________________
વિકાસનું મુખ્ય સાધન • ૧૦૯ નાનામોટા સર્જનકાર્યમાં થાય છે. જો સમજણ ન હોય, સંકલ્પ ન હોય તથા પુરુષાર્થવીર્યગતિ ન હોય તો કોઈ પણ સર્જન થઈ જ નથી શકતું. એ ધ્યાનમાં રાખવાનું છે કે જગતમાં એવું કોઈ પણ નાનું કે મોટું જીવન ધારણ કરનાર શરીર નથી કે જે કોઈ ને કોઈ પ્રકારનું સર્જન ન કરતું હોય. આ ઉપરથી પ્રાણીમાત્રમાં ઉપર દર્શાવેલ ત્રણ અંશવાળી જીવનશક્તિ છે તે સમજાય છે. આમ તો આવી શક્તિનો જેવી રીતે આપણે પોતે પોતાનામાં પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ એવી જ રીતે બીજાં પ્રાણીઓનાં સર્જનકાર્યથી તેઓમાં રહેલી તે શક્તિનું અનુમાન કરી શકીએ છીએ, છતાં એનો અનુભવ, અને તે પણ યથાર્થ અનુભવ, એક અલગ વસ્તુ છે.
સામે ઊભેલી દીવાલને કોઈ નથી' એમ કહે તોપણ આપણે માની શકતા નથી. આપણે તો તે સામી રહેલ દીવાલના અસ્તિત્વનો જ અનુભવ કરીશું. એ જ પ્રમાણે સામી ઊભેલી દીવાલના અનુભવની જેમ પોતાનામાં તથા બીજામાં રહેલ ત્રણ અંશવાળી શક્તિના અસ્તિત્વનો તથા એના સામર્થ્યનો અનુભવ કરવો એ જ જીવનશક્તિનો યથાર્થ અનુભવ કર્યો ગણાય.
જ્યારે આવો અનુભવ પ્રકટ થાય છે ત્યારે પોતાની પ્રત્યે તથા બીજા પ્રત્યે જીવનદષ્ટિ બદલાઈ જાય છે. પછી તો એવો ભાવ ઉત્પન્ન થાય છે કે સર્વત્ર ત્રિઅંશી જીવનશક્તિ (સચ્ચિદાનંદ) કાં તો અખંડ કે એક છે, કાં તો સર્વત્ર સમાન છે. કોઈને સંસ્કાર-અનુસાર અખંડાનુભવ થાય કે કોઈને સમાનતાનો અનુભવ, પરંતુ એનાથી પરિણામમાં કાંઈ પણ ફેર નથી પડતો. અભેદદષ્ટિ ધારણ કરનાર બીજાની પ્રત્યે એ જ જવાબદારી રાખશે જે એ પોતાના પ્રત્યે રાખતો હશે. વાસ્તવિક રીતે એની જવાબદારી કે કર્તવ્યદૃષ્ટિ પોતાના તથા પારકાના ભેદથી ભિન્ન નથી થતી. એ જ પ્રમાણે સામાન્ય દષ્ટિ ધારણ કરનાર પણ પોતાના અને પારકાના ભેદથી કર્તવ્યદૃષ્ટિમાં કે જવાબદારીમાં તારતમ્ય નથી કરી શકતો.
મોહકોટિમાં ગણાતા ભાવોથી પ્રેરિત જવાબદારી કે કર્તવ્યદૃષ્ટિ એકસરખી અખંડ કે આવરણરહિત નથી હોતી, જ્યારે જીવનના યથાર્થ અનુભવથી પ્રેરિત જવાબદારી કે કર્તવ્યદૃષ્ટિ હંમેશાં એકસરખી તથા નિરાવરણ હોય છે, કારણ કે તે ભાવ રાજસ અંશથી નથી આવ્યો હતો તથા તે તામસ અંશથી અભિભૂત પણ નથી થઈ શકતો. તે ભાવ સાહજિક છે – સાત્ત્વિક છે.
મનુષ્યજાતિને સૌથી મોટી કીમતી કુદરતી બક્ષિસ મળી છે તે સાહજિક ભાવને ધારણ કરવાનું કે ઉત્પન્ન કરવાનું સામર્થ્ય તથા યોગ્યતા છે. તે અસાધારણ વિકાસનું મુખ્ય સાધન છે. મનુષ્યજાતિના ઇતિહાસમાં બુદ્ધ, મહાવીર વગેરે અનેક સંત મહંતો થઈ ગયા છે કે જેઓએ સેંકડો વિઘ્નો આવવા છતાં પણ મનુષ્યજાતિના ઉદ્ધારની જવાબદારીમાંથી કોઈ પણ દિવસ પોતાનો પગ પાછો નહોતો ફેરવ્યો. પોતાના શિષ્યના For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International