉમાશંકરભાઈએ એ છપાયેલ લેખોનો ઘણોખરો સંગ્રહ ક્યારેક મને આપેલો, એ દૃષ્ટિથી કે હું એને સળંગ ફરી સાંભળી જાઉં. મારી પણ તે વખતે ઇચ્છા હતી કે તે લખાણો સળંગ સાંભળી કાંઈક વિચાર આવે તો નોંધું, પરંતુ ફરી સળંગ સાંભળી જવાનો અવસર ન મળ્યો. જ્યારે એ લેખો પુસ્તકાકારે પ્રસિદ્ધ થાય છે ત્યારે ભાઈ શ્રી જેઠાલાલ ગાંધીએ મને કહ્યું કે તમને એ લખાણો છપાતી વખતે જ ગમેલાં, તો કાંઈક લખો. મેં એ આખો લેખસંગ્રહ ફરી હમણાં જ અખંડપણે સાંભળી લીધો. પ્રથમ વાચનનાં ઝાંખાં સ્મરણો ઉદ્દભવ્યાં, પણ આ વખતના વાચને તો અનેક નવા વિચારો જન્માવ્યા. એની સામાન્ય રીતે ટૂંકી ટૂંકી નોંધ કરી, પણ તે તો જુદી જ દૃષ્ટિએ. મને આ વખતના શ્રવણ વખતે વિચાર એવો આવ્યો કે હું લખું ભલે ગમે તે, પણ જે વિચારો આવતા જાય તે ટપકાવું તો ખરો જ; એ ટૂંકાં ટિપ્પણી પડ્યાં હશે તો ક્યારેક કામ આવશે, નહિ તો ટિપ્પણ પૂરતા વિચારો તો ઘડાશે જ. એ ટપકણોમાંથી આ સ્થળે કાંઈ લખીશ એમ મને નથી લાગતું, પણ કાકાસાહેબનાં એ લખાણો સાંભળવાથી તેમના વિશેનો પ્રથમ અનેક વાર કરેલો વિચાર આ વખતે જે નવતા પામ્યો છે તેને જ દર્શાવવા ધારું છું. તેમનાં લખાણોના આસ્વાદ કલ્પના અને જિજ્ઞાસાનાં વિવિધ અંગોમાં જે ખુમારી પેદા કરી છે તેનો અનુભવ સ્વસંવેદ્ય છે. તેમ છતાં મારા એ નવતા પામેલ વિચારના નિદર્શનથી અન્ય વાચકો પણ એવી ખુમારી અનુભવવા લલચાશે એ આશાએ થોડુંક લખું છું. કાકાસાહેબનું નામ એટલું બધું જાણીતું છે કે એ નામ સાંભળતાં જ કાકાસાહેબ એમ સમજી જવાય છે. ગુજરાતી, મરાઠી અને હિંદી એ ત્રણ ભાષામાં તેઓ પહેલેથી આજ સુધી લખતા આવ્યા છે, જોકે તેઓ ભાષાઓ તો ઘણી જાણે છે. જેમ બીજા કેટલા વિષયો તેઓ જાણે છે એ કહેવું અઘરું છે, તેમ તેઓની ભાષાસંપત્તિ વિશે પણ છે, છતાં હું જાણું છું ત્યાં સુધી એમનાં લખાણો તો ઉક્ત ત્રણ ભાષામાં વિપુલ પ્રમાણમાં * “ધર્મોદય': કાકા કાલેલકર, પ્ર. નવજીવન પ્રકાશન મંદિર, પૃ. ૧૪૨, કિં. રૂ. ૧ Page #166 -------------------------------------------------------------------------- ________________ બિંદુમાં સિંધુ • ૧૫૭ સુપ્રસિદ્ધ છે. તેથી એ ત્રણ ભાષાના જગતના વાચકો અને સાક્ષરો તો કાકાસાહેબને જાણે પોતપોતાની માતૃભાષાના લેખક હોય તે રીતે જ ઓળખે છે. તેમની માતૃભાષા કે ભણતરની ભાષા તો મરાઠી છે, પણ જેઓ તેમનાં ગુજરાતી અને હિંદી લખાણો વાંચે છે તે બધા જ નિર્વિવાદપણે સ્વીકારે છે કે કાકાની ભાષાશક્તિ અને લખાણની હથોટી અદ્ભુત છે, વિરલ છે. એક કોઈ સિદ્ધહસ્ત લેખકની કૃતિઓના અનેક યોગ્ય હાથે અનુવાદ થાય છે. ઘણી વાર એ અનુવાદો મૂળ જેવા જ મનાય છે, તેમ છતાં લેખક અને અનુવાદક બંનેનાં હૃદય સર્વથા એક તો નથી જ થઈ શકતાં. એક હૃદયમાંથી મૂળ જન્મે છે અને બીજામાંથી અનુવાદ. છેવટે એમાં બિંબ-પ્રતિબિંબનું સામ્ય હોય છે, પણ અભેદ તો નથી જ હોતો. તેથી ઊલટું, જ્યારે કોઈ સિદ્ધહસ્ત લેખક પોતે જ અનેક ભાષાઓમાં લખે છે અને તે ઉપર તેનો પૂર્ણ કાબૂ હોય છે ત્યારે તે લેખકનું એક જ હૃદય એ વિવિધ ભાષાઓનાં લખાણોમાં ધબકતું હોય છે. અનુવાદ કરતાં મૂળ લેખકની વિવિધ ભાષાઓની કૃતિઓની ખુમારી ઓર હોય છે. ગાંધીજી ગુજરાતીમાં લખે, હિન્દીમાં લખે અને અંગ્રેજીમાં પણ, પરંતુ એ ત્રણેમાં ગાંધીજીનું જે હૃદય વ્યક્ત થાય તે તેમના કોઈ એક ભાષાના લખાણના બીજાએ કરેલ સિદ્ધહસ્ત અનુવાદમાં ભાગ્યે જ જોઈ શકાય. આ દૃષ્ટિએ વિચાર કરતાં એવું વિધાન કરવાનું મન થઈ જાય છે કે અનેક ભાષામાં લખનાર સિદ્ધહસ્ત લેખક અને તલસ્પર્શી વિચારક તે તે ભાષાના સાહિત્યને અને તે તે ભાષાભાષી જગતને, ઇતર ભાષાના સાહિત્યમાંથી અને ઈતર ભાષાભાષી જગતમાંથી, ઘણી કીમતી અને ઉપયોગી ભેટો આપે છે. કાકાસાહેબને વિશે કહેવું હોય તો એમ કહી શકાય કે તેમણે ગુજરાતી ભાષાની સમૃદ્ધિમાં પોતાની માતૃભાષા અને બીજી માતૃવત્ કરેલી ભાષાઓની સમૃદ્ધિથી બહુ મોટો વધારો કર્યો છે. ગુજરાતી ભાષાને અનેક નવા શબ્દો, નવી કહેવતો, નવા રૂઢિપ્રયોગો આપ્યા છે. સાથે સાથે ગુજરાતી ભાષાના ગામડિયા ગણાતા, તળપદા મનાતા કેટલાય શબ્દો, કેટલીય કહેવતો વગેરેને પોતાના બહુશ્રુતત્વના સંસ્કારથી સંસ્કારી સાક્ષરપ્રિય બનાવ્યાં છે. અને ગુજરાતી ભાષામાં કોઈ પણ જાતિનું દારિદ્રય નથી એવી શ્રદ્ધા અંગ્રેજી ભક્તોમાં પ્રકટાવવામાં કાકાસાહેબનો પણ નાનોસૂનો ફાળો નથી. આ જ ન્યાયે કાકાસાહેબે મરાઠી ભાષાની સમૃદ્ધિમાં પણ કીમતી ફાળો આપેલો હોવો જોઈએ હું હોવો જોઈએ એટલા માટે લખું છું કે તેમનાં મરાઠી લખાણો મેં વિશેષ પ્રમાણમાં નથી સાંભળ્યાં). તેઓનાં હિન્દી લખાણો હું પહેલીથી સાંભળતો આવ્યો છું. અને જોતો આવ્યો છું કે તેમણે હિન્દી ભાષાની સમૃદ્ધિમાં કેટલો વધારો કર્યો છે! સબકી બોલી’, ‘સર્વોદય', મંગલપ્રભાત' જેવાં માસિકોમાં તો તેમનો પ્રાણ ધબકે જ, પણ બીજા અનેક પત્રપત્રિકાઓમાં અને પુસ્તકોમાં તેમનું હિન્દી લખાણ જે જોતા હશે. તેમ જ તેમનાં હિંદી અને ગુજરાતીમાં પ્રવચનો સાંભળતા હશે તે કહી શકશે Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ - પરિશીલન કે કાકાસાહેબ હિન્દી અને ગુજરાતી સાહિત્યને તેમ જ તે ભાષાઓને કેટલું તેજ અર્પ રહ્યા છે. ભાષા અને સાહિત્યની સમૃદ્ધિનો એક અર્થ એ છે કે તેનું કલેવર એટલું બધું વિશાળ તેમજ ઉન્નત કરવું કે જેથી તેમાં અણખેડાયેલા વિચારો ખેડાવા લાગે, અર્ધાપર્ધા ખેડાયેલા વિચારો વધારે સારી રીતે ખેડાય અને એકંદર વિષયોની વિવિધતા અને વિચારની સૂક્ષ્મતાનું ધોરણ ઊંચે આવે. કાકાસાહેબે ગુજરાતી, હિન્દી અને મરાઠી એ ત્રણે ભાષાની અને સાહિત્યની સમૃદ્ધિ આ દૃષ્ટિએ પણ વધારી છે. કાકાસાહેબે આ રીતે પણ સંકુચિત ભાષાવાદ અને પ્રાંતીયવાદને પોતાના વર્તન-વ્યવહારથી જ ફટકો માર્યો છે. તેમને હરકોઈ પોતાના પ્રાંતીય તરીકે જ ઓળખે છે. આ કાંઈ નાનીસૂની સિદ્ધિ નથી. . ગોટલી કેટલી નાની અને તેમાંથી ઊગતું, ફાલતું-ફૂલતું આંબાનું ઝાડ કેટલું મોટું ! આ બે વચ્ચેનું અંતર જોનાર જો સ્થૂળદૃષ્ટિ હોય તો એ કેવી રીતે સમજી શકે કે ગોટલીમાં જ એવડો મોટો અને વિશાળ આંબો છુપાયેલો હતો? પણ સ્થૂળદષ્ટિને માટે જે વસ્તુ દુર્ગમ તે જ સૂક્ષ્મદષ્ટિને માટે સુગમ હોય છે. ગોટલી યોગ્ય ભૂમિમાં કોહી, હવા-પાણીપ્રકાશનું બળ પામી, ફણગો કાઢે છે. તેમાંથી મોટું થડ અને શાખા, પ્રશાખા, પ્રતિશાખા, પત્ર, મંજરીનો મોટો ફાલ વિસ્તરે છે. એ જ ફાલમાંથી રસના-તર્પક અને નેત્ર-મોહક મધુર આપ્રફળ પાકે છે. - આ રોજની દશ્યમાન ભૌતિક અને વાનસ્પતિક પ્રક્રિયા કે સૃષ્ટિ છે, જેને સમજતાં અને સમજાવતાં બહુ મહેનત નથી પડતી, પણ આ જ દાખલાને અનુસરતી માનસિક તેમ જ આધ્યાત્મિક પ્રક્રિયા કે સૃષ્ટિને સમજવા–સમજાવવાનું કામ એટલું સહેલું નથી. તેમ છતાં વિશ્વમાં કેટલીક વિભૂતિઓ એવી મળી આવે છે કે જેનાં ઉદાહરણોથી આવી સૂક્ષ્મ પ્રક્રિયા પણ કાંઈક સહેલાઈથી સમજી શકાય. મને લાગે છે, કાકા આવી એક વિભૂતિ છે અને એ વિભૂતિ-તત્ત્વનું દર્શન તેમનાં બીજાં સેંકડો લખાણોમાં થાય છે તે કરતાં કાંઈક જુદી રીતે અને કાંઈક અકસ્ય રીતે પ્રસ્તુત લખાણોમાં થાય છે. છેક શૈશવકાળમાં બનેલી નાનીમોટી ઘટનાઓ કોને યાદ રહે છે ? પણ આપણે પ્રસ્તુત ધર્માનુભવનાં લખાણોમાં જોઈએ છીએ કે કાકાના શિશુમાનસ ઉપર તે વખતની ઘટનાઓની છાપ એવી સચોટપણે ઊઠી છે કે તે છાપ ઉપર આગલાં વર્ષોમાં અને વિકસતી બુદ્ધિ તેમ જ પ્રજ્ઞાના કાળમાં તેઓ બહુ મુક્તપણે વિચાર કરી શક્યા છે. છેક શૈશવકાળ કે જ્યારે તેઓ નિશાળે પણ બેઠા ન હતા ત્યારે પૂરું બોલતાં પણ ભાગ્યે જ જાણતા ત્યારે તેમણે જે જે જોયું, સાંભળ્યું અને તત્કાલીન શક્તિ પ્રમાણે જે કાલાઘેલા તર્કો અને પ્રશ્નો કર્યા અધૂરાં કે સાચાંખોટાં જે અનુમાનો તારવ્યાં તે બધાંની છાપો તેમના સ્મૃતિભંડારમાં સંઘરાતી ગઈ અને ઉત્તરોત્તર તે જ છાપો ઉપર તેઓ પોતે જ Page #168 -------------------------------------------------------------------------- ________________ બિંદુમાં સિંધુ ૭ ૧૫૯ મનમાં ને મનમાં વિચારનું નવું નવું ભાષ્ય રચતા ગયા. સામાન્ય હકીકતો જે આપણા સહુના જીવનમાં બને છે તેવી જ તેમણે પકડી છે. કુટુંબ, સમાજ, શાળા, શિક્ષક, પટાવાળો, પુરાણી, પૂજારી, મંદિર, મૂર્તિઓ, પૂજાના ક્રિયાકાંડો ઇત્યાદિ બધું જ આપણ સહુને નાની ઉંમ૨થી એક અથવા બીજી રીતે પ્રાપ્ત થાય છે, પણ એની બાલ્યકાલીન છાપો કેટલાનાં મનમાં ઊઠે છે ? અને ઊઠતી હોય તો તે છાપોને યાદ કરી, તેનું પૃથક્કરણ કરી, તેનું મૂળ આપણામાંથી કોણ શોધે છે ? અને એવા મૂળને શોધી, અંગત ગણાતા અનુભવમાંથી સર્વોપયોગી અને સર્વકાલીન ધર્માનુભવ કોણ તારવી શકે છે ? આ બધું તદ્દન વિરલ, છતાં આપણે કાકાના જીવનમાં આ બધી પ્રક્રિયા ઘટતી જોઈએ છીએ. ‘સ્મરણયાત્રા’માં તેમણે અમુક વર્ષો સુધીના અનુભવો યાદ કર્યાં છે. તેના ઉ૫૨ પ્રૌઢ ઉંમરની ટીકાઓ પણ કરી છે, પરંતુ આ ધર્માનુભવની યાત્રામાં તો સાવ શૈશવ અવસ્થાથી માંડી પોતાનાં સ્મરણોની યાત્રા કરી છે. જ્યારે તેઓ શિશુ હશે, કિશોર હશે, કુમા૨ હશે, તરુણ હશે, પ્રૌઢ હશે, અને અત્યારે પરિપક્વ પ્રૌઢ હશે ત્યારે પણ, તે તે સંસ્કારો પરત્વે તેમને અનેક જાતનાં તર્કો, વિચારો અને અનુમાનો સૂઝ્યાં; શાસ્ત્રીય તુલનાઓ પણ તેમણે કરી અને છેવટે એ સ્મૃતિબીજનો અત્યાર લગીનો થયેલ વિકાસ એમણે આ યાત્રામાં આલેખ્યો. જો એમની મનોભૂમિમાં પડેલ સ્મૃતિબીજનું આવું વિકસિત વિચાર-વૃક્ષ જન્માવવાનું સામર્થ્ય ન હોત તો આ યાત્રા આપણને સુલભ ન થાત. સ્મૃતિ, તર્ક, કલ્પના, સમજણ અને જિજ્ઞાસા – એ બધાંનાં બીજો તેમને જન્મસિદ્ધ કે વારસાગત છે, પણ તે નાનાવિધ સામગ્રી પામી યથાકાળે ખૂબ ફાલ્યાં અને ફૂલ્યાં છે, જેની પ્રતીતિ પ્રસ્તુત સંગ્રહ કરાવે છે અને માનસિક કે આધ્યાત્મિક વિકાસમાં પણ ભૌતિક સૃષ્ટિની પેઠે જ કાર્યકારણભાવના પ્રવર્તતા નિયમનો ખુલાસો કરે છે. કાકા પોતે ‘જીવનપરંપરા’ મથાળાવાળા લેખમાં પુનર્જન્મના સ્વરૂપ વિશેની અનેક કલ્પનાઓ આપી અત્યારનું પોતાનું વલણ રજૂ કરે છે. એ ગમે તેમ હો, પણ એટલું નિર્વિવાદ સત્ય છે. કે નાસતો વિદ્યતે માવઃ । જૈ અસ્તિત્વમાં આવે છે તેનું અજ્ઞાત અને સૂક્ષ્મ બીજ અવશ્ય હોય જ છે. જે વસ્તુ પ્રસ્તુત યાત્રામાં વિશાળ આકારે દેખા દે છે, તેનાં બીજો તેમનામાં જન્મસિદ્ધ હતાં, અને તેથી જ તે અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ વિકસ્યાં. કાકા કવિ છે, કળાકાર છે, કર્મશિલ્પી છે, નિર્માણસ્થપતિ છે, તત્ત્વજ્ઞ છે, વિવેચક છે, ભોગી છે, ત્યાગી છે, ગૃહસ્થ છે, સાધક છે – એમ અનેક છે'નું ભાન આ યાત્રાનાં લખાણો, તેમનાં બીજાં લખાણોની જેમ જ, કરાવે છે, પરંતુ આ યાત્રાની વિશેષતા મને લાગી છે તે તો એ કે એમણે સાદા અને સાવ સાદા દેખાય તેવા પ્રસંગોમાંથી જીવસ્પર્શી વ્યાપક ધર્મસંસ્કા૨ તારવ્યો છે અને તે જે રીતે તારવ્યો, જે રીતે પચાવ્યો અને જે રીતે Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ • પરિશીલન અત્યારે જીવનમાં કામ કરી રહ્યો છે તેનું સુરેખ ચિત્ર આપ્યું છે. આ લખાણોમાં કેટલાક વિષયો પર સામાન્ય નિબંધો પણ તેમણે સંઘર્યા છે. એ નિબંધોનું નવનીત જોકે જીવનગત ઘટનાઓના મંથનમાંથી જ ઉત્પન થયું છે. છતાં તેમાં કોઈ ખાસ ખાસ ઘટનાઓનો ઉલ્લેખ ન હોવાથી તે ઘટના નિરપેક્ષ વિચાર ભાસે છે. હું તો કાકાની ઉપમાઓ, ભાષાવિહાર, નવનવ કલ્પનાઓ, વિચારનાં ઊંડાણો – એ બધું જોઉં છું ત્યારે એમને નવયુગીન વ્યાસ-વાલ્મીકિ તરીકે જ ઓળખાવવા લલચાઈ જાઉં છું. કાકા “દત્તાત્રેય છે. તેમણે દત્તાત્રેયથી વધારે નહિ તો ઓછા ગુરુઓ તો નહિ કર્યા હોય એવી મારી ધારણા છે. તે ગમે તેમ હો, પણ તેમના અંતિમ ગુરુ કે ઉપાસ્ય ગાંધીજી છે. ગાંધીજી અને કાકા વચ્ચે ઘણી બાબતોમાં ઘણું અંતર છે, એ કહેવાની જરૂર ન હોય; પણ પ્રસ્તુત “ધર્માનુભવની સ્મરણયાત્રા અને બીજી “સ્મરણયાત્રા' તે એક રીતે કાકાસાહેબની આત્મકથા જ છે. ગાંધીજીએ આત્મકથા આપી જગતને મુગ્ધ કર્યું છે. કાકાસાહેબે આત્મકથા આપી આબાલસ્ત્રીજન ઉપરાંત વિદ્વાનોને અને સાક્ષરોને પણ આકર્ષ્યા છે, તૃપ્ત કર્યા છે. ગાંધીજી જે કહેવું હોય તે સીધેસીધું કહી દે. મૂર્તિ વિશે શું વિચારે છે અને શું વિચારતા, એવી કોઈ બાબત વિશે કહેવું હોય ત્યારે કાકાસાહેબ કાવ્યકલ્પના દ્વારા તે નાનકડી દેખાતી ઘટનાને ખૂબ ફેલાવી, વિકસાવી અનેક મનોરમ તર્ક અને આસપાસના અનુભવોના રંગ પૂરી રજૂ કરે છે. એટલે ગાંધીજીનું એક વાક્ય તે કાકાસાહેબનો એક નાનકડો લેખ બને વિદ્વાનો અને સાક્ષરો “આશ્રોતિ’ એ વાકય સંતોષ નથી આપતું, જ્યારે તે જ અર્થનું સદરત વિનતિતરાં પુરત' એ વાક્ય આકર્ષે છે. યાત્રા કરવી હોય ત્યારે એક નિયત સ્થાનથી બીજા અંતિમ નિયત સ્થાન સુધી પગપાળા જવાનું હોય છે, તેમાં પડાવો કરવા પડે છે; પ્રત્યેક પડાવે નવો નવો અનુભવ અને તાજગી મળતાં જાય છે, ખાસ કરી નદી, માનસરોવર કે કૈલાસની યાત્રા કરવી હોય ત્યારે તો ઊંચું ને ઊંચે ચડવાનું પ્રાપ્ત થાય છે. આવાં ચડાણોમાં ક્ષિતિજપટ ઉત્તરોત્તર વિસ્તરતો જાય છે. કાકાસાહેબે એવી યાત્રાનો આનંદ માણ્યો છે, એની ખૂબીઓ જાણી છે. તેથી જ કદાચ તેમણે પોતાનાં સ્મરણોને યાત્રાથી ઓળખાવ્યાં છે. આ પણ એક માનસિક અને આધ્યાત્મિક ઊંડાણ અને ચડાણનો પ્રવાસક્રમ હોવાથી યાત્રા જ છે. અધિકાર, સમજણ અને વિવેકના તારતમ્ય પ્રમાણે ધર્મના અનેક અર્થો મનુષ્યજાતિએ કર્યા છે; શાસ્ત્રોમાં સંઘરાયા પણ છે. એક જ પ્રસંગમાંથી અમુક કાળે ધર્મનો જે અર્થ ફલિત થાય તે જ પ્રસંગમાંથી કાળાંતરે સમજણ, વિવેક અને પ્રજ્ઞાની વૃદ્ધિ સાથે ધર્મનાં ઉત્તરોત્તર સૂક્ષ્મ રૂપો તે જ વ્યક્તિ કહ્યું છે, અનુભવે છે અને એ રીતે ધર્મના વિશાળ રૂપના અનુભવની યાત્રા જાગરૂક વ્યક્તિ એક જ જીવનમાં કરે છે. પ્રસ્તુત લખાણો કાકાસાહેબની એવી યાત્રાનાં સાક્ષી છે, તે પ્રતીતિ હરકોઈ વાચક કરી શકશે. Page #170 -------------------------------------------------------------------------- ________________ બિંદુમાં સિંધુ • ૧૬૧ સિંધુમાં બિંદુ અને બિંદુમાં સિંધુ એવી પ્રાચીન વાણી છે. પૂર્વાર્ધનો અર્થ સમજતાં વાર નથી લાગતી, ઉત્તરાર્ધ વિશે તેમ નથી. પણ ઉત્તરાર્ધના એ રૂપકથી નિરૂપિત કરવામાં આવતો ભાવ કે સૂચિત કરવામાં આવતો અર્થ જો આપણી નજર સમક્ષ હોય તો એ રૂપક સમજવું સાવ સહેલું છે. જૈન શાસ્ત્રમાં વર્ણન છે કે કોઈ વ્યક્તિમાં એવી પણ લબ્ધિ-શક્તિ હોય છે કે તે એકાદ પદ, એકાદ વાક્ય કે એકાદ સૂત્રને અવલંબી તેના ઉપર વિચાર કરે છે અને નિજ-પ્રજ્ઞાનો ઉપયોગ કરે છે ત્યારે તે એકાદ સૂત્ર તેને ચૌદ વિદ્યા જેટલું વિશાળ જ્ઞાનસામર્થ્ય અર્પે છે. આ વર્ણન ઝટ ઝટ બધાને ગળે ન પણ ઊતરે, તો પણ એની એક નાની અને આધુનિક આવૃત્તિ કાકાસાહેબનાં આ લખાણો પૂરી પાડે છે. તેથી જ તો એના શૈશવકાલીન સાવ ઉપેક્ષ્ય ગણાય એવા નજીવા સંસ્કારબિંદુમાંથી વિચાર, પરીક્ષણ પરિપક્વ પ્રજ્ઞાનો સિંધુ છલકાય છે. કેટલાક અભ્યાસીઓએ ગુજરાતી સાહિત્યનો ધુરંધર લેખકો જેવા કે નરસિંહરાવ, રમણલાલ આદિને કેન્દ્રમાં રાખી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે. બીજા કેટલાક અત્યારે પણ એવા લેખકોને કેન્દ્રમાં રાખી એવી ડિગ્રીની તૈયારી કરી રહ્યાનું જાણમાં છે. તેથી સૂચન કરવાનું મન થાય છે કે જો કોઈ અભ્યાસી કાકાસાહેબના ગુજરાતી સમગ્ર સાહિત્યને અથવા એકાદ કૃતિને અથવા તેમના અનેક વિષયો પૈકી એકાદ વિષયને કેન્દ્રમાં રાખી એવી ડિગ્રી માટે પ્રયત્ન કરશે તો, હું માનું છું કે, તે પોતાની યોગ્યતાને અનેકમુખી વિકસાવશે;, એટલું જ નહિ, પણ ગુજરાતી સાહિત્યની સાચી ઉપાસના કરવા ઉપરાંત પક્ઝાન્તીય વ્યક્તિએ ગુજરાતી સાહિત્યને કેટલું ઉન્નત કર્યું છે એનો અજોડ દાખલો ઉપસ્થિત કરશે. - સંસ્કૃતિ, ઑગસ્ટ, ૧૯૫૨ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૨૦. સવગીણ સંશોધન અને સમાલોચના લગભગ દોઢ વર્ષ પહેલાં આખો લખાયેલ નિબંધ મેં શ્રી. ધીરુભાઈ ઠાકર પાસેથી સાંભળેલો. ત્યારે મારા ઉપર મણિલાલ નભુભાઈ દ્વિવેદીની અસાધારણ શક્તિ વિશે બહુ ઊંડી છાપ પડેલી, અને એ નિબંધની સર્વાગીણ સંશોધનદષ્ટિ તથા તટસ્થ સમાલોચના વિશે પણ બહુ આદર ઊપજેલો, પરંતુ તે વખતે મારે કાંઈક પ્રાસ્તાવિક રૂપે લખવું છે એવો કોઈ ચોક્કસ ખ્યાલ હતો જ નહિ. મેં જે લખેલો આખો નિબંધ સાંભળેલ, તેનું લગભગ અર્ધપરિમાણ પ્રસ્તુત મુદ્રિત ભાગમાં આવે છે. મૂળ નિબંધમાં જે મ. દ્વિવેદીના જીવનને સ્પર્શતો ભાગ હતો તે પ્રસ્તુત મુદ્રણમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. એને લીધે પ્રસ્તુત નિબંધનું કદ બહુ વધતું નથી અને માત્ર સાહિત્યિક જીવન પૂરતી સમગ્ર ચર્ચા આવી જાય છે. આથી વાચકવર્ગને એકસાથે બોજા જેવું નહિ લાગે અને વધારે સંભવ એવો છે કે મણિલાલની સાહિત્યિક કૃતિઓ વિશે વાંચ્યા પછી લોકોના મનમાં તેમના જીવન વિશે પણ ઊંડી જિજ્ઞાસા ઉદ્દભવે. આ દૃષ્ટિએ જોતાં પ્રસ્તુત નિબંધ પ્રમાણોપેત જ લેખાય. થોડાંક વર્ષો થયાં ગુજરાતમાં એક પ્રથા શરૂ થઈ છે, જે વધાવી લેવા જેવી છે. તે પ્રથા એટલે પીએચ.ડી.ના નિબંધ વાસ્તે અર્વાચીન યુગના કોઈ ને કોઈ વિશિષ્ટ સાક્ષરને પસંદ કરવા તે. મણિલાલ ગઈ શતાબ્દીના ગુજરાતી વિશિષ્ટ સાક્ષરોમાં મૂર્ધન્ય સ્થાન ભોગવવાની યોગ્યતા ધરાવે છે. એટલે મણિલાલને લઈ કોઈ પીએચ.ડી. કરવા ઇચ્છે તો એ બહુ ઉચિત જ ગણાવું જોઈએ. શ્રીયુત ધીરુભાઈએ આજથી અગિયાર વર્ષ પહેલાં મણિલાલ વિશે નિબંધ લખવાનો વિચાર કર્યો અને કામ શરૂ કર્યું. બહુશ્રુત અને વિશદ દષ્ટિસંપન સ્વ. રામનારાયણ વિ. પાઠક એમના માર્ગદર્શક હતા. વિષય અને માર્ગદર્શકનો ખરેખર સુમેળ ગણાય. તેમાં શ્રીયુત ધીરુભાઈએ નવ વર્ષની સતત તપસ્યાનો ઉમેરો કર્યો, એટલે એ યોગ બહુ સુભગ નીવડ્યો. પ્રસ્તુત નિબંધ એ સુભગ યોગનું જ પરિણામ છે. હું મારી શક્તિ, સમજ અને સમયની મર્યાદા જાણવા છતાં પ્રાસ્તાવિક રૂપે કાંઈક લખવા પ્રેરાયો છું તે બે દૃષ્ટિએ : એક તો મણિલાલના સાહિત્યનું અને કાર્યનું પ્રસ્તુત Page #172 -------------------------------------------------------------------------- ________________ સર્વાગીણ સંશોધન અને સમાલોચના • ૧૬૩ નિબંધ દ્વારા જે પરિશીલન થયું તે દ્વારા મણિલાલની અસાધારણ પ્રતિભા અને શક્તિની મારા ઉપર ઊંડી છાપ પડી. અને બીજું, શ્રી ધીરુભાઈએ નિબંધ લખવા પાછળ જે વાચન, ચિંતન અને વિષયને પૂરો ન્યાય આપવા ખાતર શક્તિ અને સમયની પરવા કર્યા વિના છૂટીછવાઈ વિખરાયેલી પ્રાપ્ય સામગ્રીને મેળવવા, તેમજ સર્વથા અપ્રાપ્ય જેવી સામગ્રીને શોધી તેનો ઉપયોગ કરવા જહેમત લીધી છે, તેની પણ મારા ઉપર ઊંડી છાપ પડી છે. અધ્યયન, મનન-ચિંતન, તુલના, સંબંધ ધરાવતી સામગ્રી જે મળતી હોય તેનો ઉપયોગ અને અપ્રાપ્ય હોય તેની શોધ કરવી, ઈત્યાદિ અનેક અંગો સંશોધનકાર્યમાં આવશ્યક છે. પ્રસ્તુત નિબંધ સાંગોપાંગ વાંચતાં કોઈ પણ વિચારકને એ દઢ પ્રતીતિ થયા વિના નહિ રહે કે નિબંધના લેખકે સંશોધનને સર્વાગીણ બનાવવામાં કશી કચાશ રાખી નથી. પ્રત્યેક વિષયને લગતી કૃતિઓની તુલના અને પરીક્ષા કરતી વખતે લેખકે તેની મુલવણીમાં કેટલી તટસ્થતા વાપરી છે તેનો પણ ખ્યાલ વાચકને મૂળ નિબંધ અને સ્થળે સ્થળે કરેલાં ટિપ્પણો ઉપરથી આવ્યા વિના નહિ રહે. મણિલાલને યથાર્થ સમજવા માટે તો આ આખો નિબંધ જ ધ્યાનપૂર્વક વાંચી જવો જોઈએ. ગયા સૈકાના એ અસાધારણ વિદ્વાન, બહુશ્રુત તેમ જ અનેક વિષયોમાં સ્વતંત્ર વિહાર કરનાર એક સાક્ષર હતા. તેમ છતાં, ગણ્યાગાંઠ્યા વિદ્વાનો સિવાય એમને વિશે લોકો બહુ ઓછું જાણે છે. એવી સ્થિતિમાં એમનો પૂરો યથાર્થ પરિચય કરાવતો પ્રસ્તુત નિબંધ વિદ્વાનો ઉપરાંત સાધારણ જિજ્ઞાસુવર્ગને પણ બહુ ઉપયોગી થશે તે વિશે મને શંકા નથી. જો આપણે આપણા વિચારક અને લેખકવર્ગનો સાચો અને સ્પષ્ટ ઇતિહાસ સાચવી રાખવો હોય, તેમ જ તેમાંથી પ્રેરણા મેળવી નવી પેઢીએ પ્રગતિ કરવી હોય, તો જરૂરનું છે કે કોઈ અભ્યાસી તે તે વ્યક્તિ વિશે પૂરું નિરૂપણ કરે. પ્રસ્તુત નિબંધ એવા ઈતિહાસની એક સાચી કડી બની રહે છે, તેથી આવકારપાત્ર છે. પ્રસ્તુત નિબંધમાં સાત પ્રકરણો છે. પહેલું પ્રકરણ સંસ્કારપીઠિકા. બીજું ધર્મતત્ત્વચર્ચા. ત્રીજું સમાજ, શિક્ષણ અને રાજકારણને લગતું. ચોથું સાહિત્યકૃતિઓને લગતું. પાંચમું ગદ્યશૈલીને લગતું. છઠું કવિતા વિશેનું અને સાતમું ઉપસંહાર. ઓગણીસમા સૈકાના પ્રારંભથી તેના અંત સુધીમાં આખા દેશમાં અને ખાસ કરી ગુજરાતમાં જે પૂર્વ-પશ્ચિમના યોગે નવાજૂનાનો સંઘર્ષ ચાલતો, તેનું સંસ્કારપીઠિકામાં સંક્ષપ્તિ છતાં સાંગોપાંગ નિરૂપણ છે. એક વર્ગ દેશમાં એવો હતો, જે શિક્ષણ, સમાજ, સાહિત્ય, ભાષા, રાજ્ય બધાં ક્ષેત્રે પશ્ચિમની શક્તિઓ અને તેજસ્વિતાથી અંજાઈ પાશ્ચાત્ય સંસ્કારોનો અનન્ય ભક્ત થયેલો; જ્યારે બીજો વર્ગ તેથી સાવ જુદી વૃત્તિ સેવતો. તે વર્ગ એવો રૂઢિચુસ્ત કે જાણે પશ્ચિમમાંથી કાંઈ લેવા જેવું છે જ નહિ અને Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ • પરિશીલન જે ચાલ્યું આવે છે તેને જ વળગી રહેવું, પરંતુ ત્રીજો વર્ગ – ભલે તે નાનો હોય છતાં – એવો હતો, જે એમ માનતો કે પશ્ચિમમાંથી ઘણું લેવા જેવું છે, તે લીધા વિના ભારતીય સંસ્કૃતિ વધારે ઉદાત્ત બની પણ નહિ શકે. તેમ છતાં, તે વર્ગ ઊંડી દૃષ્ટિથી એ પણ જોઈ શકતો કે પાશ્ચાત્ય સંસ્કારોને આંધળિયાં કરી ઝીલવા અને પચાવવા એમાં બહુ જોખમ છે. તે વર્ગ પોતાના હજારો વર્ષના સાંસ્કૃતિક વારસાનું ખરું મહત્ત્વ સમજતો. તેથી તે વારસાના મૂલ્યવાન અને સ્થાયી અંશોને કોઈ પણ રીતે આંચ ન આવે એવી રીતે, પણ નવા જમાનામાં ઊભા રહેવા માટે જે ખૂટતું દેખાય તેની પૂર્તિ અર્થે, પાશ્ચાત્ય સંસ્કાઅવાહમાંથી બધું જ લેવા તૈયાર હતો. મણિલાલ આ ત્રીજા વર્ગના વિશિષ્ટ પ્રતિનિધિ હતા. એક તો એમણે ભારતીય પ્રાચીનતમ સાહિત્યનો સીધો પરિચય કર્યો હતો. એ સાહિત્યની વિવિધ શાખાઓની ગુણવત્તાનું પણ એમને ભાન હતું. એમની પ્રતિભા એ જોઈ શકતી કે ભારતીય સાહિત્ય અને સંસ્કારરાશિમાં શું શું સ્થાયી તત્ત્વ છે. તેથી એમણે પોતાનું જીવનકાર્ય નક્કી કરતાં પૂરો વિચાર કરી લીધો અને તે પ્રમાણે આખું જીવન જરા પણ પીછેહઠ કર્યા વિના વ્યતીત કર્યું. પોતે સ્વીકારેલ જીવનકાર્યની સિદ્ધિ અર્થે એમણે પોતાના અલ્પ કહી શકાય એવા આયુષ્ય દરમિયાન એટલાં બધાં વિષયો અને ક્ષેત્રો ખેડ્યાં છે કે તેનો વિચાર કરતાં મારા જેવો માણસ તો આભો બની જાય છે. મણિલાલને ન હતી શારીરિક સ્વસ્થતા કે ન હતી કૌટુંબિક અને જ્ઞાતિજનની કશી અનુકૂળતા. એટલું જ નહિ, તેમને પ્રમાણમાં આર્થિક સંકડામણ પણ હતી જ. પોતાના સ્વમાની અને ખુશામત ન કરવાની મક્કમ વલણને લીધે જ્યાં ત્યાં માર્ગ મોકળો કરવાનું પણ તેમને માટે સરળ ન હતું. એવી અકથ્ય અગવડો અને મૂંઝવણો વચ્ચે જે વ્યક્તિએ લગભગ પંદર વર્ષ જેટલા ગાળામાં સાહિત્ય અને જીવનને સ્પર્શતા બધા જ પ્રદેશોને આવરી લેતું ગંજાવર લખાણ – અને તે પણ મૌલિક – કર્યું તેની શક્તિ અને પ્રતિભા કેટલી હશે તેનું તો માત્ર અનુમાન જ કરવાનું રહે છે. કદાચ આ જ અભિપ્રાયથી શ્રી. આનંદશંકર ધ્રુવ જેવા પરિમિતભાષી વિદ્વાને તેમને વિશે અહોભાવ દર્શાવેલો અને પ્રશંસાપુષ્પો વર્ષાવેલાં. સંસ્કાર-પીઠિકામાં પૂર્વ-પશ્ચિમના સંઘટ્ટને લીધે ઊભી થયેલી પરિસ્થિતિ અને તેમાંથી મણિલાલ જેવાનો કેવી રીત ઉદ્દભવ થયો એ વસ્તુ યોગ્ય રીતે ચર્ચવામાં આવી છે. એ ચર્ચામાં ઓગણીસમા સૈકાના પશ્ચિમ ભારતના સાંસ્કારિક ઇતિહાસની બધી કડીઓ જોવા મળે છે. ઓગણીસમા સૈકાનું તાદશ ચિત્ર જોવા ઇચ્છે તેવા કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓને માટે આ સંસ્કારપીઠિકા પૂરતી છે. ' બીજા પ્રકરણમાં ધર્મ અને તત્ત્વજ્ઞાનને લગતા મણિલાલના લેખો, પુસ્તકો આદિને લઈને ચર્ચા કરવામાં આવી છે. ‘અભ્યાસ' નામની લેખમાળા, “સિદ્ધાંતસાર' નામનું Page #174 -------------------------------------------------------------------------- ________________ સર્વાગીણ સંશોધન અને સમાલોચના : ૧૬૫ સ્વતંત્ર પુસ્તક, પ્રાણવિનિમય' નામક સ્વતંત્ર પુસ્તક અને ગીતાનો સભાષ્ય અનુવાદ ઇત્યાદિ તેમની બધી જ પ્રાપ્ય કૃતિઓને લઈ લેખકે વિચારણા કરેલી છે. આ વિચારણા કરતી વખતે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં સર્વત્ર આ દેશના તેમ જ પરદેશના વિદ્વાનોની કૃતિઓ સાથે તુલના પણ કરવામાં આવી છે. એ તુલના કરતાં કોઈ પણ સ્થળે મણિલાલ વિશે અત્યુક્તિ કરવામાં નથી આવી અને છતાં મણિલાલનું ધર્મ તેમ જ તત્ત્વજ્ઞાન વિશે મૌલિક દૃષ્ટિબિંદુ શું હતું તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. મણિલાલની મુખ્ય દૃષ્ટિ અભેદલક્ષી હતી. તે કેવલબાદ્વૈતને પારમાર્થિક સત્યરૂપે સ્વીકારી તેનો વ્યવહારના દરેક ક્ષેત્રમાં કઈ રીતે વિનિયોગ કરવો એ ભાવનાથી બધું લખતા-વિચારતા. તેમની અદ્વૈત વિશેની સ્થિર ધારણાને લીધે ઘણા વ્યવહારુ અને ઉપરછલ્લી દૃષ્ટિ ધરાવનારા લોકોને તેઓ અગમ્ય જેવા લાગતા. છતાં તેમણે પોતાનું વક્તવ્ય યુક્તિ, શાસ્ત્ર અને અનુભવને આધારે સ્પષ્ટ કરવામાં કચાશ રાખી નથી, એમ તેમનાં લખાણો વાંચતાં આજે પણ લાગે છે. આચાર્ય ધ્રુવ ચાલુ સૈકાના ગુજરાતી સાક્ષરોમાં શિરોમણિ છે, પણ તેમનાં લખાણોમાંની ધર્મ તેમ જ તત્ત્વજ્ઞાન વિશેની ઘણી વિચારણાઓની પૂર્વપીઠિકા મણિલાલનાં લખાણોમાં મળી રહે છે. એમ કહી શકાય કે મણિલાલે ચર્ચેલા ધર્મ અને તત્ત્વજ્ઞાનના મુદ્દાઓને આનંદશંકરભાઈએ પ્રસન્ન શૈલીએ વધારે સ્પષ્ટ કર્યા અને વિકસાવ્યા. નિબંધના લેખકે મણિલાલની આ શક્તિ પારખી તેમની તદ્વિષયક કૃતિઓનું સમાલોચન કર્યું છે અને જ્યાં મણિલાલના નિરૂપણમાં કે વિચારમાં કાંઈ ક્ષતિ દેખાઈ ત્યાં તે દર્શાવ્યું પણ છે. (દા. ત., જુઓ પૃ. ૧૦૫ પરની કાંત-મણિલાલ-વિવાદની સમાલોચના. એ જ રીતે રમણભાઈ સાથેના વિવાદમાં મણિલાલના પ્રાર્થના-વિષયક દષ્ટિબિંદુની ટીકા; જુઓ પૃ. ૧૨૫-૧૨૯) આ જ પ્રકરણમાં શ્રી. રમણભાઈ નીલકંઠ અને કવિ કાંત જેવા સાથે થયેલી મણિલાલની લાંબી ચર્ચાઓની ઉપર પણ નિબંધલેખકે પૂરો પ્રકાશ પાડ્યો છે. આ કામગીરી બજાવવા જતાં લેખકને અનેક જૂની ફાઈલો સાંગોપાંગ ઉથલાવવી પડી છે. રમણભાઈ જેવા પ્રખર સાહિત્યિક અને કુશળ વકીલ સાથેની વર્ષો લગી ચાલેલી ચર્ચામાં શું તથ્ય છે તે લેખકે નિબંધમાં તટસ્થપણે તારવી બતાવ્યું છે (જુઓ પૃ. ૧૩૩-૧૩૫). શ્રી. સંજાનાએ મુંબઈ યુનિવર્સિટીમાં આપેલ વ્યાખ્યાનમાં રમણભાઈ અને મણિલાલની સ્કોલર' તરીકેની તુલના કરતાં જે ભ્રમ ઊભો કર્યો છે તેનું નિરસન પ્રસ્તુત નિબંધમાં ઠીક ઠીક દલીલથી કરવામાં આવ્યું છે; અને છતાંયે, શ્રી. સંજાનાની કેટલીક ટીકાનો સ્વીકાર પણ કર્યો છે, જે સમાલોચનાનું સમતોલપણું સૂચવે છે. (જુઓ પૃ. ૧૩૬-૧૪૧) વળી, એ જ પ્રકરણમાં શ્રી ગોવર્ધનરામ અને આનંદશંકર સાથે મણિલાલની ધર્મ અને તત્ત્વજ્ઞાનના વિષયમાં તુલના પણ કરવામાં આવી છે, જે પરથી મણિલાલનું Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ - પરિશીલન ધર્મ અને તત્ત્વચિંતનના ક્ષેત્રમાં ગુજરાતી વિચારક તરીકે શું સ્થાન છે તેને ચોક્કસ ખ્યાલ મળે છે. (જુઓ પૃ. ૧૪-૧૫૨) સમાજ, શિક્ષણ અને રાજકારણ જેવા વિષયોમાં પણ મણિલાલ અવ્યાહત ગતિએ વિચારે છે અને લખે છે. એ વિશેનાં તેમનાં પૂર્વ અને પશ્ચિમ, “નારી પ્રતિષ્ઠા', “સુદર્શન ગદ્યાવલિમાંના લેખો આદિ બધાં જ લખાણો લઈ લેખકે તે તે ક્ષેત્રમાં મણિલાલની કેવી દૃષ્ટિ હતી અને તેઓ સમાજ, શિક્ષણ કે રાજકારણમાં શું પરિવર્તન કરવા ઇચ્છતા તે બધું લાગતાવળગતા વિચારકો અને ચાલુ પ્રણાલીઓ સાથે તુલના કરી દર્શાવ્યું છે. તે કાળે કોઈ વિશિષ્ટ સાક્ષર સીધી રીતે રાજકારણની ચર્ચા ભાગ્યે જ કરતો, ત્યારે મણિલાલ એ વિશે પોતાની ચોક્કસ દૃષ્ટિ નિર્ભયપણે રજૂ કરે છે, એ જાણતાં જ એમ થઈ આવે છે કે ગુજરાતે માત્ર સામાજિક સુધારકોને જ જન્મ નથી આપ્યો, પણ એણે ગઈ સદીના રાજકીય દૃષ્ટિએ દબાયેલ સાક્ષરવર્ગમાં પણ એક તેજસ્વી મૂર્તિ જન્માવી છે. પ્રકરણ ચોથામાં સાહિત્યકૃતિઓની સમાલોચના છે. તેમાં મણિલાલનાં નાટક, નવલકથા, આત્મચરિત્ર, નિબંધો, વિવેચનલેખો, સંશોધન, ભાષાંતરસંપાદન આદિ સાહિત્યની વિગતે અને મુક્તમને ચર્ચા કરી છે. કાન્તા' નાટક વિશેની ચર્ચા બે બાબતો. તરફ ખાસ ધ્યાન ખેંચે છે. એક તો નવલરામે કાન્તા' નાટકની કરેલી ટીકાનો જે સમર્થ જવાબ આપ્યો છે તે (જુઓ પૃ. ૧૯૮-૨૦૧), અને બીજી એ કે “કાન્તા' નાટક મુંબઈ કંપનીએ ભજવ્યું તે કેવું નીવડ્યું એની સાચી માહિતી તેના જાણકાર વયોવૃદ્ધ સુપ્રસિદ્ધ નટ જયશંકરભાઈ સુંદરી) પાસેથી મેળવી આપી છે તે (જુઓ પૃ. ૨૦૪). “નૃસિંહાવતાર' નાટક એ જ કંપનીની માગણીથી રચાયું અને ભજવાયું. તેણે પ્રેક્ષકો અને વિદ્વાનો ઉપર જે અસર કરેલી તેની યથાર્થ માહિતી પણ તે જ નાટક ભજવવામાં પ્રત્યક્ષ ભાગ લેનાર શ્રી. જયશંકરભાઈએ પૂરી પાડી, એની પણ લેખકે નોંધ કરી છે, જે મહત્ત્વની કહેવાય. નૃસિંહાવતાર' અદ્યાપિ અપ્રકટ છે, પણ હવે થોડા જ વખતમાં પ્રકાશિત થશે અને રસિકો એની ગુણવત્તા પણ જોઈ શકશે. ગુલાબસિંહની ચર્ચા લેખકે વિસ્તારથી કરેલી છે. સ્વ. નવલરામ ત્રિવેદીએ એનું મૂલ્યાંકન કરવામાં જે ભૂલ કરેલી તે દર્શાવવા લૉર્ડ લિટનલિખિત મૂળ અંગ્રેજી નવલકથા ‘ઝેનોની'નાં અવતરણો લઈ ગુલાબસિંહના તે તે ભાગની સવિસ્તર તુલના કરી છે, અને સાચી રીતે સાબિત કર્યું છે કે ગુલાબસિંહ' જોકે ઉક્ત અંગ્રેજી નવલકથા ઉપરથી લખાયો છે, પણ તે નથી અક્ષરશ: અનુવાદ કે મોટે ભાગે અનુવાદ, પણ “ગુલાબસિંહ' એ એક સ્વતંત્રરૂપ રૂપાંતર છે. “સરસ્વતીચંદ્રના પ્રકાશન પહેલાં જ ગુલાબસિંહ' કકડે કકડે પ્રસિદ્ધ થયે જતો હતો. મણિલાલની નવલકાર તરીકેની શક્તિ એમાં સ્પષ્ટ છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ સવગીણ સંશોધન અને સમાલોચના • ૧૬૭ નિબંધમાં મણિલાલના આત્મચરિત વિશે પણ ઇશારો છે. આત્મચરિત લભ્ય છતાં આજ લગી પૂરેપૂરું પ્રસિદ્ધ થયું નથી. નિબંધલેખકે ઘણી જહેમત લઈ એ આખું આત્મચરિત જોઈ લીધું અને તે ઉપરથી પ્રસ્તુત નિબંધમાં તે વિશે ચર્ચા કરી છે. મણિલાલ પહેલાં લખાયેલ દુર્ગારામ અને નર્મદનાં આત્મચરિતો જાણીતાં છે, પણ મણિલાલનું આત્મચરિત તદ્દન જુદી જ કોટિનું છે. એમાં સત્યનો ભારોભાર રણકાર છે. લેખકે ગાંધીજીના આત્મચરિતના મુકાબલે મણિલાલનું આત્મચરિત કેવું ગણાય તેની નિખાલસ ચર્ચા કરી છે. મણિલાલ એક સમર્થ નિબંધકાર તરીકે જાણીતા છે. એમણે લગભગ દોઢ હજાર પાનાં જેટલા નિબંધો લખ્યા છે. એ નિબંધોની પરીક્ષા લેખકે તટસ્થભાવે કરી છે અને નર્મદ, રમણભાઈ, નરસિંહરાવ અને ઠાકોર આદિ સાથે તુલના કરી તેની ગુણવત્તા પણ દર્શાવી છે. મણિલાલે લગભગ ૨૪૦ જેટલાં પુસ્તકોનું અવલોકન-વિવેચન કર્યું છે. એ અવલોકન માત્ર સ્થળ કે પહોંચ પૂરતું નહિ, પણ તે તે પુસ્તક બરાબર વાંચી-સમજી તે વિશે પોતાને તટસ્થપણે જે સૂચવવું છે તે સૂચવ્યું છે અને ઘણી વાર તેમણે પોતાના પ્રતિપક્ષી લેખકોનાં પુસ્તકો વિશે પણ ઊંચો અભિપ્રાય દર્શાવ્યો છે. આ વસ્તુ લેખકે નિબંધમાં ઉત્તમ રીતે રજૂ કરી છે. (દા. ત. જુઓ પૃ. ૨૫૯ પરનો અનુભવિકા' વિશેનો ઉલ્લેખ) બીજું, બધાં કામો ઉપરાંત મણિલાલના જે કામે મારું મન વધારે જીત્યું છે તે કામ પાટણના ભંડારોનું અવલોકન-સંશોધન. મણિલાલ પહેલાં ટૉડ, ફાર્બસ, બુલ્ડર અને ભાંડારકરે પાટણના ભંડારો અવલોકેલા, પણ તેમની પછી તરત જ મણિલાલ એ કામગીરી હાથમાં લે છે. બીજા બધા કરતાં ઓછી સગવડ અને નાદુરસ્ત તબિયત છતાં તેમણે લગભગ આઠ માસ લગી રાત અને દિવસ એકધારું ભંડારોનું વ્યવસ્થિત કામ કર્યું. જ્યારે કોઈ ભંડારો ઉઘાડવા રાજી નહિ, અને ઉઘાડે તોય પૂરું બતાવે નહિ, બેસવાની જગ્યા પણ અંધારી અને ભેજવાળી, વળી થોડા વખત માટે ભંડાર ઉઘાડે તોય મકાને લિખિત પોથીઓ લઈ જવા આપે નહિ, નકલ કરનારની પણ પૂરી સગવડ નહિ, ઈત્યાદિ અનેક મુશ્કેલીઓ વચ્ચે તેમણે ૧૨ ભંડારોમાંના મળ્યા તેટલા ગ્રંથોનું પાને પાને જોઈ તેની મુદ્દાવાર વિગતે યાદી તૈયાર કરી. એટલું જ નહિ, પણ તે ઉપરથી સર સયાજીરાવ પાસે તેમણે એક નિવેદન રજૂ કર્યું. જેમાં ગાયકવાડ સરકારે ભંડારોના ઉદ્ધાર વિશે શું શું કરવું, કયા કયા ગ્રંથો પ્રસિદ્ધ કરવા, કયાં કયાં ભાષાંતરો કરાવવાં અને કયા કયા ગ્રંથોનો માત્ર સાર પ્રગટ કરવો ઈત્યાદિ સૂચના હતી. એ સૂચનાને આધારે જ સર સયાજીરાવે પ્રાચ્ય વિદ્યામંદિર અને ગાયકવાડ ઓરીએન્ટલ સિરીઝ એ બે Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ • પરિશીલન પ્રવૃત્તિઓ શરૂ કરી, જે ઉત્તરોઉત્તર વિકસતી રહી છે. મણિલાલ માત્ર સૂચના કરીને જ બેસી ન રહ્યા, પણ તેમણે જાતે જ એ કામ પ્રારંવ્યું. તેના ફળરૂપે “અનેકાંતવાદપ્રવેશ', જ્યાશ્રય”, “કુમારપાળચરિત', “ષડ્રદર્શનસમુચ્ચય', ભોજપ્રબંધ', “શ્રુતિસારસમુદ્ધરણ” આદિ ગ્રંથોનાં આધુનિક ગુજરાતીમાં સર્વપ્રથમ ભાષાંતર પ્રસ્તાવના સહ પ્રસિદ્ધ થયાં અને સંસ્કૃત-પ્રાકૃત પ્રાચીન ગ્રંથોના ભાષાંતર કરવાનો માર્ગ મોકળો થયો. મણિલાલ પોતાની સૂચનાને મૂર્ત રૂપ આપવા પ્રબંધચિંતામણિ' વગેરે ૧૯ ગ્રંથોનો સાર ગુજરાતીમાં લખી બે ભાગમાં પ્રસિદ્ધ કર્યો. એ જ રીતે તેમણે ભવભૂતિનાં ત્રણે નાટકોનાં ગુજરાતીમાં ભાષાંતર કર્યા, જેમાં મહાવીરચરિત' અદ્યાપિ અપ્રસિદ્ધ છે અને થોડું અધૂરું પણ છે. તેમણે અંગ્રેજીમાં પણ અનેક ગ્રંથોનાં ભાષાંતર અને સંપાદન કર્યા અને રાજયોગ' જેવો સ્વતંત્ર ગ્રંથ પણ લખ્યો. મણિલાલની આ કામગીરીનું નિદર્શન નિબંધમાં વિગતે છે અને જિજ્ઞાસુને પ્રેરણા પણ આપે છે. મણિલાલે અંગ્રેજીમાં લખાયેલ કેટલાંક પુસ્તકો ઉપરથી પોતાની ઢબે તે તે વિષયમાં ગુજરાતીમાં સ્વતંત્ર પુસ્તકો પણ લખ્યાં છે અને તર્કશાસ્ત્ર તેમ જ માનસશાસ્ત્રની પોતાના દાર્શનિક જ્ઞાનને આધારે નવી પરિભાષાઓ પણ યોજી છે. આ દૃષ્ટિએ તેમના “ન્યાયશાસ્ત્ર' અને “ચેતનશાસ્ત્ર' એ ગ્રંથો ઘણા ઉપયોગી છે. મણિલાલ સમર્થ ગદ્યસ્વામી તરીકે ઓળખીતા તો છે જ, પણ તેમની ગદ્યશૈલીની ગુણવત્તા વિશે કોઈએ અદ્યાપિ વિગતે ચર્ચા-સમાલોચના નથી કરી, જે આ નિબંધમાં પહેલી જ વાર જોવા મળે છે. આ ચર્ચા કરતાં લેખકે ગોવર્ધનરામ, નરસિંહરાવ અને ઠાકોરની ગદ્યશૈલીની વેગવત્તા કરતાં મણિલાલની વેગવત્તા કેવી ચડિયાતી છે એ તટસ્થભાવે નિરૂપ્યું છે. મુનશીજીની વેગવત્તા સાથે પણ મણિલાલની વેગવત્તા તુલના કરવામાં આવી છે અને લેખકે બતાવ્યું છે કે મણિલાલની વેગવત્તામાં જે ઊંડાણ અને પર્યેષકતા છે, તે મુનશીજીના લખાણમાં વેગ છતાં નથી દેખાતાં. મણિલાલની સર્વદેશીય વિદ્યાવિહાર કરવાની શક્તિએ તેમને લખાણમાં પ્રયોજવાની ભાષા વિશે પણ લખવા પ્રેર્યા છે. તેમણે બહુ જ યથાર્થ રીતે લેખકોના ચાર વર્ગ પાડી તેનાં, સમકાલીન જીવિત લેખકોમાંથી, ઉદાહરણો પણ આપ્યાં છે અને પોતાને આદરણીય હોય એવી મનસુખરામ જેવી વ્યક્તિની લેખનભાષા વિશે પણ નિર્ભય ટીકા કરી છે, જ્યારે પોતાના પ્રતિપક્ષી મનાતા રમણભાઈ જેવાની લેખનશૈલીને યથાર્થ પક્ષમાં મૂકી આવકારી છે. (જુઓ પૃ. ૩૦૧-૩૦૩) મણિલાલ ચિંતક હોવા ઉપરાંત કવિ પણ હતા. તેમણે પોતાનું કવિકર્મ જુદી જુદી રીતે અજમાવ્યું છે. તેમણે ગેય ઢાળોમાં ભજનો લખ્યાં છે, તો ગઝલરૂપે ફારસી શૈલીનાં કાવ્યો પણ રચ્યાં છે. વળી તેમણે થોડાંક વૃત્તબદ્ધ પદ્યો પણ આપ્યાં છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ સર્વાગીણ સંશોધન અને સમાલોચના • ૧૬૯ પ્રસ્તુત નિબંધ તૈયાર કરવા માટે છાપાં અને સુલભ-દુર્લભ સેંકડો પુસ્તકોનો તો લેખકે યથાસ્થાન ઉપયોગ કર્યો જ છે, પણ તેમણે નિબંધ નિમિત્તે જે અપ્રાપ્ય સામગ્રી મેળવવા જહેમત ઉઠાવી છે તે સંશોધનકાર્યના રસિકને આકર્ષે તેવી છે. ધીરુભાઈએ મણિલાલની હસ્તલિખિત સામગ્રી જ્યાં હોય ત્યાંથી મેળવવા બહુ યત્ન કરેલો. વડોદરાના શ્રી. જગજીવનદાસ દયાળજી, જે મણિલાલના સમકાલીન હતા, તેમની પાસે નૃસિંહાવતાર'ની મણિલાલના હસ્તાક્ષરની પોથી હતી; જે અન્યત્ર તદ્દન અપ્રાપ્ય હતી. તે પોથી લેખકે ગજા ઉપરાંત ખર્ચ કરીને પણ ખરીદી અને વધારામાં છપાવી પણ દીધી. મણિલાલના પૌત્રને શ્રમપૂર્વક સમજાવી તેમને ત્યાં પડેલ અને જર્જરિતપ્રાય થયેલ મણિલાલનો મુદ્રિતલિખિત સંગ્રહ મેળવ્યો. તેમાંથી મણિલાલની હસ્તલિખિત અને દુર્લભ ચીજો મળી, જેમાં તેમનો પત્રવ્યવહાર, વસિયતનામું અને અનેક ગ્રંથો ઉપર તેમણે કરેલી નોંધો કે ટિપ્પણોનો સમાવેશ થાય છે. તેમણે આપેલ અંગ્રેજી વ્યાખ્યાનો, જે માત્ર પોતા માટે જ છપાવેલ, તેની અન્યત્ર સર્વથા અપ્રાપ્ય એવી નકલો મળી; જેમકે “ધ નેસેસિટી ઑફ સ્પિરિટ્યુલ કલ્ચર', “ધ ડૉક્વીન ઑફ માયા' ઇત્યાદિ. આ આખો સંગ્રહ ગુ. વિ. સભામાં સુરક્ષતિ રહે તે દૃષ્ટિએ નિબંધલેખકે મણિલાલના પૌત્રને સમજાવી ત્યાં સોંપાવ્યો છે. મણિલાલનું આત્મચરિત અમુક અંશે તો ‘વસંતમાં આનંદશંકરભાઈએ પ્રસિદ્ધ કરેલું, પણ એ આત્મચરિત આખું પોતાની પાસે હોવા છતાં તેમણે સહેતુક પ્રસિદ્ધ નહિ કરેલું અને પોતાના વારસદારોને પ્રસિદ્ધ ન કરવાની સૂચના પણ કરેલી. આ આખું આત્મચરિત મણિલાલની હસ્તલિપિમાં છે. તે લેખકે પૂરેપૂરું જોયું અને તેનો પ્રસ્તુત નિબંધમાં આવશ્યક ઉપયોગ કર્યો છે. સંશોધનકાર્યનાં રસ અને દૃષ્ટિ વિના ભાગ્યે જ કોઈ પરીક્ષાના નિબંધની તૈયારી કરતી વખતે આટલો શ્રમ લે અને સમય ખર્ચે. “કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે” એ કાવ્ય ગુજરાતીઓની જીભે રમતું. અત્યારના સિનેમાયુગ પહેલાં તો જ્યાં ત્યાં એ ગવાતું સંભળાતું. એ કાવ્ય ગાંધીજીને એટલું બધું રુચેલું કે તેમણે એના ઉપર વિવેચન લખી આફ્રિકામાં હતા ત્યારે ઇન્ડિયન ઓપિનિયન' પત્રમાં પ્રસિદ્ધ કરેલું, પરંતુ એ વિવેચનની નકલ દુર્લભ હતી, જે નિબંધલેખકે ગાંધીજીના પુત્ર શ્રી. રામદાસભાઈ પાસેથી મેળવી તેનો ઉપયોગ કર્યો છે. એટલું જ નહિ, પણ એ કાવ્યની હસ્તલિખિત નકલ આત્મચરિતમાંથી ઉતારી લીધી અને અત્યાર લગી જે એનો અશુદ્ધ પાઠ ચાલ્યો આવતો તેનું શુદ્ધીકરણ પણ કર્યું. જે પ્રસ્તુત નિબંધના કવિતાવાળા પ્રકરણમાં આપેલ છે. આ શુદ્ધીકરણ ખાસ ધ્યાન ખેંચે એવું છે. જેમ કે, “ઝહરનું નામ લે શોધી' એ અશુદ્ધ પાઠને બદલે “ઝહરનું નામ લે શોધી' એમ શુદ્ધ પાઠ છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ • પરિશીલન આ ઉપરાંત અનેક સ્થળે જે તારીખોની ભૂલ હતી તે પણ નિબંધમાં સાધાર સુધારી મૂકવામાં આવી છે. (દા. ત., જુઓ પૃ. ૧૭૦, ૧૯૬, ૨૧૫) આવી શ્રમપૂર્ણ કામગીરીનો ખ્યાલ પૂરો નિબંધ વાંચ્યા પછી જ આવી શકે, પરંતુ છેવટે એક બાબત કહેવી જોઈએ અને તે એ કે જિજ્ઞાસુ કાંઈ નહિ તો સાતમું “ઉપસંહાર પ્રકરણ વાંચે. એટલે નિબંધલેખક પોતાના વિષયને કેવો સમર્થ ન્યાય આપી શક્યા છે તેનો ખ્યાલ બાંધી શકાશે. આખો નિબંધ એવો અખંડ પ્રવાહ વહેતો જાય છે કે નથી ક્યાંય ભાષાઅલના દેખાતી કે નથી વિચારત્રુટિ દેખાતી. આ રીતે પરીક્ષાની દૃષ્ટિએ લખાયેલો આ નિબંધ આપણા સાહિત્યમાં એક વિશિષ્ટ કૃતિનો ઉમેરો કરે છે, અને પીએચ.ડી.ની ડિગ્રી માટે નિબંધ તૈયાર કરવા ઇચ્છનારને એક પ્રેરકરૂપ પણ બને છે.* * ડૉ. ધીરુભાઈ ઠાકર એમ. એ. પીએચ. ડી.ના પુસ્તક “મણિલાલ નભુભાઈ: - સાહિત્યસાધનાનો પ્રવેશક. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૨૧. જીવતો અનેકાંત કલ્પના, તત્ત્વજ્ઞાન અને ધર્મ એ ત્રણ માનવી જીવનની, બીજા કોઈના જીવનમાં ન હોય તેવી, વિશેષતાઓ છે. તેમ છતાં આ ત્રણે વસ્તુઓ એક જ કોટિની કે એક જ સરખા મૂલ્યવાળી નથી. કલ્પના કરતાં તત્ત્વજ્ઞાનનું સ્થાન ઊંચું છે; એટલું જ નહિ, પણ તે સ્થાયી અને વ્યાપક પણ છે. ધર્મનું સ્થાન તો તત્ત્વજ્ઞાન કરતાંય ચઢિયાતું છે, કારણ ધર્મ એ તત્ત્વજ્ઞાનનું પક્વ પરિણામ ફળમાત્ર છે. કલ્પનાઓ ક્ષણે ક્ષણે નવી નવી અને તે પણ જુદી જુદી વ્યક્તિઓમાં નવીનરૂપે ઉદ્ભવે છે. એ બધી કલ્પનાઓ કાંઈ સ્થિર નથી હોતી તેમ જ સાચી પણ નથી હોતી, તેથી કલ્પના કરનાર વ્યક્તિ પણ પોતે સેવેલી અને પોષેલી કલ્પનાઓ ઘણી વાર અને મોટે ભાગે ફેંકી જ દે છે, એને એ બદલ્યા પણ કરે છે. જો કોઈ વ્યક્તિ પોતાની કલ્પનાઓને સત્યની કસોટીએ નહિ કસાયા છતાં સેવ્યા જ અને પોષ્યા જ કરે, તોય એ કલ્પનાઓને બીજા લોકો સ્વીકારતા કે અપનાવતા નથી. તેથી ઊલટું, જો કોઈ કલ્પના સત્યની કસોટીએ કસાતાં પાર ઊતરે, તેમાં ભાંતિ જેવું ન જ રહે, તો એવી કલ્પના ગમે તે કાળ, ગમે તે દેશ અને ગમે તે જાતિના મનુષ્યમાં જન્મી હોય છતાં તે કલ્પના પોતાની સત્યતાના બળના પ્રમાણમાં સર્વત્ર સ્વીકારાવા લાગે છે અને તે કલ્પના સ્થાયી બને છે. આવી જ સ્થિર કલ્પનાઓ તત્ત્વજ્ઞાન તરીકે લેખાય છે અને તે જ ક્યાંય સીમાબદ્ધ ન રહેતાં સાર્વજનિક કે બહુજનગ્રાહ્ય સંપત્તિ બને છે. માનવી પરીક્ષણશક્તિ જે તત્ત્વજ્ઞાનને કસી સત્યરૂપે સ્વીકારે છે, તે જ તત્ત્વજ્ઞાન પછી કાળક્રમે ધીરેથી કે ત્વરાથી માનવી આચરણનો વિષય બને છે અને જે તત્ત્વજ્ઞાન વિવેકપૂર્વક આચરણમાં આવે છે, તે જ માનવવંશનો ખરેખરો વિકાસપ્રદ ધર્મ બની જાય છે. ઉપરની બાબત એકાદ દાખલાથી સ્પષ્ટ કરીએ. જીવ, આત્મા, ઈશ્વર એ છે’ એવી એક કલ્પના. તે નથી' એવી બીજી કલ્પના. છે તોય બધા જીવો વસ્તુતઃ એક જ છે, તેઓ વચ્ચે વાસ્તવિક ભેદ છે જ નહિ અને જીવ તેમ જ પરમાત્મા પણ વસ્તુતઃ નોખી નોખી વસ્તુ નથી એવી કલ્પનાઓ એક બાજુ અને બીજી બાજુ જીવો બધાય વસ્તુતઃ નોખા નોખા છે, પરમાત્મા અને જીવો વચ્ચે ખરેખરી જુદાઈ જ છે એવી કલ્પનાઓ પ્રવર્તે છે. જ્યારે તેથી તદ્દન ઊલટી જાતની કલ્પનાઓ પણ પ્રવર્તે છે; તે - Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ • પરિશીલન એમ માને છે કે ઈશ્વર તો શું, પણ આત્મા જેવી સ્વતંત્ર અને સ્થાયી કોઈ વસ્તુ નથી. આત્મા એ તો પાણીના પરપોટા જેવી પાંચ ભૂતોની બનેલી એક ગતિશીલ અને દય આકૃતિ માત્ર છે. આ બધી ઓછેવત્તે અંશે કલ્પનાઓ છે એમ સમજવું જોઈએ, કારણ અમુક કલ્પનાઓના પક્ષનો માણસ પણ ક્યારેક તે કલ્પનાઓ છોડી બીજા જ પક્ષમાં ભળે છે અગર તો બંને પક્ષોથી તટસ્થ રહે છે. - એ બધી કલ્પનાઓ બદલાવા અને નવું નવું રૂપ ધારણ કરવા છતાં તેની પાછળ એક કદી ન બદલાય અને કદી પણ ન ભૂંસાય એવી સ્થિર પણ કલ્પના છે. દા. ત. માણસ તો શું, કોઈ પણ પ્રાણી એવું નથી, જેને “હું કાંઈક છું' એવું હુંપણાનું ભાન ન હોય, તેમ જ સુખદુઃખના ભેદની લાગણી અને સુખ માટેની પ્રવૃત્તિ તેમજ દુ:ખ તરફનો અણગમો ન હોય. ત્રણે કાળમાં સૌને એકસરખી રીતે માન્ય થાય એવો આ અનુભવ તે જ તત્ત્વજ્ઞાનની કક્ષામાં આવે, કારણ એ અનુભવ માત્ર વાસ્તવિકપણાની ભૂમિકા ઉપર જ ઊભો થયેલો હોઈ ટકી રહે છે. તેમાં કોઈને કાંઈ વાંધો લેવા જેવું દેખાતું નથી. હુંપણાનું ભાન, સુખની રુચિ, દુઃખનો અણગમો એ અનુભવ સૌમાં એકસરખો અને સાચો સિદ્ધ થયો છે, તેને જ લીધે તેમાંથી ધર્મ જન્મ્યો છે. સાચું જ વિચારવું, વિચાર અને સમજ હોય તેવું જ બોલવું અને તેવું જ આચરવું એવો જે સત્ય-અહિંસા નામનો ધર્મ મનુષ્યજાતિમાં ઉદ્ભવ્યો છે ને કાળક્રમે તેનાં અનેક રૂપે વિકાસ થયેલો છે તેમ જ થતો જાય છે, તેના મૂળમાં પેલો અનુભવ જ કામ કરી રહ્યો છે. જીવ કે ઈિશ્વર હોવા ન હોવાની તેમ જ તેના નોખાપણા કે અનોખાપણાની ગમે તેટલી અરસપરસ વિરોધી કલ્પનાઓ પ્રવર્તતી હોય, છતાં કોઈ પ્રાણી કે કોઈ મનુષ્ય એવો નથી કે પોતા પ્રત્યે બીજાના અણગમાકારક વર્તનને પસંદ કરે. એ જ બીજા પાસેથી પોતાના તરફના સદ્વર્તનની આશા બીજા પ્રત્યે પોતાના સદ્વર્તનને ઘટે છે. એ ઘડતરવિરોધી ધક્કાઓથી મોડે મોડે જન્મ કે સમજપૂર્વક જલદી જન્મે એ નોખી વાત, પણ આખી માનવજાત આ ઘડતર તરફ ઢળી રહી છે અને માનવજાતિમાં થયેલા તેમજ થતા મહાન પુરુષો પોતાની જીવનચર્યાથી આખી માનવજાતને એ જ રીતે ઘડવા મથ્યા છે ને મથી રહ્યા. છે. તેથી જ એ ઘડતર ધર્મના બીજા ઉપસિદ્ધાંતોનો મૂળ સિદ્ધાંત બની રહ્યો છે. તત્ત્વજ્ઞાનનો જન્મ કોઈ ને કોઈ સંપ્રદાયને આભારી છે. તત્ત્વજ્ઞાનના વિકાસ અને પ્રચારમાં પણ સંપ્રદાયોનો મુખ્ય ફાળો છે. એ જ રીતે ધર્મના વિકાસ અને પોષણમાં પણ સંપ્રદાયોનો અમુક હિસ્સો છે જ, છતાં માનવજાતની ટૂંકી દૃષ્ટિએ એ જ તત્ત્વજ્ઞાન અને ધર્મના ઝરા જેવા સંપ્રદાયને સાંકડો, બંધિયાર તેમ જ મેલો પણ કરી નાખ્યો છે. અજ્ઞાન અને મોહમાંથી જન્મેલી ટૂંકી દૃષ્ટિ કોઈ એક સંપ્રદાય બહાર બીજા સંપ્રદાયોના વાસ્તવિક અનુભવને જોઈ શકતી નથી. કોઈ એને જોવા કહે તોય તે ડરે છે, ભડકે છે. પોતે પોતાના તરીકે માનેલ સંપ્રદાયમાં પણ એ ખુલ્લા મનથી ચોમેરનાં Page #182 -------------------------------------------------------------------------- ________________ જીવતો અનેકાંત • ૧૭૩ સત્યો જોતો નથી. આનું નામ મતાંધતા કે સાંપ્રદાયિકતા છે, મનુષ્યજાતિમાં મતાંધતાને લીધે જે પરિણામો આવ્યાં છે, તેમને તદ્દન ટૂંકમાં નોંધવાં હોય તો આ પ્રમાણે નોંધી શકાય : (૧) તે સત્યસિદ્ધ નહિ થયેલ કલ્પનાઓને પણ તત્ત્વજ્ઞાન તરીકે લેખી તેને તત્ત્વજ્ઞાનની કોટિમાં મૂકે છે. () તે બીજા કોઈએ સત્ય સાબિત કરેલ અને તત્ત્વજ્ઞાન તરીકે લેખાય એવા અનુભવને પણ વિચારતાં, અપનાવતાં ડરે છે, પાછો પડે છે. (૩) તેને જે વાત પોતાના અને બીજાના સંપ્રદાયમાં એકસરખી હોય, તે એકસરખી નથી દેખાતી. એક જ બાબતને તે બરાબર હોય, છતાંય તેને તે પોતાના સંપ્રદાયમાં ચડિયાતી ને ખામી વિનાની માને છે, જ્યારે બીજા સંપ્રદાયમાંની એ જ બાબતને તે પ્રથમ તો સ્વીકારતો જ નથી અને સ્વીકારે તોય તે ખામીવાળી લેખી તેને બરાબરીનું સ્થાન આપી શકતો નથી. () તેને એક અથવા બીજી રીતે પોતાની માન્યતાઓનું શ્રેષ્ઠપણું–પછી તે વાસ્તવિકતામાં હોય કે નહિ-લોકોમાં મનાતું થાય એ ગમે છે, અને એવા શ્રેષ્ઠપણાને માનવા-મનાવવાની ધૂનમાં તે બીજા કોઈ પણ સંપ્રદાયની તેટલી જ શ્રેષ્ઠ બાબતોનેતેટલા જ કીમતી અનુભવોને, બને તેટલું વધારેમાં વધારે ઉતારી પાડવા પ્રેરાય છે. (૫) તે આચરણમાં ગમે તેટલો મોળો હોય, પોતાની બધી જ નબળાઈઓ જાણતો પણ હોય અને પોતાના સંપ્રદાયમાંની સામૂહિક કમજોરીઓ જાતે અનુભવી વ્યક્તિગત દૃષ્ટિએ સ્વીકારતો પણ હોય, છતાં તેને પોતાના સંપ્રદાયનાં પ્રવર્તકો, આગેવાનો કે શાસ્ત્રોની મહત્તા સચવાઈ રહે એવું જ મનમાં થયા કરે છે અને બીજા સંપ્રદાયોનાં પ્રવર્તકો, આગેવાનો અને શાસ્ત્રોની લઘુતા થતી જોઈ મનમાં એક જાતનો છૂપો રસ વહે અને જાહેરમાં તે લઘુતા દ્વારા પોતાના સંપ્રદાયની મહત્તા સ્થાપવા લલચાય, જેને પરિણામે ખંડન-મંડન ને વાદવિવાદ જન્મે. - આટલી સામાન્ય ભૂમિકા પછી હવે આપણે આપણા મુખ્ય વિષય ઉપર આવીએ. અનેકાંત એ જૈન સંપ્રદાયનો મુખ્ય સિદ્ધાંત છે, જે તત્ત્વજ્ઞાન અને ધર્મના બંને પ્રદેશમાં સમાનપણે માન્ય થયેલો છે. અનેકાંત અને સ્યાદ્વાદ એ બંને શબ્દો અત્યારે સામાન્ય રીતે એક જ અર્થમાં વપરાય છે. માત્ર જૈનો જ નહિ, પણ જેનેતર સમજદાર લોકો જૈન દર્શન ને જૈન સંપ્રદાયને અનેકાંતદર્શન કે અનેકાંત-સંપ્રદાય તરીકે ઓળખે – ઓળખાવે છે. હંમેશાંથી જે લોકો પોતાની અનેકાંત સંબંધી માન્યતાને એક અભિમાનની વસ્તુ લેખતા આવ્યા છે અને તેની ભવ્યતા, ઉદારતા તેમજ સુંદરતાનું સ્થાપન કરતા આવ્યા છે. અહીં આપણે જોવાનું એ છે કે અનેકાંત એ વસ્તુ શું Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ • પરિશીલન છે ? અને તેનું જીવંતપણું એટલે શું? તેમ જ એવો જીવતો અનેકાંત આપણી જૈન પરંપરામાં સામુદાયિક દૃષ્ટિએ ક્યારેય હતો ને અત્યારે પણ છે? અનેકાંત એ એક જાતની વિચારપદ્ધતિ છે. તે બધી દિશાઓથી, બધી બાજુથી ખુલ્લું એવું એક માનસચક્ષુ છે. જ્ઞાનના, વિચારના અને આચરણના કોઈ પણ વિષયને તે માત્ર એક જ તૂટેલી કે અધૂરી બાજુથી જોવા ના પાડે છે અને શકય હોય તેટલી વધારેમાં વધારે બાજુએથી, વધારેમાં વધારે વિગતોથી અને વધારેમાં વધારે માર્મિક રીતે તે સર્વ કાંઈ વિચારવા, આચરવાનો પક્ષપાત ધરાવે છે. આ તેનો પક્ષપાત પણ. માત્ર સત્યના પાયા ઉપર જ બંધાયેલો છે. અનેકાંતનું જીવિતપણું અગર જીવન એટલે તેની પાછળ, આગળ કે અંદર સર્વત્ર સત્યનું-યથાર્થતાનું વહેણ. અનેકાંત એ માત્ર કલ્પના નથી, પણ સત્યસિદ્ધ થયેલી કલ્પના હોઈ તે તત્ત્વજ્ઞાન છે અને વિવેકી આચરણનો વિષય હોઈ તે ધર્મ પણ છે. અનેકાંતનું જીવિતપણે એમાં છે કે તે જેમ બીજા વિષયોને બધી બાજુથી તટસ્થપણે જોવા, વિચારવા, અપનાવવા પ્રેરે છે, તેમ એ પોતાના સ્વરૂપ અને જીવિતપણા વિશે પણ ખુલ્લા મનથી વિચાર કરવા ફરમાવે છે. જેટલું વિચારનું ખુલ્લાપણું, સ્પષ્ટપણું અને તટસ્થપણું તેટલું જ અનેકાંતનું બળ કે જીવન. જો અનેકાંતના જીવનની ઉપરની વ્યાખ્યા સાચી હોય, તો આપણે આગળ કે પાછળનાં કોઈ પણ બંધનો સ્વીકાર્યા સિવાય તદ્દન નિખાલસપણે એને વિશે વિચાર કરવો જોઈએ. આ વિચાર કરતાં પ્રથમ પ્રશ્નો કાંઈક નીચે પ્રમાણે ઉભવે ખરા (૧) શું આવી અનેકાંતદષ્ટિ માત્ર જૈન પરંપરાના પ્રવર્તકો અને અનુયાયીઓમાં જ હતી અને છે, કે મનુષ્યજાતિમાં અસ્તિત્વ ધરાવતા બીજા સંપ્રદાયોના પ્રવર્તકો અને અનુયાયીઓમાં એ પ્રવર્તી શકે? (૨) પરિભાષા, વ્યાખ્યા અને ઉપયોગનો ગમે તેટલો ભેદ હોવા છતાં જો વસ્તુગતે અનેકાંતવિચાર અને અનેકાંતવર્તન બીજા કોઈ જેનેતર ગણાતા સંપ્રદાયના પ્રવર્તકો કે અનુયાયીઓમાં હોય અને તે સ્વીકાર કરવો કે સાંપ્રદાયિક અભિનિવેશથી આંખ બંધ કરવી? (૩) અનેકાંતના પાયા ઉપર સ્થપાયેલ જૈન સંપ્રદાયમાં પણ અનેકાંત જીવન બીજા સંપ્રદાયો કરતાં વધારે પ્રમાણમાં ઊતર્યો ન હોય, તો જૈન લોકોને અનેકાંત વિશે ગૌરવ લેવાને કાંઈ કારણ છે ? અથવા અનેકાંત વિશે ગૌરવ લેવું એટલે શું ? બીજા અને ત્રીજા પ્રશ્નને પ્રથમ લઈએ. હું ધારું છું, “ગમે તેવો સાંપ્રદાયિક મનનો જૈન હશે તોય એમ ભાગ્યે જ કહેશે કે જેન સિવાયના કોઈ પણ સંપ્રદાયના પ્રવર્તક કે અનુયાયીમાં સાચે જ અનેકાંત વિચાર કે વર્તન હોય તો તેનો સ્વીકાર કરતાં, તેના આદર કરતાં અચકાવું. એવો પણ કોઈ જૈન ભાગ્યે જ નીકળશે કે બીજા સંપ્રદાયના પ્રવર્તક કે અનુયાયીના જીવનમાં ઊતરેલ હોય તેટલો પણ અનેકાંત પોતાના જીવનમાં Page #184 -------------------------------------------------------------------------- ________________ જીવતો અનેકાંત - ૧૭૫ ન હોવા છતાં માત્ર સાંપ્રદાયિક માન્યતાને કારણે પોતાના જીવનમાં ગૌરવ લે.' ત્યારે હવે પ્રથમ પ્રશ્નને અંગે જ કાંઈક વિચારવું ઘટે છે. હું મારા વાચન અને ચિંતનને પરિણામે તદ્દન સ્પષ્ટપણે જોઈ રહ્યો છું કે પરિભાષા શૈલી અને ઉપયોગની પદ્ધતિ ગમે તેટલી જુદી હોય, છતાંય પ્રસિદ્ધ બધા જ જૈનેતર સંપ્રદાયના પ્રવર્તકો અને કેટલાક તેના અનુયાયીઓ સુધ્ધાં અનેકાંતને અવલંબીને જ પોતપોતાની ઢબે વિચાર પ્રગટ કરી ગયા છે. અને હું એમ સ્પષ્ટપણે જોઈ શકું છું કે અનેકાંતદષ્ટિએ વિચાર કરવાની શક્યતા જો જૈન સંપ્રદાયના પ્રવર્તકો ને અનુયાયીઓમાં સંભવિત છે, તો તેટલી જ શકયતા બીજા કોઈ પણ જુદા નામથી ઓળખાતા સંપ્રદાયના અનુયાયીઓમાં પણ સંભવિત છે. એટલું જ નહિ, પણ ઘણી વાર તો વ્યવહારમાં જૈન કરતાં જૈનેતર સંસ્કારી અને શિક્ષિત વ્યક્તિઓમાં એ શક્યતા વધારે પ્રમાણમાં દગોચર થાય છે. મારા આ અભિપ્રાયની યથાર્થતા આંકવા ઇચ્છનારને હું થોડીક સૂચનાઓ કરવા ઇચ્છું છું. જો તેઓ સૂચના પ્રમાણે વર્તી જોશે, તો તેમને પોતાની આંખે એ સત્ય દીવા જેવું દેખાશે. સહેલામાં સહેલી અને સૌથી પ્રથમ અમલમાં મુકાય એવી સૂચના એ છે કે જે જૈનો હોય તે ઉત્તરાધ્યયન મૂળ અગર તેનું ભાષાંતર વાંચે. તેની સાથે જ બૌદ્ધ સંપ્રદાયનું માન્ય ધમ્મપદ ને વૈદિક સંપ્રદાયોની માન્ય ગીતા વાંચે. વાંચતાં કેવળ એટલી જ દૃષ્ટિ રહે કે દરેક સંપ્રદાયનાં તે તે શાસ્ત્રોમાં ચિત્તશુદ્ધિ, સંયમ, અહિંસા આદિ સદ્ગણોની પુષ્ટિ કેવી એકસરખી રીતે કરવામાં આવી છે. એથી આગળ વધી વધારે જોવા ઈચ્છનારને હું સૂચના કરવા ઈચ્છું છું કે ખુદ તથાગત બુદ્ધે પોતે કયા અર્થમાં ક્રિયાવાદી છે અને કયા અર્થમાં અક્રિયાવાદી છે એનો જે ખુલાસો કર્યો છે અને જે રીતે અનેકાંતદષ્ટિ જીવનમાં હોવાની સાબિતી આપી છે, તેને જેન અનેકાંત સાથે સરખાવવી. તે જ રીતે પાતંજલ યોગશાસ્ત્ર કે તેના કરતાંય બહુ જૂનાં ઉપનિષદોમાં જે અધિકાર પરત્વે અનેકવિધ આધ્યાત્મિક સાધનાઓ બતાવી છે, તેનું જૈન આધ્યાત્મિક સાધનાઓ સાથે તોલન કરવું, જેવું કે આચાર્ય હરિભદ્ર અને યશોવિજયજીએ કર્યું છે. જરથોત્રિયન, ક્રિશ્ચિયન અને ઇસ્લામી ધાર્મિક આજ્ઞાઓ સુધી ન જાય, તોય ઉપર કહેલ બૌદ્ધ અને વૈદિક શાસ્ત્રોના જૈન શાસ્ત્રો સાથેના તોલનથી દરેકને એ ખાતરી થઈ જશે કે સત્ય અને તેની વિચારદૃષ્ટિ કોઈ એક જ પંથમાં બંધાઈ રહેતી નથી. આ મુદ્દાની વધારે સ્પષ્ટતા કરવા ઇચ્છનારને હું એક બીજી પણ સૂચના કરવા ઈચ્છું છું અને તે એ છે કે તેણે સમાન દરજ્જાના અમુક માણસો સરખી સંખ્યામાં દરેક સંપ્રદાયના અનુયાયીઓમાંથી પસંદ કરવા, પણ તેણે એ પસંદ કરેલ વ્યક્તિઓની જીવનચર્યા ને વિચારસરણી તટસ્થપણે નોંધવી. પસંદ કરાયેલ સરખા દરજ્જાના વ્યાપારીઓ હોય કે વકીલો, ડૉક્ટરો હોય કે શિક્ષકો, ખેડૂતો હોય કે નોકરો, આ બધાના પરિચયથી પરીક્ષક જોઈ શકશે કે વારસામાં અનેકાંતદષ્ટિ મળવાનો દાવો કરનાર ને તે બાબત વધારે ગૌરવ લેનાર Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ • પરિશીલન જૈનો કરતાં જૈનેતરો કેટલે અંશે ઊતરતા છે, ચડિયાતા છે કે લગભગ બરાબર છે. જીવતો અનેકાંત આપણને જાગતા રહેવા, પોતાની જાતને કે બીજાને અન્યાય ન કરવા ફરમાવે છે. એટલે આપણે માત્ર સાંપ્રદાયિક અભિનિવેશને લીધે પોતાના સંપ્રદાય વિશે તેમ જ બીજા સંપ્રદાયો વિશે જે અઘટિત વિધાનો કર્યા કરીએ છીએ તેથી બચતાં રહેવું એ આપણો પ્રથમ ધર્મ છે. હવે આપણે તપાસવાનો છેલ્લો મુદ્દો બાકી છે કે જીવતો અનેકાંત સામુદાયિક દૃષ્ટિએ જૈન પરંપરામાં ક્યારેય હતો અને આજે પણ છે? આ પ્રશ્નનો જવાબ લાગે છે તેવો અઘરો નથી. એમ તો દરેક જૈન માને અને કહે જ છે કે અનેકાંત એ મુખ્ય જૈન સિદ્ધાંત માત્ર તાત્ત્વિક જ નહિ, પણ વ્યાવહારિક સુધ્ધાં છે. એનો અર્થ એ થયો કે તત્ત્વજ્ઞાનના વિચાઅદેશમાં અગર જીવનના પ્રત્યેક કાર્યક્ષેત્રમાં જો અનેકાંતનો ઉપયોગ થાય, તો તે બીજી કોઈ પણ દૃષ્ટિ કરતાં વધારે સલામત તેમ જ ઉપયોગ કરનારને વધારેમાં વધારે સમાધાનકારક નીવડે છે. આપણે જૈન પરંપરાનાં બધાં જ ક્ષેત્રોમાં આ કસોટી લાગુ પાડી જોવું જોઈએ કે અનેકાંતદષ્ટિએ તેમાં કેટલો જીવંત ફાળો આપ્યો છે ને અત્યારે કેટલો ફાળો આપે છે. જીવનના ધર્મ, કર્મ, સાહિત્ય, સમાજ અને રાષ્ટ્ર એટલા વિભાગો કરી વિચાર કરીએપ્રથમ આપણે જોઈએ કે જૈન પરંપરાના ધાર્મિક જીવનમાં અનેકાંતનું સ્થાન શું રહ્યું છે ને અત્યારે શું છે? ભગવાન મહાવીર પહેલાંના સમયની વાત જતી કરીએ. માત્ર તેમના પછીનો આજ સુધીનો ધાર્મિક ઇતિહાસ તપાસીએ તો સ્પષ્ટ જણાશે કે અનેકાંતને પોતાના સર્વશ્રેષ્ઠ સિદ્ધાંત તરીકે સ્થાપનાર આચાર્યો કે વિદ્વાનો પોતાના જીવનમાં અનેકાંત ભાગ્યે ઉતારી શક્યા છે. એના પુરાવા વાસ્તે બહુ દૂર જવું પડે તેમ નથી. દિગંબર અને શ્વેતાંબર બે મુખ્ય ફિરકા તરફ પ્રથમ નજર કરો. શ્વેતાંબર ફિરકામાં એવું કયું તત્ત્વ છે કે જેને લીધે દિગંબરોને જુદું જ રહેવું પડે ? અગર દિગંબરોમાં એવી કઈ બાબત છે કે જે શ્વેતાંબરોને અલગ રાખે ? કોઈ ઉત્કટ ત્યાગી દિગંબર ફિરકામાં થયો હોય, તો શું તેવો ત્યાગી શ્વેતાંબર ફિરકાએ નથી જન્માવ્યો ? શ્વેતાંબર ફિરકાના વસ્ત્રધારણથી શિથિલતા આવતી જ હોય, તો દિગંબર ફિરકામાં શિથિલતાનું નામ પણ હોવું ન જ જોઈએ. દિગંબર શાસ્ત્રો અને શ્વેતાંબર શાસ્ત્રો વચ્ચે ઓળંગી ન શકાય એવી ખાઈ તો શું એક લીટી પણ નથી કે જે બંનેને મળતાં, એકરસ થતા રોકે. જે બંને ફિરકાઓ આખા જગતને સુખ અને શાંતિ પૂરાં પાડનાર તરીકે અનેકાંતનો ઉપદેશ કરવા નીકળ્યા છે ને પહેલેથી જ બંને ફિરકાના વિદ્વાનો શાસ્ત્રોમાં અનેકાંતનું નગારું વગાડતા આવ્યા છે, તે બંને ક્યારે પણ મળ્યા છે ખરા ? અનેકાંતે તેમને અરસપરસ ભેટવ્યા છે ખરા? તેમના તીર્થકલહો અનેકાંતે પતાવ્યા છે ખરા? જે ફિરકાઓ કે જે ફિરકાના અગ્રેસર વિદ્વાનો અને આચાર્યો પોતાની અંદરના તદ્દન સામાન્ય Page #186 -------------------------------------------------------------------------- ________________ જીવતો અનેકાંત • ૧૭૭ જેવા મતભેદોને શમાવી શકે, તેઓમાં અનેકાંતનું તત્ત્વજ્ઞાન ને એકાંતમય. ધર્મ છે એમ કોણ કહેશે ? ઠીક ભલા, એથી આગળ ચાલી જોઈએ. થોડી વાર એમ માનો કે અનેકાંતદષ્ટિ માત્ર એક જૈન ફિરકાને વરી છે, તો પછી ફિરકાના અનુયાયીઓને આપણે જરૂર પૂછીશું કે ભાઈઓ! તમારા શ્વેતાંબર કે દિગંબર કોઈ એક જ ફિરકામાં પહેલેથી જ આજ લગી ગણ-ગચ્છના નાના નાના અનેક વાડાઓ કેમ પડ્યા કે જે વાડાઓ એકબીજાથી દૂર રહેવામાં જ મહત્ત્વ માનતા આવ્યા છે ? શું અનેકાંત એ સાંધનાર છે કે ભાગલા પડાવનાર છે? જો ભાગલા જ પડાવનાર હોય, તો તમારું સ્થાન દુનિયાના બીજા કોઈ પણ ઊતરતામાં ઊતરતા પંથ કરતાં ચડિયાતું નથી. સાંધનાર હોય, તો તમે પોતાના ફિરકામાં પડતા નાના નાના ભાગલાઓને પણ સાંધી ન શકવાને કારણે જીવનમાં અનેકાંત ઉતારી શક્યા નથી, અનેકાંતને જીવતો રાખી શક્યા નથી. બહુ જૂના વખતની વાત જતી કરીએ અને છેલ્લાં પાંચસો વર્ષના નવા ફાંટાનો જ વિચાર કરીએ, તોય જૈન પરંપરામાં ધાર્મિક જીવન અનેકાંત વિનાનું જ જણાશે. સ્થાનકવાસી ફિરકાને પૂછીએ કે તમે પ્રથમના બે ફિરકાથી જુદા પડી અનેકાંત સિદ્ધાંત જીવતો રાખ્યો છે કે તેની ચૂંથાયેલી કાયાના વધારે કટકા કર્યા છે? જો સ્થાનકવાસી ફિરકાએ પોતાનાં નાનાંમોટાં ટોળાંને સાંધવા પૂરતો અને ઓઘાની દશીઓ આમ બાંધવી કે તેમ બાંધવી તેના એક નિર્ણય પૂરતો પણ અનેકાંત જીવી બતાવ્યો હોત, તો એટલો તો સંતોષ થાત કે જીવનમાં અનેકાંતની હત્યા કરનાર પ્રથમના બે ફિરકાઓ કરતાં આ નવા ફિરકાએ કાંઈક અનેકાંતનું જીવન બચાવ્યું, પણ આપણે તો ભૂતકાળના ઇતિહાસ અને વર્તમાન જીવનમાં જોઈએ છીએ કે છ કોટિ, આઠ કોટિના બોલની સંખ્યા પૂરતા અગર અમુક પાઠો બોલવા ન બોલવાના ભેદ પૂરતા, અથવા કેળાં ખાઈ શકાય કે નહિ તે પૂરતા, અગર પર્યુષણ પર્વ અમુક તિથિએ કરવાં ન કરવાં પૂરતા અનંત ઝઘડાઓ વધારી અનેકાંતના અનેક અંત કરી નાખ્યા છે. ટૂંકમાં, જૈન પરંપરાના ધાર્મિક ઈતિહાસમાં અનેકાંત જીવતો તો નજરે જ પડતો નથી. હા, કલ્પનામાં તેણે અનેકાંત એટલે લગી વિસ્તાર્યો છે કે અનેકાંતનું પોષણ કરનાર એક ખાસું સ્વતંત્ર સાહિત્ય સર્જાયું છે, પરંતુ આ સ્થળે એ વાત ખાસ ભારપૂર્વક નોંધવા જેવી છે કે અનેકાંતની વ્યાખ્યા કરતાં આચાર્યોએ ને વિદ્વાનોએ જે ઉદાહરણો ને દાખલાઓ આપ્યાં છે ને હજુએ આપે છે, તે ઉદાહરણો વાળના અગ્ર ઉપર નાચી શકાય કે નહિ એ પ્રશ્નોના મનોરંજક જવાબ જેવાં છે. આકાશને ફૂલ છે – પણ એ સાબિતી સુધી અનેકાંત ગયો છે, પણ મંદિરો જુદાં હોવા છતાં