________________
૨૮ • પરિશીલન જવાબ અપાવ્યો છે. એક તો યુદ્ધવૃત્તિ જ લોકોને સહેજે ભાવતી વસ્તુ છે, એનો રસ જાગ્યા પછી માણસ મરણપર્વત પાછી પાની નથી કરતો. બીજું એ કે જે યુદ્ધમાં સીધું ઝંપલાવી ન શકે તેને પણ એ નજરે જોવું ગમે જ છે. જ્યાં નજરે જોવાની શક્યતા ન હોય ત્યાં પણ યુદ્ધચ વાર્તા લખ્યા એ ઉક્તિ તો કામ કરે છે. તેથી ધૃતરાષ્ટ્ર કરતાં પણ તીવ્ર જિજ્ઞાસા આપણામાં એ જાગે છે કે બધું તો ઠીક, પણ કૃષ્ણનાં લાંબાં લાંબાં વ્યાખ્યાનોને અંતે અર્જુને નિર્ણય શો કર્યો ? અને તેનું પરિણામ શું આવ્યું ? સંજય દ્વારા ધૃતરાષ્ટ્રની જિજ્ઞાસા પૂર્ણપણે સંતોષાઈ હશે કે નહિ એ તો તે જાણે, પણ આપણે જ્યારે
ઋરિણે વજનં તવ એ ઉદ્ગાર અર્જુનના મુખમાંથી સાંભળીએ છીએ અને તેનો પાકો યુદ્ધનિર્ણય જાણીએ છીએ ત્યારે આપણને એટલી તો નિરાંત વળે જ છે કે હવે યુદ્ધ બંધ પડવાનું નથી અને બન્યું પણ તેમ જ..
નૈમિષારણ્યમાં કે બીજા તપોવનમાં પણ ધર્મ અને તત્ત્વજ્ઞાનની ચર્ચા ચાલતી હોય તોયે ભારતીય માનસ બધું કામ છોડી એ તરફ વળે છે, ત્યારે અહીં તો યુદ્ધભૂમિ ઉપર જ ધર્મ અને તત્ત્વજ્ઞાનના પ્રશ્નો ઝીણવટથી ચર્ચાય છે અને તે પણ યુદ્ધની કાર્યાકાર્યતાને ઉદ્દેશીને જ, એટલે સ્વાભાવિક રીતે જ ગીતાની આ શૈલી બહુ રોચક બની છે.
(૨) ગીતાના આકર્ષકપણાનું બીજું મુખ્ય અંગ તે એમાં ચર્ચાયેલા વિષયોની પસંદગી અને તે પાછળ રહેલી ગીતાકારની દૃષ્ટિ. પોતાના સમય સુધીમાં જે ધાર્મિક અને તાત્ત્વિક મુખ્ય મુખ્ય પરંપરાઓએ ભારતીય માનસ ઉપર કબજો જમાવ્યો હતો, તે બધી પરંપરાઓને સંક્ષેપમાં આવરી લઈ ગીતાકારે પોતાની દૃષ્ટિએ તેની મીમાંસા કરી છે અને તેમાંથી પોતાની એક સુનિશ્ચિત દૃષ્ટિ ફલિત કરી છે. એ દષ્ટિ તે કર્મયોગની અર્થાતુ ફ્લેચ્છાત્યાગની. ભારતીય માનસ ઉપર મોક્ષ-પુરુષાર્થની અને તેના અંગ લેખે નિવૃત્તિમાર્ગની એવી ઊંડી છાપ પડી હતી કે જેને લીધે જીવન-વ્યવસાયમાં પડેલ દરેક પ્રવૃત્તિશીલ માણસ મોક્ષ અને નિવૃત્તિની વાતોમાં જેટલો રસ લેતો, તેટલા સ્વીકારેલ પ્રવૃત્તિમાં ભાગ્યે જ રસ લેતો. એથી ન તો તેની જીવનક્ષેત્રવિષયક પ્રવૃત્તિ યોગ્ય રીતે સધાતી અને ન મોક્ષની આકાંક્ષા પૂરી પડતી. એવી પ્રજાવ્યાપી અસમંજસ સ્થિતિમાં ગીતાકારે યુદ્ધને વિશે જીવનયુદ્ધને લગતી દૃષ્ટિ સ્પષ્ટ કરી. અનાસક્તિપૂર્વક પ્રવૃત્તિ કરવાની આ દૃષ્ટિ નવી તો ન જ હતી, પણ ગીતાકારે જેવા સંયોગોમાં અને જેવી રીતે તેની ચોખવટ કરી છે તે બેશક અપૂર્વ હોઈ ભારે આકર્ષક બની છે.
(૩) આકર્ષકપણાનું ત્રીજું મહત્ત્વનું અંગ તે ગીતાની પ્રતિપાદનકલા અને કવિતા. ગીતાકારે સાંખ્ય તત્ત્વજ્ઞાન, યોગમાર્ગ, ભક્તિમાર્ગ, યજ્ઞપરંપરા આદિ અનેક વિષયોને ઠીક ઠીક વિસ્તારથી છણ્યા છે; એટલું જ નહિ, પણ તેણે દશમા અને અગિયારમા અધ્યાયમાં અનુક્રમે વિભૂતિનિરૂપણ તેમ જ વિશ્વરૂપદર્શન દ્વારા જે કાવ્યકળા દર્શાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org