SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ • પરિશીલન : કરવા છતાં તેને કાંઈ પણ મદદ તે રાષ્ટ્રો ન કરી શક્યાં. આ પ્રમાણે ભયજનિત કર્તવ્યપાલન પણ અધૂરું જ હોય છે તથા મોટે ભાગે ઊલટું પણ હોય છે. આમ મોહની કોટિમાં ગણાતા બધાયે ભાવોની એક જ સરખી વ્યવસ્થા છે અને તે એ કે આ ભાવો તદ્દન અધૂરા, અસ્થિર તથા મલિન હોય છે. જીવનશક્તિનો યથાર્થ અનુભવ એ જ બીજા પ્રકારનો ભાવ છે, જે ઉદય પામતાં ચલિત કે નષ્ટ પણ નથી થતો. એક પ્રશ્ન થઈ શકે છે કે જીવનશક્તિ યથાર્થ અનુભવમાં કયું એવું તત્ત્વ છે કે જેને કારણે તે સદા સ્થિર, વ્યાપક તથા શુદ્ધ રહે છે. એનો ઉત્તર મેળવવા માટે જીવનશક્તિના સ્વરૂપ ઉપર થોડો વિચાર કરવો પડશે. આપણે આપણા મનમાં જ વિચારીએ અને જોઈએ કે જીવનશક્તિ એ કઈ વસ્તુ છે. કોઈ પણ સમજુ વ્યક્તિ શ્વાસોચ્છવાસ કે પ્રાણને જીવનની મૂળ આધારશક્તિ માની નહિ શકે, કારણ કે કોઈ કોઈ સમયે ધ્યાનની વિશિષ્ટ અવસ્થામાં પ્રાણનો સંચાર ચાલુ ન રહેવા છતાં જીવનશક્તિ એમ ને એમ રહે છે. આમ ઉપરથી માનવું પડે છે કે આધારભૂત શક્તિ કોઈ બીજી જ છે. અત્યાર સુધીના બધાયે આધ્યાત્મિક સૂક્ષ્મ અનુભવીઓએ એ આધારશક્તિને ચેતના કહી છે. ચેતના એવી એક સ્થિર તથા પ્રકાશમાન શક્તિ છે કે જે શારીરિક, માનસિક તથા ઇન્દ્રિયવિષયક વગેરે બધાંયે કાર્યો ઉપર જ્ઞાનનો, સમજનો, પરિજ્ઞાનનો પ્રકાશ સતત ફેંક્યા કરે છે. ભલે ઇન્દ્રિયો કોઈ પણ પ્રવૃત્તિ કરે, ભલે મન ગમે ત્યાં ગતિ કરે, ભલે શરીર કોઈ પણ વ્યાપાર કરે, પરંતુ એ બધાંનું સતત ભાન કોઈ એક શક્તિને થોડું થોડું થયા જ કરે છે. આપણે દરેક અવસ્થામાં આપણી શારીરિક, ઇન્દ્રિયવિષયક તથા માનસિક ક્રિયાઓથી જે થોડા પરિચિત રહ્યા કરીએ છીએ તે ક્યા કારણે ? જે કારણથી આપણને આપણી ક્રિયાઓનું સંવેદન થાય છે એ જ ચેતનાશક્તિ છે, તથા આપણે એનાથી વધારે કે ઓછા કશું પણ નથી. ચેતનાની સાથે સાથે જ બીજી એક શક્તિ ઓતપ્રોત છે, જેને સંકલ્પશક્તિ કહેવામાં આવે છે. ચેતના જે કાંઈ પણ સમજે કે વિચારે તેને કાર્યાન્વિત કરવું કે મૂળ રૂપમાં લાવવું એ જો ચેતનાની સાથે બીજું કોઈ બળ ન હોય તો ન બની શકે અને ચેતનાની બધીયે સમજ નકામી જાય તથા આપણે જ્યાંનાં ત્યાં જ રહીએ. આપણે અનુભવ કરીએ છીએ કે સમજણ કે દર્શન અનુસાર એક વાર સંકલ્પ થયો કે ચેતના પૂર્ણરૂપે કાર્યાભિમુખ થાય છે, જેમ કે કૂદનાર વ્યક્તિ કૂદવાનો સંલ્પ કરે છે તો બધુંયે બળ એકઠું થઈને એને કુદાવી નાખે છે. સંકલ્પશક્તિનું કામ બળને વિખેરાઈ જતાં રોકવાનું છે. સંકલ્પશક્તિનું બળ મળતાં જ ચેતના ગતિશીલ થાય છે તથા પોતાનું સાધ્ય સિદ્ધ કરીને જ સંતોષ પામે છે. આ ગતિશીલતાને ચેતનાનું વીર્ય સમજવું જોઈએ. આ પ્રમાણે જીવનશક્તિના મુખ્ય ત્રણ અંશ છે : ચેતના, સંલ્પ તથા વીર્ય કે બળ. આ ત્રણ અંશવાળી શક્તિને જ જીવનશક્તિ સમજવી, જેનો અનુભવ આપણને દરેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy