________________
બુદ્ધ અને ગોપા • ૬૫ આદિ પ્રયોગોમાં કુમાર સિદ્ધાર્થ જ જીત્યો. આ જીતથી એક બાજુ તમામ પ્રેક્ષકો નાચી ઊઠ્યા ને કુમાર ઉપર પુષ્પવર્ષા કરી, તો બીજી બાજુથી દંડપાણિએ પોતાની શરત પૂરી થયેલી જોઈ પોતાની કન્યા કુમાર સિદ્ધાર્થને અર્પ. ગોપાઃ ધીરાદાત્ત વધૂરૂપે
ગોપા બોધિસત્ત્વની અગ્રમહિષી બની. તે સાસુ-સસરા કે બીજા તમામ પરિવાર સમક્ષ મોઢું ઢાંક્યા વિના કે પડદો કર્યા વિના આવતી જતી અને વ્યવહાર કરતી. આ જોઈ તે બધાં વિચારમાં પડ્યાં કે હજી તો આ નવોઢા છે અને કોઈ વડીલ સામે પડદો કરતી જ નથી. તેઓને ગોપાના મુક્ત અને સ્વસ્થ વ્યવહારથી કાંઈક માઠું લાગ્યું, અગર ચાલુ રિવાજના ભંગથી મનદુઃખ થયું. આ વાતની ગોપાને જાણ થઈ એટલે તેણે પોતાના પરિવાર સમક્ષ એક સાત્ત્વિક, વિચારપૂર્ણ અને નિર્ભય નિવેદન કર્યું, જે નિવેદન લલિતવિસ્તરમાં ગાથાબદ્ધ છે અને એ ગાથાપટ્ટો પણ સુગેય તથા લલિત છે. અહીં તો એનો સાર માત્ર આપીશું. ભલે કોઈ યોગ્ય કવિ એ પદ્યાનો ગુજરાતીમાં પદ્યબંધ અનુવાદ કરે.
જે આર્ય છે તે તો મુખ ખુલ્લું હોય તોય બેસતાં કે હરતાં-ફરતાં, ધ્વજના અગ્રભાગમાં ચમકતા મણિરત્નની પેઠે, દીપી નીકળે છે.
“આર્યજન, કપડાંનું આવરણ ન હોય તોય, ઊઠતાં-બેસતાં બધું જ શોભી નીકળે
જેવી રીતે બુલબુલ રૂપથી અને સ્વરથી શોભે છે, તેવી રીતે આર્યજન પડદા વિના પણ બોલે કે મૌન રહે તોય શોભે છે.
“આર્ય હોય તે નિવસન હોય કે કુશચીવરધારી હોય, અગર જીર્ણ વસ્ત્રધારી કે દુર્બળ શરીર હોય, છતાં તે ગુણવાન હોવાથી પોતાના તેજથી જ શોભી ઊઠે છે.
જેના મનમાં કોઈ પાપ નથી તે આર્ય ગમે તે સ્થિતિમાં શોભી ઊઠે છે. તેથી ઊલટું, મલિન વૃત્તિવાળો અનાર્ય પુષ્કળ આભૂષણો ધરાવતો હોય તોય નથી શોભતો.
જેનું મન પથ્થર જેવું કઠણ છે અને જેના હૃદયમાં પાપ ભર્યું છે છતાં વાણીમાં માધુર્ય છે તેવાઓ અમૃત છાંટેલા પણ ઝેરથી ભરેલા ઘડાની પેઠે બધાને માટે હંમેશાં આદર્શનીય છે.
જે આર્યો દરેકના પ્રત્યે બાળકની પેઠે નિર્દોષ અને સૌમ્યવૃત્તિવાળા છે તેમ જ બધાને માટે તીર્થની પેઠે સેવનીય છે, તેવા આર્યોનું દર્શન દહીં અને દૂધથી ભરેલા ઘડાની પેઠે સુમંગળ લેખાય છે.
જેઓમાં પાપવૃત્તિ નથી અને જેઓ પુણ્યવૃત્તિથી શોભે છે, તેવાઓનું દર્શન સુમંગળ છે અને સફળ પણ છે.
જેઓ શરીર, વચન અને ઇંદ્રિયોમાં સંયત છે અને પ્રસન્ન મનવાળા છે, તેવાઓ માટે મોઢું ઢાંકવું કે પડદો કરવો નકામો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org