________________
૧૪. સમુલ્લાસ
સત્યે શિવ સુંદરમ્'ના મથાળાથી પ્રસિદ્ધિ પામતો પ્રસ્તુત લેખસંગ્રહ મારા માટે છેક અપરિચિત તો નથી જ. આ સંગ્રહમાં આવેલા ૩૮ લેખો પૈકી લગભગ ૬ જ હું પહેલી વાર સાંભળું છું. ૧. વર્ણસંકર, ૨. જૈન ધર્મમાં સ્ત્રીઓને સ્થાન, ૩. મીનાક્ષીમંદિર, ૪. ત્રિસ્તની મીનાક્ષી, ૫. એક અજાણ્યાનું અવસાન અને, ૬. તુળજારામ ટોકર – આ છ લેખો સાંભળ્યાનું સ્પષ્ટ સ્મરણ નથી. બાકીના ૩૨નું ચિત્ર તો આ લેખસંગ્રહ સાંભળવા બેઠો ત્યારે મનમાં સ્પષ્ટ હતું તેમ છતાં જુદે જુદે સમયે અને લાંબે ગાળે પ્રસિદ્ધ થયેલા અને તે જ રીતે ભિન્ન ભિન્ન સમયે કયારેક ઉતાવળથી તો ક્યારેક વચ્ચે આવી પડતાં વિખોમાં સાંભળ્યા હોય તે લેખોનો સંસ્કાર જુદો હોય છે, અને તે જ બધા લેખો એકસામટા તેમ જ નિરાંતે સાંભળીએ અને તે પણ તેમાંથી કાંઈક તારણ કરવાની તેમ જ તેનું મૂલ્યાંકન કરવાની દૃષ્ટિએ સાંભળીએ, ત્યારે તેનો સંસ્કાર જુદો પડે છે. ભિન્ન ભિન્ન સમયે પડેલા ત્રુટક સંસ્કારોનું સંકલન કરી મૂલ્યાંકન કરવું તે એક બાબત છે અને એકસાથે સ્વસ્થપણે કાંઈક લખવું, એ દષ્ટિએ સાંભળી તેનું મૂલ્યાંકન કરવું એ બીજી બાબત છે. આવા ગંભીર અને વિચારપૂત લેખો વિશે કાંઈ પણ લખવું હોય તો સળંગસૂત્રે પડેલ સંસ્કારોના આધારે જ લખવું એ ઉભય પક્ષને ન્યાય આપનારું છે, એવી માન્યતાથી પ્રેરાઈ હું આખો લેખસંગ્રહ સાંભળી ગયો. જે જે લેખો પહેલાં સાંભળેલા તેમાં પણ ફરી સાંભળતાં મને કશો જ કંટાળો આવ્યો નહિ, એક ક્ષણ માટે પણ એમ ન થયું કે આ તો સાંભળેલ છે, ચાલો આગળ ઊલટું, પ્રત્યેક લેખ સાંભળતી વખતે મનમાં લેખક અંગે, પ્રતિપાદ્ય વિષય અંગે અને લેખના અધિકારી સમાજ અંગે અનેક વિચારો આવી ગયા. તેની ટૂંકી નોંધ આપવી ઈષ્ટ હોય તોય શક્ય નથી. તેમ છતાં એ વિચારમાંથી કાંઈક અત્રે નોંધવા ધારું છું. લેખો સાંભળતાં અને વિચારો ઊભરાતાં મનમાં એક સાત્ત્વિક ઉલ્લાસ પ્રકટેલો, તેથી મેં મારા આ લખાણને સમુલ્લાસ' શીર્ષક આપ્યું છે.
કુમાર', 'પ્રસ્થાન અને મહિલા સમાજમાં પ્રસિદ્ધ થયેલ ચારેક લેખોને બાદ કરતાં લગભગ બધા જ લેખો જૈન સમાજ સાથે સંબંધ ધરાવતા કોઈ ને કોઈ પત્રમાં
પ્રસિદ્ધ થયેલા છે. તેમાંથી પણ મોટો ભાગ પ્રબુદ્ધ જૈનમાં પ્રસિદ્ધ થયેલો છે તેથી, Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org