________________
૩૦ • પરિશીલન વિવેચન થવા લાગ્યાં છે અને અન્ય ભાષામાંથી ગુજરાતી ભાષામાં સંક્રમણો પણ થયાં છે.
કાકાએ મૂળમાં તો ગીતાધર્મનું સમાજશાસ્ત્ર મરાઠી ભાષામાં લખેલું. તેનું જ ગુજરાતીમાં આ રૂપાંતર છે. એમ તો કાકાએ ગુજરાતીમાં પણ ગીતાનું વિવેચન કરેલું છે, પણ તે વિવેચન અને પ્રસ્તુત સમાજશાસ્ત્ર એ બંનેનો પ્રકાર જુદો જુદો છે. પેલું વિવેચન સમગ્ર ગીતાને આવરે છે, જ્યારે પ્રસ્તુત સમાજશાસ્ત્ર સોળમા અધ્યાયમાં પ્રતિપાદિત દેવીસંપત્ પૂરતા ભાગને જ આવરે છે.
એક કાળે પ્રજામાં પારલૌકિક સ્વર્ગની ભાવના પ્રબળ હતી. એને સિદ્ધ કરવાનો પુરુષાર્થ મોટા પાયા પર અને વિવિધ રીતે પ્રજાવ્યાપી થયો હતો. તેની સામે બીજી મોક્ષની ભાવના સબળપણે ઉપસ્થિત થઈ. તેને લીધે સ્વર્ગ ગમે તેવું સુખમય છતાં અંતે વિનશ્વર છે એમ ઠરતું ગયું. મોક્ષ એ અવિનશ્વર-શાશ્વત સુખ છે એ ભાવના જેમ જેમ બળ પકડતી ગઈ તેમ તેમ સ્વર્ગની ભાવનાને લીધે જે શાસ્ત્રનિષ્ઠા, કાર્યકર્મવિભાગ અને સહકારવૃત્તિ આદિ સદ્દગુણો પ્રજામાં ખીલ્યા હતા તે સદ્દગુણો અંતર્મુખ દૃષ્ટિથી વિશેષ વિચારના અને વિકાસના વિષયો તો બન્યા જ, પણ વધારામાં બીજા પણ કેટલાક નવા યમ, યોગ આદિ સદ્દગુણોને વિકાસની તક મળી. આ બધું ચાલતું હતું ત્યારે જ એક નવો વિચાર ઉદયમાં આવી રહ્યો હતો. તેનું વલણ એ હતું કે મોક્ષ ભલે શાશ્વત સુખની અવસ્થા હોય, છતાં તે પારલૌકિક મોક્ષ એટલે વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસની જ એક ભૂમિકા છે. કોઈ વ્યક્તિ એવા વિકાસની પરાકાષ્ઠા સાધે તોયે તે તો એક અંગત અને મર્યાદિત સિદ્ધિ છે. પારલૌકિક મોક્ષને જીવનસર્વસ્વ માની ઊંડામાં ઊંડી સાધના કરનારના જીવનગત સગુણોનો વ્યાપક દૃષ્ટિએ સામાજિક ઉત્કર્ષમાં શો ઉપયોગ ? આ વિચારવલણે લોકસંગ્રહની અગર તો સામાજિક શ્રેયની પ્રબળ ભાવનાનું રૂપ ધારણ કર્યું. સ્વર્ગની તેમ જ મોક્ષની ભાવનાના પ્રાધાન્ય વખતે જે જે ગુણોએ પ્રજાના હૃદયમાં ઘર કર્યું હતું અને જે સગુણોના વિકાસને પૂરી તક હતી તે સદ્ગુણો પ્રત્યે લોકસંગ્રહવાદીઓની જરાયે ઉપેક્ષા નહોતી; ઊલટું તેમનું કહેવું એ હતું કે જે સગુણો વિશે ગંભીર ચિંતકો વિચાર કરે છે અને જેને સાધવા પુરુષાર્થી મથે છે તે સદ્દગુણોના ઉપયોગની દિશા માત્ર બદલવાની છે. આથી વૈયક્તિક મોક્ષ થતો અટકશે નહિ અને સામૂહિક કલ્યાણનો માર્ગ વધારે સરળ બનશે. લોકસંગ્રહની આ ભાવનાનાં કેટલાંક બીજો તો ઈશોપનિષદ અને મહાયાનની ભાવનામાં પડ્યાં જ હતાં. તે બીજોને વધારે વિકસિત રૂપે ચર્ચવાનો પ્રશ્ન ગીતાકારે હાથમાં લીધો. ગીતાની લોકસંગ્રહ-વિષયક મુખ્ય દૃષ્ટિ સાંપ્રદાયિક આચાર્યોની વ્યાખ્યાઓમાં સાવ ગૌણ બની ગઈ હતી. તેનો પ્રકાશ અને તેનું ઉદ્દઘાટન તિલકે ગીતારહસ્યમાં કર્યો. તિલકે કર્મયોગ દ્વારા જે વસ્તુનું પ્રતિપાદન કર્યું છે તે મુખ્ય વસ્તુનું શ્રી અરવિંદે પૂર્ણયોગ દ્વારા પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org