એક જ તીર્થમાં શ્વેતાંબર દિગંબરો સુલેહ સંપ અને પૂર્ણ સમાધાનથી રહી શકે કે નહિ અને રહી શકે તો કેવી રીતે, તેમ જ ન રહી શકે તો કેવી રીતે - એનો નિર્ણય કરી ખુલાસો આટલા ઝઘડાશાસ્ત્રના અનુભવને પરિણામે પણ અનેકાંત મહારથીઓએ હજુ લગી આપ્યો નથી. ધાર્મિક જીવનમાં છેક જ છિન્નભિન્ન થયેલા અને Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ • પરિશીલન નજીવી બાબતમાં પણ શ્વાન કે મહિષ યુદ્ધ કરનાર ધર્મવિદ્વાનો જો પોતાની પરંપરામાં અનેકાંતદષ્ટિ કે અનેકાંતજીવનનો દાવો કરે, તો એમણે આંખ આડા પાટા બાંધ્યા છે, જે બીજાને ને પોતાને જોવા ના પાડે છે, એમ જ કહી શકાય. કર્મપ્રદેશ એટલે ધંધાનું ક્ષેત્ર. ધંધામાં અનેકાંત લાગુ પડી શકે કે નહિ એ પ્રશ્નનો ઉત્તર જૈનો કદી નકારમાં ન જ આપે. હવે આપણે જોઈએ કે તેમણે ધંધાના ક્ષેત્રમાં અનેકાંત કયાં લગી પોષ્યો છે ? જીવન જીવવા અનેક વસ્તુઓ જોઈએ, કામ પણ અનેક જાતનાં કરવાં પડે. આપણે જૈન પરંપરાને પૂછીએ કે તારે નભવું હોય તો કઈ ચીજ વિના અને શેના વિના ચાલશે? અને તેમ છતાં આપણે જોઈએ છીએ કે જેનો એક જ ધંધો શીખ્યા છે ને એક જ ધંધા તરફ ધસ્ય જાય છે. તે ધંધો છે વ્યાપાર કે નોકરીનો. શું જેનોને ખેતીની જરૂર નથી? શું વહાણવટા કે વિમાની સાહસોની જરૂર નથી? શું આત્મ અને પરરક્ષણ માટે કવાયતી તાલીમની જરૂર નથી? શું તેમને પોતાની સ્વચ્છતા માટે ને પોતાના આરોગ્ય માટે બીજાઓની સ્વચ્છતા અને આરોગ્યનો જ ભોગ લેવો ઘટે ? આપણે જેને લોકોનો ધંધો અને તેને પરિણામે તેમની કચરાતી જતી શારીરિક, માનસિક શક્તિનો વિચાર કરીશું, તો આપણને સ્પષ્ટ જણાશે કે જેનો ધંધાના ક્ષેત્રની બાબતમાં એકાંતી થઈ ગયા છે. એમને સારું અનાજ, સારાં ફળો અને સ્વચ્છ દૂધ ઘી જોઈએ, પણ એના ઉત્પાદક ધંધાઓ એ ન કરી શકે ! એટલે અનેકાંતનો વિચાર માત્ર વિદ્વાનો ને ધર્મગુરુઓ પૂરતો જ છે, એમ એમણે માની લીધેલું હોવાથી તે પ્રત્યક્ષ જીવનમાંથી સરી ગયો છે. સાહિત્યનો પ્રદેશ લઈએ. જેનોનો દાવો છે કે અનેકાંત જેવી વિશાળ અને ઉદાર દૃષ્ટિ બીજી એકેય નથી, અને છતાંય આપણે હંમેશાં માત્ર ગૃહસ્થ જૈનોને જ નહિ, પણ ત્યાગી અને વિદ્વાન જૈનો સુધ્ધાંને સાહિત્યની એકેએક શાખામાં બીજાને હાથે પાણી પીતાં ને બીજાના પ્રમાણપત્રથી ફુલાતાં તેમ જ બીજા સંપ્રદાયના વિદ્વાનોનું ન છૂટકે અનુસરણ કરતાં જોઈએ છીએ. જે અનેકાંતદષ્ટિ અનેક બાજુઓથી અનેક વસ્તુઓનું અનેક રીતે જૂનું નવું જ્ઞાન સંચિત કરવા પ્રેરી શકે, તે જ અનેકાંતદષ્ટિની હિમાયત કરનાર વર્ગમાં જ્યારે સાહિત્ય-ઉપાસના અને વિદ્યા-ઉપાસનાની બાબતમાં આટલું બધું પામરપણું દેખાય, ત્યારે એમ કયો માણસ માની શકે કે જૈન પરંપરામાં અનેકાંતદષ્ટિ જીવતી છે ? હવે સમાજક્ષેત્ર લઈ વિચારીએ. સમાજનું મૂળ લગ્નસંસ્થા છે. એનો અસલી ઉદ્દેશ એ છે કે માણસ પોતાની શક્તિના નિરંકુશ આવેગોને મર્યાદિત અને વિવેકી નિયમન દ્વારા કાબૂમાં લઈ તેનો એવી રીતે વિનિયોગ કરે છે કે જેથી સમાજતંતુ ચાલુ રહે અને તે ઉત્તરોત્તર વધારે અસ્પૃદયવાન બને. આ ઉદ્દેશાની દષ્ટિએ લગ્નસંસ્થા માંગલિક જ નહિ, પણ પવિત્ર તેમજ આશીર્વાદરૂપ પણ છે. જો એથી વિપરીત માત્ર Page #188 -------------------------------------------------------------------------- ________________ જીવતો અનેકાંત • ૧૭૯ દેહવાસના પ્રેરિત લગ્નસંસ્થા ચાલે તો એ નથી માંગલિક કે નથી પવિત્ર, ઊલટી શાપરૂપ છે. જ્યાં લગી આવો વિવેક જાગરૂક રહે છે અને તેનું જ પોષણ વિચારકો દ્વારા કરવામાં આવે છે, ત્યાં લગી અનેકાંત એ સંસ્થા પરત્વે જીવતો છે એમ કહી શકાય. આપણે ભૂતકાળનો ઇતિહાસ અને વર્તમાન આપણા સમાજનું માનસ જોઈએ, તો આપણને જણાશે કે આ બાબતમાં અનેકાંત જીવિત રહ્યો નથી. જૈનસમાજમાં વિચારકોનું મુખ્ય સ્થાન ત્યાગીઓ ભોગવતા આવ્યા છે. ત્યાગીઓની આ સંસ્થા માત્ર એક જ આશ્રમ ઉપર ભાર આપતી આવી છે અને અત્યારે પણ એ જ રીતે ભાર આપે છે. તેથી એ લખાણમાં કે ઉપદેશમાં જ્યાં ને ત્યાં કે જ્યારે અને ત્યારે એક જ વાત કહેતી આવી છે કે લગ્ન એ તો નકામી ઉપાધિ અને બંધન છે તેમ જ અપવિત્ર છે. આવો સતત ઉપદેશ અને પ્રચાર હોવા છતાં પ્રકૃતિથી જ જે સંસ્થા સમાજ સાથે સંકલિત છે, તે નાબૂદ થઈ નથી અને થવાની પણ નથી, પરંતુ આવા એકાન્તિક ઉપદેશનું સમાજમાનસ ઉપર એક પરિણામ એ આવ્યું છે કે લગ્નસંસ્થા નભાવ્યે જાય છે, પણ જાણે પરાણે ગળે ઢોલ બાંધ્યો હોય તે રીતે જ તે તેને બજાવે છે. એક બાજુ આવેગો અને ફરજો ઉત્સાહભેર વ્યક્તિઓને લગ્ન તરફ પ્રેરે છે અને બીજી બાજુ તેના મનમાં ઊંડે ઊંડે વારસાગત લગ્નની અપવિત્રતાના વિવેકશૂન્ય સંસ્કારો પોષાતા જાય છે. પરિણામે કૌટુંબિક જીવનમાં જ્યારે અનેક જાતની જવાબદારીના પ્રસંગો આવે છે ત્યારે માણસ વિવેકદૃષ્ટિ ન હોવાથી મોટે ભાગે કંટાળી યોગ્ય રસ્તા કાઢવાને બદલે લગ્નસંસ્થાની અપવિત્રતાને સ્મરણે કૌટુંબિક જીવનને નિંદે છે અને ભારરૂપ ગણે છે. જો એવો માણસ કુટુંબમાં રહે છે, તો તે તેનું કાંઈ લીલું નથી કરતો. જો તે કુટુંબ છોડી યોગ લે છે, તોય તે ઘણી વાર એ યોગને ભોગથી ખરડે છે. એણે અપવિત્રતા કે પવિત્રતા ક્યાં રહે છે એ પ્રથમથી જ જાણ્યું ન હતું. એણે તો માની લીધેલું કે કુટુંબબંધન એ અપવિત્ર છે અને કુટુંબથી છૂટાછેડા એ પવિત્ર છે. જો એનામાં જીવંત અનેકાંતના સંસ્કારો પ્રથમથી જ સિંચાયા હોત, તો તે એમ માનત કે પવિત્રતા કે અપવિત્રતા એ બંને મનોગત જ છે અને તેથી તે મનના પવિત્રપણા ઉપર ભાર આપી તેને સાચવવા અને પોષવાનો પ્રયત્ન કરતા અને પરિણામે તે લગ્નસંસ્થાના ઉદ્દેશને જીવનમાં ઉતારી શકત અને પોતાની નબળાઈ લગ્નસંસ્થા ઉપર ન લાદત. આજે તો ભોગવાસનાની પ્રબળતા, જે મનોગત એક અપવિત્રતા અને ભારે નબળાઈ છે, તે જ લગ્નસંસ્થાની જવાબદારીઓની દૃષ્ટિ કે ત્યાગી સંસ્થાની જવાબદારીઓની દષ્ટિએ છેક નબળો પડ્યો છે. બીજો પ્રશ્ન ઊંચનીચની ભાવનાનો છે. જ્યારે જન્મ, સત્તા અને સંપત્તિ આદિની બાહ્ય દૃષ્ટિએ ઊંચનીચતા માનવા-મનાવવાનો સનાતન ધર્મ પુરજોશમાં હતો, ત્યારે ભગવાન મહાવીર અને તથાગત જેવાએ ચડતા-ઊતરતાપણાની કસોટી સગુણનું તારતમ્ય છે એ વાત પોતાના વ્યવહારથી સમાજ સામે મૂકી. આ વિશે જીવંત અનેકાંતનું Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ • પરિશીલન જ દૃષ્ટિબિંદુ હતું તે વીરના વારસદારો આપણે ન સમજી શક્યા કે ન તેને વ્યવહારમાં સાચવવા મથ્યા. બન્યું એમ કે માત્ર ધર્મક્ષેત્ર જ નહિ, પણ કર્મ અને સમાજક્ષેત્રે પણ આપણે પાછા પુરાણા સનાતન ધર્મની ઊંચનીચની ભાવનામાં જ સંડોવાયા. યોગ્યતાને વધારવા અને ફેલાવવાના પ્રયત્ન દ્વારા જે દલિત અને પતિત જાતિઓનો ઉદ્ધાર કરવાનું કામ મહાવીરે વારસદારોને સોંપ્યું હતું, તે કામ કરવાને બદલે વારસદારો પાછા અમે ચડિયાતા ને તમે ઊતરતા, એ જ ભાવનાના વમળમાં પડી ગયા. એમણે બ્રાહ્મણોને વળતો જવાબ આપ્યો કે બ્રાહ્મણ જાતિ ઉચ્ચ નથી. બ્રાહ્મણ જાતિના સદ્ગણોને અપનાવ્યા સિવાય એને ઊતરતી માનવા-મનાવવાનું કામ એક બાજુ ચાલુ રહ્યું. બીજી બાજુ પ્રથમના દલિત અને પતિતોને વ્યવહારમાં નીચ માનવા-મનાવવાનું પણ ચાલુ રહ્યું, સ્થિતિ ત્યાં લગી આવી કે જૈનસમાજ માત્ર સ્થાનભેદે ઉત્પન્ન થયેલા ઓસવાલ, પોરવાલ, શ્રીમાલ આદિ અનેક જાતિ-ઉપજાતિઓના ભાગલામાં વહેંચાઈ ગયો અને નાના નાના ગોળમાં વહેંચાઈ ક્ષીણવીર્ય થવા લાગ્યો. વિસા દસાને ઊતરતા ગણે, દસા પાંચાને અને પાંચા અઢાઇયાને. સંસ્કાર, ઉમર અને બીજી બધી યોગ્યતા હોવા છતાં એક જાતનો બીજી જાત સાથે અને એક ગોળનો બીજા ગોળ સાથે લગ્નવ્યવહાર ટૂંકાયો. લગ્ન અને બીજી જરૂરી બાબતોમાં જૈન સમાજ બીજા સમાજો સાથે છૂટાછેડા કર્યે જતો હતો, અને વધારામાં તે અંદરોઅંદર પણ સંબંધ પોષવાને બદલે તોડવા લાગ્યો. સંકુચિતપણાનું ઝેર માત્ર લગ્નસંબંધના વિચ્છેદ સુધી જ ન અટક્યું, પણ તેણે ધર્મક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો, શ્વેતાંબર અને દિગંબરોના લગ્નસંબંધો વિચ્છન્ન થયા અને દિગંબર ફિરકામાં તો આ વિશે એટલે સુધી અસર કરી છે કે તે સમાજનો પ્રતિષ્ઠિત પંડિતવર્ગ દિગંબર દસાભાઈઓનો પૂજા-અધિકાર પણ કબૂલતો નથી. દસા કોમનો દિગંબર ગમે તેવો સંસ્કારી કે વિદ્વાન હોય, પણ તે સર્વસામાન્ય મંદિરોમાં પૂજા-અધિકાર મેળવી શકતો નથી; એટલું જ નહિ, પણ જો તેણે કયાંય એવે સ્થાને પૂજા કરી, તો તેને બીજા વર્ગ દ્વારા કોર્ટે ઘસડવાના દાખલાઓ પણ આજે બને છે. એ અનેકાંતે સગુણોને જ એકમાત્ર નિરભિમાન ઉચ્ચતાની કસોટી કહેલ, તે જ અનેકાંત નિદ્માણ થતાં આજે ભાઈઓમાં ન સંધાય એવા ભાગલા પાડી રહ્યો છે. છેલ્લે રાષ્ટ્રીયતાનો પ્રદેશ ઉપસ્થિત થાય છે. જૈન સમાજનો ત્યાગીવર્ગ આપમેળે દીર્ઘદૃષ્ટિપૂર્વક ક્યારે પણ રાષ્ટ્રભાવના પોષતો રહ્યો હોય એમ ઇતિહાસ જોતાં જણાતું નથી. અલબત્ત, કોઈ પરાક્રમી અને સમજદાર નરરત્નો સમાજમાં પાકે અને તેઓ મુખ્યપણે પોતાની સૂઝથી રાષ્ટ્રોદ્ધારનું કામ કરે ને તેમાં જશ મેળવે, તો પાછળથી જેન ત્યાગી અને વિદ્વાન વર્ગ પણ તેના રાષ્ટ્રકાર્યની યશોગાથા ગાય અને પ્રશસ્તિ રચે. ભામાશાહ પ્રતાપને મદદ કરે ત્યાર બાદ તેની યશોગાથા આજ સુધી પણ ગવાતી આપણે સાંભળીએ છીએ. જોવાનું એ છે કે આ રાષ્ટ્રકાર્યની પ્રશંસા સ્વવિચાપ્રેરિત Page #190 -------------------------------------------------------------------------- ________________ જીવતો અનેકાંત - ૧૮૧ છે કે તે લોકપ્રવાહનું અનુસરણ છે ? જો વસ્તુપાલ, ભામાશાહ કે બીજા કોઈ પણ તેવા વી૨ના રાષ્ટ્રોદ્વારકાર્યને અનેકાંતના વિવેકમાં ધરમૂળથી જ સ્થાન રહ્યું હોત તો તે વિવેક જૈન સમાજમાં એવું કાર્ય સતત ચાલુ રાખવાની અને પોષવાની પ્રે૨ણા આપત, પણ આપણે એથી ઊલટું જોઈએ છીએ. કોઈ પણ ત્યાગી કે ધર્મશાસ્ત્રી પંડિત રાષ્ટ્રકથાને વિકથા કહીને ઉતારી પાડે છે અને રાષ્ટ્રીય પ્રવૃત્તિને રાજ્યવિરુદ્ધાતિક્રમ-અતિચાર કહીને તેમાં જોડાતા ઉત્સાહી યુવકોને હતોત્સાહ કરે છે. એક યુગ એવો હતો કે જ્યારે રાષ્ટ્રકાર્ય અને રાષ્ટ્રીય પ્રવૃત્તિ એ શબ્દ સાંભળતાં જ કાનમાં શસ્ત્રનો ખણખણાટ સંભળાતો. તે વખતે અહિંસાના ઉપાસકો એવું પ્રતિપાદન કરતા કે જૈન ધર્મ અહિંસામૂલક હોવાથી હિંસા સાથે સંકલિત રાષ્ટ્રકાર્ય કે રાષ્ટ્રક્રાંતિમાં સાચો જૈન કેવી રીતે જોડાઈ શકે ? તરત જ બીજો યુગ એવો આવ્યો કે રાષ્ટ્રોત્થાનની પ્રત્યેક પ્રવૃત્તિ અહિંસા ઉપર ગોઠવાઈ અને તે દૃષ્ટિએ ચલાવવામાં આવી. આ વખતે અહિંસા સિદ્ધાંતનો અનન્ય દાવો કરનાર કેટલાક ત્યાગીઓ અને પંડિતો કહેવા લાગ્યા છે કે રાજકીય પ્રવૃત્તિ યા રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં અહિંસાનું પાલન શક્ય નથી. અહીં પ્રશ્ન એ છે કે અહિંસાનું પાલન ચાં અને કેવી રીતે શક્ય છે, એ તે પક્ષકારોએ જણાવવું જોઈએ. જો રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં એમને અહિંસાની શકયતા ન જણાતી હોય તો સામાજિક અને કૌટુમ્બિક પ્રવૃત્તિમાં એની શકયતા કઈ રીતે સંભવે ? છેવટે તો એવા વિચારકોને મતે અહિંસાની શકયતા એકમાત્ર મુનિમાર્ગ અને મુનિ–આચારો સિવાય અન્યત્ર સંભવવાનું ભાગ્યે જ ફલિત થશે અને મુનિમાર્ગ કે મુનિઆચાર એટલે છેવટે એકાંતિક નિવૃત્તિ કે નિષ્ક્રિયતા એવો જ અર્થ ફલિત થશે, જેનું મૂલ્ય તેરાપંથની નિવૃત્તિ કરતાં જરા પણ વધારે સિદ્ધ નહિ થાય. દાનનો નિષેધ સાર્વજનિક હિતપ્રવૃત્તિનો નિષેધ; એટલું જ નહિ, પણ જીવદયાપાલન સુધ્ધાંનો નિષેધ, એ તેરાપંથની નિવૃત્તિ; અને બીજી બાજુ આવી નિવૃત્તિના સંસ્કાર સેવતો ગૃહસ્થવર્ગ બને તેટલું વધારેમાં વધારે ધન વગર મહેનતે કે ઓછામાં ઓછી મહેનતે સંઘરવાની વૃત્તિવાળો રહે. આ અહિંસા કેટલી સુંદર ! બીજાઓની સુખસગવડને ભોગે સંગ્રહાતા ધન ઉપર ગુરુવર્ગ નભે, પણ તે જ ધનનો સમુચિત વિનિયોગ કરવાનો ઉપદેશ સુધ્ધાં આપવામાં તે પાપ માને આવી અહિંસાની વિડંબના અહિંસાનું સ્વરૂપ ન સમજવાને લીધે ઓછેવત્તે અંશે આખા સમાજમાં પ્રવર્તે છે. રાષ્ટ્રીય પ્રવૃત્તિ, જે અત્યારે અહિંસામૂલક શરૂ થઈ છે, તેમાં ખાદીનું સ્થાન છે. કપડાં પહેરવાં જ છે, તો પછી યંત્રનિષ્પન્ન અને પરદેશી કપડાં ખરીદી તે વાટે ધનના દુરુપયોગનો માર્ગ ખુલ્લો કરવો એમાં અહિંસા છે કે ખાદી અંગીકાર નિરુદ્યોગીઓને બે કોળિયા અન્ન પૂરું પાડવાની સમજ દાખવવી એમાં અહિંસા છે ? એ જ રીતે રાષ્ટ્રીય પ્રવૃત્તિનું બીજું અંગ દલિત જાતિઓનો ઉદ્ધાર છે. કોણ એવો સમજદા૨ અહિંસાવાદી હશે, જે આ પ્રવૃત્તિને સર્વથા અહિંસામૂલક નહિ માને ? અને છતાં આપણે જોઈએ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨૦ પરિશીલન છીએ કે જૈન સમાજના અહિંસોપાસકોએ આ પ્રવૃત્તિને છેક જ અવગણી છે. જે દેશમાં જન્મવું, રહેવું અને નભતું, જે વર્ગના ખભા અને પીઠ ઉપર બેસવું ને જીવન ટકાવવું, તે દેશ અને તે વર્ગની સુખસગવડનો પ્રશ્ન આવે અને તે પરત્વે પોતાનું રૂઢ વર્તન બદલવાનો પ્રશ્ન આવે ત્યાં નિવૃત્તિની વાતો કરી કે બીજો તર્કવાદ ઉપસ્થિત કરી પોતાની જાતને બચાવી લેવી એ આચારમય અનેકાંત મૃત્યુઘંટ નહિ તો શું છે ? જૈન સમાજને બીજા સમાજોની પેઠે જિજીવિષા છે. તે જીવતો આવ્યો છે અને હજી પણ જીવશે. જીવન એ છેવટે પરાણે પણ સમન્વય કે સમાધાની વિના શક્ય જ નથી. એટલે જૈનસમાજમાં એ સમજાય કે સમાધાનરૂપ અનેકાંતને સ્થાન ન જ હતું કે આગળ સ્થાન નહિ રહે એમ તો ન જ કહી શકાય. આ સ્થળે જે કહેવાનો આશય છે તે એટલો જ છે કે પરાણે, અણસમજે કે બીજાની દેખાદેખીએ આચરવામાં આવેલ અનેકાંત એ નથી હોતો તેજસ્વી કે નથી બનતો પ્રાણપદ, જૈન પરંપરાએ જો લાંબા કાળ લગી અનેકાંત વિચારો સેવ્યા હોય અને તે વિશેનું ઢગલાબંધ સાહિત્ય રચ્યું તેમ જ પોપ્યું હોય, તો બીજા બધા સમાજો કરતાં તેની પાસેથી વધારેમાં વધારે જીવંત અનેકાંતના પાલનની કોઈ આશા સેવે, તો એ ભાગ્યે જ અજુગતું કહેવાય. એમાંય જ્યારે દેશમાં કોઈ એવો પ્રાજ્ઞ મનુષ્ય પાકે કે જેની સમગ્ર વિચારસરણી અને કાર્યપદ્ધતિ જીવતી અનેકાંતદૃષ્ટિ ઉપર જ રચાઈ અને ઘડાઈ હોય અને તે આપણી સામે હોય, ત્યારે એને ઓળખતાં અને અપનાવતાં અનેકાંતવાદીઓ સહેજે પણ પાછા પડે, તો એમ કહી શકાય કે અનેકાંતવાદના અનુયાયીઓમાં તે વાદ જીવે છે ? – શ્રી મહાવીર જૈન વિદ્યાલય, રજત મહોત્સવ ગ્રંથમાંથી ઉદ્ભુત. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૨૨. વટબીજનો વિસ્તાર સોસાયટીના પ્રયાસોનો આ અહેવાલ અનેક દૃષ્ટિએ બોધપ્રદ અને રસદાયક છે. કેળવણીમાં રસ લેતા કે બીજી રીતે જિજ્ઞાસા ધરાવનાર વાચકોને આ દ્વારા ઘણી જાણવાજોગ બાબતોની માહિતી પૂરી પાડવામાં આવી છે. એક રીતે આ અહેવાલ ટૂંકો છે, પણ એ એવો શૃંખલાબદ્ધ અને યથાર્થ હકીકતોથી ભરેલો છે કે એ વાંચવા માંડ્યા પછી પૂરો કર્યા વિના ભાગ્યે જ અટકી શકાય. અહેવાલમાં જે જે કહેવામાં આવ્યું છે તેની યથાર્થતાનાં નિદર્શક પાછલાં પરિશિષ્ટ પણ એટલાં જ અગત્યનાં છે, તેથી આ અહેવાલ વિશેષ આવકારપાત્ર બને છે. મારા જેવા શિક્ષણમાં રસ ધરાવનાર પણ એવા કેટલાય હશે કે જેઓ અહેવાલમાં વર્ણવેલી નાની મોટી બાબતો વિશે સાવ અજ્ઞાન નહિ ને અધૂરું જ્ઞાન ધરાવતા હશે. કેળવણીના કોઈ પણ ક્ષેત્રમાં કામ કરનારના માટે તો આ અહેવાલ એક દીપિકાનું કામ આપે એવો છે, એમ મને લાગે છે. કોઈ વ્યક્તિ ફાલેલકૂલેલ અને વિસ્તરેલ વડનું ઝાડ અને એનું બીજ એ બંનેની સરખામણી કરે તો એને પ્રથમ દર્શને એમ જ લાગે કે આ છેક જ સૂક્ષ્મ બીજમાંથી આવડું મોટું ગગનવ્યાપી ઝાડ તે સંભવી શકે ખરું? અને છતાંય એ અણુબીજમાંથી એવડું મોટું ઝાડ ઉદ્દભવ્યાની હકીકત તે નિબંધ સાચી છે. બીજમાંથી એવું ઝાડ આવિર્ભાવ પામે તે પહેલાં બીજે ગળી જવાનું હોય છે. જ્યારે એને ભૌતિક રસ, સ્નેહ, પ્રાણ અને તાપ દ્વારા પોષણ મળે છે ને એને સંભાળનાર યોગ્ય પુરુષ લાધે છે ત્યારે જ એ વિશાળકાયનું રૂપ લે છે ને અનેકને આશ્રય પૂરો પાડે છે. બરાબર આ જ ન્યાય સંકલ્પને લાગુ પડે છે. સંકલ્પ એ માનસિક હોઈ વટબીજ કરતાં પણ વધારે સૂક્ષ્મ અને અદશ્ય હોય છે, પણ જ્યારે એ સંકલ્પ તપનું બળ મેળવે છે ત્યારે એમાંથી સંકલ્પિત સૃષ્ટિ–મૂર્ત બને છે. આ અહેવાલ વાંચતાં મનમાં એવી છાપ ઊઠે છે કે કોઈ એક મંગલક્ષણે વિશ્વવિદ્યાલયનો સંકલ્પ કોઈના મનમાં ઊગ્યો ને પછી એ સંકલ્પના બળે જ આસપાસમાંથી પોષક સામગ્રી તૈયાર કરી ને એ તૈયારીમાંથી જ નાનીમોટી અનેક પ્રજાજીવનને ઉપયોગી એવી શિક્ષણસંસ્થાઓની ગ્રહમાળા ક્રમેક્રમે રચાતી અને ગોઠવાતી ચાલી ને વિશ્વવિદ્યાલયના સંકલ્પનો મધ્યવર્તી સૂર્ય પણ એક જ ગ્રહમાળાના કેન્દ્રમાં પ્રકાશવા લાગ્યો. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ • પરિશીલન અહેવાલમાં શિક્ષણનીતિ વિશે જે ચોખવટ કરી છે તે બહુ મહત્ત્વની છે. આપણે જાણીએ છીએ કે પૂ. ગાંધીજીએ પોતાના જીવનક્રમના આંતરબાહ્ય ધરખમ ફેરફાર સાથે જ પ્રજાવ્યાપી શિક્ષણની એક નવી જ દૃષ્ટિ લોકો સમક્ષ રજૂ કરી હતી, અને એ દૃષ્ટિને અનુસરી એમણે કામ પણ શરૂ કર્યું હતું. એ કામ ગુજરાત અને ગુજરાત બહાર પણ ચાલતું. વિચારશીલ અને સહૃદય સ્વાતંત્ર્યપ્રેમી આત્માઓને તો એ પસંદ આવ્યું, પણ સાધારણ લોકોનું ગજું ચાલુ શિક્ષણમાં કરવા પડનાર એવડા મોટા ફેરફારને ઝીલવાનું ન હતું, તેથી બાપુજીની દૃષ્ટિ પ્રમાણે સ્થપાયેલ સંસ્થાઓમાંથી પણ ધીરે ધીરે ઓટ થતી જોવાતી. બીજી બાજુ આખા દેશમાં વિદેશી સરકારની ગુલામીપોષક શિક્ષણનીતિ પ્રત્યે લોકોનો રોષ પણ જેવોતેવો ન હતો. એક બાજુ ગુલામીપોષક શિક્ષણનીતિ પ્રત્યે રોષ અને બીજી બાજુ એ પ્રથા પ્રમાણે ચાલતી અનેક વિષયની વ્યવહારુ જીવનને ઘડનારા કૉલેજો જેવી સંસ્થાઓનો મોહ, એ બંને વચ્ચે લોકમાનસ ક્ષોભ પામતું. એવી દશામાં શો રસ્તો લેવો કે જેથી લોકોને જોઈએ તેવી આધુનિક પ્રણાલીની શિક્ષણસંસ્થાઓ પણ સાંપડે અને એમનાં માનસ ગુલામીમાંથી ધીરે ધીરે છૂટવા પણ પામે ? – આ એક પ્રશ્ન હતો. એનો ઉકેલ સોસાયટીના કાર્યકર્તાઓએ મધ્યમમાર્ગ લઈ કાઢ્યો. એ મધ્યમમાર્ગ એટલે વિદેશી સરકારની નીતિએ લાદવા ધારેલી ગુલામીમાંથી લોકમાનસને મુક્ત કરવું અને છતાંય પાશ્ચાત્ય પ્રણાલીની શિક્ષણપ્રથામાં લોકોને જોઈતા લાભ પણ પૂરા પાડવા. સોસાયટીના કાર્યકર્તાઓની નેમ પહેલેથી જ ગુલામી માનસ વિરુદ્ધ બંડ કરવાની હતી. એવો પ્રસંગે ઉપસ્થિત પણ થયો. સાયમન કમિશન વખતે ગુજરાત કૉલેજના કેટલાક વિદ્યાર્થીઓએ વિરોધસૂચક ન્યાધ્ય વર્તન આચર્યું ને તરત જ એ વખતના એ કૉલેજના ગોરા આચાર્યે એ પ્રત્યે કડક વલણ અખત્યાર કરી વિદ્યાર્થીઓ તેમ જ દેશના સ્વમાન ઉપર સીધો ઘા કર્યો. આ બનાવ ખરેખર કસોટીનો હતો. કાં તો ગુલામી સામે થવું કાં તો નમીને ઘેટયવૃત્તિ પોષવી, પણ અત્યાર અગાઉ બાપુજીએ આખા દેશમાં સ્વતંત્રતાની ભાવનાની એવી ચિનગારી પેટાવી હતી કે હવે લોકો અને વિદ્યાર્થીઆલમ સ્વમાનભંગ સહેવા તૈયાર ન હતાં. અને ખરેખર, જ્યારે અહેવાલમાં વાંચીએ છીએ કે ગમે તેવાં કડક પગલાં સરકારે લેવા ધાર્યા છતાં વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓ અણનમ રહ્યા અને એના પરિણામ સ્વરૂપે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપનાના વિચારે ઊંડાં મૂળ ઘાલ્યાં, ત્યારે સ્વાતંત્ર્યપ્રેમી મન પ્રફુલ્લ થાય છે. - અહેવાલમાં બીજો એક પ્રજાસ્વમાનભંજક પ્રસંગ વાંચવા મળે છે કે જ્યારે એ જ ગોરા આચાર્યું અને બીજા દેશી અમલદારોએ “વંદે માતરમ્"ના ગાન સામે અણગમો દર્શાવેલો. ખરેખર, આ પ્રસંગ પણ કસોટીનો જ લેખાય. એ વખતે સરકારની ખફગી વહોરવી કે નમી પડવું એ બે વિકલ્પ હતા; પણ આખા દેશમાં જે સ્વમાનની ભાવના સ્થિરપદ થઈ હતી, તેથી કાંઈ ગુજરાત જરા પણ અસ્પષ્ટ ન હતું. ઊલટું, એમ કહેવું Page #194 -------------------------------------------------------------------------- ________________ વટબીજનો વિસ્તાર • ૧૮૫ જોઈએ કે, આ વખતે તો જેલની તપસ્યાથી એ ભાવના વધારે દઢ અને સ્પષ્ટ થઈ હતી. તેથી જ આપણે જોઈએ છીએ કે એ ગોરા આચાર્યની તુમાખીની ભૂખ ભાંગે એવો વિનમ્ર, પણ મક્કમ જવાબ સોસાયટીના કાર્યકર્તાઓએ પરખાવ્યો. સાથે નવી નવી કોલેજોની સ્થાપનાનો નિરધાર પણ વધારે વેગવાન બન્યો. દેખીતી રીતે એમ લાગે છે કે ગુજરાતનું આ ગૌરવશાળી બળ, પણ એનાં મૂળમાં ઊંડે ઊતરીને જોતાં મને તો એમ લાગે છે કે આ પ્રજાના સ્વમાનની વૃત્તિ અને એ માટે ખપી જવાની દઢતા એ બંને પૂજ્ય ગાંધીજીના આફ્રિકાના જીવનમાં ધરમૂળથી ગુલામીવૃત્તિને નિવારવા માટે પ્રગટેલા શૂરમાં છે. સોસાયટીના સભ્યો અને કાર્યકર્તાઓમાં કેટલાક એવા છે કે જેઓ અત્યારે આપણી સામે નથી, પણ એમણે સોસાયટીએ કરવા ધારેલ વિશ્વવિદ્યાલયાનુલક્ષી પ્રવૃત્તિમાં નાનોસૂનો ફાળો નથી આપ્યો. એમાંથી આ અહેવાલ સૌથી પહેલાં આપણું ધ્યાન સર લલ્લુભાઈ આશારામ પ્રત્યે ખેંચે છે. એ જમાનામાં, કે જ્યારે હજી વિશ્વવિદ્યાલયનો વિચાર જોઈએ તેવો દઢ થયો ન હતો. તે વખતે એમણે કેવી અગમચેતી વાપરી અને લૉ કૉલેજના પાયા નંખાવ્યા! જે વસ્તુ આજે સહેલી લાગે છે તે એ કાળે એવી સહેલી ન હતી. સાથે જ આપણે જોઈએ છીએ કે સર લલ્લુભાઈના વિચારને અમદાવાદ તરત જ કેવો વધાવી લીધો ! સામાન્ય રીતે સોસાયટીના હિતચિંતકોએ કામ વહેંચી લીધેલાં કેટલાકે નાણાં એકઠાં કરવાની જવાબદારી માથે લીધી તો બીજા કેટલાકે સંસ્થાને અંગે જરૂરી એવાં વ્યવહારુ કામોની જવાબદારી માથે લીધી. સ્વ. બલ્લુભાઈ ઠાકોર નાણાં ઉઘરાવનારાઓમાં મોખરે હતા. એમનું નામ કેળવણીકારો અને અમદાવાદીઓને તો ભાગ્યે જ અજ્ઞાત હશે, એટલે અહીં તો એમના નામનો ઉલ્લેખ માત્ર પૂરતો છે; પણ હીરાલાલ કાપડિયા અને ગોવિંદલાલ દામોદરદાસ શાહ જેવા બીજા એવા પણ છે કે જેમને સર્વસામાન્ય ગુજરાતી અને અમદાવાદી સુધ્ધાં ભાગ્યે જ જાણતા હશે, પણ તેઓએ નાણાં ઉઘરાવવામાં અને બીજાં વહીવટી કામમાં સ્મરણીય ફાળો આપ્યો છે, એ અહેવાલમાંના ટૂંકા સૂચનથી પણ જણાઈ આવે છે. અહેવાલમાં સૌથી વધારે ધ્યાન ખેંચે તેવું નામ ડૉ. ધ્રુવનું છે. પ્રસંગ છે તો એમના વિશે કાંઈક વધારે લખવું યોગ્ય છે. વાચકને પણ એ અનુપયોગી નહિ લાગે. પંડિત મદનમોહન માલવીયના આકર્ષા અને પૂ. ગાંધીજીના પ્રેર્યા ધ્રુવસાહેબ બનારસ ગયા, એ વાત સર્વવિદિત છે. તેઓ ત્યાં પ્રો-વાઈસ ચેન્સલર હતા, પ્રિન્સિપાલ પણ હતા, અધ્યાપન પણ કરતા. એમના વિદ્યાપ્રધાન જીવનને હિન્દુ યુનિવર્સિટીમાં કામ કરવાની તક મળી એ સાથે આ દેશમાં ચાલતી અનેક યુનિવર્સિટીઓના પ્રત્યક્ષ સંપર્કમાં આવવાની પણ તક સાંપડી અને દેશવિદેશના અનેક ઉચ્ચ કક્ષાના વિવિધ વિષયોના પારગામી વિદ્વાનોના સંપર્ક સાધવાની પણ પૂરી તક સાંપડી. તેમનું મન વિશ્વવિદ્યાલયના સ્વરૂપનું સ્વતંત્રપણે ચિંતન કરતું. આ રીતે તેઓ વિદ્યાપ્રૌઢ ઉપરાંત અનુભવપ્રૌઢ પણ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ • પરિશીલન હતા. તેઓ રહેતા કાશીમાં, પણ તેમનું મન ગુજરાતમાં હતું. મને એક પ્રસંગે કાશીમાં કહેલું કે “પંડિતજી મને છોડતા નથી, અને ગુજરાતમાં કામ કરવાનું મારું સ્વપ્ન દૂર ધકેલાતું જાય છે.” મેં એક વાર પૂછ્યું કે “આજે સાંભળ્યું કે હવે આપ છૂટા થવાના છો.” તો કહે કે “હરિઇચ્છા, પણ મારે વધના તપસ્વીના આશીર્વાદ જોઈએ. હું ગાંધીજીને લખેલ પત્રના જવાબની રાહમાં છું. મને એ વખતે થયેલું કે આખી જિંદગી વિદ્યા અને શાસ્ત્રોનું બ્રાહ્મણત્વ કેળવનાર આ વયોયુદ્ધ તપસ્યામાં કેટલી ઊંડી શ્રદ્ધા ધરાવે છે ! આવા પ્રૌઢ અને વયોવૃદ્ધ જ્યારે નિવૃત્તિ લઈ ગુજરાતમાં આવ્યા ત્યારે એમણે ગુજરાત માટે પોતે જ કરવા ધારેલું કામ હાથમાં લીધું. વિશ્વવિદ્યાલય આવશ્યક છે કે નહિ, આવશ્યક હોય તો એને અંગે કેવી કેવી અને કેટકેટલી શાખાઓનું ઉચ્ચ શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ, એમાં કઈ કક્ષાના અધ્યાપકો જોઈએ વગેરે બાબતોનું એમને અનુભૂત જ્ઞાન હતું. તે જ્ઞાનનો લાભ સોસાયટીને સીધો મળ્યો છે, એ વસ્તુ આપણે અહેવાલમાંના એમના વિશેના પ્રાસંગિક ઉલ્લેખોથી જાણવા પામીએ છીએ. સોસાયટીના પ્રમુખ તરીકે ધ્રુવસાહેબ નિમાયા અને એમના હાથ નીચે કે એમની સાથે કામ કરવામાં સૌને એકસરખો આનંદાનુભવ થવા લાગ્યો. જેઓ વિદ્યા ખાતાના અને કેળવણીપ્રિય હતા તેમને અને જેઓ વ્યાપારી માનસ ધરાવતા તેમને પણ એકસરખો ઉત્સાહ પ્રગટ્યો. તેથી જ આપણે જોઈએ છીએ કે ધ્રુવસાહેબ ગુજરાતમાં આવ્યા પછી સોસાયટીના કાર્યો બહુ જલદી વેગ પકડ્યો. ધ્રુવજીએ પહેલું મૂર્ત કામ તો પ્રાચ્યવિદ્યા સંશોધન માટે ગુજરાત વિદ્યાસભાના આશ્રય નીચે સંસ્થા સ્થાપવાનું કર્યું. એ સંસ્થાની કાર્યદિશા અને બીજી યોજના વિશેની વિચારણાનો યશ તેમ જ સરકારી મદદ મેળવવાનો યશ એમને ફાળે જ મુખ્યપણે જાય છે. એમણે જે દીર્ઘદ્રષ્ટિથી એ સંસ્થા માટે કાર્યકર્તાની પસંદગી કરી હતી તેમાં જ સંસ્થાનાં ઊંડાં મૂળ નંખાયેલાં, એમ મને અનુભવે લાગ્યું છે. વિજ્ઞાનની જુદી જુદી શાખાઓ વિષયક તેમજ ઉદ્યોગ વિષય કોલેજોની પ્રજાકલ્યાણ માટે અગત્ય તેઓ પૂરેપૂરી સમજતા, છતાં પણ જે શિષ્ટ અને મંગળ સંસ્કારોથી માણસ માણસ બને છે તે સંસ્કારો એમણે આજીવન પીધેલા અને અન્યને દીધેલા હોવાથી એમનું વલણ પ્રથમ આર્ટ્સ કૉલેજની સ્થાપના તરફ વળે એ સ્વાભાવિક હતું. એ પ્રમાણે એમણે એ કામની શરૂઆત પણ કરાવી. એમની સાથે અને એમના હાથ નીચે કામ કરનાર સોસાયટીના કાર્યકર્તાઓ કે બીજા મહાનુભાવોનાં મનમાં વિશ્વવિદ્યાલયની સ્થાપના માટે નંખાયેલાં અને સીંચાયેલાં બીજો બહુ ત્વરિત ગતિએ અંકુરિત થઈ રહ્યાં હતાં. તેથી જ આપણે જોઈએ છીએ કે ધ્રુવસાહેબના સ્વર્ગવાસ દરમિયાન દેશમાં સ્વાતંત્ર્યયુદ્ધનો પ્રચંડ જુવાળ આવેલો, છતાં એ જુવાળ શમ્યો કે ન શમ્યો, ત્યાં તો વિશ્વવિદ્યાલયનું સ્વપ્ન મૂર્ત થાય છે અને ધ્રુવજીએ જે કહેલું કે હું સ્વપ્નમાં નથી, પણ જાગ્રત છું” તે વચન ફળે છે. સાથે સાથે બીજી અનેક કોલેજ પણ અસ્તિત્વમાં આવી જાય છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ વટબીજનો વિસ્તાર • ૧૮૭ અહેવાલ વાંચનારના લક્ષ ઉપર આવ્યા વિના રહી ન શકે તેવી એક બાબત સમગ્ર વિદ્યાપ્રવૃત્તિમાં સધાયેલો – ધી-શ્રીનો સંયોગ છે. એક પ્રાચીન સૂત્ર અત્યારે સ્મૃતિપટ પર આવે છે. ધી–શ્રી–સ્ત્રી. હું અહીં સ્ત્રીપદને માતા સરસ્વતીની આરાધના માટેની સંસ્થાના પ્રતીક તરીકે લઉં છું. જો એવી આરાધના સાધન સાથે પણ સમજણપૂર્વક કરવી હોય તો એ માટે ધી-શ્રીનો જીવનદાયી સમન્વય આવશ્યક છે, જે સોસાયટીએ પહેલેથી જ સિદ્ધ કર્યો છે. સરકાર સાથે કામ લેવાનું તેમ જ બંધારણ અને કાયદાકાનૂની ગૂંચોમાંથી ક્ષેમકર માર્ગ કાઢવાનું ડહાપણ તે ધી, અને લક્ષ્મી ઉપાર્જન કરી એનો વિનિયોગ કરવાનું ડહાપણ તે શ્રી. આ બંનેમાં એકની પણ ઊણપ કે કચાશ હોત તો સોસાયટીએ કરવા ધારેલ પ્રગતિ આટલી ટૂંક મુદતમાં કદી સધાત નહિ. એમ તો ગુજરાત વ્યાપાપ્રધાન હોઈ એની પ્રકૃતિમાં જ સમન્વયશક્તિ રહેલી છે, પણ પ્રજાહિતના શિક્ષણ જેવા મંગળવાહી ઉદ્દેશને સિદ્ધ કરવામાં એવો સમન્વય સધાવો એ જેવી તેવી સિદ્ધિ નથી. હું સમજું છું કે આ જ વસ્તુ સોસાયટીનો ધબકતો પ્રાણ છે. એસ.એલ.