________________
સમુલ્લાસ • ૧૧૫ મીનાક્ષીમંદિરવાળા લેખમાં દક્ષિણ, ઉત્તર, પૂર્વ અને પશ્ચિમનાં તીર્થોની તુલના . છે, જે એ તીર્થોની વિવિધતાનો ખ્યાલ પૂરો પાડે છે. શિવ અને પાર્વતીનું મહત્ત્વ, આલિખિત પુરાણકથાઓ, નાનાવિધ કોતરકામો, જળાશય, દીપમાળ, ગર્ભમંદિરની સંકડાશ, વહેમો, ભક્તિ, પ્રાંગણમાં ભરાતાં બજારો, રંગબેરંગી પોશાકવાળો નારીવર્ગ વગેરે મદુરાના મીનાક્ષીમંદિરની જેમ અન્ય તીર્થોમાં પણ દેખાય છે. બોરીબંદુર (ઇન્ડોનેશિયા) વગેરેનાં મંદિરો અને શિલ્પો એ દક્ષિણ જેવાં વિશાળ છે. કદાચ ઉત્તરમાં વિદેશી આક્રમણોને લીધે મંદિરો મોટાં ન રચાયાં હોય. જેમ બ્રાહ્મ જેવા સમાજો હિંદુ સમાજમાંથી મૂર્તિ ફેંકાવી ન શક્યા તેમ સ્થાનકવાસી આદિ સમાજો જેને સમાજમાંથી પણ કરી ન શક્યા. મૂર્તિ એ નેત્રગમ્ય, પણ રમ્ય અને ધ્યાન ખેંચે તેવી વસ્તુ છે. મીનાક્ષીમંદિરના વિવિધ પાસાંવાળા દર્શને લેખમાં જે ઉઠાવદાર આકાર ધારણ કર્યો છે તે લેખકની સ્મૃતિ અને એકાગ્રતાનો સંવાદી નમૂનો છે.
ત્રિસ્તની મીનાક્ષીવાળા લેખમાં લેખકે મીનાક્ષીના ત્રીજા સ્તનની અને મહાદેવના ત્રીજા નેત્રની પૌરાણિક આખ્યાયિકા આપીને પોતે ત્રીજા સ્તન અને ત્રીજા નેત્રનો આધ્યાત્મિક અર્થ પણ તારવ્યો છે. તે એ છે કે ત્રીજું સ્તન એટલે પ્રેમપૂર્તિ માતૃહૃદય અને ત્રીજું નેત્ર એટલે યોગીનું દિવ્યજ્ઞાન મીનાક્ષી અને મહાદેવનું મિલન એટલે પ્રેમ અને જ્ઞાનનું મિલન. આ આધ્યાત્મિક અર્થ સુસંગત છે, પરંતુ એ લેખ વાંચતાં મને જે બીજો વિચાર ફુર્યો છે તે પણ અહીં લખી દેવો ઠીક લાગે છે. ખરી રીતે મીનાક્ષી એ ત્રિગુણાત્મિકા પ્રકૃતિ છે. દુનિયાની સ્ત્રી પ્રકૃતિ ખ્રિસ્તની છે, જ્યારે લોકોત્તર પ્રકૃતિ ત્રિસ્તની છે. સાધારણ પુરુષ દ્વિચક્ષુ છે, જ્યારે લોકોત્તર પુરુષ-મહાદેવ-તૃતીય નેત્ર અર્થાતુ દિવ્યનેત્રધારી છે. મીનાક્ષી-મહાદેવની આખ્યાયિકામાં સાંખ્ય-યોગની કલ્પના ભાસે છે. મીનાક્ષી અર્થાતુ પ્રકૃતિ સર્વ ઉપર વિજય મેળવે, કેમ કે તે મૂળશક્તિ છે, પણ પરમ પુરુષને જીતી ન શકે; તેને તો તે અધીન જ બને, એ મર્મ મીનાક્ષીના વિશ્વવિજય અને છેવટે મહાદેવથી જિતાતાં તેને વરવામાં રહેલો છે. મહાદેવ તાંડવનૃત્ય કરે છે, એટલે કે પુરુષમાત્ર પ્રકૃતિરૂપ સ્ત્રીના સનિધાનમાં રોમાંચ અનુભવે છે. તેમાંથી જ સર્જન થાય છે. પરમપુરુષે સર્જન કરવું હોય તો પ્રકૃતિના સનિધાનમાં રોમાંચિત થયે જ છૂટકો અને તો જ સર્જન થાય. પૌરુષેય બળકૌશળ જોઈ સ્ત્રી-પ્રકૃતિ તેને વશ થાય. આ પરાજય અને સંવનન એ એક પ્રકારનો દામ્પત્યક્ષોભ છે. વિષ્ણુ મીનાક્ષી-મહાદેવનાં લગ્ન કરાવે છે, કેમ કે વિષ્ણુનું કાર્ય સૃષ્ટિ પેદા થયા પછી તેને નભાવવાનું–પાલન કરવાનું છે. લગ્ન ન થાય તો સૃષ્ટિ કેવી અને તે વિના પાલન કેવું?
“વ્યક્તિપરિચયમાં કુલ આઠરેખાચિત્રો છે. કાકા કાલેલકર અને તુળજારામ ટોકર એ બે બાદ કરતાં બાકી બધાં સગત વ્યક્તિઓને લગતાં છે. તેમાંથી વેણીરામ મારવાડી, સન્મિત્ર કપૂરવિજયજી, શ્રીયુત કુંવરજીભાઈ અને શ્રીયુત વ્રજલાલ મેઘાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org