________________
૬૪ • પરિશીલન કન્યાનું માથું અને દંડપાણિનો જવાબ
આ બધું જોઈ પેલા ગુપ્ત પુરુષોએ રાજા પાસે યથાવતું નિવેદન કર્યું કે, “દેવ ! દંડપાણિની ગોપા નામની કન્યા ઉપર કુમારની આંખ ઠરી છે, એટલું જ નહિ, પણ એ બંને વચ્ચે થોડી વાર વાતચીત પણ થઈ છે. આ હકીકત જાણી શુદ્ધોદને પુરોહિતને મોકલી દંડપાણિ પાસે કન્યાનું માગું કર્યું, પણ દંડપાણિએ જવાબ આપ્યો કે, “કુમાર તો ઘરમાં જ સુખે ઊછરેલા છે અને હું તો યુદ્ધ તેમ જ કળા કે શિલ્પમાં કુશળ હોય તેવાને જ કન્યા આપવાનો છું. કુમાર કાંઈ યુદ્ધ, કળા કે શિલ્પમાં કુશળ નથી.” શુદ્ધોદનની મૂંઝવણ
પુરોહિતે દંડપાણિનો જવાબ રાજાને કહી સંભળાવ્યો. રાજા ઊંડા વિચારમાં પડ્યો કે મને અત્યાર અગાઉ બે વાર લોકોએ ચેતવ્યો હતો કે જો કુમાર રાજમહેલની બહાર ન નીકળતા હોય તો અમે તેમની સાથે રમતગમત કે અખાડા આદિના પ્રયોગોમાં ભાગ લેવા આવીને શું કરવાના ? ખરેખર, હવે એ સંકટ સામે આવ્યું છે. કુમારને ખબર પડી કે રાજા ખૂબ ચિંતાતુર છે. તેણે આવીને પૂછ્યું કે, “પિતાજી ! કહો કે ઉદાસ શા માટે છો?” “તારે શું કામ છે ?” – એમ કહી રાજાએ ટાળવા માંડ્યું, પણ છેવટે કુમારના આગ્રહથી રાજાએ દડપાણિની કન્યા આપવાને લગતી શરત વિશેની બધી હકીકત સ્પષ્ટ કહી. કુમારે તરત જ જવાબ આપ્યો કે, “શું મારી સાથે કોઈ બધા પ્રયોગોમાં ઊતરે તેવો છે?” રાજાએ પૂછ્યું કે, “તું વ્યાયામ, યુદ્ધ, શિલ્પ આદિના બધા પ્રયોગો કરી શકીશ ?” કુમારે કહ્યું, “અવશય. બધા વિશારદોની હાજરીમાં બીજાઓની સાથે સ્પર્ધામાં અવશ્ય ઊતરીશ.” સિદ્ધાર્થનો હરીફાઈમાં વિજય અને ગોપા સાથે વિવાહ
રાજાએ પ્રસન્ન થઈ ઢંઢોરો પિટાવ્યો કે “આજથી સાતમે દિવસે કુમાર બધી જાતના ખેલ, તમાશા અને કૌશલપ્રયોગોમાં ગમે તે બીજા સાથે હરીફાઈમાં ઊતરશે, માટે જે જે એ બાબતોમાં કુશળ હોય તે બધાએ ઉપસ્થિત થવું અને સ્પર્ધામાં ભાગ લેવો.” ઘોષણાને અનુસરી મેદાનમાં પાંચસો શાક્ય કુમારો હરીફાઈમાં ભાગ લેવા આવ્યા. પેલી ગોપા પણ આવી અને તેણે એક જયપતાકા ખોડી અને જાહેર રીતે ઉચ્ચાર્યું કે જે તલવાર, ધનુષ વગેરેના યુદ્ધપ્રયોગોમાં તેમ જ ઇતર કળાકૌશલના પ્રયોગોમાં જીતશે તે આ પતાકાનો અધિકારી છે. વિશ્વામિત્ર નામના લિપિત્તની સાક્ષીએ લિપિજ્ઞાનની હરીફાઈ થઈ તો છેવટે વિશ્વામિત્રે કહ્યું કે આ સિદ્ધાર્થ જેટલી લિપિઓ જાણે છે તેટલી તો હુંય નથી જાણતો, માટે વિજય એને વરે છે. ત્યાર બાદ ગણિતની હરીફાઈ શરૂ થઈ. એમાં પણ કુમાર જીત્યો. અનુક્રમે બધી જ કળાઓમાં, કુસ્તીમાં અને ધનુર્વિધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org