ડી આર્ટ્સ કૉલેજની સ્થાપના માટે સખાવત કરતી વખતે અને ઈજનેરી કૉલેજની સ્થાપના માટે સખાવત જાહેર કરતી વખતે અનુક્રમે સોસાયટી સમક્ષ તેમ જ સરકાર સમક્ષ સખાવત કરનાર શેઠશ્રીએ જે શરતો મૂકી છે તે સંખ્યામાં છે તો સાવ ઓછી અને કદમાં સાવ નાની, પણ એનું મર્મ વિચારતાં માલુમ પડે છે કે એમાં પૂરું વેપારી ડહાપણ સમાઈ જાય છે. આર્ટસ કોલેજ માટેની શરતમાં મુખ્ય હેતુ એવો છે કે એમાં અનુભવી સમર્થતમ અધ્યાપકો રોકવામાં આવે, અને સોસાયટી બીજા ધનિકોમાં પણ સખાવતવૃત્તિ વિકસાવે. સરકાર સામેની શરતોમાં પહેલી શરતનો હેતુ એ છે કે ઇજનેરી શિક્ષણની કોઈ પણ શાખા ઉપેક્ષિત ન રહે અને એનું શિક્ષણ છેલ્લામાં છેલ્લી વિકસિત ઢબનું ઉત્તમ હોય. વધારે ડહાપણ તો એમાં દેખાય છે કે શરત સરકારને છૂટે હાથે ખર્ચ કરી કૉલેજ ચલાવવા બાંધી લે છે. મારી દૃષ્ટિએ એથીયે વધારે વ્યવહાર ડહાપણ આગલી શરતમાં છે, અને તે એ કે તત્કાળ કોલેજ સરકાર બંધાવે તો એનાં બાંધકામ અને પૂર્ણ સાધનો સાથેનો જે ખર્ચ થાય તેનો અરધો ભાગ દાતા આપશે, એ બાંધકામ તેમ જ સાધનો વસાવવાની જવાબદારી જો શેઠ કસ્તુરભાઈને સોંપવામાં આવે તો જ. આ શરતમાં કોલેજની શ્રેષ્ઠતા, કાર્યની શીઘ્રતા અને અપવ્યયથી બચત, એ ત્રણ તત્ત્વ સમાયેલાં છે. આપણે જાણીએ છીએ કે સરકાર ધારીએ તેટલી ઝડપથી કામ નથી કરી શકતી, અને એનાં કામમાં પર હાથે કામ લેવાનું હોઈ ઘણો અપવ્યય પણ થાય છે અને કેટલીક વાર તો એ કામ ઉચ્ચ કોટિનું ભાગ્યે જ હોય છે. આ સર્વસાધારણ અનુભવોનો લાભ લેવા માટે જ દાતાઓએ આ શરતો મૂકી છે. મારી દૃષ્ટિએ ભવિષ્યના દાતાઓ માટે આ વસ્તુ પદાર્થપાઠ જેવી ગણાવી જોઈએ. દાન કરવું એ તો સદ્દગુણ છે જ, પણ એની કાર્યસિદ્ધિની દૃષ્ટિએ યોગ્ય ચોકી કરવી એ તેથીયે મોટો વિવેકપૂર્ણ સગુણ છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ • પરિશીલન પૂ. ગાંધીજી વિદ્યમાન હતા ત્યારે પણ અમદાવાદમાં ચાલતી આ વિદ્યાપ્રવૃત્તિને ઉપસ્થિતિ દ્વારા આશીર્વાદ આપવાનો પ્રસંગ સુલભ રહ્યો ન હતો, પણ એમના જમણા હાથ જેવા વજપુરુષ સરદારશ્રીએ આ પ્રવૃત્તિ પરત્વે હંમેશાં પૂરો રસ લીધો હતો અને પોતાની જાતહાજરી તેમ જ વિશિષ્ટ પ્રયાસો દ્વારા સોસાયટીના કાર્યકર્તાઓના ઉત્સાહને ઉત્તેજન આપ્યું હતું. કૉમર્સ કૉલેજના મકાનનું ઉદ્દઘાટન એમને હાથે થયું, તેમ જ યુનિવર્સિટીના મકાનનું ખાતમુહૂર્ત પણ એમણે કર્યું અને એમણે જ સલાહ આપી કે ખેતીવાડીની કૉલેજ આણંદમાં જ શરૂ કરવી ને એ ગુજરાત વિશ્વવિદ્યાલયનું અંગ બને. સરદારશ્રીની દીર્ઘ દૃષ્ટિ અને ગુજરાત વિશ્વવિદ્યાલય પ્રત્યે મમતાથી પ્રભાવિત થઈ શ્રી. અમૃતલાલ શેઠે પોતાની દેણગી આણંદમાં ખેતીવાડીની કૉલેજ સ્થાપવા આપી એ વસ્તુ નોંધપાત્ર છે. સરદારશ્રી ગુજરાત યુનિવર્સિટી ટ્રસ્ટના પહેલા પ્રમુખ. અત્યારે શ્રી. ગ. વા. માવળંકર પ્રમુખ છે, પણ એ તો સરદારશ્રીના સ્વર્ગવાસ પછી જ. આ બધું જોતાં એક બાબત સ્પષ્ટ થાય છે કે ગાંધીજીની કલ્પના પ્રમાણે સ્થપાયેલી અને ચાલતી અનેક સંસ્થાઓમાં સરદારશ્રીને જેટલો રસ હતો તેથી જરાયે ઓછો રસ એમણે ગુજરાતમાં ખીલતી બીજી વિદ્યાપ્રવૃત્તિઓ વિશે દાખવ્યો નથી. મહાન પુરુષની દૃષ્ટિ અને પ્રવૃત્તિ કાંઈ એક જ માર્ગમાં બંધાઈ નથી રહેતી; એ તો જ્યાં જ્યાં જેટલું જેટલું પ્રજાક્ષેમ જુએ ત્યાં ત્યાં તેટલું તેટલું ધ્યાન આપ્યા સિવાય રહી જ ન શકે. લૉ સોસાયટી હોય કે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી હોય, પણ એ બંનેનું લક્ષ ગુજરાત વિશ્વવિદ્યાલયની કલ્પનાને મૂર્ત રૂપ આપવાનું પ્રથમથી જ રહ્યું છે, અને એ ઉદ્દેશની સિદ્ધિ અર્થે સોસાયટીના બધા પ્રયાસ થાય છે, એ બાબત અહેવાલ વાંચનારથી અજ્ઞાત રહે એમ છે જ નહિ. વિશ્વવિદ્યાલય અને એની અંગભૂત બધી જ નાનીમોટી સંસ્થાઓ એક જ સ્થાનમાં પાસે પાસે હોય તો આખું એક વિદ્યાચક્રવાલ રચાય ને વિદ્યાના સંસ્કાર જાણ્યે-અજાણ્યે અરસપરસમાં સંક્રાન્ત થાય, એવા ઉદાત્ત ધ્યેયથી જ બધી સંસ્થાઓને એક સ્થળે સાંકળવામાં આવી છે. બધી સંસ્થાઓ પોતપોતાની પ્રવૃત્તિ અંગે અને બીજી દૃષ્ટિએ ભલે સ્વતંત્ર હોય, છતાં એ બધીમાં સળંગસૂત્રતા અને એકવાયતા કે સંવાદપણું સચવાઈ અને ઉત્તરોત્તર એ વિકસતું રહે એવો હેતુ સોસાયટીના કાર્યકર્તાઓની નજર સમક્ષ સદા રહ્યો છે, એ આપણે મકાનોની રચના, તંત્રનો સંબંધ અને કાર્યકર્તાઓની સમાન મમતા – એ બધાં ઉપરથી જોઈ શકીએ છીએ. અહેવાલમાં ગુજરાત વિદ્યાસભાના આશ્રયે ચાલતા ભો. જે. વિદ્યાભવનનો નિર્દેશ છે, તો એ વિશે પણ મારો વિચાર અહીં દર્શાવવો જોઈએ. વિશ્વવિદ્યાલયની ભૂમિમાં ચાલતી અનેક સંસ્થાઓ છે, પણ મને એ બધીનો પરિચય નથી અંતરંગ કે નથી પૂરો. એથી ઊલટું, વિદ્યાભવન વિશે હું કાંઈક વધારે નિકટતાથી જાણું છું. એની ધ્રુવજીના Page #198 -------------------------------------------------------------------------- ________________ વટબીજનો વિસ્તાર • ૧૮૯ હાથે સ્થાપના થઈ ત્યારથી અત્યાર લગી એની પ્રવૃત્તિમાં મને વિશેષ રસ રહ્યો છે. ડો. ધ્રુવજીના કેળવણી વિષયક ઘણા મનોરથ હતા, પણ પ્રાચ્યવિદ્યા સંશોધન ગુજરાતમાં ઉચ્ચ કક્ષાએ ચાલે એ એમનો વિશિષ્ટ મનોરથ હતો. મારા પ્રશ્નના જવાબમાં એમણે એક વાર કહેલું કે હિન્દુસ્તાનમાં યુનિવર્સિટીઓ ઘણી છે, પણ સર આશુતોષની રચનાને તોલે કોઈ આવી શકે એમ નથી. એમણે કાશીમાં ઉચ્ચ કક્ષાના પ્રાચ્યવિદ્યાવિષયક વિદ્વાનો જોયેલા. કેટલાક તો એમની દેખરેખ તળે જ ભણાવતા. પણ તેઓ કહેતા કે, “સંશોધનપ્રવૃત્તિ સિવાય પ્રાચ્યવિદ્યાઓ નવયુગમાં પ્રકાશી ન શકે.” તેઓ હિંદુ યુનિવર્સિટીમાં જે કામ કરવા અશક્ત હતા તે જ કામ એમને ગુજરાતમાં ચાલુ કરવાનો મનોરથ હતો. એમની સામે પુરાતત્ત્વ મંદિરનો નમૂનો પણ હતો. તેથી જ એમણે આ સંસ્થા શરૂ કરી, એમ હું સમજું છું. સદ્ભાગ્યે એ સંસ્થામાં ઉત્તરોત્તર ઘણો વિકાસ થયો છે અને પ્રાચ્યવિદ્યાના સંશોધન વિશે ગુજરાત કશું જ નથી કરતું એ મહેણું સહેવાપણું રહ્યું નથી. એમાં ધગશવાળો સુસંગઠિત વૃદ્ધ-યુવક અધ્યાપકવર્ગ છે, અને બીજી પણ કેટલીક સગવડ છે. આ સંસ્થાનાં સુપરિણામ દૂરવર્તી અને વ્યાપક બનાવવાની ફરજ કાં તો વિશ્વવિદ્યાલયની છે અને કાં તો અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની. જો ” સોસાયટી સાયન્સ કોલેજના ઉચ્ચ અભ્યાસને અદ્યતન બનાવવા લાખો રૂપિયા ઉદાર ભાવથી ખરચી શકે તો મારી દષ્ટિએ એણે આવા ભવનના કાર્યને પૂરેપૂરો વેગ આપવા અને સાધનસંપન્ન બનાવવામાં લેશ પણ સંકોચ સેવવો ન જોઈએ. છેવટે તો જીવનમાં બહાર તેમ જ અંદરનાં બધાં શુભ સત્ત્વ આવી જ સાંસ્કારિક કેળવણીથી જાગવાનાં અને વિજ્ઞાનની કોઈ પણ શાખામાં પૂર્ણ પાવરધા થયેલ માનસની યાંત્રિકતામાં રસ રેડવાનાં. તેથી હું સંશોધનનું મૂલ્ય આંકનાર કાર્યકર્તાઓને સૂચવીશ કે તેઓ આ સંસ્થાને વિકસાવી સોસાયટી કે એ દ્વારા વિશ્વવિદ્યાલયને સર્વાગીણ બનાવે. છેવટે સોસાયટીના પ્રયાસોના મૂલ્ય વિશે તટસ્થભાવે કાંઈક કહેવું જોઈએ. આપણે જોઈએ છીએ કે આ પ્રવૃત્તિમાં શ્રી. ગ. વા. માવળંકર પહેલેથી જ એકસરખા ઓતપ્રોત દેખાય છે. તેઓ બીજાં રાજ્યવહીવટી વગેરે ગમે તેટલાં કામ કરતાં હશે, છતાં એમનું મન વિશ્વવિદ્યાલયના વૃક્ષને ગગનગામી બનાવવા ભણી જ રહેલું મેં જ્યારે ને ત્યારે અનુભવ્યું છે. છેલ્લાં પાંચ વર્ષનો જ મારો તો એમની સાથેનો પરિચય, પણ મેં એમનામાં જે તાલાવેલી, વિશાળ દૃષ્ટિ, અને નાનામોટા બધા જ કાર્યકર્તાઓ સાથે તાદામ્ય સાધવાની વૃત્તિ જોઈ છે તે જ મને આવી પ્રવૃત્તિનું અસલી મૂલ્ય દેખાય છે. આનો ચેપ બીજા સહકારી કાર્યકર્તાઓમાં પણ ઊતર્યા વિના રહી શકે જ નહિ. જોકે શેઠ અમૃતલાલ કે કસ્તુરભાઈ સાથે મારો પરિચય છે જ નહિ, પણ આ અહેવાલ સાક્ષી પૂરે છે કે તેઓ વિદ્યાવિકાસના ચાલુ યજ્ઞમાં પૂરેપૂરો રસ લઈ રહ્યા છે. આ રસનો ચેપ એમણે બીજા અનેક ધનિકોને પણ લગાડ્યો છે, અને એમાં શંકા નથી કે આ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૦ • પરિશીલન ચેપ ઉત્તરોત્તર વધતો જવાનો છે. અત્યાર લગીમાં આ ચેપને લીધે જ શેઠશ્રી નવીનચંદ્ર, ડૉ. વિક્રમ સારાભાઈ, શેઠશ્રી શાંતિલાલ મંગળદાસ વગેરેએ વટબીજના વિસ્તારમાં ફાળો આપ્યો છે, એ પણ સોસાયટીના પ્રયાસનું જેવું તેનું મૂલ્ય નથી. જે અનેક વિશિષ્ટ અધ્યાપકો અને બીજા કાર્યકર્તાઓ સોસાયટીને મળ્યા છે, તેમ જ જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની સંપત સોસાયટીને લાધી છે તે પણ સોસાયટીનું મહામૂલું ધન છે. આ રીતે આપણે સોસાયટીના પ્રયાસોનો વિચાર કરીએ તો આશા પડે છે કે એનો લોકકલ્યાણ કરવાનો મંગળવાહી ઉદ્દેશ વધારે ને વધારે સિદ્ધ થવાનો જ છે. અને ક્યારેક, કદાચ બહુ જ થોડા વખતમાં એવો પણ સમય આવશે કે ડો. ધ્રુવને કેળવણીની બાબતમાં ગુજરાત પછાત છે એવું જ લાગતું તેના સ્થાનમાં કાંઈ જુદું જ ચિત્ર એમનો સ્વર્ગવાસી . આત્મા નિહાળશે.* 2 “ગુજરાતનાં શૈક્ષણિક પ્રગતિ તથા વિકાસઃ અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના પ્રયત્ન. (૧૯૫૧)ની પ્રસ્તાવના. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૨૩. ઉચ્ચ શિક્ષણની બોધભાષાનો પ્રશ્ન. કેળવણીની નવી રચનાની ચર્ચાવિચારણામાં શિક્ષણના વાહનના પ્રશ્ને, એટલે કે બોધભાષાના પ્રશ્ન, ઠીકઠીક મતભેદો ઊભા કર્યા જણાય છે. એટલે આ પ્રશ્ન પર સ્વસ્થ ચિત્તે વિચાર કરી યોગ્ય નિર્ણય ઉપજાવવાની પુષ્કળ જરૂર છે. એ પ્રશ્ર પ્રજાની કેળવણીનો હોવાથી નિર્ણય કરવામાં જો ભૂલ થાય તો આખી પ્રજાને એનો ગેરલાભ વેઠવો પડે. શુદ્ધ કેળવણીની દૃષ્ટિએ તો જે પ્રજાની જે ભાષા તે જ તેની બોધભાષા હોવી જોઈએ એ વિશે બેમત છે જ નહિ. નવાં વિશ્વવિદ્યાલયોને લક્ષીને વિચાર કરીએ ત્યારે પણ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં બોધભાષા તે સ્વભાષા જ હોવી જોઈએ એ વિશે પણ એકમત દેખાય છે. આપણે ત્યાં ગુજરાત વિશ્વવિદ્યાલયની પ્રવૃત્તિ ચાલી રહી છે, તેમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટે બોધભાષા ગુજરાતીથી ભિન્ન એવી કોઈ ભાષા હોય એમ સૂચવાયું જાણ્યું નથી. એ જ પ્રમાણે, હમણાં જૂનાગઢમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું સત્તરમું સંમેલન થયું, તેમાં પસાર થયેલા એક ઠરાવમાં “વિદ્યાર્થીનો મનોવિકાસ પૂરેપૂરો થાય તે માટે માતૃભાષા જ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના માધ્યમ તરીકે રહેવી જોઈએ એમ જણાવાયું છે. એટલે જે વિચારવાની બાબત છે તે માત્ર ઉચ્ચ શિક્ષણ પરત્વે છે. ઉચ્ચ શિક્ષણ જો ગુજરાતીમાં આપવાનું હોય અને તેનો લાભ ઉપરથી નીચે સુધી સૌને મળી રહે તેમ કરવાનો ઉદ્દેશ હોય, તો ઉચ્ચ શિક્ષણ પણ જો ગુજરાતી ભાષા દ્વારા અપાય તો અને તો જ એ શિક્ષણનાં બધાં સુપરિણામો પ્રજાવ્યાપી બને, એ વસ્તુ કેળવણીની દૃષ્ટિએ તો દીવા જેવી ચોખ્ખી છે. પહેલેથી સત્તાસ્થાને ચડી બેઠેલી અને અન્યથા ઘણા લાભો પૂરા પાડતી અંગ્રેજી ભાષા સામે પ્રજાનું હિત વાંછનારા કેળવણીકારો વિરોધ ઉઠાવતા રહ્યા છે, તેનું કારણ પણ આ જ હતું ને, કે અંગ્રેજી દ્વારા મળતું શિક્ષણ પ્રજાના બધા થરોમાં પહોંચતું નથી ? અને હવે તો નિર્વિવાદપણે સ્વીકારાયું છે કે અંગ્રેજી ભાષા અનેક રીતે શીખવી અને જાણવી જરૂરી હોવા છતાં Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પરિશીલન તે બોધભાષા તો ન જ રહી શકે. જેમ અંગ્રેજી તેમ બીજી કોઈ પણ ગુજરાતી-ભિન્ન ભાષા ગુજરાતમાં ગુજરાતીનું સ્થાન બોધભાષા તરીકે તો લઈ ન જ શકે. અને તેવું જ બીજા પ્રાન્તોમાં બીજી પ્રાન્તભાષાઓનું. તેમ છતાં પ્રજાવ્યાપી કેળવણી સિવાયના જુદા જુદા હેતુઓથી ઉચ્ચ શિક્ષણના વાહન તરીકે અત્યારે રાષ્ટ્રભાષાની હિમાયત કરવામાં આવે છે. રાષ્ટ્રભાષાનું શિક્ષણ વિવિધભાષાભાષી આપણા દેશમાં આન્નપ્રાન્તીય વ્યવહાર માટે તેમ જ રાષ્ટ્રીય ઐકય અને અખંડતાની ભાવનાને દઢ કરવા માટે અનિવાર્ય છે, એ વિશે પણ ભાગ્યે જ બેમત છે. કોઈ પણ પ્રાન્તના રહીશને મધ્યસ્થ વહીવટી તંત્રમાં ગોઠવાતાં જરા પણ મુશ્કેલી ન પડે, એટલું જ નહિ, સાંસ્કૃતિક વિષયોમાં પણ જરૂર પડતાં વિચાર-વિનિમયને માટે સરળતાથી એને પ્રયોજી શકાય એટલું એનું શિક્ષણ આપવાનો પ્રબંધ અવશ્ય થવો જોઈએ, એ વિશે પણ મતભેદને ઝાઝો અવકાશ રહ્યો નથી. એટલે પ્રશ્ન તો રાષ્ટ્રભાષાને ઉચ્ચ શિક્ષણની બોધભાષા તરીકે સ્વીકારવી કે નહિ તે જ છે. જો એને એ રીતે સ્વીકારીએ તો નીચેનાં પરિણામો માટે આપણે તૈયાર રહેવું જોઈએ : ૧. ઉપરથી નીચે સુધીની પ્રજામાં કેળવણીના દરેક પ્રવાહના એકસરખા લાભોની ઉપેક્ષા કરવી. ૨. ગુજરાતી ભાષાની શક્તિ વિશેષ વિકાસ માટે નથી, અથવા હોય તોપણ એવા વિકાસનો આગ્રહ રાખવાની જરૂર નથી, એમ માની આત્મસંતોષી થઈ જવું અને તેના વિકાસને બહુ તો કાવ્ય-નાટકાદિ જેવા સાહિત્યિક વિષય પૂરતો મર્યાદિત કરી લેવાની વૃત્તિ કેળવવી. ૩. સાહિત્યમાં પણ તેટલા જ વિકાસથી સંતોષ માનવો કે જેટલો બીજા અનેક વિષયોના સાહજિક ખેડાણ વિના સંભવિત હોય. (સાહિત્ય પણ વિકાસની પૂર્ણ કળાએ ત્યારે જ પહોંચી શકે જ્યારે બીજા અનેક વિષયોનું જ્ઞાન પ્રજાવ્યાપી બનેલું હોય અને લેખકને ગળથૂથીમાં મળેલું હોય) ઊલટ પક્ષે, જ્યારે ગુજરાતમાં ગુજરાતી ભાષાને જ બોધભાષા કરવાની હિમાયત કરીએ ત્યારે એ પણ જોવું જોઈએ કે, ગુજરાતી ભાષાની શક્તિ કેટલી છે અને તેના વિકાસની શક્યતા કેટલી છે ? ઇતિહાસ અને અનુભવ એમ કહે છે કે ગુજરાતી ભાષામાં શિક્ષણના સમગ્ર પ્રદેશોને આવરવાની શક્તિ અવશ્ય છે. જ્યારે જ્યારે એને યોગ્ય હાથનું સંચાલન મળ્યું છે ત્યારે ત્યારે એણે એ શક્તિ પુરવાર કરી છે. છેલ્લે ગૂજરાત વિદ્યાપીઠ અને ગાંધીજી દ્વારા ગુજરાતી ભાષાએ પોતાનું જે અસાધારણ પોત દર્શાવ્યું છે તે એનું ઉત્તમ ઉદાહરણ છે. Page #202 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ શિક્ષણની બોધભાષાનો પ્રશ્ન ૧૯૩ ગુજરાતી ભાષા મૂળ સંસ્કૃત અને પ્રાકૃતનો બધો જ વારસો ધરાવે છે. અને બીજી વારસદાર બધી જ ભાષાઓની તે સમીપ છે, અર્થાત્ સમકક્ષ છે. એટલે એક અથવા બીજે કારણે જે વિષયો, હજી લગી ગુજરાતી ભાષામાં થોડેઘણે અંશે નથી ખેડાયા તે વિષયો પણ પૂર્ણપણે ખેડવાની બાબતમાં ગુજરાતી ભાષામાં હિંદુસ્તાનની બીજી કોઈ પણ પ્રાન્તીય કે રાષ્ટ્રીય ભાષા કરતાં ઓછી શક્તિ છે એમ માનવાને એક પણ કારણ નથી. એવી સ્થિતિમાં ગુજરાતી ભાષાને ગુજરાતમાં જ બોધભાષા ન સ્વીકારવી એનો અર્થ એ જ થાય કે તેની શક્યતાને રૂંધી નાખવી અને સાથે સાથે પ્રજાનું કાઠું પણ ઠીંગણું કરી નાખવું. આ પ્રશ્ન ભાષાભિમાનનો નથી, પણ પ્રજાકેળવણીનો છે. અને જેમના તાટસ્થ વિશે ભાગ્યે જ કોઈને કશી શંકા આવે તેવા પુરુષોએ રાષ્ટ્રસંગઠન અને પ્રજાવ્યાપી કેળવણીની બેવડી દૃષ્ટિથી જુદે જુદે સમયે આ વિષયમાં જે અભિપ્રાયો ઉચ્ચાર્યા છે તે શાંતિથી વિચારવા જેવા છે. પૂજ્ય મહાત્માજીનો રાષ્ટ્રભાષા માટેનો આગ્રહ કોઈથી ઊતરે એવો નહોતો ગૂજરાત વિદ્યાપીઠના ઉચ્ચ અભ્યાસક્રમમાં હિંદી-હિંદુસ્તાનીને એ દૃષ્ટિથી સૌથી પહેલાં તેમણે જ સ્થાન આપ્યું હતું, પરંતુ બોધભાષા તરીકે તેમણે ગુજરાતીનો જ આગ્રહ રાખ્યો હતો. જેમને ગુજરાતી કે હિંદી બેમાંથી એકે ભાષા નહોતી ફાવતી તેવા બીજા પ્રાન્તના અધ્યાપકોને અપવાદરૂપે અંગ્રેજીનો અથવા તેમને ફાવતી બીજી ભાષાનો આશ્રય તેઓ લેવા દેતા, પણ આ લોકો પણ ગુજરાતી શીખી લે એવી તાકીદ તેઓ કર્યા જ કરતા. જે પ્રદેશમાં રહેવાનું હોય તે પ્રદેશની ભાષા માટે ગાંધીજીનો આગ્રહ હંમેશાં એ પ્રમાણે રહેતો. એક વાર ગાંધીજી ગૂજરાત વિદ્યાપીઠમાં ભાષણ કરવાના હતા. મીરાંબહેન પણ એ પ્રસંગે હાજર હતાં. ગાંધીજીએ ગુજરાતીમાં ભાષણ કરવા માંડ્યું, એટલે મીરાંબહેને સૂચવ્યું કે, “બાપુજી, હિંદી બોલીએ.” ગાંધીજીએ તરત પરખાવ્યું, “ગુજરાતમાં ગુજરાતીઓ સમક્ષ હું હિંદી બોલું ? તમે ગુજરાતી શીખી લો.” એ બહેન ઈંગ્લેંડથી આ દેશની સેવા કરવા આવેલાં એ સુવિદિત છે. ગાંધીજીએ એમને પણ સૌથી પહેલાં દેશની સેવા કરવા દેશની ભાષા શીખી લેવાની શિખામણ આપી હતી; તે મુજબ એમણે હિંદી શીખી લીધેલું. સ્વાભાવિક રીતે જ દેશની સર્વમાન્ય થઈ શકે એવી ભાષાનો આગ્રહ એમનાથી રખાઈ ગયો, તો ત્યાં પણ ગાંધીજીએ એની મર્યાદા બતાવી. આચાર્ય કૃપાલાનીજીને પણ ગાંધીજી ગુજરાતી શીખી લેવાની તાકીદ જ કરતા. - તેઓ કહેતાઃ “કૃપાલાનીજી, આપકા આચાર્ય તો રહના હૈ, લેકિન ગુજરાતી બનના Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ • પરિશીલન હોગા.” ગિદવાણીજીને પણ એ તાકીદ કરતા. બધા એ માટે પ્રયત્નશીલ પણ રહેતા, અને ગાંધીજીનું કથન કોઈને કડવું લાગ્યું જાણ્યું નથી, અર્થાત્ રાષ્ટ્રભાષા અને ગુજરાતી વચ્ચે વિદ્યાપીઠમાં કદી અથડામણી થઈ હોય એમ જાણ્યું નથી. રાષ્ટ્રભાષા માટે આટલો બધો આગ્રહ છતાં ગુજરાતમાં સૌનું મોઢું ગુજરાતી ભાષા તરફ રહેવું જોઈએ, એનો ગાંધીજીનો આ પ્રકારનો આગ્રહ હતો એની પાછળ દષ્ટિ એ હતી કે શિક્ષણના તમામ લાભો પ્રજાના થરથરમાં પચે. શ્રી કિશોરલાલ મશરૂવાળાની દૃષ્ટિ પણ આ પ્રકારની છે. એમને તો સ્વભાષાનોયે આગ્રહ નથી. એ તો માને છે કે “માણસની કોઈ કુદરતી સ્વભાષા (માતૃભાષા કે પિતૃભાષા) છે જ નહિ.” ભાષા અને લિપિને તે કેળવણી કે જ્ઞાન માનતા નથી; કેવળ એનાં વાહન કે સાધન માને છે. છતાં “સમૂળી ક્રાન્તિમાં “કેળવણી” નામના છેલ્લા વિભાગમાં “સિદ્ધાંતોનો નિશ્ચય” એ પ્રકરણમાં એમણે બે વાતો પૂરતી સ્પષ્ટતાથી કહી છે. એક એ કે, “સ્વભાષા દ્વારા શિક્ષણ મળે તે કરતાં પરદેશમાં જઈને શીખવાનો પ્રશ્ન હોય તોવીપથી છેવટ સુધી પ ન પાષા દ્વારા શિક્ષણ મ વધુ મહત્ત્વનું છે. શિક્ષણનું વાહન વારેવારે વતાય , રૂછ નથી. પ્રાથમિક શિક્ષણ એકમાં, માધ્યમિક બીજીમાં, અને ઉચ્ચ ત્રીજીમાં એ બરાબર નથી. .કમમાં કમ એક પ્રાન્તમાં એક જ ભાષા દ્વારા શિક્ષણ અપાય એ ઈષ્ટ છે.” બીજી વાત એમણે એ કહી છે. “કેળવણીનું સારામાં સારું અને સફળ વાહન કેળવણી આપનારની નહિ, પણ કેળવણી લેનારની સ્વભાષા છે.” આપણે ત્યાં જે વિખવાદો છે તેથી શ્રી. મશરૂવાળા અજાણ તો નથી જ, છતાં એમણે આમ કહ્યું છે તેની પાછળની દૃષ્ટિ સમજાવી જોઈએ. “બોલનાર શિક્ષકે કે વ્યાખ્યાનકારે સાંભળનારની ભાષા શીખવી ઘટે, ન કે એથી ઊલટું,” એ નિયમ દર્શાવીને એમણે કહ્યું છે કે, “કેટલેક અંશે સભ્યતા પણ આ નિયમમાં છે.” * બાબુ રાજેન્દ્રપ્રસાદે પણ આ પ્રશ્ન પરત્વે પોતાનાં મંતવ્યો “હરિજનમાં થોડાક વખત પર જ પ્રગટ કર્યા હતાં. એમણે એમાં ઉચિત જ કહ્યું છે કે, પોતપોતાની ફરજ બરાબર બજાવી શકે એટલા માટે વહીવટી અમલદારો સુપ્રીમ કોર્ટ પ્રાન્તક સરકારો અને હાઈકોર્ટના જ નહિ પણ છેક નીચલી અદાલતોના વકીલો અને ન્યાયાધીશો, ધારાસભાના સભ્યો વગેરેએ ઓછામાં ઓછી હિંદ સમસ્તી સર્વમાન્ય ભાષા જાણી લેવી જોઈએ એના પરથી એ ફલિત થાય છે કે એ સર્વમાન્ય ભાષા પ્રબંધ લોકોએ શીખવાની રહેશે અને લોકશાહીને સફળતાપૂર્વક ચલાવવી હોય તો તે સમગ્ર પ્રજાવ્યાપી નહિ, તો બની શકે એટલી બહોળી લાયેલી હોવી જોઈએ.” Page #204 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ શિક્ષણની બોધભાષાનો પ્રશ્ન • ૧૫ આ વિધાનના અક્ષરેઅક્ષર સાથે મળતા થવામાં હિંદ એક અને અવિભાજ્ય રહે એવું પ્રામાણિકપણે ઝંખનાર કોઈને પણ કશો જ વાંધો હોવો ના જોઈએ. બાબુજીએ રાજભાષા એટલે કે હિંદની સમાન ભાષા અર્થાત્ હિંદી-હિંદુસ્તાનીનો અભ્યાસ ઊંડાણથી તેમ જ વેગથી કરવાની હિમાયત કરી છે, એટલું જ નહિ, અદાલતી કામકાજનો અને સંશોધનનો લાભ આખા દેશને એકસરખો મળતો રહે એટલા ખાતર તેમ જ નોકરીઓમાં પસંદગી પામવા ખાતર પણ એ ભાષામાં સારી સરખી પ્રવીણતા મેળવવા પર ભાર મૂક્યો છે. એમણે હ્યું છે, “કેળવાયેલા અથવા ભણેલાગણેલા ગણાવાનો દાવો રાખનાર હરેક માણસે હિંદની સમાન ભાષા એટલે કે રાજભાષા અને પોતાના પ્રદેશની ભાષા એમ બે ભાષા ગોછામાં ઓછી નાખવી રહેશે.” પણ એમણે પણ વિદ્યાપીઠોમાં રાષ્ટ્રભાષા શિક્ષણનું માધ્યમ બને એવો આગ્રહ સેવ્યો નથી. નિરાગ્રહી બુદ્ધિથી એ અભિજાત પુરુષે આ પ્રમાણે સ્પષ્ટ કહ્યું છે, દેશભરમાં વિદ્યાપીઠો ભલે હિંદની સમાન ભાષાને પોતાનું શિક્ષણનું માધ્યમ ન રાખે, પણ એ વિદ્યાપીઠોના વિદ્યાર્થીઓને આખા મુલકની સેવા કરવાની અને દેશભરની સમાન રસ અથવા હિતની બાબતોના સંપર્કમાં રહેવાની ઉમેદ હોય તો તેમનામાંના ઘણાખરાનો હિંદની સમાન ભાષાનો ખંતથી અભ્યાસ કર્યા વિના છૂટકો નહિ થાય.” વળી કહ્યું છે, વિશ્વવિદ્યાલયોમાંથી નીકળનારા જે વિદ્યાર્થીઓ ઊંચા સરકારી હોદ્દાઓ મેળવવાની આકાંક્ષા રાખતા હશે, રાજદ્વારી વ્યવસાયમાં પડવા ધારતા હશે, વધારે ઊંચી જાતની વિજ્ઞાનની અથવા યંત્રોદ્યોગની વિદ્યાઓનું જ્ઞાન મેળવતા માગતા હશે, વૃત્તવિવેચનના વ્યવસાયમાં પડવા ઈચ્છતા હશે, તે સૌને હિંદની સમાન ભાષામાં સારું પ્રાવીણ્ય મેળવવાની સગવડ મળવી જ જોઈએ. આ આશય પાર પાડવો હોય તો માધ્યમિક શાળાના ચોથા ધોરણથી ઉપરના ધોરણના અભ્યાસક્રમમાં હિંદની સમાન ભાષાને વીની ભાષાના નિયત વિષય તરી બધા પ્રાંતોમાં રાખવી પડશે અને હરેક રીતે તેના અભ્યાસને પ્રોત્સાહન આપવું જોઈશે.” આ પ્રસંગે, ૧૯૪૫માં જયપુર ખાતે મળેલા અખિલ હિંદ લેખક સંમેલનમાં યોજાયેલી એક વ્યાખ્યાનમાળાના મુખ્ય વક્તાના પદેથી ૫. જવાહરલાલ નેહરુએ જે મનનીય વિચારો પ્રગટ કર્યા હતા તે ટાંકવાનો લોભ જતો કરી શકતો નથી : “એકીકરણના એક બળ તરીકે હિંદનાં પ્રાન્તીય સાહિત્યોનો વિકાસ” એ એ વ્યાખ્યાનમાળાનો વિષય હતો. પં. જવાહરલાલે પોતાના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે, “પ્રાન્તીય ભાષાઓનો વિકાસ થવાને લીધે એકતાવિરોધી વલણ રચાયું હોવાનું મારી જાણમાં નથી. અમુક અંશે એથી પ્રાન્ત વિશેની મમતા થોડીક વધી હોય કે પ્રાન્તીયતાને Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૬ • પરિશીલન વેગ મળ્યો હોય અને પ્રાન્તની સંસ્કૃતિનો વિકાસ થયો હોય એ વિશે શંકા નથી. એક બંગાળી બંગાળી ભાષા વિશે અભિમાન ધરાવતો હોય, ગુજરાતી ગુજરાતી વિશે અને મહારાષ્ટ્ર મરાઠી વિશે, અને એમ બીજા પ્રાન્તવાળા પોતપોતાની ભાષા વિશે અભિમાન ધરાવતા હોય તેમાં કશું અજુગતું નથી. એમનાં એ અભિમાન સકારણ છે, યોગ્ય છે; પણ હું નથી માનતો કે આ લાગણી અને રાષ્ટ્ર સાથેની પોતાની તદાકારતાની વિશાળતર લાગણી વચ્ચે અથડામણ પેદા થતી હોય, કેમ કે, હું સમજું છું ત્યાં સુધી, એકતા વત્તા ભિન્નતા વત્તા વિવિધતા એ તો હિંદની વિચારસરણીનો પાયો છે. બધાને એક જ લાકડીએ હાંકીને એકસરખા કરી મૂકવાનું એના સ્વભાવમાં નથી. એટલે આ બે લાગણીઓ વઢી મરતી નથી, કેમ કે, દરેક પ્રાન્ત, દરેક વિભાગ, પોતપોતાની ભૂતકાળની સાંસ્કૃતિક સિદ્ધિઓ વિશે ગર્વ અનુભવતો છતાં એમ સમજે છે કે પોતે વિશાળતર સમસ્તનો એક અંશમાત્ર છે... હિંદમાં પ્રાન્તીય ભાષાઓનો વિકાસ થવાથી ભેદો અથવા તાત્ત્વિક અલગપણાની લાગણી વધે એવું કશું મને દેખાતું નથી. એક બીજો મુદ્દો પણ વિચારવા જેવો છે. ખરેખર તો, જો હું રવીન્દ્રનાથ ઠાકુરનો દાખલો ટાંકું તો, એ કેવી અસાધારણ બાબત છે કે એમના જેવા માણસ લખે બંગાળીમાં તોપણ હિંદની બીજી એકેએક ભાષા ઉપર, હિંદી ઉપર તો ખાસ અસર પાડી શકે છે. એ એમ પુરવાર કરે છે કે સાંસ્કૃતિક ક્ષેત્રમાં આ પ્રકારના દિગ્ગજો હંમેશાં પ્રાન્તોના સીમાડા ઓળંગી જાય છે. જો એક ભાષા વિકસે તો એ જરૂર બીજીને વિકસવામાં મદદ કરે છે; એ બીજી ભાષાઓને નડતરરૂપ થતી નથી. એ એની સાથે અથડામણ ઊભી કરતી નથી. એથી જ તો જે હિંદી અને ઉર્દૂની બાબતમાં કજિયો કરે છે તેમની સામે મારે મોટી ફરિયાદ “જો ભાષાનો પ્રશ્ન હિંદની એકતાનો ધ્વંસ કરે તો એમાં ભાષાનો દોષ નહિ હોય, પણ હિંદમાં જે કેટલાક રાજકારણી મોરચા રચાયા કરે છે તેની કેટલીક વિચારસરણીઓનો દોષ હશે. મને પાકી ખાતરી છે કે ભાષાઓ જાતે થઈને કદી વિનાશનું સાધન બનતી નથી કે વિભેદ તરફ દોરી જતી નથી” “ભાષાઓના પ્રશ્રની પાછળ રહેલા રાજકારણને આપણે વેગળું મૂકીએ તો આખરે તો તાત્ત્વિક પ્રશ્ન આ જ રહે છે કે આપણામાં એકસમાન જીવનદૃષ્ટિ કે નીતિનાં સમાન ધોરણો છે કે કેમ ? જો એમાં મોટા ભેદો હોય તો એ ભેદો ભાષાઓમાં પણ ઊતરી આવે અને અનેક દુષ્પરિણામો સરજે. જો આપણામાં સદ્વર્તનનાં સમાન ધોરણો હોય તો આપણે ખુશીથી એકઠા રહી શકીએ.” Page #206 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ શિક્ષણની બોધભાષાનો પ્રશ્ન • ૧૯૭ હમણાં જ થોડા વખત ઉપર શાન્તિનિકેતનમાં ભાષણ કરતાં પં. રાહુલ સાંકત્યાયન, જેમનો દેશવિદેશનો અને ખાસ કરીને રશિયન વિદ્યાસંસ્થાઓનો પ્રત્યક્ષ અને બહોળો અનુભવ છે, તેમણે આ જ પ્રશ્ન સંબંધી પોતાના જે વિચારો વ્યક્ત કર્યા હતા તે પણ નોંધવા જેવા છે. : પશ્ચિમમાં આલ્બનિયા જેવા નાના દેશો અને એશિયામાં તિબેટ જેવો દેશ જો શિક્ષણની તમામ કક્ષાઓમાં સ્વભાષામાં જ શિક્ષણ આપે છે તો હિંદના પ્રાન્તો શા માટે તેમ ન કરી શકે તે હું સમજી શકતો નથી.” પંડિતજીના રાષ્ટ્રભાષા સંબંધી વિચારો નોંધવા અત્રે કદાચ પ્રસ્તુત ન ગણાય, પણ એ જ ભાષણમાં એમણે એ પણ કહ્યું હતું કે હિંદીએ જ્યારે તમામ પ્રાન્તભાષાઓની સમૃદ્ધિ આત્મસાત્ કરી લીધી હશે અને એ પોતે વિપુલ શબ્દભંડારવાળી સમર્થ ભાષા બની હશે ત્યારે જ તે રાષ્ટ્રભાષા તરીકે કામ આવી શકશે.) છેલ્લે આયુનિવર્સિટીના સમાવર્તન સમારંભ પ્રસંગે શ્રી. અરવિંદે મોકલેલા સંદેશામાંથી નીચેની મનનીય કડિકા પ્રસ્તુત લાગવાથી ઉતારું છું : એકસપાટે બધું એકસરખું કરી મૂકવામાં જ કેટલાકને સાચા સંઘનાં, એક અને અખંડ રાષ્ટ્રનાં, દર્શન થાય છે. એને સિદ્ધ કરવા એક જ રાષ્ટ્રીય ભાષા દ્વારા વહીવટ, ભાષા, સાહિત્ય, કળા-કેળવણી એ સર્વનાં નિશ્ચિત ધોરણો ઉપજાવવાનો અને એકરૂપતા લાવવાનો એમને આગ્રહ છે. ભવિષ્યમાં આ કલ્પના કેટલે અંશે સિદ્ધ થઈ શકે એની આગાહી કરવી કઠણ છે, પણ અત્યારે તો એમ કરવું અવ્યવહારુ છે એ સાવ દેખીતું છે. એમ કરવું એ ખરેખર હિંદના લાભમાં છે કે કેમ તે પણ શંકાસ્પદ છે. દેશની પ્રાચીન વિવિધતાઓમાં જેમ મોટા લાભો રહ્યા હતા તેમ એમાં ત્રુટિઓ પણ હતી, પણ આ ભિન્નતાઓને લીધે આ દેશ જીવનકળા અને સંસ્કૃતિનાં અનેક જીવતાં અને ધબકતાં કેન્દ્રોનું ધામ બન્યો હતો, દેશની એકતામાં સમૃદ્ધ અને તેજસ્વી રંગોની ભભકવાળી વિવિધતાની ભાત પડી હતી. બધું ઐશ્વર્ય પ્રાન્તોની થોડીક રાજધાનીઓમાં કે સામ્રાજ્યના પાટનગરમાં ખેંચાઈ ગયું હોય અને બીજાં નગરો અને પ્રદેશો એમનાં તાબેદાર બનીને રહેતાં હોય અથવા સાંસ્કૃતિક અર્થમાં ઘોરતાં હોય એવું અહીં બન્યું નહોતું. આખો દેશ એના અનેક ભાગોમાં પૂર્ણ ચૈતન્યથી જીવતો હતો, અને એથી સમસ્ત રાષ્ટ્રની સર્જકશક્તિ ખૂબ જ વધી ગઈ હતી. આ વિવિધતા હિંદની એકતાને ઘટાડે અથવા જોખમમાં મૂકે એવી શક્યતા હવે તો મુદ્દલ રહી નથી. જે વિશાળ અંતરો પૂર્વે લોકોને સરસા આવવામાં અને પૂરેપૂરો વ્યવહારનાં સાધનો ઝડપી થવાને લીધે, અલગ પાડવાના અર્થમાં, અંતરો જ રહ્યાં નથી. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ • પરિશીલન સમવાયી ભાવના અને એને સંપૂર્ણ કાર્યક્ષમ બનાવનારું પરિપૂર્ણ તંત્ર પણ શોધાઈ ગયેલ છે. આ સર્વ ઉપરાંત, સ્વદેશભક્તિમૂલક એકતાની લાગણી પણ પ્રજાના હૃદયમાં એવી દઢ રોપાઈ છે કે હવે સહેજમાં એ ઊખડી શકે એમ નથી. હવે તો ઉપરાષ્ટ્રો. સમા પ્રાન્તોની વાજબી આકાંક્ષાઓ તૃપ્ત કરવામાં એકતાનો હ્રાસ થવાનો ભય છે. વિવિધતામાં એકતાનો સિદ્ધાંત આ દેશની પ્રકૃતિને પથ્ય છે અને એની પરિપૂર્ણતાની દિશામાં જ એના અસ્તિત્વની મુખ્ય ગતિ થઈ છે. # માં વહુનો આવિર્ભાવ નિહાળવાની એની પ્રકૃતિ છે. અને એ જ એને એના સ્વભાવ અને સ્વધર્મ ના પાયા પર સ્થિર ગોઠવી આપશે.” જો ઉપર સૂચવાયેલી દૃષ્ટિથી ગુજરાતમાં ગુજરાતી જ બોધભાષા થવા યોગ્ય હોય તો એની જગ્યા રાષ્ટ્રભાષાને આપવાની પાછળ કઈ દૃષ્ટિ છે તે પણ આપણે વિચારી લઈએ. એમ કહેવાય છે કે જો બોધભાષા ગુજરાતી હોય તો અખંડ રાષ્ટ્રીયતામાં ખલેલ પડે, અગર કાંઈ ને કાંઈ અનિષ્ટ અથડામણ ઊભી થાય. પણ આ મુદ્દો કહેવામાં જેટલો સરળ છે તેટલો જ સમજવામાં અઘરો છે. જો ગુજરાત બીજા પ્રાન્તોની પેઠે એક જુદો પ્રાન્ત રહેવાનો જ હોય અને સાથે હિન્દુસ્તાનના એક ભાગ તરીકે પણ રહેવાનો જ હોય તો, તેની બધી વિશેષતાઓ અન્ય પ્રાન્તોની પેઠે કાયમ રહેવાની, એ કાંઈ ભૂંસવાની નહિ જ. અને તે બધી વિશેષતાઓ જો હિંદુસ્તાનની અખંડતાને બાધક નહિ થાય તો માત્ર ભાષાની વિશેષતા અખંડતાને બાધક થશે એમ કહેવું એ કેટલું અસંગત છે ? એ જ રીતે જે ઉચ્ચ શિક્ષણ પૂરતી રાષ્ટ્રભાષાને બોધભાષા તરીકે સ્વીકારવાથી અથડામણ ટળવાની હોય તો એ પણ ધ્યાનમાં રાખવું ઘટે કે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની બોધભાષા ગુજરાતી રહેવાથી અથડામણનું મૂળ તો કાયમ જ રહેવાનું. કેળવણીની નવી રચનામાં ઘણું કરીને માધ્યમિક શિક્ષણને નાગરિકત્વ ખીલવાનું સ્વતંત્ર ધ્યેય રહેવાનું અને કેળવણી ફરજિયાત થતાં પણ રાષ્ટ્રમાં માધ્યમિક કક્ષા સુધીની કેળવણી જ ફરજિયાત થઈ શકવાની – જેમ આજે રશિયા આદિ પશ્ચિમના દેશોમાં છે તેમ અને જો પ્રાન્તિક સ્વશાસન ચાલુ જ રાખવામાં આવે તો એમાં આટલે સુધીની કેળવણી પામેલા સમાજની વિશિષ્ટ માન્યતાઓ, લક્ષણો, જરૂરતો આદિની છાયા પડવાની; એટલે કે શિક્ષણ પાછળની દૃષ્ટિ નીરોગી અને રાષ્ટ્રની અખંડતાને બાધક ન હોય તેવી રાખીને આ વિશિષ્ટત્વને નિરુપદ્રવી બનાવવું પડવાનું. જો હકીકત આમ જ હોય તો પછી ઉચ્ચ શિક્ષણમાં શા માટે સ્વાભાવિક, કૃત્રિમ અને ઉપરથી લાદેલી બોધભાષાનો આગ્રહ સેવવો? Page #208 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ શિક્ષણની બોધભાષાનો પ્રશ્ન • ૧૯૯ એક બીજો મુદ્દો પણ વિચારવા જેવો છે. જે લોકો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાતી ભાષા દ્વારા પામ્યા હશે તે ખરેખર તો ઉચ્ચ શિક્ષણ પણ એમાં જ લેવાનો આગ્રહ સેવશે અને ઉચ્ચ શિક્ષણના માધ્યમ તરીકેની બીજી કોઈ પણ ભાષા સામે બળવો પોકારશે; અર્થાતુ અખંડતા સિદ્ધ કરવા માટેનો ઉપાય ઊલટો ભેદ અને કલહ વધારવાનું સાધન બનશે. એટલે જેઓ પ્રાન્તભાષા અને રાષ્ટ્રભાષા વચ્ચે તેમ જ પ્રાન્ત અને રાષ્ટ્ર વચ્ચે અથડામણનો ભય જોતા હોય, તેમણે તો પ્રાથમિકથી તે ઉચ્ચ શિક્ષણ સુધી અને શિક્ષણની તમામ શાખાઓમાં, માત્ર રાષ્ટ્રભાષાને જ સ્થાન આપવાનો અફર આગ્રહ અને પ્રયત્ન રાખવો જોઈએ! એવો આગ્રહ કંઈકે સમજી શકાય એવો છે. બાકી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રાન્તીય ભાષામાં આપવાથી રાષ્ટ્રીયતા સાથે અથડામણ નથી આવવાની એમ માની તેટલાનો બચાવ કરવામાં આવે તો બચાવની એ જ દલીલ ઉચ્ચ શિક્ષણમાં પણ લાગુ પડે છે. આ તો એક તાર્કિક દલીલ થઈ, પણ અથડામણનો પ્રશ્ન વિચારીએ ત્યારે જરા વધારે ઊંડા ઊતરવું જોઈએ. અથડામણ ઊભી થાય છે તે તો માનસિક દોષોને કારણે થાય છે. ખાસ કરીને આર્થિક તેમ જ સત્તાના પ્રશ્નો એવા છે કે તેને લીધે માણસનું મન વિકૃત થાય છે અને તે જ કારણે તે બીજાઓની સાથે અથડામણમાં આવે છે. જ્યાં આવી માનસિક વિકૃતિ નથી હોતી એટલે કે આર્થિક અને રાજપ્રકરણી મહત્ત્વાકાંક્ષા વધારે પડતી નથી હોતી ત્યાં બે જુદી જુદી ભાષાઓ બોલનાર વચ્ચે પણ કદી અથડામણ મચી જાણી નથી. એથી ઊલટું, એકભાષાભાષી વ્યક્તિઓ કે એક ભાષામાં વ્યવહાર કરતી કેળવણીની સંસ્થાઓમાં પણ જ્યાં અર્થ અને સત્તાના લોભથી માનસ વિકૃત બને છે ત્યાં કદી અથડામણ થયા વિના રહેતી નથી. એવી સ્થિતિમાં એમ માની લેવું કે ભાષાભેદ એ જ અથડામણનું કારણ છે, તે તો એમ માનવા બરાબર છે કે ચહેરાભેદ અને પોશાકભેદ પણ અથડામણનાં કારણો છે. ધારો કે રાષ્ટ્રભાષાને માત્ર ગુજરાત જ નહિ, પણ બીજા બધા પ્રાન્તો બોધભાષા તરીકે માન્ય રાખે – જેમ કે અત્યાર લગી અંગ્રેજી ભાષાને માન્ય રાખતા આવ્યા છે - તો એમ માનવું કે હવે પ્રાન્ત પ્રાન્ત વચ્ચે તેમ જ પ્રાન્ત અને કેન્દ્ર વચ્ચે અથડામણનો બધો સંભવ ટળી ગયો ? આપણે જોયું છે અને અત્યારે પણ જોઈએ છીએ કે અંગ્રેજી ભાષામાં સમાનપણે વ્યવહાર કરનારમાં પણ જ્યારે અને જ્યાં અર્થ અને સત્તાની બાબતમાં લોભ ઉદય પામ્યો છે ત્યારે અને ત્યાં અથડામણ ઊભી થઈ જ છે. જો આ અનુભવ અબાધિત છે તો અંગ્રેજીના સ્થાનમાં માત્ર રાષ્ટ્રભાષા આવવાથી અથડામણ કેવી રીતે ટળવાની? એટલે જો પ્રાન્તીયતા અને રાષ્ટ્રીયતાની અથડામણ ટાળવી હોય Page #209 -------------------------------------------------------------------------- ________________ ર૦ ૦ પરિશીલન (અને તે ટાળવી જ જોઈએ) તો એ માટે માનસિક તુલા સમધારણ કરવાનો જ એકમાત્ર માર્ગ છે, જે ભારતના બધા સુપુત્રોએ દર્શાવ્યો છે. મહાત્માજી અને શ્રી. અરવિંદે પણ એના પર જ ભાર દીધો છે. પ્રાન્તભાષાઓ અને રાષ્ટ્રભાષા વચ્ચે અથડામણનો કોઈ જ સંભવ નથી. એ તો જીવન અને ઉપદેશ દ્વારા ગાંધીજીએ સિદ્ધ કરી બતાવ્યું છે. રાષ્ટ્રની અખંડતાને સિદ્ધ ક૨વા એમણે હિંદુસ્તાનીને આગળ કરી અને છતાં ગુજરાતમાં ગુજરાતીનો મહિમા વધારી આપ્યો. એમની પ્રવૃત્તિની ન હાનિ થઈ ગુજરાતી ભાષાને કે ન રાષ્ટ્રીય ભાષાને. ઊલટું, બંનેનાં તેજ વધ્યાં. જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં કોણ એમના જેટલું ઘૂમી રહ્યું છે કે જેથી એમને પહોંચી તે કરતાં વધારે અથડામણ એને પહોંચે ? એટલે કે અથડામણનાં તત્ત્વો ભાષામાં ભર્યાં નથી, પણ માણસના મનમાં ભર્યાં છે. ગાંધીજીનું મન ચોખ્ખું હતું, તેથી અથડામણ થઈ નહિ. ઊલટું, પ્રાન્તભાષા અને રાષ્ટ્રભાષાની સેવા થઈ. એટલે માનસિક સમતુલા સાચવવી એ જ અથડામણ ટાળવાનો રાજમાર્ગ છે. એ નહિ હોય તો ગમે તેટલી યુક્તિપ્રયુક્તિઓ પણ કામ નહિ આવે. G જો માનસિક સમતુલા જળવાશે – અને એ જ કેળવણીનો પ્રશ્ન છે – તો આપણા દેશમાં પ્રાન્તપ્રાન્તની જે વિશેષતાઓ છે તે રાષ્ટ્રના સાર્વત્રિક જીવનને ઉપકારક થઈ પડશે. એક ડંડે બધાને એકસરખા કરી મૂકવાનો સ્વભાવ આપણી સંસ્કૃતિએ કદાપિ ખીલવ્યો નથી. વિવિધતામાં એકતા સિદ્ધ કરવી એમાં કંઈ રહસ્ય હોય તો એ જ કે પોતાની વિશેષતા કોઈ પણ પ્રજાએ કદી છોડવી નહિ, પણ તેને એવી રીતે વિકસાવવી, જેથી બીજી પ્રજાઓની વિશેષતાઓ સાથે તે સંવાદી બને. દરેક પ્રાન્તવાસી પોતાની સ્તનપાનની ભાષામાં જે પ્રતિભા વિકસાવે તેનાં જે કંઈ સારાં પરિણામો આવે તે બધાંનો લાભ રાષ્ટ્રભાષાને તો વિવિધતાઓના–વિશેષતાઓના સંવાદથી જ મળી શકે. ગુજરાતી ભાષા પોતાની પૂર્ણ વિશેષતા સાચવી, તેને વિકસાવીને પણ રાષ્ટ્રભાષાની સાથે સંપૂર્ણપણે સંવાદ સાધી શકે તેમ છે. તેથી ઊલટું, જો રાષ્ટ્રભાષાને જ પૂર્ણ માનીને ચાલવામાં આવે તો ગુજરાતીની વિશેષતાનો સંપૂર્ણપણે લોપ થવાનો ભય છે. આ પ્રમાણે જો ગુજરાતી ભાષા બધી રીતે બોધભાષા થવાને પાત્ર ઠરે છે તો તે રાષ્ટ્રભાષાને અને રાષ્ટ્રની અખંડતાને કોઈ પણ રીતે અવરોધ નથી કરતી એમ પણ સિદ્ધ થાય છે. અત્યારે જે અંગ્રેજીનું સ્થાન છે લગભગ તે જ રાષ્ટ્રભાષાને હવે મળવાનું છે; એટલે કે, આન્તપ્રાન્તીય સંપર્ક, વ્યવહાર અને વિચારવિનિમયનું તે જ હવે મુખ્ય દ્વા૨ થશે; એટલે ઉચ્ચ શિક્ષણમાં પણ તેને અનિવાર્યપણે સ્થાન મળવું જોઈએ. માત્ર Page #210 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ શિક્ષણની બોધભાષાનો પ્રશ્ન ૦ ૨૦૧ એને કૃત્રિમપણે બોધભાષાનું સ્થાન આપીને પ્રાન્તીય વિશેષતાઓને ગળાટૂંપો ન દેવો જોઈએ, એ જ અહીં વક્તવ્ય છે.