SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ વારસાનું વિતરણ • ૯૫ પહેલા પ્રકરણમાં ઋગ્વદના ઉપરથી ફલિત થતી આર્યોની ઐહિક જીવનપરાયણ પુરુષાર્થી, તેમ જ સાદી અને નિબંધન જીવનચર્યાનું તાદશ ચિત્ર રજૂ થયેલ છે. તેમ જ આર્યોને દેશના જે મૂળનિવાસીઓના સંપર્કમાં આવવું પડે છે તે મૂળનિવાસીઓનો સ્પષ્ટ પરિચય આપવામાં આવ્યો છે. સિંધુસંસ્કૃતિના લોકો, દ્વાવિડિયનો અને કોલ. સંથાલ આદિ જનો, જે બધા આ દેશના આદિવાસીઓ, તેમનાં મૂળ સ્થાનો ક્યાં હતાં અને શોધખોળે તે ઉપર શું અજવાળું નાખ્યું છે વગેરેનો વિસ્તૃત પરિચય કરાવી લેખકે આર્યો અને અનાર્યો એ બંને વર્ગ વચ્ચે થયેલ સંઘર્ષ અને છેવટે થયેલ સમન્વયની પૂર્વભૂમિકા રજૂ કરી છે. બીજા પ્રકરણમાં આર્યો અને અનાર્યોનું મિલન, તેના પુરસ્કર્તા કોણ કોણ હતા તે, સમન્વય માટે ચાલેલી ગડમથલો અને સધાયેલ સમન્વયનાં ઇષ્ટ પરિણામો – એ બધું સુરેખ રીતે દર્શાવવામાં આવ્યું છે. - પ્રકરણ ત્રીજામાં આર્ય-અનાર્યના એ સમન્વયકારી મિલનનો પડઘો પાડતા રામાયણનો લેખકે તલસ્પર્શી મનોરમ પરિચય કરાવ્યો છે. રામાયણના કર્તા વાલ્મીકિ કોળી લૂંટારા હતા, જ્યારે મહાભારતના કર્તા વ્યાસ એ પરાશર ઋષિ અને માછણના કૃષ્ણવર્ણ પુત્ર હતા. આ બંને આર્ય-અનાર્યના મિલનના સૂચક છે, અને એમના ગ્રંથો પણ એ મિલન જ સૂચવે છે. સાચા અર્થમાં વ્યાસ અને વાલ્મીકિ ગમે તે હોય. કદાચ આર્ય-અનાર્યનું મિલન સૂચવવા ખાતર જ એ બેની એવી જાતિઓ ગ્રંથકારે ચીતરી હોય, જેથી જાતિમદમાં ઝૂલતા આર્યોનો ગર્વ ગળે ને દીનતામાં રાચનાર અનાર્યોને પાનો ચઢે, તેમ જ રામાયણને અને મહાભારતને બધા એકસરખી રીતે સ્વીકારે. વાલ્મીકિ પોતે અનાર્ય હોવાથી જ તેમણે અનાર્યના એક એક વર્ગની મદદ દ્વારા જ રામનો મહિમા વધ્યાની વાત ગાઈ છે. અનાર્યોની મદદ વિના રામ ન જીતત, ન રામ બનત. એટલે એ સ્પષ્ટ છે કે જેણે ગ્રંથકાર તરીકે કોળી વાલ્મીકિને નિર્દેશ્યા તેનો ઉદ્દેશ અનાર્યોનું બળ દર્શાવવાનો, આર્યોને માન આપવાનો અને એ રીતે બંનેનું ઐક્ય સાધવાનો હતો. મંદોદરી વિભીષણને પરણે, તારા દિયરને પરણે, રાવણ અને વિભીષણ જુદા પડે, સુગ્રીવ અને વાલી લડે ત્યારે રામભ્રાતાઓ અખંડ રહે – આ લક્ષણ કદાચ આર્યઅનાર્યનું ભેદસૂચક હોય. ગ્રંથકારે આર્ય આદર્શ દર્શાવવા ગ્રંથ લખ્યો હોય ને તેમાં અનાર્ય વ્યવહાર કેવો છે એ સાથે સાથે દર્શાવી આર્યજીવનની સુરેખતા ઉપસાવી હોય. જો કવિ ખરેખર કોળી જ હોય તો તેને પોતાની જાતિમાં એટલે કે અનાર્યમાં રહેલા સડાને નિવારવાની દૃષ્ટિ હોવી જોઈએ. અને એ પણ કવિને વસેલું હશે કે આવડા મોટા દેશમાં બહારથી આવેલા આર્યો છેવટે ફાવ્યા તે કૌટુમ્બિક એકતાને કારણે. એટલે એને પોતાની જાતિનાં કુસંપ અને શુદ્રવૃત્તિ ખટક્યાં હોય અને તેનું ચિત્ર પોતાની જાતના અનાર્યો દ્વારા રજૂ કર્યું હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy