________________
૭૪ • પરિશીલન છતાંય એ આત્મવાદી છે એ વાત પણ સાચી, કેમ કે તે ચાર્વાકના દેહાત્મવાદનો નિષેધ કરી સદા ગતિશીલ એવા ત્રિકાળસ્પર્શી ચિત્ત યા ચૈતન્યતત્ત્વને માને છે.
આંખે ઊડીને વળગે એવી બુદ્ધની વિશેષતા એ છે કે તે જે કાંઈ કહે છે તે વિચાર અને તર્કથી સમજી શકાય યા સમજાવી શકાય એવું જ કહે છે. એને કોઈ રૂઢિબદ્ધ શાસ્ત્ર, પરંપરા આદિનું બંધન નથી. એને બંધન હોય તો એટલું જ છે કે જેટલું વિચાર અને તર્કથી સમજાય તે સ્વીકારો અને તે પ્રમાણે જ જીવન જીવો. આ બુદ્ધનો શ્રદ્ધા અને મેધા અર્થાત્ આચાર-વિચાર, વા ધર્મ-તત્ત્વજ્ઞાનનો માનવજાતિના ઇતિહાસમાં અનોખો સંવાદ છે.
- જન્મભૂમિ, ૨૪ મે, ૧૯૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org