* - - બુદ્ધિપ્રકાશ, જાન્યુઆરી, ૧૯૪૯ * એમ કહેવામાં આવ્યું છે કે અંગ્રેજીની પેઠે આપણા દેશમાં એક કાળે સંસ્કૃત ઉચ્ચ શિક્ષણની બોધભાષા હતી, અને તે જ રીતે હવે રાષ્ટ્રભાષાને એ સ્થાન મળવું જોઈએ. આ વિધાન સંસ્કૃત પૂરતું તો સાવ મિથ્યા છે. સંસ્કૃત કોઈ કાળે શિક્ષણનું વાહન હતી નહિ અને અત્યારે પણ નથી. સંસ્કૃતમાં લખાયેલા ગ્રંથો જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે શીખવાય છે ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે સર્વત્ર નિરપવાદ પદ્ધતિ એ જ રહી છે કે શીખવના૨ જે ભાષા સારી રીતે જાણતો હોય તેમાં અગર તો શીખવનારને જે ભાષા તદ્દન પોતાની હોય તેમાં એનું શિક્ષણ આપવું. દક્ષિણ, ઉત્તર કે પૂર્વના કોઈ પણ સંસ્કૃતશિક્ષણપ્રધાન કેન્દ્રમાં જઈ ને જુઓ તો અધ્યાપકો અને વિદ્યાર્થીઓ કઈ રીતે શિક્ષણ આપે ને લે છે તે પરથી પૂરો ખ્યાલ આવી જશે. સંસ્કૃતની વ્યાપકતા એટલા જ અર્થમાં છે કે હિંદુસ્તાનનો કોઈ પણ પ્રાચીન પરંપરાનો વિદ્વાન તે ભાષામાં લખવાનું પસંદ કરે છે અને બીજા ગમે તે પ્રાન્તનો વિદ્વાન તે ભાષામાં સંસ્કૃત ભાષા લખાયેલું સમજી શકે છે. સાંસ્કૃતિક, ધાર્મિક અને આધ્યાત્મિક એ બધા વિષયો સંસ્કૃત ભાષા દ્વારા ઓછેવત્તે અંશે ખેડાયેલા છે, પણ સંસ્કૃતે કદી સંસ્થાગત રૂપે વ્યાપકપણે બોધભાષા તરીકેનું સ્થાન લીધું નથી. અને તે લેવા જાય તો, એટલે કે અધ્યાપક સંસ્કૃતમાં શીખવે તો, વિદ્યાર્થીઓને ખાલી હાથે જ પાછા ફરવું પડે. એટલે પૂર્વકાળમાં જુદી જુદી ભાષાઓ વચ્ચે અનુસંધાન કરનારી મુખ્યપણે જે ભાષા હતી અને અત્યારે પણ છે તે સંસ્કૃત અને તેમ છતાં તે પોતાના ક્ષેત્રમાં બોધભાષાનું સ્થાન લઈ શકી નથી. એ ભાષા માત્ર શીખવાના વિષય તરીકે તેમ જ સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને ધાર્મિક વિષયોને ગ્રંથબદ્ધ કરવાના મુખ્ય વાહન તરીકે કામ આવી છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૪. ઉચ્ચ શિક્ષણની બોધભાષા. બુદ્ધિપ્રકાશ'ના જાન્યુઆરી, ૧૯૪૯ના અંકમાં “ઉચ્ચ શિક્ષણની બોધભાષાનો પ્રશ્ન એ શીર્ષકે મારો એક લેખ પ્રગટ થયો હતો. તેમાંના કેટલાક મુદ્દાઓ પરત્વે આણંદથી પ્રગટ થતા “વાણી” માસિકના સં. ૨00૫ના મહા-ફાગણ-ચૈત્રના સંયુક્ત અંકમાં આચાર્ય ડોલરરાય માંકડે પોતાનો મતભેદ પ્રગટ કર્યો છે. ત્રણ મુદ્દાઓ તરફ એમણે મારું ખાસ ધ્યાન ખેંચ્યું છે, જે માટે હું તેમનો આભારી છું. એમનો લેખ સાંભળ્યા પછી “બુદ્ધિપ્રકાશ”માંનો મારો ઉપર્યુક્ત લેખ હું ફરીથી તપાસી ગયો, પણ એમાં એવું કશું ન જણાયું, જેમાં વિચારપરિવર્તનને અવકાશ હોય. તેમ છતાં આ. માંકડે રજૂ કરેલા મુદ્દાઓને એક પછી એક વિચારું. ૧. એમનો પહેલો મુદ્દો એમ છે કે આપણે ઉચ્ચ શિક્ષણની અર્થાતુ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના શિક્ષણની વાત કરીએ ત્યારે સામાન્ય જનસમાજની એટલે કે નીચલા થરો(masses)ની વાત નહિ કરવી જોઈએ, કેમકે એ પ્રકારનું શિક્ષણ એટલું વ્યાપક થવાનું જ નહિ. આથી નીચલા થરો સમજી શકે એ ભાષા ઉચ્ચ શિક્ષણમાં માધ્યમ તરીકે રહેવી જોઈએ એ દલીલ એમને ઠીક લાગતી નથી. આશ્ચર્યની વાત છે કે આ. માંકડે આ પ્રશ્નને કેવળ મહાવિદ્યાલયોમાં દાખલ થઈને ઉચ્ચ શિક્ષણ લેનારાઓનો ખ્યાલ કરીને વિચાર્યો ! એવાઓની સંખ્યા ઓછી જ હોય એ હકીકત તરત સ્વીકારી લેવાય એવી છે, પણ સવાલ એ નથી. સવાલ તો જ્ઞાન શી રીતે પ્રજાવ્યાપી થાય તેનો છે, અને શી રીતે પ્રજાવ્યાપી થતું હોય છે તેનો પણ છે. પ્રજામાં કક્ષાના ભેદો તો હોય છે, પણ પ્રત્યેક કક્ષાને સુગમ પડે તે રીતે જ્ઞાનનું વિતરણ કરવું રહે છે. હવે જો ઉચ્ચ શિક્ષણની બોધભાષા સ્વભાષા કરતાં જુદી હોય તો વિદ્વાનો એ ભાષામાં જ લખતા–વિચારતા થાય. એને પરિણામે સામાન્ય જનોને સુગમ એવી શબ્દાવલી એમને ઝટ સૂઝે નહિ, જેથી પોતાની ભાષામાં લખે–બોલે ત્યારે પણ એમની ભાષામાં સ્વાભાવિક ખૂબીઓ ઊતરી આવી શકે નહિ. આપણે ત્યાં જ્યારે શિક્ષણનું વાહન અંગ્રેજી ભાષા હતું ત્યારે શાળામાં જઈને અંગ્રેજી શિક્ષણ નહિ લઈ શકનારા વિશાળ આમ વર્ગ અને અંગ્રેજી ભણેલા વચ્ચે તો અંતર પડી જતું હતું જ, પણ એક જ કુટુંબમાં અંગ્રેજી ભણેલી અને નહિ ભણેલી વ્યક્તિઓ વચ્ચે પણ Page #212 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ શિક્ષણની બોધભાષા - ૨૦૩ વિચારવિનિમયને અવકાશ રહેતો નહોતો. સામાન્ય વાતચીતથી, સંસર્ગથી, વ્યવહારથી કે અમસ્તા બે શબ્દો કાને પડી જવાથી જે જ્ઞાનલાભ મળે છે તેનાથી ઘરનો અંગ્રેજી નહિ ભણેલો વર્ગ વંચિત રહેતો. આથી ઊલટું, જે દેશોમાં ઉચ્ચતમ શિક્ષણ પણ સ્વભાષામાં જ અપાય છે તેનો દાખલો લો. ત્યાં કોઈ પણ વિચાર – અઘરામાં અઘરો વિચાર પણ – ભાષાને કારણે અઘરો રહેતો નથી. આથી ભિન્ન ભિન્ન સમજશક્તિ ધરાવનારાઓને ભિન્ન ભિન્ન રીતે સમજાવવાના પ્રયાસો પણ એવા દેશમાં શક્ય બન્યા છે. યુનિવર્સિટીના કાર્યક્ષેત્રનો જ આ વિસ્તાર છે, અને ઇંગ્લેંડ, ફ્રાન્સ, જર્મની આદિ દેશોની પ્રજાઓનું સામાન્ય ધોરણ આ રીતે જ ઊંચે જવા પામ્યું છે. ઉચ્ચ શિક્ષણ જે ભાષામાં અપાતું હોય છે તે જ ભાષામાં શ્રમની કરકસરના નિયમને અનુસરીને ચર્ચા, વિચારવિનિમય આદિ થતાં રહે છે. એટલે જો નીચલા થરોને કાયમ નીચલા રાખવા હોય તો જ સ્વાભાવિક બોધભાષા બદલવાની ભલામણ કરવી જોઈએ, કેમ કે સામાન્ય જનો જે સુલભ અને સુગમ હોય તે જ ગ્રહણ કરી શકતા હોય છે. એ હકીકત પ્રમાણીને જ તેમનું બૌદ્ધિક ધોરણ ઊંચે લઈ જવાની કોશિશ કરવી જોઈએ. જો એમને માટે ઉચ્ચ કોટિનું જ્ઞાન ભાષાને કારણે દુર્ગમ બને, તો એનું પરિણામ એ આવે કે ઉચ્ચ જ્ઞાન અમુક ખાસ વર્ગનો ઇજારો બની રહે. લોકો લાભ લે કે ન લે, પણ જ્ઞાનને સર્વસુલભ બનાવવાની સગવડ આપણે કરવી જ રહી. ગહન વિષયો પણ સ્વભાષામાં ચૂંટાતાં ચૂંટાતાં સાદું સ્પર્શક્ષમ રૂપ પામતા જાય છે અને એમ થતાં સાદી ભાષા પણ સૂક્ષ્મ અર્થનો બોધ કરાવવાની શક્તિ મેળવતી જાય છે. આ હકીકત આ. માંકડની નજરબહાર નથી, પણ એનો લાભ તેઓ સ્વભાષાને નહિ, પણ એમના માનેલા માધ્યમને - રાષ્ટ્રભાષા કે સાંસ્કૃતિક ભાષાને – આપવા માગે છે. પોતાના લેખમાં અન્યત્ર એમણે કહ્યું છે કે, “સ્નાતક અને અનુસ્નાતક વર્ગોમાં માધ્યમ તરીકે જો એ ભાષા વપરાય તો એના ઘડતરને ઘણો જ વેગ મળે.” પણ એની પાછળ નિયમ તો ઉપર બતાવ્યો એ જ પ્રવર્તે છે ને ? પ્રજામાં જ્ઞાન અસંખ્ય વાટે પ્રસરે છે – જો એના પ્રસરણના મુખ્ય માર્ગમાં અંતરાય મૂકવામાં ન આવે તો. એક દાખલો લઈએ. પ્રજાના માણસો બધા કંઈ યુનિવર્સિટી સુધીનું શિક્ષણ પામી શકે નહિ, પણ એ શિક્ષણના પરિપાકરૂપે જે ગ્રંથો રચાયા હોય, જે વ્યાખ્યાનો થતાં હોય, જે વિચારચર્ચાઓ ચાલતી હોય તેનો લાભ લઈને પોતાનો બુદ્ધિવિકાસ સાધનારી વ્યક્તિઓ સદાકાળ અને સર્વત્ર પાકતી રહેવાની. એમને શું કરવાથી મોકળાશ મળે? એની સાથે એક બીજો પ્રશ્ન પણ વિચારવા જેવો છે. જો પ્રજાના થરથરમાં જ્ઞાન પચે એ માટે પદ્ધતિસરની કોશિશ ન થાય તો શું પરિણામ આવે તેનો વિચાર કર્યો ? ખુદ ઉચ્ચ શિક્ષણના વિકાસને જ તેથી વિઘ્ન નડે. જ્યાં અનેક જણ કેળવાયેલાં Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૪ • પરિશીલન હોય છે ત્યાં અનેકની ભિન્ન ભિન્ન શક્તિઓનું સહિયારું સમસ્ત વિદ્યાપ્રવૃત્તિને ઉપકારક નીવડે છે. એટલે આ પ્રશ્ન કેવળ મહાવિદ્યાલયમાં જઈને ઉચ્ચ શિક્ષણ લેનારોઓનો ખ્યાલ કરીને નહિ, પણ આખી પ્રજાના લાભનો વિચાર કરીને ઉકેલવો જોઈએ. ગુજરાતી ભાષાનું થવાનું હોય છે થાય, એવો નિર્દય મત આ. માંકડ ધરાવતા નથી. એવો મત ધરાવનારા પણ હોઈ શકે અને વસ્તુસ્થિતિને જોયાજાણ્યા વિના અમુક ઈષ્ટ પરિસ્થિતિ કલ્પીને જ વિચારનારા આ પ્રકારના લોકોને સમજાવવું પણ મુશ્કેલ. સુભાગ્યે આ. માંકડ એ કોટિના નથી. એમના લેખ પરથી હું સમજ્યો છું કે ગુજરાતી ભાષાનો વિકાસ એમને ઈષ્ટ છે. એટલે તો પછી શું કરવાથી એ વિકાસ સધાય એનો જ વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. વિચિત્ર વાત એ છે કે પોતાના લેખમાં એમણે બોધભાષા થવાને પાત્ર દેશવ્યાપી ભાષા, જે સાહિત્યભાષા અને સંસ્કારભાષા બને એવો એમનો આગ્રહ છે, એને વિકસાવવાનો અને સ્વભાષા વિકસાવવાનો ઉપાય જુદો જુદો સૂચવ્યો છે. રાષ્ટ્રભાષા પરત્વે તેઓ કહે છે, “સ્નાતક અને અનુસ્નાતક વર્ગોમાં માધ્યમ તરીકે જો એ ભાષા વપરાય તો એના ઘડતરને ઘણો જ વેગ મળે.” અને સ્વભાષા પરત્વે તેઓ કહે છે, “આપણે માધ્યમ ગમે તે રાખીએ, પણ પરિભાષા તો સમસ્ત દેશવ્યાપી એક જ હોવી જોઈએ....એટલે પારિભાષિક શબ્દોની સમૃદ્ધિ ગુજરાતીને, ગમે તે માધ્યમ હશે તોપણ... પૂરતા પ્રમાણમાં મળી રહેશે એમાં શંકા નથી. આમ બિનગુજરાતી માધ્યમ ઉચ્ચ શિક્ષણ માટે રાખવાથી, ગુજરાતી ભાષાના વિકાસને ફટકો લાગશે એમ અમને જરાય લાગતું નથી.” હવે પરિભાષા સમસ્ત દેશવ્યાપી એક હોય એવો તો અમારો પણ આગ્રહ છે અને જો એમ જ હોય અથવા થાય તો તો પછી ઉપર જે ચર્ચા કરી છે તે કારણે આ. માંકડે સૂચવેલા વિકાસના બે માર્ગો પૈકી પહેલા માર્ગનો લાભ સ્વભાષાને મળવો જોઈએ, અર્થાત્ સ્નાતક અને અનુસ્નાતક વર્ગોમાં એને માધ્યમ તરીકે પ્રયોજીને એના ઘડતરને વેગ મળે તેમ કરવું જોઈએ, જેથી ઉચ્ચ શિક્ષણ સહેલાઈથી જનતાના થરથરમાં પચવા માંડે અને પરિભાષા એક થવાથી, વળી શાળા-મહાવિદ્યાલયમાં ભણનાર વિદ્યાર્થીને ફરજિયાત બીજી ભાષા તરીકે રાષ્ટ્રભાષાનું શિક્ષણ ઠેઠ સુધી મળતું રહેવાનું તેથી સાંસ્કૃતિક સંપર્કમાં જરાય વિઘ્ન નહિ આવે અને પ્રાન્તીય વિશેષતા દ્વારા રાષ્ટ્રભાષાની સમૃદ્ધિ પણ વધશે. વિદ્યાર્થીના મનોવિકાસને અને પ્રજાના ભાષાવિકાસને નિષ્કારણ હાનિ પહોંચાડ્યા વિના જો પ્રશ્નનો ઉકેલ આણવો હોય તો આ રીતે જ આણી શકાશે. ૨. મેં લખ્યું છે કે સંસ્કૃત બોધભાષા પ્રાચીન કાળમાં નહોતી અને અત્યારે પણ નથી. તેની વિરુદ્ધ આ. માંકડે મુખ્યપણે એમ કહ્યું છે કે પ્રવેશપત્ર, પ્રશ્નપત્ર અને ઉચ્ચ વિષયોના જવાબો સંસ્કૃતમાં જ અત્યારે પણ લખાય છે, તો સંસ્કૃત બોધભાષા નથી Page #214 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ શિક્ષણની બોધભાષા - ૨૦૫ એમ કેમ કહી શકાય ? મારો જવાબ એમ છે કે પ્રવેશપત્ર, પ્રશ્નપત્ર, ઉત્તરો સંસ્કૃતમાં લખાય છે એટલા જ માત્રથી જો સંસ્કૃતને બોધભાષા કોઈ કહે તો તેની સામે મારો લેશ પણ વાંધો નથી, પણ બોધભાષાનો એટલો અર્થ હું નથી લેતો. બોધભાષાનો એટલો જ અર્થ કરવો તે કોઈ પણ રીતે યોગ્ય નથી, એમ પણ હું માનું છું. બોધભાષાનો અર્થ હું એ કરું છું કે દ્વારા મળનાર સહેતાર્ડથી વિષય સમની શબ્દે અને અધ્યાપ સહેલ્લાર્ડથી સમનાવી છે તે વોધમાષા. આ અર્થમાં અત્યારે પણ સંસ્કૃત બોધભાષા નથી અને પહેલાં પણ નહોતી, એમ મારું નિરીક્ષણ અને ચિંતન મને કહે છે. આ. માંકડે જ્યારે એમ કહ્યું છે કે સંસ્કૃત બોધભાષા ન હતી તે મારે જ સાબિત કરવું તો હવે આ વિશે કાંઈક વિસ્તારથી લખું તો અસ્થાને નહિ ગણાય. - અધ્યયન અને અધ્યાપનમાં બાવીસ વર્ષ લગભગ મેં કાશીમાં ગાળ્યાં છે અને જૂની ઢબે ચાલતી તેમ જ જુદા જુદા પ્રાન્તના ઉચ્ચતમ વિદ્વાનો જેમાં શીખવે છે એવી પાઠશાળાઓ અને મહાવિદ્યાલયોનો શીખવા અને શીખવવાની દૃષ્ટિએ મેં પરિચય સાધ્યો છે. તે ઉપરાંત મિથિલા અને બંગાળનાં વિશિષ્ટ સંસ્કૃત કેન્દ્રોના પણ અધ્યયનની દૃષ્ટિએ તેમ જ અવલોકનની દૃષ્ટિએ થોડોક જાતઅનુભવ મને છે. દૂર દક્ષિણમાં નથી ગયો, છતાં ત્યાંના વિશિષ્ટતમ અધ્યાપકોનો પણ કાશી, કલકત્તા અને મુંબઈ જેવાં સ્થાનોમાં આ દૃષ્ટિએ થોડોક પરિચય સાધ્યો છે. હું પોતે જે રીતે શીખતો, બીજાને શીખતાં જોતો અને શીખવતો તે વખતે પણ આ દૃષ્ટિએ હું હંમેશાં વિચાર કરતો અને સહેજે ભૂતકાળનો પણ વિચાર કરતો. આ બધા અધૂરા ગણો કે પૂરા ગણો, તે અવલોકનને આધારે જ મેં મારું વિધાન કર્યું છે. મેં જોયું છે કે જ્યાં વિદ્યાર્થી અને અને અધ્યાપકની ભાષા સમાન હોય છે ત્યાં ઉચ્ચતમ વિષયોને શીખવતી વખતે પણ અધ્યાપક માતૃભાષા જેવી સંસ્કૃતભિન્ન ભાષાનો જ મુખ્યપણે આશ્રય લેતો હોય છે, કેમકે શીખનાર વિદ્યાર્થી એ રીતે વિષયને બહુ જ સરળતાથી ગ્રહણ કરી લેતો હોય છે. એટલે જે અધ્યાપકો વિદ્યાર્થીના હિતની દૃષ્ટિએ જ શીખવતા હોય છે તે સીધી રીતે વિદ્યાર્થીને સમજાય એ જ ભાષાનો આશ્રય લેતા હોય છે. એવો એક પણ દ્રવિડિયન કે બંગાળી મોટો અધ્યાપક મેં નથી જોયો કે જે પોતાના પુત્રો કે સ્વભાષાભાષી વિદ્યાર્થીઓને શીખવતી વખતે માતૃભાષા છોડી માત્ર સંસ્કૃતનો આશ્રય લેતો હોય. જ્યાં વિદ્યાર્થી અધ્યાપકની પરિચિત ભાષા ન જાણતો હોય, અગર વિદ્યાર્થીની પરિચિત ભાષા અધ્યાપક બિલકુલ ન જાણતો હોય, તેવા દાખલાઓમાં અધ્યાપક ન છૂટકે સંસ્કૃત ભાષાનો આશ્રય લઈ ગમે તેવા વિષયોને પણ શીખવે છે એની ના નથી; પણ ક્રમે ક્રમે સ્થિતિ બદલાતી આવે છે. જો અધ્યાપક કરતાં વિદ્યાર્થી જ વધારે ગરજુ અને જિજ્ઞાસુ હોય છે તો તે અધ્યાપકની પરિચિત ભાષા જાણી લે છે. કેટલાક પ્રસંગોમાં વિદ્યાર્થી કરતાં અધ્યાપક અમુક કારણસર વધારે ગરજ હોય છે એવી સ્થિતિમાં અધ્યાપક વહેલો Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ - પરિશીલન કે મોડો શીખનાર વિદ્યાર્થીની પરિચિત ભાષાથી કામ પૂરતો પરિચિત થઈ જાય છે. એટલે એકંદરે ભણવા-ભણાવવાનું ગાડું મુખ્યપણે સંસ્કૃતભિન્ન ભાષાને માર્ગે ચાલે છે. ગીર્વાણ ગિરાનો જે મહિમા વિદ્યાર્થી, અધ્યાપક કે અમુક કોટિના સમાજમાં પ્રતિષ્ઠિત થયો હોય તેની સાથે ઉપર વર્ણવી તે વસ્તુસ્થિતિને ભેળવી દેવાની ભૂલ આપણે ન કરવી જોઈએ. એ મહિમાને લીધે સંસ્કૃતમાં વ્યાખ્યાનો અપાય કે બીજી-ત્રીજી રીતે એ પ્રયોજાય એમ બને, પણ ભણવા-ભણાવવાની સ્વાભાવિક રીત તો ઉપર બતાવી તે જ હતી, છે અને હોઈ શકે, એમ હું સમજું છું. - તો પછી પ્રશ્ન થશે કે સંસ્કૃતના અસાધારણ વિદ્વાનો સંસ્કૃત ભાષામાં જ ઉચ્ચતમ વિષયોને બહુ જ ઊંડાણથી લખી ગયા તે કેમ સંભવ્યું? ઉત્તર અહીં વિસ્તારથી આપવાની જરૂર નથી, પણ સંક્ષેપમાં એટલું કહેવું પૂરતું થશે કે બીજી ભાષાનો આશ્રય લેવા છતાં મુખ્યપણે શીખવાના ગ્રંથો તો સંસ્કૃતમાં જ લખાયેલા હોય છે – વેદના વારાથી અને એ ગ્રંથોને ભાષા તેમ જ વિષયની દૃષ્ટિએ શીખવા ને શીખવવા માટે એવું એક સંસ્કૃતમય માનસિક ઘડતર ઊભું થાય છે કે તેને લીધે એવા ગદ્યગ્રંથો જ નહિ, પણ પદ્યરચનાઓ પણ કરવી તેમને સરળ બને છે. ૩. મારા ઉપર્યુક્ત લેખમાં મેં ગાંધીજી વગેરેના મતો છાપેલા તે આ. માંકડને ભ્રામક લાગ્યા છે. તેઓ કહે છે, “એ મતો જ્યારે ગાંધીજી વગેરેએ ઉચ્ચાર્યા હતા ત્યારે આ પ્રશ્ન આ રૂપમાં એમની પાસે હતો જ નહિ; એ વખતે તો અંગ્રેજીનું જ સાર્વત્રિક સામ્રાજ્ય હતું અને એને ટાળવું એ જ મુખ્ય પ્રશ્ન હતો. એ પ્રશ્ન આજના રૂપમાં ગાંધીજી પાસે હોત તો એ શો મત આપત તેના વિશે કશું જ કહેવું અપ્રસ્તુત છે.” આ સંબંધમાં મારે એટલું જ કહેવાનું છે કે ગાંધીજીના અવસાનને ફક્ત દોઢ જ વર્ષ વીત્યું છે. એટલા ટૂંકા ગાળામાં પરિસ્થિતિ કે પ્રશ્નનું રૂપ એકદમ એવું તે કેવું બદલાયું છે તે મારી સમજમાં આવતું નથી. પરિસ્થિતિ બદલાયાની દલીલ મારે મતે નકામી છે. ઊલટું, સ્વરાજ્ય મળ્યાથી તો જે પરિસ્થિતિ ગાંધીજી વગેરેએ કલ્પેલી તે ઉપસ્થિત થઈ છે, કેમ કે અંગ્રેજોના જવાની સાથે અંગ્રેજીની ઉપાધિ પણ ગઈ છે. આ પરિસ્થિતિ આપણી સામે પ્રત્યક્ષ રૂપે આવતાં આપણને એ નવી લાગે, પણ નિત્યના પરામર્શથી ગાંધીજી વગેરેને એ નવી ભાગ્યે જ હોય. વળી, વર્ષો સુધી સ્વાભાવિક ક્રમે ગાંધીજીએ પ્રજાની કેળવણીમાં પ્રયોજવા માટેની ભાષાનો જે વિચાર સેવ્યો તે જ ૫. જવાહરલાલ નેહરુ, રાજેન્દ્ર બાબુ, શ્રી કિશોરલાલ મશરૂવાળા, પં. રાહુલ સાંકૃત્યાયન વગેરેના મસ્તિષ્કમાંથી વહે છે, તે પણ આકસ્મિક યોગ તો ન જ હોઈ શકે. પરિસ્થિતિના સમ્યફદર્શનનો જ એ પરિપાક છે. વળી, પરિસ્થિતિ બદલાયાનો જેવો અનુભવ આ. માંકડને થયો છે તેવો આ વિદ્વાનોને થયો હોત તો એમણે જરૂર પોતાના વિચાર–પરિવર્તનની પ્રજાને જાણ કરી હોત. ગાંધીજી Page #216 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ શિક્ષણની બોધભાષા • ૨૦૭ સિવાયના વિદ્વાનો આપણે સદ્ભાગ્યે હજી આપણી વચ્ચે છે. તેમણે કંઈ વિચાર બદલાયાની જાહેરાત કરી નથી. અને ગાંધીજીએ પોતાનો વિચાર ઉતાવળમાં કે અધીરાઈમાં કે અંગ્રેજીના દ્વેષથી પ્રેરાઈને ઓછો જ ઘડડ્યો હતો ? ગાંધીજી કેવળ વિધ્વંસનો વિચાર કરતા નહોતા, સાથે રચનાનો પણ વિચાર કરતા હતા. જેમ વિલાયતી કાપડની હોળી કરવાનું કહીને પ્રજાને કાંતવાનો માર્ગ એમણે બતાવ્યો તેમ અંગ્રેજી જેવી પરભાષાની ઉપાધિને કાઢ્યા પછી એના સ્થાનમાં કઈ ભાષા કઈ કક્ષામાં હોય તે સંબંધી એમની પાસે સ્પષ્ટ નિશ્ચય હતો. ઠેઠ આફ્રિકામાં રહેતા હતા તે કાળથી તે મરણપર્યંત એ નિશ્ચય એમણે ટકાવેલો. એમને મતે હિંદી રાષ્ટ્રભાષા હતી અને કેળવણીનું સ્વાભાવિક વાહન પ્રાન્તભાષા હતી. “હિંદ સ્વરાજ્યમાં લખ્યું તે વખતથી (શ્રી. પ્રભુદાસ ગાંધીના જીવનનું પરોઢ' એ પુસ્તકનો આધાર લઈએ તો તેની પણ પહેલાંથી એટલે કે ૧૯૦૮ પહેલાંથી) તે ૧૯૪૮ના જાન્યુઆરી સુધી આગ્રહપૂર્વક અને વારંવાર એક જ પ્રકારનો મત એ પ્રગટ કરતા રહ્યા હતા. ૧૯૨૭માં એમણે લખેલું, “મેં ઘણી વાર કહ્યું છે તે ફરીને કહું છું કે હિંદી વાટે પ્રાન્તભાષાઓને દબાવવાનો મારો ઇરાદો નથી, પરંતુ હું તેમાં હિંદીને ઉમેરવા ચાહું છું. કે જેથી પ્રાંતો એકમેકનો જીવંત સંપર્ક સ્થાપી શકે. આનું પરિણામ એ પણ આવવું જોઈએ કે પ્રાંતભાષાઓ ને હિંદી બેઉ એથી સમૃદ્ધ બને.” જો આમ છે તો પછી પૂ. ગાંધીજી નથી એટલી જ હકીકતનો લાભ લઈ આ પ્રશ્ન પૂરતી પરિસ્થિતિ બદલાયાની દલીલ કરી બુદ્ધિભેદ ઊભો કરવાનું પ્રયોજન રહેતું નથી – જોકે આગળ વધીને હું એમ પણ કહ્યું કે આપણને જે સાચું લાગતું હોય તે સમર્થોના વિરોધનું જોખમ વહોરીને પણ કહેવું જ જોઈએ. ગાંધીજી વગેરેના ઉતારા મેં મારા લેખમાં આપેલા તે બીજાઓને આંજીને તેમની વિચારશક્તિને કુંઠિત કરવા માટે નહિ જ, પણ પરિસ્થિતિમાં એકસરખાં દર્શનમાંથી જે એકસરખી વિચારસરણી પ્રગટી રહેલી તેનો ઉપયોગ મારા વક્તવ્યને પુષ્ટ કરવા માટે મેં કર્યો હતો. આટલો ખુલાસો પૂરતો થશે એમ માનું છું. - બુદ્ધિપ્રકાશ, ઓગસ્ટ, ૧૯૪૯ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૫. ઉચ્ચ શિક્ષણની બોધભાષા: એક પ્રશ્નોત્તરી ૧. વિશ્વવિદ્યાલયમાં બોધભાષા કઈ હોવી જોઈએ એ પ્રશ્નનો ઉત્તર દુનિયામાં બધાં જ અનુભવી અને પુરાતન વિશ્વવિદ્યાલયો આપી રહ્યાં છે. ટાગોર તેમ જ ગાંધીજી જેવા દ્રષ્ટાઓ એ ઉત્તર અસંદિગ્ધપણે આપી ગયા છે. વળી, બધા જ જન્મસિદ્ધ કેળવણીકારો મુક્તકંઠે ઉત્તર આપે છે. તેમ છતાં બોધભાષાનો પ્રશ્ન ઊભો કરવો એ તો બાળકની સાચી માતા એને જન્મ આપનાર કે એને ઉછેરનાર નોકરાણી – એના જેવું અસ્થાને છે. બોધભાષા સહજ રીતે પહેલેથી છેલ્લે સુધી માતૃભાષા જ હોઈ શકે; એ વિશે સંદેહ સેવવો એ પોતાની જાત વિશે સંદેહ સેવવા જેવું છે. આ વસ્તુ શૈક્ષણિક પ્રયોગોથી દીવા જેવી સ્પષ્ટ છે. ૨. હિંદીનું સ્થાન રાષ્ટ્રીય ભાષા લેખે માધ્યમિક શાળામાંથી જ શરૂ થાય છે, તે વિશ્વવિદ્યાલયમાં ઠેઠ સુધી યથાયોગ્ય અનિવાર્ય બને એ પૂરતું છે. એટલા પાયા ઉપર હિંદી-જ્ઞાનનું પૂરું ચણતર સરળ અને શક્ય છે. ન ૩. વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજી બધી રીતે સમર્થ અને ઉપયોગી એક ભાષા લેખે શીખવાય જ. તેમ છતાં જેઓ એનો બોજો સહી ન શકે અને માત્ર વિષયોના જ્ઞાનાર્થી હોય તેવાઓ ઉપર તેનું અનિવાર્ય બંધન હિંદીની પેઠે ન રહે. છેવટે હિંદી એ કોઈ પણ હિંદની ભાષાથી અંગ્રેજી કરતાં અનેકગણી નજીક છે. ૪. સ્વભાષામાં શીખવનાર અધ્યાપકો પોતપોતાના વિષયમાં પ્રાથમિક અને છેલ્લી માહિતીવાળાં પુસ્તકો સહેલાઈથી લખી શકે. આ રીતે બધી જ પ્રાદેશિક ભાષાઓમાં અનેક વિષયો ઉપર અનેક પુસ્તકો ઝપાટાબંધ તૈયાર થવાનાં. હિંદીમાં પણ થવાનાં. એમાં જે જે વધારે ઉત્તમ કોટિનાં હશે તે જ મુખ્યપણે ધ્યાન ખેંચવાનાં, અને અન્ય પ્રાન્તીય ભાષાઓમાં કે હિંદીમાં તેના અનુવાદ પણ થવાના. એટલે અનેક પ્રાન્તીય ભાષાઓના સહજ વિકાસ અને પરિણામરૂપે લીધેલી સામગ્રી હિંદી ભાષામાં પણ આવવાની. માત્ર એકલી હિંદી ભાષા દ્વારા એવું પરિણામ તેના સુપુત્રો પણ આણી ન શકે. એટલે છેવટે તો હિંદી ભાષાના કાઠામાં આંતરિક પ્રાણ પૂરવાની દૃષ્ટિએ પણ ઉપરનો ક્રમ જ સહજ છે. પછી જેને જે પુસ્તક યોગ્ય લાગે તે તે ચલાવે, જ્યારે સ્વભાષાનું જ સમર્થ પુસ્તક હશે ત્યારે તે સહજ રીતે પસંદગી પામશે, છતાં બીજાં પ્રાન્તીય Page #218 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચ શિક્ષણની બોધભાષાઃ એક પ્રશ્નોત્તરી - ૨૦૯ ભાષાઓનાં અને અંગ્રેજી પુસ્તકોની ભલામણ અધ્યાપક કર્યા વિના રહેવાના જ નહિ અને ખરા વિદ્યાર્થીઓ તે વાંચવાના પણ. ૫ પ્રાદેશિક ભાષા ન જાણનાર અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ હિંદી તો શીખ્યા જ હશે, કેમ કે તેનું સ્થાન અનિવાર્ય છે. એટલે જ્યાં તેઓ જશે ત્યાં હિંદી ભારત શીખવશે કે શીખશે. તેમ છતાં જે પ્રાદેશિક બોધભાષા આગંતુક વિદ્યાર્થીને તદ્દન અજાણી હશે તે ભાષા તે વિદ્યાર્થી ત્યાં જઈ શીખી લે એ જ ચાલુ શિરસ્તો છે. આજે પણ. અંગ્રેજી જાણનાર ફ્રાંસ, જર્મની કે રશિયા જાય છે તો તે શું કરે છે? વળી ગુજરાતી કે મરાઠીભાષી બંગાળી દ્વારા અપાતું શિક્ષણ લેવા જાય ત્યારે કલકત્તા અને શાંતિનિકેતનમાં શું કરે છે? વિદેશના વિદ્યાર્થીઓ અહીં આવે છે તો પણ જરૂર હોય ત્યાં એ જ ક્રમ સ્વીકારે છે. . સ્વભાષા સાથે હિંદી ભાષા માધ્યમિક શાળામાંથી ઠેઠ સુધી અનિવાર્ય રહેવાની. પછી સરકારી નોકરીઓમાં મુશ્કેલી શી રીતે આવે એ સમજાતું નથી. આટલામાં વર્ષો હિંદી શીખ્યો હોય તે સામાન્ય બુદ્ધિનો માણસ પણ સરકારી કામકાજ પૂરતી હિંદીની તાલીમ પામે છે, કેમ કે હિંદી કોઈ બીજા ખંડની અગર સ્વભાષાથી સાવ વેગળી ભાષા છે જ નહિ. દ્રાવિડી ભાષાઓ બોલનાર પણ હિંદી સરળતાથી શીખી લે છે અને જ્યારે તે અભ્યાસકાળમાં અનિવાર્ય શિખાઈ હોય ત્યારે તો તેને માટે પણ તે તદ્દન વ્યવહારક્ષમ બની જાય છે. ૭. ભાષાની એકતા એ વ્યવહારની એકતા અને સરળતાનું સાધન છે. દેશની એકતા એ જુદી વસ્તુ છે. તે તો દેશ પ્રત્યેની જવાબદારી અને કર્તવ્યનિષ્ઠાથી જ સાધી શકાય, પણ ધારો કે ભાષા જ દેશની એકતાનું ખાસ સાધન છે એમ માનીએ, તોપણ રાષ્ટ્રીય ભાષા લેખે પ્રથમથી ઠેઠ સુધી હિંદી ભાષા છે જ અને સરકારી વહીવટમાં તે રહેવાની. એટલાથી એકતા સધાશે જ. જો એમ માનીએ કે બોધભાષા લેખે બીજી ભાષાઓ ચાલે તેટલા પૂરતી એકતા ખંડિત થાય તો તો એમ માનવું રહ્યું કે બોધભાષા ન રાખવા છતાં આખા દેશની જનતામાં સાચી એકતા માટે પ્રાન્તીય ભાષાઓનો લોપ જ કરવો પડે; નહિ તો જેટલે અંશે પ્રાન્તીય ભાષાઓ જીવતી હશે તેટલે અંશે દેશની એકતા ખંડિત થવાની. મારી દષ્ટિએ દેશની એકતાના પ્રશ્નને બોધભાષા સાથે સંડોવવો એ ભ્રમજાળ છે. - સંસ્કૃતિ, એપ્રિલ, ૧૯૫૪ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૬. સંસ્મરણોની સમાલોચના પ્રસ્તુત પુસ્તક સંસ્મરણો ગુજરાત વિદ્યાસભાએ પ્રસિદ્ધ કર્યું છે. એના લેખક છે વહાલસોયું “દાદાસાહેબ' ઉપનામ ધારણ કરનાર શ્રી. ગણેશ વાસુદેવ માવળંકર. મધ્યવર્તી લોકસભાના સ્પીકર તરીકે દાદાસાહેબનું નામ એટલું બધું જાણીતું અને સાથે સાથે લોકપ્રિય છે કે તેમને વિશે કશો વધારે ઉલ્લેખ કરવાની જરૂર રહેતી નથી. દાદાસાહેબે “માનવતાનાં ઝરણાં', My Life at the Bar' “કાંહી પાઉલેં' વગેરે ગુજરાતી, અંગ્રેજી, મરાઠીમાં જુદા જુદા પ્રસંગો લઈ પુસ્તકરૂપે સ્મૃતિઓ લખેલી છે. પ્રસ્તુત પુસ્તક, એના નામ પ્રમાણે, વિશિષ્ટ સ્મૃતિઓનું સંકલન છે. એ સ્મૃતિઓ ગાંધીજી સાથે પરિચયમાં આવ્યા પછી તેમની દોરવણી પ્રમાણે કે તેમની સાથે કામ કરતાં ઉપસ્થિત થયેલા પ્રસંગોની એક અનુભવયાત્રા છે. ગાંધીજી સાથેના આ જીવનપ્રસંગો પણ લેખિત આધાર પૂરતા મર્યાદિત છે. તેથી જ શ્રી. નરહરિભાઈ પ્રસ્તાવનામાં ઠીક જ કહે છે કે, “આ પુસ્તકની ગૂંથણી ગાંધીજીના એમના ઉપર આવેલા પત્રોની આસપાસ કરી છે. એ પત્રો આપતાં પહેલાં કઈ પરિસ્થિતિમાં ગાંધીજીએ તેમને અમુક પત્રો લખ્યા અને એ પત્રોની એમના જીવન ઉપર શી અસર થઈ એ તેમણે ઝીણવટથી વિગતવાર વર્ણવ્યું છે.' ગાંધીયુગમાં ગાંધીજીના દેશમાં જન્મવું એ પ્રથમ ધન્યતા. તેમના પરિચયમાં આવવું એ બીજી ચડિયાતી ધન્યતા. પરિચયમાં આવ્યા પછી પણ તેમની દૃષ્ટિની સમજણ અને તે પ્રમાણે જીવન જીવવાની આવડત અને તાલાવેલી એ ત્રીજી, પણ વધારે ઉત્તમ ધન્યતા. આ બધી ધન્યતાઓથી વધારે ચડિયાતી અને વધારે મૂલ્યવતી ધન્યતા તો તેમની સાથે એક યા બીજી રીતે કામમાં સહભાગી બનવું છે. આ મારું અનુભૂત અને મૂળગત મંતવ્ય છે. એ મંતવ્યની કસોટીએ જોઈએ તો દાદાસાહેબનાં પ્રસ્તુત સ્મરણો એ બધી ધન્યતાઓના પરિપાકરૂપે છે. આ વસ્તુની પ્રતીતિ હરકોઈ સમજદાર વાચકને સંસ્મરણો' વાંચ્યા પછી થયા વિના નહિ રહે એમ હું સમજું છું. દાદાસાહેબના જીવનનાં અનેક પાસાં છે : અધ્યયન, ગાઈથ્ય-જીવનમાં પ્રવેશ, વકીલાત, ગુજરાત સભા, મ્યુનિસિપાલિટી અને ગુજરાત વવાતમાં આવી માતબર સંસ્થાઓમાં પ્રમુખપદ સુધીની જવાબદારીવાળો કાર્યભાર, મોટા સંકટપ્રસંગે Page #220 -------------------------------------------------------------------------- ________________ “સંસ્મરણોની સમાલોચના • ૨૧૧ રાહતકાર્યમાં પ્રત્યક્ષ ભાગ લેવો, રાષ્ટ્રીય સ્વાતંત્ર્યની લડાઈમાં એક વિશિષ્ટ સૈનિક તરીકે ઝંપલાવવું, કેળવણીનાં વિવિધ ક્ષેત્રોમાં એકસરખો રસ લેવા ઉપરાંત તેને લગતાં અનેક સ્વપ્નોને સાકાર કરવાં, અધિકારીના અન્યાય કે જોહુકમી સામે લડતા તરણવર્ગને પડખે ઊભા રહી નમૂનારૂપ કહી શકાય એવી દોરવણી દ્વારા લડતને વિજયી બનાવવી, કેળવણીના કામ અંગે તેમ જ લોકહિતનાં બીજાં અનેક કામો અંગે ફંડફાળા એકઠા કરવા, કોંગ્રેસ અને બીજી અનેક સંસ્થાઓનાં નાણાંનો પ્રામાણિક તેમ જ કુશળ વહીવટ કરવો, કસ્તૂરબા રાષ્ટ્રીય સ્મારક અને ગાંધીસ્મારક જેવા અનેક દેશવ્યાપી ટ્રસ્ટના ટ્રસ્ટી થવું, તેનો વહીવટ કરવો અને ઠરાવેલ ઉદ્દેશ અનુસાર ચાલતાં કામોને જાતદેખરેખથી વેગ આપવો, તરીકેની મહત્તમ જવાબદારીઓને યશસ્વીપણે પહોંચી વળવું વગેરે વગેરે. એમના જીવનનાં કેટલાં બધાં પાસાં છે ને પ્રત્યેક પાસામાં કેટલો બધો અનુભવ સંભાર ભરેલો છે તે બધું આ મર્યાદિત સ્મરણોમાં પણ સીધી કે આડકતરી રીતે જોવા મળે છે. જેમ એક જ મધુબિન્દુમાં અનેક મોસમોનાં, અનેક જાતનાં, અનેક આકારનાં અને વિવિધ રંગસ્વાદ તથા ગંધનાં ફૂલોનું સત્ત્વ એકરસ થયેલું હોય છે તેમ પ્રસ્તુત સંસ્મરણો વિશે કહી શકાય. ઘટના કોઈ એક જ હોય છે, પણ જ્યારે દાદા એને લગતા અનુભવનું સ્મૃતિચિત્ર ખેંચે છે ત્યારે અખંડ જીવનમાં આવેલા અને જિવાતાં અનેક પાસાંઓ તે ચિત્રમાં સાકાર થયા વિના નથી રહેતાં. સત્યની ચાહના, સાહજિક તેજસ્વિતા અને ઊંડી ધાર્મિકતા, સ્પષ્ટ સમજણ અને વિવિધ ક્ષેત્રે કામ કરવાની ધગશ તેમ જ તેને યશસ્વી રીતે પાર પાડવાની કળા – એ પ્રસ્તુત સંસ્મરણોનો પ્રાણ તેમ જ તેની ભૂમિકા છે. સત્યનિષ્ઠાનો પુરાવો છઠ્ઠા અને બાવનમા સંસ્મરણમાં સ્પષ્ટ છે. આશ્રમ ટ્રસ્ટનો લાંબો કાયદેસર દસ્તાવેજ મહેનત કરી દાદાસાહેબે ઘડ્યો, પણ જ્યારે ગાંધીજીએ દસ્તાવેજ ટૂંકો કરવાની દૃષ્ટિ સૂચવી ત્યારે દાદા જરાય આનાકાની વિના એ દૃષ્ટિનું સત્ય સ્વીકારી લે છે અને પોતાને એક નવદૃષ્ટિ લાધ્યાનો સંતોષ પ્રગટ કરે છે. આ એક વાત. તેથી ઊલટું, જ્યારે પ્રાદેશિક વિદ્યાપીઠ પરત્વે પોતાનો વિચાર ગાંધીજી કરતાં જુદો પડવા છતાં પોતાને તે સત્યપૂત લાગ્યો ત્યારે, ગાંધીજી પ્રત્યે અનન્ય માન ધરાવવાં છતાં, પોતાની વિચારસરણીને મક્કમપણે રજૂ કરતો ગાંધીજી સાથે થયેલ વાતચીતનો મુસદ્દો દાદાસાહેબે ગાંધીજીને મોકલ્યો અને તેથી ગાંધીજી કાંઈક વળ્યા અને ખુશ પણ થયા. જેનામાં સત્યનિષ્ઠા હોય છે તે જેમ બીજા હરકોઈ પાસેથી સત્ય સ્વીકારતાં ખમચાતો નથી તેમ તે પોતાને સ્પષ્ટ પ્રતીત થતા સત્યને મક્કમપણે છતાં વિનમ્રપણે વળગી રહે છે અને જેને શિરસાવંદ્ય લેખતો હોય તેની સામે પણ તે સત્ય મૂકતાં જરાય પાછો પડતો નથી. