SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધ અને ગોપા • ૬૩ પસંદગીમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર એવો કોઈ વર્ણ કે જાતિભેદ જોવાનો નથી; કારણ કે કુમાર કેવળ ગુણાર્થિક છે, નહિ કે કુળ કે ગોત્રનો અર્થી. પુરોહિત કપિલવસ્તુ નગરમાં ચોમેર ભટકયો, પણ યોગ્ય કન્યા ન જોઈ. છેવટે દંડપાણિ નામના શાકરને ત્યાં પ્રવેશ કરતાં જ એવી કન્યા નજરે પડી, જે પુરોહિતને બધી જ રીતે યોગ્ય લાગી. કન્યા પણ પુરોહિતને આવેલા જોઈ તેમના પગમાં પડી અદબપૂર્વક બોલી કે, “મહારાજ ! શા માટે પધાર્યા છો ?” પુરોહિતે લિખિત પત્ર આપી કહ્યું કે, “આમાં વર્ણવ્યા છે એવા ગુણો હોય તેવી કન્યા સિદ્ધાર્થકુમાર પસંદ કરે છે. કન્યાએ વાંચીને જરા પણ ઢીલ કર્યા વિના સ્મિતપૂર્વક જવાબ આપ્યો કે જાવ અને કુમારને કહો કે એ બધા ગુણો મારામાં છે. હું તે સૌમ્ય કુમારની પત્ની થઈશ. કોઈ હીન કે પ્રાકૃત પાત્ર સાથે એનો સંબંધ ન થાવ.' બુદ્ધ અને ગોપાનું મિલન તેમ જ સંવનન પુરોહિતે કન્યાનું એ વચન શુદ્ધોદનને જઈ સંભળાવ્યું. શુદ્ધોદને વિચાર્યું કે કુમાર કાંઈ આવા વચનમાત્રથી માની લે તેવો નથી; એટલે મારે કાંઈક વધારે ખાતરી કરાવનાર માર્ગ લેવો જોઈએ. આમ વિચારી તેણે નક્કી કર્યું કે મારે કીમતી ધાતુનાં સુંદર અને રુચે તેવાં પાત્રો બનાવરાવવાં. કુમાર ઉપસ્થિત બધી કન્યાઓને પાત્રો વહેંચે ને જેના ઉપર એની નજર ઠરે એ કન્યાને તે ચાહે છે એમ સમજી આગળનું બધું ગોઠવવું. શુદ્ધોદને વિચાર્યા પ્રમાણે પાત્રો તૈયાર કરાવી નગરમાં ઘોષણા કરાવી કે સભાસ્થાનમાં બધી કન્યાઓએ ઉપસ્થિત થવું. તેમને કુમાર દર્શન આપશે અને કીમતી પાત્રોની ભેટ પણ આપશે. શુદ્ધોદને ગુપ્ત રીતે વિશ્વાસુ માણસોને રોકી એમ પણ સૂચવ્યું કે પાત્રો વહેંચતી વખતે કુમારની નજર કોના ઉપર ઠરે છે, તે તમે મને જણાવજો. યોજના પ્રમાણે સભામંડપમાં નગરકન્યાઓ આવતી ગઈ અને સિદ્ધાર્થનું દર્શન કરી, મળ્યું તે પાત્ર લઈ, તરત ચાલતી થઈ; પણ એકેય એમાં એવી ન નીકળી કે જે સિદ્ધાર્થની શોભા કે તેજને ઝીલી થોડી વાર સાહસપૂર્વક તેની સામે ઊભી રહી શકે. છેવટે પેલી દંડપાણિની ગોપા નામની કન્યા આવી અને સભામંડપમાં પરિવાર સાથે એક બાજુ ઊભી રહી તેમ જ અનિમેષ નયને કુમારને જોતી રહી. જ્યારે તેને પાત્ર ન મળ્યું, ત્યારે હસતી હસતી કુમાર પાસે જઈને બોલી કે, “મેં શું બગાડ્યું છે કે મને પાત્ર ન મળ્યું ?” કુમારે કહ્યું કે, હું તારું અપમાન નથી કરતો, પણ તું સૌથી પાછળ આવી અને પાત્રો તો પૂરાં થયાં.” એમ કહી કુમારે પોતાની કીમતી વીંટી તેને આપી. ગોપા બોલી, “કુમાર ! હું તમારી વીંટીને લાયક છું.' કુમારે ફરી કહ્યું, “તો પછી લે આ મારાં આભરણો.” ગોપા બોલી, “અમે કાંઈ કુમારને બલંકૃત-અલંકારહીન–કરવા નથી ઇચ્છતાં; ઊલટું, અમે તો મારને અલંકૃત કરીશું અર્થાત્ મારની-કામદેવની આરાધના દ્વારા જ કુમારને જીતીશું.” આમ મધુર ભંગ્યોક્તિ કરી તે કન્યા ચાલતી થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy