________________
સુગતના મધ્યમમાર્ગઃ શ્રદ્ધા ને મેધાનો સમન્વય - ૭૩ ભાવી માટે ચિંતા કરવાની જરૂર નથી. એના ક્રમમાં એ આપમેળે રચાશે. તેથી જ બુદ્ધ અજાતશત્રુને શીલ, સમાધિ અને પ્રજ્ઞાથી નીપજતા પ્રત્યક્ષ સુખની વાત વિશદપણે દીઘનિકાયના સામઝફલસુત્તમાં સમજાવી છે. બુદ્ધવિચાર ને બુદ્ધવિહાર
બુદ્ધના પહેલાં અને એના સમયમાં બ્રહ્મ, બ્રહ્મા અને લોક આદિ વિશે અનેકરંગી ચર્ચાઓ થતી. કોઈ કહેતા કે લોક અંતવાન છે તો બીજા કહેતા કે તે અનંત છે. એ જ રીતે બ્રહ્મદેવને અનાદિઅનંત અને અનાદિ-સાંત માનનાર પણ હતા. આવી બાસઠ માન્યતાઓ યા દૃષ્ટિઓ “દીઘનિકાય'ના એક સૂત્રમાં બુદ્ધને મુખે વર્ણવાયેલી નોંધાઈ છે. ખરી રીતે એ ઉદ્ગારો બુદ્ધના જ છે એમ ન માનીએ તોય એમાં બુદ્ધનું દૃષ્ટિબિંદુ વ્યક્ત થયું છે, એ નિર્વિવાદ સત્ય છે. તે દૃષ્ટિબિંદુ એટલે બુદ્ધ આવી અગમ્ય અને સદા વિવાદાસ્પદ માન્યતાઓને, જિજ્ઞાસુઓ અને સાધકોની બુદ્ધિને મૂંઝવનાર હોઈ, એક જાળ તરીકે નિર્દેશે છે. તે શિષ્યોને કહે છે કે એવી માન્યતાઓ એ તો બ્રહ્મજાળ છે. (કદાચ ચાલુ ભ્રમજાળ શબ્દ એનું જ અપભ્રષ્ટ રૂપ હોય.) એમાં સપડાયા તો માછલાંની પેઠે મરવાનાં. આટલું જ કહીને બુદ્ધ પતાવતા નથી, પણ એ બ્રહ્મવિચારના સ્થાનમાં “બ્રહ્મવિહાર'નો વિધાયક માર્ગ પ્રરૂપે છે. ચાર ભાવનાઓ
બુદ્ધ કહે છે કે બ્રહ્મ કે બ્રહ્મા આવાં છે તેવાં છે એ ભલે વિવાદાસ્પદ હોય, પણ જીવસૃષ્ટિ એ તો સૌના અનુભવની વસ્તુ છે. જીવસૃષ્ટિમાં ચડતી-ઊતરતી કોટિના અનંત જીવોની રાશિ છે. એ જ બ્રહ્મ છે. એમાં વિહાર કરવો એટલે જીવસૃષ્ટિ સાથે એવા પ્રકારનો સંબંધ કેળવવો કે જેથી ચિત્તમાં ક્લેશ ન વધે અને હોય તો જૂના ક્લેશો ક્ષીણ થાય તેમ જ ઉત્તરોત્તર ચિત્ત વધારે વિકસિત થાય. આવો સંબંધ કેળવવાની રીત તરીકે એણે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એ ચાર ભાવનાઓ આ જીવનમાં ઉતારવા ઉપર જ ભાર આપ્યો છે. ખરી રીતે બુદ્ધના શીલ, સમાધિ અને પ્રજ્ઞા એ ત્રણ ધર્મસ્કંધનો અથવા તો વર્તમાન જીવનમાં જ ધર્મસાધનાનું સુખ અનુભવવાનો પાયો એટલે આ બ્રહ્મવિહાર. બુદ્ધનો સમગ્ર ઉપદેશ બ્રહ્મવિહાર ઉપર પ્રતિષ્ઠિત છે અને તે માટેનો પુરુષાર્થ વર્તમાન જીવનમાં જ શક્ય છે. જેઓ બ્રહ્મલોકની અગમ-નિગમ વાતો કરતા હોય તેમને પણ છેવટે બ્રહ્મવિહાર માન્યા વિના ચાલે તેમ નથી. આત્મવાદી કે અનાત્મવાદી ?
બુદ્ધ અનાત્મવાદી કહેવાય છે, તે એક રીતે સાચું છે, કારણ પોતાની પહેલાં અને પોતાના સમયમાં જે કૂટસ્થનિત્ય આત્મતત્ત્વ મનાતું તેનો બુદ્ધ નિષેધ કરે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org