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ • પરિશીલન તેજસ્વિતા અને રાષ્ટ્રીય સ્વમાનનો પુરાવો સંસ્મરણ નં. ૮થી ૧૪ સુધીમાં એવો મળે છે કે તેમાં દાદાનું હીર તરી આવે છે. તેમણે જે રીતે વિદ્યાર્થીઓની લડત અને હડતાળનું સંચાલન કર્યું, જે સાવધાનીથી લોકમતને પોતાને પક્ષે વાળ્યો અને જે હિંમત તેમ જ બહાદુરીથી તે વખતના કેળવણીપ્રધાનની સાન ઠેકાણે આણી એ બધું વાંચનારને એમ જરૂર થઈ આવવાનું કે પરરાજ્ય કે સ્વરાજ્યમાં કોઈ પણ અન્યાય કે જોરતલબી સામે સત્યાગ્રહમૂલક લડત લડવાની હોય તો તેની આગેવાની લેવાનું ખમીર દાદાસાહેબમાં અવશ્ય છે. દાદામાં તેજસ્વિતાની જેમ ધાર્મિકતા પણ ઊંડી છે. આની જીવંત પ્રતીતિ પંઢરપુરનું શ્રી વિઠ્ઠલમંદિર હરિજનોને માટે ખુલ્લું કરાવવા શ્રી સાને ગુરુજીની જહેમત, મંદિરના પગથિયા પાસેથી જ પોતે કરેલું દર્શન, દિવસ-રાત ચાલેલી મંત્રણાઓ તેમ જ હરિજનપ્રવેશનો ઠરાવ અને સાને ગુરુજીનાં પારણાં – આ ચાર પ્રકરણોમાં થાય છે. કટ્ટર પૂજારીઓના એક આગેવાન સાથે દાદાને થયેલી પ્રશ્નોતરી પ્રકરણ ૪૯માં છે તે તથા છેલ્લા પ્રકરણ પરમાં ગાંધીજીને પાઠવેલ પત્ર વાંચનાર દાદાની સત્યનિષ્ઠ વકીલાતનો નમૂનો જોઈ શકશે. દાદાએ જે જે કામમાં હાથ નાખ્યો છે ત્યાં સર્વત્ર તેમને કેવો જશ મળ્યો છે અને ગાંધીજીએ તેમને કેટલા સદ્દભાવથી અપનાવ્યા છે એ બધું તમામ સંસ્મરણોમાં તરી આવે છે. દાદા એવા વિનમ્ર છે કે જરૂર પડે ત્યાં વડીલોની સલાહ લેવાનું ચૂકતા નથી. તેથી જ ગાંધીજીની પેઠે સરદારની પણ દોરવણીનો લાભ લેતાં તેઓ ચૂકતા નથી. આ સંસ્મરણોમાં એક મહત્ત્વની વસ્તુ ધ્યાન ખેંચે છે અને તે એ કે દાદાસાહેબનાં માતુશ્રી અસાધારણ હૈયાઉકલતવાળાં અને હિંમતવાળાં છે. જ્યારે મૂંઝવણ પ્રસંગે નિર્ણય લેવાનો હોય ત્યારે દાદા માતુશ્રીને પૂછે છે, ને માતુશ્રી પણ એવાં કે પુત્રમોહમાં તણાયા સિવાય કર્તવ્યને અનુરૂપ જ પોતાનો નિર્ણય આપે છે. દાદાએ “સંસ્મરણો લખવાનું પ્રયોજન અનુભૂત જીવનપ્રસંગોમાં ડોકિયું કરી તે સાથે તાદાત્ય સાધવા દ્વારા સ્વસંતોષરૂપે દર્શાવ્યું છે. એ વાત અંતર્મુખ દૃષ્ટિએ તદ્દન સાચી છે, પરંતુ એની બીજી બાજુય છે અને તે વાચકોની દૃષ્ટિ. લેખકનું મુખ્ય પ્રયોજન આત્મસંતોષ હોય તોય વાચકનું પ્રયોજન તે સાથે સંકળાયેલું છે જ. તેથી દાદાએ દર્શાવેલું પ્રયોજન બહિર્મુખ દૃષ્ટિ એ વાચકોના પરિતોષને પણ વ્યાપે છે. મેં આ સંસ્મરણો બીજી વાર સાંભળ્યાં તોય મને જરાય કંટાળો ન આવ્યો; ઊલટું, વધારે સમજવાનું પ્રાપ્ત થયું. તેથી હું એમ કહી શકું છું કે પ્રસ્તુત સંસ્મરણો દરેક સમજદાર વાચકે વાંચવા જેવાં છે. તેથી જ તો શ્રી નરહરિભાઈ લખે છે કે શ્રી દાદાસાહેબ માવળંકરનું આ પુસ્તક વાચકવર્ગને બહુ ઉપયોગી, રસપ્રદ અને બોધક લાગશે. Page #222 -------------------------------------------------------------------------- ________________ સંસ્મરણોની સમાલોચના • ૨૧૩ હું જાણું છું કે દાદાસાહેબ કેટલા કામના બોજા નીચે સતત દબાયેલા રહે છે. તેમ છતાં તેમનાં સંસ્મરણોનું રસિક અને બોધપ્રદ વાચન એવી વિનંતી કરવા પ્રેરે છે - કે દાદાસાહેબ પોતાના જીવનમાં બધાં જ પાસાંને સ્પર્શતી જીવનકથા વિગતે સત્વર લખે તો તે અત્યારની અને ભાવી પેઢીને અનેક રીતે ઉપકારક નીવડશે. સંસ્મરણો સાથે જે અગત્યનાં ત્રણ પરિશિષ્ટ આપ્યાં છે તેને લીધે પુસ્તકની ઉપયોગિતા સાચે જ વધી જાય છે. અને અંતે જે સૂચિ આપી છે તે ચોકસાઈ ને ઝીણવટનો એક નમૂનો છે. ગાંધીજીના નામ સાથે અને દાદાના નામ સાથે સૂચિમાં બધી જ વિગતો અને ઘટનાઓનો ટૂંક નિર્દેશ એવી રીતે કરવામાં આવ્યો છે કે માત્ર સૂચિ જોતાં જ ગાંધીજી અને દાદાસાહેબ વચ્ચેના સંબંધ ને જીવનપ્રસંગોનો આખો ચિતાર રજૂ થાય. પુસ્તકની છપામણી, શુદ્ધિ અને ગોઠવણ એ બધું અદ્યતન હોઈ પ્રકાશક અને મુદ્રકને શોભા આપે તેવું છે. મારી ખાતરી છે કે જે આ સંસ્મરણો ધ્યાનથી વાંચશે તેને અનેક રીતે ઈષ્ટપ્રેરણા મળશે.* ૯ માનનીય શ્રી ગણેશ વાસુદેવ માવળંકરની આત્મકથા સંસ્મરણોની સમાલોચના. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૭. સ્ત્રી–પુરુષના બળાબળની મીમાંસા કોઈ કહે છે કે સ્ત્રીઓએ પુરુષોનું પૌરુષ હર્યું. બીજાઓ વળી કહે છે કે પુરુષોને લીધે જ સ્ત્રીઓ અબળા બની. આ બેમાં કોઈ એક જ કથન સાચું છે કે બંને સાચાં છે કે બંને ખોટાં છે એ પ્રશ્ન છે. એનો ઉત્તર મેળવવા ઇચ્છનારે વિશેષ ઊંડા ઊતરવું જોઈશે. વિકારનો વેગ માત્ર અમુક જાતિ સાથે સંબંધ નથી ધરાવતો. તેને તપાસવા આત્માની ભૂમિકાઓ ઉપર દૃષ્ટિપાત કરવો પડશે. સ્ત્રી હોય કે પુરુષ, બંનેમાં આત્મા સમાન છે. વાસનાના કૃત્રિમ વાતાવરણથી તેજ ખંડિત ન થયું હોય એવો જાગતો તેજસ્વી આત્મા સ્ત્રીના શરીરમાંયે હોઈ શકે અને પુરુષના શરીરમાંયે હોઈ શકે. કાવ્ય, કળા, વિદ્યા કે ધર્મના ભવ્ય સંસ્કારો માત્ર અમુક જાતિ સાથે સંકળાયેલા નથી હોતા. એ સંબંધમાં આલંકારિક રાજશેખર પોતાની કાવ્યમીમાંસામાં કહે છે કે, “પુરુષની પેઠે સ્ત્રીઓ પણ કવિ થાય, કારણ કે સંસ્કાર એ આત્મા સાથે સંબંધ ધરાવે છે. તે સ્ત્રી કે પુરુષ એવા વિભાગની અપેક્ષા નથી રાખતો. તે કહે છે કે, “અનેક રાજપુત્રીઓ, મંત્રીપુત્રીઓ, ગણિકાઓ અને સ્ત્રીઓ શાસ્ત્રજ્ઞ અને કવિ તરીકે સંભળાય છે અને જોવામાં પણ આવે છે. - સ્ત્રી જાતિના બળ અને શીલ વિશે શંકા ઉઠાવનારને ઉત્તર આપતાં સાહિત્યસ્વયંભૂ હેમચંદ્ર પોતાના યોગશાસ્ત્રની ટીકામાં પૃ. ૨૦૮થી) બહુ જ માર્મિક ભાષામાં વિસ્તારથી કહે છે કે સ્ત્રીઓ પુરુષોના જેટલી જ દાન, સંમાન અને વાત્સલ્યની પાત્ર છે, કારણ કે તેઓ પણ પુરષ જેટલી જ યોગ્યતા ધરાવે છે. અમુક સ્ત્રી વ્યક્તિઓ યોગ્ય ન હોય કે દૂષિત હોય તે ઉપરથી આખી સ્ત્રી જાતિને બલ કે શીલહીન માનવામાં આવે તો પુરુષ જાતિને પણ તેવી જ માનવી જોઈએ, કારણ કે અનેક પુરુષો પણ ક્રૂર, કૃતબ અને મૂર્ણ હોય છે. અનેક પુરુષો યોગ્ય પણ મળે છે, તેથી આખી પુરુષજાતિને અયોગ્ય કહી ન શકાય એવી દલીલ કરવામાં આવે તો તે દલીલ સ્ત્રીના વિષયમાં સરખી જ લાગુ પડે છે, કારણ કે અનેક ત્યાગી અને ગૃહસ્થ સ્ત્રીઓ પુરુષવંદ્ય અને દેવવંદ્ય થઈ ગઈ છે. વિદ્વાનોના એ અનુભવની સત્યતા સાબિત કરનાર અનેક પ્રાચીન આખ્યાનો આપણાં આર્યશાસ્ત્રમાં છે. અત્યારે અહીં એવાં કેટલાંક આખ્યાનો જોઈશું કે કોઈમાં Page #224 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી – પુરુષના બળાબળની મીમાંસા • ૨૧૫ પુરુષ અડોલ રહી સ્ત્રી તરફ નિર્વિકાર રહે છે અને કોઈમાં સ્ત્રી નિર્વિકાર રહી ઊલટી પડતા પુરુષને સ્થિર કરે છે. પહેલું આખ્યાન હિંદુશાસ્ત્રમાં પ્રાચીનમાં પ્રાચીન ગણાતા ઋવેદમાંનું છે, બીજાં બે આખ્યાનો જેન આગમોમાંનાં છે અને બે આખ્યાનો બૌદ્ધ સાહિત્યમાંનાં છે. વેદના એ આખ્યાનમાં ભાઈ અને બહેનનો પ્રસંગ છે. બહેન યમી ભાઈ યમને પરણવા પ્રાર્થે છે. યમ એ અધર્મ માર્ગે જવાની ના પાડી પોતાની બહેનને અન્ય કોઈ તરુણ સાથે જોડાવા સમજાવે છે. બહેન બહુ લલચાવે છે, ધમકાવે છે ને શાપ પણ આપે છે, પરંતુ ભાઈ યમ પોતાના અખંડિત તેજોબળથી એ કશાની પરવા નથી કરતો ને પોતાના નિશ્ચયમાં મક્કમ રહે છે. આ આખ્યાનમાં પુરુષાત્માના જાજ્વલ્યમાન આત્મતેજનું અને સ્ત્રી-આત્માના વાસનારૂપ આવરણનું દર્શન થાય છે. તેથી ઊલટો દાખલો જેન આખ્યાનમાં છે. એમાં ભાઈ ભરત ચક્રવર્તી ઓરમાન બહેન સુંદરીને સ્ત્રીરત્ન બનાવવા ઇચ્છે છે. એ યુગ ભાઈ–બહેનનાં લગ્નનો હતો. એવાં લગ્નો ત્યારે સહજ હતાં. એમાં નિંદા કે તિરસ્કાર ન થતો, છતાં સુંદરીનો જાગરિત આત્મા ચક્રવર્તી ભાઈના વૈભવથી કે તેના મહત્ત્વથી ચલિત નથી થતો, ઊલટો અખંડ જ્યોતિની પેઠે વધારે તેજથી પ્રકાશે છે. એ સુંદરી પોતાના શારીરિક સૌન્દર્યને મોહનું સાધન સમજી શરીરને નિસ્તેજ બનાવવા અને તેનું બાહ્ય તેજ અંદર ઉતારી તેજસ્વી આત્માને વધારે તેજસ્વી બનાવવા તપનું અનુષ્ઠાન કરે છે. અતિ લાંબા વખત સુધી રસાસ્વાદ ત્યજી તે સુંદરી બહારથી જેટલી અસુંદર તેટલી જ અંદરથી સુંદરતમ બની તપને બળે ભાઈને સમજાવે છે અને તેની વાસના શમાવે છે. આ આખ્યાનમાં સ્ત્રીઆત્માનું અખંડ તેજ, પડતા પુરુષને ઉદ્ધારે છે. ત્રીજા જેન આખ્યાનમાં પણ એક કુમારી બ્રહ્મચારિણી અને સાધ્વી રાજપુત્રીના નિશ્ચલ બ્રહ્મચર્યનું દર્શન થાય છે. એ સાધ્વી વિકારવશ થતા એક સાધુને તેના બેયનું સ્મરણ આપી શાશ્વત અને માર્મિક ઉપદેશથી તેને સંયમમાં સ્થિર કરે છે, અને સ્ત્રીકિલેવરમાં વસતા આત્માનું કેટલું તેજ હોઈ શકે એનો દાખલો આપણી સામે રજૂ કરે છે. આ ત્રણે આખ્યાનો અનુક્રમે નીચે આપવામાં આવે છે. ચોથું આખ્યાન બૌદ્ધ ભિખ્ખણી ઉપલવણા અને પાંચમું આખ્યાન બૌદ્ધ ભિખુણી ભદ્દા કાપિલાનીનું છે. અંતર્મુખ વૃત્તિની અલૌકિક ચંચુ વડે સહજ સુખનો આસ્વાદ લેવામાં નિમગ્ન એવી સમાહિતમના ઉપલવણાનું સૌંદર્ય જોઈ ચલિત થયેલ માર (વિકારવૃત્તિ અથવા વિકારમૂર્તિ કોઈ પુરુષ) તેને બહિર્મુખ કરવા અને પોતા તરફ લલચાવવા પ્રયત્ન કરે છે, પરંતુ એ ધીરમના ભિખ્ખણીના અંડોલપણા સામે છેવટે તે માર હાર ખાઈ ચાલ્યો જાય છે. પાંચમા આખ્યાનમાં ભદ્દા કાપિલાની સ્ત્રી જાતિનાં સુલભ અને છતાં દુર્લભ મનાતા ઘેર્યનો સચોટ પુરાવો પૂરો પાડે છે. પોતાના પતિ મહાકાયપની બ્રહ્મચર્ય-પ્રતિજ્ઞામાં Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ • પરિશીલન અધગી તરીકે જોડાઈ તે ધર્મવીર બાઈ તે પ્રતિજ્ઞાને અદ્દભુત રીતે સંપૂર્ણ કરવા સાથ આપે છે. સહશયન છતાં પુષ્પમાળાનું ન કરમાવું એ એ લોકોત્તર દંપતીના વિકસિત માનસનું માત્ર બાહ્ય ચિલ છે. મહાકાશ્યપ અને ભદ્દા કપિલાનીની અલૌકિક બ્રહ્મચર્યપાલનની કથા જૈન કથાસાહિત્યમાં અતિપ્રસિદ્ધ એક વૈશ્ય બ્રહ્મચારી દંપતીની યાદ આપે છે કે જે સહશયન છતાં વચ્ચે ઉઘાડી તલવાર મૂકી આજન્મ બ્રહ્મચર્ય પાળવામાં સફળ થયાં હતાં. એ દંપતીમાં પતિનું નામ વિજય અને પત્નીનું નામ વિયા હતું. જૈન સમાજમાં એ વિજય શેઠ અને વિજયા શેઠાણીને નામે જાણીતાં છે. પુષ્પમાળાને બ્રહ્મચર્યની કોમળતાનું અને ઉઘાડી તલવારને બ્રહ્મચર્યની કઠોરતાનું રૂપક માની આપણા જેવાએ એ કોમળ અને કઠોર વ્રતને બરાબર સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. બાકી, તેને જીવનમાં ઉતારવા માટે કોઈ એ પુષ્પમાળા કે તલવારનો આશ્રય લેવાની કશી જરૂર નથી. આખ્યાન – ૧ યમી - સખાને સખ્ય માટે પસંદ કરું છું. વિશાળ અર્ણવ ઉપર હું આવી છું. યોગ્ય પુત્રનો વિચાર કરતો વેધા પૃથ્વીને વિશે ભારા) વિશે પોતાના નપાતનું ગર્ભલક્ષણ અપત્યનું આદાન કરે. (૧) યમ – હે યમિ ! તારો સખા સખને ઇચ્છતો નથી; શાથી જે લક્ષ્મા (સમાનયોનિ) તે હોય વિષમરૂપ થાય છે. મહાન અસુરનાય વિર પુત્રો – ધૌને ધારણ કરનારા વિશાળ જુએ છે. (૨) યમી – તે દેવો એક મર્યનું તારું) આ અપત્ય ઇચ્છે છે. તારું મન મારા વિશે મૂક. જનકપિતા તું તનમાં પ્રવેશ કર. (૩) યમ – પહેલાં જે કર્યું નથી તે કરીએ)? ઋત બોલનારા અમૃત બોલીએ? (હું) પાણીમાંનો ગંધર્વ, તું) પાણીમાંની યોષિતુ તે આપણી નાભિ (ઉત્પત્તિસ્થાન) તે આપણું મોટું સગપણ છે. ) યમી – ગર્ભમાં જ આપણને વિશ્વરૂપ, ત્વ, સવિતા જનકે દંપતી કર્યા છે. આનાં વ્રતો (નિયમો) કોઈ લોપી શકતું નથી. આપણ બેને પૃથ્વી અને ઓળખે છે. (૫) યમ – પહેલા દિવસને કોણ જાણે છે ? કોણે જોયો છે ? કોણે તે વિશે કહ્યું છે ? મિત્રનું, વરુણનું તેજ મહાન છે. હે આહન્ત મર્યાદા તોડનારી)! પુરુષોને લોભાવવા તું શું બોલે છે ? (૬) યમી – મને યમીને યમનો કામ થયો છે – એક સ્થાનમાં સાથે સૂવા માટે જાયાની જેમ પતિને માટે તનુને પ્રકટ કરું. રથના પૈડાની જેમ ગાઢ થઈએ. (અથવા ઉદ્યમ કરીએ, દોડીએ.) (૭). Page #226 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી – પુરુષના બળાબળની મીમાંસા - ૨૧૭ યમ – દેવોના જે સ્પશો ચારો) અહીં ફરે છે તે ઊભા રહેતા નથી, આંખ મીંચતા નથી. હે આહન્તર્ મર્યાદા તોડનારી) મારાથી અન્યની સાથે શીઘ્રતાથી તું જા. રથના પૈડાની જેમ તેની સાથે ગાઢ થા. (૮) યમી - આને રાત્રિઓ અને દિવસો આપે. સૂર્યનું ચક્ષુ ફરી ફરી ઉદય પામે. ધીમાં અને પૃથ્વીમાં સમાનબધુ મિથુન થાય (જોડાય). યમી યમનું સગપણને ન છાજતું (કૃત્ય) ધારણ કરે. (૯) યમ – એવા ઉત્તમ યુગો આવશે જેમાં સગાંઓ સગાંને ન છાજે એવું કરશે. વૃષભ માટે વીર્યના એક કરનાર માટે) બાહુને ઓશીકું કર. હે સુભગે ! મારાથી અન્યને પતિ તરીકે ઇચ્છ. (૧૦) યમી – જ્યારે નાથ ન હોય ત્યારે શું ભાઈ હોય ? જ્યારે નિર્ઝતિ (નાશ) આવે ત્યારે બહેન હોય? કામથી મૂઢ થઈ હું આ બહુ લવું છું. શરીર વડે મારા શરીરનો સંપર્ક કર. (૧૧). યમ – હું તારા શરીર સાથે શરીરનો સંપર્ક નહિ કરું. જે બહેનને જાય સંગ કરે) તેને પાપી કહે છે. મારાથી અન્ય સાથે આનંદ કર. હે સુભગે ! તારો ભાઈ આ ઇચ્છતો નથી. (૧૨) યમી – હે યમ ! તું બાયલો છે. તારા મનને અને હૃદયને અમે ન જાણ્યું. કેડનો પટો જેમ જોડાયેલાને, લિંબુજા વેલી) જેમ વૃક્ષને તેમ તને બીજી આલિંગન કરશે. (૧૩) યમ – અન્ય તને અને તે અન્યને આલિંગન કર – લિંબુજા જેમ વૃક્ષને. તું તેના મનને ઇચ્છ, તે તારા મનને ઇચ્છે અને પછી સુભદ્ર સંવિત્તિ કર (શુભ સુખ મેળવ) (૧). આખ્યાન – ૨ ભગવાન ઋષભદેવના પ્રધાન બે પુત્રો નામે ભરત અને બાહુબલિ (ઓરમાન) હતા. ભરતની સહોદર બહેન બ્રાહ્મી અને બાહુબલિની સહોદર બહેન સુંદરી હતી. બ્રાહ્મીએ લગ્ન ન કર્યું અને દીક્ષા લીધી. સુંદરીને બાહુબલિની સંમતિ મળવા છતાં પણ દિક્ષા લેવામાં ભારતનો નિષેધ આડે આવ્યો, તેથી તે શ્રવિકા જ રહી. ઘણા લાંબા કાળની દિગ્વિજય યાત્રા કરી પાછા ફર્યા બાદ ભારતે પોતાના બધા સંબંધીઓને મળવાની ઇચ્છા જણાવી. અધિકારીઓ સૌથી પહેલાં સુંદરીને ભારત પાસે લાવ્યા. સુંદરીને અતિકૃશ અને શુષ્કાંગી જોઈ ભરતે અધિકારીઓને આવેશપૂર્વક કહ્યું કે આ સુંદરીની શી સ્થિતિ ? શું રાજભંડારમાં ખાનપાનની, મેવા-મિષ્ટાન્નની, ફળફૂલની કે પરિચારકોની કમી છે ? શું ચિકિત્સકો નથી ? મારી ગેરહાજરીમાં તમે સુંદરીને સૂકવી શત્રુનું કામ કર્યું છે ! અધિકારીઓ બોલ્યા: પ્રભો ! ખજાનામાં કશી કમી નથી, પણ આ સુંદરી તો જ્યારથી આપ દિગ્વિજય માટે ગયા ત્યારથી માત્ર દેહધારણ અર્થે Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ - પરિશીલન શુષ્ક અન્ન લે છે, અને બધા રસસ્વાદો છોડી ૬૦000 વર્ષ થયાં સતત આયંબિલવત કરે છે. જ્યારથી આપે સુંદરીને દીક્ષા લેતાં રોક્યાં ત્યારથી સંકલ્પ વડે ત્યાગધર્મ સ્વીકારી એ ગૃહસ્થ છતાં ત્યાગી બની રહી છે. બસ, આટલું જ સાંભળતાં ભરતનો સાચો ક્ષત્રિયઆત્મા જાગી ઊઠ્યો. આહ પ્રમાદ ! ક્યાં અમારા જેવાની વિષયાસક્તિ અને ક્યાં સુંદરીનું તપ ! એટલું કહી તેણે સુંદરીને તેના અભીષ્ટ સાધ્વીપણાના માર્ગે જવા દીધી અને પોતે સુંદરીના તપના મૌન ઉપદેશથી ભાવનાશુદ્ધ થયો. આખ્યાન ૩ બાવીસમા તીર્થંકર અરિષ્ટનેમિ, જેઓ કૃષ્ણ વાસુદેવના પિતરાઈ થતા, તેઓએ લગ્ન કર્યા વિના જ પોતાની સાથે સગપણ કરેલ રાજપુત્રી રાજીમતીને છોડી દીક્ષા લીધી. અરિષ્ટનેમિનો નાનો ભાઈ રથનેમિ હતો. તે કુમારી રાજીમતીમાં આસક્ત થઈ તેને અનુસરવા લાગ્યો. એનો ભાવ કુમારીએ જાણી લીધો ને તેને સમજાવવા યુક્તિ રચી. મધ અને ઘી મેળવી એક વાર કુમારીએ રાબ પી લીધી અને તરત જ મીંઢળ ઘસીને પી લીધું, જેથી વમન થયું. વિવેકિની એ કુમારીએ ૨થનેમિને પોતે વમેલ વસ્તુ પી જવા કહ્યું. ‘આ તે કેમ પિવાય ?’ એવો રથનેમિનો ઉત્તર સાંભળી રાજીમતીએ કહ્યું, જો એ વમન કરેલ વસ્તુ ત્યાજ્ય હોય તો હું પણ તમારા ભાઈ દ્વારા વમન કરાયેલ જ છું ના ?” ૨થનેમિ સમજ્યો અને ભેખ લઈ ચાલી નીકળ્યો. વિરક્ત રાજીમતીએ પણ તપોમાર્ગ લીધો. - વળી કચારેક બીજે વખતે રથનેમિ દ્વારકામાંથી ભિક્ષા માંગી ભગવાન અરિષ્ટનેમિ પાસે જતો હતો. તેવામાં વરસાદ થવાથી તેણે વચ્ચે જ એક ગુફાનો આશ્રય લીધો. સંયોગવશ સાધ્વી રાજીમતી ભગવાનને પ્રણમી પોતાના નિવાસસ્થાને પાછી ફરતી હતી. તે પણ વરસાદથી ભીંજાઈ તે જ ગુફામાં દાખલ થઈ. એ તેજસ્વિની સાધ્વીએ સૂકવવા માટે ભીનાં કપડાં ઉતાર્યાં. એનાં અંગોપાંગ અવલોકી પેલો સાધુ આકર્ષાયો. ભાવપરીક્ષાપટુ એ સાધ્વીએ તે સાધુનું હાર્દ જાણી લઈ નીચે પ્રમાણે ઉપદેશ કર્યો “હું ભોગરાજ–ઉગ્રસેનની પુત્રી છું ને તું અંધકવૃષ્ણિ(સમુદ્રવિજ્ય)નો પુત્ર છે. આવાં ખાનદાન કુળમાં જન્મેલા આપણે ગંધક સર્પ જેવાં, અર્થાત્ વમેલ વિષ પાછું ચૂસનારાં ન થઈએ. તેથી હે મુને ! તું નિશ્ચલ થઈ પોતાના સંયમને આચર. (૮) જે જે સ્ત્રીઓ તારી નજરે પડશે તેમાં “આ સારી છે, પેલી સુંદર છે’’ એમ વિચારી જો તું તેઓની ઇચ્છા કરીશ તો પવનનો ઝપાટો ખાધેલ અદૃઢમૂળ (ઢીલાં મૂળવાળા) ઝાડની પેઠે અસ્થિર આત્મા બની જઈશ – કામપવનથી કંપી સ્થિરતા ગુમાવી સંસારચક્રમાં ભમીશ.' (૯) “સંયમરત તે સાધ્વીનું સુભાષિત વચન સાંભળી અંકુશથી હાથીની પેઠે તે વચન વડે એ મુનિ ૨થનેમિ પોતાના ધર્મમાં સ્થિર થયો.” (દશવૈકાલિકસૂત્ર, અધ્યયન બીજું) Page #228 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી – પુરુષના બળાબળની મીમાંસા - ૨૧૯ આખ્યાન – ૪ “શ્રાવિકાઓમાં ઋદ્ધિમતી ભિક્ષુણી ઉપલવણા શ્રેષ્ઠ છે.” એ શ્રાવસ્તીમાં એક શ્રેષ્ઠીકુળમાં જન્મી હતી. એની કાંતિ કમળના જેવી હતી, તેથી તેનું નામ ઉખલવણા (ઉત્પલવણ) પાડવામાં આવ્યું હતું. એ ઉંમરલાયક થઈ ત્યારે એના સૌન્દર્યની કીર્તિ સાંભળી ઘણા રાજપુત્રો અને શ્રેષ્ઠિકુમારોએ એની માગણી કરી. એના બાપ પર આ એક મોટું સંકટ આવી પડ્યું. છોકરી જો પ્રવ્રજ્યા લે તો આપણે આમાંથી મુક્ત થઈ શકીએ. એવું વિચારી એણે છોકરીને કહ્યું, “તું ભિક્ષુણી થઈશ કે ?” આ સાંભળી છોકરીને અત્યંત આનંદ થયો અને એ ભિક્ષુણી થવા માટે તરત જ તૈયાર થઈ. એ રીતે એને ભિક્ષુણી બનાવવામાં આવી. કયારેક ઉખલવણણા સવારના પહોરમાં એક પ્રફુલ્લિત શાલવૃક્ષ નીચે ઊભી હતી. તે વખતે પાપી માર ઉપ્પલવણામાં બીક તથા લોમહર્ષ (કમકમાટી) ઉત્પન્ન કરવાના અને એને સમાધિમાંથી ભ્રષ્ટ કરવાના હેતુથી ત્યાં આવ્યો અને બોલ્યો, “આ સુપુષ્ટપિત, શાલવૃક્ષ નીચે તું એકલી ઊભી છે. તારા જેવી બીજી સુંદર સ્ત્રી મળવી મુશ્કેલ છે. ગાંડી છોકરી ! તને ધૂર્ત લોકોની બીક નથી લાગતી ?” ઉપ્પલવણા બોલી, “આ ઠેકાણે સેંકડો કે હજારો દૂતો આવે તો – પણ તેઓ મારો એક વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. હે માર ! જો કે હું એકલી છું, છતાં તારાથી બીતી નથી. મારું મન મારા કાબૂમાં છે. સિદ્ધાંત હું પૂર્ણ રીતે જાણું છું અને હું સર્વબંધનમાંથી મુક્ત થઈ છું. હે માર ! હું તારાથી ગભરાતી નથી.” (બૌદ્ધસંઘનો પરિચય, પૃ. ૨૬ ૧) આખ્યાન - ૫ મગધદેશના મહાતીર્થ નામના ગામમાં એક અત્યંત શ્રીમંત બ્રાહ્મણ કુટુંબમાં મહાકાયપનો જન્મ થયો. એનું નાનપણનું નામ પિપ્પલી હતું. એ મોટો થયો ત્યારે પરણવા માટે એની માએ એની પાછળ તગાદો ચલાવ્યો. આજીવન બ્રહ્મચર્ય પાળવાનો નિશ્ચય અને માતૃપ્રેમ એ બેના સાણસામાં બિચારો સપડાયો. છેવટે એક સોનીને હજાર મહોરો નિષ્ક) આપી એણે એક સોનાની ઉત્તમ સ્ત્રી–પ્રતિમા બનાવરાવી અને એને વસો, દાગીનાઓ અને ફૂલોથી શણગારી માને કહ્યું, “જો આવી સુંદર સ્ત્રી મળે તો હું પરણું.” કાશ્યપ ધારતો હતો કે એવી સુંદર સ્ત્રી મળશે નહિ અને હું અવિવાહિત રહી શકીશ, પણ એની મા ઘણી ખટપટી હતી. એણે આઠ હોશિયાર બ્રાહ્મણોને એવી સુંદર સ્ત્રીની શોધ માટે દેશોદેશ મોકલી આપ્યા. તે વખતે મદ્રદેશની સ્ત્રીઓ સૌન્દર્ય માટે ઘણી પ્રખ્યાત હતી. તેથી એ બ્રાહ્મણો પહેલાં એ દેશના સાગર નામના એક નગરમાં ગયા, અને સુવર્ણપ્રતિમા નદીકાંઠે મૂકી ત્યાં વિશ્રાંતિ લેવા બેઠા. કૌશિક ગોત્રના એક બ્રાહ્મણની દાસી એની (બ્રાહ્મણની દીકરી ભદ્રાને નવડાવી જાતે નાહવા માટે નદીએ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ - પરિશીલન આવી. તે સુવર્ણપ્રતિમા જોઈ પોતાના શેઠની દીકરી ત્યાં આવી હોય એવો એને ભાસ થયો અને મોટેથી હાથ ઊંચો કરી બોલી, “અલી એ ! એકલી અહીં આવી બેસતાં તને શરમ નથી આવતી ?”’ એ બ્રાહ્મણો બોલ્યા, “આવી જાતની સુંદર સ્ત્રી પણ કોઈ છે?’ દાસી – “તમારી આ પ્રતિમા જડ છે, પણ અમારી ભદ્રા સૌન્દર્યની જીવંત મૂર્તિ છે. આ પ્રતિમા સાથે એની તુલના કેમ કરી શકાય ?' એ બ્રાહ્મણો કૌશિક બ્રાહ્મણને ઘેર ગયા અને અમે કાશ્યપના બાપ તરફથી એના છોકરા માટે કન્યા શોધવા નીકળ્યા છીએ. અમારી ખાતરી છે કે આપની છોકરી કાશ્યપને પસંદ પડશે” વગેરે સર્વ કહ્યું. કાશ્યપનો બાપ કપિલ બ્રાહ્મણ ઘણો પ્રસિદ્ધ હતો, તેથી આવા કુટુંબમાં પોતાની છોકરી જાય એ કૌશિકને ગમતી વાત હતી. બ્રાહ્મણોનું કહેવું એને પસંદ પડ્યું અને એ પ્રમાણે પરસ્પર કુટુંબોમાં પત્રવ્યવહારથી વિવાહ નક્કી થયો. કાશ્યપની ઉંમર વીસ વર્ષની અને ભદ્રાની સોળ વર્ષની હતી. વિવાહ નક્કી થયાની વાત જાણવામાં આવી કે તરત જ એ બંનેએ એવા આશયના કાગળ લખી મોકલ્યા કે સંસારમાં રહેવાની મારી ઇચ્છા નથી, તેથી લગ્નપાશમાં બદ્ધ થવાથી નકામો ત્રાસ માત્ર થશે. આ બંને કાગળ ભદ્રા તથા કાશ્યપના વાલીઓના હાથમાં આવ્યા અને એમણે એ વાંચીને બારોબર ફાડી નાખ્યા. “કાચી ઉંમરનાં છે; ફાવે તે સારોન૨સો વિચાર મનમાં લઈ બેસે છે.’’ એમ એમને લાગ્યું હોય એમાં નવાઈ નથી. એ રીતે મહાકાશ્યપ અને ભદ્રાને ઇચ્છા ન હોવા છતાં લગ્નપાશમાં બદ્ધ કરવામાં આવ્યાં. એ વખતના રિવાજ પ્રમાણે રાત્રે બંનેને એક જ શયનગૃહમાં અને એક જ પલંગ પર સૂવું પડતું, પરંતુ બંનેની વચમાં બે ફૂલના હાર મૂકી ભદ્રા કાશ્યપને કહેતી, જેના પુષ્પનો હાર કરમાઈ જાય તેના મનમાં કામવિકાર ઉત્પન્ન થયો એમ સમજવું.’’ જ્યાં સુધી મહાકાશ્યપના પિતા જીવતા હતા ત્યાં સુધી એ કે ભદ્રા ઘર છોડી શકે તેમ ન હતું, પણ તે ઘરમાં રહેવાથી એમના અખંડ બ્રહ્મચર્યમાં અને ઉદાત્ત પ્રેમમાં કદી પણ ખલેલ પડી નહિ. જ્યારે મહાકાશ્યપનાં માબાપ મરણ પામ્યાં ત્યારે તેણે ભદ્રાને કહ્યું, “તેં પોતાને ઘેરથી આણેલું દ્રવ્ય તથા આ ઘરમાં જે છે તે બધું દ્રવ્ય આજથી તારું છે.” — ભદ્રા પણ આપ ક્યાં જાઓ છો ? કાશ્યપ હું હવે પ્રવ્રજ્યા લેવાનો છું. ભદ્રા આપનો આ વિચાર મને પણ પસંદ છે. હું પણ આપની પાછળ આવું - Page #230 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રી - પુરુષના બળાબળની મીમાંસા ૨૨૧ મહાકાયપ પરિવ્રાજકના વેશમાં ઘરમાંથી બહાર પડ્યો. ભદ્રા પણ એની પાછળ પાછળ પાિજિકલ થી નીકળી પડી. એમના નોકરચાકરોએ તથા માલિકીના ગામમાં રહેનારી રૈયતે એમને ઓળખી કાઢ્યાં અને પાછાં ફરવા માટે અતિશય આગ્રહ કર્યો, પણ મહાકાશ્યપનો વિચાર જરા પણ ડગ્યો નહિ. ગામથી કેટલે દૂર ગયા પછી એણે ભદ્રાને કહ્યું, “ભદ્રા ! તારા જેવી સુંદરી સ્ત્રી મારી પાછળ પાછળ આવતી જોઈ, પ્રવજ્યા લીધી તોપણ આ બંનેનો ઘરસંબંધ તૂટ્યો નથી, એવી કુકલ્પના લોકોના મનમાં આવે એવો સંભવ છે. આવા વિકારમય વિચારોને માટે આપણે કારણભૂત કેમ થવું? ચાલ, આ બે રસ્તા જુદા પડે છે, તું એક રસ્તે જા અને હું બીજે રસ્તે જઈશ.” ભદ્રા – આપ કહો છો તે ઠીક છે. આપ મોટા છો, તેથી આપ જમણે રસ્તે જાઓ અને હું ડાબે રસ્તે જઈશ. બૌદ્ધસંઘનો પરિચય, પૃ. ૧૯0) - જૈનયુગ, જ્યેષ્ઠ, ૧૯૮૫ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૮. પઢિાજિકાનું રોમાંચક લગ્ન અને તેના પુત્રનો બુદ્ધ સાથે સંલાપ લલિતવિસ્તરની પેઠે “મહાવસ્તુ પણ બૌદ્ધપરંપરાનો એક કથાગ્રંથ છે. એમાં બુદ્ધના જીવનને લગતી અનેક બાબતો કથારૂપે અને પૌરાણિક શૈલીએ વર્ણવવામાં આવી છે. એનું સંસ્કૃત પંડિતોને પરિચિત સંસ્કૃતથી બહુ જુદા પ્રકારનું છે. એમાં પાલિ, પ્રાકૃત અને અપભ્રંશ જેવી ભાષાઓનું એવું મિશ્રણ છે કે તેણે એક વિશિષ્ટ રૂપ ધારણ કર્યું છે. “મહાવતુ ગ્રંથ ત્રણ ભાગમાં પેરિસથી પ્રસિદ્ધ થયેલો છે. તેમાં એક સભિક નામના પરિવ્રાજકની (ભાગ ૩, પૃ. ૩૮થી ૪૦૧) કથા છે. સભિક પરિવ્રાજકરૂપે બુદ્ધ પાસે આવે છે અને અનેક પ્રશ્નો પૂછે છે. બુદ્ધ તેનો જવાબ આપે છે. છેવટે સભિક જવાબથી સંતોષ પામી બુદ્ધનો શિષ્ય બને છે. આટલી મુદ્દાની વસ્તુ એ ગ્રંથમાં એટલી બધી રોચક શૈલીમાં અને રોમાંચક રીતે વર્ણવવામાં આવી છે કે કોઈ પણ વાચક તે કથા પ્રત્યે અનાયાસે આકર્ષાય. તેથી આ લેખમાં એનો સાર આપી છેવટે કેટલાક મુદ્દા ઉપર સમાલોચના અને કાંઈક તુલના કરવા ધારું છું. બનારસથી થોડે દૂર ઇસિપત્તન સ્થળમાં મૃગદાવ નામનું ઉપવન હતું. એ આજે સારનાથના નામથી પ્રસિદ્ધ છે, અને ત્યાં પ્રાચીન અશોકસ્તૂપ વગેરે અનેક અવશેષો મળી આવ્યા છે. તે મૃગદાવ ઉપવનમાં એક વાર તથાગત બુદ્ધ પધારેલા. તે સમયની સભિક પરિવ્રાજકની આ સંલાપકથા છે. મથુરા નગરીમાં એક ધનાઢ્ય શ્રેષ્ઠી વાસ કરતો. તેને ત્યાં કન્યા ઉપર કન્યા એમ ચોથી કન્યાનો જન્મ થયો. ઉપરાઉપર ચોથી કન્યા અમંગળ છે એવી માન્યતાથી પ્રેરાઈ તે શ્રેષ્ઠીએ એ કન્યા એક પરિવ્રાજિકાને અર્પિત કરી કહ્યું કે જ્યારે આ કન્યા ઉંમરે પહોંચે ત્યારે એને તમે દીક્ષા આપજો. તે તમારી શિષ્યા થશે. શ્રેષ્ઠીએ તે કન્યાના ઉછેર માટે એક ધાવમાતા આપી અને તેના પોષણ અર્થે જોઈતું નાણું પણ આપ્યું. પાણીમાં કમળ વધે તેમ એ કન્યા વધવા લાગી. સમજણી થઈ કે તરત જ પરિવ્રાજિકાએ એને પ્રવજ્યા આપી. અનુક્રમે એ બધાં પરિવ્રાજકશાસ્ત્રોમાં એટલી બધી નિષ્ણાત બની Page #232 -------------------------------------------------------------------------- ________________ પશ્ત્રિાજિકાનું રોમાંચક લગ્ન અને તેના પુત્રનો બુદ્ધ સાથે સંલાપ ૦ ૨૨૩ કે તે અનેક પઆિાજિકાઓ સાથે અંદરોઅંદર ચર્ચા કરતી, પણ કોઈ એને જીતી કે પહોંચી શકતું નહિ અને તે સર્વશાસ્ત્રવિશારદ તરીકે એક અગ્રવાદી તરીકે પ્રખ્યાતિપામી. હવે એમ બન્યું કે એક બ્રાહ્મણ પંડિત, જે વેદશાસ્ર પારગામી અને વૈયાકરણ ઉપરાંત સર્વદર્શનવિશારદ પણ હતો, તે ફરતો ફરતો દક્ષિણ દેશથી મથુરામાં આવી પહોંચ્યો અને તેણે રાજમાર્ગ કે બજાર વચ્ચે મશાલ સળગાવી ઘોષણા કરી કે શું આ નગરમાં એવો કોઈ શબ્દપટુ કે વાકુશળ છે, જે મારી સાથે ચર્ચામાં ઊતરે ? આ ઘોષણા સાંભળી મથુરાવાસી લોકોએ તે પંડિતને કહ્યું કે તારી મશાલ ઓલવી નાખ. અમારે ત્યાં એક સમર્થ તરુણી પરિવ્રાજિકા છે. તે તમારી સાથે આજથી સાતમે દિવસે વાદચર્ચા કરશે. જો તમે તેની સાથે ચર્ચા કરી શકો તો તમે વાદી ખરા. તે બ્રાહ્મણ પંડિતે બીડું ઝડપી કહ્યું કે ભલે, હું તે પવ્રિાજિકા સાથે જરૂ૨ સાતમે દિવસે વાદચર્ચા કરીશ, પણ તમે નગરવાસીઓએ તેમાં મધ્યસ્થ થવું. ત્યાર બાદ તે તે ધંધાદારી મંડળોના આગેવાન એવા મથુરાવાસી લોકોએ તે પરિવ્રાજિકાને બોલાવી પૂછ્યું કે એક બ્રાહ્મણ પંડિત આવેલો છે, જે મોટો વિદ્વાન અને વાદી છે, તેની સાથે આજથી સાતમે દિવસે તમે વાદચર્ચા કરશો ? પેલી તરુણ પાિજિકાએ તરત જ કહ્યું કે ખુશીથી. તે કે અન્ય કોઈ વાદી સાથે હું વાદચર્ચા કરવા તૈયાર છું. હું પણ વાદકથાનો મનોરથ સેવું છું. તે આગેવાન મહાજનોએ પરિભ્રાજિકાની મંજૂરી મળ્યા બાદ નગ૨માં ચૌટે, શેરીએ એમ બધે સ્થળે ડાંડી પિટાવી કે આજથી સાતમે દિવસે અમુક પરિવાજિકા દાક્ષિણાત્ય બ્રાહ્મણ વાદી સાથે વાદચર્ચા ક૨શે, તેથી જે સાંભળવા ઇચ્છે તે આવે. મહાજનોએ શ્રોતા અને પ્રેક્ષકને લાયક રંગભૂમિ સાથે એક માંચડો ઊભો કર્યો. આ વૃત્તાન્તની જાણ થવાથી કુતૂહલવશ ચોમરથી લોકો ઊભરાવા લાગ્યા. આ બાજુ પેલા બ્રાહ્મણને ભારે કૌતુક થયું કે જે પરિવાજિકા મારી સાથે વાદવિવાદ કરવા તૈયા૨ થઈ છે તે કેવી હશે ? હું જરા એને જોઈ તો લઉં. આમ વિચારી તે પંડિત પૃચ્છા કરતો કરતો પશ્ત્રિાજિકાઓના અનેક મઠોમાં ગયો અને પોતે અજ્ઞાત થઈ પૂછવા લગ્યો કે પેલા બ્રાહ્મણ પંડિત સાથે વાદવિવાદમાં ઊતરનાર પરિવાજિકા કઈ ? છેવટે એને પત્તો લાગ્યો. જ્યારે એ પંડિત પેલી પરિવ્રાજિકા પાસે પહોંચ્યો ત્યારે તે પોતાના પરિવેણ(મ)માં મુક્ત અને શુદ્ધ – સંસ્કારી સ્વરથી સ્વાધ્યાય કરી રહી હતી. તે પંડિતે પઆિાજિકાને પૂછ્યું કે તું સભા વચ્ચે મારી સાથે વાદકથા ક૨ના૨ છે ? તેણે તરત જવાબ આપ્યો કે અવશ્ય હું પરિષદમાં તમારી કે કોઈ બીજાની સાથે વાદકથા કરવા તૈયાર છું. તે બ્રાહ્મણ તરુણ હતો તેમ સુંદર પણ હતો. પેલી પરિવ્રાજિકા પણ તરુણ તેમ જ સુંદર હતી. એકબીજા સમીપ આવવાથી અને પરસ્પરનું દર્શન થવાથી બંનેમાં Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪૦ પરિશીલન પ્રેમમાંકુર પ્રગટ્યો. બ્રાહ્મણ પંડિતે પરિવાજિકાને કહ્યું કે હું તને ચાહું છું. પશ્ત્રિાજિકાએ પણ જવાબમાં એમ જ કહ્યું કે હું પણ તને ચાહું છું, પણ હવે બ્રાહ્મણ પંડિતે આગળ પ્રસ્તાવ કર્યો કે આપણે કાંઈક એવું કરીએ કે જેથી આપણો સમાગમ થાય, પણ કોઈ જાણે નહિ. બ્રાહ્મણ પંડિતે જ યુક્તિ શોધી પરિવ્રાજિકાને કહ્યું કે આપણે ચર્ચા પહેલાં સભામાં એવી પ્રતિજ્ઞા કરીને જ ચર્ચા શરૂ કરીશું કે જે હારે તે જીતનારનો શિષ્ય બને. આમ તો પુરુષો હંમેશાં સ્ત્રીને જીતતા જ આવ્યા છે, એટલે પુરુષ જીતે એમાં કોઈને નવાઈ ન લાગે, પણ જો તારા જેવી સ્ત્રી મને જીતે તો મારા હાલહવાલ જ થાય. લોકો એમ કહી નિંદે કે એક પુરુષ જેવા પુરુષને રાંધવા જેટલી જ અક્કલ ધરાવનાર સ્ત્રીએ હરાવ્યો ! તેથી તારે વાદમાં એવી રીતે વર્તવું કે છેવટે હું તને હરાવું. આથી તું મારી શિષ્યા બનીશ અને આપણો પરસ્પર સમાગમ થશે અને છતાં કોઈ જાણશે નહિ. પશ્ત્રિાજિકાએ સ્ત્રીપ્રકૃતિને અનુસરી એ વાત કબૂલ રાખી. આ રીતે પાવિાજિકા સાથે ગુપ્ત મંત્રણા કરી તે પંડિત પોતાને સ્થાને પાછો ફર્યો. સાતમે દિવસે નક્કી કરેલ સભાસ્થાનમાં લોકો ટોળે વળ્યાં, જેમાં રાજા, મંત્રી, આગેવાનો, ગૃહસ્થો, વિદ્વાન, બ્રાહ્મણ, જુદા જુદા પંથના અનુયાયીઓ અને ગણિકા સુધ્ધાં હતાં. વાદી બ્રાહ્મણ પંડિત ઉપસ્થિત થયો, તેમ જ વાદનું બીડું ઝડપનાર પેલી પરિાજિકા પણ બીજી અનેક પઆિાજિકાઓ સાથે ઉપસ્થિત થઈ. સભામાં નક્કી કરેલ પોતપોતાને આસને બેસી ગયાં. બ્રાહ્મણ પંડિતે ઊભા થઈ સભાને સંબોધી કહ્યું કે હું એક સ્ત્રી સાથે વાદકથા કરવા તૈયાર થયો છું તે બાલચાપલ્ય જેવું સાહસ છે, કેમ કે પુરુષ સ્ત્રીને જીતે એમાં તો કોઈને કોઈ નવાઈ લાગતી નથી – સ્ત્રીઓ પુરુષથી હારે જ એવી લોકોની ચાલુ માન્યતા છે જ પણ જો સ્ત્રી પુરુષને હરાવે તો લોકોને નવાઈ લાગે અને લોકો હારેલ પુરુષની નિંદા પણ કરે કે જોયું, આ પુરુષ કેવો અધમ કે એને માત્ર રાંધણિયા બુદ્ધિ ધરાવનાર એક સ્ત્રીએ હરાવ્યો ! આથી જ સ્ત્રી સાથે વાદવિવાદમાં ઊતરવાના સાહસને હું બાલચાપલ્ય જેવું સાહસ લેખું છું. તેમ છતાં વાદકથામાં ઊતરીએ તે પહેલાં એક શરત અમારે બંનેએ કબૂલ કરવી જોઈએ અને તે એ કે જે હારે તે જીતનારનો શિષ્ય બને. સભાજનોએ એ શરત બાબત પદ્રિાજિકાને પૂછ્યું, તો તેણે પણ પોતાની સમ્મતિ દર્શાવતાં કહ્યું કે મને એ શરત માન્ય છે. આ રીતે શરત નક્કી થઈ એટલે બ્રાહ્મણ પંડિતે એક લાંબો અને જટિલ પ્રશ્ન પૂછ્યો. પાિજિકાએ પણ આ સભા ઉપર પોતાની છાપ પાડવા રુઆબથી તે પ્રશ્નનો જવાબ આપ્યો. આ રીતે પહેલો દિવસ એકબીજાના પ્રશ્નોત્તરમાં પસાર થયો, પણ કોઈ એકબીજાને જીતી શક્યું નહિ. બંને ચર્ચામાં સરખાં જ ઊતર્યાં. આ રીતે સભામાં Page #234 -------------------------------------------------------------------------- ________________ પાિજિકાનું રોમાંચક લગ્ન અને તેના પુત્રનો બુદ્ધ સાથે સંલાપ • ૨૨૫ વાદવિવાદના સાત દિવસ પસાર થઈ ગયા, પણ કોઈ કોઈથી હાર્યું નહિ. સભામાં આવેલા પુરુષો પંડિત ને પત્રિાજિકા વચ્ચે ચાલતી ચર્ચાની રસાકસીમાં એટલો બધો રસ લેતા કે સાંજ પડે તોય ભાન ન રહે. જ્યારે તેઓ ઘેર પાછા ફરતા ત્યારે આખા નગરની સ્ત્રીઓ અકળાઈ પોતપોતાના પતિને પૂછતી કે સાત દિવસ થયા રોજ આટલું બધું મોડું કેમ કરો છો? દરેક પતિનો પોતાની પત્નીને જવાબ એક જ હતો અને તે એ કે શું તું નથી જાણતી કે એક સર્વશાસ્ત્રવિશારદ દાક્ષિણાત્ય વિદ્વાન આવેલ છે ? એ સાત દિવસ થયા ચર્ચા કરે છે, પણ એક સ્ત્રીને જીતી નથી શકતો. આ સાંભળી બધી જ સ્ત્રીઓએ પોતપોતાના ધણીને કહ્યું કે સ્ત્રીઓ કેવી પંડિતાણી છે! તેમની બુદ્ધિશક્તિ પુરુષો કરતાં ચડે છે, ઊતરતી નથી. સ્ત્રીઓનું આ મહેણું સાંભળી બધા જ પુરુષોને મનમાં એમ થયું કે સ્ત્રીઓ કોઈ પણ રીતે જો તે બ્રાહ્મણ પંડિત પàિાજિકા દ્વારા હાર પામ્યો તો આપણા બધા પુરુષોની હંમેશને માટે બૂરી વલે થશે, જ્યારે ને ત્યારે સ્ત્રીઓ મહેણું મારી આપણને તણખલાતોલ લેખશે. આ રીતે આખા નગરમાં બે પક્ષ પડી ગયા. સ્ત્રીવર્ગ તો પત્રિાજિકાનો જય વાંછે, જ્યારે પુરુષવર્ગ પેલા બ્રાહ્મણ પંડિતનો. જય વાંછે. ત્યાર બાદ એક દિવસે મળેલી સભામાં બ્રાહ્મણ પંડિતે પશ્તિાજિકાના પ્રશ્નનો જવાબ વાળ્યો, પણ પેલી પબ્રિાજિકાએ જાણીને જ જવાબ ન વાળતાં ન આવડવાનો ડોળ કર્યો – જાણે કે તે આપમેળે જ પાણીમાં બેસી ગઈ. પરિત્રાજિકાની ચુપકીદી જોઈ સભાજનો પોકારી ઊઠ્યા કે પરિવ્રાજિકા હારી અને પંડિત જીત્યો. ત્યાર બાદ પંડિતે પોતાના ધર્મની નિશાની લેખે તે પરિવ્રાજકાને ત્રિદડ અને છત્ર – ચાખડી આપી, પોતાની શિષ્યા તરીકે એને જાહેર કરી, સભાસ્થાનથી વિદાય આપી. ' હવે એ બ્રાહ્મણ પંડિત અવારનવાર પોતાની શિષ્યા પરિવ્રાજિકાના મઠમાં જવા લાગ્યો. બંને જણ પોતાને રૂચે તેમ સમાગમમાં આવવા લાગ્યાં. પુનઃ પુનઃ મિલનના પરિણામે તે પત્રિાજિકા આપત્રસજ્વા– સગભર થઈ. બંનેએ મથુરામાં રહેવું ઠીક નથી એમ વિચારી ત્યાંથી દક્ષિણ તરફ પ્રયાસ આદર્યો. રામાનુગ્રામ પગે ચાલતાં ચેતબલાકા નામની નગરીમાં તેઓ પહોંચ્યા. નવ-દશ માસ પૂરા થતાં જ તે પરિત્રાજિકાએ પુત્રને જન્મ આપ્યો. એક સભા અર્થાતુ સાર્વજનિક સ્થાનમાં એનો જન્મ થવાથી માતાપિતાએ એનું સભિક નામ પાડવું. માતાપિતા બંનેએ તેને કાળજીથી ઉછેર્યો અને ઉમરલાયક થતાં તેને લિપિ, ગણિત અને બીજા અનેક પરિબ્રાજિક શાસ્ત્રો શિખવાડ્યાં. તે સભિક છેવટે વાદી પ્રવાદી તરીકે પ્રસિદ્ધિમાં આવ્યો. હવે સભિકને શાસ્ત્રવિસ્તાર એક મહાન સમુદ્ર જેવો જણાયો ને પોતાની જાતને અબુદ્ધ–અજ્ઞાની લેખી કોઈ બુદ્ધ-જ્ઞાનીની શોધમાં નીકળી ગયો. અનેક દેશોમાં પરિભ્રમણ કરતો કરતો છેવટે તે જ્યાં તથાગત બુદ્ધ હતા Page #235 -------------------------------------------------------------------------- ________________ રર૬ • પરિશીલન ત્યાં વારાણસી પાસેના મૃગદાવ ઉપવનમાં આવી પહોંચ્યો. સભિક બુદ્ધ સાથે કુશળવાર્તા કરી એક બાજુ બેસી ગયો અને તેણે ભગવાન બુદ્ધને પ્રશ્નો પૂછવાના ઇરાદાથી કહ્યું કે, “હે ભદન્ત તથાગત ! હું નામે સભિક પરિવ્રાજક કેટલીક શંકાઓ નિવારવા તમારી પાસે આવ્યો છું અને જિજ્ઞાસાવશ પૂછું છું કે તમે મારા પ્રશ્નોનો અનુક્રમે યોગ્ય ખુલાસો કરો.” તથાગતે કહ્યું કે, “તું બહુ દૂરથી જિજ્ઞાસાવશ આવે છે, તો ખુશીથી પ્રશ્નો કર. હું તેનો યથાયોગ્ય ઉત્તર વાળીશ.” સભિક ગાથાબદ્ધ શૈલીમાં પ્રથમ પ્રશ્ન કર્યો કે ભિક્ષ કોને કહેવાય ? શ્રમણ અને દાન્ત કોને કહેવાય? બુદ્ધે કહ્યું કે જેણે આત્મજય કર્યો હોય, જે કાંક્ષાથી પર હોય અને જેણે નિર્વાણ પ્રાપ્ત કરી પુનર્ભવનો ક્ષય કર્યો હોય તે ભિક્ષુ. જે બધી બાબતોમાં ઉપેક્ષાશીલ રહે, જે પ્રત્યેક ક્ષણે જાગતો રહે ને જે કોઈ પણ જાતની હિંસા કરવાથી મુક્ત રહે, જે નિર્દોષ હોય તે શ્રમણ. જેણે ઇન્દ્રિયોને વશ કરી હોય, જે આ લોક કે પરલોકમાં આસક્ત થયા વિના ભાવનાપૂર્વક કર્તવ્યોનું પાલન કરી સમયનો સદુપયોગ કરતો હોય તે દાત્ત. આ જવાબ સાંભળી સભિક પરિવ્રાજક તથાગતને બહુ અભિનંદન આપી ફરી પ્રશ્નો કર્યા કે હે ભદન્ત ! બ્રાહ્મણ કોને કહેવો ? સ્નાતક કોણ કહેવાય ? અને નાગનો અર્થ શો ? બુદ્ધે કહ્યું કે જે બધાં પાપોને સમજી કરી, નિર્મળ થઈ સમાધિસ્થ થયો હોય અને જે સંસારનું ખરું સ્વરૂપ સમજી સ્થિર મનથી બ્રહ્મચર્યમાં વસેલ હોય તે બ્રાહ્મણ. જે અંદર અને બહારનાં બધાં મળોનું પ્રક્ષાલન કરી દેવ તેમ જ મનુષ્યોએ કલ્પેલી સીમાઓ કે ચોકાઓમાં ફરી નથી બંધાતો તે સ્નાતક. જે દુનિયામાં રહી કોઈ ગુનો કે અપરાધ નથી કરતો, જે બધી જાતનાં બંધનોથી મુક્ત થઈ ક્યાંય પણ લપાતો નથી તે નાગ. ફરી એણે પૂછ્યું કે ભદત્ત ! વેદક કોણ કહેવાય ? અનુવિદિત એટલે શું? અને વીર્યવાનું કેવી રીતે થવાય? આજાનેય ક્યારે કહેવાય? ભદન્ત તથાગતે કહ્યું કે બધા વેદોને જાણી બધી જાતની સુખદુઃખની વેદનાઓથી પર હોય તે વેદક. અંદર અને નામ તેમ જ રૂપના રાગપ્રપંચને નિર્મૂળ કરી જે બંધનમુક્ત થયો હોય તે અનુવિદિત. જે ક્લેશોનું સર્વથા પ્રહાણ કરી તમામ ઇતર પ્રાણીઓની રક્ષા કર્યા વિના ન જપે તે વીર્યવાનું. બધાં બંધનો છેદી પાર ગયો હોય તે આજાનેય. એ જ રીતે ક્ષેત્રજ્ઞ, કુશળ, પંડિત, મુનિ, શ્રોત્રિય, આર્ય, ચરણવાન અને પરિવ્રાજક જેવાં પદોના સભિકે પૂછેલ અર્થ તથાગતે સાર્થક વ્યુત્પત્તિથી કરી બતાવ્યો, એટલે સભિકે સુંદર ગાથાઓથી તથાગતની નીચે પ્રમાણે સ્તુતિ કરી: “હે ભગવન્! જે ૬૩ શ્રમણ દષ્ટિઓ-દર્શનો છે તે બધાંથી તમે પર છો. તમે દુઃખનો અંત કર્યો હોઈ દુઃખાંતક છો. તમે મુનિપદ પામી નિષ્કપ થયા છો. નાગોના નાગ અર્થાત્ હસ્તિરાજ એવા તમ મહાવીરનું સુભાષિત બધા જ દેવઘનવો પ્રશંસે છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ પરિજિકાનું રોમાંચક લગ્ન અને તેના પુત્રનો બુદ્ધ સાથે સંલાપ • ૨૨૭ મેં જે જે શંકાઓ મૂકી તેનો તમે ખુલાસો કર્યો. હે વીર ! તમે જરા પોતાનાં ચરણ પસારો. આ સભિક તે ચરણોમાં પડી તમને વંદે છે.” ત્યાર બાદ તથાગત સભિકને ભિક્ષુક પદથી સંબોધી પ્રવ્રયા આપી પોતાના સંઘમાં લીધો. વાચકોના બોધમાં કાંઈક વૃદ્ધિ થાય અને તેમની રુચિ સવિશેષ પોષાય એ હેતુથી ઉપર આપેલ સારમાં આવેલ કેટલાક મુદ્દા પરત્વે પ્રાસંગિક ચર્ચા કરવી ઉપર્યુક્ત લાગે છે. અલબત્ત, આ ચર્ચા કે તુલના માત્ર સંકેતરૂપ હોઈ યથાસંભવ ટૂંકમાં પતાવાશે. ૧. વિજયરસ : પ્રાણીમાત્રને હારવું નહિ, પણ જીતવું રુચે છે. વિશેષે માનવજાતિનો ઇતિહાસ તો હારજીતના સંગ્રામથી જ લખાય છે. શસ્ત્રવિજય તો જાણીતો છે જ, પણ શાસ્ત્રવિજયની કથાય વર્ષો જૂની છે અને કોઈ પણ ધર્મપરંપરાના ઇતિહાસમાં તે આવે જ છે. વિદ્વાનો અને જ્ઞાનીઓનો પ્રથમ પ્રયત્ન એ રહેતો આવ્યો છે કે પોતાના વિષયના હરીફને કોઈ પણ રીતે જીતે. જેઓ સર્વજ્ઞ કે વીતરાગ તરીકે સંપ્રદાયમાં જાણીતા છે તેમના સાધક અને તપસ્વી શિષ્ય પરિવારમાં એક એવો વર્ગ પણ હંમેશાં રહેતો કે જે અન્ય પરંપરાના વિદ્વાનો સાથે વાદચર્ચામાં ઊતરે, તેમને હરાવે અને પોતાના સંપ્રદાયનો જયધ્વજ સ્થાપે. હજારો વર્ષનું સંસ્કૃત-પ્રાકૃત–પાલિ વાલ્મય વાદચર્ચાનાં કાલ્પનિક અને ઐતિહાસિક વર્ણનોથી ભરેલું છે. અખાડામાં કુસ્તી કરવાના દાવપેચો અને નિયમો હોય છે. જેમ યુદ્ધમાં શસ્ત્ર ચલાવવાના અને તેથી બચવાના દાવપેચો ખેલાય છે, તેમ વાદકથા વિશે પણ છે. એનું એક વિશિષ્ટ શાસ્ત્ર જ રચાયું છે. તેથી કોઈ જ્યારે એક વિષયમાં પારગામી થાય ત્યારે તેની પહેલી નેમ તે વિષયના હરીફને જીતવાની અને પોતાનો સિક્કો જમાવવાની રહે છે. એ જ પરંપરાગત વહેણને વશ થઈ દાક્ષિણાત્ય પંડિત મથુરામાં વિજ્ય માટે આવ્યો છે અને એ જ વલણને વશ થઈ પેલી પઢિાજિકા પણ પ્રથમ તો વાદનું બીડું ઝડપે છે. લોકોને જાતે યુદ્ધ કરવું ન હોય ત્યારે યુદ્ધ જોવાનો રસ પણ અદમ્ય હોય છે. એવું યુદ્ધ જોવા ન મળે તો એની વાત પણ રમ્ય લાગે છે, એ આપણો અનુભવ છે. પંડિત અને પરિવ્રાજિકા વચ્ચે વાદનો અખાડો રચવામાં મથુરાવાસીઓનો રસ કેટલો ઊંડો છે તે તો જાહેર ચર્ચા જોવા ચોમેરથી માનવમેદની ઊભરાય છે અને સાંજ પડે તોય જમાવટ કાયમ રહે છે એટલા ઉપરથી દેખાઈ આવે છે. આવી ઘટના આજે પણ જૂની ઢબના પંડિતોમાં અને નવી ઢબની ડિબેટિંગ ક્લબોમાં બનતી જોવાય છે. તેથી “મહાવસ્તુ”ના પ્રસ્તુત કથાનકમાં જે વાદસભાને લગતું ચિત્ર છે તે વસ્તુસ્થિતિનું નિદર્શક માત્ર છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ • પરિશીલન 1. ૨. સ્ત્રી પણ વાદપટ્ટ: સામાન્ય રીતે એમ જ દેખાય ને મનાય છે કે વિદ્યા પુરુષપ્રધાન હોઈ વાદ કે ચર્ચામાં પુરુષો જ પડે છે, પણ આ ધારણા પૂર્ણ સત્ય નથી. હજારો વર્ષ પહેલાં પણ સ્ત્રીઓ વાદમાં ભાગ લેતી – એની સંખ્યા પુરુષો કરતાં નાની હોય એ વાત જુદી, પણ સ્ત્રીઓ વિદ્યા શીખતી જ નહિ કે પુરુષો સાથે શાસ્ત્રીય વિષયોમાં વાદચર્ચા કરવામાં ભાગ લેતી જ નહિ એ માન્યતા નિરાધાર છે. ઉપનિષદોમાં વાચનવીની વાત જૂની અને જાણીતી છે. તેણે જનકની સભામાં યાજ્ઞવલ્કક્ય જેવા જ્ઞાની સામે માર્મિક અને મૂંઝવી નાખે એવા પ્રશ્નો કરેલા અને યાજ્ઞવલ્કયે એનું મહત્ત્વ પણ આંકેલું. મંડનમિશ્રની પત્ની સરસ્વતીએ શંકરાચાર્ય જેવાને થકવ્યાની દંતકથા પણ છે. દાક્ષિણાત્ય પંડિત સાથે ચર્ચા કરવાનું બીડું ઝડપનાર એક સ્ત્રી છે; એટલું જ નહિ પણ તે સ્ત્રી પરિવ્રાજિકા છે એમ કહેવામાં આવ્યું છે. પરિવ્રાજક વર્ગ બુદ્ધ - મહાવીર પહેલાંથી આ દેશમાં ચાલ્યો આવે છે. એની પરસ્પર વિરુદ્ધ એવી ઘણી શાખાઓ અસ્તિત્વ ધરાવતી. પરિવ્રાજક વર્ગમાં પુરુષોની પેઠે સ્ત્રીઓનું પણ સ્થાન હતું. મથુરામાં પસ્વિારિકાઓના અનેક મઠોનો ઉલ્લેખ છે. તે ઉપરથી પ્રાચીન ઇતિહાસની એ વાતને ટેકો મળે છે કે ઉત્તર ભારતમાં ભિક્ષુની પેઠે ભિક્ષણીઓનો પણ મોટો વર્ગ હતો, અને તે અનેક પંથોમાં વહેંચાયેલો હતો. વધારે સંભવ એવો છે કે એ પરિવ્રાજિકાઓ વૈદિકેતર પરંપરામાંની હોય. ૩.પ્રથમ મુલાકાતે પરસ્પર આકર્ષણ: વાદી પંડિત ગયો તો કુતૂહલવશ કે વાદનું બીડું ઝડપનાર એક નારી છે, તો તે કેવી હશે? પણ બંને મળ્યાં અને એકબીજાના આકર્ષણથી ઝડપાઈ ગયાં. હવે રસ્તો કેમ કાઢવો એ મૂંઝવણનો ઉકેલ પણ બંનેએ મળી શોધી કાઢ્યો. અલબત્ત, એ ઉકેલમાં પુરુષ પંડિતની ચાતુરી મુખ્ય દેખાય છે, પણ પેલી પરિવ્રાજિકા એની યુક્તિ-ચાતુરીને વશ થઈ એ પણ તેનું પ્રબળ આકર્ષણ સૂચવે છે. બંને જણ પોતાની મંત્રણાને ગુપ્ત રાખે છે એ તત્કાલીન સામાજિક સ્થિતિનું સૂચન છે. ૪. નગરનારીઓની ફરિયાદ એ તો હંમેશનો અનુભવ છે કે જ્યારે પુરુષો સાંજે પણ વખતસર ઘેર પાછા ન ફરે ત્યારે સ્ત્રીઓ અકળાય છે અને એ એમની રોજિંદી ફરિયાદ રહે છે કે આટલું મોડું કેમ કરો છો ? એ જ સાર્વજનિક અનુભવ કથાના લેખકે મથુરાવાસી નારીઓને મોઢેથી રજૂ કર્યો છે. મોડું થવાનું કારણ પુરુષોએ આપ્યું ત્યારે સ્ત્રીઓ નાખુશ થવાને બદલે એમ જાણીને રાજી થઈ કે અમારી જ એક બહેન પુરુષોનો ગર્વ ગાળી રહી છે. પુરુષોના મોડા આવવાથી થતા માનસિક દુઃખમાં સ્ત્રીઓને મોટું આશ્વાસન એ મળ્યું કે અમે નહિ તો અમારી એક બહેન પુરુષના ગર્વને ગાળશે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે સ્ત્રીઓ પોતપોતાના પતિના અને તે દ્વારા પુરુષવર્ગના Page #238 -------------------------------------------------------------------------- ________________ પઢિાજિકાનું રોમાંચક લગ્ન અને તેના પુત્રનો બુદ્ધ સાથે સંલાપ • ૨૨૯ ઉત્કર્ષથી રાજી થાય છે. પોતાની જાતને પાછળ રાખીને પણ પતિદેવને આગળ કરવામાં કે તેમને વિજયી જોવામાં ઊંડું સુખ અનુભવે છે. તેમ છતાં અહીં ઊલટું દેખાય છે. મથુરાનો આખો નારીવર્ગ પોતાનામાંની એક એવી સ્ત્રીને વિજયની દિશામાં જતી જોઈ અને પુરુષ પંડિતને પરાજયની દિશામાં જતો જોઈ કેટલી રાજી થાય છે! બધી જ સ્ત્રીઓ એકસ્વરથી કહી દે છે અને નિરાંત અનુભવે છે કે એક થાય જો પુરુષ હારે તો ! વ્યક્તિગત રીતે પુરુષનો જય વાંછતી નારી સામુદાયિક રીતે પુરુષવર્ગનો પરાજય કેમ ઈચ્છતી હશે, એ એક માનસશાસ્ત્રીય કોયડો તો ખરો જ. એમ લાગે છે કે પ્રત્યેક વ્યક્તિમાં સજાતીય અને વિજાતીય એવા બે ચિત્તપ્રવાહો વહ્યા કરે છે. જ્યારે વ્યક્તિગત આકાંક્ષાતૃપ્તિનો પ્રશ્ન હોય ત્યારે સામાન્ય રીતે સ્ત્રીનું વિજાતીય ચિત્ત પ્રધાન બની પુરુષના પરાક્રમને ઝંખે છે અને તેને વશ રહેવામાં આંતરિક કતાર્થતા અનુભવે છે; પણ જ્યારે સામુદાયિક આકાંક્ષાતૃપ્તિની ક્ષણ આવે છે ત્યારે તેનું સજાતીય ચિત્ત ગતિશીલ થાય છે અને તેને પોતાના સજાતીય વર્ગના ઉત્કર્ષ માટે ઝંખતી કરે છે. વ્યક્તિગત રીતે ઊંડે ઊંડે મનમાં પુરુષનો ઉત્કર્ષ ઝંખતી નારી પણ સામુદાયિક રીતે નારીવર્ગના ઉત્કર્ષને પક્ષે જ હાથ ઊંચો કરે છે. એમ પણ હોય છે કે વ્યક્તિગત રીતે પુરુષનો પરાભવ કરવા અસમર્થ એવી નારીના ચિત્તમાં કોઈ એવી ગ્રંથિ બંધાતી હોય કે પુરુષને ક્યારે પરાભૂત કરું. આવી તક જો કોઈ સ્ત્રી ગમે ત્યાં ઝડપતી હોય તો એની એ માનસગ્રંથિ તેમાં સૂર પુરાવે. કદાચ તેથી જ આખો નારીવર્ગ એ પરિવ્રાજિકાના વિજયની આશાથી નાચી ઊઠ્યો હોય. ૫ પરિવ્રાજિકાનું સગભાં થવું ને દેશાન્તરમાં ચાલી નીકળવું કથામાં આપણે જોયું કે વાદપટુ પાબ્રિાજિકા છેક બાલ્યવયથી જ ઘરવંચિત થઈ હતી અને પરિવ્રાજિકાઓના મઠમાં ઊછરી, ત્યાં જ દીક્ષિત થઈ હતી. આટલી શાસ્ત્રપટુ અને રાતદિવસ શાસ્ત્રપારાયણમાં રત તેમ જ ધર્મક્રિયામાં ભાગ લેનાર એક ત્યાગી સ્ત્રી અજાણ્યા પુરુષના અણધાર્યા મિલનમાત્રથી શાસધર્મ-કર્મ બધું છોડી પુરુષ પ્રત્યે ક્ષણમાત્રમાં કેમ આકર્ષાઈ ? કેમ એને છળકપટનો આશ્રય લેવો પડ્યો અને ગર્ભ ધારણ કર્યા પછી પરિચિત વતન છોડી એને દેશાન્તરમાં ગુપ્તપણે કેમ ચાલ્યા જવું પડ્યું? આ પ્રશ્નો કાંઈ કાલ્પનિક નથી. પ્રાચીન અને મધ્યયુગની પેઠે એવી ઘટનાઓ આજે પણ જ્યાં ત્યાં જુદા જુદા આકારમાં બની રહી છે. તેથી સામાજિક સ્વાચ્ય અને નિર્દભ ધર્મના પક્ષપાતીઓએ વિચારવું ઘટે કે આવી ઘટનાઓનું મૂળ શું છે અને તે કેમ બનતી અટકે? સ્પષ્ટ છે કે ગૃહસ્થાશ્રમના રાજમાર્ગનું ઉલ્લંઘન કરી અકાળે અને વણસમજે સંન્યાસ લેવામાં જ આવી ઘટનાઓનાં મૂળ છે. બીજી વાત એ છે કે જાણે-અજાણે એક વાર ત્યાગી બનેલ સ્ત્રી કે પુરુષ ફરી જો પ્રામાણિકપણે ભોગમાર્ગે વળે તો સમાજ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૦ • પરિશીલન એના પ્રત્યે સૂગ સેવે છે. એવાં પ્રથમ ત્યાગી અને પછી ભોગી પાત્રોને તિરસ્કાર વિના જીવવાનું મુશ્કેલ બને છે અને એવી વ્યક્તિઓ ખંતીલી કે શ્રમપ્રિય હોય તોય તેઓને નિર્વાહનું સાધન મેળવવું અતિ વસમું થઈ પડે છે. એને લીધે એવી વ્યક્તિઓને કયાંય પણ અજાણ્યા પ્રદેશમાં જવું ને ભટકવું પડે છે. આ સ્થિતિ કોઈ પણ સભ્ય સમાજ માટે ઈષ્ટ નથી. ઈચ્છાથી અને સમજણપૂર્વક જે થાય તેમાં જ સમાજનું શ્રેય છે. બળાત્કાર કે લાચારીમાં સ્વીકારાયેલો ધર્મ એ માત્ર પોકળ છે અને પોકળોને ઢાંકવાના પ્રયત્નોમાંથી પરિણામ પણ ભીરુતા, નિંદા જેવા અનિષ્ટ દોષોની પુષ્ટિમાં જ આવે છે. તેથી આ બાબત તત્કાળ સુધારણા માગે છે એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય. ૬. સભિકની પ્રશપદ્ધતિ: આપણે ઉપર જોયું કે સભિક તથાગત બુદ્ધને જે પ્રશ્નો કરે છે તે મૂળે ત્યાગમાર્ગ સાથે સંબંધ ધરાવે છે. અહીં બે બાબતો વિચારવા જેવી છે. એક તો આવા પ્રશ્નો કેમ ઉદ્દભવે છે તે અને બીજી આવી પ્રશ્નપરંપરાનો ઇતિહાસ શો છે તે. ત્યાગ એ આંતરિક વસ્તુ છે, પણ એની આસપાસ જ્યારે ક્રિયાકાંડનું જાળું અને વેશ તથા ચિતોનું પોપડું બંધાય છે ત્યારે ત્યાગ વિનાના એ જાળા અને પોપડામાં પ્રજા સંડોવાય છે. એમાંથી જ્યારે કોઈ વિવેકી અંદરનું ખરું તત્ત્વ તારવી તેને પચાવી લે છે ત્યારે તે એવા પ્રશ્નોનો ખુલાસો ખરા અર્થમાં કરે છે. તેમાંથી આંતરત્યાગી અને બહારના ખોખાનું અંતર લોકો સ્પષ્ટ સમજવા માંડે છે ત્યાં તો અંધશ્રદ્ધા અને અવિવેકી વળી પાછાં લોકોને જૂની ઘરેડમાં ખેંચે છે. આ રીતે વિવેક અને અવિવેકનું દેવાસુરી દ્વન્દ્ર ચાલ્યા કરે છે. સભિક બ્રાહ્મણ, શ્રવણ, મુનિ, શ્રોત્રિય જેવા અનેક પ્રતિષ્ઠિત શબ્દોનો અર્થ પૂછે છે ને બુદ્ધ તાત્વિક રીતે ખુલાસો કરે છે. આવી પ્રશ્નોત્તરૌલી કાંઈ નવી નથી; તે બહુ જ પુરાણી અને દરેક પંથના ખાસ સાહિત્યમાં મળે છે. મહાભારતનાં વન, ઉદ્યોગ, અનુશાસન, શાંતિ આદિ પર્વોમાં આના બહોળા નમૂનાઓ છે. ગીતામાં સ્થિતપ્રજ્ઞને લગતા પ્રશ્નો એ પણ આ જ શૈલીનો નમૂનો છે. ઉત્તરાધ્યયન નામક જૈન આગમમાં એવા પ્રશ્નોની હારમાળા છે અને ધર્મોપદ આદિબૌદ્ધ ગ્રંથોમાં ઠેર ઠેર એવા પ્રશ્નો વીખરાયેલા છે. તે બધા રોચક હોવા ઉપરાંત શબ્દોના સ્થળ અને તાત્ત્વિક અર્થનું અત્તર તારવવામાં બહુ પ્રકાશ ફેંકે છે. ૭. ૬૩ દૃષ્ટિઓ: પ્રસ્તુત સારમાં ૬૩ શ્રમણ દૃષ્ટિઓનો નિર્દેશ છે, અને બુદ્ધને તેથી પર કહી ખવવામાં આવ્યા છે. તો પ્રશ્ન એ છે કે એ ૬૩ દૃષ્ટિઓ કઈ અને બુદ્ધ શ્રમણ છતાં એ બધાથી પર કેમ મનાયા? આ ૬૩ દૃષ્ટિઓ દીઘનિકાય નામના બૌદ્ધ પિટકના પ્રથમ બહાકાલસૂત્રમાં ખરી રીતે આપણે જેને લોકભાષામાં ભ્રમજાળ કહીએ છીએ તેમાં) ગણાવેલી છે. દષ્ટિ એટલે માન્યતા અથવા એક પ્રકારની પકડ. જ્યારે માણસ આવી એક પકડમાં ફસાય ત્યારે તે બીજી પકડનો વિરોધ કરે છે ને Page #240 -------------------------------------------------------------------------- ________________ પઢિાજિકાનું રોમાંચક લગ્ન અને તેના પુત્રનો બુદ્ધ સાથે સંલાપ • ૨૩૧ અંદૃરોઅંદર બધી દષ્ટિઓ આખડે છે. બ્રહ્મ કે સત્ય તત્ત્વની શોધમાં સાંપડેલી દષ્ટિઓ એ તત્ત્વનો માર્ગ બનવાને બદલે એક એક જાળ અર્થાતુ ભ્રમજાળ બની જાય છે ને માણસો તેમાં જ ગૂંચવાયા કે મૂંઝાયા કરે છે. બુદ્ધે જ સર્વપ્રથમ એમ કહ્યું કે કોઈ પણ દૃષ્ટિને પકડી ન બેસવું. નદીકિનારે પહોંચ્યા પછી માણસ જેમ કિનારે લઈ જનાર નાવડાને વળગી નથી રહેતો તેમ અમુક હદ સુધી વિચાર કે આચારમાં આગળ વધારનાર દૃષ્ટિને પણ, વિશેષ સત્વગામી બનવા, છોડવી જ જોઈએ. આવા મહાન ક્રાન્તદર્શનને લીધે જ બુદ્ધ દૃષ્ટિઓથી પરરૂપે સ્તવાયા છે. - નચિકેતા. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૯. દંપતીજીવનના દસ્તાવેજી પત્રો શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક કેવળ ગુજરાતના જ સેવક નથી, પણ તેઓ વિશિષ્ટ રાષ્ટ્રીય સેવકોમાંના એક અસાધારણ છે. તેમણે પોતાની આત્મકથા લખવા માંડી છે. તેનો બીજો ભાગ પણ પ્રસિદ્ધ થઈ ગયો છે. જેણે જેણે એ ભાગો વાંચ્યા હશે તે બધા આગળના ભાગોની અતિ ઉત્કંઠાપૂર્વક રાહ જોઈ રહ્યા હશે એમ લાગે છે. ગૃહમાધુરી”માં એ બંને ભાગો વિશે લખવું પ્રસ્તુત નથી, અને અત્યારે હું એટલો સ્વસ્થ પણ નથી. પરંતુ બીજા ભાગમાં શ્રી ઈન્દુભાઈના દંપતીજીવન ઉપર પ્રકાશ નાખતો જે ભાગ આવે છે તે વિશે “ગૃહમાધુરી”નાં વાચક-વાચિકાઓ સમક્ષ કાંઈક લખવાનું મન થઈ આવે છે. એમ તો શ્રી. ઈન્દુભાઈએ પોતે જ પોતાના લગ્નજીવન વિશેની, ઘણાને માટે અજ્ઞાત એવી, સમસ્યા ઉપર “લગ્નજીવનની વેદના' એ મથાળા નીચે આÁ - કરુણ વાણીમાં પોતાનું નિખાલસ હૃદય ઠાલવ્યું છે, જે એમની સચ્ચાઈનો અમર દસ્તાવેજ બની રહે છે. તેથી એ વિશે અત્રે મારે કશું વિશેષ કહેવું નથી. કહેવું હોય તો તે એટલું જ કે વાંચી અને સમજી શકે એવા બધા જ ગુજરાતી ભાષા જાણારાઓ તે વાંચે વિચારે. મુખ્યત્વે અત્રે જે કહેવું છે તે તો એમનાં સદ્ગત પત્ની બહેન કુમુદના એ જ ભાગમાં પ્રસિદ્ધ થયેલા બે પત્રો વિશે. આ બે પત્રો દંપતીજીવનની આર્યનારીના હૃદયમાં કેવી પ્રતિષ્ઠા છે એના અમર દસ્તાવેજો છે. કુમુદના સુકમાર હૃદયમાંથી નીતરતી પ્રતિનિષ્ઠા એમાં વ્યક્ત થાય છે. એક ઋષિકલ્પ કવિએ ઉચ્ચાર્યું છે કે – ૩ નર્યનાર્યસંત. તે કુમુદના જીવનમાં તંતોતંત દેખાય છે. ઋષિના વક્તવ્યનો ભાવ એ છે કે આર્યત્વ એ ગુણસિદ્ધ છે, નહિ કે જન્મસિદ્ધ; અને તેનું વ્યવહારમાં અનુભવી શકાય એવું એકમાત્ર સ્વરૂપ એ છે કે આર્ય કે આયની સંગતિ કદી જરાજીર્ણ થતી નથી – સદા એકસરખી જીવંત રહે છે. કુમુદના બંને પત્રો પૈકી એકેએક વાક્ય એના આર્ય નારીત્વનો પુરાવો છે. આવી સહજ યોગ્યતા ધરાવનાર કુમુદ ઈન્દુભાઈ જેવા સહૃદય સેવાભાવી પુરુષ દ્વારા કેમ ઉપેક્ષા પામી હશે એ પ્રશ્ન વાચકને મૂંઝવે છે ખરો. એનો ઉત્તર શકુન્તલાના આખ્યાનમાંથી નથી મળતો ? શકુન્તલાને દુર્વાસાનો શાપ હતો, તે કારણે દુષ્યન્ત તેને વિસરી ગયો એમ કાલિદાસ કહે છે. અહીં કુમુદને એવો કોઈ શાપ સ્પર્યો નથી. તો Page #242 -------------------------------------------------------------------------- ________________ દંપતીજીવનના દસ્તાવેજી પત્રો - ૨૩૩ પછી અંતર શું અકારણ જ ઊભું થયું ? ના, કાર્ય વિના કારણ કેમ થાય ? શ્રી ઇન્દુભાઈ પોતે જ એકરાર કરે છે કે તેમને નવા જમાનાની ચબરાક નારીના સ્વપ્ને કામણ કર્યું હતું. આવા કોઈ ભાવે જ તેમના સહૃદ હૃદયને અય બનાવ્યું, પણ પેલી કુમુદ તો આવા જીવલેણ સંકટ વખતે પણ સ્નિગ્ધ, સુહૃદ અને સદય રહી. એણે પોતાના બંને પત્રોમાં જે ઉદાત્ત અને ઉદાર વૃત્તિ રજૂ કરી છે તેમાં મને પોતાને તો સીતા અને દ્રૌપદીનાં હૃદયનું અજબ મિશ્રણ લાગે છે. તે ઇન્દુભાઈને વીનવે છે, પગે પડે છે, પણ વળી સ્વમાનથી પ્રેરાઈ ઉચ્ચ ભાવનાવશ કોઈ સ્થૂળ દયાની માગણી નથી કરતી. જ્યારે તે લખે છે -- ‘તમારી રૂઢિ પ્રમાણે પરણેલી પત્ની તમારી જ છે. કોઈ કાળે, જીવ જતાં, આત્મા ઊડી જતાં બીજાની થવાની નથી જ. ભલે તમે ના ચાહો, ભલે તમે અમારા સ્નેહને તિરસ્કારો, પણ અમારો ધર્મ છે કે તમને ચાહવું. અને તે ખાલી નહિ, આત્માના તાર સંધાય તેવી જ રીતે.’ પહેલો પત્ર) સંસારના જીવનમાં મેંય બ્રહ્મના ભણકાર સૂણવા પ્રયત્ન કર્યો છે, મારુંયે જ્યાની યોગ-સાધનામાં જીવન જાય. નિર્દય બની હૃદયને કચરું છું. હૃદયમાં ભીનાશ, કોમળતા પ્રભુએ કાં પ્રેરી હશે ? અસ્થિમય એને ન બનાવ્યું ?” (બીજો પત્ર) - ત્યારે તેનું માનસ કેવા ઉચ્ચ આદર્શમાં વિચરતું હશે અને ઇન્દુભાઈને ઝંખતું હશે એની કલ્પના જ કરવી રહે છે. શરૂઆતમાં કુમુદ શું ભણી હશે, કેવું ભણી હશે, કેવી તૈયારી હશે, વગેરે વિશે મારા જેવો કશું નથી જાણતો, પણ એના બે પત્રો એટલું તો કહી જાય છે કે તેનામાં જેમ સૌકુમાર્ય અને આર્યનારીત્વ અલૌકિક હતું તેમ એનામાં સમજણ, વિવેક, સેવાની ભાવના અને પુરુષાર્થ પણ અદ્ભુત હતાં. જો એ માત્ર સીતા હોત તો મૌનપૂર્વક પૃથ્વીમાં વિલય પામત, પણ એનામાં દ્રૌપદીનું ખમીર પણ હતું. તેથી જ તેણે ખાનદાન કુટુંબના સ્ત્રીસહજ લજ્જાશીલ હૃદયની મર્યાદાઓનું અતિક્રમણ કરી કઠોર પ્રતીત થયેલા પતિને ઉદ્દેશી ક્યારેક વિશ્વની રાજસભામાં સંભળાય એવાં પ્રેમાળ છતાં માર્મિક વેણો દ્રૌપદીની પેઠે ઉચ્ચાર્યાં છે. ખરી રીતે કુમુદના એ આર્ય-ઉદ્ગારો જ્યારે મોડે મોડે પણ શ્રી ઇન્દુભાઈને સંભળાયા ત્યારે તેમનું સંવેદનશીલ હૃદય હચમચી ઊઠ્યું અને એ હૃદય કઠોર મટી કોમળ બન્યું. કોમળતાના એ જ વહેણે તેમની પાસે લગ્નજીવનની વેદના'નું આત્મલક્ષી પ્રકરણ લખાવ્યું. રામે સીતા માટે વલોપાત કર્યો હતો એ તો આપણે પરોક્ષ રીતે વાલ્મીકિની વાણીમાં સાંભળીએ છીએ, ત્યારે ઇન્દુલાલ યાજ્ઞિકનો આ વિલાપ આપણા માટે પ્રત્યક્ષ છે; પણ આ આખી કરુણ ઘટનામાં મને જે એક સળંગસૂત્ર સત્ય દેખાય છે તે છે કુમુદની વિવેકી આર્યભાવના. ભલે એ એ જ ભાવનામાં મૂરઝાઈ અને સુકાઈ ગઈ, પણ તે એક સ્મરણીય આદર્શ મૂકતી ગઈ. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ • પરિશીલન પણ પુરુષ પક્ષે શું ? આવો એક પ્રશ્ન આ જમાનામાં થાય. શું અદ્યાપિ એવો કોઈ પુરુષ છે, જે પત્નીઘેલો નહિ, પણ પત્ની પ્રત્યે વફાદાર હોય, આર્ય હોય અને પત્ની તરફની સમગ્ર ભાવે ઉપેક્ષા છતાં તે એના પ્રત્યે માત્ર દાંપત્યભાવનાથી એકનિષ્ઠ રહ્યો હોય ? આનું ઉદાહરણ બહુરૂપ જગતમાં દુર્લભ નથી, પણ એનો યથાર્થ પુરાવો શોધવાનું કામ સહેલું પણ નથી. કહેવાય છે કે પુરુષ પત્ની પ્રત્યે વફાદાર હોય તો છેવટે એના વિયોગમાં રામની પેઠે બીજું લગ્ન ન કરતાં ઝૂરે, પણ એ પોતાની સહચરીનો કુમુદની પેઠે સોંપણની ભાષામાં અજપાજાપ તો ન જ કરે. - ગૃહમાધુરી, માર્ચ, ૧૯૫૬ Forrivate- & Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ૩૦. યાયાવર શ્રીરંગના ગયા અંકમાં “આપણાં યાયાવર પંખીઓ' એ નામે શ્રી માધવસિંહ સોલંકીનો અતિસુંદર અને મહત્ત્વપૂર્ણ લેખ છપાયેલો છે. એમાં “Migrant Birds માટે વ્યાયાવર' શબ્દ યોજાયેલો છે. એ લેખ સાંભળતાં મને યાયાવર પદ એ અર્થ માટે બહુ ઉપર્યુક્ત લાગ્યું અને મિત્રો સાથે ચર્ચા થતાં ઉચિત લાગ્યું કે એ પદ વિશે અત્રે કાંઈક લખવું. સંસ્કૃતમાં વ્યા' ધાતુ છે, એનો અર્થ જવું–ગતિ કરવી થાય છે. ગુજરાતી કે હિંદી જા' એ આ વા' ધાતુ પરથી આવેલો છે. જા જા કરે છે એમ આપણે બોલીએ છીએ ત્યારે એવો ભાવ સૂચવીએ છીએ કે તે વ્યક્તિ વારંવાર અથવા બહુ જ ચાલ્યા કરે છે, જેમ ગુજરાતીમાં “જા જા' વપરાય છે તેમ જ સંસ્કૃતમાં વ્યાયાતિ' એવું રૂપ વપરાય છે. એ જ સંસ્કૃત રૂપ ઉપરથી સ્વભાવના અર્થમાં “વર પ્રત્યય લાગતાં યાયાવર' શબ્દ બનેલો છે. એટલે એનો સીધો અર્થ એ થાય કે અનેક વાર કે બહુ વાર જનાર યા જવા-આવવાના સ્વભાવવાળો. આ તો શબ્દના મૂળ ધાતુ અને રૂપ વિશે સંકેતથયો. ભારતીય વાડ્મયમાં યાયાવર પદ વિશિષ્ટ અર્થમાં વપરાયેલું છે. એ અર્થમાં એનો વ્યુત્પત્તિસિદ્ધ અર્થ તો આવે જ છે, ઉપરાંત પરંપરાગત રૂઢ અર્થ પણ રહેલો છે. વ્યાયાવર એ કહેવાતા, જેઓ કોઈ એક સ્થાને બંધાઈ ન રહેતાં પરિવ્રાજકની પેઠે ચાલ્યા કરતા અને જેમ પરિવ્રાજક કોઈ સ્થાનમાં ન બંધાતાં ભ્રમણ કરે તેમ યાયાવરો પણ અલિપ્તભાવે વિચર્યા કરતા. મહાભારતમાં એવા યાયાવર ગણોનો નિર્દેશ છે. તે સૂચવે છે કે યાયાવર' એ કોઈ એકાદ રડીખડી વ્યક્તિ ન હતી, પણ યાયાવરના ગણો યા સંઘો પણ હતા. વળી મહાભારતમાં જ રત્કારુ નામના ઋષિને યાયાવરોમાં શ્રેષ્ઠ કહ્યા છે. આથી સ્પષ્ટ છે કે જેમ બૌદ્ધીમાં ભિક્ષુસંઘ, જૈનોમાં મુનિસંઘ તેમ આ દેશમાં તાપસસંઘ – તપસ્વીસંઘ અને યાયાવરસંઘ પણ હતું. પરંતુ યાયાવર કહેવાતો ઋષિ માત્ર ભ્રમણને કારણે જ એ નામથી ન ઓળખાતો, સાથે સાથે એનામાં વિશિષ્ટ ગુણોની અપેક્ષા પણ રહેતી. એ અપેક્ષા એટલે એનું અપરિગ્રહી જીવન. . Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ • પરિશીલન - શ્રીભાગવતમાં શાલીન, યાયાવર, શીલ અને ઉંછન એવી ચાર બ્રાહ્મણની વૃત્તિઓ યા આજીવિકાઓનો નિર્દેશ છે. યાયાવર એ એક જાતની આજીવિકા છે. એનો અર્થ ભાગવતવૃત્તિકાર શ્રીધરે દર્શાવ્યો છે – અને તે યોગ્ય જ છે કે – એ પ્રમાણે હંમેશાં અનાજની ભિક્ષા માંગવી તે યાયાવરવૃત્તિ. જે વિપ્રવ્યક્તિ પોતાની પાસે કશો સંગ્રહ ન રાખતાં જરૂરિયાત પ્રમાણે હંમેશાં અનાજની ભિક્ષા માંગી લે તે તેની યાયાવરવૃત્તિ કહેવાય. મૂળમાં આવી વૃત્તિ પાછળ ઉચ્ચ આશયવાળા અપરિગ્રહનો ભાવ જ રહેલો છે. આવી વૃત્તિ ધારણ કરનાર હોય તે યાયાવર કહેવાય. આ રીતે આ દેશમાં અપરિગ્રહ ઉપર જીવન ધારણ કરતા અનેક સંતો-મુનિઓમાં યાયાવર એ એક પ્રકારનો વર્ગ હતો. આજે ભલે તદ્દન અલ્પ પ્રમાણમાં, તોપણ તેવા વર્ગની સાવ ખોટ નથી.) યાયાવર શબ્દ પાણિનિ જેવા વૈયાકરણોએ સિદ્ધ કર્યો છે. મહાભારત, રામાયણ, મૃતિ અને ભાગવત આદિમાં એ વપરાયેલો મળે છે. આવા ભાવપૂર્ણ વ્યાયાવર' શબ્દને અંગ્રેજી શબ્દ માઇગ્રેટરી બર્ડને માટે યોજી એના યોજકે બહુ કૌશલ દર્શાવ્યું છે, એમ મને લાગે છે. જો યાયાવર એ ભ્રમણશીલ અને અપરિગ્રહવૃત્તિ ધારણ કરનાર એવો કોઈ વર્ગ હતો તો યુરોપના અને ઉત્તર એશિયાના દૂરદૂરના પ્રદેશોમાંથી હજારો માઈલની અલિપ્ત યાત્રા કરી ગુજરાતમાં અને આ દેશમાં આવનાર પક્ષીઓ માટે એ શબ્દ વપરાય ત્યારે કહેવું જોઈએ કે એણે પોતાનો મૂળ ભાવ સાચવી રાખ્યો છે. પ્રકૃતિરસિક ભાઈશ્રી હરિનારાયણ આચાર્યે કદાચ સર્વપ્રથમ યાયાવર શબ્દ પક્ષીઓ માટે – માઇગ્રેટરી બસ માટે વાપર્યો છે, તે તેમનું બ્રાહ્મણસુલભ ચિંતન સૂચવે છે. - શ્રીરંગ, એપ્રિલ, ૧૯૫૬ Page #246 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ દર્શન અને ચિંતન' ભા-૧-રમાં સમાજ અને ધર્મ, જૈનધર્મ અને દર્શન, પરિશીલન, દાર્શનિક ચિંતન, અર્થ નામના વિભાગોમાં પ્રકાશિત થયેલ તમામ લેખો છ ભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત ૧૩ લેખો જે દર્શન અને ચિંતનમાં છપાયા નથી તેવા લેખોનો પણ અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. “દર્શન અને ચિંતન ભાગ-રમાં અંતે પ્રવાસકથા અને આત્મનિવેદન વિભાગમાં છપાયેલ લેખો અનુભવકથા સ્વરૂપ હોવાથી અને મારું જીવનવૃત્ત' નામનું તેમનું આત્મકથાનું પુસ્તક અલગ પ્રગટ થઈ રહ્યું હોવાથી અહીં તેનો સમાવેશ કર્યો નથી. -- સમાજ, ધર્મ અને સંસ્કૃતિ દર્શન અને ચિંતન' ભાગ-૧માં સમાજ અને ધર્મ વિભાગમાં છપાયેલ લેખો) ૧. મંગળ પ્રવચન [ પ્રબુદ્ધ જૈન : ૮ – ૧૯૪૫] . ૨. મંગળ પ્રવચન [[ બુદ્ધિપ્રકાશ' : નવેમ્બર, ૧૯૫૨ ] ૩. જીવનશિલ્પનું મુખ્ય સાધન [ ‘જીવનશિલા : ૮, ૧૯૫૩] ૪. જીવનપથ [અપ્રકાશિત ] ૫. ધર્મ ક્યાં છે ? ( શ્રી મુંબઈ અને માંગરોળ જૈન સભા, સુવર્ણ – મહોત્સવ અંક] ૬. ધર્મ પ્રવાહો અને આનુષગિક સમસ્યાઓ [ ધર્મોનું મિલનની પ્રસ્તાવના ] ૭. ધર્મ અને પંથ [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૨૧-૮-૧૯૩૦] ૮. નીતિ, ધર્મ અને સમાજ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૨] ૯. ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૭]. ૧૦. ધાર્મિક શિક્ષણ [‘અખંડ આનંદ' : ૧૯૫૧] ૧૧. ધર્મદષ્ટિનું ઊર્ધીકરણ [ પ્રબુદ્ધ જીવન”: ઓક્ટોબર, ૧૯૫૫] . ૧૨: પ્રવૃત્તિલક્ષી કલ્યાણમાર્ગ [પ્રબુદ્ધ જીવન’: સપ્ટેમ્બર, ૧૯૫૪] ૧૩. યુવકોને [ જૈન યુવક સંમેલન, અમદાવાદ, સ્વાગત પ્રમુખ તરીકેના ભાષણમાંથી : ૧૯૩૫] ૧૪. પાંચ પ્રશ્નો [ ગૃહમાધુરી' : ૧૨, – ૧૯૫૪ ] ૧૫. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ [ “પ્રબુદ્ધ જીવન’ : ૧૯-૯-૧૯૫૨] ૧૬. જૈન સમાજ: હિંદુ સમાજ [પંડિત શ્રી મહેન્દ્રકુમારજી ન્યાયાચાર્ય ઉપર લખેલ પત્ર : ૧૮-૯-૧૯૪૯] Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ • પરિશીલન ૧૭. જૈન ધર્મ - જૈન સમાજ : હિંદુ ધર્મ - હિંદુ સમાજ [ પ્રબુદ્ધ જૈન' : ૧૫-૧-૧૯૪૯] ૧૮. પુણ્ય અને પાપ : એક સમીક્ષા [ પ્રબુદ્ધ જૈન' : ૧૫-૩-૧૯૪૫]. ૧૯. શાસ્ત્રમર્યાદા [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦] ૨૦. શાસ્ત્ર અને શસ્ત્ર વચ્ચે શો ફેર ? પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૨] ૨૧. સંપ્રદાયો અને રાષ્ટ્રીય મહાસભા [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૮ ] ૨૨. સ્વતંત્રતાનો અર્થ [ પ્રબુદ્ધ જૈન' : ૧-૯૪૭] ૨૩. લોકતંત્રનો મુખ્ય પાયો [ “સંસ્કૃતિ’: જાન્યુઆરી, ૧૯૫૪] ૨૪. સત્તાબળ અને સત્યબળ [ પ્રસ્થાન' : ઓગસ્ટ, ૧૯૫૫] ૨૫. સ્વરાજ્યને છઠું વર્ષે [ પ્રસ્થાન' : ઓગસ્ટ, ૧૯૫ર ] ૨૬. સ્વરાજ્ય અને સુરાજ્ય [ પ્રસ્થાન' : ઑગસ્ટ, ૧૯૫૩] ૨૭. હરિજનો અને જેનો [ “પ્રસ્થાન' : જેઠ, ૨૦૦૬ ] ૨૮. રાષ્ટ્રીય સદાચાર અને નવનિર્માણ [ જનકલ્યાણ સદાચાર અંક : ૧૯૫૩ ] ૨૯. મોન્ટીસોરી પદ્ધતિ વિશે કેટલાક વાંધા અને તે સંબંધી મારા વિચારો [શ્રી દક્ષિણામૂર્તિ': મે, ૧૯૨૫ ] ૩૦. વિચારકણિકા [ શ્રી. કિ ઘ. મ.ના “સંસાર અને ધર્મની ભૂમિકા ] ૩૧. યુગ સમાનતાનો છે [‘ગૃહમાધુરી' : મે, ૧૯૫૬ ] જૈન ધર્મ અને દર્શન (દર્શન અને ચિંતન' ભાગ-૧માં જૈન ધર્મ અને દર્શન વિભાગમાં છપાયેલા લેખો) ૧. ઇતિહાસની અગત્યતા [ જૈન : શ્રાવણ, ૨૦૦૯ ]. ૨. ભગવાન ઋષભદેવ અને તેમનો પરિવાર [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૪૨ ] ૩. ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ [ જેન પ્રકાશ' : ચૈત્ર, ૧૯૯૦) ૪. ભગવાન મહાવીર : એમના જીવનને સ્પર્શતી વિવિધ ભૂમિકાઓ [ “અખંડ આનંદ : જૂન, ૧૯૪૮] ૫. ભગવાન મહાવીરનો મંગળ વારસો [ “અખંડ આનંદ' : નવેમ્બર, ૧૯૪૯ ] ૬. ભગવાન મહાવીર અને જમાલિના મતભેદનું રહસ્ય [ જેનયુગ' : ચૈત્ર, ૧૯૮૨ ] ૭. ભગવાન મહાવીરનો ત્રિવિધ સંદેશ : અહિંસા, અપરિગ્રહ અને અનેકાન્ત [ પ્રબુદ્ધ જૈન : ૧૫-૧૦-૧૯૪૫] • Page #248 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૨૩૯ ૮. મહાવીરનો સંદેશ [ પ્રબુદ્ધ જૈન' : ૧૫-૧૦-૧૯૫૦] ૯. વીરપરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ [શ્રી આત્મારામજી જન્મશતાબ્દી ગ્રંથ : ૧૯૩૬ ] ૧૦. ભગવાન નેમિનાથ અને કૃષ્ણ [પ્રબુદ્ધ જૈન” : ૧૫-૧૧-૧૯૪૧ ] ૧૧. આત્મદષ્ટિનું આન્તરનિરીક્ષણ [ પ્રબુદ્ધ જૈન’ ૧૫-૧૧-૧૯૪૭] ૧૨. પર્યુષણ પર્વ અને તેનો ઉપયોગ [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦] ૧૩. ધર્મપર્વ કે જ્ઞાનપર્વ [ “સુઘોષા' : અશ્વિન, ૧૯૮૪] ૧૪. વહેમમુક્તિ [ જેનપર્યુષણાંક : શ્રાવણ, ૨૦૦૨ ] ૧૫. આપણે ક્યાં છીએ ? [ જેન' : પર્યુષણાંક : શ્રાવણ, ૨૦૦૩] ૧૬. મહત્પર્વ | જૈન પર્યુષણાંક : શ્રાવણ, ૨૦૧૨ ] ૧૭. વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેનો ઉપયોગ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦] ૧૮. જ્ઞાનસંસ્થા અને સંઘ સંસ્થા તથા તેનો ઉપયોગ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦] ૧૯. આજના સાધુઓ નવીન માનસને દોરી શકે ? [પર્યુષણ પર્વનાં. વ્યાખ્યાનો : ૧૯૩૭] ૨૦. શિષ્યચોરીની મીમાંસા [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, વર્ષ બીજુ] ૨૧. સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેનો ઉપયોગ [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦] ૨૨. તીર્થોની પ્રતિષ્ઠા કેમ સચવાય ? [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, વર્ષ બીજું ૨૩. ત્રણે જૈન ફિરકાઓના પરસ્પર સંબંધ અને મેળનો વિચાર [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, વર્ષ બીજું] ૨૪. ધાર્મિક શિક્ષણ [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, વર્ષ બીજું] ૨૫. તપ અને પરિષહ [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦] ૨૬. અહિંસા અને અમારિ [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦] ૨૭. અસ્પૃશ્યો અને જૈન સંસ્કૃતિ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૨] ૨૮. અસ્પૃશ્યતા અને હારજીત [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૨ ] ૨૯. જીવનશુદ્ધિ અને ભગવાન મહાવીર [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦] ૩૦. ગૃહસ્થધર્મીને નિર્વાણ સંભવી શકે ખરું ? [ પ્રબુદ્ધ જીવન' : ૧-૨-૧૯૫૪ ] ૩૧. સાચો જૈન [ “જૈનયુગ' : ભાદ્ર-આશ્વિન, ૧૯૮૩] ૩૨. શુદ્ધિપર્વ [ પ્રબુદ્ધ જૈન' : ૧-૯-૧૯૪૫] ૩૩. આપણી શ્રુત પ્રત્યેની જવાબદારી [ જૈન પર્યુષણાંક : શ્રાવણ, ૨૦૦૮ ] Page #249 -------------------------------------------------------------------------- ________________ ૪૦ • પરિશીલન ૩૪. કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ [ જૈન' : ૧૩-૯-૧૯૩૬ ] ૩૫. જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્ય વિચાર [સ્વતંત્ર પુસ્તિકા] ૩૬. પુનઃ પંચાવન વર્ષે | શ્રી રતિલાલ દીપચંદ દેસાઈના વાર્તાસંગ્રહ અભિષેકની પ્રસ્તાવના ] ૩૭. ગાંધીજી અને જૈનત્વ [ પ્રસ્થાન' : ગાંધીમણિમહોત્સવાંક : ૧૯૮૫) ૩૮. જૈન જન [પ્રબુદ્ધ જીવન' : ૧-૧૧-૧૯૫૪] ૩૯. કલિકાલસર્વજ્ઞને અંજલિ [ જેન' : ૨૮-૧૧-૧૯૪૮] ૪૦. વિજયધર્મસૂરિ અને શિક્ષણસંસ્થાઓ [ ‘સમયધર્મ ઃ વર્ષ ૧૬, અંક ૨૦] પરિશીલન (દર્શન અને ચિંતનના ભાગ-૧ તથા રમાં છપાયેલ લેખો) ૧. વિદ્યાની ચાર ભૂમિકાઓ [ બુદ્ધિપ્રકાશ': જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૪૭] ૨. નચિકેતા અને નવો અવતાર [“નચિકેતા' : મે, ૧૯૫૩] ૩. હિન્દી સંસ્કૃતિ અને અહિંસા [શ્રી. ધમનન્દ કોસમ્મીજીના પુસ્તકની પ્રસ્તાવના ] ૪. “ગીતાધર્મનું પરિશીલન [ “સંસ્કૃતિ' : એપ્રિલ, ૧૯૫૬] ૫. તથાગતની વિશિષ્ટતાનો મર્મ [“અખંડ આનંદ : મે. ૧૯૫૬ ] ૬. બુદ્ધ અને ગોપા [“અખંડ આનંદ : જુલાઈ, ૧૯૫૪] ૭. સુગતનો મધ્યમમાર્ગ : શ્રદ્ધા ને મેધાનો સમન્વય [ “જન્મભૂમિ : ૨૪ મે, ૧૯૫૬ ]. ૮. સિદ્ધાર્થપત્નીનો પુણ્યપ્રકોપ [‘ગૃહમાધુરી' : જુલાઈ, ૧૯૫૪] ૯. હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા [પ્રબુદ્ધ જીવન’ : ૧૫ જૂન, ૧૯૪૯] ૧૦. આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૨]. ૧૧. વારસાનું વિતરણ ૧૨. ચેતન-ગ્રંથો ૧૩. વિકાસનું મુખ્ય સાધન ૧૪. સમુલ્લાસ [શ્રી. મનુભાઈ પંચોળી – “દર્શકના પુસ્તક આપણો વારસો અને વૈભવની પ્રસ્તાવના ] [ પ્રબુદ્ધ જીવન’: ૧ નવેમ્બર, ૧૯૪૭] [બુદ્ધિપ્રકાશ' : નવેમ્બર-ડિસેમ્બર, ૧૯૪૯] [ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાના પુસ્તક “સત્યં શિવ સુન્દરનું પુરોવચન ] [શ્રી. નાનાભાઈ ભટ્ટની આત્મકથા “ઘડતર અને ચણતરનું પુરોવચન] ૧૫. ખરો કેળવણીકાર Page #250 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૨૪૧ [ શ્રી જ્યભિખ્ખુની નવલકથા ‘મત્સ્યગલાગલ’ની પ્રસ્તાવના ] [ શ્રી ‘દર્શક’ના પુસ્તક “ત્રિવેણીતીર્થ’ની પ્રસ્તાવના ] [ શ્રી. મોહનલાલ મહેતા ‘સોપાન'ના પુસ્તક ‘દીપમંગલ’ની પ્રસ્તાવના ] [ ‘સ્કૃતિ’ : ઑગસ્ટ, ૧૯૫૨ ] [ ડૉ. ધીરુભાઈ ઠાકરના પુસ્તક મણિલાલ નભુભાઈ : સાહિત્યસાધના'નો પ્રવેશક ] ૨૧. જીવતો અનેકાન્ત [શ્રી મહાવીર જૈન વિદ્યાલય, રજત મહોત્સવ ગ્રંથમાંથી ] ૨૨. “વટીજનો વિસ્તાર [ ‘ગુજરાતનાં શૈક્ષણિક પ્રગતિ તથા વિકાસ : અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના પ્રયત્ન' (૧૯૫૧)ની પ્રસ્તાવના ] ૨૩. ઉચ્ચ શિક્ષણની બોધભાષાનો પ્રશ્ન [ ‘બુદ્ધિપ્રકાશ' : જાન્યુઆરી, ૧૯૪૯ ] ૨૪. ઉચ્ચ શિક્ષણની બોધભાષા [‘બુદ્ધપ્રકાશ’ ઑગસ્ટ, ૧૯૪૭] ૨૫. ઉચ્ચ શિક્ષણની બોધભાષા : એક પ્રશ્નોત્તરી[ ‘સંસ્કૃતિ’ : એપ્રિલ, ૧૯૫૪ ] ૨૬. સંસ્મરણો’ની આલોચના [ શ્રી. ગ. વા. માવળંકરની આત્મકથાની સમાલોચના ] [ ‘જૈનયુગ' : જ્યેષ્ઠ, ૧૯૮૫ ] ૧૬. અધિકાર ચેષ્ટ ૧૭. ત્રિવેણીસ્નાન ૧૮. સ્મૃતિશેષ ૧૯. બિંદુમાં સિંધુ ૨૦. સર્વાંગીણ સંશોધન અને સમાલોચના ૨૭. સ્ત્રી-પુરુષની બળાબળની મીમાંસા ૨૮. પરિવ્રાજિકાનું રોમાંચક લગ્ન અને તેના પુત્રનો બુદ્ધ સાથે સંલાપ ૨૯. દંપતીજીવનનાં દસ્તાવેજી ચિત્રો ૩૦. યાયાવર : દાર્શનિક ચિંતન ૧. ભારતીય દર્શનોમાં આધ્યાત્મિક વિકાસક્રમ [ પુરાતત્ત્વ’, પુસ્તક ૧માંથી ઉદ્યુત ] ૨. ગુજરાતી ભાષામાં દાર્શનિક તત્ત્વજ્ઞાન [ ‘નવમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં આવેલો નિબંધ ] ૩. સંસાર અને ધર્મનું અનુશીલન [ ‘નચિકેતા’ : સપ્ટેમ્બર, ૧૯૫૪ ] [ ‘ગૃહમાધુરી’ : માર્ચ, ૧૯૫૬ ] [ 'શ્રીરંગ' : એપ્રિલ, ૧૯૫૬ ] [ શ્રી કિશોરલાલ મશરૂવાળા કૃત ‘સંસાર અને ધર્મ' ગ્રંથ - ૮ પંડિતજીએ કરેલ અનુશીલન ] . [ જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૩, અંક - ૩] ૪. સ્ત્રીજાતિને દૃષ્ટિવાદ અંગ ભણવાના નિષેધ ૫૨ એક વિચાર - Page #251 -------------------------------------------------------------------------- ________________ ર૪ર • પરિશીલન ૫ બહ્મ અને સમ [ગુજરાત સાહિત્ય પરિષદના તત્ત્વજ્ઞાનના પ્રમુખપદે આવેલ પ્રવચન ] ૬. ભારતીય તત્ત્વજ્ઞાનની રૂપરેખા (અમદાવાદમાં મળેલ ભારતીય તત્ત્વજ્ઞાન પરિષદના ૩૩મા અધિવેશનના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે આવેલ ભાષણ - ૧૯૫૮] ૭. સ્વસ્થ અને ઉત્ક્રાન્ત જીવનની કળા ૮. તત્ત્વજ્ઞાન અને ધર્મની પરસ્પર અસર અખંડ આનંદ – ફેબ્રુઆરી - ૧૯૫૯] ૯. દાર્શનિક ક્ષેત્રમાં સંશોધન [જીવન માધુરી નવેમ્બર - ૧૯૬૦] ૧૦. સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન (૧) [પુરાતત્ત્વ' : પુસ્તક =૫] ૧૧. સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન (૨) ૧૨. સાંપ્રદાયકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન (૩) ૧૩. ચાર્વાક દર્શન [અંખડ આનંદ મે, ૧૯૫૭] ૧૪. અંતઃ સમૃદ્ધિનું મૂલ્ય ૧૫ માનવતાના પાયા, એનું મૂલ્યાંકન અને પ્રસ્થાન • ૧૯૫૯ જીવનમાં એનો વિનીયોગ ૧૬. મંગળ આશા [પ્રસ્થાન - ૧૯૬૩] ૧૭. આદિ મંગળ [[ બુદ્ધિપ્રકાશ ] ૧૮. જીવનદષ્ટિમાં મૌલિક પરિવર્તન જીવનમાધુરી – નવે. • ૧૯૫૭) ૧૯. દાર્શનિક વિવરણ (૧૯૫૭માં સ્નેહ સંમેલનમાં આપેલ પ્રવચનમાંથી) ૨૦. માનવ મનની ભીતરમાં ઓલ ઇન્ડિયા રેડિયો, અમદ્યવાદ ઉપરથી ૧૯૬૦માં વાર્તાલાપ માટે તૈયાર કરેલ લખાણ ] અર્થ (દર્શન અને ચિંતનના બીજા ભાગમાં છપાયેલ લેખો) ૧. કરુણા અને પ્રણામૂર્તિનું મહાપ્રસ્થાન સંસ્કૃતિ : માર્ચ, ૧૯૪૮]. ૨. અંતે આશ્વાસન કોનાથી મળે છે ? “સંસ્કૃતિ' : માર્ચ, ૧૯૪૮ ] ૩. ગાંધીજીનો જીવનધર્મ જન્મભૂમિ' વિશેષાંક) ૪. બંને કલ્યાણકારી : જીવન અને મૃત્યુ | પ્રબુદ્ધ જૈન’ : ૧ માર્ચ, ૧૯૪૮] ૫. વિભૂતિ વિનોબા [ ભૂમિપુત્ર' : ૧૫ સપ્ટેમ્બર, ૧૯૫૪] ૬. આજનો યથાર્થ માર્ગ : ભૂદાન [પ્રસ્થાન' : કારતક, ૨૦૧૩] Page #252 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૨૪૩ ૭. કાન્તપ્રજ્ઞ શ્રી કિશોરલાલભાઈ [“બુદ્ધિપ્રકાશ' : જાન્યુઆરી, ૧૯૫૦]. ૮. સર્વમિત્ર ગૃહસ્થ–સંત [‘બુદ્ધિપ્રકાશ': સપ્ટેમ્બર, ૧૯૫ર ] ૯. બ્રાહ્મણ-શ્રમણ ધ્રુવ [‘આચાર્ય ધ્રુવ સ્મારક ગ્રંથમાંથી ] ૧૦. સ્વ. કોસાંબીજીનાં પ્રેરણાદાયી સ્મરણો [ પ્રબુદ્ધ જેન’ : ૧૫ જુલાઈ, ૧૯૪૭] ૧૧. શાંતિદેવાચાર્ય અને અધ્યાપક કોસાંબીજી [ “બોધિર્યાવતાર'નું પુરોવચન ] ૧૨. આચાર્ય શ્રી આત્મારામજી [સં. ૧૯૮૫માં શ્રી. મહાવીર જૈન વિદ્યાલયમાં આત્મારામજીની જયંતી પ્રસંગે આપેલ વ્યાખ્યાન ]. ૧૩. આચાર્ય જિનવિજયજી [ પ્રસ્થાન' : યેષ્ઠ, ૧૯૮૪] ૧૪. સ્મૃતિશેષ દાદા [ “બુદ્ધિપ્રકાશ' : માર્ચ, ૧૯૫૬ ] ૧૫. પરિચય થોડો પણ છાપ ઘણી ઊંડી [શ્રી. ઝવેરચંદ મેઘાણી સ્મૃતિગ્રંથ “સૌનો લાડકવાયોમાંથી ] ૧૬. આવો ને આટલો આઘાત કેમ ? પ્રબુદ્ધ જૈન : ૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૭] ૧૭. સ્મૃતિપટ [ “શ્રી જૈન ધર્મ પ્રકાશ' : વૈશાખ, ૨૦૦૭] ૧૮. સૌમાં વૃદ્ધ પણ સૌથી જુવાન [ પ્રબુદ્ધ જૈન : ૧ ઑગસ્ટ, ૧૯૫ર ]. ૧૯. ત્રણ સ્મરણો [ પ્રસ્થાન' : યેષ્ઠ, ૧૯૮૩] ૨૦. કેટલાંક સંસ્મરણો [ પ્રબુદ્ધ જૈન : ૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૬ ] ૨૧. અંજલિ [ “જૈન”: ૨૧ જુલાઈ, ૧૯૫૬ ] ૨૨. એક બીજા મિસ્ત્રી [ પ્રસ્થાન' : ફાગણ, ૧૯૯૨ ] ૨૩. સ્વ. લાડુબહેનની જીવનરેખા [‘પાલણપુર પત્રિકા' : ૧૯૨૬ ] ૨૪. તેજોમૂર્તિ ભગિની [‘અપંગની પ્રતિભામાં બે શબ્દ] ૨૫. બાબુ દયાલચંદજીનાં કેટલાંક સંસ્મરણો [ જૈન’ : તા. ૧૧-૨-૧૯૫૬ ] ૨૬. તેજસ્વી તારક આચાર્ય શ્રી નરેન્દ્રદેવજી [ જૈન' : તા. ૨૫-૨-૧૯૫૬ ] ૨૭. શાસ્ત્રોદ્ધારક સ્વ. મુનિશ્રી ચતુરવિજયજી [ પ્રબુદ્ધ જૈન’ : તા. ૩૧-૧૨-૧૯૩૯] અનેકાન્ત ચિંતન ૧. જૈન તત્ત્વજ્ઞાન [પ્રબુદ્ધ જૈન' : ૧૫-૬-૪૬ ] ૨. જૈન ન્યાયનો ક્રમિક વિકાસ. [સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદ, ભાવનગરમાં વંચાયેલ અને જેન સાહિત્ય સંબંધી લેખોનો સંગ્રહ જે. ધ. પ્ર. સ. ભાવનગર)માં પ્રકાશિત ] Page #253 -------------------------------------------------------------------------- ________________ રજ • પરિશીલન ૩. સપ્તભંગી [એક વિદ્યાર્થીને પત્ર ] ૪. પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ ? [‘કાન્તમાલા' : ૧૯૨૪] ૫. ભારતીય દર્શનોની કાળતત્ત્વ સંબંધી માન્યતા [ પુરાતત્ત્વ': પુસ્તક ૧] ૬. કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ પુરાતત્ત્વ : પુસ્તક ૩] ૭. નિગોદ જાતિના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તરો [ જૈન સાહિત્ય સંશોધક ખંડ ૩, અંક ૨ ] ૮. આવશયકસૂત્રના કર્તા કોણ ? જૈન સાહિત્ય સંશોધક, ખંડ-૩, અંક-૨) ૯. સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ [ “જૈન” પૌપ્ય મહોત્સવ અંક] ૧૦. હેતુબિન્દુનો પરિચય ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝમાં પ્રકાશિત હતુબિન્દુ-ટિકાની પ્રસ્તાવના ] ૧૧. સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યર્ધશતકા આનંદશંકર ધ્રુવ સ્મારક ગ્રંથ ] ૧૨. હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન [“સંસ્કૃતિ : ફેબ્રુઆરી, ૧૯૫૪]. ૧૩. શ્રીમદ્ રાજચંદ્રની આત્મોપનિષદ : [શ્રી. રાજચંદ્રના “આત્મ સિદ્ધિશાસ્ત્રનું પુરોવચન ] ૧૪. શ્રીમદ્ રાજચંદ્ર – એક સમાલોચના | શ્રી. રાજચંદ્રનાં વિચારરત્નોમાંથી 3 Page #254 -------------------------------------------------------------------------- ________________ સૂચિ અગ્નિવેસ્સન – પ૩, ૫૪ અગ્નિ – ૯, ૨૨ અજ – ૬૦ અજાતશત્રુ – ૭૨ અનાત્મવાદી – ૭૩ અપત્રપા – ૩૬ અપૂર્વરંગ - ૧૧૩ અપૈથુન – ૩૬ અપૌરુષેય – ૧૮ અમદાવાદ – ૬, ૭૯ અમરકોશ – ૩૬ અમિતગતિ – ૨૦. અરવિંદ – ૨૯, ૩૦, ૭૭, ૭૮, ૮૨ અરિષ્ટ – ૫૭ અર્જુન – ૨૭, ૯૬ અવેસ્તા – ૪૨ અવ્યાકૃત – ૫૬ અશ – ૪૨ અશોક – ૧૬, ૯૬, ૯૭ અશ્વઘોષ – ૫૦, ૬૦ અંગીરસ – ૨૦ અંગુત્તરનિકાય – ૪૮ આકિંચન્યાયતન - ૫૩ આખ્યાન – ૮ આગમ – ૨૭. આચારાંગ – ૩૬ આત્મૌપમ્ય - ૫૧, ૮૧ આધ્યાત્મિક – ૭ આત્યંતર – ૨૧ - આરણ્યક – ૧૯ આર્ય-અખંગિક – ૨૩ આર્યઅણંગિકમાર્ગ – ૫૧ આળવાર, નાવનાર – ૨૯ આળાર કાલામ – પ૩ આસ્તિક – ૮૫ આસવ – ૫૧ ઇન્દ્ર – ૨૦ ઇંદુમતી અજ – ૬૦ ઈશાવાસ્ય – ૭ ઈશોપનિષદ – ૩૦ ઉચ્છેદવાદ - ૭૧ ઉત્સર્ગ - ૪૩ ઉદ્દક રામપુત્ર – ૫૪ ઉપનિષદ – ૭, ૧૯, ૪૨, ૯૭ ઉપાખ્યાન – ૮ ઉરુવેલા – ૫૪ ઊહાપોહ - ૩૬, ૧૦૩ ઋગ્વદ – ૧૧, ૪૧, ૯૫ ત - ૪૧ એબિસીનિયા – ૧૦૭ એશિયા – ૪૬, ૯૮ ઐતરેય – ૯૬ ઓતપ – ૩૬ ઔત્પત્તિકી – ૪૫ Page #255 -------------------------------------------------------------------------- ________________ ર૪૬ ૦ પરિશીલન ઔપનિષદ – ૪૫ કઠોપનિષદ – ૧૩ કપિલ – ૫૧ કપિલવસ્તુ – ૬૧, ૬૩, ૭૫ કર્મ – ૯ કર્મ અને કર્મયોગ – ૭૯, ૮૨ કર્મતત્ત્વ – ૨૧ કલકત્તા – ૫, ૧૦૨ કલ્પના-સામર્થ્ય – ૧૭ કલ્પસૂત્ર – ૯૦ કાકા – ૯૪ કાકા કાલેલકર - ૨૭ કાઠક – ૮ કાઠક ઉપનિષદ - ૭ કાર્લ માકર્સ – ૧૭ કાલામસુત્ત – ૫૮ કાલિદાસ – ૩૭, ૫૦, ૬૦ કાશી -- ૧૪, ૮૯, ૯૦ કિશોરલાલભાઈ - ૫૭ કુમાર – ૧૧૧ કુમારસંભવ – ૫૦ કૂટસ્થ – ૪૦ ફૂટસ્થનિત્ય – ૭૩ ફૂટસ્થનિત્યવાદ – ૭૧ કૃપાચાર્ય – ૯૬ કૃષ્ણ – ૪૮, ૫૦, ૬૦, ૬૧, ૯૬ કૃષ્ણ રુકિમણી – ૬૦ કૃષ્ણવર્ણ પુત્ર - ૯૫ કોપિક – ૭૨ કોસાંબીજી – ૧૪, ૧૭ ક્રાઇસ્ટ – ૩૯, ૪૮ ખાંડવ - ૨૨ ગયા – ૮૯ ગાંધારી – ૨૨ ગાંધીજી – ૧૬, ૧૭, ૩૦, ૪૧,૪૭, ૫૧, ૭૮, ૭૯, ૯૦, ૯૩, ૯૪, ૧૧૦ ગીતા – ૨૩. ગીતાધર્મ – ૩૦, ૪૫ ગીતારહસ્ય – ૩૦ ગૂજરાત વિદ્યાપીઠ – ૧૪ ગોદાન - ૯ ગોપનાથ - ૧૧૩ ગોપા – ૬૦, ૬૪, ૭૫ જ્ઞાતપુત્ર મહાવીર – ૧૬ જ્ઞાની સોક્રેટિસ – ૪૮ જ્ઞાનેશ્વર – ૨૯ ગ્રીક – ૬૯ ગ્રીસ – ૬૯ ચતુર્યામો – ૨૦ ચયન – ૯ ચંદ્રગુપ્ત – ૯૭ ચાણકય – ૯૭ ચાતુર્યામ – ૨૧ ચીન - ૪૭ જગુદગુરુ શંકરાચાર્ય – ૧૦૨ જનમેજય - ૧૫ જહુનું – ૩૪ જાજલિ – ૯૬ જાપાન – ૪૭ જિસસ ક્રાઈસ્ટ – ૧૧૦ જીવણલાલ – ૨૬, ૧૪ જીવનશોધન – ૫૭ જૈન - ૮૬ જૈનાભાસ – ૮૮ જોડના – ૯૪ તિલક – ૨૯, ૩૦ તૈત્તિરીય ઉપનિષદ – ૩૫, ૬૮ તૈત્તિરીય બ્રાહ્મણ – ૧૩ Page #256 -------------------------------------------------------------------------- ________________ સૂચિ - ૨૪૭ દક્ષિણામૂર્તિ – ૯૪ નિવૃત્તિ – ૨૮ દમયંતી નળ – ૬૦ નિલવ - ૮૮ દયાનંદ – ૮૯ નીડરપણું – ૧૭. દયારામ – ૨૯ નેપાળ – ૬૧, ૭૫ દર્શક – ૯૪ નેમિનાથ – ૨૦. દલપાણિ – ૬૩, ૬૪ નેવસંજ્ઞાનાસંજ્ઞાયતન – ૫૪ દાર્શનિક – ૮ નૈમિષારણ્ય – ૨૮ દિકપાળ – ૧૧ નૈપંજરા – ૫૦ દિગંબર – ૮૮. નંદીસૂત્ર – ૪૫ દીઘનિકાય – ૭૩ પધાનસુત્ત – ૫૦ દીર્ઘતપસ્વી મહાવીર – ૪૮ પરમાણુ-પંજ – ૨૩ દુધાળ – ૯ પરમાધામી – ૧૧ દુર્વાસા – ૯૬ પરમાનંદભાઈ – ૧૧૨ દેહાપત્ય – ૩૬ પરશુરામ - ૩૩ દ્રોણ – ૯૬ પરાવલંબન - ૧૬ દ્રૌપદી – ૬૦, ૯૬ પરાશર ઋષિ – ૯૫ ધમ્મપદ – ૯૬ પરિગ્રહ - ૧૬ ધમ્મપદ અને ઉત્તરાધ્યયન – ૨૪ પરિવ્રાજક – ૪૭ ધર્મશૂળ – ૯ પરીક્ષિત - ૧૫ ધર્માનંદ કોસાંબી – ૧૪, ૫૬ પરીક્ષિત અને જનમેજય - ૧૬ ધૃતરાષ્ટ્ર - ૨૭. પર્યાય – ૩૨ ધ્રુવ – ૨૫ પંચયામ – ૨૧ નચિકેતા – ૭, ૮, ૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, પારદર્શી વિચારક – ૯૪ પારિણામિકી – ૪૫ નરહરિભાઈ – ૯૪ પાર્શ્વ - ૨૧ નળ – ૬૦ પાર્શ્વનાથ – ૧૬ નાગસેન – ૨૩ પાલિપિટક – પ૩, ૫૯ નાનાભાઈ ભટ્ટ – ૯૪, ૧૦૨ પિટક - ૨૨, ૨૭ નારદવાણી - ૮ પીપળ – ૫૦ નાસિકવાળા - ૧૧૩ પુરાણ – ૨૨ નાસ્તિક – ૮૫ : પુરાણી – ૭૭ નિગ્રંથ – પ૩ પૂર્વરંગ - ૯૪, ૯૮ નિવણ – ૫૧ પૃથ્વીરાજ - ૬૦ નિર્વીર્ય – ૧૬ પ્રજ્ઞા – ૭૧ Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮૦ પરિશીલન પ્રતિક્રમણ - ૨૧ મણિલાલ નભુભાઈ – ૨૯ પ્રતિવાદ્ય – ૧૫ મત્સર – ૧૦૫ પ્રતીત્યસમુત્પાદ – ૫૧ મથુરા-વૃંદાવન – ૮૯ પ્રબુદ્ધ જન – ૧૧૧ મદનમોહન માલવીય – ૨૫ પ્રવ્રજિત – ૪૯ મનુ - ૮૬, ૯૧ પ્રસ્થાન – ૭૮, ૧૧૧ મનુભાઈ – ૯૪, ૯૯ પ્રેમાનંદ – ૮ મનુભાઈ પંચોળી – ૯૪ પ્રેય – ૧૧ મશરૂવાળા – ૧૧૩ ફલાનાસક્તિ – ૪૩ મહાત્માજી – ૨૪ ફાહિયાન – ૯૮ મહાદેવ – ૨૦, ૬૦ 'બપ્પા – ૮૭ મહાદેવ પાર્વતી – ૬૦ બહુશ્રુત – ૯૪ મહાભારત – ૧૩, ૨૨, ૪૧, ૪૨, ૯૫, બંધ - ૫૧ બાબિલોનિયન સાહિત્ય – ૧૮ મહાયાન – ૩૦ બાબિલોનિયન સંસ્કૃતિ – ૧૮ મહાવસ્તુ – ૬૦ બુદ્ધ – ૭, ૧૬, ૨૦, ૩૦, ૪૧, ૪૩, ૫૭, મહાવીર – ૨૧, ૩૯, ૪૧,૪૩, ૫૦, ૮૭, ૬૦, ૭૦, ૯૮, ૧૦૯ ૧૦૯ બુદ્ધ અને મહાવીર – ૯૭ મહાસચ્ચક – ૪૮ બોધિસત્ત્વ – ૫૪, ૬૨ મહિલા સમાજ – ૧૧૧ બૌદ્ધ – ૮૬ મંગલ – ૬ બૌદ્ધ પિટકો, પાલિ વાડુમય - ૧૭ મંત્ર – ૧૯ બ્રહ્મવિહાર – ૭૩ મંદોદરી વિભીષણ – ૯૫ બ્રહ્મા – ૨૦ માતાજી – ૭૮ બ્રાહ્મણ – ૧૯ માલ્ય પુત્ર – ૫૬ ભગવતી - ૨૧ મિથ્યાષ્ટિ – ૮૭. ભગવગીતા – ૨૩ મિલિન્દ – ૨૩ ભગવાન પાર્શ્વનાથ – ૨૦ મીમાંસક – ૮૬ ભદંત -૨૩ મુંજ – ૨૪ ભવભૂતિ – ૬૦ મૂળદુખક્તબ્ધ – ૪૮ ભારત - ૭, ૪૬. મેક્સમૂલર – ૫૭ ભાવનગર - ૧૦૦ મોક્ષ – ૫૧ ભાષાસમિતિ – ૯૨ યજન - ૯ " મગ . ૧૯ યશોધરા – ૬૦ મઝિમનિકાયના અરિયપરિયેસન - ૪૮ યાજ્ઞવલ્કયસંવાદ – ૭ Page #258 -------------------------------------------------------------------------- ________________ યુધિષ્ઠિર ૯૬ યુરોપ – ૧૦૭ યોગશાસ્ત્ર -- ૧૦૪ રજોગુણ ૧૦૪ રવીન્દ્રનાથ ઠાકુર – ૩૩ રાજસ તથા તામસ ૨૨, ૧૦૫ રામ ~ ૪૮, ૬૦, ૬૧, ૯૫, ૯૬ રામચંદ્ર ૩૩ રામાનંદ ૨૨ રામાયણ ૨૨, ૯૫ રાવણ - ૯૫ લજ્જુ - ૩૬ લલિતવિસ્તર – ૫૦, ૫૯ લાંઘણ – ૯ - - લિંગપૂજા - ૨૦ લુંચક ૮૭ લોકમાન્ય તિલક – ૧૮ વચનગુપ્તિ - ૯૨ વ∞ ૧૯ વપ્તા ૮૭. વા ૮૭ વરદાતા યમ ८ વલ્લી – ૧૧ વસિષ્ઠ ૩૩, ૯૬ વંગ ૧૯ - - = - - વાજશ્રવસ્ ૮, ૯ વાકરીપંથ – ૨૨ વાલી – ૯૫ વાલ્મીકિ – ૯૫ વાસુદેવ વિચા૨પત્ય ૨૦ ૩૬ - વિપર્યાસ – ૮૧ વિભીષણ – ૯૫ વિશ્વસંવાદ – ૭૮ - વિશ્વામિત્ર વિષ્ણુ – ૪૧, ૫૩ વિષ્ણુદેવ ૧૩ વેદ -૪૨ વૈદિક ૧૮ વૈયિકી ૪૫ વૈશંપાયન ८ વ્યાકૃત ૫૭ બાસ - ૯૫ શમ-દમ ૩૩ શંકરાચાર્ય ૨૯ શાંતિનિકેતન ૫ શિવ - ૪૧ શિવાજી - ૩૩ શુષ્કવાદ શૈલી શ્રદ્ધા - ૯ શ્રમણો શ્રીકૃષ્ણ શીલ – ૭૧ શુદ્ધોદન – ૬૧, ૬૩, ૬૪, ૭૫ - શુદ્ધોદનપુત્ર બુદ્ધ - ૮૦ - - - - ૨૧ ૧૧ ૧૬ - શ્રુત શ્રેય સંજ્ય સંવર સચ્ચક ૧૦૫ સત્ત્વગુણ સત્યં શિવં સુંદરમ્ – ૧૧૧ સપ્તસિન્ધુ – ૧૫ સમાધિ ૭૧ સમાવર્તન ૨૮ ૫૧ -p ૨૭ ૩૩, ૬૪, ૯૬ ૫૩ - ૩૫ - સમિતિ-સત્યવૃત્તિ - ૨૦ સમ્યગ્દષ્ટિ સૂચિ - ૨૪૯ ૧૬ 62 Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ • પરિશીલન સરયૂ - ૧૪ સાતવળેકરજી – ૧૩ સાધનો – ૭ સામwફલસુત્ત – ૭૩ સાયણ – ૧૯ સાયણભાષ્ય – ૧૩ સાંખ્ય – ૮૬ સાંખ્યયોગ – ૮ સિદ્ધાર્થ – ૬૦, ૬૧, ૬૪, ૭૫ સિદ્ધાર્થ ગૌતમ – ૪૭ સિંધુસંસ્કૃતિ – ૯૫ સી. વી. વૈદ્ય – ૨૪ સીતા – ૬૦, ૯૬ સીહનાદ – ૪૮ સુગ્રીવ – ૯૫ સુત્તનિપાત – ૪૮, ૫૦ સુન્દરમ – ૭૮ સેમેટિક – ૬૯ સૌરાષ્ટ્ર – ૯૪ સૉક્રેટિસ – ૧૧૦ સ્માર્ત - ૪૨ મૃતિગ્રંથો – ૬૦ હરિભદ્ર – ૨૦ . હર્ષવર્ધન – ૯૪ હિન્દી સંસ્કૃતિ અને અહિંસા – ૧૪ હિન્દુ યુનિવર્સિટી – ૧૪ હિન્દુસ્તાન - ૯૮ હિમાલય - ૩૪ હિમાલયનો પ્રવાસ – ૩૪ હિરી - ૩૬ હેમચંદ્ર – ૩૭ હ્યુએનસંગ ૯૮ લ્હી – ૩૬ Page #260 -------------------------------------------------------------------------- ________________ પંડિત સુખલાલજીનો જન્મ 8 ડિસેમ્બર ૧૮૮૮માં સુરેન્દ્રનગર પાસે આવેલ લીમડી નામના નાનકડા ગામડામાં થયો હતો. 16 વર્ષની ઉંમરે તેમણે શીતળામાં આંખો ગુમાવી ત્યારથી, તેમના જ જણાવ્યા મુજબ, તેમનો બીજો જન્મ શરૂ થયો. આ પછીનું તેમનું જીવન અકથ્ય પુરુષાર્થ જેવું હતું. સને ૧૯૦૪થી 1921 સુધી કાશી અને મિથિલામાં પ્રથમ સંસ્કૃત ભાષા અને પછી ભારતીય દર્શનનો અભ્યાસ કર્યો અને અધ્યાપનકાર્ય કર્યું. ૧૯૨૧થી 1930 સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં રહીને સન્મતિતર્કના પાંચ ભાગોનું સંપાદનકાર્ય કર્યું. તે સમગ્ર ભારતીય દર્શનના ઇતિહાસમાં અનન્ય ઘટના હતી. ૧૯૩૩થી 1944 સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અધ્યયન અને અધ્યાપનકાર્ય કર્યું. આ દરમ્યાન તર્કભાષા, પ્રમાણમીમાંસા અને જ્ઞાનબિંદુ જેવા ગ્રંથોનું સંપાદનકાર્ય કર્યું. 1944 બાદ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થઈ સતત વિદ્યાપ્રવૃત્તિ કરતાં કરતાં 97 વર્ષની ઉંમરે બીજી માર્ચ ૧૯૭૮માં અવસાન પામ્યા. પંડિત સુખલાલજી વીસમી સદીના એક મૌલિક ફિલસૂફ હતા. એમણે જીવનમાં વિદ્વત્તા, સાદાઈ અને મનુષ્ય-પ્રેમનો સંગમ સાધ્યો હતો. ભારતના વિધવિધ ધર્મોમાં રહેલું સમન્વયબીજ એમણે શોધ્યું અને ધર્મને ક્રિયાકાંડથી મુક્ત કર્યો. જે ધર્મ સમાજ માટે ઉપયોગી ન હોય એ ધર્મ અપ્રસ્તુત છે એ વાત તેમણે અનેક ગ્રંથોમાં સમજાવી છે. એક પ્રજ્ઞાચક્ષુ અસહાય યુવાન ભારતીય દર્શનનો વિશ્વવિખ્યાત વિદ્વાન કેવી રીતે બન્યો તેની ગાથા માનવજાત માટે સાચવી રાખવા જેવો વારસો છે. તેમણે અધ્યાત્મવિચારણા, ભારતીય તત્ત્વવિદ્યા, સમદર્શી આચાર્ય હરિભદ્રસૂરિ જેવા ગ્રંથો તથા ‘મારું જીવનવૃત્ત’ નામની આત્મકથા લખી. આ ઉપરાંત અનેક ધર્મ, સમાજ, રાજનીતિ, કેળવણી વગેરે પર જે અસંખ્ય લેખો લખ્યા તે ત્રણ ભાગમાં ‘દર્શન અને ચિંતન'માં પ્રગટ થયા છે.